પતિ-પત્નીના જીવનને સ્પર્શ કરતી એક સરસ વાત જે સંસાર ત્યાગી ચુકેલા એક જૈન મુની પાસે સાંભળી હતી 

Standard

પતિ-પત્નીના જીવનને સ્પર્શ કરતી એક સરસ વાત જે સંસાર ત્યાગી ચુકેલા એક જૈન મુની પાસે સાંભળી હતી 
_ For All Married Couple
લગ્નની પચીસી વટાવી ચૂકેલું એક દંપતી લગ્નની વર્ષગાંઠની પૂર્વ સંધ્યાએ એક બીજા સામે બેસીને એક બીજાના ગમા – અણગમાની ફરિયાદ કરે છે, ત્યાં પતિ એક સરસ પ્રસ્તાવ મુકે છે :
“આપણે બંને એક બીજાને એક એક નોટબૂક ભેટ આપીએ – તે નોટબૂકમાં આપણે રોજેરોજ એક બીજાની કયી વાત ના ગમી તે ટાંકતા રહેવાનું અને આવતી વર્ષગાંઠે એકબીજા સામે બેસીને એક બીજાની ખામીઓ વાંચવાની…. વર્ષ દરમ્યાન જે ખામી નજર આવે – આગામી વર્ષોમાં પ્રયત્ન કરવાનો તે ખામીઓ દુર કરવાનો – તે ભૂલનું પુનરાવર્તન ના થાય તે જોવાનું !!”
પતિની આ વાત સાંભળી પત્ની પણ સંમત થઈ અને એક બીજાને નોટેબૂક્ની   આપ – લે કરી લીધી…….
વર્ષ વીતતું ગયું….વાતો – ભૂલો – ખામીઓ લખાતી રહી….
એક વર્ષના વહાણાં વાઈ ગયા….
ફરી લગ્નની વર્ષગાંઠે પતિ – પત્ની સામસામે બેઠા… એક બીજાની નોટબુકની આપ – લે કરી લીધી….
પહેલ આપ પઢો…ની હુંસાતુંસી જામી….આખરે મહિલા પ્રથમના ધોરણે પત્નીએ લખેલી નોંધ પતિએ વાંચવાની શરુઆત કરી…
પ્રથમ પાનું….બીજું પાનું…ત્રીજું પાનું…
ફિલ્મ જોવાનો વાયદો કરી મોડા આવ્યા….

બહાર જમવાનો વાયદો કરી ના લઇ ગયા….

મારા પિયરીયા આવ્યા ત્યારે સારી રીતે વાત ના કરી 

મારા માટે ભંગાર સાડી ઉપાડી લાવ્યા…
આવી અનેકો રોજ-બરોજની ફરિયાદી પતિદેવે વાંચી….
પતિની આંખોમાંથી અશ્રુઓની ધાર વહેવા માંડી….
આખરે છેલ્લું પાનું પૂરું કરી પતિએ પત્નીને કહ્યું :
“તારી બધી ફરિયાદો હું કબુલ કરું છું અને આગામી વર્ષોમાં તેનું પુનરાવર્તન ન થાય તેનું હું ધ્યાન રાખીશ…..
હવે પત્નીએ પતિની રોજનીશીના પાના ફેરવવા શરુ કર્યા….
પ્રથમ દિવસ….બીજો દિવસ….ત્રીજો દિવસ….કોરું ધાકોર….પછી…

બે ચાર દિવસો એક સાથે ફેરવ્યા…..ત્યાં પણ કોરું ધાકોર…..

મહિના ફેરવ્યા…. ત્યાં પણ કોરું ધાકોર…….

આખરે પત્નીએ કંટાળી વર્ષનું છેલ્લું પાનું ખોલ્યું…

ત્યાં પતિએ લખ્યું હતું….
“હું તારા મોઢે ગમે તેટલી ફરિયાદો કરું પણ તે મારા માટે કરેલા ત્યાગ અને આપેલા અનહદ પ્રેમ બાદ જેને યાદ રાખી હું લખી શકું તેવી કોઈ ખામી દેખાઈ નથી.- તારા પ્રેમ અને ત્યાગે તારી બધી ખામીઓને મારી નજરમાં આવવા જ દીધી નથી……તું દરેક ભૂલ અને ખામીઓથી પર છે…કેમકે તે મારી અક્ષમ્ય ખામીઓ પછી પણ દરેક ડગલે અને પગલે તેં મારો સાથ આપ્યો છે….મારા પડછાયાનો વાંક ક્યાં દેખાય મને…..
હવે અશ્રુની ધારનો વારો પત્નીનો હતો. તેને પતિના હાથમાંથી પોતાની રોજનીશી લઇ તેને કચરા ટોપલીમાં સ્વાહા કરી દીધી…..સાથે સાથે ગમા – અણગમાઓને પણ….
નવપલ્લિત બની…નવપરણિત યુગલની જેમ મહેકી ઉઠ્યું તેમનું જીવન – જીવનની ઢળતી સંધ્યાએ….
એક – બીજાની ખામીઓ શોધવાને બદલે એક – બીજાએ પરસ્પર શું ત્યાગ કર્યું તેનો વિચાર માત્ર આપના જીવનને નવપલ્લિત કરી મુકે છે…

…. લે. – અજ્ઞાત 

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s