‘હરિ કાકા’

Standard

રોજ સાંજે મંદિરે મળતા… હરિ કાકા…

આમતો.. તેમનું નામ હરેશભાઇ…. ઘણા વખતથી દેખાતા નહતા….. રોજ સાંજની આરતીમા કાકા કાકી હંમેશા સાથે હોય… આરતી પુરા થયા પછી… સુખ દુઃખની વાતો મારી સાથે કરી લેતા..
આજે જ વિચાર આવતો હતો… કે ફોન કરી.. ખબર અંતર પૂછી લઇશ… સાંજે રાત્રીનું ભોજન પૂરું કરી હું મોડો મંદિરે ગયો …

ત્યરે.. રાત્રી નવ વાગ્યા હશે…. હરિ કાકાને બાંકડા ઉપર મોડે સુધી એકલા બેઠેલા જોઈ અજીબ તો લાગ્યું… છતાં પહણ હું ખુશ ખુશ… થઈ ગયો…

કોઈ વખત  કોઈ સ્વાર્થ વગરના સંબધો પણ આપણે આનંદ આપતા હોય છે….
હું સીધો કાકા પાસે ગયો…. અરે કાકા ક્યા ગયા હતા…? આજે જ તમારા ઘરે ફોન કરવા નો હતો… તબિયત તો બરાબર ને ?
કાકા… કશું બોલ્યા વગર મારી સામે જોઈ રહયા….

મારાથી પુછાય ગયું.. બધું  બરોબર તો છે ને….? 

કાકી ક્યાં છે ?
કાકાએ મૌન તોડયું.. બેટા…કાકીએ સાથ છોડી દીધો… આંખો ભીની.. હતી..

હું સમજી ગયો… જીવન સાથી ગુમાવાની વેદના તેમની આંખોમા સ્પષ્ટ દેખાતી હતી….
મેં ..કાકા ના ખભે હાથ મૂકી ઠાલું.. આશ્વાસન આપ્યું… કારણ કે મે મારા પિતાને આ સ્થિતિ મા જોયા હતા…

ઘણી વખત ભગવાન પણક્રૂર મશકરી લે છે…
આખી જીંદગી દોડીને થાકેલ દંપતી.. નિવૃત્તિ  ગાળાની રાહ જોતા હોય છે.. શાંતીથી જીવશું… મંદિરે જશુ.. જાત્રાએ જશુ અને પ્રભુનું નામ લેશુ… આવા સમયે જે ભગવાન… જોડીને ખંડિત કરી દે છે….. બધું  કમાયેલ.. કરેલ બચતો આવા સમયે વ્યર્થ લાગે છે….
હું સમજી શકતો હતો..આ ઘા રુજાતા વર્ષો નીકળી  જાય છે…
જીદગીમા … બહુ ભવિષ્યનો વિચાર કરવા કરતાં… વર્તમાનને આનંદથી જીવી લેતા સિખી લેવું… તમારી..એક.. એક ક્ષણને આનંદથી ભરી દેતા સિખી લો… સમય કોઈની રાહ જોતો નથી..

 મિત્રો.. ઘડિયાળના કાંટાને પકડવાથી સમય રોકાઇ નથી જતો…

ઘડિયાર ની દરેક ટક..ટક આવાજ તમારું આયુષ્ય ઓછું કરી રહ્યો છે….એ કદી  ભૂલતા…નહીં…
કાકાને …. સાતવંત આપતા કાકીના અચાનક વિદાયનું કારણ મેં પૂછ્યું….
કારણ સાંભળી.. વધારે દુઃખ થયું..
કાકા બોલ્યા… મારા પુત્રનો  USAથી ફોન આવ્યો…

….આ વખતે મારા સાસરી પક્ષના અહીં નાતાલ વેકેશનમા આવાના હોવાથી મમ્મી … આ વખતે નાતાલ વેકેશેનમા અમે ઇન્ડિયા નહીં આવી શકીયે..
માઁ ખરી ને…. પોતાના સંતાનનું મોઢું હવે બે વર્ષે જોવા મળશે… એક વર્ષ તો બાપડીએ ઈંનતજારીમા કાઢ્યું હોય… બીજું વર્ષ  રાહ જોવી.. તેને માટે કપરું હતું…

દુઃખી.. અને રડતી આંખે… તારા કાકી … સુઈ ગયા… 
બેટા સાચું કહું છું… તે સુઈતો ગઈ.. હું પણ દુઃખી હતો… એ વાતથી નહીં કે સુનીલ (પુત્ર) આ નાતાલમા નથી આવવાનો…

હું દુઃખી હતો… એક માઁની આશા ભરી આંખોથી..

હું દુઃખી હતો… આખું વર્ષ તેના પુત્રની રાહ જોઈ ને થાકેલ તેની દુઃખી આંખો થી…

હું પણ દુઃખી હૃદયે પથારીમા પડ્યો… બેટા સંતાનો એ આટલા બધા લાગણી હીન ના થવું જોઈએ… અને માતા પિતાએ એટલા બધા લાગણીશીલ પણ ના થવું જોઈએ…
સવારે પાંચ વાગે… તારા કાકીને જગાડવા ગયો..  તો કાકીનું શરીર માત્ર પથારીમા હતુ…. આને પુત્ર પ્રેમ સમજવો.. કે ઘેલછા.. તે હું નક્કી ના કરી શક્યો….
બેટા…આ  બે મોબાઈલ લઈ ફરું છું.. એક તારા કાકીનો અને બીજો મારો…. ફોન…

કાકા રડતી .. અને થોડી હસ્તી આંખે બોલ્યા.. તારી કાકીને મોબાઈલ લગાવું છું…તો કોઈ બોલે છે…

……”રેન્જ ની બહાર છે”…..
કાકાએ અત્યાર સુધી જાળવેલ હિંમત .. તેમને અચાનક ગુમાવી દીધી… મારા ખભા ઉપર તેમનું માથું મૂકી .. રીતસરના રડી પડ્યા… એક  જીવન સાથી ગુમાવેલ વ્યક્તીની વેદનાંથી મારો ખભો ભીનો થઈ ગયો..

મારી આંખોને પણ ભીની થતા હું રોકી શક્યો નહીં…
કાકા ..બોલ્યા… સોર્રી બેટા…  આશું પણ… ખભો જોઈ ને પડે છે… દરેક ખભા એટલા મજબૂત નથી હોતા…

કાકા રડતી… આંખે  બોલ્યા.. બેટા.. મેં સુનિલ ને USA  જાણ કરી… તે બોલ્યો પાપા અમે આવ્યે છીયે.. અંતિમ દર્શન કરવા… મેં ઘસીને ના પાડી રહેવા દે બેટા…  હવે કોઈ જરુર નથી… જીવતી આંખ તને જંખતી હતી… હવે.. તું આવ કે ના આવ… કોઈ ફેર નથી પડતો….
મંદિર ના દરવાજા પૂજારી બંધ કરી રહ્યો હતો… મેં દૂર થી ભગવાનને દર્શન કર્યા… અને પ્રાથના કરી… કે હરિ કાકાને આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તી આપજે…

સાથે..સાથે.. સંસારના દરેક સંતાનોને માઁ બાપનો પ્રેમ સમજવાની બુદ્ધિ આપજે….
ચલો કાકા…ઘરે મૂકી જાવ… ઘણું  મોડું થઈ ગયુ છે..

ઘરે ના ગમતું હોય તો થોડો વખત મારે ત્યાં આવી જાવ…
ના બેટા…મેં મારી જાત ને સમજાવી દીધી છે….બેટા

ઘરે આવતો જતો રહેજે…. મંદિરે આવું છું.. તો તારી કાકી યાદ આવી જાય છે….ચલ બેટા.. જય શ્રી ક્રિષ્ના

તને મળી હું  ઘણો હળવો થઈ ગયો….
દોસ્તો..યહી હે જીંદગી….

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s