ચિંતન-વિકાસ પર વિમર્શ

Standard

ચિંતન
વિકાસ પર વિમર્શ

– બાહ્ય આડંબર અને દેખાદેખી ના આ સમય માં દિન-પ્રતિદિન માનવી વિકાસ કરી રહ્યો છે,સંસાર ના તમામ ક્ષેત્રોના સમીકરણો રોજ બરોજ બદલાઈ રહ્યા છે ભવિષ્યમાં આજનો માનવી ક્યાં પહોંચશે એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અહીં ભારત પણ વિકાસ તરફ આગળ વધી રહ્યો છે એવું આપણે માનીએ છીયે પણ ક્યારેક એ પણ મંથન કરવું જોઈએ કે આપણે કયા વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ ? અને
એ કોના ભોગે થઈ રહ્યો છે..??

આજે વિશ્વ જે વિજ્ઞાન,યંત્રો,ઉપકરણો અને ટેકનોલોજી વાપરે છે તે આપણે હજારો અને લાખો વર્ષો પહેલા આપણે વપરતા હતા જેના શાસ્ત્રોક્ત પ્રમાણો પણ છે, વિશ્વ પાસે જે કલા,વારસો અને જ્ઞાન છે તે આપણા પૂર્વજોની દેન છે. કૃણવન્તો વિશ્વાર્યમ એક સમયે આર્યાવર્ત સમગ્ર ધરાતલ પર ફેલાયેલુ હતું આવા અતિ ભવ્ય અને સમૃદ્ધ ભુતકાળ બાદ પણ આપણે એવું કહી શકીએ કે આપણે વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ…??
જે બાબતો,માન્યતાઓ,વિચારધારા,જ્ઞાન,આચરણ,,ધર્મ,સંસ્કૃતિ અને ગુણો આપણને શ્રેષ્ઠ બનાવતા હતા આપણે તેનો ત્યાગ કરી રહ્યા છીએ…. શું આ વિકાસ કહેવાય…??
બંધારણ,નિયમ,સિદ્ધાંતો અને નૈતિકતા વિનાનું પશુ સમાન જીવન જીવીને પોતાના હાથે જ પોતાના ધર્મ,સંસ્કૃતિ અને સભ્યતા નું ગળુ દબોચી નાખવું શું આને વિકાસ કહેવાય…??
ધાર્મિક પરંપરાઓ માં બાંધ-છોડ કરવી અથવા તેનો અસ્વીકાર કરવો, માન્યતાઓ ને પોકળ સાબિત કરવી,નૈતિક કર્તવ્યોનું પાલન ના કરવું, પરંપરાઓનો ત્યાગ કરવો… અરે પ્રદેશ કે જ્ઞાતિ ની ઓળખ સમાન પહેરવેશ અને ભાષાનો પણ ત્યાગ કરવો શું આ વિકાસ કહેવાય…??

આવી ઘણી બધી બાબતો જેમાં આપણે બાંધ-છોડ કરી,છટકબારી ગોતી,સગવડીયો ધર્મ વિકસાવી ખુબ જ હર્ષોલ્લાસથી કોઈ પણ પ્રકાર ના ખેદ,રંજ કે વ્યથા વિના વિકાસ તરફ આગળ વધી રહ્યા છીએ શું આ ખરા અર્થ માં વિકાસ છે…??

જો હા તો આ વિકાસ હશે ઇન્ડિયાનો….
ભારત કે આર્યાવર્તનો નહિ.
વિવિધતામાં એકતા ધરાવતો આ દેશ ભવ્ય અને ભાતીગળ સંસ્કૃતિથી, હજારો પ્રાદેશિક ભાષાઓ થી, સિદ્ધાંતો અને ધર્મની ચુસ્તતાથી અને પરાપુર્વે થી ચાલ્યા આવતા સાંસ્કૃતિક વારસાથી ઉજળો હતો એ આજે એકરંગી લાગે છે આજના ભારતીય ની જીવનશૈલી,ભાષા,પહેરવેશ અને વિચારધારા માં મોટાભાગે ભોગવાદ થી ભરેલી,સિદ્ધાંતો અને નિયમો વિનાની પશુ સમાન જીવન વ્યતીત કરતી પ્રશ્ચિમી સભ્યતા ની અશરો જોવા મળે છે.
મહાભારત ના યુદ્ધ માં ધરાતલ પર ના મોટાભાગ ના ક્ષત્રિયો નો સંહાર થયો ત્યારબાદ જ આ રાષ્ટ્ર ના વિનાશ ના પાયા રોપાણા સમયાંતરે વૈદિક અને આર્ષ સાહિત્ય તથા ભારતીય વાંગમ્ય સાથે પ્રક્ષેપીકરણ થતું રહ્યુ અમુક પોતાની લાલચ માં બ્રાહ્મણો એ અમુક મલેચ્છોએ અમુક ભુરીયાઓ એ અમુક મેક્સમુલર જેવાઓ એ તો અમુક વામપંથીઓ એ સતત ભારતીય વૈદિક સાહિત્ય માં પ્રક્ષેપીકરણ કરી ને ઘણી બધી ભ્રાંતિઓ,ભ્રમણાઓ અને અયોગ્ય બાબતો ઉમેરી દિધી અને વાસ્તવિકતા ને દબાવવા ના પૂર્ણ પ્રયત્નો થયા અને એમાં આ લોકો ઘણા સફળ પણ રહયા કહી શકાય કારણ કે આ રાષ્ટ્ર ની મોટાભાગ ની સંપદા આ બાબતે અરુચી દાખવે છે એને પ્રશ્ચિમ ની ભોગવાદી સંસ્કૃતિ પ્રત્યે જ લગાવ છે અને સનાતન ધર્મ માં ખામીઓ શોધવા માં જ રસ છે,,,,,,,,,,,ખરેખર તસ્વીરો બદલાઈ રહી છે,પરિવર્તન આવી રહ્યું છે મહાન ભરતખંડ મહાન રાષ્ટ્ર આર્યવ્રત હવે ઈન્ડિયા થઈ રહ્યું છે અને તેનો નાગરીક વામપંથી.ઈશાઈ મિશનરીઓ દ્વારા વિશાળ પ્રમાણ માં સનાતન ધર્મીઓ નું ધર્માંતરણ કારવાઈ રહ્યું છે સાત બહેનો કહેવાતા પૂર્વોત્તર ના રાજ્યો જે એક સમયે હિન્દુ હતા આજે ત્યાં પૂર્ણ ઈશાઈયત છે,ઇસ્લામ ની આંધી પણ તીવ્ર ગતિ થી વધી રહી છે ઉત્તર પ્રદેશ, પ્રશ્ચિમ બંગાળ,કેરળ,હૈદરાબાદ ની જેમ ધીમે ધીમે તે દરેક રાજ્ય માં બહુ સંખ્યક થઈ જશે,અધુરા મા પૂરું હવે બૌદ્ધો એ પણ ગતિ પકડી છે ચારે બાજુ થી વિશાળ પ્રમાણ માં હિંદુઓ નું ધર્માંતરણ કરાવાઈ રહ્યુ છે. સનાતન ધર્મ અને ભારત માં વસનાર હિંદુઓ માટે આવનારું ભવિષ્ય કેવું હશે તેની આછી તસ્વીરો નો અંદાજ લગાવી તો બાંગ્લાદેશ,બ્રહ્મદેશ(મ્યાનમાર),અફઘાનિસ્તાન, બ્લુચીસ્તાન,સિંધ સાથે અગ્નિ એશિયા ના ઘણા દેશો ની થયેલી સ્થિતિ પરથી લગાવી શકાય.
સનાતન ધર્મ અને સંસ્કૃતિ ના અસ્તિત્વ પર સૌથી મોટું સંકટ આવી રહ્યુ છે અને આપણે કહી છી કે આપણે વિકાસ કર્યો…??
ઠેર-ઠેર અનાથ આશ્રમ,વૃદ્ધાશ્રમ બનવા લાગ્યા છે,આંતરજ્ઞાતિય લગ્નો નું પ્રમાણ વધી રહ્યું છે,છુટ્ટાછેડા ના પ્રમાણ વધી રહયા છે,નૈતિકતા મરી પરવારી છે,ચારિત્ર્ય નું સતત પતન થઈ રહ્યું છે અને આપણે એમ કહી છી કે આપણે વિકાસ કરી રહ્યા છી…??
જો આમ જ હરણફાળ ગતિ એ ઇન્ડિયા નો વિકાસ થતો રહેશે તો આર્યાવ્રત અથવા ભારત વિનાશ ની અણી એ આવી જશે.
મહાન ભારતવર્ષ ની પરંપરાઓ નું વહન કરનાર હે સજ્જનો આપના અતિ વ્યસ્ત જીવન માંથી થોડો સમય કાઢી ચિંતન અને મંથન કરો સમય સતત પસાર થઈ રહ્યો છે.
હો ગયા સો હો ગયા સોચ કરના વ્યર્થ હૈ
ગત કાલ કો લૌટાને મેં કૌન શુર સમર્થ હૈ,
હમ કયા થે કયા હો ગયે ઔર ક્યાં હોંગે અભી
આઓ મિલકાર આજ વિચારે યે સમસ્યાએ સભી.

– ધ્રુવરાજસિંહ જાડેજા જાખોત્રા(શાશ્વત)

।। જય માતાજી ।। ।। જય ક્ષાત્રધર્મ ।।

One response »

  1. Pingback: ધ્રુવરાજસિંહ જાડેજા – શાશ્વત | History & Literature

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s