શુભ કાર્ય

Standard

Great story by parthiv

સવાર ની ચા પીતા. પીતા.. બાજુ ના  ઘર મા થી સવિતા બેન નો મોટે..મોટે થી આવજ આવતો હતો….
સવાર નો વખત હતો..અવાજ સ્પષ્ટ સંભળાતો હતો….તે તેની દીકરી દીપાલી ને વઢી રહ્યા હતા…

વહેલા ઉઠવા નું રાખ.. આમ પાડા ની જેમ સુ પડી રહી છે… 

તારા ભાઈ ને આઠ વાગે ઑફુસે જવા નીકળવાનું.. છે…ખબર નથી પડતી… માઁ ને ટિફિન બનાવા મા મદદ કરાવીયે…
હું દામિની….સામે જોઈ બોલ્યો..

દામિની…દીપાલી સાસરે થી પાછી આવે..હજુ બે મહિના પહણ માંડ થયા છે..ત્યાં..તેની માઁ

સવિતા બેન આટલા અકળાઇ ગયા..તો તું વિચાર.. તેના સાસુ..અને વર ની શુ દશા હશે…? 
જે ઘર મા છોકરા ને બાપ માથે ચઢાવે…..

અને દિકરી ને માઁ.. 

એના માઠા પરિણામ ભોગવા તૈયાર રહેવું જ પડે…..
દામિની મેં તને.. પેહલે થી કિધુ હતું…સવિતા બેન ની દીકરી સાસરા મા સરખી રહે તો સારું…

લગ્ન ને હજુ બે વર્ષ પહણ પુરા નથી થયા.. ત્યાં…દીપાલી પિયર ભેગી થઈ ગઈ….
દીપાલી..દેખાવડી ખરી….પહણ સવિતા બેને તેને માથે ચઢાવી હતી….સાસરે તો પછી કામ કરવું જ છે..કહી…દીપાલી ની રસોઈ કે ઘર કામ મા મદદ ના લેતા.. 
દીપાલી..સવારે  આઠ વાગે ઉઠે….સવિતા બેન કહે..સાસરે તો પછી વહેલું ઉઠવું જ છે ને…..

આવુ ધીરુ ઝેર જાણે અજાણે…માઁ બાપ પોતાના સંતાન ને આપતા હોય છે….

તમારા ઉછેર ની ખામી બીજા ના ઘર નું સુનામી કારણ બની જાય છે…
“મેરી બેટી મેરા..ગૌરવ…”

” મેરા બેટા મેરા ગૌરવ”…તમારા  પ્રમાણ પત્ર થી કહી ના થાઈ..
તમારી દીકરી ના સાસુ સસરા જયારે કહે…

“મેરી બહુ મેરા ગૌરવ..”.અથવા

દીકરી ના માઁ બાપ કહે

“મેરા જમાઈ હમારા ગૌરવ…”

ત્યરે છાતી કાઢી ચાલો..
બાકી દીકરો દારૂ પીધેલી હાલત મા ઘર ના પગથિયાં ચઢતો હોય… અને

દીકરી.. સાસરે થી ઝગડીને બેગ સાથે પીયર ના પગથિયાં ચઢતી હોય… 

બન્ને વાત નું દુઃખ સરખું જ હોય છે…..
આમા સંતાનો કરતા તેના ઉછેર નો વાંક છે…તેઓ ને વાસ્તવિક્તા નું જ્ઞાન કદી આપ્યું નથી….તેથી તેઓ દુઃખ સહન કરી સકતા નથી…
તને શું લાગે છે ..દામિની…?
આપની વાત સાચી છે…આજકાલ TV ની સિરિયલો

જોઈ… વાસ્તવિક જીવન પહણ તેવું જ હોય.. તેવું વિચારતા સંતાનો…જયારે…કડવી વાસ્તવિક્તા સામે આવે છે..ત્યરે સંસાર ના કડવા ઘૂંટડા પચાવી સકતા નથી….

સંતાનો ના ભલા માટે પહણ આપણી મર્યાદા ઓળંગિયા વગર તેમને યોગ્ય સંસ્કાર અને વાસ્તવિક્તા નું જ્ઞાન આપી સકાઈ…બાકી તો છોકરા છોકરી ની કુંડળી મેળવા કરતા..તેના સાસુ સસરા ની મેળવવી..

હસ્તા.. હસ્તા….દામની ઉભી થઇ રશીદગઇ.. અને હું…છાપું વાંચવા લાગ્યો…
બે દિવશ પછી…સાંજે…હું દામિની સાથે બેઠો..હતો…દીપાલી ઘર મા એકલી હતી….તે અચાનક બેલ મારી ઘર મા પ્રવેશી…

મેં કીધું.. આવ બેટા..

દીપાલી બોલી.. અંકલ ડિસ્ટ્રબ તો નથી કર્યા..

ના બેટા….
અંકલ…એકવાત પુછુ.?
બોલ બેટા… મુજાયા વગર બોલ..
દીપાલી..બોલી… અંકલ…

મને એવું લાગે છે..મારે મારા સાસરે જતું રેહવું જોઇયે… 

મારુ માન સ્વમાન તો ખરેખર ત્યાજ હતું…પહણ હું  મુર્ખ સમજી ના સકી…. 
અહીં ભાઈ નું ટિફિન વહેલા બનાવા ઉઠવુ પડે… અને ત્યાં મારા વર નું ટિફિન બનાવા માટે તકરાર કરતી… મારી માઁ તો મારી સાસુ કરતા પહણ ખરાબ શબ્દ પ્રયોગ કરવા લાગી છે….
અંકલ…વાત વધારે બગડે…એ પેહલા મારુ ઘર તૂટતું…

આપ બચાવી લો..
દીપાલી…દામિની ના ખભે માથું મૂકી રડી પડી…. આંટી ..લગ્નઃ પછી… આપણા માટે સ્વર્ગ  કે નર્ક…આપણું સાસરું જ છે..તેનું જ્ઞાન મને થઈ ગયું છે…હું વધારે સમય અહીં નહીં રહી સકુ..અંકલ
આજે નિખાલસ પણે કહવ છું…આંટી

દીકરી નું માન.. જો તે સાસરા મા સુખી હોય તોજ છે…બાકી કોડી ની કિંમત પીયર મા થઈ જાય છે.

થોડુ સહન કરી ને પહણ સાસરું ના છોડવું… એ સહલા હું  આવનાર પેઢી ને પહણ આપીશ..
મેં કીધું બેટા.. હિંમત ના હાર…જેને સત્યનું જ્ઞાન થાય છે..તેને  ભગવાન પહણ મદદ કરે છે….જમાઇ બાબુ નો ફોન અને ઘર નું  સરનામું આપ….

મારે દીકરી નથી પહણ…તને વચન આપું છું…બે દિવશ પછી 

સંક્રાત છે….તારી અગાશી એ તું અને જમાઇ બાબુ પતંગ ચઢવતા હશો….તે ઢીલ છોડી છે..બેટા..ખેંચવા કરતા ઢીલ છોડવા મા મજા છે…

મને વિશ્વાશ છે..તારો જીંદગી નો પતંગ ખુબજ અધર ઉડતો હશે…
હવે.. નિરાંતે… તારા ઘરે જવા ની ત્યારી કર…

દીપાલી ઉભી થઇ પગે લાગી.. બોલી.. અંકલ…મારા માટે હવે નો   નવો જન્મ હશે..
મારી..આખ પહણ ભીની થઈ ગઇ… દામિની…ચલ કર તૈયારી

એક સારા કાર્ય કરવાની…
પાર્થિવ

જયશ્રી ક્રિષ્ના

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s