ચિંતન-શક્તિ નું મહત્વ

Standard

ચિંતન
શક્તિ નું મહત્વ

-શક્તિ શબ્દ સાંભળતા એક ઉર્જા ની અનુભુતી થાય,પરંપરા થી પુજ્ય તેમજ જેમાં આસ્થા હોય એવા દેવી ની છબી નજરો માં ઉપસ્થિત થાય શક્તિ કહેતા એક ઉર્જા,એક ચેતના અને એક પરા શક્તિ સમજી શકાય, પ્રકૃતિ ના બે તત્વો જળ અને ચેતન માં જે ચલાયમાન છે જે ચેતન છે તેમાં શક્તિ છે એમ સમજી શકાય,વેદોક્ત રીતે શક્તિ કેતા અનંતકોટી બ્રહ્માંડ ના સ્વામી,સર્વશક્તિમાન,સર્વ વ્યાપી, નિરાકાર,અજન્મા,પરમતત્વ ઈશ્વર નું એક નામ. ભારતીય પરંપરા અને સનાતન ધર્મ એ સ્ત્રી માં શક્તિ તત્વ નિર્મિત કરી તેને પુજ્ય ભાવ આપ્યો.ભારતીય સમાજ વ્યવસ્થા પ્રમાણે શક્તિ કહેતા જગદંબા ભગવતી,પછી તે દેહધારી સ્ત્રી સ્વરૂપે હોય કે પરંપરા થી પુજ્ય દેવી સ્વરૂપે હોય સનાતન ધર્મ એ શક્તિ ના મહત્વ ને સમજતો અને તેને પુજતો આવ્યો છે.
માટે જ શાસ્ત્રો માં કહ્યું છે કે જ્યાં નારી ની પુજા થાય છે ત્યાં દેવતાઓ પણ વાસ કરે છે.
મહાન ભારત રાષ્ટ્ર માં જ્યાં સુધી શક્તિ ના મહત્વ ને સમજવા અને જાળવવામાં આવ્યું ત્યાં સુધી વિશ્વ આર્યમય હતું.શક્તિ ની સાત્વિક ઉપાસના એ આર્યો ને વિરત્વ બક્ષ્યું હતું અને આર્યો એ વિર ભોગ્યા વસુંધરા ને સાર્થક કરી યુગો સુધી પૃથ્વી પર એકચક્રી સામ્રાજ્ય ભોગવ્યું.એ જ શક્તિ ની સાત્વિક ઉપાસના માં અને સમાજ વ્યવસ્થા માં નારી ને અપાતા દરજ્જા માં ઓટ આવી એમ આર્યો નો વ્યાપ ઘટી ગયો,સતા,શક્તિ અને સામ્રાજ્ય ઘટતા ગયા.
સતોગુણ માંથી તમોગુણ તરફ વળેલા આર્યો માં વ્યભિચાર દાખલ થયો સાથે વિકાર આવ્યો વૈચારીક અને આચરણ માં દુષણો દાખલ થયા જેનાથી તેઓ ભ્રષ્ટ થયા શક્તિ ને પચાવવા નું સામર્થ્ય ઘટી ગયું બીજી બાજુ પુજ્ય નારી પ્રત્યે જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો એને પુજ્ય માંથી ભોગ્ય ની નજરે જોવામાં આવી એના વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વિચાર સ્વાતંત્ર્ય પર પરંપરાઓ ના હાથોડાછાપ વિચારો ના ખિલાઓ ધરબી દેવામાં આવ્યા એ સાથે જ આર્યો ના પતન ની શરૂઆત થઈ.
એક સમયે જેનામાં વિશ્વ હતું આજે એ વિશ્વ નો નાનો અમથો ભાગ થઈ ગયું,પરિસ્થિતિ એ પલટો લીધો સોનાની ચકલી કેવાતો દેશ ચીંથરે હાલ બન્યો.શક્તિ(સ્ત્રી) ના નિશાસા સમૃદ્ધિ ને ભરખી ગયા,વ્યાભિચારી વિચારો ની અને દુષણયુક્ત આચરણ ની રક્ત પરંપરા માં પાંગળી પ્રજાતી ઉતપન્ન થઈ જેને રાષ્ટ્ર ને આંતરિક રીતે સાવ ખોખલો કરી નાખ્યો.
જ્યાં સુધી શક્તિ ને યોગ્ય માન અને સ્થાન આપવામાં નહિ આવે અને તેના મહત્વ ને સમજી તેની ઉપાસના કરવામાં નહિ આવે ત્યાં સુધી આ આંતરિક નિર્બળતા નો અંત નહિ લાવી શકાય.
શક્તિ ને જાણવાની હોય
શક્તિ ને સમજવા ની હોય
શક્તિ ને જાગ્રત કરવાની હોય
શક્તિ ની ઉપાસના કરવાની હોય
શક્તિ ને પચાવવા ની હોય
પણ…શક્તિ ને ક્યારેય જાહેર ના કરવાની હોય.

માટે હે મહાન આર્ય પરંપરા ના વાહકો શક્તિ નું ખરું મહત્વ સમજો તેના પ્રત્યે નો દ્રષ્ટિકોણ બદલો,જ્યારે પુનઃ આ રાષ્ટ્ર માં શક્તિ(નારી) ને પુજ્ય ભાવ આપવામાં આવશે,તેને શક્તિ સ્વરૂપે જોઈ તેની ઉપાસના કરવામાં આવશે ત્યારે ગમે તેવી દુષિત નારી પણ કેમ ન હોય તેની અંદર શક્તિ તત્વ જાગ્રત થશે.
અને જ્યારે પુનઃ આર્યનારીઓ માં શક્તિતત્વ જાગ્રત થશે ત્યારે અને ત્યારે જ તે વિશ્વ ને આર્યમય બનાવી શકે એવા વિરબંકાઓ ને જન્મ આપશે.

” ચંદન હૈ ઈસ દેશ કી માટી તપોભૂમિ હર ગાંવ હૈ,
હર બાલા દેવી કી પ્રતિમા બચ્ચા બચ્ચા રામ હૈ. “

।। જગત જનની જગદંબા આદ્યશક્તિ માં ભગવતી ના ચરણો માં કોટી-કોટી વંદન ।।

– ધ્રુવરાજજી જાડેજા જાખોત્રા(શાશ્વત)

One response »

  1. Pingback: ધ્રુવરાજસિંહ જાડેજા – શાશ્વત | History & Literature

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s