અવિસ્મરણીય ઘટના

Standard

‘અવિસ્મરણીય ઘટના’

—————————

બહૂજ સાદી જ વાત.

ના રંગ રોગાન નીજરુર

કે ના મસાલા  સિનેમાજેવી વાત.

સુરતની મારી પોતાની રિક્ષા અને સહપ્રવાસી પેસેન્જર ની વાત.

તમે કહેશો?

તમને કોઈ લુંટી ગયું હશે,

કે કોઈકે તમને કંઈક સુંઘાડી દીધું હશે.

હા, ચોક્કસ તમે સાચાછો.

મારાપોતાના આર્થિક સધ્ધરતા ના વિચારો લુંટાઇ ગયા, ને માનવતા ની સુવાસ મને કોઇ સુંઘાડી ગયું.

સપ્ટેમ્બર ૨૦૧૭ ની વાત.

ઘરે મહેમાન આવ્યા હતા.

તેથી તેમના સારું કાર મુકીને હું  સીટી લિંક ની બસ માં કલીનીક ગયો.

છેલ્લી મુસાફરી ૧૯૬૮થી૧૯૭૪ માં કરેલી.

મજા આવી.

મુસાફરીમાં મુફલિસપણા કરતા બાદશાહી નો અનુભવ થયો.

રસ્તે આવતા ગાંધીજી, શિવાજી, આંબેડકર, વલ્લભભાઈ ના પૂતળાં ને નજીક થી જોવાનો લાભ મળ્યો.

કલીનીક થી પાછા બસ માં જ ઘરે આવવું હતું.

પણ લાલદરવાજા આગળ મારો જાણીતો રિક્ષા વાળો ભાઈ મળી ગયો. તે અગાઉ પણ મને ઘરે કોઈકવાર લઈજતો હતો.ઘણાબધા દર્દીઓ લઈ આવે, ને તેને મારા થી બનતી મદદ કરું.

‘ચાલો સર, ઘરે મુકી જાઉં .’

‘ના, હું બસ માં જઈશ.’મેં કહ્યું.

‘એમ થોડું બસમાં જવાય, અમારી રિક્ષા શું કામની?’

મારે આનાકાની કરવાની,એટલે લાલદરવાજા પર

તમાશાનું તેડું.

આગળ જતાં કહે,’ફ્લાય ઓવર ને બદલે નીચે થી જઈએ, મારે એક બહેન ને દરરોજ આ સમયે લઈ જવાના હોય છે.’

‘હા.લઈ લે. મને શું પૂછવાનું ?’

બેલ્જીયમ સ્કેવર થી નીચે સહરા દરવાજા આગળ, પેલી બહેન બેસી.

મોટો થેલો મારી વચ્ચે મુક્યો. મને એનો દેખાવ, એના કપડાં માથી આવતી વાસ ના ગમી. મને થયું કે આ બાઈ વડા -પાંઉ નો વેચવાનું કામ કરતી હશે.

મને થયું કે હશે, એની વાસ, ને એની સુગંધ.

મારે નકામી શી પિષ્ટીપેશણ!

બાજુમાં થેલામાં નજર કરી, ચાર ટિફિન હતાં.

મને થયું કે નીચે મુકેતો , કદાચ ઢોળાઈ જાય.

હું થોડો સંકડાઈ ને બેઠો. પેલી બાઈ કહે,’દાદા, શાન્તિ થી બેસો. છોકરાઓ ના ખાવાના ટિફિન છે,આજે ઢોળાય તેવી ચીજ નથી.’

રિક્ષાવાળો કહે,’ શું બનાવ્યું છે આજે?’

‘રોટલી, શાક,વઘારેલી ખીચડી ને કાંદા ટમેટાં નું કચુંબર!’

મને તેનું ગુજરાતી બોલવાનું ગમ્યું નહીં, તે બિહાર-યુપી ની લઢણ માં બોલતી હતી.

મારો પંચાતીયો જીવ, શાન્તિ થી બેસતો નહોતો.

ટેક્સ્ટાઈલ માર્કેટ આગળ રિક્ષા ઉભી રહી.

ટોપી અને ગોગલ્સ વેચવા વાળો છોકરો દોડીને આવ્યો.

‘ લે આ તારું જમવાનું, સાંજે વહેલો ઘરે આવજો .’

ઉધનાદરવાજે પાછી રિક્ષા ઉભી રહી.

કોલેજીયન ચણા-દાણા ની લારી વાળો યુવાન દોડતો આવ્યો.

‘ લે તારું જમવાનું. સાંજે વહેલા ઘરે આવવાનું, યાદ રાખજે. ધંધો આજે ઓછો કરવાનો.’

મજુરાગેટથી વનિતાવિશ્રામ આગળ વળી પાછી રિક્ષા ઉભી રહી.

રમકડાં ને ફુગ્ગા વેચતો તે જુવાન આવ્યો.

‘ લે આ તારું ખાવાનું. સાંજે આજે ઘરે જલદી આવવાનું છે, યાદ રાખજે.’

પછી રિક્ષા મિશન ની ગલી આગળ ઉભી રહી.

થેલામાં હજી એક ટિફિન હતું.

રિક્ષા વાળા ને કીધું ,’ તું પણ સાંજે ઘરે આવજે. આ દાદા કોણ છે?’

‘હા હું જરુર આવીશ. આ અમારા ડોક્ટર છે, એમને હું ઘરે મુકવા જાઉં છું.’

પેલી બાઈ કહે, ‘સાહેબ , હું તમને ઓળખતી નથી, તમે પણ ઘરે આવજો.’

હું તો એક મોટી સમસ્યા થી પીડાવા માંડ્યો હતો.

આબધા કોણ છે? આ બધાંને ટીફીન કેમ આપેછે?

બધાં ને સાંજે ઘરે કેમ બોલાવે છે?

રિક્ષાવાળાએ મારી ઓળખાણ કેમ આપી?

તે બાઈએ મને કેમ બોલાવ્યો?

હજુતો વડા-પાંઉ નીવાસ ઓછી થાય તે પહેલા મારા શ્વાસો શ્વાસ વગર કારણસર વધવા માંડ્યા હતા. મુળે હું અવિશ્વાસ નો માણસ, અને એમાં આ વગર કાના માતર ની મથામણ!

મિશન થી ગાડી આગળ ચાલી.

મેં રિક્ષા વાળા ને પુછ્યુ ,’ શું છે આ બધું?’

તે હસ્યો, ‘ સાહેબ, હું તમને ક્યારનો જોયાકરું છું.

તમને અકળામણ થાયછે ને?’

‘ સર, આ બિહાર ની મુસ્લિમ બાઈ છે.

આત્રણે ટિફિન ખાવા છોકરાઓ એના સંબંધીઓ ના છોકરાઓ છે. એને પોતાનું કોઇ સંતાન નથી.

એનો ધણી અને એનાબીજા સંબંધીઓ કોઈ પ્રવાસમાં એક્સીડેન્ટ માં પંદર વર્ષ પહેલા ગુજરી ગયાછે. આ ત્રણે છોકરાઓના માબાપ પણ.

આ બાઈ બધા ને લઇ સુરત આવી. થોડાસમય માં 

એ ગોઠવાઇ ગઇ. આ ત્રણે છોકરાઓ ને નાનો નાનો ધંધો આપી ગોઠવવાનો ધંધો કરેછે.

બિહારમાં આ ત્રણે છોકરા ઓના ઘર બાંધ્યા છે.

નાની મોટી બધા ને તે મદદ કરેછે .’

‘ તેના કપડાં માં પાઉં-વડાની વાસ આવે છે, એ શું છે?’

સવારે ૮ થી ૧૨ એ પાંઉ-વડા બનાવી ને વેચેછે. એમાંથી એ આખું ઘર ચલાવે છે.

‘ તો , આજે સાંજે બધાંને ઘરે કેમ બોલાવે છે?’

‘ આજે એક્સીડેન્ટ માં ગુજરી ગયેલા ઓ નેા વરસીનો  દિવસ છે. બધા ભેગાથઈને ઝૂંપડપટ્ટી ના બાળકોને ખવડાવશે. તેથી બધા છોકરા ઓને કમાયેલા પૈસા બીજે સારી જગાએ વાપરી શકાય

એવું શીખવા મળે , અને એ બહાને પોતાના મા-બાપ ને પણ યાદ કરી લે.’

મારી બધી નકામી કુતુહલતાનું અચાનક ગાયબ થઈ જવાનું બનવા માંડ્યું હતું.

ને મારુ ઘર પણઆવી ગયું હતું.

મેં રિક્ષા વાળાને પૈસા આપ્યા. 

પણ તેણે લીધા નહીં.

તમે રિક્ષાકરી નથી, હું તમને લઈ આવ્યોછું .

 

તમે માનશો નહીં, રિક્ષાવાળા અને પેલી બહેન મારું અભિમાન લુંટી ગયા ને માનવતાની સુવાસ

સુંઘાડી ગયા.

—————————————————————

મોટીવેશનલ લેક્ચર્સ સાંભળવાની આ લોકો ને 

કંઇ જરુર ખરી? 

આવા લોકો થી દેશ ચાલેછે, અને એનું ગર્વ આ દેશ ના લોકો એ લેવાજેવું ખરું ?
ને એ સાંજે એ ઝૂંપડપટ્ટી માં રિક્ષાવાળા સાથે ગયો. ઘરે આવેલા મહેમાનો જેટલીજ મજા આવી.

——-

સલામ,એ બહેનને,

ને સલામ રિક્ષાવાળાભાઈને.
************* 

ડો.ભાસ્કર આચાર્ય

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s