પરબિડીયું/Envelop

Standard

પરબિડીયું/ENVELOP

——————————

આમે ય મારી છાપ કલીનીક માં બહાર બેઠેલા દર્દીઓ માં  વાતોડિયાની છે .ડોક્ટર બહૂ જ વાતો કરે, બહૂ પૂછપુછ કરે. બહુજ સમય લે. બીજી જગાએ તો ડોક્ટર કંઈ પુછે એપહેલાં દવા લખાઈજાય.પણરાહજોતા દરેક દર્દી પણ મારી સાથે તેટલા જ રસ થી વાતકરે,જેટલા આગળ ના દર્દી કરતા હોય.આમેય દર્દી ની History લેવા 

 હમણાં ની ફરિયાદ,ભૂતકાળની માંદગી,કૌટુંબિક બીમારી,જુના ઓપરેશન ,આગળના કોઈ ડોક્ટર ની સારવાર, બીજા રિપોર્ટ્સ અંગે પુછતાછ

કરવી પડે. એટલે સ્વાભાવિક રીતે થોડોક સમય જાય. પછી તપાસકરીએ, એટલે પ્રારંભિક રીતે 

કાચું નિદાન થઇ જાય, ને મોટેભાગે  નિદાન રિપોર્ટ્સ કરાવ્યા પછી તેને મળતું જ આવે.

તમે કહેશો કે તમે બાબા આદમના જમાના માં

પ્રેકટિસ કરોછો?

અમારી તો કોઈ લાંબી પૂછપરછ કરતું નથી.

બે મિનિટ વાતકરી ને હાથ પકડી ને બહાર જુનિયર ડોક્ટર લખેલા પ્રેસર જોઈને બહાર

રિપોર્ટ્સ કરવાનું લખી આપે. પુછીએ તો કહે, બહાર બધી તપાસ, લોહી અને ફેાટા ની તપાસ કરાવો પછી આગળ વાત.

તમારી વાત સાચી. પેલા સાહેબો પણ સાચા.

હવે ની નવી અતિ આધુનિક પરિક્ષણ પધ્ધતિઓ

થી નિદાન ઘણું સરળ થાયછે. ખર્ચાળ પણ જરુરી.

પણ ડોક્ટર તમને નામથી ઓળખે, તમારા કુટુંબ

તમારા રહેઠાણ, તમારા નોકરી ધંધા થી પરિચિત

હોયતો  તમને ગમે કે નહીં.તમે કહેશો ,’ હા,

ચોક્કસ ગમે.’

તમે કહેશો, ‘ કોઈ ક વાત તમે કરો કે અમે કહીએ કે તમે વાતોડિયા છો કે…….?’

હા,અમારે કાઠિયાવાડ થી આવેલા એક દાદાની વાતકરવાની છે.તેમારા કલીનીકમાં તેમના એક સંબંધી, જેમારા દર્દી કુટુંબ ના સભ્ય હતા, સાથે

આવ્યા હતા.

તે ભાઈએ તેમની ફરિયાદો વિશે ફોન પર જણાવ્યું હતું.

મેં તેમને પુછ્યું, ‘ બાપા, સિતારામ.’

દાદા બોલ્યા,’ સિતારામ.’

‘કેટલી ઉંમર?’

‘ ઓણસાલ નવરાત્રી માં સીત્તેર પુરાં થયાં’

 મેં તેમનો હાથ પકડ્યો ને નાડી ના ધબકારા સાથે

પ્રશ્નો પુછવાની શરુઆત કરી.

દાદા હું બોલું , તે પહેલા પહેરણ ઉંચુંકરી,

અંદરની બંડી માંથી મોટું કવર કાઢ્યું.

ને મને આપ્યું . 

મને કહે ,’આ વાંચો. ‘અને તેમણે એમના સંબંધી ને બહારબેસવા કહ્યું .

મને એમ કે કોઇ ખાનગી વાત કરવી હશે.

ભલે એ બહાર બેસે.

કવરમાં થી કાંઈ પણ વાંચવાનો મારો ઇરાદો નહોતો.

આગળની સારવારનું તાજું નિદાન મને કોઈ જણાવી દે બહૂ નાગમે. હું બરાબર તપાસ કરું પછી કહું કે તમને આવું કંઈક હોઈ શકે, ને પછી રિપોર્ટ જોઉં.

મેં કવર માંથી કાગળો કાઢ્યા.

‘અરે, આ તો કોઈ જુવાન ના તપાસ ના કાગળો

છે?’ મેં કહ્યું.

મારા હાથ માં થી દૈનિક પત્ર નું એક છાપેલું કટિંગ બહાર નીકળી આવ્યું.

‘ ઉંમર વર્ષ ૩૪, ગામ પાંચટોબરા,ગારિયાધર,

……………………………….શાંતિથી આ દુનિયા નીવિદાય લીધી, કેન્સર સામે ઝઝુમી ને તું લડ્યો…’

હું  આ  વાંચતો હતો ને દાદાની આંખ માંથી

અશ્રુજલ વહી રહ્યા હતા.

‘ હા, મારો જુવાન જોધ દીકરો હતો. એનું વજન રાતોરાત ઘટવા માંડ્યું. શરુઆતમાં ડોક્ટરો 

એ નિદાન કર્યા વગર સારવાર ચાલુ કરી.

 થોડા ઘણા રિપોર્ટ્સ માં કંઈ પકડાયું નહીં નેરોગ આગળ વધ્યો. છેલ્લે ખબર પડી કે હોજરીનું ચોથા સ્ટેજ નું કેન્સર છે. કિમોથેરાપી કરતાં લોહી ના કણો ઘટી ગયાને તે ગુજરી ગયો.’

હું ચુપ હતો.

મેં કહ્યું,’ તમારા દિકરા ના સમાચાર થી મને દિલગીરી થઇછે.’મને મારો જુવાન જોધ દિકરો યાદ આવ્યો. હું થોડો ગમગીન થઇ ગયો. 

હું એમની પાસે ઊભો થઇને ગયો, એમને સાંત્વના આપી. પાણી આપ્યું.

‘મેં સાંભળ્યું  છે કે તમે સારા ડોક્ટર છો. મેં હજું મારા માટે કોઇ ડોક્ટર ને બતાવ્યું નથી.તમે પરબીડિયું વાંચ્યું , મને બહૂજ શાન્તિ થઇ છે.’

મેં કહ્યું ,’ તમારી પરબીડિયું નહીં વાચતે તો હું કદાચ તમને ઓળખી શકતે નહીં.આજે હું તમને કંઈ જ પુછીશ નહીં. કાલે પાછા મળીએ.’ દાદા કહે,’એક દિવસ વધારે… મને સ્વજન મળ્યા હોય 

એવું લાગ્યું છે.’

દાદા ગયા. બીજા દર્દીઓ જોયા. રાત્રે  ઘરે જતી વખતે વિચાર્યું પરબિડીયું ખોલ્યું હોત નહીં તો?

-કદાચ એમને મેં પ્રારંભિક સારવાર કરવા હઠ

રાખી હોત તો?

કુટુંબની પાસ્ટ હિસ્ટરી, ફેમિલી હીસ્ટરી,

પર્સનલ હીસ્ટરીનો તપાસ માં બહૂજમોટો રોલ છે.

 ખાસ્સો સમય બગાડી ને વાતોડિયાનું બિરુદ લેવાનું આજે તો ખાસ ગમ્યું.

દાદા ગયા પછીના દર્દીઓ એ મારી સજલ

આંખો જોઇ ને પુછ્યુહતું કે તમે આજે કેમ લાગણી સભર થયા?

હવે તમે કહો કે અમે

વા-વાતોડિયા !

કે 

ઘા-બાજરિયા!

——-

-ડો.ભાસ્કર આચાર્ય.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s