માર્ગ્યુરાઈટ પેરી

Standard

માર્ગ્યુરાઈટ પેરી પોતાના નબળા આત્મવિશ્વાસને હરાવીને એક વૈજ્ઞાાનિક તરીકે વિખ્યાત થઈ હતી.

૧૯૦૯માં જન્મેલી માર્ગ્યુરાઈટ જન્મી ત્યારે બધું સમુંસુતરું હતું. પરિવાર ધનાઢય તો ન હતો, પણ કોઈ ગંભીર કહી શકાય એવી આર્થિક તંગી પણ ન હતી. એટલે માર્ગ્યુરાઈટનું બાળપણ સામાન્ય રીતે વીત્યું. ભણતર પણ શરૂઆતથી રાબેતા મુજબ ચાલ્યું. પેરિસની ટેકનિકલ સ્કૂલ ઓફ વિમેન્સ એજ્યુકેશનમાંથી માર્ગ્યુરાઈટે કેમિસ્ટ્રીના વિષયમાં ડિપ્લામાંની ડિગ્રી મેળવી. પણ ત્યાં સુધીમાં પરિવાર પણ સારી એવી આર્થિક ભીંસમાં આવી ગયો હતો.

સામાન્યતઃ આર્થિક મુશ્કેલીઓ વ્યક્તિના આત્મવિશ્વાસને પણ નબળો પાડી દેવામાં કારણભૂત હોય છે. આ જ માનસિક્તા માર્ગ્યુરાઈટ બાબતમાં પણ સાચી ઠરી હતી. એક તરફ પરિવારમાં પૈસાની તંગી. બીજી તરફ તાજેતાજી ડિપ્લોમા લઈને બહાર પડેલી ડગમગતો આત્મવિશ્વાસ ધરાવતી માર્ગ્યુરાઈટ પોતે.

માર્ગ્યુરાઈટનું પહેલું લક્ષ્ય એ હતું કે કોઈ ને કોઈ નોકરી તો શોધવી જ પડશે. જે લક્ષ્યના આવરણ હેઠળ મનમાં ધરબાયેલી આંતરિક મહેચ્છા એ હતી કે પોતાના રસના વિષય કેમિસ્ટ્રીમાં કારકિર્દી બનાવી શકે. મનમાં ચાલતી ગડમથલ પણ સમજાતી ન હતી કે એ તાત્કાલિક નોકરી શોધવાની હતી કે ગમતું કામ શોધવાની.

અનેક માનસિક મથામણ પછી માર્ગ્યુરાઈટે મેરી ક્યુરીની લેબોરેટરી ‘ધી રેડિયમ ઈન્સ્ટિટયૂટ’માં નોકરી માટે એપ્લિકેશન કરી. મનમાં ભારે વિમાસણ હતી કે મને નોકરી મળશે કે નહીં. જોકે એ વિમાસણ ભય મિશ્રિત અચંબામાં ત્યારે ફેરવાઈ ગઈ, જ્યારે મેરી ક્યુરી ખુદ માર્ગ્યુરાઈટનો ઈન્ટરવ્યૂ લેવા બેઠી.

વિશ્વના અત્યંત નામાંકિત વૈજ્ઞાાનિક તરીકે જેનું નામ આલ્બર્ટ આઈન્સ્ટાઈન જેટલું જ પ્રભાવશાળી હોય, એવા વ્યક્તિત્વનો સામનો કરવો જ હિંમતનું કામ છે. માર્ગ્યુરાઈટ માટે બેહદ ગભરામણ, હથેળીમાં તો શું, મનમાં આવતા વિચારોને પણ પરસેવો થઈ આવે એવી પરિસ્થિતિ હતી. એક તરફ વિશ્વ વિભૂતિ સામે પોતાની કાબેલિયત પુરવાર કરવા માટે માનસિક તૈયારી કરવાની મથામણ અને બીજી તરફ મનમાં ‘નોકરી મળશે કે નહીં’નો છૂપો ભય.

માર્ગ્યુરાઈટ ટેમ્પરરી ડિપ્રેશનની પરિસ્થિતિ હતી. વિચારો અને વર્તનનું સિન્ક્રોનાઈઝેશન નહોતું થઈ રહ્યું અને જે બનવાનું હતું એ જ બન્યું. મન પર હાવી થયેલ મેરી ક્યુરીના પ્રભાવની હાલતમાં ઈન્ટરવ્યૂ આપવા બેઠેલી માર્ગ્યુરાઈટનું પરફોર્મન્સ ઈન્ટરવ્યૂ દરમિયાન અતિશય નબળું રહ્યું.

ઈન્ટરવ્યૂ પછી બેહદ હતાશા ભરી હાલતમાં માર્ગ્યુરાઈટે ચાલતી પકડી. મનમાં કલ્પિત નિષ્ફળતાનો ભય માર્ગ્યુરાઈટને ધક્કો મારી મારીને લેબોરેટરીમાંથી બહાર ધકેલી રહ્યો હતો. પોતાની માનસિક્તા અનુસાર અત્યંત નબળો ગયેલ ઈન્ટરવ્યૂ નકારાત્મક પરિણામ જ લાવશે એવી ગ્રંથિ માર્ગ્યુરાઈટે મનમાં બાંધી લીધી હતી. મોટાભાગના લોકોમાં આવી હતાશા જોવા મળતી હોય છે. એક ઈન્ટરવ્યૂમાં નબળું પરફોર્મન્સ જાણે કરિયરની અંતિમ તક હાથમાંથી સરી ગયાની નકારાત્મક લાગણી ધરાવતા કરી મૂકે છે. જ્યારે સામે પક્ષે, ઈન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ જ્યારે વિચક્ષણ હોય છે ત્યારે કેન્ડીડેટની ગભરામણની કાળમીંઢ દીવાલ પાછળ છુપાયેલ લોજીકલ ઈન્ટેલેકચ્યુઅલ ક્ષમતાને પિછાણી શક્તા હોય છે. અહીં તો મેરી ક્યુરી હતી….!

માર્ગ્યુરાઈટની ધારણા વિરુદ્ધનું અને સુખદ આંચકો આવે એવું પરિણામ આવ્યું. એ મેરી ક્યુરીની લેબોરેટરીની નોકરી માટે પસંદ થઈ હતી.

માર્ગ્યુરાઈટની નોકરીના પાંચ જ વર્ષમાં મેરી ક્યુરીનું મૃત્યુ થયું. માર્ગ્યુરાઈટે મેરી ક્યુરીની અનુગામી તરીકે પોતાની વૈજ્ઞાાનિક શોધખોળ ચાલુ રાખી. માર્ગ્યુરાઈટની તેજસ્વી કારકિર્દીના ફળસ્વરૂપ તેણે કેમિકલ એલિમેન્ટ-ફ્રેન્સિયમની શોધ કરી, જે કુદરતી સ્ત્રોતમાંથી છૂટું પાડેલું અંતિમ એલિમેન્ટ હતું. ત્યારબાદ માર્ગ્યુરાઈટની શોધ લેબોરેટરીમાં કૃત્રિમ પ્રયોગો થકી આગળ વધ્યું.

આત્મવિશ્વાસના અભાવ સાથે પોતાની કારકિર્દી તરફડગલું ભરનાર માર્ગ્યુરાઈટનું આ સંદેશાત્મક કમબેક હતું.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s