હસો તો ખરા..!!

Standard

[ હસો તો ખરા…!☺ ]
[ ✍ હમણાં એક તરફથી શાળા સંચાલકોના ફી વધારાના હોબાળા છે તો વળી સરકારના આદેશ મુજબ ગુજરાતી ભાષા ફરજિયાત કરવાની વાત પણ છે.ત્યારે વાંચો એક અંગ્રેજી માધ્યમમાં પોતાના સંતાનને ભણાવતા મોર્ડન વાલીની વાત લલિત લાડ ઉર્ફ “મનુ શેખચલ્લી”ની કલમે__ ]
👉 સરકારે જાહેરાત કરી છે કે હવે શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવામાં આવશે. આ સાંભળતાં જ ઇંગ્લિશ મીડિયમ બચ્ચાંઓની મમ્મીઓમાં ખળભળાટ મચી ગયો છે! 

*સાંભ‌ળો:*
“ખબર પડી?  હવે સ્કૂલમાં ગુજરાતી લેન્ગવેજ કમ્પલ્સરી થવાની છે.”
 “ઓ એમ જી! what will happen now? 
“આપડા કિડ્ઝને જિંગલ બેલ જિંગલ બેલ ગાવા પર બાન આવશે?””
 “no but thay will have to learn all this ગુજરાતી કવિતાઝ ઓલસો.”
 “oh! like, જાગને જાડવા?  મારી મધર ઇન લો ડેઇલી સિંગ કરે છે, એવું?”
 “ઇવન વર્સ… કિડ્ઝ લોકોએ દૂહાઝ એન્ડ છંદાઝ ગાવા પડશે.”
 “ઓ માય ગોડ ! લાઇક ડાયરાઝ? તો તો આપડા kids will become દેશી બલૂન!”
 “i know but what to do? મને તો ટેન્શન થાય છે કે નાવ અવર કિડ્ઝ એક્ઝામમાં 91 પરસેન્ટ અને 99 પરસેન્ટ કેવી રીતે સ્કોર કરશે?”
 “yeah…. because ગુજરાતી ઇઝ સો ટફ! ઇવન વોટ્સએપમાં ગુજરાતીમાં ચેટિંગ કરવાનું કેટલું ઓકવર્ડ છે ?”
 “એન્ડ, આટલા શોર્ટ ટાઈમમાં ગુજુ લેંગ્વેજના ક્લાસિસ be who will start?”
 “ધેટ મિન્સ કે આપડે ઘરમાં ગુજરાતી ટીચરને પ્રાઇવેટ ટ્યૂશન માટે કોલ કરવાનો thay will spoil our english હોં?”
 “અરે, નાવ તો, સ્કૂલની રિસેસમાં બી ગુજુ સ્પીક કરવાનું એલાઉ કરશે.”
 “ઓ એમ જી!”
 “એન્ડ પેલુ સુ કહેવાય, સ્પીચ થેરાપી…નો નો, વક્તૃત્વ કોમ્પિટિશન that also will start.”
 “ઓહ ગોડ ! મિન્સ કે our kids will actually speek totaly gujrati in front of everybody ? કેટલું ઇન્સલ્ટિંગ લાગશે નંઇ?”
 “i know but what to do?”
 ” i have one idia પેલું આપડું પેરેન્ટ્સનું ફી રિડ્યુસ કરવાનું મૂવમેન્ટ ચાલે છે ને…”
 “હા, તે?”
 “એ સ્ટોપ કરી દઇએ ! we tell to ગવરમેન્ટ કે તમે અમારી સ્કૂલોની ફી હજી હાઈ કરવા દો!”
 “but why?”
 “અરે, તો જ પેલા મિડલ ક્લાસિયા ગુજરાતી છોકરાં આપડી હાઈ ફાઇ સ્કૂલ્સમાં આવતા સ્ટોપ થશે ને?”
 “યસ! ધેટ્સ એ ગ્રેટ આઇડિયા હોં ! come on let us see allગુજજુઝ…”
 “એટલે?” 
“ એટલે, ચાલો ગુજરાતીઓને બતાડી દઇએ.”
✍__લલિત લાડ “મનુ શેખચલ્લી”.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s