બ્રહ્માનંદસ્વામીની ઈર્ષ્યા

Standard

બ્રહ્માનંદસ્વામીની ઈર્ષ્યા :
ભગવાન શ્રી સ્વામિનારાયણે બ્રહ્માનંદ સ્વામીને વડતાલ માં ભવ્ય મંદિર બાંધવાની આજ્ઞા કરી હતી. અને તે વખતે યુગ આટલો આગળ ના હોવા છતાય, સ્વામીએ પોતાની આગવી સૂઝથી અલૌકિક નવ શિખરવાળું જબરદસ્ત મંદિર તૈયાર કરાવ્યુ. હવે પ્રતિષ્ઠાવિધિ પણ ધામધૂમ થી પૂરી થઈ ગઈ. આ પછી મહારાજ, બ્રહ્માનંદ સ્વામીના બવ વખાણ કરતાં, “વાહ, વાહ સ્વામી ..!”
ખાબોચિયા જેવા મન વાળા, ઘણા ઇર્ષ્યાખોર લોકોએ મહારાજ ના કાન ભંભેર્યા કે, “આ બ્રહ્માનંદ સ્વામી કાયમ માટે વડતાલ નો ધણી ના થઈ જાય, એ જોજો !”
આ સાંભળીને મહારાજ ને ઘણું દુખ થયું, “મારા બ્રહ્માનંદ ને આવું કહી જાય ? તેનું સ્થાન તો ગૃહસ્થ હતો ત્યારે રાજા ના કુંવર કરતા ય ઊંચું હતું. અને મારો બ્રહ્માનંદ સકેટલો નિર્બધ્ધ છે, એ મારે આ લોકો ને દેખાડી દેવું જોઈએ !”
પછી મહારાજ વડતાલ થી ગઢપુર જવા રવાના થયા, અને બ્રમ્હમુનિ ને આજ્ઞા કરી, “સ્વામી, તમે શિલ્પો ની રચના બહુ કરી લીધી. પણ આ બધુ કરવામાં ને કરવામાં, કાવ્ય નો રસ તો સાવ સુકાઈ ગયો ! કિર્તનો ઓછા થઈ ગયા. માટે, તમે હવે મારી જોડે ગઢપુર ચાલો !”
મહારાજની આવી અણધારી આજ્ઞા થી સ્વામી ચોંકી ગયા, અને વિચારે, “મહારાજ મને અંહી રખવાનું કહેતા હતા, ને કેમ હું શું વાંક માં આવ્યો હોઈશ ? ભૂલથી મે કાઈંક આજ્ઞા લોપી દીધી છે. જરૂર મેં મહરાજ નું અણગમતું કર્યું છે.”
મહારાજ કહે, ચાલો હવે ! અને મહારાજ ની આજ્ઞા થતાં મંદિર નાં વહીવટ કે વ્યવસ્થા ની કોઈને પણ ભલામણ કર્યા વિના; એ બ્રહ્માનંદ સ્વામી, માત્ર ‘પુજા ની પેટી’ અને ખભે ‘ઝોળી’ નાખી ને ચાલી નીકળ્યા ! આવા માયિક સુખ, આવા મોટા સંત ને શું બંધન કરવાના ? અને પાછા મહારાજ ઉપેક્ષાથી ! “હું શું વાંક માં આવ્યો ?” બ્રહ્માનંદ સ્વામી નાં મન માં એક જ વાત ગૂંચવાયા કરે છે કે, મહારાજ શા માટે નારાજ છે. મહારાજ સ્વામી ની સામે પણ જોતાં નથી, એ મહારાજ નો રથ, વડતાલ થી ગઢપુર ચાલ્યો જાય છે. અને પાછળ બ્રહ્માનંદ સ્વામી રડતાં રડતાં ચાલ્યા આવે છે. ચાલતા ચાલતા રાત પડી ગઈ, સ્વામીને આખી રાત ઊંઘ પણ નહીં આવી, અને પ્રભાત નાં 3 વાગ્યા. મહારાજ નો રથ અને હજારો હરિભક્ત સાથે સંઘ ચાલતો ચાલતો સીંજીવાડા પહોચ્યો. 
અને સ્વામીને વર્ષો પહેલાના એ શબ્દો યાદ આવ્યા, જે મહારાજે સ્વામી ની માતાશ્રી ને કહ્યા હતા કે, “તમારા લાડુડા ની માં, આજ થી અમે થઈશું ! તમારા લાડલા ને લાડ અમે લડાવશુ !” અને આ “માં” શબ્દો સ્વામી નાં મગજ માં ચક્કરીએ ચડયો. ખૂબ જ વેદના ભરેલા હૃદયે વેદનસભર વગોવાયેલા, વલોણા નાં પરિપાક રૂપે, બ્રહ્મમુહૂર્ત માં બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન ઉપાડયું. આંખો માંથી અશ્રુઓ ની નદી વહે છે. 
_અધમ ઉદ્ધારણ અવિનાશી તારા બિરુદની બલિહારી રે.._

_ગ્રહિ બાંય છોડો નહીં ગિરધર, અવિચળ ટેક તમારી રે,_

_ભરી સભામાં ભૂધરજી તમે, થયા છો માડી મારી રે,_

_બેટાને હેતે બોલાવો, અવગુણીયા વિસરી રે …!_ 
*અર્થાત :* બેટાને હેત થી બોલાવો તો ખરા ! આ બેટા ની સામે તો જુવો ! જેવો તેવો તોય હે મહારાજ, હે મારી માં ! હું તારો પુત્ર છું. ગમે તેવો અણસમજુ છું, તો પણ ! અને જે દીકરાને પેટે પાડ્યો હોય, તે ગમે તેવો ગાંડો, અભિમાની કે ગમે તેવો, તોય પેટે જણ્યો છે; એટલે પાળવો પડે ! અને, હે મહારાજ ! બાળક ને એની માં થી વ્હાલું બીજું કોણ હોય ? 
‘બ્રહ્માનંદ ની એ જ વિનંદતી મન ધારીએ મુરારી રે !’ એક પદ સ્વામીએ પૂરું કર્યું અને બીજું શરૂ કર્યું. મન મોહન સુંદરવાર મારા અવગુણીયા વિશરવા રેશહુ દેખાતા શ્યામળિયા, તમે માડી થયા છો મારા રે ! હે મહારાજ તમે બધા ની જોતા, મારા માડી થયા છો. અને માં આવું કરશે અને એ બીજું પદ પૂરું થયું નો થયું; આવા આંર્તાનાદ નાં પ્રભાતિયા એ મહારાજ ની ઊંઘ ઉડાડી દીધી. અને એ રથમાંથી એક જ છલાંગ લગાવી ને, વહાલ થી પોતાનાં દીકરાના માથા પર હાથ ફેરવે તેમ, મહારાજે બ્રહ્માનંદ સ્વામી નાં માથે હાથ ફેરવ્યો. 
“હે બ્રહ્મમુનિ , હે બેટા ! હવે બસ કરો !”
અને બ્રહ્માનંદ સ્વામીની આંખો માંથી ચોધાર આંસુડાં પડી રહ્યા હતા. અને સાથે સામે મહારાજ ની આખો નાં પણ આંસુડાં ભેગા થયા. આ ચાર આંખો નાં આંસુડાં નું દ્રશ્ય, આખા સંઘે જોયું. અને ત્યારે મહારાજે પેલા ઈર્ષાળુ લોકો સામે જોઈને મોં ફેરવ્યું. 
અને એ સાવ શાંતિનાં એ માર્ગમાં મહારાજ એમ બોલ્યા કે, “જોવો આ અમારો બ્રહ્માનંદ ..!”
જય શ્રી સ્વામિનારાયણ ..!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s