સંસ્કૃત मत्सस – मुद्रिका – मत्सुन्द्रिआ – मच्छुन्द्रिअ એ પરથી મછુન્દ્રી નામ આવ્યું હોવું જોઈએ…

Standard

સંસ્કૃત मत्सस – मुद्रिका – मत्सुन्द्रिआ – मच्छुन्द्रिअ 
એ પરથી મછુન્દ્રી નામ આવ્યું હોવું જોઈએ…

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ll દિવની વાત યાદ આવી તો ‘ઉના’ યાદ કરવું જ પડે, ઉના શહેર મછુન્દ્રી નદીના કીનારે વસેલું છે. મછુન્દ્રી નદી વિશે પણ પ્રાચીન અને પૌરાણિક ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ‘સૌરાષ્ટ્રની લોકમાતાઓ’ નામના ડો. પ્રકાશચંદ્ર ના. ભટ્ટના શોધનિબંધ અનુસાર; મચ્છુન્દ્રી – મત્સ્યેન્દ્રનાથની સ્મૃતિમાં આ નામ અપાયું છે, જે નાથ સંપ્રદાયની અસર સૂચવે છે. સંસ્કૃત मत्सस – मुद्रिका – मत्सुन्द्रिआ – मच्छुन्द्रिअ એ પરથી મછુન્દ્રી નામ આવ્યું હોવું જોઈએ. મચ્છુન્દ્રી – ગીરના જંગલમાં રાજમલ તળેટીમાંથી નીકળી, ઉના થઈ, નવાબંદર આગળ અરબી સમુદ્રને મળે છે. આ પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે મત્સેન્દ્રનાથે આ નદી ઉત્પન્ન કરેલી અને તેના ઉદ્દભવસ્થાન પર મત્સેન્દ્રનાથનો આશ્રમ હતો. તેથી તેને મછુન્દ્રી નદી કહે છે આવો ઉલ્લેખ કરી આ પુસ્તકના લેખક કહે છે કે આવી વાત દ્રોણેશ્વરના મહંત દેગીરીજીએ કરેલ છે. પરંતુ હાલ તો આવો નાથ સંપ્રદાયનો કોઈ આશ્રમ મછુન્દ્રીના કાંઠે જોવા મળતો હોય તેવું મારા ધ્યાનમાં નથી.
સ્કંદ પુરાણના ઉલ્લેખ અનુસાર દેવસ્થળના આ જંગલમાં ઋષિઓને પાણીની જરૂર પડી, તેમણે જીવન પસાર કરવા માટે બ્રહ્માજી પાસે માંગણી કરી તે સ્વીકારાતા બ્રહ્માજીએ તમામ નદીને પોતાના કમંડળમાં લઈ અને તે કમંડળ આ સ્થળ પર રેડ્યું અને આ રીતે એક નદીનો ઉદ્દભવ થયો તેને ઋષીતોયા નદી કહે છે. હાલ તો આપણને માત્ર મછુન્દ્રી નામ મળે છે. પરંતુ આ કથાની સત્યતા એટલે છે કે એક ઉલ્લેખ મુજબ ઉના અને તેના તાબાના ગામડાઓમાં 12 હજાર ઉપરાંત અગ્નિહોત્ર બ્રાહ્મણો રહેતા હતા. હવે તે મછુન્દ્રી હોય કે ઋષિતોયા પણ નદીઓ ભલું બધાનું કરે છે.
ગીરગઢડાથી બાબરીયાની વચ્ચેથી મછુન્દ્રી ડેમ પર જઈ શકાય છે. શુદ્ધ પ્રાણવાયુ ત્યાંથી પ્રાપ્ત થાય છે. આ પ્રકૃતિના ખોળે ફરતા ફરતા ઉપનિષદો કે વેદોના મુશ્કેલ લાગેલા અર્થો અહીં આપમેળે ઉકલી જાય છે, અને ત્યારે ખબર પડે છે કે આ મંત્રો કે શ્લોકો એ લોકોને આવા વાતાવરણ માંથી જ ઉગેલા છે તો તે અહીં જ ઉકેલાવાના ને…! પ્રકૃતિનો પમરાટ કે પ્રકૃતિનો ચહેકાટ શું હોય શકે કે કુદરતનો કલરવ કઈ રીતે સાંભળી શકાય તે તો આવા પ્રકૃતિના ખોળે જાઓ અને જુઓ તો ખ્યાલ પડે કે હા…ઘાસ પણ બોલી શકે છે…! પગરવ તમારી પાછળ આવતા હોય તેવું લાગે અને તમારા શબ્દો જાણે જાળાની જેમ તમને ત્યાં વિંટળાય વળે તેવી નિરવતા અને ચામડી જાણે કે દ્રાવણનું રૂપ હોય તેમ હવાને પોતાનામાં સમાવીને કાળજાને ટાઢક આપે તે સાચો સાક્ષાત્કાર ‘કુદરતેશ્વર’નો.

લે. –  અજ્ઞાત

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s