Monthly Archives: May 2020

સંઘર્ષ અને સફળતા…

Standard

“મમ્મી, પપ્પા ક્યાં ગયાં છે…!!?”
માતા સાથે કોર્ટના ધક્કા ખાતી છ વર્ષની કિંજલ પૂછ્યા રાખતી.

“બેટા, તારા પપ્પા ચાંદામામા પાસે ગયા છે. જલ્દી પાછા આવશે હો…!”

અને જેમ જેમ કિંજલ મોટી થતી ગઈ તેમ તેમ તેને બધી હકીકત સમજાતી ગઈ કે પપ્પા ચાંદ પર નથી ગયા પણ પપ્પાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. અને તેમના હત્યારાઓને સજા અપાવવા જ નાનપણથી માતા સાથે તે કોર્ટના ધક્કા ખાઈ રહી છે..! અને ખૂબ દુઃખ અને છતાં ગર્વ સાથે કહું કે આ ઇન્સાફની લડાઈ પૂરા 31 વર્ષ સુધી લડીને કિંજલ ન્યાય મેળવીને જ જંપી.

હા, આજે કિંજલ અને પ્રાંજલની વાત કરવી છે. આ બે બહેનોએ જે દુઃખ સહન કર્યું તે ભાગ્યે જ કોઈને સહન કરવાનું આવે. અને એ દુઃખ-દર્દમાંથી તવાઈને તળીયેથી છેક ટોચ ઉપર કેવી રીતે પહોંચી શકાય તે આ બે બહેનોની વાસ્તવિક સ્ટોરી ઉપરથી જાણવા જેવું છે.

કિંજલનો જન્મ 5 જાન્યુઆરી, 1982ના રોજ ઉત્તરપ્રદેશના બલિયામાં થયો. પિતા DSP હતા. કિંજલ 6 મહિનાની હતી અને તેની બહેન પ્રાંજલ માતાના ગર્ભમાં હતી ત્યારની વાત છે.

ત્યારે ઉત્તરપ્રદેશમાં ગોંડા એન્કાઉન્ટર કેશ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલો. 12મી માર્ચની રાત હતી. ગોંડા જિલ્લાનું માધવપુર ગામ. પોલીસ પાર્ટી ડાકુને પકડવા ગયેલી. જેમાં સામસામે ફાયરિંગમાં DSP ક્રિષ્ન પ્રતાપ સિંહનું ગોળી વાગવાથી મોત થયું. આવી જાહેરાત થઈ.

પરંતુ સત્ય કંઈક જુદુ અને ખોફનાક હતું. હકીકતે DSP કે.પી.સિંહની ક્રૂર અને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. અને હત્યારા તેના સાથી પોલીસ અધિકારીઓ જ હતા.

હવે આપણને સૌને પ્રશ્ન થાય કે નીચેના અધિકારીઓ પોતાના ઉપરી અધિકારીની હત્યા શા માટે કરે…!??

તો વાસ્તવિક વિગતો એવી છે કે કે.પી.સિંહના તાબાના કેટલાક અધિકારીઓ ઉપર ત્યારે કરપ્શનના આરોપો લાગેલા. તેથી કે.પી.સિંહે નિષ્પક્ષ અને તટસ્થ તપાસના આદેશ આપેલા. આ તપાસથી અનેક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓને રેલો આવે તેમ હતો.

DSP કે.પી.સિંહ ખૂબ જ નોનકરપ્ટ, પ્રામાણિક, નીડર અને બાહોશ અધિકારી હતા. કોઈની પણ ધમકીઓથી ડર્યા વિના કે કોઈની પણ સેહશરમ રાખ્યા વિના તેમણે દૂધનુંદૂધ અને પાણીનુંપાણી કરવા તપાસ શરૂ કરાવી. અને જાણે કે પેલા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓના પેટમાં તેલ રેડાયું. તે સૌએ સાથે મળી કોઇપણ ભોગે આ DSPનો કાંટો કાઢી નાખવા વિચાર્યું અને ભયંકર ષડયંત્ર રચ્યું.

આ ષડયંત્રના ભાગ રૂપે જ ડાકુઓને પકડવા જવાનું નાટક રચવામાં આવ્યું. આ ષડયંત્રમાં DSP ફસાઈ ગયા. પોતાના તાબાના જ પોલીસ અધિકારીઓ સાથે તેઓ પણ પહોંચી ગયા માધવપુર ગામે ડાકુઓને પકડવા. પરંતુ રાત્રે ત્યાં ગયા પછી ખબર પડી કે તેઓ ભયંકર ષડયંત્રનો શિકાર બન્યા છે. પોતાના જ પોલીસ અધિકારીઓ DSP સામે રિવોલ્વર તાકીને ઊભા રહી ગયા. મોત સામે જોઈ કે.પી.સિંહે કહ્યું પણ ખરું કે ‘તમે લોકો આ શું કરો છો..? મને મરો નહિ… મારે નાની દીકરી છે…!!

પણ ક્રુર પોલીસ આધિકરીઓ ન માન્યા અને બે ગોળી DSPની છાતીમાં ધરબી દીધી. આ ક્રૂર અધિકારીઓ આટલાથી જ ન અટક્યા ! આ ફેક એન્કાઉન્ટરને સાચું ઠેરવવા ગામમાંથી બાર નિર્દોષ લોકોને ઉપાડી લાવી તેમને પણ ડાકુ ગણાવી ઠાર મારવામાં આવ્યા અને એ રીતે પ્રિ-પ્લાન આખી નકલી સ્ટોરી ઊભી કરવામાં આવી.

કિંજલની માતા વિભાસિંહ ત્યારે ગર્ભવતી હતી. પોતાના પતિની ક્રૂર હત્યાની ફરિયાદ કરવા તે અનેક લોકો પાસે મદદ માટે ભીખ માંગતી રહી, પણ કોઈ તેની મદદે ન આવ્યું. પોલીસ ખુદ આરોપી તરીકે સામેલ હોય તે પ્રકરણમાં કોણ હાથ નાખે..! પોલીસે ફરિયાદ પણ ન લીધી. અંતે હારી થાકીહારીને વિભાસિંહે અદાલત દ્વાર ખખડાવ્યા. ફરિયાદ નોંધાઇ અને સુપ્રિમ કોર્ટની દખલગીરીથી તપાસ CBI ને સોંપવામાં આવી. કેસ પણ CBI કોર્ટમાં ચાલ્યો.

દરમિયાન વિભાસિંહને પતિની નોકરીના બદલામાં વારાણસીમાં ટ્રેઝરી ઓફિસર તરીકે નોકરી મળી ગઈ. પરંતુ સિંગલ વિધવા બે દીકરીની માતા બનેલી વિભાસિંહની હિંમતને દાદ આપવી પડે. વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર તે કેસ લડતી રહી અને કિંજલ અને પ્રાંજલ એ બન્ને દીકરીને ઉછેરતી રહી… ભણાવતી રહી…

કિંજલનો સ્વભાવ બહુ જિદ્દી હતો. તેને કોઈ કહે કે પિતાનો પ્રેમ એટલે શું…? તો તે સમજાવી ન શકતી. કારણ કે પિતાનો પ્રેમ તેને મળ્યો જ નહોતો. પણ તેની માતાએ કિંજલને જે પ્રેમ આપ્યો તે કોઈ ન આપી શકે. કિંજલ ભણવામાં બહુ હોંશિયાર નહોતી. તે વારંવાર ફેઈલ થતી, છતાં તેની માતાએ તેને ક્યારેય નહિંમત થવા ન દીધી.
પ્રિ-બોર્ડની પરીક્ષામાં નાપાસ થવાથી સ્કૂલવાળાએ કહ્યું કે તેને બોર્ડની પરીક્ષામાં બેસવા નહિ દઈએ. માતા સ્કૂલે ગઈ અને પ્રિન્સિપાલને મળી. તક મળી.. હવે કિંજલે સાબિત કરવાનું હતું. અને તેણે બોર્ડની પરીક્ષામાં 90 % લાવી સાબિત કરી દીધું કે તે ધારે તે કરી શકે છે. ધોરણ-12 માટે સાયન્સ લીધું પરંતુ મેથ્સ તેને પહેલાથી જ નહોતું ગમતું. ધોરણ-11માં તે ફેઈલ થઈ. 12માની પ્રિ-બોર્ડની પરીક્ષામાં પણ ફેઈલ થઈ. ફરીથી માતા પ્રિન્સિપાલ પાસે ગઈ. ત્યારે એક શિક્ષકે કિંજલને બોલાવી કહ્યું કે ‘તારા મગજમાં શું ગોબર ભર્યું છે..?’ અને કિંજલને લાગી આવ્યું. ફરી તક મળી તો તેણે ફરી કમાલ કરી બતાવી. ખૂબ મહેનત કરી. આખું ગણિત ગોખી નાખ્યું. રોજ સવારે વહેલા 4 વાગ્યે ઉઠી તે પ્રશ્નો ગોખવા બેસી જતી. 10,000 પ્રશ્નો ગોખી નાખ્યા અને ધોરણ-12 સાયન્સમાં 90% ઉપરનું પરિણામ મેળવી સમગ્ર વારાણસી કેન્દ્રમાં પ્રથમ નંબર મેળવ્યો.

12 સાયન્સમાં સારું રીઝલ્ટ હોઈ માતાએ તેને એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન માટે કહ્યું ત્યારે કિંજલ કહ્યું કે ‘હું એન્જીનીયરીંગ કેવી રીતે કરું..? મેં સાયન્સ ગોખ્યું છે, ભણ્યું કે સમજ્યું નથી.’

અને પછી કિંજલે આર્ટ્સ લેવાનું નક્કી કર્યું. માતાને દીકરી ઉપર પૂરો ભરોસો હતો. દિલ્હીની ઉત્તમ ગણાતી લેડી શ્રીરામ કોલેજમાં એડમિશન લીધું. અને આગળ લોનો અભ્યાસ શરુ કર્યો.

નાની બહેન પ્રાંજલ પણ ભણવામાં હોંશિયાર હતી. તેણે પણ સાયન્સમાં અભ્યાસ કર્યો અને BHOમાં એડમિશન મેળવી ટોપર બની. કિંજલ પણ લોમાં ટોપર બની.

દરમિયાન કુટુંબીજનોએ દીકરીઓને પરણાવી દેવાની વાત કરી, પરંતુ માતા બન્ને દીકરીઓને ઓફિસર બનાવવા ઇચ્છતી હતી. તેથી દીકરીને ભણાવવામાં કોઈ કસર બાકી ન રાખી. વિભાસિંહનો પગાર પતિના ઇન્સાફ માટે કેસ લડવામાં અને દીકરીઓના ભણતર પાછળ જ ખર્ચાઈ જતો. છતાં હિંમત હાર્યા વગર વિભાસિંહ પોતાની જિંદગીની આ કપરી લડાઈ લડયે જતી હતી.

ત્યાં જ ઇ.સ.2001માં આ પરિવાર ઉપર બીજી મોટી આફત આવી પડી. પતિના હત્યારાઓને સજા અપાવવા સતત સંઘર્ષ કરનારી વિભાસિંહને કેન્સર ડિટેક્ટ થયું અને તે પણ છેલ્લા સ્ટેજનું. સતત દોડધામ અને દીકરીઓની જવાબદારીમાં એક મા પોતાની તબિયત તો ક્યાંથી સાચવી શકે..?

ત્યારે કિંજલ દિલ્હીમાં લોના પ્રથમ સેમેસ્ટરમાં જ ભણતી હતી. પ્રાંજલનો અભ્યાસ પણ ચાલુ હતો. વિભાસિંહને દીકરીઓની સતત ચિંતા હતી. તેણે 18 વખત કીમો થેરાપી લીધી. જેથી તેનું શરીર સાવ લેવાઈ ગયું. એક વખત ડોક્ટર કિંજલને કહ્યું… ‘તને ખબર છે… તારી માતા કેવી રીતે ઝઝૂમી રહી છે…? કેન્સરની બીમારી સામે તે કેવી રીતે લડી રહી છે…? કેવા દર્દમાંથી એ પસાર થઈ રહી છે…?’

ત્યારે કિંજલે માતાની પાસે જઈ તેને પૂછ્યું કે ‘તું શા માટે લડી રહી છે…?’ તો માતાએ જવાબ આપ્યો કે, ‘હું તમને બન્ને બહેનોને IAS બનાવવાનું સપનું જોઈ રહી છું.’ આ સાંભળી કિંજલે મરતી માતાને આશ્વાસન આપ્યું કે, “તું ચિંતા ન કર, હું પિતાના ઇન્સાફની લડાઈ લડીશ અને ન્યાય અપાવીશ. હું અને પ્રાંજલ બન્ને બહેનો IAS બનીને તારું સપનું પૂરું કરીશું. હું દીકરી અને બહેન બન્ને જવાબદારી નિભાવીશ. તું આ કેન્સર સામે લડવાનું છોડી દે.”

અને તેની માતા જાણે કે નિશ્ચિત થઈ ગઈ… આશ્વસ્થ થઈ કોમામાં ચાલી ગઈ અને થોડા સમયમાં જ દીકરીઓને એકલી-નોંધારી મૂકી તે અવસાન પામી. કિંજલ અને પ્રાંજલે તો જાણે મા-બાપ બન્ને ગુમાવી દીધા. કારણ કે માતાએ જ બન્ને ભૂમિકા ભજવો હતીને..!!

પરંતુ રડવા માટે ક્યાં ટાઈમ હતો..! માતાના અવસાન પછીના બે દિવસ બાદ જ કિંજલની પરીક્ષા હતી, તેથી તેણે દિલ્હી જવું પડ્યું… જિંદગીની આ સૌથી કપરી પરીક્ષા હતી. પરંતુ કિંજલ જેનું નામ… સંઘર્ષશીલ મા-બાપની આ દીકરીએ લોની પરીક્ષામાં ટોપ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો.

પછીથી કિંજલે પ્રાંજલને પણ દિલ્હી બોલાવી લીધી. બન્ને બહેનો PGમાં એક રૂમ ભાડે રાખીને રહી અને UPSCની તૈયારી કરવા મંડી પડી. બન્ને બહેનો એકલી છે કે નિરાધાર છે એ વાતની કોઈને ખબર ન પડે તે માટે કોઈ પૂછે તો બન્ને બહેનો કહેતી કે માતા-પિતા બન્ને ઓફિસર છે,નોકરી કરે છે. દિલ્હી જેવા શહેરમાં બે જુવાન બહેનોએ એકલા રહેવું કપરું તો હતું જ. છતાં આ બન્ને બહેનોએ હિંમત ન હારી. ખૂબ મહેનત કરી.

એક વખત દિવાળીનો તહેવાર આવ્યો અને તૈયારી કરનારા બધા સ્ટુડન્ટ રજાઓમાં પોતપોતાના ઘરે ચાલ્યા ગયા… આ બન્ને બહેનોને તો હવે ક્યાં ઘર કે મા-બાપ હતા..!? તે દિવસોમાં જમવાની મેસ પણ બંધ થઈ ગઈ.

‘દીદી, મીઠાઈ તો દૂર… ખાવાનું પણ બંધ થયું… મને ખૂબ જ ભૂખ લાગી છે.’ એમ કહી એક દિવસ પ્રાંજલ રડવા લાગી. ‘હું હમણાં જ મેગી લઈ આવી તને બનાવી દઉં છું…’ એમ કહી કિંજલે પ્રાંજલને છાની રાખી અને કહ્યું કે,

‘એ બધા ભલે ઘરે ચાલ્યા ગયા… એના આ દિવસો બગડશે… જ્યારે હું તને આ ત્રણ દિવસમાં હિસ્ટ્રી તૈયાર કરાવી દઈશ. આપણે ભણવામાં એ લોકોથી આગળ નીકળી જઇશું…’

અને પછી બન્ને બહેનોએ ખૂબ તૈયારી કરી અને 2008માં UPSCની પરીક્ષા આપી. રીઝલ્ટ આવ્યું તો કિંજલ 25માં રેંક સાથે અને પ્રાંજલ 252માં રેંક સાથે ઉત્તીર્ણ થઈ હતી. અને આમ બન્ને બહેનોએ માતાની ગેરહાજરીમાં તેનું સપનું સાકાર કરી બતાવ્યું. બન્ને બહેનોએ પોતાના દર્દ, પરેશાની, તકલીફ, લાચારી અને નિરાધારપણાંને કઠોર પરિશ્રમથી દૂર કરી એક મિશાલ પુરી પાડી.

એક વખત મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે ઇન્ડિયા ટુડે દ્વારા યોજાયેલ વુમન સમીટ અને એવોર્ડ સેરેમનીમાં બોલતા કિંજલ કહ્યું હતું કે, “UPSC પાસ કરનારા બધા સ્ટુડન્ટસ ખૂબ ઉત્સાહથી પોતાના પરિવારજનોને ફોન કરીને ખુશીના સમાચાર આપી રહ્યા હતા. કોઈ માતાને ફોન કરતું હતું તો કોઈ પિતાને… કોઈ ભાઈ-બહેન સાથે વાત કરતું હતું તો કોઈ મિત્રો સાથે ખુશી શેર કરતું હતું. આ દ્રશ્ય જોઈ અમે બન્ને બહેનો એકબીજાના ગળે વળગી ખૂબ રોઈ…

અમારા તો ક્યાં મા-બાપ હતા..! દુઃખ તો કોઈની સાથે શેર નહોતી કરી શકતી પરંતુ ખુશી શેર કરી શકીએ એવું પણ અમારું પરિવારમાં કોઈ નહોતું…

કિંજલ IAS બની અને પ્રાંજલ IRS બની. કિંજલે અલગ અલગ જગ્યાએ DM તરીકે ફરજ બજાવી.

દરમિયાન તેના પિતાના કેશનો 31 વર્ષે ફેંસલો થયો. ત્યારે કિંજલ કલેક્ટર બની ગઈ હતી. માતાને આપેલા વચન મુજબ તેને કોર્ટની લડત ચાલુ રાખી હતી.

5 જૂન, 2013ના રોજ લખનૌની વિશેષ CBI અદાલતે ચુકાદો આપી અઢાર પોલીસવાળાને દોષીત ઠેરવ્યા. દુઃખની વાત એ હતી કે ચુકાદામાં દોષિત ઠરેલ 18 આરોપીઓમાંથી 10 તો મૃત્યુ પામ્યા હતા. છતાં માતાનો સંઘર્ષ પોતે પણ ચાલુ રાખ્યો અને કિંજલ અંતે પિતાના હત્યારાઓને સજા અપાવી શકી. તે સમયે કિંજલ બરહાઇચની DM(કલેક્ટર) હતી.

હત્યા સમયે કિંજલના પિતા કે.પી.સિંહ DSP હતા અને IASની મુખ્ય પરીક્ષા પાસ કરી ચુક્યા હતા. મૌખિક ઇન્ટરવ્યૂ બાકી હતું અને આ દુઃખદ અણબનાવ બન્યો હતો. તે સમયે વિભાસિંહે મનોમન નિર્ણય કરેલો કે તે પોતાની દીકરીઓને ભણાવશે અને પતિનું IAS બનવાનું સપનું દીકરીઓ દ્વારા સાકાર કરશે.

કોર્ટમાં મુખ્ય આરોપીએ જ્યારે એવું કહ્યું કે, DSP કે.પી.સિંહના છેલ્લા શબ્દો એ હતા કે, ‘મને ન મારો… મારે નાની દીકરી છે..’ એ શબ્દો સાંભળી કિંજલ ચોધાર આંસુએ રોઈ પડી. માતા સાથે પિતાને ક્યારેય ન જોઈ શક્યની ફરિયાદ તેના મનમાંથી કાયમને માટે નીકળી ગઈ.

આજે કિંજલ લખનૌમાં સચિવ છે અને પ્રાંજલ ઇન્કમટેક્સ કમિશનર. અભાવો વચ્ચે અને અનાથ જેવી પરિસ્થિતિમાં પણ વ્યક્તિ ધારે તો પોતાની મહેનત વડે ટોચ ઉપર પહોંચી ઝળહળતી સફળતા મેળવી શકે છે. એ આ બન્ને બહેનોએ સાબિત કરી બતાવ્યું છે.

કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી.

ડૉ સુનીલ જાદવ,

રાજકોટ

હડુલા મા પાદપૂર્તિ

Standard

હડુલા મા પાદપૂર્તિ

ચારણી સાહિત્ય ના કેટલાક કાવ્યો અભણ ચારણો દ્વારા કહેવાયા છે . જે હડુલા ના નામે ઓળખાય છે , જેના શબ્દો સાદા પણ વાંચનાર – સાંભળનાર ને પ્રભાવિત કર્યા વિના રહેતા નથી .

ઉનાળાની કાળઝાળ ગરમી ઓકતી બપોર ની વેળાએ ભાલનો પ્રદેશ આવળ-બાવળ અને બોરડી થી ભરેલી સીમ, માઈલો સુધી કોઈ લીલુ છાયાદાર ઝાડ નજરે ન પડે . આવા પ્રદેશમા એક ચારણ વટેમાર્ગુ તાપ થી અકળાઈ પરસેવે રેબઝેબ છે .પાણી ની તરસ ખુબ લાગી છે અને પાણી વિના ગળૂૂ પણ સુકાઈ ગયેલ છે . બોલવાના પણ હોંશ નથી .
એવા ટાણે એક ખેતર ના ખુણે એક ઝુંપડીમા બેઠેલો જણ નજરે પડે છે. પાણી મળશે એવી આશાયે તેની પાસે ચારણ વટેમાર્ગુ જાય છે. માણસ પાસે માટી નો પાણી ભરેલો ગોળો છે . તે જોઈ ને એ ખેડૂત ને પાણી પીવડાવા વિનંતી કરે છે .

તે વખતે જવાબ મા પૂછે છે તમે કેવા છો, વટેમાર્ગુ એ કહ્યું હું ગઢવી-ચારણ છું , ત્યારે ખેડૂતે કહ્યું કે તમે મારો દોહો બનાવી સંભળાવો . વટેમાર્ગુ એ કહ્યું પાણી પાવ પછી સંભળાવુ પણ ખેડૂતે હઠ પકડી. ના પહેલા દોહો પછી પાણી . છેવટે વટેમાર્ગુ એ વાત માની .

ખેડૂત બોલ્યો પણ સાંભળો મારી એક શરત છે કે મારો ધોકો (લાકડી), ભીંતે ખીંટીયે લટકાવેલી રાશ અને મારો ગોળો જેમાં હું પાણી ભરૂ છું અને હું દરરોજ વગાડુ છું તે જંતર . આ ચાર નામ દોહા મા આવી જવા જોઈએ . ત્યારે ચારણ બોલ્યા તો સાંભળ.

ધોકો રેહશે તારા હાથ માં ,
ખીલીયે રેહશે તારી રાશ,
ગેબનો ગોળો એવો વાગશે, કે ,
તુ જંતર વગાડતો જાશ.

લાય ઝટ કર પાણી પા.
પાણી પીને ચારણ કવિરાજે વાટ પકડી 🙏

ગઢવી સૂર્યકાંત વરસડા

ટાપિંગ :
ગઢવી હરદીપ વરસડા .🙏

ચાર મહાનુભાવ..

Standard

(1) કુમાર શ્રી હરભમજીરાજ સાહેબ મોરબી

મોરબીના નામદાર ઠાકોર સાહેબ રવાજી સાહેબ ના બીજા કુંવર શ્રી હરભમજીરાજ નો જન્મ વિ.સં. 1918 જેઠ સુદ ચોથ ને રવિવાર તા-1/6/1862 ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણ મોરબી તથા ઉચ્ચ શિક્ષણ રાજકુમાર કોલેજ રાજકોટમાં લીધુ.1883માં કેમ્બ્રિજ યુનિવર્સિટી ટ્રિનિટ્રી કોલેજ માં બી.એ. પાસ કર્યુ. 1885 માં બેરિસ્ટર બની ઇંગ્લેન્ડ થી અભ્યાસ પુરો કરી પરત હિન્દુસ્તાન આવી 1895 થી 1905 બ્રિટિશ સરકારમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી. જીવંત પરીયંત અંગ્રેજો ના, રજવાડાઓ સામેના અન્યાયકારી નિર્ણયો અંગે ન્યાય અપાવા સલાહકાર તરીકેની ભુમિકા નિભાવી. અખિલ હિન્દ રાજપુત લીગની સ્થાપના કરી, તેમજ શ્રી ક.કુ.ગુ.ગ.એસોસિએશનની 1906 માં સ્થાપના કરી અને આ જીવન પ્રમુખ પદે રહ્યા. તેમજ રાજપુત સમાજ ની બોર્ડિંગો,છાત્રાલયો, ગુજરાત -રાજસ્થાન – મહારાષ્ટ્ર – મધ્યપ્રદેશ માં શરુ કરવામાં સૌથી મોટુ યોગદાન તેમનુ છે. તેમજ રાજા રજવાડાઓ ના ભાયાતિ સાથેના વાદ વિવાદમાં સમાધાન કરાવામાં અગ્રેસર રહ્યા. તેમજ શ્રી અરવિંદઘોષ, સુભાસચંદ્ર બોઝ,બાલ ગંગાધર તિલક વિગેરેને સ્વતંત્રતાની ચડવળમાં સહયોગ કર્યો.

(2) શ્રી.પૂજ્ય હરિસિંહજી બાપુ ગઢૂલા

પૂજ્ય હરિસિંહજી ગોહિલનો જન્મ વિ.સં 1967 જેઠ સુદ અગિયારસ તારીખ 7/6/1911 ના રોજ અખુભા ગોહિલ ગઢુલાના ઘરે થયો અને બાળપણથી શ્રી.ક.કા.કુ.ગી.એસો. ના અગ્રણી ના સંપર્કમા આવતા સમાજસેવા ના કાર્યમાં સક્રિય સહીયોગી બન્યા. અને ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી માનસના કારણે ગુજરાતમાં જન સંઘ ની સ્થાપનામાં મહત્વની ભુમીકા નિભાવી અને સ્થાપક પ્રમુખ તરિકે સેવા આપી, તેમજ હિન્દુ મહાસભાના પ્રમુખ તરીકે કામ કર્યુ.1950 થી 1955 બે ટમ માટે રાજકોટ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરી. તેમજ સિહોર વિસ્તારમાંથી ધારા સભામાં ચુંટાઇને ગયા.1956 માં રાજસ્થાનમા ચાલતા ભૂ-સ્વામિ આંદોલનને સહયોગ આપવા પોતે તથા ચંદ્રસિંહ ભાડવા તથા નટવરસિંહ નાગ્રેચા રાજસ્થાન જાય છે. અને ત્યા ક્ષત્રિય યુવક સંઘ ના સ્થાપક પૂજ્ય તનસિંહજી તથા તે સમયના સંઘ પ્રમુખ આયુવાનસિંહને મળે છે. અને ક્ષત્રિય યુવક સંઘ ની પ્રવૃતિ ગુજરાતમા લાવવા માટે વિનંતિ કરે છે.ક્ષત્રિય યુવક સંઘની પ્રવૃતિ ગુજરાતમા લાવવા માટે અગ્રેસર ભૂમિકા ભજવી. હરિસિંહ બાપુ પોતાની ઢળતી ઉંમરે કેહતા કે જિંદગી ખોટી વેડફી નાખી, કરવા જેવુ કામ તો આ ક્ષત્રિય યુવક સંઘનું જ છે. શ્રી હરિસિંહજીએ પોતાના જીવન દરમિયાન સમાજ અને રાષ્ટ્રને વિશેષ મહત્વ આપ્યુ છે.

(3) શ્રી પૂજ્ય ચંદ્રસિંહજી ભાડવા દરબાર

ચંદ્રસિંહજી ભાડવાનો જન્મ વિ.સં. 1962 જેઠવદ આઠમ ને તારીખ.6/6/1906ના રોજ ભાડવામાં થયો હતો. તેઓએ પ્રાથમિક શિક્ષણ સંગ્રામસિંહ હાઇસ્કુલ ગોંડલમાં લીધુ હતુ અને રાજકોટ ગરાસિયા બોર્ડિંગમા રહી ને પોતાનું શિક્ષણ પુરુ કર્યુ હતુ.જામનગર રાજ્યના પોલીસખાતામા જોડાયાં હતા.અને 1933 માં ભાડવાની ગાદીએ બેઠા હતા. અને તેઓ પોતાના જીવન દરમિયાન મહાત્મા રણછોડદાસજી ના પરીચયમા આવતાં સમાજ સેવાનો ભેખ પહેરી લીધેલ. ભારતની આઝાદી વખતે ખુબ મહત્વનો ભાગ ભજવી જામનગરના દિગ્વિજયસિંહના નેતૃત્વ હેઠળની જામજુથ યોજના દેશના હિતમા નથી તેમ ખુલ્લા મને જાહેર વિરોધ કરી અખંડ ભારતના સર્જન માટે હિન્દી સંઘ સાથે જોડાણ કરેલ. તેઓ હંમેશા કહેતા કે અખંડ ભારતના નિર્માણમાં ક્ષત્રિયોએ ઘણું બધુ ગુમાવ્યું હશે, કોઇ વખત નાની સુની ભુલો કરી હશે પરંતું,ભારતના ભાગલા થાય એવી ભુલ ક્યારેય નથી કરી.તેમજ આરજી હુકુમતના સૈનિકોને ભાડવામા તાલિમ આપી હથિયાર પુરા પાડી ગરાસદાર તાલુકદારોને પ્રેરણા આપી હતી.તેઓએ ગરાસદારો ના હક માટે 1949, 1951 સત્યાગ્રહ અને ઉપવાસ કરેલ અને 1969મા કચ્છના ગરાસદારો માટે મઉ ના રણજીતસિંહજી સાથે રાજપૂતો માટે ન્યાયની માંગણી કરેલ.તેઓ 6/7/1969ના રોજ સ્વ હસ્તે સ્વર્ગે સિધાવેલ.

(4) શ્રી પૂ.મનુભા પાતાભાઈ ચુડાસમા

પૂ.મનુભા પાતાભાઈ ચુડાસમા ચેર ભાલની ઝાડ ,પાણી વિનાની વેરાન ધરતીનાં નાનકળા ગામ ચેરમાં વિ.સં. 1938, જેઠ સુદ-8 (તા.25/5/1882) ના દિવસે એક સિતારાનું અવતરણ થયુ.તેઓ શ્રી એ ધોલેરામાં ધોરણ 5 સુધી જ અભ્યાસ કરેલ. પુત્રના લક્ષણ પારણામાંથી કહેવત ને સાર્થક કરી. ફક્ત ૧૨ વષઁની ઉંમરે ગામનાં વડીલો ને સંપત્તિ દાન માટે વાત કરી, આવકનો આઠમો ભાગ દાનમાં આપવા નિણર્ય કર્યો, સમાજના અનાથ વિધવા પ્રત્યે ઉદાર ભાવના રાખી વિધવાઓના દુ:ખો દુર કરવા હંમેશા કાર્યરત રહયા, આર્યસમાજ ના વિચારો ને જીવનમાં અપનાવી સમાજ સેવા સાથે જોડાયા, ગુરુકુળ શિક્ષણ પધ્ધતિ માટે સોનગઢમાં ગુરુકુળની સ્થાપના કરી.1923 માં અમદાવાદ માં આર્યસમાજના અધિવેશનમાં મુસ્લીમો તરફથી કનડગત થતા ચુ.રા. સમાજના 200 સ્વંયમ સેવકો લઈને બાપુએ અમદાવાદ મુસ્લીમોની પ્રવતિને નિષ્ફળ બનાવી. સૌકા પરિષદમાં વરતેજ પરિષદ ના બીજ રોપાયા, ૬/૧૧/૧૯૨૪માં વરતેજ રાજપુત પરિષદ ના પ્રમુખપદેથી આપેલ પ્રવચનમાં ક્ષત્રિય સમાજે જ નહિ, સમગ્ર રાષ્ટ્રે ક્ષત્રિયો ની જાગૃતિ ની નોંધ લીધી. આ પરિષદમાં ગાંધીજી ના પ્રતિનિધિ કસ્તુરબા અને વલ્લભભાઈ પટેલ હાજર હતા, ઓઘુભા બાપુ, અને તખુભા બાપુ ને સાથે રાખીને સમાજ ના ભાઈઓ ને ઘરખેડ ખેતી કરવા સમજાવવા માટે ધંધુકા તાલુકામાં ગાડામાં બેસી ઘેર ઘેર ફર્યા હતા. ગોહીલ વાડ, હાલારમાં પણ ઘેરખેડ ખેતી કરવા સમજાવવા કરેલ. રાજપુત સમાજ ની આજીવન સમાજસેવા જ તેમના જીવન નો પયાઁય બની ગઈ

શેલ નદીનું સૌંદર્ય, પ્રકૃત્તિની સમીપ”બુઢેશ્વર મહાદેવ”

Standard

શેલ નદીનું સૌંદર્ય, પ્રકૃત્તિની સમીપ
“બુઢેશ્વર મહાદેવ”

કાઠીયાવાડની આ ભૂમિ પર અનેક લોકવાર્તાઓએ પોતાનું અસ્તિત્વ જમાવી રાખ્યું છે. શૂરવીરતા અને બહાદુરીની દંતકથાઓએ કાઠિયાવાડની જનતામાં વખતોવખત જોમ અને જુસ્સાનું સિંચન કર્યું છે. વટ વચન અને વેર માટે કાઠિયાવાડ અને સોરઠના લગભગ મોટાભાગના ગામડાઓમાં વીરતાની સાક્ષી પૂરતી ખાંભીઓ – પાળિયા હજુ પણ મોજુદ છે.
રાષ્ટ્રીય શાયર શ્રી મેઘાણી ની એક લોકવાર્તા “દીકરો” અને આ વાર્તાનું અદભુત પાત્ર “હીરબાઇ” કે જેણે દુશ્મનના માથાને
વાઢી તેના અંગના ટુકડે ટુકડા કરી પછેડીમાં બાંધી સવાયા દીકરા તરીકે પોતાના પિતાનું નામ રોશન કર્યું હતું. આ લોકવાર્તા હાલના ધારી તાલુકાના લાખાપાદર નામે ગામમાં ગામધણી શ્રી લાખા વાળાના સમયમાં બની હતી. શેલ નદીના ખળખળતા જળપ્રવાહની સાક્ષીએ નાની મોટી થયેલી હીરબાઈએ તે વખતે મગરના મોંમાંથી વાછરુંને બચાવ્યા ની પણ લોકવાયકાઓ છે.
હાલ જમાનો બદલાઈ ગયો છે ગામનો ટીંબો મટી આજે થોડું સમૃદ્ધ ગ્રામ્ય જીવન બન્યુ છે. શેલ નદી પર પણ કેટલીક જગ્યાએ ચેકડેમ તો ક્યાંક મોટા ડેમ બની ગયા છે પરંતુ આ માટી અને નદીની રેતમાં વર્ષોથી ધરબાયેલ હીરબાઈની લોકવાયકા હજુ અકબંધ છે. શેલ નદીના કાંઠે આવેલ સ્વયંભૂ પ્રગટ એવા શ્રી બૂઢેશ્વર મહાદેવનું શિવાલય આવેલું છે. ડુંગરોની અડાબીડ ટેકરીઓ વચ્ચે આવેલ દેવાધિદેવ શ્રી બુઢેશ્ચર મહાદેવ પ્રત્યેની અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. પ્રકૃતિએ આ વિસ્તારને પર્વતીય ભલે બનાવેલ હોય પરંતુ ચોમાસાની ઋતુમાં નાના નાના ઝરણાઓથી ખળખળતું સૌંદર્ય કુદરતની સમીપ લઈ જાય છે.
સાવરકુંડલાથી લગભગ 38 કિ.મી દૂર આવેલા લાખાપાદર પ્રકૃતિપ્રેમીઓ માટે અનુપમ સ્થળ છે. આ સ્થળે જવા માટે અમરેલી થી વાયા ચલાલા ખાંભા રોડ પર ધારગણી ગામથી લાખાપાદર તરફનો રસ્તો વળે છે. ગીરના નાકા પર જ આવેલું અદભુત સૌંદર્ય પાથરતું લાખાપાદર ગામ અને ગ્રામ પરિવેશને જીવંત રાખતું નયનરમ્ય સ્થળ છે.
શેલ નદીના કાંઠે બરાબર ગામને અડીને શ્રી શેલ હનુમાનજીનું પણ સુંદર મંદિર આવેલું છે. હાલ અવિરત વહેતો શુદ્ધ જળ પ્રવાહ શ્રી શેલ હનુમાનજી અને શ્રી બૂઢેશ્વર મહાદેવના પાવન ચરણોને પખાળે છે.

|| આભાર ||
ગિરીશ કથીરીયા

“આમૂલ ૫રિવર્તન અને માઘવસિંહજી બાપુ’’

Standard

સ્વ.માઘવસિંહજીબાપુ-જાબીડા, શ્રી સાવજુભા, ડો. જયેન્દ્રસિંહજી, રમજુભા વગેરેનાં પિતાશ્રી આમૂલ ૫રિવર્તનને આનુષંગીક વાત કરતાં તે પ્રસ્તૃત છે.

એક જાગીરદાર હતાં. તેઓનો સ્વર્ગવાસ થયો. જાગીરદારનાં શોખ મુજબની સજજા ભરવામાં આવી. સજજાની સાઘન સામગ્રી જોઈ ગોર – મહારાજ તો ખૂબ જ ખૂશ થઈ ગયા. જાગીરદારની જેમ તેમના ગોર મહારાજ ૫ણ શોખીન હતાં. થોડાં દિવસ ૫છી ગોર મહારાજ ને વિચાર આવ્યો કે બાપુ ઘોડીના શોખીન હતાં અને બાપુ સરસ પાણીદાર ઘોડી રાખતાં. આ ઘોડી આપે તો મજા ૫ડી જાય. સાત – આઠ દિવસ બાદ ગોર મહારાજ દરબાર ગઢમાં ૫હોચ્યાં. બા સાહેબને મળ્યાં અને કહયું કે બાપુને તમે તેમનાં મોજશોખની બઘી વસ્તુ આપી છે એટલે ખુબ જ ખુશ છે ૫ણ એક બાબત થી ખૂબ જ હેરાન થાય છે. બા સાહેબ કહે શું બાબત છે? કહો તો ખબર ૫ડે ને. મહારાજ કહે બાપુને ચાલવું બહુ ૫ડે છે. બા સાહેબ કહે તો શું કરવું?

મહારાજ કહે, ઘોડી આપો તો ૫હોંચાડી દઈશ એટલે ચાલવાની મુશ્કેલી નહિં રહે. બા સાહેબે તો ઘોડી આપી દીઘી. ગોર મહારાજ ઘોડી લઈ ખુશ થતાં ઉ૫ડયા.

સાંજે કુંવર આવ્યા, ઘોડી ન જોઈ એટલે બા સાહેબને પુછયું કે ઘોડી કયાં ગઈ? બા સાહેબે માંડીને વાત કરી. કુંવર હોશીયાર હતાં, તે વિચારવા લાગ્યા કે હવે શું કરવું? કુંવરે થોડા દિવસ ૫છી મહારાજને તેડું મોકલ્યુ મહારાજ તો તેડાનું જાણીને ખુશ થઈ ગયા કે પાછુ બાપુને જોઈતુ મોકલવું લાગે છે. મહારાજ તો તુરંત દરબારગઢ માં ૫હોચ્યાં. કુંવરે મહારાજને આવકાર્યા. કુંવરે કહયું કે બાપુને ઘોડી ૫હોંચી ગઈ એટલે ચાલવાની તકલીફ દુર થઈ ૫ણ હજુ એક બાબતની ખામી છે એટલે દુ:ખી દુ:ખી રહે છે મહારાજ કહે શું ખામી છે તે કહો એટલે તુરંત આ૫ણે તેને ૫હોંચાડી દઈએ. કુંવર કહે બાપુ દરરોજ બે તોલા અફીણ નો કસુંબો લેતા. આ કસુંબા વગર હેરાન ૫રેશાન થઈ ગયા છે આ કસુંબો બાપુને ૫હોંચાડવો છે – તેમ કહી કુંવરે અફીણ, ખરલ વગેરે કાઢયું. ગોર મહારાજ સમજી ગયા કે આજે આવી બન્યું છે. આ કુંવર બે તોલા અફીણના કસુંબાનો કંઈ રસ્તો નહીં કાઢું તો પાઈ દેશે. તે વિચારવા લાગ્યા કે શું કરવું? મહારાજ ને ખ્યાલ આવ્યો કે ઘોડી ને કારણે કુંવરે આ કસુંબા નો કારસો ઘડયો છે. મહારાજ રોતા રોતા આજીજી કરતાં કુંવરને ૫ગે ૫ડી, કહે મને માફ કરો ઘોડી અત્યારેને અત્યારે પાછી આપી જાવ છું. આ રીતે કુંવરે સમજદારી વા૫રી અને ઘોડી પાછી મેળવી.

આમ અંત્યેષ્ઠિ ના બારમાં દિવસે ગોર કહે તેવી વિઘિ કરવામાં આવે છે. સજારૂપે મૃતાત્માને સ્વર્ગમાં જરૂરી વસ્તુઓ ગોરના માઘ્યમથી મળી રહી તે માટે ફાનસ, ગાદલું, ગોદડું, ખાટલો, છત્રી, વાસણ, વગેરેનું પ્રદર્શન કરવામાં આવે છે. લોકો જુએ ને કે મરનાર પાછળ તેનાં ૫રિવારે કેટલું બઘુ આપ્યું છે! એ બઘુ બ્રાહ્મણ દ્વારા મૃતકને મળે છે તેમ માની લેવામાં આવે છે.

ગોર મહારાજ કુરીયરનુ કામ કરે છે.કેવી અંઘશ્રઘ્ઘા? શાસ્ત્રોનાં અઘ્યયન અને સજજનોનાં સંગને અભાવે આવી અર્થહિન રૂઢિઓ ઘર કરી ગઇ છે તે સમુળગી દૂર કરી માં–બા૫, દાદા–દાદી ને હયાતીમાં જ તેમની જરૂરીયાત પુરી પાડી રાજી રાખવાનો આજે જ સંકલ્પ કરી આવાં સજ્જા ભરવાનાં તાયફાને તાત્કાલિક તિલાંજલિ આપવાં સંકલ્પબદ્ધ થઇએ.

સ્વ. માઘવસિંહજીબાપુ પોતાના ઉભા મોલમાં ગાયો ચરતી હોય તો તગડતા નહી. તેવાં ઘાર્મિક, ખૂબ જ સરળ અને નિખાલસ હતાં. રૂપિયો ગાડાનાં પૈડાનાં જેવો મોટો હતો ત્યારે કુવો, જમીન વગેરેના અનેક પ્રશ્નો હતાં.મોટો ૫રિવાર છતાં દરેકને રાજપૂતી સંસ્કાર સાથે પુરતી કેળવણી આપી, લાઈને ચડાવ્યાં, એટલુ જ નહીં તેમાં એક ને ડોકટર અને એક ને ઈજનેરીનો અભ્યાસ કરાવ્યો. આ એ જમાનામાં ખૂબ જ મોટી સિઘ્ઘિ ગણી શકાય. આતો જાબીડાના જાંબાજ નેકી/ટેકી વાળા માઘવસિંહજી બાપુ જ કરી શકે. લાખ-લાખ વંદન આ મહાનવિભૂતિ ને.

રણજીતસિંહ કોટડા નાયાણી
આમૂલ પરિવર્તન પ્રેરક/સંયોજક

દરેકે મહાભારત કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનુ અધ્યયન કદાચ નહિ જ કર્યુ હોય…

Standard

દરેકે મહાભારત કે શ્રીમદ્ ભગવદ્ ગીતાનુ અધ્યયન કદાચ નહિ જ કર્યુ હોય ,,,

હાલ ટીવી ઉપર મહાભારતની સિરિયલ ચાલુ જ છે અનુકૂળ સમયે જ પ્રસારણ થાય છે ,,

સિરિયલ બનાવનાર કોઈ તિવારી કદાચ બ્રાહ્મણ જ હશે , પાત્રો ની પસંદગી યોગ્ય અભિનય કરી શકે એ રીતે જ થઈ હશે ,,

પાત્ર ભજવનાર એ પાત્રને ચોક્કસ ન્યાય આપે જ છે ભલે પછી રિયલ લાઈફમા કોઈ પણ ધર્મ સાથે જોડાયેલ હોય પણ કથા મહાભારતની છે ,,જેટલી સમજ અને સૂજ સાથે ન્યાય આપવાની કોશિષ જરૂર કરેલી છે ,,

આપણે એ સિરિયલનો પ્રચાર કરવાના માધ્યમથી ન કહિ શકાય પણ મહાભારત દરેક જીદંગી સાથે જોડાએલ છે એને એકવાર ધ્યાન પુર્વક સમજવામા આવે તો જીવનની ઘણી ગુચવણો સમજી શકાય ,,,,

સામાન્ય વ્યવહારમા એકાદ બે પાત્રની વાત કરીએ તો એવુ લાગે કે મહાભારત એક કાલ્પનિક સ્ટોરી હશે કારણ પાંડુ પુત્ર ને એ રીતે દર્શાવેલ છે કે જેમા પાંચેય પુત્રના બાપ અલગ અલગ , એક મહાન રાજા અંધ અને મહારાણી પણ અંધ ,કૌરવોના 100 પુત્રો મહાદેવના વરદાનથી પ્રાપ્ત થયેલ ,,,,
દ્રોપદી અગ્નિપુત્રી એક બાપના શ્રાપથી જીવનમા દરેક તકલીફનો સામનો કરી જીવન અવિરત વિતાવે છે ,,

દ્રોપદીના વસ્ત્રાહરણમાં જીદ્ સિવાય ક્યાંય કશુજ ખબર ન પડે મહામહિમ ભીષ્મની જીદ્ વચનબંધી ,,યુધિષ્ઢિર ને વારંવાર રમત છોડવાની ફરજ પાડવામા આવી પરંતુ મામા શકૂનીના વેણમા ફરી પાછા બંધાઈ જવુ પડ્યુ ,,,રમતમા સર્વસ્વ હારી જવા પછી પણ ભાઈઓ અને પત્નિ ઉપર અધિકાર જેને ધર્મ સાથે સાંકળવામા આવ્યો ,,,એમા માત્ર અને માત્ર ભરોષો હતો અને એ ભરોષો એજ ધર્મ હતો ,,

દુર્યોધન નો મુખ્ય આશય પ્રતિશોધ અને પોતાનુ આધિપત્ય સ્થાપન જણાઈ આવ્યુ છતાંય એને રોકી શકાય એવી સ્થિતી હતી ,,

ભગવાન ક્રિષ્ન અને બલરામ પણ દુર્યોધનને વસ્ત્રાહરણ સિવાય દોષી માનવા તૈયાર નથી એક સ્ત્રીનુ ભરી સભામા વસ્ત્રાહરણ ન કરવુ જોઈએ પણ એ સમયે દ્રોપદી એક દાસી હતી અને દાસીને રાજ્યમહાસભામા મહત્વ ન આપ્યુ એટલે વસ્ત્રાહરણ થયુ ,,

પણ સો વાતની એક વાત કે આદિ અનાદિકાળથી ભાઈ ભાઈ વચ્ચે સારા સબંધ પરાયા જેવાજ હતા એ ચોક્કસ દર્શાવ્યુ છે ,,,, અને એ પણ ક્ષત્રિયમા જે સમયે પરમેશ્વર જાતે અવતારી પુરૂષ હતા પોતાની નજરો થી નિહાળતા હતા છતાંય કર્મ ના બંધનથી મુક્ત ન હતા ,,

હાલ કળયુગ ચાલે છે
ભગવાન તો શોધવા હવે આત્મમંથન સિવાય કોઈ ઉપાય નથી એટલે જ આત્મમંથન માટે મહાભારતનો ગીતા અધ્યાય સમજવો ખુબજ જરૂરી છે , ,,

આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનુ અધ્યન પુર્ણ રીતે નથી કર્યુ પણ જે કંઈ મહાભારતની સિરિયલ મા દર્શાવેલ છે એ ચોક્કસ જોઈ શકાય ,,,

દ્વાપર યુગમા આ જીવનશૈલી અનંત કાળ માટે સત્યરીતે સમજાવેલ છે અને એ ખરેખર સત્ય જ છે ,,

મહાભારતમા રાક્ષસી સાથે વિવાહ કરીને પણ એને સ્વિકાર કરવામા આવે છે અને એ જે પુત્ર પણ અનંતકાળ માટે યાદગાર બની જાય છે ,,

સમાજમા સહમતી હતી એ મહાભારતમા દર્શાવેલ છે ,,

મહાવીર કર્ણ શુતપુત્રને પણ ક્ષત્રિય તરીકે રાજ્યમા મહાન સ્થાન આપનાર દુર્યોધન ,,

દૂર્યોધન પોતે અહંકારી પણ કપટી તરીકે મામા શકૂની જ ગણાય ,,

કહેવાનો મતલબ આપણે જે અન્યની વાત ઉપર સૌથી વધારે ભરોષો કરતા થઈ જઈએ ત્યારે મહાભારતની રચનાનુ આગમન થાય ,,,,

ધર્મ અને સત્યને સમજતા જ્યારે પણ આવડી જશે અસ્તિત્વને કંઈજ થઈ નહિ શકે ..

નટવરસિહ રાઠોડના પ્રણામ..
જય માતાજી

કચ્છનું વહાલસોયું વાગડ

Standard

વાગડનું મૂળ નામ તો વચ્છા દેશ હતું. વાગડ પર વિરાટ રાજાનું રાજ હતું. પાંડવોનો ગુપ્તવાસ વિરાટ રાજાના રાજ્યમાં હતો. કહેવાય છે કે વાગડનું ગેડી રાજ્ય એ જ પાંડવોના ગુપ્તવાસનું સ્થળ!

વાગડનું મૂળ નામ તો વચ્છા દેશ હતું. વાગડ પર વિરાટ રાજાનું રાજ હતું. પાંડવોનો ગુપ્તવાસ વિરાટ રાજાના રાજ્યમાં હતો. કહેવાય છે કે વાગડનું ગેડી રાજ્ય એ જ પાંડવોના ગુપ્તવાસનું સ્થળ! ગેડીમાં જમીન ખોદતાં ત્યાં કોઈ મોટું શહેર દટાયેલું હોય એવાં ચિહ્નો જોવાં મળ્યાં હતાં. મંદિરોના ઘુમ્મટ પણ દટાયેલા હતા. ગેડીના દરબારગઢમાં પણ એવું જ જોવા મળે છે. અહીં શમીનું એક વૃક્ષ છે, જેના પર પાંડવોએ પોતાનાં હથિયાર છુપાવીને રાખ્યાં હોવાનો ઇતિહાસમાં ઉલ્લેખ જોવા મળે છે. મહારાઓ શ્રી ખેંગારજી પહેલાના અમલ દરમ્યાન કચ્છનો વિસ્તાર ખૂબ વધી ગયો હતો. આખો મચ્છુ કાંઠો, ઉત્તરમાં રણ ઉપરાંત રાયમા બજાર સુધીનો સિંધનો પ્રદેશ કે જેમાં આખું પારકર આવી જતું હતું એ તથા વાગડ અને વાગડના રણની પેલી પાર ચોરાડ સુધીનો તમામ ભાગ કચ્છ રાજ્યના તાબામાં હતો.

એ જ વાગડમાં રવેચીમાં મા આશાપુરાનું જાગતું મંદિર અને એ જ ભૂમિ પર માતાજી મોમાયમાનાં બેસણાં છે. રવેચી માતાનું મંદિર ૧૮૭૮માં સામબાઈ માતાએ ૨૬ હજાર કોરી (કચ્છી ચલણ )ના ખર્ચે બંધાવ્યું છે. આ મંદિરમાં વાઘેલા રાજા અર્જુનદેવનો શિલાલેખ છે. વાયકા એવી છે કે નવ શિખરો અને ઘુમ્મટો સાથેનું મૂળ મંદિર પાંડવોએ બંધાવ્યું હતું. લોકોમાં એવી પણ માન્યતા છે કે રવેચી મંદિરની આસપાસનાં ચારથી પાંચ ગાઉંના વિસ્તારમાં શિયાળુ પવન વાતો નથી! જ્યાં જામ ઓઢો અને હોથલે ગાંધવર્‍ લગ્ન કર્યાં હતાં એ રાપરના સઈ ગામથી થોડે દૂર આવેલા હોથલપરા ડુંગર છે, એ ડુંગરમાં આવેલા હોથલના ભોંયરામાં હોથલની મૂર્તિ બેસાડવામાં આવી છે અને લોકો તેને દેવી તરીકે પૂજે છે. એવી માન્યતા છે કે પુત્રપ્રાપ્તિ માટે હોથલની માનતા માનવામાં આવે છે. પુત્રનો જન્મ થતાં હોથલ દેવીના મંદિરમાં એક ઘોડિયું લોકો મૂકે છે. જે ચકાસર તળાવ પર ઓઢો અને હોથલ મળ્યાં હતાં એ ચકાસર ગામ મીટર ગેજ ટ્રેનમાં અમદાવાદ તરફ જતા વચ્ચે આવે છે. ઓઢો જ્યારે હોથલને શોધતો ત્યાં આવ્યો હતો ત્યારે હોથલ એ તળાવમાં સ્નાન કરી રહી હતી, એ દૃશ્ય જોઈને ઓઢો આ ર્યચકિત થઈ ગયો હતો અને કવિ દુલેરાય કારાણી લખે છે એક દુહો એ જગ પ્રચલિત બની ગયો છે…

ચડી ચકાસર પાર હલો હોથલ કે ન્યારીંઊ,

વિછાય વિઠી આય વાર, પાણી મથે પદમણી

લોકગીતોમાં અવિસ્મૃત સ્થાન ધરાવતો કચ્છનો આ વાગડ પ્રદેશ, ધાર્મિક માહાત્મય સાથેનાં દેવસ્થાનો, ઢોલી અને આહીરાણીઓના પાળિયા, અખાડા અને હડપ્પાનાં અવશેષો પોતાની છાતીએ અંકિત કરી પથરાયેલો છે. ભચાઉ, રાપર અને ખડીર મહાલના વિસ્તારો સંયુક્ત રીતે વાગડ પ્રદેશ તરીકે ઓળખાય છે. કચ્છનું પ્રવેશદ્વાર ગણાતો વાગડ અનોખી બોલી, નોખી સંસ્કૃતિ અને રહેણીકરણીથી કચ્છમાં અલગ તરી આવતો કચ્છનો એક વહાલો અને વિશિક્ટ વિસ્તાર છે.

હવે તો જેમ તરસનું ધોરણ પણ પહેલાં જેવું નથી રહ્યું એમ વરસનું ધોરણ પણ નથી રહ્યું. અગાઉ તો જો વરસાદનો પ્રારંભ વાગડથી થાય તો એ શુકન ગણાતું અને વરસ સારું જવાની આશા બંધાતી. એ સિવાય તો કડકડતી ઠંડી, બાળી નાખે એવા બપોર; ખેર, બેર, બોર, આવળ બાવળના રક્ષણ છતાં, રણની ઊડીને આંખે ભરાતી અને ખટકતી ઝીણી રેત એટલે વાગડ!

વાગડની એક બાજુએ કચ્છના અફાટ મોટા રણની કાંધીએ એકલ માતાનું મંદિર છે. રણની વ્યાપક ખારાશ હોવા છતાં મંદિરના વિસ્તારમાં પીવા મળતું પાણી સાકરથી અદકેરી મીઠાશ ધરાવે છે. વગાડના ઓસવાળ સમાજમાં એકલ માતાનું મહkવ વધારે છે.

વાગડ વિસ્તારનું કંથકોટ એ ગુજરાતના ઇતિહાસમાં સ્થાન ધરાવે છે. કંથકોટના ડુંગર પર દાદા કંથડનાથનાં બેસણાં છે. મૂળરાજ સોલંકી અને મોહંમદ ગઝનીના આક્રમણ વખતે ભીમદેવ સોલંકીએ કંથકોટમાં આશ્રય લીધો હતો. સાતમી સદીમાં કંથકોટની ટેકરી ઉપર મજબૂત કિલ્લો બનાવી કાઠીઓએ પોતાની રાજધાની સ્થાપી હતી. અહી આવેલું સૂર્ય મંદિર કાઠીઓની સંસ્કૃતિનું પ્રતીક છે. આ મંદિરની સૂર્યપ્રતિમા જેવી પ્રતિમા સમગ્ર ભારતમાં જોવા નથી મળતી.

કચ્છના બ્રિટિશ પૉલિટિકલ રેસિડેન્ટ તરીકે પહેલી વાર નિયુક્ત થયેલા કૅપ્ટન મેક્મર્ડોની કબર પણ અહી આવેલી છે. એ પ્રતિભાવંત અંગ્રેજે કચ્છી ભાષા અને કચ્છની પરિસ્થિતિનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેઓને રાજદૂત તરીકે માંડવી મોકલવામાં આવ્યા હતા. માંડવી ગયા પછી સાધુ વેશે તેઓ થોડો સમય અંજાર પણ રોકાયા હતા. લોકો સાથે તેઓ એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે સૌ તેમને ભૂરિયા બાવા તરીકે જ ઓળખતા થઈ ગયા હતા. એ સમયે વાગડમાં સિંધના થરપારકર બાજુથી લૂંટારાઓના ધાડા આવતા અને લંૂટ ચલાવતા એથી ૧૮૨૦માં તેમણે નાના રણની કાંધીએ વરણદાદાના મંદિર પાસે પોતાનો પડાવ નાખ્યો હતો જ્યાં તેમનું અચાનક અવસાન થયું હતું.

કબરાઉં ગામ પાસે આવેલા ગરીબદાસજી ઉદાસીન નર્વિાણ આશ્રમની સ્થાપના ગુરુનાનકના શિષ્ય ચંદબાબાએ કરી છે. એ પરંપરામાં ગરીબદાસજી નામના સંત થઈ ગયા તેમણે આ સ્થળે સત્સંગની ધૂણી ધખાવી હતી. અહીં સિખ ધર્મના સ્થાનક ઉપરાંત શિવમંદિર અને ઝાફરઝંડા પીરની દરગાહ પણ આવેલી છે જેના કારણે એ સ્થળ ત્રિ-ધર્મ સંગમસ્થાન બની ગયું છે.

વાગડના જ્યાં પાદ પ્રક્ષાલન થાય છે એ જંગીનો દરિયો, જંગી એક વખત એવું બંદર હતું કે ત્યાંથી મોરબી રાજ્યનો વ્યાપાર-વ્યવસાય ચાલતો હતો. જંગી ગામમાં કચ્છના સંત મેકણદાદા થોડો સમય રહ્યા હતા, તેમનો પાળિયો આજે પણ મોજૂદ છે. રાપર શહેરમાં આવેલું રવિભાણ સંપ્રદાયનું દરિયાસ્થાન આજે પણ ભાણસાહેબ, રવિસાહેબ અને મોરારસાહેબની આધ્યાત્મિક ફોરમ ફેલાવે છે. ભાણસાહેબના પુત્ર ખીમસાહેબ વરુણદેવનો અવતાર ગણાય છે. તેમણે ૧૮૦૦ની સદીમાં દરિયાલાલ દેવની અખંડ જ્યોત અને મંદિરની સ્થાપના કરી હતી. એ ઉપરાંત ત્યાં રામ-લક્ષ્મણ અને સીતાજીનાં મંદિરો અને શિવાલયો પણ આવેલાં છે.

બેલા ગામના બિલેશ્વર મહાદેવના મંદિર પાસે ત્રણ પવિત્ર કુંડ આવેલા છે. પહેલા કુંડમાં પુરુષો અને બીજામાં મહિલાઓ પવિત્ર સ્નાન કરે છે, જ્યારે ત્રીજા કુંડના પાણીનો ઉપયોગ માત્ર મહાદેવના અભિષેક માટે જ કરવામાં આવે છે. કહેવાય છે કે ગમે એવા દુષ્કાળમાં પણ આ કુંડનું પાણી અખૂટ રહે છે. લાકડિયા ગામે આવેલો લાકડિયા પીરનો ઊંચો અને પહોળો મિનારો સેંકડો વર્ષ પહેલાં જાડેજા રાજાએ બંધાવેલો છે તો વરનેશ્વર મહાદેવનું જ્યાં મંદિર આવેલું છે ત્યાંના કૂવામાં અખૂટ અને મીઠું પાણી મળી રહે છે. ખડીર અને ધોળાવીરાનું પુરાતkવની દૃષ્ટિએ અનેક ગણું મહત્વ છે એટલે જ કારાણી બાપાએ લખ્યું હશે કે :

વંકી વાગડની ભૂમિ, જ્યાં નૈસર્ગિક કળા છલકાય,

પથ્થર પણ વીરત્વ પુકારે, મસ્તક જ્યાં સસ્તા તોળાય.

લેખ મિડ ડે ગુજરાતી માંથી
કિશોર વ્યાસ | મુંબઈ
(કવિ અને પત્રકાર)

“મહારાજા ભોજ”

Standard

મહારાજા ભોજ

મહમૂદ ગઝની પણ જેના પર આક્રમણ કરતાં ખચકાતો એવાં મહાન રાજાની આ આ વાત છે. એક આપનો ઈતિહાસ છે કે જે મહમુદ ગઝનીના વખાણ કરવામાંથી ઉંચો આવતો નથી અને એક આ રાજા છે જેના પરાક્રમગાથાઓનો કોઈ જ પાર નથી. વિદ્વત્તા અને સાંસ્કૃતિકતાનો પર્યાય એટલે મહારાજા ભોજ !!!

એક વિશ્વવંદનીય શાસક એવં માં સરસ્વતીનાં વરદપુત્ર !!

માં સરસ્વતીના વરદપુત્ર “મહારાજા ભોજ”

પરમાર વંશના સૌથી મહાન અધિપતિ મહારાજા ભોજે ધારમાં ઇસવીસન ૧૦૦૦ થી ઇસવીસન ૧૦૫૫ સુધી શાસન કર્યું. જેનાથી એમની કીર્તિ દૂર દૂર સુધી પહોંચી !!!

એમની તપોભૂમિ ધારા નગરીમાં હતી. એની તપસ્યા અને સાધનાથી પ્રસન્ન થઈને માં સરસ્વતીએ સ્વયં પ્રકટ થઈને દર્શન આપ્યાં હતાં !!! માં ના સાક્ષાત્કાર પશ્ચાત એ દિવ્યસ્વરૂપને માં વાગ્દેવીની પ્રતિમાનાં રૂપમાં અવતરિત કરીને ભોજશાલામાં સ્થાપિત કરાવી !!! રાજા ભોજે ધાર, માંડવ તથા ઉજ્જૈનમાં સરસ્વતી કંઠભરણ નામનું ભવન બનાવ્યું હતું !!! ભોજનાં સમયમાં જ મનોહર વાગ્દેવીની પ્રતિમા સંવત ૧૦૯૧ (ઇસવીસન ૧૦૩૪)માં બનાવી હતી !!! અંગ્રેજોના સમયમાં આ મૂર્તિને અંગ્રેજ શાસક લંડન લઇ ગયાં. એ આજે પણ ત્યાંનાં સંગ્રહાલયમાં બંદી છે !!

મહારાજા ભોજ મુંજનાં નાનાં ભાઈ સિંધુરાજનાં પુત્ર હતાં. રોહ્ક એમનાં પ્રધાન મંત્રી અને ભુવનપાલ મંત્રી હતાં. કુલચંદ્ર, સાઢ તથા તરાદીત્ય એમનાં સેનાપતિ હતાં જેમની સહાયતાથી ભોજે રાજ્યસંચાલન સુચારુ રૂપથી કર્યું હતું. પોતાના કાકા મૂંજની જેમ જ પશ્ચિમી ભારતમાં એક સામ્રાજ્ય સ્થાપિત કરવાં માંગતા હતાં અને આ ઈચ્છાની પૂર્તિ માટે એને પોતાનાં પાડોશી રાજયોની દરેક દિશામાં યુધ્દ્ધ કરવું પડયું હતું !! એમણે દહાલના કલચુરી ગાંગેયદેવની તથા તાંજોરનાં રાજેન્દ્રચોલ સાથે સંધિ કરી અને સાથો સાથ દક્ષિણ પર આક્રમણ પણ કરી દીધું, પરંતુ તત્કાલીન રાજા ચાલુક્ય જયસિંહ દ્વિતીયે બહાદુરીપૂર્વક સામનો કર્યો અને પોતાનું રાજ્ય બચાવી લીધું !!!

સન ૧૦૪૪માં થોડાં સમય પછી જયસિંહના પુત્ર સોમેશ્વર દ્વિતીયે પરમારો સાથે ફરીથી શત્રુતા કરી અને માલવ રાજ્ય પર આક્રમણ કરીને ભોજને ભાગવા માટે બાધ્ય કરી દીધાં !!! ધારાનગરી પર આધિકાર કરી લીધા પછી એમણે ત્યાં આગ લગાડી દીધી પછી સોમેશ્વરે માલવા છોડી દીધું અને રાજા ભોજે રાજધાનીમાં પાછાં ફરીને સત્તાધિકાર પ્રાપ્ત કર્યો !

સન ૧૦૧૮માં થોડાંક જ પહેલાં રાજા ભોજે ઇદ્રસ્થ નામના એકવ્યક્તિને હરાવ્યો હતો જે સંભવત : કલિંગનાં ગંગ રાજાઓનો સામંત હતો !!! જયસિંહ દ્વિતીય તથા ઇન્દ્રસ્થની સાથે યુદ્ધ સમાપ્ત કરી લીધાં પછી રાજા ભોજે પોતાની સેના
ભારતની પશ્ચિમી સીમા સાથે લાગેલાં દેશો તરફ ધપાવી અને લાટનામના રાજ્ય પર કે જેનો વિસ્તાર દક્ષિણ મુંબઈ રાજ્યની અંતર્ગત સુરત સુધી હતો એનાં પર અક્રમન કરી દીધું !!! ત્યાંના રાજા ચાલુક્ય કીર્તિરાજે આત્મસમર્પણ કરી દીધું અને ભોજે કેટલાંક સમય સુધી એનાં પર અધિકાર જમાવ્યો
આના પછી લગભગ સન ૧૦૨૦માં રાજા ભોજે લાટનાં
દક્ષિણમાં સ્થીત થાણા જિલ્લાનાંથી લઈને માલાગાર સમુદ્રતટસુધી વિસ્તૃત કોંકણ પર આક્રમણ કર્યું અને શિલાહારોનાં અરિકેશરી નામનાં રાજાને હરાવ્યો. કોંકણને પરમારોનાં રાજ્ય સાથે મિલાવી દીધું

મહારાજા ભોજનાં પરાક્રમને કારણે જ મહેમુદ ગઝનીએ કયારેય મહારાજા ભોજનાં રાજ્ય પર અક્રમણ નહોતું કર્યું !!!
તથા સોમનાથ વિજય પશ્ચાત તલવારનાં બળ પર બનાવવામાં આવેલાં મુસલમાનોને પુન: હિંદુધર્મમાં પાછાં લાવવાનું મહાન કાર્ય કર્યું !!! ભોજે એકવાર દાહલનાં કલચુરી ગાંગેયદેવની વિરુદ્ધ કે જેણે દક્ષિણ પર આક્રમણ કરતી સમયે એમનો સાથ આપ્યો હતો એના પર પણ ચઢાઈ કરી દીધી હતી
ગાંગેયદેવ હારી ગયો પરંતુ એને આત્મસમર્પણ નહોતું કરવું પડયું !!! સન ૧૦૪૪ની થોડોક જ સમય પહેલાં ગાંગેયનાં પુત્ર કર્ણે ગુજરાતનાં ચાલુક્ય ભીમ પ્રથમની સાથે એક સંધિ કરી લીધી અને માલવ પર પૂર્વ તથા પશ્ચિમ બાજુએથી આક્રમણ કરી દીધું

ભોજ પોતાનું રાજ્ય બચાવવાનો પ્રબંધ કરી જ રહ્યાં હતાં ત્યાં બીમારીને કારણે એમનું મૃત્યુ થઇ ગયું અને રાજ્ય સુગમતાથી આક્રમણકારીઓનાં અધિકારમાં ચાલ્યું ગયું !

અનોખા કાવ્યરસિક

માં સરસ્વતીની કૃપાથી મહારાજા ભોજે ૬૪ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી તથા પોતાનાંયુગનાં બધાં જ જ્ઞાત વિષયો પર ૮૪ ગ્રંથો લખ્યાં. જેમાં ધર્મ, જ્યોતિષ, આયુર્વેદ, વ્યાકરણ, વાસ્તુશિલ્પ, વિજ્ઞાન, કલા,નાટ્યશાસ્ત્ર ,સંગીત, યોગશાસ્ત્ર,દર્શન, રાજનીતિશાસ્ત્ર આદિ પ્રમુખ છે !

વિશ્વવિખ્યાત વિદ્વાન

આઈને- એ- અકબરીમાં પ્રાપ્ત ઉલ્લેખો અનુસાર ભોજની રાજસભામાં પાંચસો વિદ્વાન હતાં !!! આ વિદ્વાનોમાં નવરત્નનું નામ વિશેષ રૂપે ઉલ્લેખનીય છે. મહારાજા ભોજે પોતાનાં ગ્રંથોમાં વિમાન બનાવવાની વિધિનું વિસ્તૃત વર્ણન કર્યું છે ચિત્રોનાં માધ્યમથી એમણે એ આખી વિધિ બતાવી છે !!! આજ રીતે એમણે નાવ એવં મોટાં જહાજ બનાવવાની વિધિ વિસ્તૃતપૂર્વક બતાવી છે !!! કોઈ રીતે ખિલાને જંગરોધી કરવામાં આવે જેનાથી નાવને પાણીમાં સુરક્ષિત રાખી શકાય છે. આ અતિરિક્ત એમણે રોબોટીક્સ પર પણ કામ કર્યું હતું. એમણે ધારાનગરીનાં તળાવોમાં યંત્ર ચાલિત પૂતળીઓનું નિર્માણ કરાવ્યું હતું જે તળાવમાં નૃત્ય કરતી હતી !

વિશ્વનાં અનેક મહાવિદ્યાલયોમાં મહારાજા ભોજ દ્વારા કરવામાં આવેલાં કાર્યો પર શોધ કાર્ય થઇ જ રહ્યું છે !!! એમણે માટે આ આશ્ચર્યનો વિષય છે કે એ સમયે એમણે કેવી રીતે વિમાન, રોબોટીક્સ, અને વાસ્તુશાસ્ત્ર જેવાં જટિલ વિષયો પર મહારત હાંસલ કરી હતી. વૈજ્ઞાનિક આશ્ચર્યચકિત છે જે રોબોટીક્સ આજે પણ હજી પોતાનાં પ્રારંભિક દોરમાં છે તો એ સમયે કેવી રીતે આ વિષય પર એમણે પ્રયોગો કર્યા અને સફળ પણ રહ્યાં ! મહારાજા ભોજ સંબંધિત ઇસવીસન ૧૦૧૦થી ૧૦૫૫ સુધીનાં ઘણાં તામ્રપત્ર, શિલાલેખ અને મૂર્તિલેખ પ્રાપ્ત થાય છે !!! આ બધામાં ભોજની સંસ્કૃતિક ચેતનાનું પ્રમાણ મળે છે !
એક તામ્રપત્રની અંતમાં લખ્યું છે  —
‘સ્વહસ્તોયં શ્રીભોજદેવસ્ય”
અર્થાત —- આ તામ્રપત્ર ભોજ્દેવે પોતાના હાથોથી લખેલું અને આપેલું છે !

અપ્રતિમ સ્થાપત્ય કલા

રાજા ભોજનાં સમયમાં માલવા ક્ષેત્રમાં નિર્માણ ક્રાંતિ આવી ગઈ હતી. અનેક પ્રસાદ, મંદિર, તળાવ અને પ્રતિમાઓ નિર્મિત થઇ!!! મંદસૌરમાં હિંગળાજગઢ તો તત્કાલીન અપ્રતિમ પ્રતિમાઓનો અદ્વિતીય નમુનો છે. રાજા ભોજે શારદા સદન અથવા સરસ્વતી કંઠાભરણ બનાવ્યાં. વાત્સ્યાયનનાં કામસૂત્રમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે પ્રત્યેક નગરમાં સરસ્વતી ભવન હોવું જોઈએ. અહીંયા ગોષ્ઠિઓ, નાટક અને અન્ય સાહિત્યિક -સાંસ્કૃતિક ગતિવિધિઓ થતી રહેવી જોઈએ !

રાજા ભોજનાં નામ પર ભોપાલ પાસે ભોજપુર વસેલું છે
આધુનિક ભોપાલ શહેર ભોજપાલનો જ અપભ્રંશ છે

અહીંનું વિશાળ કિન્તુ ખંડિત શિવમંદિર આજે પણ ભોજની રચના, ધર્મિતા અને ઇસ્લામિક જિહાદ અને વિધ્વંસનાં ઉદાહરણ રૂપે ઉભેલું છે!!! અહીં બેતવા નદી પર એક અનોખો બંધ બનવવામાં આવ્યો હતો. જેનું જલક્ષેત્ર ૨૫૦ વર્ગ માઈલ છે !!! આ બંધને પણ હોશંગશાહ નામના આક્રમણ ખોરે તોડીને ઝીલ ખાલી કરાવી દીધી હતી. આ માનવનિર્મિત સૌથી મોટી ઝીલ હતી જે સિંચાઈના કામમાં આવતી હતી. એની મધ્યમાં જે દ્વીપ હતો જે આજે પણ દીપ (મંડીદ્વીપ)નામની વસ્તી છે

મહારાજા ભોજે જ્યાં અધર્મ અને અન્યાય સાથે જમકર લોહા લીધો હતો !!!! અને અનાચારી ક્રૂર આતતાઈઓનું મનમાર્દન કર્યું ત્યાં પોતાનાં પ્રજા વાત્સલ્ય અને સાહિત્ય -કલા અનુરાગથી એ પૂરી માનવતાનાં આભુષણ બની ગયાં !!! મધ્યપ્રદેશનાં સંસ્કૃતિક ગૌરવનાં જે સ્મારકો આપની પાસે છે એમાંથી અધિકાંશ રાજા ભોજની જ દેન છે !!! પછી એ વિશ્વ પ્રસિદ્ધ મંદિર હોય અથવા વિશ્વભરનાં શિવ ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિર, ધરની ભોજશાલા કે ભોપાલનું વિશાળ તળાવ હોય, આ બધું જ રાજા ભોજનાં સૃજનશીલ વ્યક્તિત્વની જ દેન છે !!! એમણે જ્યાં ભોજ નગરી (વર્તમાન ભોપાલ)ની સ્થાપના કરી હતી ત્યાં ધાર, ઉજ્જૈન અને વિદિશા જેવી પ્રસિદ્ધ નગરીઓને નવું સ્વરૂપ આપ્યું હતું. એમણે કેદારનાથ , રામેશ્વરમ , સોમનાથ, મુંદીર આદિ મંદિરો પણ બનાવડાવ્યા જે આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર છે !!!

આ બધાં મંદિરો તથા સ્મારકોની સ્થાપત્યકલા બેજોડ છે એને જોતાંજ સહજ જ અનુમાન લગાવી શકાય છે કે એક હજાર વર્ષ પહેલાં આપણે આ ક્ષેત્રમાં કેટલાં સમુન્નત હતાં. મહારાજા ભોજે પોતાના જીવનકાળમાં જેટલાં અધિક વિષયો પર કાર્ય કર્યું છે. એ અત્યંત જ ચકિત કરી દેનારું છે. આ બધું જોઇને એવું લાગે છે કે એ કોઈ દેવપુરુષ હતાં !!! આ બધું એક જ જીવનકાળ દરમિયાન કરવું એ એક સામાન્ય મનુષ્યના બસની વાત નથી જ !

સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ-ક્લાસ દ્વારા અપાતા ઓનલાઈન એજ્યુકેશન પાછળનો એજન્ડા..

Standard

સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ-ક્લાસ દ્વારા અપાતા ઓનલાઈન એજ્યુકેશન પાછળનો એજન્ડા..

વિદ્યાનાં વેપારીઓને તો ધંધો જ કરવો છે વિદ્યાર્થીઓનાં વાલીઓએ જે સમજવાનું-શીખવાનું છે તે અહીં લખ્યું છે.. વાંચો અને વંચાવો.. વાસ્તવિકતા લાગે વહેંચો..

ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ અને જાયન્ટ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ-ક્લાસની મોડેસ ઓપરેન્ડી વચ્ચે કેટલીક નાની-નાની ખાનગી શાળાઓ અને પર્સનલ ટ્યુશન કલાસીસની કામગીરી પ્રમાણમાં સારી છે

 • zoom એપ પર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું એ ઓનલાઈન એજ્યુકેશન નથી. ધોરણ ૧થી ૮નાં બાળકોને zoom કે અન્ય કોઈપણ એપ પર અપાતું એજ્યુકેશન એ સારું નથી, એ યોગ્ય નથી અને એ કામનું પણ નથી. અને તેને ઓનલાઈન એજ્યુકેશન ગણાવી પણ ન શકાય એટલું નિમ્ન કક્ષાનું સમય, શક્તિ, સંપત્તિ અને સ્વાસ્થ્યની બરબાદી કરનારું માત્રને માત્ર એક ગતકડું છે. જેનો સીધો ફાયદો શાળાઓને અને નુકસાન વિદ્યાર્થીઓ-વાલીઓને ફાળે જાય છે. પહેલા તો ઓનલાઈન એજ્યુકેશન, ઈ-એજ્યુકેશન અને વર્ચ્યુઅલ ક્લાસરૂમનો કન્સેપ્ટ સમજવા જેવો છે. ઓનલાઈન એજ્યુકેશન કોને કહી શકો જ્યાં ઓનલાઈન પ્રોજેક્ટ વર્ક કરાવવામાં આવે. શિક્ષક અને વિદ્યાર્થીઓ ભણાવવા-ભણવામાં Google Classroom, Gmail, Drive, Docs, Forms, Sheets, Slides, Hangouts જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. સામસામે એક સાથે ઓનલાઈન થઈ કઈક બોલવું-સાંભળવું ઓનલાઈન એજ્યુકેશન નથી.
 • સૌ પ્રથમ તો શાળાઓ – ટ્યુશન ક્લાસીસ સંચાલકોએ ઓનલાઈન એજ્યુકેશન આપતી વેદાતું, ટોપર અને બાયઝૂઝ જેવી એપ્લીકેશનનો અભ્યાસ કરવાની જરૂરી છે અને માતા-પિતાઓએ પણ પોતાના સંતાનોને આ એપમાં અભ્યાસ કરે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. ઉપરાંત એડમિશન24ની દરેક વ્યક્તિએ ખાસ મુલાકાત લેવા જેવી છે. ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ કેવું હોવું જોઈએ એનું બેસ્ટ એક્ઝામપલ અહીંથી મળશે. આ સિવાય અનએકેડમી નામથી પણ એક ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ છે એ પણ શ્રેષ્ઠ છે. Impartus Innovations, Oliveboard, Tutorip, Avanti, Imarticus Learning.. zoomની જંગલમાંથી બહાર આવી આ બધા જ ઓનલાઈન લર્નિંગ-ટીચિંગ પ્લેટફોર્મની મુલાકાત એકવાર અવશ્ય લેવી જોઈએ. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ડિજીટલ લર્નિગ-ટીચિંગ ઝોનમાં ચાર કૌશલ્યો Critical Thinking, Communication, Collaboration and Creativity વિકસિત થવા અગત્યનાં છે. આ બધું તો દૂર રહ્યું.. લોકડાઉનમાં દરરોજ બેથી ત્રણ કલાક ઓનલાઈન થઈ તમારું કે તમારી આસપાસનું બાળક શું શીખ્યું એ બાળકને નહીં તમારા આત્માને પૂછો.
 • ઘર બેઠા શિક્ષણ આપવું અને મેળવવું હોય તો ઘરમાં પણ લોકડાઉન પાળવું પડે. ક્લાસરૂમ જેટલું જ સાઈલન્ટ ડ્રોઈંગરૂમમાં પણ હોવું જોઈએ. હાઈસ્પીડ ઈન્ટરનેટ જોઈએ અને મોટી સ્ક્રીનવાળો ફોન અથવા ટેબલેટ અથવા પીસી-લેપટોપ. જો ઓનલાઈન એજ્યુકેશન આપવું કે મેળવવું નાછૂટકે ફરજીયાત જ હોય તો ફેસબૂક, યુટ્યુબ, ગુગલ ક્લાસરૂમ જેવા માધ્યમોનો ઉપયોગ કરી શકાય. વેબપેજ એન્ડ બ્લોગ બેસ્ટ રહે. zoom એપ અનઈન્સ્ટોલ કરો. યુટ્યુબ લાઈવ સ્ટ્રીમ અને ગુગલ હેન્ગઆઉટ મીટ અને સ્ટ્રીમ યાર્ડ દ્વારા લાઈવ સેશન લઈ જ શકાય છે. ઓનલાઈન વીડિયો કોન્ફરન્સિંગ ટૂલ્સ જેવા કે સ્કાઈપ, ગૂગલ મિટિંગ, NPTEL દ્વારા પણ ઓનલાઈન ટીચિંગ-લર્નિંગ થઈ જ શકે છે. zoom જ શું કામ? પણ ના.. આપણે તો આ બધું લોકડાઉન પૂરતું જ કામ ચલાઉ છે, ટાઈમપાસ માટે છે એટલે ને? પછી તો હતું એને એ જ.. આપણે અહીં જ પાછળ રહી જઈએ છીએ અને પછી પશ્ચાતાપ કરતા રહીએ છીએ.
 • એક વધુ વાત યાદ રાખજો.. કશું જોયા-જાણ્યા કે સમજ્યા-શીખ્યા વિના વિદેશમાં મોબાઈલ, આઈપેડ, કોમ્પ્યુટર, લેપટોપ પર ભણનારા બાળકો ‘ઈન્ટરનેટ એડીક્શન ડિસઓર્ડર’ જેવી ગંભીર બીમારીનો શિકાર બની ગયા છે. તેથી વાલીઓને વિનંતી છે કે, કોઈપણ પ્રકારનાં ઓનલાઈન એજ્યુકેશનનાં ટૂલ્સ-મોડલમાં પોતાના બાળકોને શિક્ષણ આપતા પહેલા સો વાર વિચારજો.. ચકાસજો.. બાળક સચવાઈ જાય.. શાંતિથી બેઠું રહે.. તેનું ભણતર ન બગડે.. કઈક નવું શીખે.. ફી ભરી જ છે તો પૂરી વસૂલી જ લઈએ.. વગેરે જેવા વિચારો કરી સંતાનોનાં હાથમાં મોબાઈલ પકડાવી દેવાનો કોઈ અર્થ નથી. તમારા બાળકને સ્કૂલ-ક્લાસમાં મૂકતા પહેલા સો વાર બધી જ ચકાસણી કરો છો ને? તો બાળક જેમાં ઓનલાઈન એજ્યુકેશન લઈ રહ્યો છે એ એપ, ટૂલ્સ, મોડેલની પણ ડિટેઈલ્સ તપાસો. શાળા સંચાલકો અને ટ્યુશન માલિકો ટૂંકસમયમાં ઓનલાઈન એજ્યુકેશનનાં નામે અવનવા ગતકડાં લઈ આવવાનાં છે, તેનાથી છેતરાશો, ભરમાશો નહીં.. તેને સંપૂર્ણ તપાસજો.. ચકાસજો..
 • જેમ ઓનલાઈન શોપિંગ વિરોધ કરનારા નાના-નાના દુકાનદારો-વેપારીઓ હવે ઓનલાઈન સેલિંગ કરવા લાગ્યા છે, ઓનલાઈન શોપિંગનો વિરોધની જગ્યાએ એકાએક વખાણ કરી રહ્યાં છે તેમ મોબાઈલ તો બાળકોને આપવો જ ન જોઈએ એવી ખાલીખોટી ફિસયારીઓ મારનારા હવે ઓનલાઈન એજ્યુકેશનનાં નામે બાળકોનાં હાથમાં ધરાર ફોન પકડાવી રહ્યાં છે. આ બંને ઘટનાની પાછળનું મુખ્ય કારણ ધંધો છે. જ્યાં સુધી ઓનલાઈન એજ્યુકેશનનો એજન્ડા ધંધો જ હશે ત્યાં સુધી ઓનલાઈન એજ્યુકેશન, ઈ-એજ્યુકેશન કે વર્ચ્યુઅલ ક્લાસરૂમનો કન્સેપ્ટ સક્સેસ જવાનો નથી. બીજી એક વાત..વિદ્યાનાં વેપારીઓ એવું પણ વિચારે છે કે જેમ બીજા વેપારીઓએ આર્થિક નુકસાનીનું કારણ આગળ ધરી સરકાર પાસે લોકડાઉનમાં પણ વેપાર કરવાની છૂટછાટ મેળવી લીધી, જેમ લોકડાઉનમાં ડરાવી-ધમકાવી પાન-મસાલાનાં ગલ્લા પણ ખોલાવી નાખ્યા એમ અમે પણ શાળા-ક્લાસ ખોલાવી જ નાખીશું. કેરી, મસાલા, અનાજની જેમ જ આ ફી ઉઘરાણીની સિઝન છે એક પૈની પણ જતી ન કરીએ. કોરોના વાયરસથી ઘાતક આવા શિક્ષણમાં સડો કરનારાઓથી બચજો.. ચેતજો.. દો ગજ દૂરી રાખજો..
 • જો કે આ જ સમય છે જ્યારે ભારતમાં ડિજીટલ એજ્યુકેશન ક્ષેત્રે ક્રાંતિ આવી શકે છે પરંતુ તેની પ્રથમ શરત છે તેને એજ્યુકેશન માફિયાઓથી બચાવો. બહુ જ સીધી સાદી સમજવા જેવી બાબત છે કે, કોરોના વાયરસ – લોકડાઉનને કારણે ઓછામાં ઓછા આવનારા ચારથી છ મહિના કે લગભગ એક વર્ષ સુધી પહેલાની જેમ જ સામાન્ય રીતે સ્કૂલ-ક્લાસ શરૂ થવાના નથી જ. એવા સમયે શૈક્ષણિક માળખું ન ખોરવાઈ કે શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઈન એજ્યુકેશન વિકલ્પ શોધી લેવામાં આવ્યો છે પણ એ વિકલ્પ પાછળ સ્કૂલ-ક્લાસનાં માફિયાઓની મેલી મુરાદ સ્પષ્ટ જોઈ શકાય છે. મકસદ માત્ર ફી ઉઘરાણી જ નથી. હવે તો ઓનલાઈન એજ્યુકેશન આપવાના નામે ફી તો ઉઘરાવી જ શકાય સાથોસાથ જે નાનીનાની ખાનગી શાળાઓ – પર્સનલ ટ્યુશન ક્લાસીસ ઓનલાઈન એજ્યુકેશન આપતા નથી કે આપી શકતા નથી તેના વિદ્યાર્થીઓ પડાવી લેવાનો પણ સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે ઓનલાઈન એજ્યુકેશન. અધૂરામાં પૂરું એજ્યુકેશન ઇન્ડસ્ટ્રીઝનાં મોટામોટા મગરમચ્છ નાનાનાના માછલાઓને જે સ્કૂલ-ક્લાસ હકીકતમાં સારું કામકાજ કરી રહ્યાં છે તેને ડરાવી-દબાવી ગળી જવા માંગે છે અને એટલે જ તો આજે નાના સ્કૂલ-ક્લાસવાળાને પોતાની સાથે લેવાની-રાખવાની વાત મોટા સ્કૂલ-ક્લાસવાળા કરે છે. જો ઓનલાઈન એજ્યુકેશન આવી બદીઓથી બચી ગયું તો તેના કેટલાંક ફાયદાઓ પણ થવાના છે તેની ના નહીં.
 • હું માનું છું ત્યાં સુધી કામચલાઉ zoom એપ પર અપાતું-મેળવાતું એજ્યુકેશન વિદ્યાર્થીઓ-વાલીઓ સાથે જ ઓનલાઈન એજ્યુકેશનનાં નામે ફી ઉઘરાણી કરતા સ્કૂલ-ક્લાસ માટે પણ જોખમી સાબિત થવાનું છે. કારણ કે, જો વિદ્યાર્થીઓ-વાલીઓ ઓનલાઈન એજ્યુકેશન કેમ મેળવવું એ આવડી-ફાવી ગયું તો શાળા કે ટ્યુશન ક્લાસનું કોઈ મહત્વ જ નહીં રહે. અને એટલે જ તેઓ હવે પોતપોતાની પર્સનલ એજ્યુકેશન આપતી એપ્લીકેશન બનાવવા દોટ મૂકી છે. મતલબ કે, કોરોના વાયરસનું અસ્તિત્વ છે ત્યાં સુધી જ ઓનલાઈન એજ્યુકેશનનું અસ્તિત્વ રહે એવું સ્કૂલ-ક્લાસ સંચાલકો ઈચ્છે છે. ટૂંકમાં પતી જાય છે તો ઠીક છે પણ જો લાંબુ ચાલે તો પોતાની જ વેબસાઈટ-એપ્લીકેશન પરથી પોતાના વિદ્યાર્થીઓને ભણવવાનાં. પછી માત્ર વાલીઓને જ શાળાએ આવવાનું એ પણ ફીનાં રોકડા પૈસા આપવા કે ફીનો ચેક દેવા. શાળા-ક્લાસ સંચાલકો ઓનલાઈન એજ્યુકેશ નાછૂટકે અપનાવી રહ્યાં છે જેવું બધું સામાન્ય થશે કે આ લોકો જ ઓનલાઈન એજ્યુકેશન, બાળકોને મોબાઈલ આપવા વગેરે જેવી બાબતનો વિરોધ કરશે અને સ્કૂલ-ક્લાસમાં જ શ્રેષ્ઠ શિક્ષણ મળે એવું સાબિત કરવા મથશે.
 • વાલીઓ પાસેથી જ પૈસા લેવાના.. પછી એ પૈસામાંથી પોતાનું કમિશન કાપી હોલસેલર્સ પાસેથી જથ્થાબંધ માલ લેવાનો.. એ માલમાં સંસ્થાનું સ્ટીકર ચોંટાડવાનું.. ૨૦૦ રૂપિયાની બેગ, ૨૦ રૂપિયાની વોટરબેગ, ૧૦ રૂપિયાનો લંચબોક્સ અને ૫ રૂપિયાનો કંપાસ બોક્સની કીટ આપનારા આ દલાલો-વેપારીઓ વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશનની કીટ નહીં આપે. ઈન્ટરનેટ કનેક્શન કે આઈપેડ નહીં આપે. એ વાલીઓએ જ ખરીદવા-લેવાનું રહેશે. સ્કૂલ-ક્લાસ સંચાલકો માત્ર પોતાની વેપારી પેઢીનું માર્કેટિંગ થતી ઓનલાઈન એપ્લીકેશન બનાવશે. જેમાં તેમની સંસ્થાનું માર્કેટિંગ વધુ અને તમારા સંતાનોને અભ્યાસ ઓછો મળવાનો છે. એ પણ પાછુ ટૂંકસમય માટે જ.. એટલે ઓનલાઈન એજ્યુકેશન પાછળ ખોટો ખર્ચ ન કરતા. આ કાયમી નહીં કામચલાઉ કાવતરું છે, કોનું એ તમને ખબર છે.
 • હું તો વર્ષોથી ઓનલાઈન એજ્યુકેશનનો વિરોધી છું કેમ કે, આપણે ત્યાં ખાસ કરીને ગુજરાતમાં ઓનલાઈન એજ્યુકેશનનું એટમોસ્ફીયર જ નથી. આપણે આજ સુધી દેખાદેખી, આંધળું અનુકરણ અને સ્વાર્થવૃત્તિથી જ બધું કર્યું છે એટલે આમાં પણ ભાગ બન્યા, આનો પણ ભોગ બન્યા. વળી, ઓનલાઈન એજ્યુકેશનમાં ભણવા સિવાય બીજું કરવાનું શું? જ્યારે શાળા ફક્ત ભણવા માટે નથી. તેમા બાળકમાં શિસ્ત, સંસ્કાર અને વિચારોની અભિવ્યક્તિ વગેરેથી કેળવણી થતી હોય છે. બાળક શાળાએ ગયા વિના શિક્ષણ લેશે તો તેનામાં માનવીય-મૂલ્યનિષ્ઠ તત્ત્વનો છેદ જ ઉડી જવાનો છે. ઓનલાઈન એજ્યુકેશન નુકસાનકારક છે સાથે તેની ઘણી બધી મર્યાદાઓ પણ છે. વાલીઓ પોતાના સંતાનોને ઓનલાઈન ભણવવા કે ન ભણવવા એ એમની વ્યક્તિગત બાબત છે પણ હા, જાણકારોએ આ અંગે નક્કર અભ્યાસ અને ચોક્કસ સંશોધન કરવાની ખાસ જરૂર છે.
 • અંતમાં એટલું જ કે, ઓનલાઈન એજ્યુકેશન, ઈન્ફોર્મેશન એન્ડ એન્ટરટેનમેન્ટ આપતા વેબીનાર સફળ શું કામ જઈ રહ્યાં છે? કારણ કે તે ક્લાસ માટે છે, માસ માટે નહીં. નિષ્ણાંત લોકો દ્વારા નક્કી કરેલા લોકોને અપાતી જાણકારી. માહિતી આપનાર અને લેનારમાં પણ ઘણી સમાનતાઓ અને સમજણ છે. મોટાભાગે ફ્રી હોય છે, કોઈ ફી હોતી નથી. ગમે ત્યારે જોઈ શકાય. એવું નહીં કે ફક્ત zoom એપ પર જ આવે, ફેસબૂકથી લઈ યુટ્યુબમાં પણ જોઈ શકો. કોઈ નિયમ કે ફરજીયાતપણું નથી. પૈસાની ઉઘરાણી કે માર્કેટિંગથી વાહવાહીનો મકસદ નથી. તમે ખુદ જોઈ શકો છો, અનુભવી શકો છો. છેલ્લા કેટલાંક દિવસોમાં ઘણા વેબીનાર સુપરહિટ રહ્યા અને એ જ દિવસોમાં ઓનલાઈન એજ્યુકેશન સુપરડુપર ફ્લોપ. કારણ.. કહેવાતું ઓનલાઈન એજ્યુકેશન નાના બાળકો માટે નથી જ, નથી જ અને નથી જ.. બોર્ડ વિદ્યાર્થી માટે ઠીક છે. એ માટે પણ સ્કૂલ-ક્લાસ સંચાલકોએ ઘણી મહેનત કરવાની છે. શિક્ષકોએ પણ આ બધું જ અપનાવવા, ખુદને ધરમૂળથી બદલાવવા અને વિદ્યાર્થીઓને શિખવવા તૈયારી રાખવી પડશે. સક્ષમ અને શક્તિશાળી વાતાવરણ ઉભું કરવું પડશે તો જ પરિણામ પ્રમાણસર આવશે.
 • હાલમાં ઓનલાઈન એજ્યુકેશન આપવામાં સરકારી શાળાનાં શિક્ષકો સૌથી આગળ છે અને શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યાં છે. યુટ્યુબમાં તેમના વીડિયો જોઈ વિદ્યાર્થીઓ ઘર બેઠા પોતાની શરતે-ફુરસદે ભણી-શીખી રહ્યાં છે. ફ્રી ઓનલાઈન એજ્યુકેશન સાથે સ્ટ્રેસ ફ્રી એજ્યુકેશન.. એવી જ કંઈક સરસ કામગીરી નાની-નાની ખાનગી શાળાઓ અને પર્સનલ ટ્યુશન ક્લાસ પણ કરી રહ્યાં છે. વાલીઓ પાસે ફીની ઉઘરાણી નહીં, વાલીઓના મોબાઈલ પર ફી ભરો એવા મેસેજ કરોની જગ્યાએ બાળકોને જાતે ભણાવો એવું કહે. સ્કૂલ-ક્લાસનાં શિક્ષકો વાલીઓના વોટ્સઅપ નંબર પર લેશન મોકલી આપે, વીડિયો લિંક મોકલે. વાલીઓ તેમના બાળકોને કેમ ભણાવવા એ કહે.. જૂઓ સ્કૂલ-ક્લાસ બંધ છે એ સમસ્યા છે તો એ સમસ્યાનું સીધું સાદું અને સરસ સમાધાન પણ છે. ભળશે બાળક, શીખશે બાળક પણ સૌ પ્રથમ વાલીઓ સમજશે તો જ આ બધું શક્ય બનશે..

– ભવ્ય રાવલ લેખક-પત્રકાર

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

Standard

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર

ચંદ્ર ટરે સુરજ ટરે , ટરે જગત વ્યવહાર |
પૈ દ્રઢવત હરિશ્ચન્દ્ર કો ,ટરે ન સત્ય વિચાર ||

સત્યની ચર્ચા જયારે અને જ્યાં પણ થતી હશે. ત્યાં મહારાજા હરિશ્ચન્દ્ર નું નામ જરૂર લેવામાં આવશે. હરિશ્ચન્દ્ર ઈશ્ચાકુ વંશના પ્રસિદ્ધ રાજા હતાં. એવું કહેવાય છે કે સપનામાં પણ એ જે વાત કહેતાં હતાં એનું પાલન એ નિશ્ચિત રૂપે કરતાં હતાં. એમનાં રાજ્યમાં સુખ અને શાંતિ હતી. એમની પત્નીનું નામ તારામતી અને પુત્રનું નામ રોહિત હતું. સારાં જગતમાં રાજા હરિશ્ચન્દ્ર અને તારામતીની ચર્ચા થતી હતી. એકવાર મહર્ષિ વિશ્વામિત્રે એમનાં સત્યની પરિક્ષા લેવાનો નિર્ણય કર્યો !!!!

પ્રતાપી રાજા ———-

ભારતની ભૂમિ પર અનેક પ્રતાપી મહાપ્રતાપી રાજાઓએ જન્મ લીધો છે. જેમણે પોતાના વિશિષ્ટ ગુણો વડે પોતાનું નામ ઇતિહાસના ગ્રંથોમાં સુવર્ણ અક્ષરોથી એમનું નામ લખાયું છે. એમાંથી કેટલાંક એવા છે જેમનો આપણા પૌરાણિક ઈતિહાસ સાથે બહુજ ગહેરો સંબંધ છે. આવાં જ એક પ્રતાપી રાજાઓમાં એક છે સૂર્યવંશી સત્યવ્રતના પુત્ર રાજા હરિશ્ચંદ્ર. જેમને આપણે એમની સત્યનિષ્ઠા અને કર્તવ્ય પરાયણતા માટે આજે પણ યાદ કરીએ છીએ !!!!

સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર ———

રાજા હરિશ્ચન્દ્ર કોઈપણ સંજોગોમાં કેવળ સત્યનો જ સાથ આપતાં હતાં. પોતાની આ નિષ્ઠાને કારણે કઈ કેટલીયે વાર એમને મોટી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, છતાં પણ તેમણે ક્યારેય સત્યનો સાથ છોડ્યો નહોતો !!! તેઓ એક વાર જે પ્રણલેતાં એને કોઈપણ રીતે પૂરું કરીને જ સંતોષ લેતાં !!!!

પુત્રનું મૃત્યુ ———-

પણ એકવાર રાજા હરિશ્ચન્દ્ર સત્યનો સાથ આપવાં માં કોક ભૂલ થઈ ગઈ. જેનું પરિણામ એમનાં પુત્ર રોહિતે પોતાનો જીવ આપી દઈને ચુકવવું પડ્યું !!!

પુત્ર વિહીનતા ———–

વાસ્તવમાં રાજા હરિશ્ચન્દ્ર ઘણા વખત સુધી પુત્રવિહીન હતાં.
પોતાના ગુરુ વસિષ્ઠના કહેવાથી એમણે વરુણદેવની કઠોર ઉપાસના કરી. વરુણદેવ એમનાં તપથી પ્રસન્ન થયાં અને એમને પુત્રપ્રાપ્તિનું વરદાન આપ્યું. પણ એના માટે એક શરત પણ રાખી હતી કે એમને યજ્ઞમાં પોતાનાં પુત્રની બલિ આપવી પડશે

પુત્રની બલિ ——-

પહેલાં તો રાજા હરિશ્ચંદ્રે આ વાત પર પોતાની નારાજગી દર્શાવી. પરંતુ પુત્ર રોહિતના જન્મ પછી એ એના મોહના બંધનમાં બંધાઈ ગયાં. એવાં બંધાઈ ગયાં કે એ એમણે આપેલું વચન સદંતર ભૂલી જ ગયાં

વરુણદેવ કંઈ કેેટલીય વાર પુત્રનો બલિ લેવાં આવ્યાં પણ દર વખતે રાજા હરિશ્ચન્દ્ર પોતાની પ્રતિજ્ઞા પૂરી ના કરી શક્યાં !!!

પુત્ર મોહ ———–

પુત્ર મોહના કારણે પોતાની પ્રતિજ્ઞાનું પાલન ના કરી શકવાને કારણે રાજા હરિશ્ચંદ્રે પોતાનું સર્વસ્વ ગુમાવવું પડ્યું. જેમાં રાજ -પાટની સાથે સાથે એમની પત્ની અને પુત્ર પણ સામેલ હતો

રોચક ઘટના ———–

રજા હરિશ્ચંદ્રના જીવનની એક બેહદ રોચક ઘટનાનું વર્ણન કરવું અહી મને જરૂરી લાગે છે. જેનો સંબંધ આજ એકાદશી સાથે જોડાયેલો છે ………

રાજાનું સ્વપ્ન ————-

એકવાર રાજા હરિશ્ચંદ્રે સ્વપ્નું જોયું કે ——
એમને પોતાનું રાજય અને બધું સુખ મહર્ષિ વિશ્વામિત્રને આપી દીધું છે. બીજે દિવસે જયારે વિશ્વામિત્ર એમનાં મહેલમાં આવ્યાં તો, રાજા હરિશ્ચંદ્રે એમને આ સપનાની પૂરી વાત કરી અને સાથો સાથ એમને પોતાનું રાજ્ય અને સર્વસ્વ સોંપી દીધું !!!!!

વિશ્વામિત્રની માંગ ———–

જતાં જતાં મહર્ષિ વિશ્વામિત્રે પાંચસો સુવર્ણ મુદ્રાઓ દાનમાં માંગી. રાજા હરિશ્ચંદ્રે કહ્યું ——
“પાંચસો સુન કામ ……..તમે જેટલી જોઈએ તેટલી સુવર્ણમુદ્રાઓ લઇ શકો છો !!!!”
આના પર વિશ્વામિત્ર હસ્યાં અને એમને યાદ અપાવ્યુ કે —–
” રાજ્યની સાથોસાથ તમે રાજ્યનો કોષ પણ દાન કરી દીધો છે. દાન કરેલી કોઈપણ વસ્તુ ફરીથી દાનમાં ના આપી શકાય !!!!”

બધું જ વેચાઈ ગયું ———

જયારે રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચીને સુવર્ણ મહોરો હાંસલ કરી. પરંતુ એ પણ પૂરી પાંચસો ના થઇ શકી, તો રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને જ વેચી નાંખી અને એ સુવર્ણમુદ્રાઓ વિશ્વામિત્રને દાનમાં આપી !!!!

સ્મશાનની નોકરી ———–

રાજા હરિશ્ચંદ્રે પોતાની જાતને જ્યાં વેચી હતી એ સ્મશાનનો ચંડાળ હતો. જે બાળવા માટે આવેલા મૃતકોના પરિવારજનો થી લઈને એમનાં અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય કરતો હતો. એ ચંડાલે પોતાનું કામ રાજા હરિશ્ચંદ્રને સોંપી દીધું !!!! રાજા હરિશ્ચંદ્રનું કાર્ય હતું જે પણ વ્યક્તિ શબ લઈને એના અંતિમસંસ્કાર માટે આવે એની પાસેથી કર વસૂલ કર્યા પછી જ અંતિમ સંસ્કારની ઈજાજત આપવામાં આવે.

કર્તવ્યનિષ્ઠા ———

રાજા હરિશ્ચંદ્રે આને જ પોતાનું કાર્ય સમજી લીધું હતું અને પુરતી નિષ્ઠાથી એ પોતાનું કાર્ય કરતાં હતાં. એક દિવસ એવો પણ આવ્યો જયારે રાજા હરિશ્ચંદ્રે જીવનના સૌથી મોટાં દુઃખનો સામનો કરવો પડયો

એકાદશીનું વ્રત ——–

એ દિવસે રાજા હરિશ્ચંદ્રે એકાદશીનું વ્રત રાખ્યું હતું. અર્ધ રાત્રીનો સમય હતો અને રાજા સ્મશાનના દ્વાર પર પહેરો ભરી રહ્યા હતાં. બહુજ અંધારું હતું. એમાં એક લાચાર અને નિર્ધન સ્ત્રી ચીખતી ચિલ્લાતી ત્યાં આવી. એનાં હાથમાં એનાં પુત્રનું શબ હતું ……

પુત્રનો શોક ————-

એ સ્ત્રી એટલી નિર્ધન હતી કે એને પોતાની સાડી ફાડીને એ વસ્ત્રથી પોતાના પુત્ર માટે કફન તૈયાર કર્યું હતું. રાજા હરિશ્ચંદ્રે એની પાસે પણ કર માંગ્યો. પણ કરની વાત સાંભળી એ સ્ત્રી રડવાં લાગી એને રાજા હરિશ્ચંદ્રને કહ્યું કે એની પાસે બિલકુલ ધન નથી !!!

સ્ત્રીનો ચહેરો ———

જેવી આકાશમાં વીજળી ચમકી તો એ વીજળીની રોશનીમાં હરિશ્ચંદ્રે એ અબલા સ્ત્રીનો ચહેરો નજરે પડયો. એ એની પત્ની તારામતી હતી અને એનાં હાથમાં એનો જ પુત્ર રોહીત હતો. રોહીતનું સાપ કરડવાથી મૃત્યુ થયું હતું.

ભાવુકતા ———

પોતાની પત્નીની આ દશા અને પુત્રનું શબ જોઇને રાજા હરિશ્ચંદ્ર બહુજ ભાવુક થઇ ગયો. એ દીવસે એને એકાદશીનું વ્રત પણ હતું અને પોતાના પરિવારની આ દશા જોઇને એ અંદરથી હચમચી ગયો. એની આંખો માં આંસુ ભરાઈ આવ્યાં
તેમ છતાં પણ એ પોતાની કર્તવ્યની રક્ષા માટે આતુર હતો !!!!!

સત્યની રક્ષા ———-

ભારે મનથી એમણેપોતાની પત્નીને કહ્યું કે ——-
” જે સત્યની રક્ષા માટે એમણેપોતા નાં મહેલ , રાજ-પાટ નો ત્યાગ કર્યો હતો અને પોતાનાં પરિવારને વેચ્યો હતો આજે પણ હું એ સત્યની જ રક્ષા કરીશ ………!!!”

કરની માંગણી ——–

રાજાએ કહ્યું કે —– ” કર લીધા વિના હું તને અંદર પ્રવેશ નહીં આપું !!!!” આ સંભાળીને પણ રાણી તારમતીએ પોતાની ધીરજ ના ખોઈ અને પોતાની સાડીને ફાડીને એક ટુકડો એમને કરરૂપે આપી દીધો !!!!!

અમરતાનું વરદાન ———–

એજ સમયે સ્વયં ઈશ્વર પ્રગટ થયાં અને એમણે રાજાને કહ્યું ——” હરિશ્ચંદ્ર તમે તો સત્યને જીવનમાં ધારણ કરવાનો ઉચ્ચતમ આદર્શ સ્થાપિત કર્યો છે. તમારી કર્તવ્યનિષ્ઠા મહાન છે …….. તમે ઇતિહાસમાં સદાય અમર રહેશો !!!!”

પાછું મળ્યું રાજપાટ ———

હરિશ્ચંદ્રે ઈશ્વરને કહ્યું ——- ” જો સાચેજ મારી કર્તવ્યનિષ્ઠા અને સત્ય પ્રતિ સમર્પણ હોય તો કૃપયા આ સ્ત્રીના પુત્રને જીવનદાન આપો ……!!!” એટલામાં જ રોહિતશ્વ જીવિત થઇ ગયો …… ઈશ્વરની અનુમતિથી વિશ્વામિત્રે પણ હરીશચંદ્રને એમનાં રાજપાટ પાછાં આપી દીધાં !!!!

લેખક – અજ્ઞાત