ચિંતન-પહોંચાડો એ પ્રત્યેક લંપટ,આવારા,કાયર,હરામી,નરાધમો સુધી જે પોતાને ક્ષત્રિય કહેવડાવે છે અને અને સ્ત્રી નું સન્માન જાળવી શકતો નથી.

Standard

ચિંતન

પહોંચાડો એ પ્રત્યેક લંપટ,આવારા,કાયર,હરામી,નરાધમો સુધી જે પોતાને ક્ષત્રિય કહેવડાવે છે અને અને સ્ત્રી નું સન્માન જાળવી શકતો નથી.

➡️ અત્યારે રાત્રી ના 2:30 વાગી રહ્યા છે મન ચકડોળે ચડ્યું છે વિચારો નો પ્રવાહ સતત ચાલી રહ્યો છે તેને સાંકળી ને આ સંદેશ બનાવી રહ્યો છું.આજે એક ઘટના સામે આવી જેમાં એક લંપટ વ્યક્તિ જે કંઈ કામ-ધંધો કરતો નથી માત્ર દારૂ પીવે છે,પત્નિ ના ઘરેણા પર લોન લીધી અને અંતે પત્ની ને એટલો ઢોર માર માર્યો કે તેમને સારવાર અર્થે દવાખાને દાખલ કરવા પડ્યા.
આ ઘટના જ્યારે સામે આવી અને ક્ષત્રિય નું નામ સાંભળ્યું ત્યારે હૃદય દ્રવી ઉઠ્યું ધુત્કાર થયો આવું અમાનવીય કૃત્ય કરનાર નરાધમ પર, અરે ઉજ્જવળ રાજપુતી પરંપરા અને કર્તવ્ય ને જગત સમક્ષ બદનામ કરનાર આવી આસુરીવૃત્તિ ના વ્યક્તિ ક્ષત્રિય તો ના જ હોઈ શકે નક્કી ક્યાંક મોઢુ જોયા ફેર થયો હશે બાકી કરોડો સમય થી ચાલી આવતી આદ્ય પરંપરા, દૈવીશક્તિ ના અંશ અને સ્ત્રી,અબળા કે બેન-દીકરી માટે બલીવેદી ને સમર્પિત થતા ક્ષત્રિય નું લોહી આવું હલકું તો ના જ હોઈ શકે.

– સનાતન ધર્મ ના સંસ્કારો અનુસાર જ્યારે વ્યક્તિ લગ્નગ્રંથી થી જોડાય ત્યારે તેને અગ્નિ,દેવતાઓ, કુળદેવી,ઇસ્ટદેવ,વડીલો,કુટુંબીજનો અને શુભચિંતકો ની સાક્ષીએ તેને અર્ધાંગિની ને સદાય ખુશ રાખવાની અને તેની પ્રત્યેક સમયે,ક્ષણે અને પરિસ્થિતિ માં રક્ષા કરવાની પ્રતિજ્ઞા લીધી હોય છે એ જ વ્યક્તિ જતા સમયે પ્રતિજ્ઞાભંગ કરીને જેની રક્ષા નું દાયિત્વ તેનું છે તે ને જ મારે ત્યારે આવા લંપટ ના વ્યક્તિત્વ ને કઈ કક્ષા નું આંકવું એ પણ કલ્પનાતીત છે.મદિરાપાન કરીને તામસીવૃત્તિ માં રચનારો વ્યક્તિ જ્યારે જગદંબા સમાન અને સદાય પુજનીય સ્ત્રી પર વિના કારણ હાથ ઉપાડે ત્યારે પ્રથમ તો તેની શ્રેણી કાયર ની નક્કી થાય છે બાદ નિમ્ન માં નિમ્ન કક્ષા તેની આંકી શકાય.જ્યાં સ્ત્રી દુઃખી હોય,રડતી હોય અને સતત પીડિત થતી હોય ત્યાં ક્યારેય સમૃદ્ધિ વાશ નથી કરતી જતા સમયે તેનું નખ્ખોદ જાય છે.
જ્યારે આવી ઘટના સાંભળવા માં આવે ત્યારે આવા નીચ વ્યક્તિઓ પ્રત્યે એટલી ઘૃણા ઉત્પન્ન થાય ….. આવા ઘણા કિસ્સાઓ માં વ્યક્તિ ના પરીવારજન પણ પત્નિ ને મારવામાં તેની મદદ કરતા હોય છે.
વધુ નથી લખી શકતો….મારું માનસ અને વિચારો કાબુ માં રાખવા મુશ્કેલ બન્યા છે..
છેવટે એટલુ કહુ કાયરતા નું કૃત્ય કરી સ્વયં ને ક્ષત્રિય સાબિત કરી ગર્વિત થવું કેટલા અંશે યોગ્ય…..?? પણ અહીં રામાયણ ની પંક્તિ યાદ આવે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જ્યારે વ્યક્તિ ના વિનાશ નજીક હોય ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે અને તેના વડે તે સ્વયં જ મૃત્યુ ને આમંત્રણ આપે છે.
*જ્યારે જાય છે ત્યારે સઘળુ જાય છે*

માઁ ભગવતી સર્વ ની રક્ષા કરે અને સતબુદ્ધિ આપે.

– ધ્રુવરાજસિંહ જાડેજા(જાખોત્રા)

।। જય માતાજી ।। ।। જય ક્ષાત્રધર્મ ।।

One response »

  1. Pingback: ધ્રુવરાજસિંહ જાડેજા – શાશ્વત | History & Literature

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s