ચિંતન-વિચારો ની પ્રચંડ શક્તિ થી અસંભવ લાગતા કાર્યો પણ સરળતા થી કરી શકાય છે.

Standard

ચિંતન

વિચારો ની પ્રચંડ શક્તિ થી અસંભવ લાગતા કાર્યો પણ સરળતા થી કરી શકાય છે.

મનુષ્ય ના મગજ માં એટલી બધી શક્તિઓ રહેલી છે કે જેની તે કલ્પના પણ ના કરી શકે ,જેની વિચારધારા ખુબ જ પ્રબળ છે તે વ્યક્તિ કલ્પનાઓ ને પણ વાસ્તવિકતા માં પરિવર્તિત કરી શકે છે અને આવી ચૈતસીક શક્તિઓ ધરાવતા વ્યક્તિઓ ના કિસ્સાઓ પણ આપણે સાંભળેલા જ હશે.
રાજપુતો કરોડો વર્ષો થી રાષ્ટ્ર અને વૈશ્વિક સ્તરે એકચક્રી સામ્રાજ્ય ચલાવી શક્યા તેનું મુખ્ય કારણ જ એ હતું કે તેઓ વૈચારીક રીતે સમૃદ્ધ હતા. અને આજે જ્યારે આ રાષ્ટ્ર દિન-પ્રતિદિન વિનાશ ના પથ તરફ આગળ વધી રહ્યો છે તેનું પ્રમુખ કારણ પણ નબળી વિચારધારા જ છે. જે વ્યક્તિ ના વિચારો સમૃદ્ધ,સાત્વિક,નિર્દોષ અને સદૈવ રાષ્ટ્ર હિત માટે ના જ હોય તેમાં સ્થિરતા અને સામંજસ્ય તે સાધી લે એટલે તે વ્યક્તિ મટી વ્યક્તિત્વ બની જાય છે અને યુવાઓ માટે પ્રેરણાદાયી અને આદર્શ બને છે. ભારત ની આવી ઉજ્જવળ બૌદ્ધિક પરંપરા ના વાહકો નું પ્રમાણ સતત ઘટતું જાય છે અને પ્રશ્ચિમ(ભોગવાદી) વિચારધારા તેને ભરખી રહી છે જેના કારણે વિચારો માં નિર્માલ્યતા અને નબળાઈ આવી ગઈ છે જેના પરીણામો ખુબ જ ભયંકર છે. *માટે રાષ્ટ્ર ની અસ્મિતા-પરંપરા-સંસ્કૃતિ અને વારસો* સમર્થ-ઉર્જાવાન અને સંયમી ના હાથ માં આવે તે માટે સજ્જનો એ આગળ આવી આ નવ-નિર્માણ,નવ-જાગૃતિ અને નવ-સંચાર ના મહાયજ્ઞ માં આહુતી આપવી પડશે અને તે સદાય પ્રજ્વલ્લિત રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી પડસે. ત્યારે અને ત્યારે જ આ રાષ્ટ્ર પુનઃજગતગુરુ ના તખ્ત પર વિરાજમાન થશે.
સ્વામી વિવિકાનંદ ની પંક્તિઓ યાદ આવે
હમેં જરૂરત હૈ લોખંડી સ્નાયુ ઔર ફૌલાદી જ્ઞાન તંતુઓ કી જીસકા કોઈ સામના ના કર સકે , વિશ્વ કે રહસ્યો મેં પર પ્રવેશ કર સકે ઔર મોત કા સામના કરના પડે તો ભી એસા કરકે આપના હેતુ પૂર્ણ કર શકે એસી જબરદસ્ત ઈચ્છાશક્તિ કી હમે જરુરત હૈ.”
માટે બીજું કંઈ ના કરી તો કાંઈ નહીં પણ સારા વિચાર કરીશું તો તે પણ સૌથી મોટું કાર્ય છે , કારણ કે
જે વ્યક્તિ ના વિચારો સારા છે જેનાથી લાખો હોકો નું ભલું થવાનું છે પછી તે વ્યક્તિ સંસાર થી ઘણે દુર કોઈ રણ માં એક વેરાન ગુફા માં મરી પણ જાય ને તો ત્યાં એ વ્યક્તિ જ મરે છે તેના વિચારો નથી મરતા તે વેરાન ગુફા અને રણ ને ભેદી ને સંસાર માં આવે છે અને તેના થી લાખો લોકો નું ભલું થાય છે.

– ધ્રુવરાજસિંહ જાડેજા(જાખોત્રા)

*🙏 જય માતાજી 🙏* *🙏 જય ક્ષાત્રધર્મ 🙏*

One response »

  1. Pingback: ધ્રુવરાજસિંહ જાડેજા – શાશ્વત | History & Literature

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s