હું ઉભો છું

Standard

હું ઉભો છું

એક હાથમાં તલવાર ને એક હાથમાં કલમ લઈને ઉભો છું
વિનાશકારી આ વવાજોડામાં હું ઢાલ થઈને ઉભો છું.
આત્મશક્તિ અને ઇચ્છાશક્તિથી દ્રઢ બનીને ઉભો છું
ધર્મ,રાષ્ટ્ર અને સમાજ માટે હું કુરબાન થવાને ઉભો છું.

વેરાન રેગીસ્તાનમાં હું કલ્પતરું થઈને ઉભો છું
આતતાઈ ને મલેચ્છો સામે હું કાળ બનીને ઉભો છું.
આધિ,વ્યાધિ ને ઉપાધી નું સમાધાન થઈને ઉભો છું
કસોટીઓના કાળજા ચીરી હું સમર્થ બનીને ઉભો છું.

મઝધારે ઉઠતા વમણોમાં હું આશા બનીને ઉભો છું
મુસીબતમાં પોકારે જો કોઈ તો હું શ્વાસ બનીને ઉભો છું.
કાળચક્રની સાથે હું ઈતિહાસ પલટતો ઉભો છું
બદલાતા સમયની ક્ષીતિજોને નિરખતો હું ઉભો છું.

પેઢીઓ થી આવતી પરંપરા નો હું સાક્ષી બનીને ઉભો છું
ભોગવાદી વાતાવરણ માં પણ હું સ્થિર થઈને ઉભો છું
સનાતન ધર્મ રક્ષક છું હું ક્ષત્રિય થઈને ઉભો છું
યુગાંતરો થી જોઈ રહ્યો હા હું શાશ્વત છું હું ઉભો છું.

– મહાન ક્ષાત્ર પરંપરા,ક્ષત્રિયત્વ અને ક્ષાત્રધર્મ નું સ્મરણ કરાવતું આ કાવ્ય,,,,,,,પ્રત્યેક પંક્તિઓ ને સમજવા નો પ્રયત્ન કરી તેનું મંથન કરી અને સ્વયં ને ત્યાં મુકી વિચારી કે હું ક્યાં છું…??
સતત થઈ રહેલા વૈચારીક અને નૈતિક પતન ની જ્વાળા માં ન હોમાઈ જતા આત્મકલ્યાણ નો માર્ગ પ્રશસ્ત કરવા અગ્રેસર બનો…….કૃણવંતો વિશ્વાર્યમ ને સાર્થક કરવા,,,વિશ્વ ને આર્યમય બનાવવા જુના દિવસો ને પાછા લાવવા પ્રથમ સ્વયં આર્ય બનો.
કાવ્ય લખવા એ મારો વિષય નથી પણ હ્ર્દય ની સ્ફૂરણાઓ ની અભિવ્યક્તિ ક્યારેક કાવ્યમયી બની જાય છે પણ સાર સૌ નો એક જ છે સરળ ભાષા માં કવ તો કે આડંબર અને આચરણ વચ્ચે જે પાતળી ભેદરેખા છે તેને સમજી અને જીવન જીવવું જોઈ પૂર્વજો ની મહાગાથાઓ ગાઈ ગાઈ ને છાતી ફુલાવી ને ફરતા રહેવા થી અહંકાર આવશે પરંતુ સ્વાભિમાન અને સિદ્ધિ તો આચરણ થી જ જાગ્રત થશે.

જગત જનની જગદંબા આદ્યશક્તિ માઁ ભગવતી ના ચરણો માં કોટી કોટી વંદન.

– ધ્રુવરાજસિંહ જાડેજા જાખોત્રા(શાશ્વત)

।। જય માતાજી ।। ।। જય ક્ષાત્રધર્મ ।।

One response »

  1. Pingback: ધ્રુવરાજસિંહ જાડેજા – શાશ્વત | History & Literature

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s