બદચલન

Standard

‘બદચલન’

  જેવું રુપા એવું નામ બોલાયું કે આખા સભાગૃહ માં ધીમો ગણગણાટ ચાલુ થઈ ગયો.ગણગણાટે ધીરે ધીરે કોલાહલ નું રુપ લઈ લીધું.ખુરશી માં બેઠેલા ટોળા માં થી વિરોધ ના સૂર ઉઠવા લાગ્યા.પોતાની જાત ને પ્રતિષ્ઠીત અને ચારિત્ર્યવાન સમજતી બે-ચાર સ્રી ઓ સ્ટેજ સુધી પહોંચી ગઈ અને કહેવા લાગી કે રુપા ને અમે કયારેય આ સન્માન લેવા નહી દઈએ.એક બદચલન સ્રી ને આ સભાગૃહ માં આવવા ની જ છૂટ ના હોય અને તમે તો એનું સન્માન કરવા માગો છો!આના થી સમાજ માં ખોટો દાખલો બેસશે.

સન્માન કરવા વાળી સંસ્થા હાઈનેસ કલબ ના વ્યવસ્થાપકે કહયું કે,કોણ શું છે અને શું કરે છે એના થી અમારે કોઈ નિસ્બત નથી.અમારા માપદંડ પ્રમાણે જે સ્રી એ એકલા હાથે પોતા ના બાળક ને આપબળે ભણાવી ગણાવી ને મોટો કર્યો હોય એનું સન્માન કરવા નું છે અને રુપા એ તો એના દીકરા ને ડૉકટર બનાવ્યો છે એટલે એ સન્માન ની અધિકારી તો છે જ.

      પણ સભાગૃહ માં વિરોધ વધતો જ ચાલ્યો.

છેવટે રુપા પોતા ની જગ્યા એ થી ઉભી થઈ , સ્ટેજ ઉપર જઈ ને માઈક હાથ માં લીધું. આખા સભાગૃહ માં સોંપો પડી ગયો.

      રુપા એ બોલવા નું ચાલું કર્યું,

   હું રુપા, હા રુપા એક બદચલન સ્રી અને આખા સભાગૃહ માં પોકારી પોકારી ને કહું છું હું બદચલન છું પણ મને બદચલન બનાવી કોણે?

          આ સમાજ માં ખુલ્લેઆમ ફરતા હવસખોરો એ જ ને.

         આ ચારિત્ર્ય નો અંચળો ઓઢી ને ફરતી સ્રી ઓ એ જ ને.

      તો સાંભળો મારી વાત.

   આજ થી પચ્ચીસ વરસ પહેલાં હું પણ એક કોડભરી કન્યા હતી.સુંદર , સુશીલ અને ચારિત્ર્યવાન રુપા….

      પપ્પા એ પસંદ કરેલા ખાનદાન ઘર ના નમાલા મૂરતિયા જોડે પરણી ને સાસરે આવી.શરુઆત માં તો બે-ચાર વરસ બધું સારું ચાલ્યું પણ એક દિવસ સાસુ સસરા એ ઘર માં થી કાઢી મૂકયા.ભાડા નું મકાન રાખી ને નવો સંસાર ચાલુ કર્યો પણ પતિ સાવ નકામો, કંઈ કામ ધંધો આવડે નહી અને જે ધંધો કરે એમાં નુકસાન કરી ને આવે.એવા માં અમે બે માં થી ત્રણ થયાં.આર્થિક બદહાલી એ ઘર નો બરાબર ભરડો લઈ લીધો.અને એક દિવસ મારો પતિ અમને બંને ને મૂકી ને ભાગી ગયો.મારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ.ઘર નો ખર્ચ અને છોકરા ને ઉછેરવા ની જવાબદારી મારી ઉપર આવી પડી.

મા-બાપ પણ ભગવાન ના ઘરે પહોંચી ગયા હતા. એક ભાઈ એનું માંડ માંડ પૂરું કરતો હતો છતાં ય એની શક્તિ પ્રમાણે મદદ કરતો રહેતો.

           સમાજસેવક તરીખે ઓળખાતા કેટલાય પાસે જઈ ને મેં કામ ની માગણી કરી પણ એ કોઈ એ મને મદદ ના કરી અને જે તૈયાર થયા એમને મારા કામ કરતાં શરીર માં વધારે રસ હતો.એવા સમયે મારા પતિ નો એક મિત્ર અશોક અમારી વહારે આવ્યો.એણે અમારી ખૂબ મદદ કરી.એ મને સાચા હ્રદય થી મદદ કરતો હતો.એની સજ્જનતા જોઈ ને હું એને પ્રેમ કરવા લાગી.ધીરે ધીરે અમે બધી જ સીમા ઓળંગી ગયા,વર્ષો ની દેહ ની ભૂખ અને આર્થિક તંગી આગળ હું મજબૂર બની ગઈ.

       બસ આ જ મારા પતન ની શરુઆત.

માનેલો સજ્જન પણ આખરે તો લંપટ પુરુષ જ નીકળ્યો.થોડા વરસ મારો ઉપભોગ કરી ને પછી એણે મને બ્લક મેલ કરવા નું ચાલું કર્યું એટલે હું  સમાજ ના એક આગેવાન ને લઈ ને પોલિસ સ્ટેશન ગઈ.એની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી એટલે સમાજ મને હડધૂત કરવા લાગ્યો.મને બદચલન ચીતરવા માં આવી.અશોક થી તો માંડ માંડ પીછો છૂટયો પણ ત્યાં સુધી માં તો સમાજ ના કહેવાતા આગેવાને કેટલીય વાર મને ઘરે બોલાવી ને દુષ્કૃત્ય કર્યું.હું નિ:સહાય બની ગઈ , જો એના વિરુદ્ધ કંઈ પણ બોલું તો સમાજ મને જીવવા દે એમ ન હતો.મારી છાપ બદચલન તરીકે ની થઈ ગઈ હતી. 

       છેવટે હું સમાજ ના નીતિ નિયમો ના માનતી બંડખોર અને બદચલન સ્રી બની ને રહી ગઈ.

જેણે પણ મોકો મળ્યો,મારો લાભ જ ઉઠાવ્યો.

        હું બદનામ છું કારણ કે મારો પતિ મારી સાથે નથી,નહિતર કેટલીય એવી સ્રી ઓ ને હું જાણું છું કે જેઓ ચારિત્ર્યહીન હોવા છતાં પ્રતિષ્ઠા ની સાડી પહેરી ને ફરે છે કારણ કે એમનું પાપ પતિ પાછળ ઢંકાઈ જાય છે.તમારે સાંભળવું જ હોય તો સાંભળો,

      આ મારો જોરજોર થી વિરોધ કરનાર સાવિત્રીબેન ના ધરે એના પતિના નોકરી ગયા પછી કોણ આવે છે એની પણ મને ખબર છે અને આ સંગીતા માસી ને તો ગઈ સાલ હોટલ માં થી પરપુરુષ સાથે રંગેહાથ પકડયાં જ હતા ને.આ ગીતાડી એના લગન પહેલાં એક છોકરા જોડે ભાગી ગઈ હતી તે ત્રણ દિવસે ગોતી લાવ્યા હતા.

આ ધોળા બગલા જેવા ઝભ્ભો લેંધો પહેરી ને બેઠેલા મોટા ભાગ ના ની કરમકુંડળી હું જાણું છું કારણ કે હું બદચલન છું ને!

     મારે તો બધા ની ખબર રાખવી જ પડે ને.

શરુઆત માં ખૂબ લૂંટાણી પણ હવે હું બધા નો સામનો કરતાં શીખી ગઈ છું.

       હજુ પણ જેને મારો વિરોધ હોય એ આગળ આવે,હું એનો સામનો કરવા તૈયાર છું.

     કારણ કે બદચલન ફક્ત હું એક જ નથી, આ સમાજ ના પ્રતિષ્ઠીતો એ ઓઢેલી સફેદ ચાદર માં ય ઠેર ઠેર કાળા ડાધા સંતાયેલા છે.

      જેને જોવા હોય એ આગળ આવે , હું એ ડાઘ ઉઘાડા કરવા તૈયાર છું.

      કારણ હું એક ખુલ્લી કિતાબ છું 

        હા,હું ‘બદચલન’ છું.

     આખું સભાગૃહ નિ:શબ્દ અને સ્તબ્ધ બની ને સાંભળી રહ્યું.

   

ડૉ.કિશોર ઠકકર.ગાંધીધામ.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s