ઇતિહાસ અને સાહિત્ય જીવનમાં ખુબ મહત્વ નો ખેલ ભજવી જાય છે, કોઈ મરણપથારી એ હોય ને વિરરસ ભર્યો ઇતિહાસ સંભળાવો તો જીગર જીવતો થઇ જાય ને કૈક વર્ષ કાઢી નાખે જિંદગી ના, એવું જ કાંઈક સાહિત્ય નું પણ છે, ગુજરાતી સાહિત્ય માં લેખન, કાવ્ય, મૌખિક સાહિત્ય જેવાઓ નો સમાવેશ થાય છે, આમ તો ઇતિહાસ અને સાહિત્ય પરસ્પર સંકળાયેલ છે, ઇતિહાસ માં ઘણા સંદર્ભો સાહિત્ય માંથી લેવાય છે, ને ઘણું સાહિત્ય ઇતિહાસ પર રચાયું છે…
ઇતિહાસ છે એ ભૂતકાળ નો ભવ્ય વારસો છે જ્યારે સાહિત્ય ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યલક્ષી હોય છે, કોઈ ને કોઈ દિશા માં વાળવો હોય એવું સાહિત્ય પીરસો પછી જોવો ખેલ નટ-બજાણીયા નો… અને ઇતિહાસ ની થાળી જે આરોગે એને કોઈ દિવસ અપચો ન થાય, પણ જેને પુરેપુરા મિષ્ટાન્ન ખાધા હોય એને… બાકી અધૂરા ઘડા તો છલકાય જ…
ગુજરાતી સાહિત્ય અને ઇતિહાસ ને તો કંઈક લેખકો અને કવિઓ ઉજાગર કરી ગયા છે, કરે છે અને કરશે પણ… પણ મોટાપેટા નાં આ કામ છે… ટૂંકા પેટ પાચવી નો શકે તો અર્થ નો અનર્થ થતા વાર ના લાગે…
બાકી તો સૌ સૌ નું ફોડી લેશે, આપણે આપણું કરો એવું કહેનારા કાળ નાં પેટાળ માં ક્યાંય દટાય ગયા છે જેનો પત્તો હજી સુધી લાગ્યો નથી(કોઈ ને પત્તો લાગે તો જાણ કરજો પાછા…). પણ કલમ હાથ માં ધરી ને વિરરસ, શૃંગાર રસ નું લેખન કરી જાણે એને સો સો સલામ… જય માતાજી

20 responses »

  1. Bhaj maro.ek question che ke je atyate paper solutions na melao chale che (vibidh chanaloma) to koik paper jard hoy to.koik paya vaharnu to koik easy to su aa chella samaye (bin sachivalay clark na) paper solve karva joe e ? (Koik paper ma thoduk manobal vadhe to koik ma ghate che) ans please 🙏

    Like

  2. वाह दिव्यराजभाई सरवैया

    खूब खूब अभिनंदन

    आपनु किंमती समय काढी आप आवु अमूल्य काम करी रह्या छो

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s