જિંદગી

Standard

રેલવે ની પ્લેટ ફોર્મ ટિકિટ લઈ હું ઉતાવળે ચાલતો હતો….કારણ કે
મારી પાછળ એક સાત આઠ વર્ષ નો ભિખારી જેવો બાળક..

એ સાહેબ….એ સાહેબ.કહી પાછળ દોડતો હતો….

હું મારી સ્પીડ વધારતો જતો હતો…તેમ તે બાળક પહણ ..ઓ.ઓ સાહેબ ઉભા તો રહો..કહી બુમ પાડે જતો હતો…

મન મા ખિજાતો ગાળો આપતો હતો…આ ભિખારી ની જાત…એક ને આપો તો દસ પાછળ પડે…
હું થાકી ને ઉભો રહી..ગયો…

અને જોર થી બોલ્યો… ચલ અહીં થી જાવુ છે કે પોલીસ ને બોલવું..

ક્યાર નો સાહેબ..સાહેબ કરે છે….લે 10 રૂપિયા.. હવે જતો રહેજે….

મેં પોકેટ માંથી પાકીટ કાઢી 10 ની નોટ કાઢવા પ્રયતન કર્યો…..

પાકીટ ગાયબ….હું તો મૂંઝાઈ ગયો..હમણાજં..ATM માથી  ઉપાડેલ  20 હજાર રૂપિયા… ડેબિટ કાર્ડ..ક્રેડિટ કાર્ડ..ડ્રાઇવિંગ લાઇસન્સ….બધું અંદર….
સાહેબ…..પેલો બાળક બોલયો
અરે ..સાહેબ…સાહેબ શુ કરે છે  ક્યારનો ? મેં ઉચ્ચા અવાજે કિધુ…
બાળક એ એક હાથ ઊંચો કર્યો સાહેબ….
તેના..હાથ તરફ…નજર…ગઈ…

પછી તેની નિર્દોષ આંખ તરફ….

બે ઘડી તો…મને મારી જાત ઉપર

મારા ભણતર ઉપર…

મિથ્યા અભિમાન અને અધ્યત્મિક જ્ઞાન ઉપર નફરત થઈ ગઈ….
માણસ પોતાનો સ્વાર્થ હોય ત્યરે જ આંખ મેળવી ને વાત કરે છે..બાકી તો આંખ મિચોલી કરી રસ્તો બદલી ને ભાગી જનાર વ્યક્તિઓ પહણ સંસાર મા છે..
એ  બાળક ની નિર્દોષ આંખો અને હાથ ઉપર નજર નાખતા..ખબર પડી.. મારૂં  ખોવાયેલ “પાકીટ ”

તેના ના નાજુક હાથ મા હતું…
લો સાહેબ …તમારૂં પાકીટ….

સાહેબ.. ટિકિટ બારી ઉપર પાકીટ ખીશા મા મુક્તા… પાકીટ  સાહેબ…તમારૂં નીચે પડી ગયું હતું…..
મારી આંખો ભીની થઈ ગઈ…રેલવે સ્ટેશન ઉપર ગોઠણ ઉપર બેસી એ બાળક ના માથે હાથ ફેરવ્યો…..બેટા….. મને માફ કરજે….

આ જુલમી સમાજ ગરીબ માણસ ને હંમેશા ચોર અને ભિખારી જ સમજે છે…

આજે… પાકીટ આપતો તારો હાથ ઉપર છે..મારો હાથ નીચે છે…સાચા અર્થ મા ભિખારી કોણ?
આજે..મને સમજાયું..ઈમાનદારી એ ફક્ત રૂપિયા વાળા ની જાગીર નથી….

બેઈમાની ના રૂપિયા થી ધરાઈ ને ઈમાનદારી નું નાટક કરતા બહુ જોયા છે….પહણ..

ભુખા પેટે ..અને ખાલી ખીશે..ઈમાનદારી બતાવનાર તું પહેલો નીકળ્યો….

બહુ સેહલી વાત નથી..બેટા.. લક્ષ્મીજી જોઈ ભલ ભલા ની વૃત્તિ એની નીતિઓ બદલાઈ જાય છે…
બેટા…. હું ધારૂં તો આ પાકીટ તને ઇનામ મા આપી શકું તેમ છું…હું એક વખત એવું સમજી લઈશ કે કોઈ  મારૂં ખીશું કાતરી ગયું….
બેટા…તારૂં ઈમાનદારી નું ઇનામ તને જરૂર મળશે…

બેટા…..તારા મમ્મી ..પપ્પા..ક્યાં છે….?

મમ્મી ..પાપા નું નામ સાંભળી…તે બાળક ની આંખ મા આશું આવી ગયા…

હું તેના ચેહરા અને વ્યવહાર ઉપર થી એટલું સમજી ગયો હતો… કે આ વ્યવસાય તેનો જન્મ જાત નહીં હોય…કોઈ હાલત નો શિકાર ચોક્કશ આ બાળક બની ગયો છે..
મેં..તેનો…હાથ પકડ્યો…ચલ બેટા… આ નર્ક ની દુનિયા મા થી તને બહાર નીકળવા કુદરતે મને સંકેત કર્યો છે…

હું સીધો.. નજીક ના પોલીસ સ્ટેશને જઈ હકીકત બધી જણાવી…
પોલીસ ઇન્સ્પેક્ટરે સવાલ કર્યો.

આપને કોઈ સંતાન છે ?

મેં કીધું છે..પણ USA છે..અહીં મારો પોતાનો બિઝનેસ છે…આ બાળક ને ઘરે લઈ જવા ની વિધી સમજાવો.. તો ..આપનો આભાર..
મારી પત્ની પહણ ખુશ થશે…સાથે..સાથે…અમે તેને ભણાવી….એક  તંદુરસ્ત સમાજ નો હિશો બનાવશું….
અમે કોઈ મંદિર કે આશ્રમ માં રૂપિયા કદી આપ્યા નથી….એક સતકાર્ય અમારા હાથે થશે….

કોઈ રસ્તે રખડતા બાળક ની જીંદગી બની

જશે.. તો..એક મંદિર બનાવ્યા જેટલો જ આનંદ અમને થશે..
પોલીસ ઇન્સ્પેક્ટર પહણ ખૂશ થતા બોલ્યા… સાહેબ…ધન્ય છે તમારા વિચારો…ને…

તમારી કાયદાકીય… પ્રોસેસ હું પુરી કરી આપીસ.. 

હું પણ એક સારા કાર્ય  કર્યા નો આનંદ લઈશ..

કોઈ લુખ્ખા તત્વો..બાળક નો કબજો લેવા આવે તો 

મને ફોન કરી દેજો….
આજે ..આ બાળક…ભણી ગણી..ને  સરકાર ની  ટોપ કેડેર ની IPS કક્ષા ની પરીક્ષા પાસ કરી…મને પગે લાગી 

રહ્યો છે……
દોસ્તો…

કોઈ જન્મજાત ભિખારી ,ચોર..કે ડોન નથી હોતું…. સંજોગો…અન્યાય નો  શિકાર બનેલા લોકો કોઈ વખત રસ્તો ભટકી જાય છે…તેને હાથ પકડી ફરી થી સંસ્કારી સમાજ વચ્ચે મુકવા ની જવબદારી સમાજ અને સરકાર ની છે…
મેં કિદ્યુ..બેટા હું સમજુ છું..તારા માઁ બાપ આજે હાજર હોત તો ખૂબ ખુશ થાત…..પહણ અમે ખુશ છીયે.. તારા અકલ્પીય પ્રોગ્રેસ થી…
બેટા અહીં  મારા “એક પાકીટ નું ઇનામ” પુરૂ થાય છેં તેવું

સમજી લેજે..
એ બાળક નું નામ અમે સંજય રાખેલ અને એ એટલું જ બોલ્યો..
त्वमेव माता च पिता त्वमेव ।

त्वमेव बन्धुश्च सखा त्वमेव ।

त्वमेव विद्या द्रविणम् त्वमेव ।

त्वमेव सर्वम् मम देव देव ॥
તમે મને કોઈ વાત ની કમી રહેવા દીધી…

મેં નથી ભગવાન ને જોયા.કે નથી

મારા માઁ બાપ ને…મારા માટે..આપ જ  સર્વ છો…
તમારૂં ઇનામ પુરૂ થાય છે..ત્યાંથી મારી ફરજ ચાલુ થાય છે…પેહલા તમે જયા જતા ત્યાં હું આવતો..

હવે હું જ્યાં જઈશ ત્યાં તમે…હશો..
સંજયે..પગ પછાડી પહેલી સેલ્યુટ  અમને કરી

બોલ્યો….પાપા…આ સેલ્યુટ ના ખરા હક્કદાર પેહલા

તમે છો…
આને કેહવાઈ લેણદેણ ના સંબંધ…

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s