ચિંતન-માતૃભાષા

Standard

ચિંતન

– માતૃભાષા પ્રત્યે માત્ર લાગણી ધરાવવા થી કે તેના પ્રત્યે માન રાખવા માત્ર થી ભાષા નો ઉદ્ધાર નથી થવાનો કે નથી તેને મજબુતી મળવાની,માતૃભાષા ને પુનઃજીવંતતા બક્ષવા માટે,વ્યવહારુ જીવન માં તેના સુચારુ અમલ માટે સ્વયં રોજીંદા જીવન માં વાતચીત,વાર્તાલાપ,સંવાદ કે ગોષ્ઠિ માં વધુ ને વધુ માતૃભાષા ના શબ્દો નો પ્રયોગ કરવો જોશે તો પરીચય માં આવનાર પ્રભાવીત થઈને સ્વયં નું પણ કર્તવ્ય સમજી પોતાના જીવન માં પણ તેવા પ્રયત્નો કરે.
પોતાના રોજીંદા જીવન માં અન્ય ભાષા(જે મિશ્રિત છે અને જેને પૂર્ણ રીતે ભાષા કહી પણ ના શકાય) ના વધુ ને વધુ શબ્દો બોલતા વ્યક્તિ જ્યારે એમ કે મને આપણી માતૃભાષા પ્રત્યે ખુબ જ માન છે ત્યારે હૃદય માં ખુબ જ વસમો આઘાત લાગે,,,,,આવી ઔપચારીકતા માત્ર થી શું માતૃભાષા પુનઃજીવંત થશે…?? એમ જોવા જઈએ તો તો પ્રત્યેક ગુજરાતી ને ગુજરાતી ભાષા પ્રત્યે માન છે તો પછી દિન-પ્રતિદિન ગુજરાતી નું મહત્વ કેમ ઘટી રહ્યુ છે…??
આજે તો પરિસ્થિતિ એવી સર્જાણી છે કે માતૃભાષા ના ઘણા શિષ્ટ અને તળપદા શબ્દો લુપ્ત થઈ ગયા છે તો ઘણા શબ્દો લુપ્ત થવાની તૈયારી માં છે…..ઘણાબધા અન્ય ભાષી શબ્દો એ પોતાનું અસ્તિત્વ એટલું મજબુત બનાવી દિધુ છે કે હવે તેને આપણી માતૃભાષા માંથી દૂર કરવા ખુબ જ મુશ્કેલ બન્યા છે…આજે બોલવાનું શીખતાં નાના બાળક થી માંડી ને માંડ માંડ બોલી શકતા ઉંમર લાયક વડીલ સુધી દરેક પોતાના રોજીંદા જીવન માં 30% થી વધુ અન્ય ભાષા ના શબ્દો નો ઉપયોગ કરે છે અરે વધુ વજ્રાઘાત તો ત્યારે થાય જ્યારે શુદ્ધ ગુજરાતી માં બોલતા વ્યક્તિ ને આપણે એમ કહી કે આ સંસ્કૃત માં બોલે છે…..શું આપણુ સ્તર એટલું બધુ ગબડી ગયું કે આપણે આપણી ભાષા ની સમજ થી પણ દૂર નીકળી ગયા…??
આજે બાળક ના અભ્યાસ ની શરૂઆત અંગ્રેજી માધ્યમ થી થાય છે તેને અભ્યાસ માં સરળતા રહે માટે તેને ઘર માં પણ એવો માહોલ આપવામાં આવે છે અને તે બાળપણ થી જ ભાષા થી દુર નીકળતો જાય છે આવનારી પેઢી માં માતૃભાષા ની સમજ અને જ્ઞાન કેટલું હશે એ વિચાર કરતા જ હૃદય દ્રવી ઉઠે છે અને છતાં કોન્વેન્ટ શાળાઓ માં અભ્યાસ કરેલ આજના આધુનિક વ્યક્તિઓ જે સ્વયં વધુ ને વધુ અન્ય ભાષા ના શબ્દો બોલવાનો પ્રયત્ન કરે છે એમ કહે છે મને ભાષા પ્રત્યે માન છે…આ વિધાન જેટલું હાસ્યાસ્પદ છે એટલું જ કરુણાસ્પદ પણ છે કે હવે માતૃભાષા ને પણ સાંત્વના ની જરૂર પડી છે….
કોઈ અતિ બીમાર વ્યક્તિ મરણ પથારી પર હોય ત્યારે તેનો યોગ્ય ઉપચાર કરાવવા ના બદલે ખબર કાઢવા જનાર એમ કહે કે આપના પ્રત્યે માન છે આ કેટલા અંશે યોગ્ય…??
જ્યાં સુધી પ્રત્યેક વ્યક્તિ માતૃભાષા ના સંરક્ષણ ની જવાબદારી સ્વયં ની પણ સમજી ને પોતાના જીવન માં વધુ ને વધુ માતૃભાષા બોલવાનો પ્રયત્ન નહીં કરે ત્યાં સુધી ઉદ્ધાર નહિ થાય બસ માન જળવાઈ રહશે અને સાંત્વના આપતા રહેવું પડશે….
હે મહાન ભારતવર્ષ ની પરંપરા ના વાહકો આવો આપણી માતૃભાષા ને બચાવીયે તેનું જતન કરી તેને પાછી મજબુત બનાવીએ કારણ કે હવે આપણી પેઢી છેલ્લી છે જે કરશું એનું થોડું આગળ ની પેઢી સુધી પહોંચશે.
આવો આ નવ-નિર્માણ,નવ-જાગૃતી અને નવ-સંચાર ના મહાયજ્ઞ માં આપણે પણ થોડી આહુતિ આપીએ. મનોભાવો ને વધુ ને વધુ સંક્ષિપ્ત માં કહેવાનો પ્રયત્ન છે જિજ્ઞાશુંઓ સંપર્ક કરે.

” ભાષા ની ઉન્નતિ ભાષા નો વિકાસ “
” ભાષા ની અસ્મિતા નો રક્ષક ભદ્રજન “

– ધ્રુવરાજસિંહ જાડેજા જાખોત્રા(શાશ્વત)

।। જય માતાજી ।। ।। જય ક્ષાત્રધર્મ ।।

One response »

  1. Pingback: ધ્રુવરાજસિંહ જાડેજા – શાશ્વત | History & Literature

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s