ચિંતન-વૈચારીક પતન

Standard

ચિંતન
વૈચારીક પતન

– મારા ઘણા વર્ષો ના નિરીક્ષણ, મનોમંથન તથા અનુભવ અને ઘણા બધા ભાઈઓ ના આગ્રહ બાદ આ સંવેદનશીલ મુદ્દા પર લખવાનું વિચાર્યુ છે.
– શીર્ષક વાંચતા જ વિષય નો સહજ ખ્યાલ આવ્યો હશે,જી આજે વાત કરવી છે છેલ્લા ઘણા વર્ષો થી સમાજ માં આવી રહેલ જબરદસ્ત વૈચારીક પતન ની,શબ્દો અને લેખન ની મર્યાદા ના કારણે વધુ બારીકાઈ થી નહિ લખી શકાય પણ મર્મ સમજવાનો પ્રયત્ન કરજો.
વર્તમાન સમય માં સમાજ ની સ્થિતિ વિશે કલ્પના કરું તો હવા થી ભરેલા પરપોટા(ફુગ્ગા) ની તસ્વીર નજરો સમક્ષ દ્રશ્યમાન થાય ફુગ્ગા નું બાહ્ય સ્વરૂપ આકર્ષક હોય છે સાથે તેની વિશાળતા નો પણ ખ્યાલ આવે પરંતુ આ તેનું બાહ્ય સ્વરૂપ છે, અંદર તો તે કંઈ નથી માત્ર હવા સીવાય. ધારદાર વસ્તુ ના જરાક માત્ર સ્પર્શથી તે ફટટ કરીને ફુટી જાય છે કારણ કે તેને તેની ભવ્યતા ને માત્ર બાહ્ય દેખાવ પુરતી સીમિત રાખી અને આંતરીક રીતે શુન્ય રહ્યો એવી જ સ્થિતિ વર્તમાન માં સમાજ ની છે.

માન, મર્યાદા ને મોભો
વટટ,વચન ને વેવાર
ક્ષાત્રવટ્ટ, ક્ષાત્રતેજ,ક્ષાત્રધર્મ
કટ્ટર ગરાસિયો,સિંહણ
નત:ક્ષતિ ઇત:ક્ષાત્ર
નત:ક્ષિતિજ ઇત:ક્ષાત્ર વગેરે…વગેરે..

– આવા ઘણા બધા ગૌરવપૂર્ણ વાક્યો હમણાં ઘણા સમય થી સામાજીક સંચાર માધ્યમ માં ધુમ મચાવી રહ્યા છે પણ આ કમાણી કોની….?? આ લખી શકવા માટે ના અધિકારી કોણ…?? વેદો પ્રમાણે ધારણ કરત ઇતિ ધર્મ તમે જેને ધારણ કરો છો એ તમારો ધર્મ છે તો વર્તમાન માં કલ્પનાઓ અને બાહ્ય આડંબરમાં રાચતા તથા મહાન પરંપરાના ભવ્ય દેખાવ પાછળ પોતાના ગોરખ ધંધા સિદ્ધ કરતા લોકો એ પોતાના મન,વિચાર,કર્મ અને આચરણ થી કયા વિચાર અને કયા તત્વ ને ધારણ કર્યું છે તે વિચારવું રહ્યું,મારા મતે તો તે ક્ષુદ્રત્વ છે.

– મનુ સમૂર્તિ પ્રમાણે મનુ મહારાજે વર્ણ વ્યવસ્થા ના વિભાજન માં કર્મ ને પ્રાધાન્ય આપ્યું હતું અને જે વ્યક્તિ જેવું કર્મ કરે છે તે પ્રમાણે તેના કૌશલ્ય અને યોગ્યતા ને ધ્યાન માં રાખીને તેનું વર્ણ નક્કી થતું બાકી જન્મના જાયતે ઇતિ: શુદ્ર આ મૃત્યુ લોક માં જન્મનાર પ્રત્યેક જીવાત્મા શુદ્ર હોય છે વર્ણ વ્યવસ્થામાં એ કર્મના બંધન થી જોડાય છે. ક્ષાત્રત્વ,ક્ષાત્ર કે ક્ષત્રિય ક્યારેય દ્વિજ-બીજ થી નથી થવાતું તેના માટે મન,વિચાર,કર્મ,જીવન અને આચરણ કરવું પડે, ત્યાગ,શૌર્ય અને બલીદાન દાખવવા પડે,શુદ્ધ ચરિત્ર ની સાથે ક્ષમાભાવ,ઉદારતા,નમ્રતા,વિવેક,ન્યાયપ્રિયતા અને અંગત સ્વાર્થ થી રહિત થવું પડે.
બાકી અત્યારે આવા મોટા મોટા અને ગૌરવપૂર્ણ વાક્યો લખવવાળા ને એની વ્યાખ્યા શું થાય એ પણ ખબર નહીં હોય…

તત્વ
ક્ષાત્રત્વ
ક્ષત્રિયત્વ
ક્ષત્રિય
રાજપુત
ક્ષાત્રધર્મ
ક્ષાત્રકર્મ
ક્ષાત્રવટ્ટ

– આ તમામ ની વ્યાખ્યા શું થાય અથવા શું કરી શકાય એ બાબતે આવા લોકો એ વિચારશુદ્ધ નહિ કર્યો હોય.
” તલવાર માં ચમકે છે અને પાઘડી માં વળ ખાય છે,
અચકણ માં અકળાતી દરબારી પરંપરા પીડાય છે “.
– મહાન કુળ ગૌરવ,ગૌત્ર પરંપરા,રિત-રીવાજો,આચાર-વિચાર,આચરણ,જીવન,
વિચારધારા,સમર્પણ અને એ તત્વ ની છડેચોક મજાક બનાવતા તત્વો એ પોતાના પૂર્વજો ના દૈવી જીવન અને મહાન ત્યાગ ને કલંકિત કરીને પોતાના અંગત સ્વાર્થ સાધે છે.અને વૈચારીક પતન ની એ પણ હદ કહેવાય કે આચરણ શુન્ય થઈને આ લોકો એ એટલો અહંકાર ધારણ કરી લીધો છે અને એવું સ્વરૂપ વિકસાવ્યું છે કે જાણે તે જ શ્રેષ્ઠ આર્ય અને રાજપુત્ર હોય અહીં વાત માત્ર દિકરાઓ પુરતી સીમિત નથી રહેતી દરેક ને સરખા ભાગે લાગુ પડે છે.વ્યક્તિત્વ ની પરખ અને તેનું મુલ્ય તેના વિચારો,કર્મ અને આચરણ થી થાય છે ના કે વાતો કરવાથી.

જે રીતે કોઈ આળસુ કાલે જમેલ શ્રેષ્ઠ ભોજન ની ચર્ચા કરીને આજે પોતાનું પેટ ના ભરી શકે એ જ રીતે કોઈ કર્મહિન પોતાના પૂર્વજો દ્વારા કરેલા મહાન કાર્યો ના વખાણ કરીને અહંકાર કરી શકે પણ પોતાની અંદર એ પૂર્વજો,કુળ અને રાષ્ટ્ર પ્રત્યે નું સ્વાભિમાન ના લાવી શકે. ક્ષાત્રત્વ એ એક વિચારધારા છે એક કર્મ છે,આચરણ અને એક અવસ્થા છે એ અવસ્થા સુધી પહોંચવા માટે ત્યાગ,તેજશ્ચિતા અને તપશ્ચિતા દાખવવી પડે તેના યોગ્ય બનવુ પડે તેને પચાવવાનું સામર્થ્ય કેળવવું પડે ત્યારે તે આત્મસાત થાય જન્મમાત્ર થી અને નિમ્નકૃત્યો કરવાથી ક્ષાત્રત્વ કે દેવત્વ જાગ્રત નથી થતું પરંતુ એ ગુણો નષ્ટ થાય છે અને કુળ કલંકિત થાય છે.

– પરિવર્તન સંસાર નો નિયમ છે અને દુનિયા સાથે કદમ થી કદમ મિલાવી ને ચાલવું જોઈએ એવું વિચારીને સમાજ માં ધરખમ પરિવર્તનો આવ્યા અને આવી રહ્યા છે એ પરિવર્તનો ની એટલી ઊંડી અશરો વાર્તાણી કે આજે ધર્મ,રાષ્ટ્ર,સમાજ અને સંસ્કૃતિ વિનાશ ના આરે આવી ગયા.ક્ષાત્રત્વની વાતું કરતા અને એવી શાયરીઓ મુકતા લોકો એ ક્ષાત્રત્વને અસ્તાંચળ(જ્યાં સુરજ પણ આથમી જાય) સુધી પહોંચાડી દિધુ.. અત્યારે ઇન્સ્ટાગ્રામ,ફેસબૂક અને વહાટ્સ એપ્પ માં સમાજ ની ગરીમા ના આ લોકો જે ચીંથરા ઉડાવી રહ્યા છે તે વજ્રાઘાત સમાન લાગે છે.

– લખવા જાવ તો ઘણું બધુ લખાય એમ છે અને તેના કરતાં વધુ સારી રીતે બોલી શકાય એમ છે પરંતુ હાલ માં ભાઈઓના આગ્રહ ને માન આપી ને જરૂરીયાત લાગતા આ સંદેશ બનાવવો પડ્યો,,,,,,એકંદરે કહેવાનો મર્મ એટલો જ છે કે વર્તમાન સમય ની પેઢી નું માનસીક, ચારિત્ર્યીક અને વૈચારીક પતન થયું છે,અનાદિકાળની ચાલી આવતી પરંપરા અને તેના મુલ્યો ને જાણવા અને સમજવા છતાં તેને નેવે મૂકી ને જે હલકી કક્ષા નું કાર્ય કરે છે તથા ક્ષણિક સુખો ભોગવવા માટે જે શીલ અને શરમ ને પણ નેવે મૂકી દે છે એ લોકોએ ક્યારેય પૂર્વજોનું નામ ક્યાંય વટાવવું ના જોઈએ, અને જો એવા જલ્સા અને મોજ શોખ કરવા જ હોય ને તો એફિડેવિટ કરાવી ને જીવાય બાકી આવા મહાન કુળને લાંછન શા માટે લગાડવું જોઈ….?? ગર્વ ઉત્પન્ન થાય એવી વાતો કરતા અને ખૂબ સંસ્કારી હોવાનો દેખાવ કરી તે સ્વરૂપ ની પાછળ પોતાની કામનાઓ અને વાસનાઓ ને સંતોષતા તત્વો હંમેશા આ ધર્મ,રાષ્ટ્ર, સમાજ અને સંસ્કૃતિના દ્રોહી રહેશે આ મહાપાપીઓ વિશે લખીશ એટલું ખૂટશે.
– પ્રથમ વિચારો નું પતન થાય પછી આચરણ અને ચરિત્ર નું પતન થાય અને છેલ્લે આ બન્ને ના કારણે પૂર્ણ પતન થાય એટલે કે અસ્તિત્વ નષ્ટ થાય અથવા વર્ણશંકરતા ઉત્પન્ન થાય જે સમગ્ર રાષ્ટ્ર નો વિનાશ કરે, આ વિનાશના એંધાણ છે જો સમાજમાં પ્રવર્તતા આવા દૂષણો ને દુર કરવાના પ્રયત્નો(શરૂઆત મારાથી ના ધોરણે) કરવામાં નહિ આવે તો અસ્તિત્વ જોખમાઈ જશે.
મારા વિચારોથી ઘણા ને વાંધો હશે અને હોવો પણ જોઈએ કારણ કે અતિ પ્રબુદ્ધતા એ ક્ષાત્રસમાજ ની સૌથી મોટી વિડંબના છે પરંતુ અહિં વિચારો અને વિરોધ ને બાજુ પર રાખી તટસ્થ રીતે વિચારવું જોઈએ કારણ કે પ્રશ્ન શુદ્ધ રક્તની જાળવણી નો,કુળ ની ગરીમા નો,અનાદિ સમય થી ચાલી આવતી પરંપરા નો અને તેના અસ્તિત્વ નો છે.

” વાતોથી વીર ન થવાય કર્મ થકી મહાવીર બનો,
” પ્રતિક્ષણ સંઘર્ષ કરી ને શાશ્વત રણવીર બનો. “

જગત જનની જગદંબા આદ્યશક્તિ માઁ ભગવતી ના ચરણો માં વંદન.

– ધ્રુવરાજસિંહ જાડેજા જાખોત્રા(શાશ્વત)

।। જય માતાજી ।। ।। જય ક્ષાત્રધર્મ ।।

One response »

  1. Pingback: ધ્રુવરાજસિંહ જાડેજા – શાશ્વત | History & Literature

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s