Category Archives: રજવાડાં

મોરબીની રાજગાદી પર ૧૭-૦૨-૧૮૭૦ ના રોજ બિરાજેલા સર વાઘજી બહાદુર

Standard

સર વાઘજી દ્વિતિય

કાઠિયાવાડનો વાઘ ને કાઠિયાવાડના શાહજહાં

મોરબીના મહારાજા ઠાકુર સાહેબ સર વાઘજી દ્વિતિય રાવજી (૧૮૫૮ – ૧૯૨૨).

મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોર બીજાનો જન્મ ઇ . ૧૮૫૮માં થયો હતો .

મોરબીને શણગારીને કાઠિયાવાડનું પેરિસ બનાવી દીધું હતું.

રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કરી યુરોપનો પ્રવાસ પણ કર્યો .

સૌરાષ્ટ્રના રજવાડામાં તેઓ યુરોપથી પહેલું વહેલું વિમાન ખરીદી લાવ્યા હતા .

રામગંજ બજાર જેવા ભવ્ય રસ્તો અને એ પ્રકારની બાંધણી તેણે મોરબીમાં ઊભી કરાવી.

વઢવાણથી મોરબી સુધી પોતાના ખર્ચે રેલવે નાખવાનું કામ શરૂ કર્યું .

ઇંગ્લેન્ડથી સામાન મંગાવી ઝૂલતો પુલ બંધાવ્યો. ગ્રીનટાવરનું ખાતમૂહુર્ત તેમના કાર્યકાળ દરમિયાન થયું હતું.
રાજ્યમાં પ્રજા કલ્યાણના અનેરા વિશિષ્ટ કાર્યો પણ કર્યા હતા.

૧૮૭૯માં વાઘજી બાપુ મોરબીની ગાદી પર રાજવી તરીકે બિરાજમાન થયા ત્યારબાદ ૧૮૮૬માં મોરબીમાં રેલવેની સુવિધા શરૂ કરી જે સ્ઇ તરીકે નામધારણ કરીને વઢવાણથી મોરબી એમ સૌરાષ્ટ્રના ઘણા બધા સ્ટેશન ફરીને પ્રવાસીઓને સુખ સગવડ આપ્યા હતા.

૯૪ માઈલની રેલવે શરૂ કરી,ઉપરાંત ટ્રામ્વે શરૂ કરી અને
૧૮૮૯માં મોરબીમાં ઘોડા જોડેલી ટ્રામ પણ શરૂ કરી હતી. જે આખા કાઠિયાવાડમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી.

૧૮૭૮મા ગુજરાતની પ્રથમ નાટક મંડળી ‘આર્ય સુબોધ નાટક કંપની’ કે જેમાં હળવદના પ્રખ્યાત નાટય કલાકાર દલપતરામ મહાશંકર દેરાશ્રી રાજાપાઠમાં ચમકીને પ્રખ્યાત થયા હતા.

મચ્છુ નદીના કાંઠે સ્થાપિત પ૦૦ વર્ષ પુરાણું સ્વયંભૃ શિવલિંગ ધરાવતા શંકર આશ્રમના નિલકંઠ મહાદેવ મંદિરનો ઈતિહાસ પણ અતિ રસપ્રદ અને પૌરાણિક છે. આ શિવાલયના જીર્ણોધ્ધાર માટે મોરબીના રાજા વાઘજી ઠાકોરે ઈનામી ડ્રો કર્યો હતો.

મણીની યાદમાં મણીમહેલ અથવા મણીમંદિર બનાવ્યુ તેથી ‘‘સૌરાષ્ટ્રના શાહજહાં’’ તરીકે ઓળખાય .

તેમણે મોરબીની સુશોભિત બાંધણીની બજાર બાંધી.
મોરબીમાં ઘરે ઘરે નળ આપ્યા,
મચ્છુ નદી પર ઝૂલતો પુલ બાંધ્યો ને પુલના બંને છેડે કાંસાના બે આખલાના બાવલા મુકાવ્યા.
વૂડહાઉસ નામનો લોખંડનો ટાવર (ગ્રીન ટાવર)બાંધ્યો,
કાઠિયાવાડમાં પોતે પ્રથમ વિમાન અને 🚘ફોર્ડ મોટર લાવ્યા.પોતાની પ્રજાને લાઈટ અને ટેલિફોનની સુવિધા આપી,

ઇ.સ. ૧૯૦૬માં ઘોડા પર સવાર પોતાનું બાવલું મુકાવ્યું, દુષ્કાળ વખતે રાહત કાર્ય શરૂ કરી પાંચ હજાર માણસોને ઉગારી લીધા હતા .

મચ્છુ નદીના પૂલ પર એક છેડે આખલાનું પુતળુ તથા બીજા છેડે હણહણતા અશ્વનું સ્ટેચ્યુ મૂકાવ્યું. ચાર લાખ રૂપિયાના ખર્ચે બંધાવેલા આ પૂલને લોકો ‘‘પાડાપૂલ’’ તરીકે ઓળખે છે.

૧૧ – ૦૬ – ૧૯૨૨ના રોજ તેમનું દેહાવસાન થયું .

મણી મંદિર સ્થાપત્યનો એક અદભૂત નમુનો છે જે ગુજરાતના મોરબી જિલ્લાના મોરબી શહેરમાં આવેલ છે, જે Wellingdon Secretariat ના નામે પણ ઓળખાય છે. વાઘ મહેલ તરીકે ઓળખાતું આ માળખું ૧૯૩૫માં મોરબીના મહારાજા શ્રી વાઘજી ઠાકોરે બનાવેલ છે.
૧૩૦ રૂમ તથા વચ્ચે મંદિર આવેલ છે. જેમાં લક્ષ્મી નારાયણ, કાલિકા, શ્રી રામ, રાધા કૃષ્ણ તથા શિવજીના મંદિરો છે. ત્યારના સમય માં ૩૦ લાખનો માતબર કહી શકાય તેવો ખર્ચો તેના બાંધકામમાં થયો હતો.

“મણી”ની યાદમાં આ મહાદેવ મંદિરનો જીર્ણોધ્ધાર થયો હતો
શહેરના મણી મંદિરની સામે રેલવેના પાટા ઓળંગીને આવેલા શંકર આશ્રમમાં નિલકંઠ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. જે હાલ શંકરબાગ મંદિર તરીકે લોકોમાં જાણીતું છે.

પ૦૦ વર્ષ પુરાણો ઈતિહાસ ધરાવે છે. જેમાં આ જગ્યા પર અગાઉ સાધુઓનો અખાડો હતો અને સતત ધુણીઓ પ્રજ્વલિત રહેતી. ૩૦૦ વર્ષ અગાઉ આ જગ્યામાં ભવદાદાએ જીવતા સમાધિ લીધી ત્યારે આ મંદિર નાના સ્વરુપમાં હતું. ત્યારબાદ અહીં ભાવિકોનો ઘસારો વધતો જતા ૧૯૧૦ ની સાલમાં મહારાજા વાઘજી ઠાકોરે મંદિરના જીર્ણોધ્ધારમાં સામાન્ય માં સામાન્ય નાગરિકનો ફાળો રહે તેવા આશયથી એક ઈનામી યોજના રુપે એક રુપિયાના દરવાળી ટિકિટો બહાર પાડી અને ઈનામી ડ્રો માં રુ. પ૧,૦૦૦ નું ઈનામ રાખવામાં આવ્યું હતું.

રાજા વાઘજી ઠાકોરે ઈનામી ડ્રો થી જે રકમ સ્ટેટ તરફથી ઉમેરવાની જાહેરાત કરી હતી. આ ઈનામી ડ્રો બહાર પાડતા જ તેની સવા લાખ ટિકિટો વેચાઈ ગઈ હતી. જેમાં જાહેરમાં યોજાયેલા ઈનામી ડ્રો માં મોરબીના એક જૈન સજ્જનને રુ. પ૧,૦૦૦ નું ઈનામ લાગ્યું હતું.

ઈનામ જીતનારે પણ ઈનામની અડધી રકમ મંદિરના જીર્ણોધ્ધાર માટે અર્પણ કરી દીધી હતી. કોઈ મંદિરના જીર્ણોધ્ધાર માટે ઈનામી ડ્રો થયો હોય તેવો કદાચ આ પ્રથમ બનાવ હોવાનું મનાય છે.

વાઘજી ઠાકોરે પોતાના મુખ્ય ઇજનેર શ્રી દફતરી અને જયપૂરના શિલ્પી રામનારાયણની નિગરાની હેઠળ આશરે પોણા બે એકરમાં મણિમંદિર બાંધવાની શરૂઆત કરી દીધી ને ત્રણ શિખર વાળું મંદિર બાંધ્યું ને મુખ્ય મંદિરનું શિખર ૧૧૨ ફૂટ ઊંચું, મંદિરનો મેઘનાદ મંડપ બે મજલાવાળોને મંદિરની ચારેબાજુ બે મજલાવાળી ભવ્ય ઇમારતો બાંધી જેની પાછળ રૂપિયા ૩૦ લાખ ખર્ચી નાખ્યા

મણી પાછળ વાઘજી ઠાકોરે ૧૬ હજારને ખર્ચે સ્મશાન અને મચ્છુનદી પર ઘાટ બંધાવ્યો.

૩૦ લાખ ઉપર બીજા ૨ લાખ રૂપિયા વાપરીને લખધીરજીએ આ મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું અને મહારાજા લખધીરજીએ આ મંદિરને મણિમંદિર નામ આપવાને બદલે વાઘ મંદિર નામ આપ્યું.

ગુજરાતમાં દેશનો ૭૦મો સ્વાતંત્ર્ય દિવસ મોરબી ખાતે
ઉજવાયો હતો.

એક સમયે આ મોરબી શ્રેષ્ઠ નગરયોજનાનું ઉદાહરણ હતું.

૧૮૭૦માં સત્તા પર આવેલા મહારાજા વાઘજીએ યુરોપના વિવિધ દેશોની મુલાકાત લીધી હતી અને તેમાંથી પ્રેરણા લઈને મોરબીનું નગર આયોજન કર્યું હતું. તે સમયમાં આધુનિક બજારનું બાંધકામ શરૂ કરાવ્યા પછી મોરબી સ્ટેટના રાજાએ એવો નિયમ બનાવ્યો હતો કે કોઈએ મકાન બનાવવું હોય તો નક્કી કરેલા નકશા પ્રમાણે જ બનાવવું. જેથી આડેધડ બાંધકામોથી શહેરનો દેખાવ બગડે નહીં. એ પછીથી મોરબીને સૌરાષ્ટ્રના પેરિસની ઓળખ મળી અને સ્વચ્છતા માટેય મોરબી વખણાતું હતું.

પુલના છેડે સ્પેનિશ બૂલ૧૮૭૭માં વિકટોરિયા રાણીના શાસનના ૪૦ વર્ષ પૂરાં થયાં એ વખતે વાઘજી મહારાજને કેસર-એ-હિન્દનું બિરુદ આપવામાં આવ્યું હતું. તેની યાદમાં મહારાજે મોરબીના પુલને પણ ‘કેસર-એ-હિન્દ’ પુલ નામ આપ્યું. આજે એ પુલ પાડાપુલ તરીકે ઓળખાય છે. જોકે પુલ અને પાડાને કશી લેવાદેવા નથી. પુલની શોભા વધારવા માટે મહારાજા એ સ્પેનિશ આખલા (બૂલ)ઓની બે કાંસાની પ્રતિમા આયાત કરીને અહીં મુકાવી હતી. સ્પેનની જગવિખ્યાત આખલાની લડાઈ જોઈને વાઘજી ઠાકોરને એ વિચાર આવ્યો હતો. પુલના છેડે હકીકતે એ બંને સ્પેનિશ આખલાની પ્રતિમા છે ત્યારથી પુલનું નામ પાડાપુલ પડી ગયું છે. એ રીતે પુલના બીજા છેડે રાજાએ પ્રિય એવા બે ઘોડા ‘રોયલ’ અને ‘ડોલર’ની પ્રતિમાઓ મુકાવી હતી.

સૌરાષ્ટ્રમાં પ્રથમ‘સૌરાષ્ટ્રના ઇતિહાસ’ના પહેલા ભાગમાં બળવંત જાનીએ નોંધ્યું છે કે કેટલાક પ્રજાકીય કાર્યો અને સુવિધાઓમાં મોરબી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ સ્ટેટ હતું.

જેમકે સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વિમાન વાઘજી મહારાજ લાવ્યા હતા.

એ પછી

  1. ૧૮૮૦-૮૧ના સમયમાં ઇલેક્ટ્રીસિટી અને ટેલિફોન તેમણે ફિટ કરાવ્યા હતા.
  2. ફોર્ડની જગવિખ્યાત ગણાતી મોટરકાર લાવનાર તેઓ પ્રથમ હતા.
  3. શિક્ષણનો પ્રચાર વધે એ માટે સૌરાષ્ટ્રમાં સૌથી પહેલું છાપખાનું તેમણે શરૂ કરાવ્યું હતું.
  4. ૧૮૭૮માં મોરબીમાં ‘આર્ય સુબોધ નાટક કંપની’ સ્થપાઈ હતી, જે મનોરંજનની દિશામાં પ્રથમ પગલું હતું.

‘તાજમહેલ’મોગલ શહેનશાહ શાહજહાંએ પોતાની પ્રેમિકા મુમતાઝની યાદમાં આગ્રામાં તાજમહેલ બંધાવ્યો. તો વાઘજી મહારાજે પોતાની પ્રિયતમા મણિબાની યાદમાં ૧૯૦૩માં મણિમંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. જોકે ૩૦ લાખ રૂપિયાના ખર્ચે બનેલો આ મહેલ પૂરો થતો વાઘજી મહારાજ જોઈ શક્યા ન હતા. તેમના પછી સત્તા પર આવેલા લખધીરજીના શાસનમાં મહેલનું બાંધકામ પુરું થયું હતું.

“મહારાવલ જયદીપસિંહ સૌભાગસિંહજી બારિયા”

Standard

મહારાવલ જયદીપસિંહ સૌભાગસિંહજી બારિયા
ખિચી ચૌહાણ રાજવંશ (૨૪ જૂન ૧૯૨૯ ઈ. સ. થી ૨૦ નવેમ્બર ૧૯૮૭ ઈ. સ.) દેવગઢ બારીયા રાજ્ય, અત્યારે જિ. દાહોદ.

આજે તારીખ ૨૪ જુન મહારાવલ જયદીપસિંહ સૌભાગસિંહજી બારિયાનો જન્મ દિવસ છે, આ મહાનવ્યક્તિત્વ અબે પ્રજાવત્સલ રાજવી વિષે જાણી ચોક્કસ ગર્વ થશે.

બારીયા રાજ્યનો ઈતિહાસ ટૂંકમાં :-
ચાંપાનેરના અંતિમ રાજવી રાવલ પતાઈજીના પુત્ર રાયસિંહજીના બે પૌત્ર એ અલગ અલગ રાજ્યોની સ્થાપના કરી જેમાં મોટા પૌત્ર રાવલ પૃથ્વીરાજજીએ છોટાઉદેપુર સંસ્થાન વસાવ્યું અને નાના ડુંગરજી એ
ઈ. સ.1524 માં બારીયા રાજ્યનો પાયો નાખ્યો જે આજે દેવગઢ બારીયા તરીકે ઓળખાય છે, આમ બારીયા રાજ્યના 16માં અને અંતિમ રાજવી મહારાવલ રણજીતસિંહજી માનસિંહજીએ તેમના પૌત્ર જયદીપસિંહજી સૌભાગસિંહજીના હસ્તે પોતાનું 09ગન સેલ્યુટ ધરાવતું રાજ્ય માં ભારતીના ચરણોમાં 10 જૂન 1948ના રોજ સમર્પિત કર્યું હતું. એ મહારાવલ જયદીપસિંહજીએ અજમેરની મેયો કોલેજ અને બાદમાં કેમ્બ્રિજ યુનિ. માં અભ્યાસ કર્યો હતો. મહારાવલ જયદીપસિંહજીના પિતા સૌભાગસિંહજીનું યુવરાજ પદ પર જ અવસાન થયેલ આથી તેઓ આઝાદી સમયે બારીયા રાજના યુવરાજ હતા. ગુજરાતના પ્રજાવત્સલ રાજવીઓમાં શિર્ષસ્થાન ધરાવતા હતા.

મહારાવલ જયદીપસિંહજીની કારકિર્દી અને કીર્તિ :-

મહારાવલ જયદીપસિંહજી આઝાદી બાદ બારિયા નગરપંચાયતના પ્રમુખ બન્યા, દેવગઢ બારિયા મત વિસ્તારના ધારાસભ્ય, આઠમી લોકસભાના સાંસદ, ત્રીજી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા ,ખેતીવાડી અને આરોગ્ય ખાતાના માન મંત્રીશ્રી, ગુજરાત ટુરીઝમના ચેરમેન તરીકે ટુરિઝમનો પણ વિકાસ કર્યો હતો. તેઓએ પોતાની રાજકીય કારકિર્દી દરમિયાન ડૉ. સામ પિત્રોડાની સ્કીલને પારખી તેમની મુલાકાત પોતાના દિલ્હી ખાતેના બંગલે ઈન્દીરા ગાંધી અને રાજીવ ગાંધી સાથે કરાવેલ, તેમણે ડૉ. સામની ભલામણ કરી જેને કારણે ભારતે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ખૂબ મોટી હરણફાળ ભરી હતી. રમત ગમત (સ્પોર્ટ્સ) જયદીપસિંહજી બારીયાનું ગુજરાત જ નહીં સમગ્ર રાષ્ટ્રક્ષેત્રે અમૂલ્ય યોગદાન રહ્યું, પોતે આધુનિક પોલોની રમતના ખ્યાતનામ ખેલાડી હતા, સાથે અન્ય રમતો જેવીકે લૉનટેનિસ, ક્રિકેટ, ચેસ, તીરંદાજી, એથ્લેટીક્સ વગેરે રમતોના શ્રેષ્ઠ ખેલાડીઓ દેશને આપવા બારીયામાં ઉતરુષ્ઠ મેદાનો, શ્રેષ્ઠ કોચ તેઓએ નીમ્યા હતા, મહારાવલ રણજીતસિંહજી જીમખાના તેમણે ગુજરાત સરકાર(જ્યાં અત્યારે જયદીપસિંહ બારીયા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ગુજરાત સરકાર દ્વારા નિર્માણ પામ્યું છે)ને ડોનેટ કરી દેવગઢ બારીયાને ગુજરાતના સ્પોર્ટ્સ કેપિટલ તરીકે વિકસાવ્યું હતું.
રમત ગમત ક્ષેત્રે પોતાની સ્કિલ અને પ્રેમના લીધે ઓલિમ્પિક અને એશિયાડ રમતોમાં તેઓએ ભારત સરકારનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. જયદીપસિંહજી બારિયા એથલેટીક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચૂંટાયેલા પ્રમુખ પણ રહ્યા હતા. દેવગઢ બારિયામાં પોતાનો જૂનો મહેલ દાન કરી યુવરાજ સૌભાગસિંહજી કોલેજ શરુ કરી તેમણે ઉચ્ચ શિક્ષણનો પાયો નાંખ્યો હતો. તેઓ શ્વાનપ્રેમી પણ હતા, તેમની પાસે સારા જાતવાન અનેક શ્વાન હતા. તેથી ઓસ્ટ્રલીયામાં યોજાયેલા વર્લ્ડ ડોગ શો માં તેઓ નિર્ણાયક પણ રહ્યા હતા.
આમ તેમના રમત ગમત ક્ષેત્રના અમુલ્ય યોગદાનની કદર કરતા ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરશ્રી યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા રાજ્ય કક્ષા અને રાષ્ટ્રીયકક્ષાએ ખુલ્લા વિભાગમાં વિજેતા થનાર ખેલાડીઓને યોજનાની સ્કીમ અનુસાર 100ગુણ મેળવે તેને જયદીપસિંહજી બારીયા સીનિયર તથા જુનિયર એવોર્ડ દર વર્ષે એનાયત કરવામાં આવે છે, જેમાં જુનિયરમાં 10,000/- રોકડ પુરસ્કાર અને એવોર્ડ, તથા સીનીયરમાં 20,000/- રોકડ પુરસ્કાર અને આપવામાં આવે છે, ૨૦ નવેમ્બર ૧૯૮૭ના રોજ દિલ્હીમાં તેમનું અવસાન થયું, હતું . મારી ઉંમર જેટલો સમય તેમના સ્વર્ગવાસને થયો છતાં દેવગઢ બારીયાના પ્રજા જનોના હૃદયમાં આ રમતપ્રિય અને પ્રજા વત્સલ રાજવીનું સ્થાન ચિરંજીવ છે..
લેખન/સંપાદન : ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર)

ભાવનગર : 204 વર્ષ પહેલાં પારસીઓ ભાવનગરમાં આવેલા

Standard

ભાવનગર : 204 વર્ષ પહેલાં પારસીઓ ભાવનગરમાં આવેલા

ફિલ્મ દિગ્દર્શક બાસુ ચેટરજીની પારસી જ્ઞાતિ ઉપર બનેલી ફિલ્મ ‘ખટ્ટા મીઠા’ ફરી જોવા મળી. તેમાં અશોકકુમાર હોમી મિસ્ત્રી નામનું પાત્ર ભજવે છે અને તરત જ ભાવનગરના પારસી હોમી ઉમરીગર યાદ આવી ગયા. હોમી અને એરચ ઉમરીગર બન્ને ભાઈઓ અને ક્રિકેટના ખેલાડી. એરચ તો ફાસ્ટ બોલર હતા. હોમી નામના ઉલ્લેખથી ભાવનગરના પારસીઓનો એક ઈતિહાસ મનમાં ધસી આવ્યો.

ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશકય લાગતાં આશરે 1350 વર્ષ પહેલાં પારસીઓ ભારતમાં આવ્યા. ભારત સાથેના વેપારને લીધે તેઓ ભારત વિશે જાણતા હતા. તેથી સૌપ્રથમ તેઓ ઇ.સ. 766ની આસપાસ દીવ બંદરે ઉતર્યા. જયાં તેમણે 19 વર્ષ ગાળ્યાં. ત્યાં પોર્ચુગીઝોના હુમલાથી કંટાળીને ઇ.સ. 785 માં દરિયાઈ માર્ગે સુરત પાસેના સંજાણ બંદરે ઉતર્યા@rpg.

આ વખતે ગુજરાતમાં જાદી રાણાનું રાજ હતું. પારસીઓના વડાએ રાજયાશ્રય માટે રાણા પાસે પ્રતિનિધિમંડળ મોકલ્યું. રાણાએ પ્રત્યુત્તર રૂપે દૂધથી ભરેલો છલોછલ પ્યાલો મોકલ્યો. આ દ્વારા રાણા એ સૂચવવા માગતા હતા કે અમારી વસતી વધારે છે એટલે અમે તમને વસાવી શકીએ તેમ નથી. પ્યાલો લઈને પ્રતિનિધિમંડળ એમના અગ્રણી પાસે પહોંરયું. તેઓ સમજદાર હતા. તેમણે પ્યાલામાં ધીરે ધીરે સાકર ભેળવી. તે ઓગળી ગઈ. સમયના પ્રવાહ સાથે પારસીઓ ગુજરાતના વિવિધ ભાગોમાં પ્રસર્યા. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ભરુચ, અમદાવાદ, રાજકોટમાં તેમનો વસવાટ શરૂ થયો.

પારસીઓ ઇરાનથી જે પવિત્ર અગ્નિ લઈને આવ્યા હતા તેની વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ગામમાં સ્થાપના કરી. જેને આતશ બહેરામ કહેવામાં આવે છે. ભારતમાં આઠ આતશ બહેરામ છે. ૧ ઉદવાડામાં, ૨ સુરતમાં, ૧ નવસારીમાં અને ૪ મુંબઈમાં. આતશ બહેરામના દરજજા અલગ અલગ હોય છે. અગ્નિસ્થાનને અગિયારી કહેવાય છે.

પારસી સમાજ તેમના ઘણા રીત રીવાજો સ્થાનિક રીત રીવાજો સાથે ભળી ગયા છે, તેમ છતાં તેમની પરંપરા હજી અકબંધ છે. પારસીઓ ગુજરાતના દરિયાકિનારે ઉતર્યા અને સ્થાયી થયા એટલે સમય જતા તેમના સામાજીક રીતરિવાજમાં ગુજરાતીપણું આવી ગયું. તેમની લગ્નપ્રથા પણ ગુજરાતીઓ જેવી જ છે. પતેતીની એટલે વર્ષના અંતિમ દિવસની ઉજવણી કર્યા બાદ નવા વર્ષ ‘નવરોઝ’ની ઉજવણી પારસીઓ કરતા હોય છે.

એક સમયમાં ભાવનગરમાં પારસીઓની બોલબાલા હતી. વર્ષો પૂર્વે પારસીઓ પોતાનું વતન ઈરાન છોડી રાજ્યાશ્રય મેળવવા ભારતના ગુજરાતના સુરત પાસેના સંજાણ બંદરે ઉતર્યા અને ભારતમાં પારસીઓનું સૌપ્રથમ આગમન થયું. ભાવનગરના ઠાકોર સાહેબ વિજયસિંહજીએ રાજ્ય કારોબાર વર્ષ 1816 માં સંભાળ્યો એ અરસામાં પારસીઓએ ભાવનગરમાં વસવાટ માટે પ્રવેશ કર્યો હતો તેને આજે 204 વર્ષ થયા છે. ભાવનગર માં નવાપરા વિસ્તારમાં આવેલ તેમનું ધર્મ સ્થાનક અગીયારીની સ્થાપના 128 વર્ષ પહેલાં 1892 માં કરવામાં આવેલી. હાલમાં ભાવનગરમાં પારસીઓના સાત કે આઠ કુટુમ્બો રહે છે એટલે 30 થી 35 પારસીઓની સંખ્યા થાય@rpg.

ભાવનગરના રાજ્ય વહીવટમાં પારસીઓનું યોગદાન સવિશેષ રહ્યું છે. કાયદો અને ન્યાય, શિક્ષણ, વેપાર-ઉદ્યોગ, તબીબી, રમત-ગમત, લેખન અને મુદ્રણ, રેલવે, પોલીસ જેવા વિવિધ ક્ષેત્રોમાં પારસીઓએ ઉલ્લેખનિય પ્રદાન કર્યુ હતુ. મંચેરજી ભાવનગરી નામના પારસીએ બ્રિટનમાં ઉચ્ચ અભ્યાસ કરી રાજકારણમાં સારી નામના કાઢી હતી. અમદાવાદના રીલીફ રોડ પર પારસી ડૉ. ભાવનગરીનું દાંતનું દવાખાનું વર્ષોથી કાર્યરત હતું અને સૌથી જૂના ડોકટર ગણાતા.

ભાવનગરમાં પારસીઓનું પ્રદાન પણ ઘણું જાણીતું છે. ઈ.સ.1870માં ભાવનગર સ્ટેટનું બંધારણ ઘડનારા બરજોરજી બહેરામજી હતા. ભાવનગરની પેલેસ અને દીપક ટોકીઝ બિલીમોરિયા નામના પારસીની હતી. વાડીયા ભાવનગર મ્યુનિસિપાલીટીમાં ઈજનેર હતા. ઈલાવિયા અને સિનોર દાંતના ડોકટર હતા. રૂપાણી સર્કલ પાસેની થીઓસોફિકલ સોસાયટીના એક સ્થાપક જમશેદેજી ઉનવાલા હતા. જમશેદજી ઉનવાલા આલ્ફ્રેડ હાઈસ્કુલ અને ત્યારબાદ શામળદાસ કોલેજ ખાતેના આદરણીય શિક્ષક હતા. નાદીરશા ભરુચા પ્રોફેસર હતા. એક અન્ય ભરુચા ફાયર બ્રિગેડના ઑફિસર હતા. ધનજીશાહ રેલવેમાં ગાર્ડ હતા.


સર પટ્ટણી રોડ પર આવેલા કે.કે. વિલા, અવરામીન, નવરોઝ વિલા જેવા બંગલાઓના માલિક પારસીઓ હતા. તો ગઢેચી વડલા પાસે આવેલ બ્રિટીશ શૈલીનો ઉમરીગર બંગલો હોમી ઉમરીગરનો હતો. દીપક અને પેલેસ ટોકીઝો પારસીઓની માલિકીની હતી. પારસીઓ ભાવનગરના વેપાર-વાણિજ્ય સાથે પણ સંકળાયેલા હતા. પરંતુ પારસીઓ માટે એવું કહેવાય છે કે તેઓ ક્યારેય કોઈપણ પ્રકારના સંઘર્ષમાં કે વિવાદમાં ઉતરતા નથી અને પોતાનો વ્યવસાય સફળ રીતે કરી બતાવે છે. ઈમાનદારી માટે પારસીઓએ સુવાસ ફેલાયેલી છે.

ભાવનગર ખાતે આવેલી અગિયારીની સ્થાપના 12 મે 1891 માં થઈ હતી. ત્યારથી આજ સુધી અગિયારીમાં પારસીઓ મળતા રહે છે, પરંતુ શહેરમાં પારસીઓનો ક્રમશ: ઘટાડો નોંધાયો છે. જે ચિંતાનો વિષય છે. શહેરમાં પારસીઓની સંખ્યા માત્ર 27ની થઈ ગઈ છે. અને હવે પછી આ સંખ્યામાં પણ ઘટાડો થશે તો ભાવનગરમાં પારસીઓ નામશેષ થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. જામનગરમાં તો હાલમાં ફક્ત બે પારસી કુટુમ્બ છે તો રાજકોટમાં અગિયાર છે.

પારસીઓમાં બે ખૂબીઓ હોય છે એક તેઓ એકદમ પ્રખર જીનીઅસ કે બુધ્ધિયુક્ત હોય અને બે માથાના સ્ક્રુ લૂઝ હોય. મુંબઈ અને પૂના જેવા શહેરોમાં પારસીઓની વસતિ વિશેષ છે એટલે એમની કોલોની હોય છે અને તેમાં જ રહેતા હોય. તેથી ત્યાંજ જન્મે અને ત્યાં જ પરણે અને ત્યાં જ મરે. પારસી સ્ત્રીઓના મેકઅપના ખર્ચા પણ બહુ હોય. પુરુષ ઢીલાઢફ પોષાકમાં હોય પણ સ્ત્રી અપ-ટુ-ડેટ રહેતી હોય.પારસીઓની એક રમુજી વાત એ છે કે તેઓ બધા જ ગુજરાતીઓને વાણીયા સમજતા હતા ધીમે ધીમે તેમને ખયાલ આવ્યો કે વાણીયા સિવાય પણ અનેક ગુજરાતીઓ છે.

પારસીઓના લગ્ન સમારંભમાં વરવધુની પાછળ લાઈટોનો ઝગમગાટ હોય અને તેમાં ‘શેહાદી મુબારક’ (શાદી મુબારક) ગુજરાતી લિપિમાં લખેલું હોય. પારસીઓની અગિયારીમાં દિવાલો ઉપર નું લખાણ પણ ગુજરાતીમાં જ હોય છે. તેમના લગ્ન પ્રસંગોમાં તમને બધો જ વાર્તાલાપ મીઠી અને ઉષમાભરી ગુજરાતી ભાષામાં થતો હોય અને તે સાંભળવાની પણ એક લહેજત છે. એકદમ શુધ્ધ ગુજરાતી અને કોઈ ટૂંકાક્ષરી નહી.

પારસી જીવનની કેટલીક લાક્ષણિકતાઓ જોવા જેવી છે. ગુજરાતી જીવનના સંપર્કના લીધે વર-વધુના કપાળ પર કુમકુમનો ચાંદલો કરી
ચોખા ચોંટાડવામાં આવે છે. મૃત્યુની વિધિમાં ઉઠમણું હોય છે. શ્રીફળને શૂભ ગણે છે. વરના પગ ધોવાની વિધિ છે. ઉંબરો ઓળંગવા માટે પહેલા જમણો પગ ઉપાડાય છે. . ખોરાકમાં પણ ગુજરાતી લહેજત જોવા મળે. બેકરી આઈટમો જેવી કે બ્રેડ, ટોસ્ટ, ક્રીમરોલ, કેક, બિસ્કીટ વગેરેનો ભરપૂર ઉપયોગ કરે. પારસીઓને પારસી સિવાય દોસ્ત ન હોય. જ્યાં જન્મ્યા ત્યાં જ મર્યા એમ પારસીઓએ વિષે કહેવાય.

પારસીઓની સંખ્યામાં ઘટાડાનું મુખ્ય કારણ અપરિણીત પારસીઓ છે. કોઈ અકળ કારણોસર પારસીઓ અપરિણીત રહેતા હોવાથી પારસીઓની સંખ્યા ઘટતી જાય છે. જોકે પારસીઓ સાથે લગ્ન કરવા માટે લગ્ન કરનારને તેમના સમુદાય દ્વારા ઘણા લાભો આપવાના પ્રયત્નો પણ થઈ રહ્યાં છે. તેમ છતાં પારસીઓમાં જનસંખ્યા સતત ઘટી રહી છે.

કાળીઘેલી ગુજરાતી ભાષા બોલતા પારસીઓ હંમેશા આકર્ષણનું કેંદ્ર રહેલા છે. પારસી એટલે વિચિત્ર, મહાન, કોમિક,તેજસ્વી, સંકુચિત, ઉમદા, ધર્મચુસ્ત, દરિયાદિલ, જીનીઅસ પ્રજા. પોતાના સાધનોની અદ્ભૂત ચીવટથી જાળવણી કરે.આજે પણ પારસીઓ પાસે સો સવાસો વર્ષ જૂની કાંડા ઘડીયાળ, કેમેરા સચવાઈને પડેલા હોય છે. સેકંડ હેંડ વાહનો હંમેશા પારસીના જ લેવાય તેવી એક ઉક્તિ પણ છે.

પારસીઓની અટકો પણ કેવી !સોડાલેમન વોટર બોટલવાલા, રેડીમની, કાટપિટીયા, કાકાકૌઆ, ટેરેસવાલા, લૉયર, એંજિનિયર, વકિલ, જજ, બેરીસ્ટર, ઘડીયાળરિપેરર, પોચખાનવાલા એટલે જેમને બાફેલા ઈંડા બહુ ભાવતા હોય, ઘોડીવાલા જેમની કાખમાં ઘોડી હોય વગેરે.

અને પારસીઓએ ગુજરાતી જીવનને શું આપ્યુ ? નવા વર્ષની ઉજવણી માટેનો સૌથી લોકપ્રિય શબ્દ “સાલ મુબારક” ! નુતન વર્ષાભિનંદન પાછળથી આવ્યું . ટૂંકુ બોલી શકાય એવું મધુર અને ઠંડક આપનાર આ નવા વર્ષનું અભિવાદન પારસીઓની સૌથી મોટી ભેટ આપણી ભાષાને છે.

લે. સાભાર :- “રાજેશ ઘોઘારી”

05 જૂન એટલે વિશ્વ આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવે છે ત્યારે આ મહાન વ્યક્તિત્વને કેટલા જાણે છે??

Standard

05 જૂન એટલે વિશ્વ આ દિવસને પર્યાવરણ દિન તરીકે ઉજવે છે ત્યારે આ મહાન વ્યક્તિત્વને કેટલા જાણે છે??

ગુગલ સર્ચ એન્જીનમાં ક્યારેક ડોકિયું કરો તો Dr. MK Ranjitsinhji લખજો જે માહિતીની લિંક્સ ખુલે એટલે એમાં આ ગુજરાતના રત્નએ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રે જે કાર્ય કર્યું છે અને એટલુંજ નહીં વિશ્વે એની જે નોંધ લીધી છે એ જોઈ છાતી ગજ ગજ ફુલશે..

નામ : મહારાજ કુમાર ડો. રણજિતસિંહજી પ્રતાપસિંહજી ઝાલા (Rt. IAS , બેચ 1961, MP કેડર)
જન્મ : 19 ફેબ્રુઆરી 1939 , વાંકાનેર રાજપરિવારમાં, ગુજરાત.

ડો.એમ. કે. રણજીતસિંહજીએ દિલ્લી યુનિવર્સિટીથી ઈતિહાસ વિષય સાથે માસ્ટર ઓફ આર્ટ્સની ડીગ્રી મેળવી UPSC ના આપણને દુર્ગમ લાગતા પહાડને ઓળંગી એટલે કે સિવિલ સર્વિસ પાસ કરી ઈ. સ. 1961માં મધ્ય પ્રદેશ કેડરના આઈ. એ.એસ (IAS) બન્યા અને સૌપ્રથમ કલેકટર તરીકે મંડલા જિલ્લામાં એમનું પોસ્ટિંગ થયું, પરતું એમને તો પ્રકૃતિ બોલાવતી હતી જાણે, પ્રશાસનના સર્વોચ્ચ હોદ્દા શોભાવી પ્રકૃતિ માટે કંઈક શ્રેષ્ઠ કરવા જાણે જન્મ્યા હોય એમ ગ્રાસરૂટથી એમણે પહેલાં પ્રકૃતિના મહત્ત્વ અંગ એવા પર્યાવરણ અને વન્યજીવો ને જાણ્યા સમજ્યા એના સંરક્ષણ માટે જાણે દ્રઢ નિશ્ચિત બન્યાં. અને એમણે નિઃસ્વાર્થ પોતાનું જીવન આ પ્રાકૃતિક પર્યાવરણ અને વન્યજીવો માટે સમર્પિત કરી દીધું, પોતે મોટા રાજ્યના મહારાજ કુમાર હતાં, સાથે કલેકટર, સચિવ જેવા ઉચ્ચ હોદ્દા પર પણ આસીન હતા છતાં લેશ માત્ર અભિમાન નહીં એકદમ સરળ સાદું જીવન જીવ્યા અને હજી એમજ જીવે છે ડો.એમ. કે. રણજીતસિંહજી બાપા, એમની આ સરળતાથી પ્રાકૃતિએ જાણે એમના નામે અનેક કીર્તિમાંનો કર્યા હશે..

ડો.એમ. કે. રણજીતસિંહજીએ પોતાના કાર્યકાળ દરમિયાન શોભાવેલા ઉચ્ચ હોદ્દાઓ :-

સૌ પ્રથમ જ્યારે કલેકટર હતા ત્યારેજ ભારત સરકારના બારસિંગા બચાવો અભિયાનમાં સક્રિય ભૂમિકા નિભાવી,
— તેઓ મધ્ય પ્રદેશમાં કલેકટર અને ઉપસચિવ તરીકે ઈ. સ. 1962 થી 1971 સુધી કાર્ય કર્યું,
— ઈ. સ. 1971 થી 75 દરમિયાન ઉપસચિવશ્રી (વન અને વનયજીવ), ડાયરેક્ટરશ્રી WTI (વનયજીવ) ભારત સરકાર તરીકે સેવા આપી.
— ઈ. સ. 1975 થી 80 દરમિયાન વૈશ્વિક કક્ષાએ ગૌરવ થાય તેવું પદ શોભાવતા તેઓ નૈરોબી અને બેન્કોક ખાતે સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ કાર્યક્રમ(UNEP)ના પ્રાદેશિક સલાહકાર રહયા.
— ઈ. સ. 1985 થી 89 દરમિયાન સંયુક્ત સચિવશ્રી (વન્ય અને વનયજીવ) પર્યાવરણ અને વન મંત્રાલય ભારત સરકાર દિલ્હી માં સેવારત રહ્યા.
— ઈ. સ. 1989 થી 92 દરમિયાન એડી.સેક્રેટરી(સચિવ) અને પરિયોજના ડાયરેક્ટરેટ, એડી.સેક્રેટરી(સચિવ) પર્યાવરણ અને વન મંત્રાલય, ભારત સરકારમાં ઉચ્ચ પદ પર રહ્યા.
–ઈ. સ. 1993 થી 95 ચેરમેન, નર્મદા ઘાટી ડેવલોપમેન્ટ ઓથોરિટી ભારત સરકાર.
— ઈ. સ. 1995 થી 96 ડાયરેક્ટર જનરલ કાઉન્સિલ ફોર એડવાન્સમેન્ટ ઓફ પીપલ્સ એક્શન એન્ડ રુલર ટેકનોલોજી (CAPART)ભારત સરકારના ઉચ્ચ પદેથી તેઓ સિવિલ સર્વિસ માંથી નિવૃત્ત થયાં. પણ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણના કાર્ય માંથી નહીં.

*આ દરિયાન તેઓએ સૌથી મહત્વપૂર્ણ કાર્ય કર્યું જે કાર્ય તેઓને ભારતમાં પર્યાવરણ ક્ષેત્રે અમર કરનાર રહેશે તેઓએ ‘1972નો વાઈલ્ડ લાઈફ (પ્રોટેક્શન) એકટ/કાયદો’ ભારત સરકાર તૈયાર કર્યો, તેનો સંપૂર્ણ મુસદ્દો ગ્રાસરૂટ ના તેઓના અનુભવ, જ્ઞાન દ્વારા તૈયાર કર્યો. જે ભારત વાસીઓ ખાસકરીને ગુજરાતી તરીકે ખૂબ ગૌરવ અનુભવવા જેવું છે,

મધ્યપ્રદેશ અને ભારત સરકારના ઉચ્ચ પદો દિવાય તેઓ
ટ્રષ્ટિશ્રી ધ કારબેટ ફાઉન્ડેશન, સભ્યશ્રી નેશનલ ફોરેસ્ટ કમિશન, સભ્યશ્રી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફોરેસ્ટ મેનેજમેન્ટ, સભ્યશ્રી ઇન્ટરનેશનલ ટ્રોપીકલ ટાઇમ્બર ઓર્ગનાઈઝેશન, સભ્યશ્રી મધ્યપ્રદેશ સ્ટેટ વાઈલ્ડલાઈફ બોર્ડ , 2006થી આજદિન સુધી.. કાર્યરત છે.

તેઓએ લખેલા પુસ્તકો/સંશોધનગ્રંથ/લેખ અને પ્રકાશન :-
૧) ‘ધ ઇન્ડિયન બ્લૅકબગ’ (ઈ. સ. 1989)
૨) ‘ઈન્ડિયન વાઈલ્ડલાઈફ’ (ઈ. સ. 1995)
૩) ‘બેયોન્ડ ધ ટાઇગર’, પોટ્રેઈટ ઓફ એશિયન વાઈલ્ડ લાઈફ (ઈ. સ. 1997) વગેરે અનેક લગભગ ત્રણ ડઝન જેટલા શોધલેખો હશે..

ડો.એમ. કે. રણજીતસિંહજીને તેઓની સેવા અને શ્રેષ્ઠ કર્યો બદલ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય સમ્માનો :-
૧) વનયજીવ સંરક્ષણ (વાઈલ્ડલાઈફ કન્ઝર્વેશન) માટે 2014માં લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો.
૨) ઈ. સ. 1989માં તેમને આંતરરાષ્ટ્રીય સમ્માન ‘ધ ઓડર ઓફ ગોલ્ડ આર્ક’ થી સમ્માનિત કરવામાં આવ્યા,
સાથે જ 1991માં સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ કાર્યક્રમ(UNEP)ના 500 સમ્માનનિય વ્યક્તિઓની સૂચિમાં તેમનું સિલેક્શન થયું..
૩) મને તો સૌથી વધુ આનંદ ત્યારે થયો જ્યારે ડો.એમ. કે. રણજીતસિંહજી બાપાને GQ (former Gentelmen’s Quarterly) વિશ્વ પ્રસિદ્ધ મેગેઝીન દ્વારા વર્ષ 2018માં ‘એનવાયરમેન્ટલ હિરો’ ના એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા..
આમ ડો.એમ. કે. રણજીતસિંહજી વિશે આતો ટૂંકી નોંધ છે, આ સિવાય બાપા ના અનેક ગુણો છે, પ્રેરણા દાયી વ્યક્તિત્વ છે, તેઓ સાચા સમાજ રત્ન છે કારણ સમાજના અનેક યુવાઓ આવા વ્યક્તિત્વોથી પ્રેરણા મેળવે છે, આશા છે આ લેખથી સૌ એક ઉત્તમ વ્યક્તિત્વ થી અવગત થશે જ સાથે જીવનમાં કંઈક હોવા છતાં નિરાભિમાન પણે સરળ બની કેમ સર્વોચ્ચ હોદ્દો અને લક્ષ્ય ને પાર પાડી શકાય તેની પ્રેરણા પણ મેળવશે..
અસ્તુ.. ✍️ ધર્મરાજસિંહ જે. વાઘેલા (છબાસર)
જિલ્લા યુવા વિકાસ અધિકારી (ગુજરાત સરકાર)

ભુજના મ્યુઝિયમમાં આજે પણ આ ચલણ જોઈ શકાય છે.

Standard


ભુજના મ્યુઝિયમમાં આજે પણ આ ચલણ જોઈ શકાય છે.

રાજાશાહી વખતે કોરી જ કચ્છનું કરન્સી હતું તેથી રાજ્યનું આખું વહીવટ કોરીમાં જ કરવામાં આવતો અને રાજાશાહીના સરકારી નોકર ગણાતા કર્મચારીઓનો પગાર પણ કોરીમાં જ નક્કી કરવામાં આવતો.

મહારાવશ્રી પ્રાગમલજી બીજાએ પોતાના સમય દરમિયાન સોનાની કોરીઓ પણ બહાર પાડી હતી. આ એક સોનાની કોરી એટલે ચાંદીની ૨૫ કોરી. ઉપરાંત સોનાની અર્ધમહોર પણ બહાર પાડી હતી અને આ અર્ધકોરી એટલે ચાંદીની ૫૦ કોરી ગણાતી, જ્યારે સોનાની એક મહોર બરાબર ચાંદીની ૧૦૦ કોરી.

મહારાવશ્રી ખેંગારજી ત્રીજાએ પોતાના શાસન સમય (સન ૧૮૭૬-૧૯૪૨)માં સિક્કાની શ્રેણીમાં કેટલાક ફેરફાર કર્યા અને તેમણે તાંબાના ઢબુ, દોકડો, ત્રણ દોકડા, અડધિયા, અર્ધકોરી એવી શ્રેણીઓ તૈયાર કરી. તેઓ એક માત્ર એવા રાજા હતા કે તેમણે પોતાના ફોટોબસ્ટવાળો ચાંદીનો સિક્કો બહાર પાડ્યો હતો.

અહીં એક વાત ઘણી જ રસપ્રદ છે અને તે એટલે કે આખરે કોરીનો ભાવ કઈ રીતે નક્કી કરવામાં આવતો? કચ્છની બજારમાં ચાંદીના ભાવમાં જે પણ વધ-ઘટ જોવા મળે તેના આધારે કોરીનો ભાવ નક્કી થતો, પરંતુ આ બધા વચ્ચે પણ સરકારના ભાવ તો બાંધેલા જ હતા. તે વખતે ચાંદીની ૩૭૦ કોરીનો ભાવ બોલાતો હતો ૧૦૦ રૂપિયા.

મહારાવશ્રી પ્રાગમલજી બીજાએ પોતાના સમય દરમિયાન સોનાની કોરીઓ પણ બહાર પાડી હતી. આ એક સોનાની કોરી એટલે ચાંદીની ૨૫ કોરી. ઉપરાંત સોનાની અર્ધમહોર પણ બહાર પાડી હતી અને આ અર્ધકોરી એટલે ચાંદીની ૫૦ કોરી ગણાતી, જ્યારે સોનાની એક મહોર બરાબર ચાંદીની ૧૦૦ કોરી. કચ્છના ચલણમાં તે સમયે કોરી સૌથી મોટું એકમ ગણાતી હતી અને કચ્છની બહાર પડેલી પહેલી વહેલી કોરીને ‘જહાંગીરી કોરી’ તરીકે ઓળખવામાં આવી હતી. કચ્છના વિવિધ રાજાઓના સમય દરમિયાન જે સિક્કા, નોટ અને ચલણ અમલમાં નહોતું મૂકી શકાયા તે ચલણ તમે આજની તારીખમાં ભૂજમાં આવેલા કચ્છ મ્યુઝિયમમાં જોઈ શકાય છે.

કચ્છની મુખ્ય ટંકશાળ તો ભૂજમાં આવેલા દરબારગઢને અડીને આવેલી હતી અને એવું કહેવાય છે કે ભારતમાં આવી અદ્યતન બે જ ટંકશાળ હતી, જેમાંથી એક કચ્છ અને બીજી હૈદરાબાદમાં આવેલી હતી. માંડવીમાં પણ થોડાક સમય સુધી બીજી એક ટંકશાળ શરૂ કરવામાં આવી હતી, જ્યાં તાંબાના સિક્કા છાપવામાં આવતા હતા, પરંતુ થોડાક સમયમાં જ આ ટંકશાળને બંધ કરી દેવી પડી હતી. ભૂજની ટંકશાળ ૨૬મી એપ્રિલ, ૧૯૪૯ સુધી કાર્યરત્ હતી અને ત્યાર બાદ ભારતીય ચલણ દાખલ કરવામાં આવ્યું હતું. જોકે એવું પણ કહેવાય છે કે ૧૯૪૯ બાદ પણ થોડાક સમય સુધી કચ્છમાં ભારતીય ચલણ અને કચ્છી ચલણ બંને ચાલતા હતા.

This currency can still be seen today in the Museum of Bhuj.
~~~~~~~~~~~
ll During the monarchy, Cory was the currency of Kutch, so the entire administration of the state was done in Corey and the salary of the employees who were the government servant of the monarch was also fixed in Kory. During his time, Mahavrashree Pragmalji II also made gold rings. This is a gold plating, meaning 2 cores of silver. Besides, the half-moor of gold was also released and this halfcourt is equal to 2 cores of silver, while one seal of gold is equal to 2 cores of silver. Maharawashri Khengarji III made some changes to the series of coins during his reign (Sun 1-3) and he created a series of copper dhabas, ropes, three-ropes, half-stones, half-cords. He was the only king to have issued his own silver coin with a photobust.

There is one thing that is very interesting here and that is, how was Corey’s price finally determined? The price of Kori was determined on the basis of any increase in the price of silver in the Kutch market, but among these the prices of the government were tied up. At that time, the price of silver was 5 rupees. During his time, Mahavrashree Pragmalji II also made gold rings. This is a gold plating, meaning 2 cores of silver. Besides, the half-moor of gold was also released and this halfcourt is equal to 2 cores of silver, while one seal of gold is equal to 2 cores of silver. At that time, Kori was considered to be the largest unit in the currency of Kutch and the first Kory outside Kutch was known as ‘Jahangiri Kori’.

The coins, notes and currency which could not be implemented during the time of various kings of Kutch can be seen in the Kutch Museum in Bhuj to date. The main mint of Kutch was adjacent to the Darbargadh in Bhuj, and it is said that there were only two such mints in India, one of which was located in Kutch and the other in Hyderabad. Another mint was also started for some time in Mandvi, where copper coins were printed, but the mint had to be closed shortly. The mint of Bhuj was in operation till April 7, and the Indian currency was subsequently introduced. However, it is also said that Indian currency and Kutch currency were operating in Kutch for some time even after that period. ll

ચાર મહાનુભાવ..

Standard

(1) કુમાર શ્રી હરભમજીરાજ સાહેબ મોરબી

મોરબીના નામદાર ઠાકોર સાહેબ રવાજી સાહેબ ના બીજા કુંવર શ્રી હરભમજીરાજ નો જન્મ વિ.સં. 1918 જેઠ સુદ ચોથ ને રવિવાર તા-1/6/1862 ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણ મોરબી તથા ઉચ્ચ શિક્ષણ રાજકુમાર કોલેજ રાજકોટમાં લીધુ.1883માં કેમ્બ્રિજ યુનિવર્સિટી ટ્રિનિટ્રી કોલેજ માં બી.એ. પાસ કર્યુ. 1885 માં બેરિસ્ટર બની ઇંગ્લેન્ડ થી અભ્યાસ પુરો કરી પરત હિન્દુસ્તાન આવી 1895 થી 1905 બ્રિટિશ સરકારમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવી. જીવંત પરીયંત અંગ્રેજો ના, રજવાડાઓ સામેના અન્યાયકારી નિર્ણયો અંગે ન્યાય અપાવા સલાહકાર તરીકેની ભુમિકા નિભાવી. અખિલ હિન્દ રાજપુત લીગની સ્થાપના કરી, તેમજ શ્રી ક.કુ.ગુ.ગ.એસોસિએશનની 1906 માં સ્થાપના કરી અને આ જીવન પ્રમુખ પદે રહ્યા. તેમજ રાજપુત સમાજ ની બોર્ડિંગો,છાત્રાલયો, ગુજરાત -રાજસ્થાન – મહારાષ્ટ્ર – મધ્યપ્રદેશ માં શરુ કરવામાં સૌથી મોટુ યોગદાન તેમનુ છે. તેમજ રાજા રજવાડાઓ ના ભાયાતિ સાથેના વાદ વિવાદમાં સમાધાન કરાવામાં અગ્રેસર રહ્યા. તેમજ શ્રી અરવિંદઘોષ, સુભાસચંદ્ર બોઝ,બાલ ગંગાધર તિલક વિગેરેને સ્વતંત્રતાની ચડવળમાં સહયોગ કર્યો.

(2) શ્રી.પૂજ્ય હરિસિંહજી બાપુ ગઢૂલા

પૂજ્ય હરિસિંહજી ગોહિલનો જન્મ વિ.સં 1967 જેઠ સુદ અગિયારસ તારીખ 7/6/1911 ના રોજ અખુભા ગોહિલ ગઢુલાના ઘરે થયો અને બાળપણથી શ્રી.ક.કા.કુ.ગી.એસો. ના અગ્રણી ના સંપર્કમા આવતા સમાજસેવા ના કાર્યમાં સક્રિય સહીયોગી બન્યા. અને ક્રાંતિકારી અને રાષ્ટ્રવાદી માનસના કારણે ગુજરાતમાં જન સંઘ ની સ્થાપનામાં મહત્વની ભુમીકા નિભાવી અને સ્થાપક પ્રમુખ તરિકે સેવા આપી, તેમજ હિન્દુ મહાસભાના પ્રમુખ તરીકે કામ કર્યુ.1950 થી 1955 બે ટમ માટે રાજકોટ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા કરી. તેમજ સિહોર વિસ્તારમાંથી ધારા સભામાં ચુંટાઇને ગયા.1956 માં રાજસ્થાનમા ચાલતા ભૂ-સ્વામિ આંદોલનને સહયોગ આપવા પોતે તથા ચંદ્રસિંહ ભાડવા તથા નટવરસિંહ નાગ્રેચા રાજસ્થાન જાય છે. અને ત્યા ક્ષત્રિય યુવક સંઘ ના સ્થાપક પૂજ્ય તનસિંહજી તથા તે સમયના સંઘ પ્રમુખ આયુવાનસિંહને મળે છે. અને ક્ષત્રિય યુવક સંઘ ની પ્રવૃતિ ગુજરાતમા લાવવા માટે વિનંતિ કરે છે.ક્ષત્રિય યુવક સંઘની પ્રવૃતિ ગુજરાતમા લાવવા માટે અગ્રેસર ભૂમિકા ભજવી. હરિસિંહ બાપુ પોતાની ઢળતી ઉંમરે કેહતા કે જિંદગી ખોટી વેડફી નાખી, કરવા જેવુ કામ તો આ ક્ષત્રિય યુવક સંઘનું જ છે. શ્રી હરિસિંહજીએ પોતાના જીવન દરમિયાન સમાજ અને રાષ્ટ્રને વિશેષ મહત્વ આપ્યુ છે.

(3) શ્રી પૂજ્ય ચંદ્રસિંહજી ભાડવા દરબાર

ચંદ્રસિંહજી ભાડવાનો જન્મ વિ.સં. 1962 જેઠવદ આઠમ ને તારીખ.6/6/1906ના રોજ ભાડવામાં થયો હતો. તેઓએ પ્રાથમિક શિક્ષણ સંગ્રામસિંહ હાઇસ્કુલ ગોંડલમાં લીધુ હતુ અને રાજકોટ ગરાસિયા બોર્ડિંગમા રહી ને પોતાનું શિક્ષણ પુરુ કર્યુ હતુ.જામનગર રાજ્યના પોલીસખાતામા જોડાયાં હતા.અને 1933 માં ભાડવાની ગાદીએ બેઠા હતા. અને તેઓ પોતાના જીવન દરમિયાન મહાત્મા રણછોડદાસજી ના પરીચયમા આવતાં સમાજ સેવાનો ભેખ પહેરી લીધેલ. ભારતની આઝાદી વખતે ખુબ મહત્વનો ભાગ ભજવી જામનગરના દિગ્વિજયસિંહના નેતૃત્વ હેઠળની જામજુથ યોજના દેશના હિતમા નથી તેમ ખુલ્લા મને જાહેર વિરોધ કરી અખંડ ભારતના સર્જન માટે હિન્દી સંઘ સાથે જોડાણ કરેલ. તેઓ હંમેશા કહેતા કે અખંડ ભારતના નિર્માણમાં ક્ષત્રિયોએ ઘણું બધુ ગુમાવ્યું હશે, કોઇ વખત નાની સુની ભુલો કરી હશે પરંતું,ભારતના ભાગલા થાય એવી ભુલ ક્યારેય નથી કરી.તેમજ આરજી હુકુમતના સૈનિકોને ભાડવામા તાલિમ આપી હથિયાર પુરા પાડી ગરાસદાર તાલુકદારોને પ્રેરણા આપી હતી.તેઓએ ગરાસદારો ના હક માટે 1949, 1951 સત્યાગ્રહ અને ઉપવાસ કરેલ અને 1969મા કચ્છના ગરાસદારો માટે મઉ ના રણજીતસિંહજી સાથે રાજપૂતો માટે ન્યાયની માંગણી કરેલ.તેઓ 6/7/1969ના રોજ સ્વ હસ્તે સ્વર્ગે સિધાવેલ.

(4) શ્રી પૂ.મનુભા પાતાભાઈ ચુડાસમા

પૂ.મનુભા પાતાભાઈ ચુડાસમા ચેર ભાલની ઝાડ ,પાણી વિનાની વેરાન ધરતીનાં નાનકળા ગામ ચેરમાં વિ.સં. 1938, જેઠ સુદ-8 (તા.25/5/1882) ના દિવસે એક સિતારાનું અવતરણ થયુ.તેઓ શ્રી એ ધોલેરામાં ધોરણ 5 સુધી જ અભ્યાસ કરેલ. પુત્રના લક્ષણ પારણામાંથી કહેવત ને સાર્થક કરી. ફક્ત ૧૨ વષઁની ઉંમરે ગામનાં વડીલો ને સંપત્તિ દાન માટે વાત કરી, આવકનો આઠમો ભાગ દાનમાં આપવા નિણર્ય કર્યો, સમાજના અનાથ વિધવા પ્રત્યે ઉદાર ભાવના રાખી વિધવાઓના દુ:ખો દુર કરવા હંમેશા કાર્યરત રહયા, આર્યસમાજ ના વિચારો ને જીવનમાં અપનાવી સમાજ સેવા સાથે જોડાયા, ગુરુકુળ શિક્ષણ પધ્ધતિ માટે સોનગઢમાં ગુરુકુળની સ્થાપના કરી.1923 માં અમદાવાદ માં આર્યસમાજના અધિવેશનમાં મુસ્લીમો તરફથી કનડગત થતા ચુ.રા. સમાજના 200 સ્વંયમ સેવકો લઈને બાપુએ અમદાવાદ મુસ્લીમોની પ્રવતિને નિષ્ફળ બનાવી. સૌકા પરિષદમાં વરતેજ પરિષદ ના બીજ રોપાયા, ૬/૧૧/૧૯૨૪માં વરતેજ રાજપુત પરિષદ ના પ્રમુખપદેથી આપેલ પ્રવચનમાં ક્ષત્રિય સમાજે જ નહિ, સમગ્ર રાષ્ટ્રે ક્ષત્રિયો ની જાગૃતિ ની નોંધ લીધી. આ પરિષદમાં ગાંધીજી ના પ્રતિનિધિ કસ્તુરબા અને વલ્લભભાઈ પટેલ હાજર હતા, ઓઘુભા બાપુ, અને તખુભા બાપુ ને સાથે રાખીને સમાજ ના ભાઈઓ ને ઘરખેડ ખેતી કરવા સમજાવવા માટે ધંધુકા તાલુકામાં ગાડામાં બેસી ઘેર ઘેર ફર્યા હતા. ગોહીલ વાડ, હાલારમાં પણ ઘેરખેડ ખેતી કરવા સમજાવવા કરેલ. રાજપુત સમાજ ની આજીવન સમાજસેવા જ તેમના જીવન નો પયાઁય બની ગઈ

ગુજરાતનાં ઇતિહાસમાં જેમનું નામ આદરપાત્ર રીતે લેવામાં આવે છે તેવા ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

Standard

ગુજરાતનાં ઇતિહાસમાં જેમનું નામ આદરપાત્ર રીતે લેવામાં આવે છે તેવા ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.


તેમનો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું, ત્યારબાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા.


કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી. બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.

ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની “ધારાસભા” ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા “ભારતની સ્વતંત્રતા” માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે.

ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.

આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો. એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. . બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ પિછાની શક્યા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.

૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયું. ભાવવંદન

જીથરી(અમરગઢ) TB હોસ્પિટલ માટે 450 વિઘા જમીન દાન કરી હતી
-મહારાજા કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર)

આજે તા:19/05/2૦20 ના રોજ ભાવનગર રાજ્યનાં નેક. નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ની જન્મ જયંતિ નિમિતે અને મહામારી કોરોના વાયરસ ના કપરા સમય હોય ત્યારે મહારાજા ને પ્રજાનાં આરોગ્ય માટે થયેલ ચિંતા ની નાનકડી ઘટના.

1945 ની સાલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વાતવાતમાં ઈચ્છા દર્શાવેલી કે ઘણા લોકોને મારી નાખનાર ક્ષયરોગનો (T.B) કોઈક ઉપાય થવો જોઈએ અને આ કામ જો ભાવનગર રાજ્ય દ્વારા કરવામાં આવે તો અતિઉત્તમ.

આ વાત અમરેલીના શેઠ ખુશાલદાસ જે. મહેતા (K. J. Mehta) ને જાણવામાં આવી.તેમણે મહારાજા સાથે ચર્ચા કરીને 1 લાખ 61 હજાર રૂપિયાનો ફાળો એકત્ર કર્યો.આ સાથેજ મહારાજા એ સંકલ્પ કર્યો કે રાજ્ય તરફથી તેઓ પણ 1 લાખ રૂપિયા ની સાથે સૂકા હવામાન ખુલી જમીન માટે વખણાતા સોંગઢથી 2 કી. મી દૂર જીથરી(અમરગઢ) ગામે 450 વિઘા જમીન દાન આપી.

વાત હજુ અહીં અટકતી નથી , આયોજન આગળ વધ્યું એટલે મહારાજાને પૂછવામાં આવ્યું કે હોસ્પિટલ નું નિર્માણ પૂર્ણ થયેથી તખ્તી પર રાજયકુટુંબ કે પુર્વજોમાંથી કોનું નામ આપ જોડવા ઈચ્છો છો ? મહારાજા એ સરળતાથી જણાવ્યું કે હોસ્પિટલ બનાવવી એ રાજ્યની ફરજ છે એમાં અમારે જસ ન લેવાનો હોય.આથી મારે કોઈ નામ સુચવવું નથી. નામ તો જેમણે આ સમગ્ર કામગીરીમાં વિશેષ યોગદાન આપ્યું છે અને તમામ પ્રયત્નો કર્યા છે તે ખુશાલદાસ મહેતા નું આપવું જોઈએ.
આ રિતે પ્રજાહિત માટે ઉદારતા અને અન્યને મોટા કરવાની ભાવના મહારાજા ની લાક્ષણિકતા હતી.

જોકે આજે આ ડેન્ટલ હોસ્પિટલમાં અને કોલેજ તરીકે ફેરફાર થયેલ છે પરંતુ એક સમયે સમગ્ર ગુજરાતમાં એક માત્ર સૌથી મોટી ટ્રસ્ટની T.B હોસ્પિટલ તરીકે વિખ્યાત હતી.

અભિમન્યુ – વિશે વાંચવા અને જાણવા જેવું..!!

Standard

અભિમન્યુ

અભિમન્યુએ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો અને મહત્વપૂર્ણ લડવૈયા જેમ કે કુમાર લક્ષમણ-દુર્યોધનનો પુત્ર અને બૃહદબળ-ઇક્ષ્વાકુ કુળનો કોશલનો રાજા.

યુદ્ધના ૧૩મા દિવસે, કૌરવોએ પાંડવોને ચક્રવ્યુહ(જુઓ. હિન્દુ પૌરાણિક યુદ્ધ કળા) ભેદવા માટે આહ્વાન આપ્યું. પાંડવોએ તે આહ્વાન સ્વીકાર્યું કેમકે તેઓમાં આ ચક્ર તોડવાની કળા અર્જુન અને શ્રીકૃષ્ણ બન્નેને આવડતી હતી.

પરતું તે દિવસે અર્જુન અને શ્રીકૃષ્ણને બીજે મોરચે સમસપ્તક સાથે લડવા વિવષ હતા. પાંડવોએ તે આહ્વાન પહેલેથી સ્વીકાર્યું હતું અને અભિમન્યુ સિવાય ચક્રવ્યુહ વિષે સૌ અજ્ઞાન હોવાથી,કમ સે કમ તે ચક્રવ્યુહ ભેદવાનું જાણતો હતો, આથી યુવાન અભિમન્યુને મોકલવા સિવાય અન્ય કોઇ રસ્તો પાંડવો પાસે ન હતો, અભિમન્યુ ચક્રવ્યુહ માં ન ફસાય તેની સુરક્ષા માટે બહાર નીકળતી વખતે પાંડવ ભાઈઓએ તેની સાથે રહેવાનો નિર્ણય કર્યો. એ વાતનું ધ્યાન રહે કે આ યોજના અર્જુન અને શ્રીકૃષ્ણના સુશર્માની સમસપ્તક સામે ના પ્રસ્થાન પછી ઘડાઈ હતી.

તે નિર્ણાયક દિવસે, અભિમન્યુ તેની કળાનો ઉપયોગ કરી સફળતાથી ચક્રવ્યુહના કોઠા તોડી પાડે છે. પાંડવ ભાઈઓ તેની પાછળ ચક્રવ્યુહમાં પ્રવેશ કરવા મથે છે, પણ સિંધુ નરેશ, જયદ્રથ, શિવના વરદાનનો ઉપયોગ કરે છે, જેના દ્વારા તે અર્જુન સિવાય અન્ય સૌ પાંડવ ભાઈઓને એક દિવસ માટે રોકી રાખવા સમર્થ છે. આમ, અભિમન્યુ સમગ્ર કૌરવ સેના સામે એકલો પડી જાય છે.

જ્યારે અભિમન્યુએ તેના સારથિને રથ દ્રોણ તરફ હંકારવા આદેશ આપ્યો ત્યારે ૧૬ વર્ષના તરુણને સારથિએ યુદ્ધ શરુ કરવા પહેલાં ફરી વિચાર કરવા જણાવ્યું. તેણે જણાવ્યું કે લાડકોડ અને ઐશોઆરામ વચ્ચે ઉછરેલ અભિમન્યુ યુદ્ધ કળામાં દ્રોણ જેટલો નિપુણ નથી. તે જણાવે છે કે અભિમન્યુ ખૂબ જ પ્રેમ, લાડ-કોડ અને આરામ વચ્ચે ઉછર્યો છે અને તે યુદ્ધ કળામાં દ્રોણ જેટલો નિપુણ નથી. જોરથી અટ્ટહાસ્ય કરી અભિમન્યુ તેના સારથિને કહે છે, “મારી સામે દ્રોણ કે આખી કૌરવ સેના શી વિસાતમાં છે, જ્યારે હું અન્ય દેવો સહિત ઐરાવત પર આરુઢ સાક્ષાત ઈંદ્ર સામે લડી શકું છું. અરે, વિશ્વ જેની વંદન, અર્ચના કરે છે તેવા સાક્ષાત રુદ્ર સામે પણ હું તો યુદ્ધ કરી શકું છું.”

મનમાં જરા પણ ખુશી વગર સારથિ તેને આગળ લઈ જાય છે. અભિમન્યુ ચક્રવ્યુહને તોડી પાડે છે. તેની પાછળ કલાકો સુધી ચાલેલા ભયંકર યુદ્ધમાં તે સામાન્ય લડવૈયા કે વીર યોદ્ધા સૌને એક સમાન રીતે હણતો જાય છે જેમકે હવાના વમળના માર્ગમાં આવતાં નાના છોડ કે મોટા વૃક્ષ સમાન રીતે ઉખડી પાડે છે. અભિમન્યુ દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સહિત અન્ય યોદ્ધાઓને એક્લાં લડતા હણતો જાય છે. તે સિવાય અશ્મકનો પુત્ર, શલ્યનો નાનો ભાઈ, શલ્યનો પુત્ર રુક્મરથ, દીર્ઘલોચન, કુંડવેધી, સુશેના, વસતિય, કૃથ અને ઘણાં વીર યુદ્ધાઓને તેણે મારી નાખ્યાં. તેણે કર્ણને એવી રીતે ઘાયલ કર્યો કે તેણે યુદ્ધ ભૂમિ છોડીને ભાગવું પડ્યું. અને દુશાસનને મૂર્છિત કરી દીધો અને અન્ય માણસોએ તેણે યુદ્ધભૂમિમાંથી બહાર લઈ જવો પડ્યો. પોતાના પુત્રના મૃત્યુની વાત સાંભળી દુર્યોધન ક્રોધાવેશમાં પાગલ થઈ ગયો અને ચક્રવ્યૂહુના તમામ યોદ્ધાને અભિમન્યુ પર આક્રમણ કરવા આદેશ આપ્યો. અભિમન્યુને નિશસ્ત્ર કરવાના તમામ ઉપાયોમાં નિષ્ફળ થતાં દ્રોણની સલાહ પર અભિમન્યુના ધનુષ્યને પાછળથી હુમલો કરી તોડી પાડ્યો. ટૂંક સમયમાં જ શસ્ત્ર વિહીન અભિમન્યુના રથ સારથિ અને ઘોડાનો નાશ કરવામાં આવ્યો. અને તેના લીધેલા શસ્ત્રો કામ ન આવ્યાં. અંતે તેણે બાણ વરસાવતાં દુશ્મનોનો ઘોડા હાથી પર બેસીને રથના પૈડાંને પોતાને ઢાલ બનાવીને તલવાર લઈ યુદ્ધ કરતો રહ્યો. દુશાસનનો પુત્ર તેની સાથે મલ્લયુદ્ધમાં ઉતરી પડ્યો. યુદ્ધના તમામ નિયમોને ભૂલી સૌ કૌરવો તેના એકલાની સામે લડવા માંડે છે. જ્યાં સુધી તેની તલવાર અને રથનું પૈડું તૂટી નથી જતું ત્યાં સુધી તે લડત ચાલુ રાખે છે. છેવટે એક્પણ શસ્ત્ર ન રહેતાં દુશાસનનો પુત્ર ગદા વડે તેનું મસ્તક કચડી નાખે છે. એમ કહેવામાં આવે છે અભિમન્યુના મૃત્યુ પછી યુદ્ધમાં નિયમોને વળગી રહેવાનો અંત આવ્યો. જે ક્રૂર અને નિયમભંગ વડે અભિમન્યુને મારવામાં આવ્યો તે વર્ણવી અર્જુનને કર્ણ વધ માટે પ્રેરિત કરે છે. દ્રોણાચાર્યની હત્યા કરવા માટે પણ આજ કારણ બતાવાય છે. કોઈ કહે છે આ માત્ર આ યુદ્ધના જ નિયમભંગ નહી પણ પછીના નિયમોવાળા યુદ્ધોનો જ અંત થયો.

અભિમન્યુ ચંદ્રદેવના પુત્ર વર્ચસનો અવતાર હતો. જ્યારે અન્ય દેવોએ તેના પુત્ર વર્ચસને પૃથ્વી પર અવતરવાની વાત કરી ત્યારે ચંદ્રદેવએ માત્ર ૧૬ વર્ષ પૃથ્વી પર રહેવાની પરવાનગી આપી કેમકે તેથી વધુ સમય તેઓ તેનાથી અલગ ન રહી શકે. અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામ્યો ત્યારે ૧૬ વર્ષનો હતો.

મહાભારત યુદ્ધના પછી તેનો પુત્ર પરીક્ષીત એક માત્ર કુરુ વંશજ જીવંત રહ્યો અને પાંડવ કુળ આગળ ચલાવ્યું. અભિમન્યુને હમેંશા પાંડવ પક્ષના મહાન લડવૈયા તરીકે જોવામાં આવતો જેને સ્વેચ્છાએ પોતાના પ્રાણોની આહુતી આપી.

અભિમન્યુ પર થયેલ છળ અને ક્રૂરતાના સમાચાર અર્જુનને સાંજે મળ્યાં અને ત્યાંજ તેણે પ્રતિજ્ઞા કરી કે તે બીજે દિવસે સૂર્યાસ્ત પહેલા જયદ્રથની હત્યા કરશે તેમ ન થાય તો તે તુરંત અગ્નિ સ્નાન કરશે. બીજે દિવસે કૌરવો જયદ્રથને અર્જુનથી સૌથી દૂર રાખે છે અને સંસપ્તક(જેને યુદ્ધભૂમિ માં યાતો વિજયી અથવા મૃત જ નીકળવાનું વરદાન છે) સહિત સર્વ લડવૈયાઓને અર્જુનને રોકવામાં લગાવી દેવામાં આવે છે. અર્જુન બીજે દિવસે કૌરવ સેનાને ચીરતો હજારો લાખો લડવૈયાને એકજ દિવસમાં મારી નાખે છે. સૂર્યાસ્ત નજીક હોવાં છતાં અર્જુનનો રથ ક્યાંય જયદ્રથની નજીક નથી પહોંચતો. અર્જુન પોતાની નિષ્ફળતા જોતો દુ:ખી થઈ જાય છે અને માનસિક રીતે પોતાને અગ્નિસ્નાન માટે તૈયાર કરે છે. કૃષ્ણ સર્વ શક્તિમાન હોવાથી તાત્પુરતુ સૂર્ય ગ્રહણ રચે છે. કૌરવો અને પાંડવો સૌ માને છે કે સૂર્યાસ્ત થઈ ગયો અને યુદ્ધના નિયમ અનુસાર યુદ્ધ બંધ થાય છે. બંનેં તરફના લોકો અર્જુનનો અગ્નિદાહ જોવા ભેગા થયાં. અર્જુનનો અગ્નિદાહ જોવા જયદ્રથ પણ ઉતાવળે આગળ આવી ગયો. કૃષ્ણએ પોતે રચેલી સ્થિતીનો ફાયદો જોઈ સૂર્યને ગ્રહણમાંથી બહાર આવે છે. કૌરવો સ્થિતીને સંભાળે તે પહેલાં જ કૃષ્ણ અર્જુનને પોતાનું ગાંડીવ સંભાળી ને જયદ્રથનો વધ કરવા જણાવે છે. અર્જુનના અચૂક બાણ જયદ્રથને નિહત્થો કરી દે છે અને તેના જયદ્રથને સૂર્યાસ્ત પહેલાં મારી અભિમન્યુની હત્યાનો બદલો લેવાનું કાર્ય પૂર્ણ થાય છે. સૂર્યગ્રહણ રચવાનું કારણ ઘણી જગ્યાએ અર્જુનને બચાવવા માટેની યોજના બતાવવામાં આવે છે કેમકે જયદ્રથને તેના પિતા દ્વારા વરદાન મળ્યું હતું કે જેના દ્વારા જયદ્રથનું માથું જમીન ઉપર પડશે તેનું તત્કાળ મૃત્યુ થશે. આથી જણે કરીને કૃષ્ણએ અર્જુન દ્વારા જયદ્રથનું નિશાન આસાનીથી સધાય અને તેનો જીવ ન જોખમાય એ ઉદ્દેશ્યથી આ સ્થિતિ નિર્માણ કરી. અર્જુનએ જયદ્રથનું માથું એવી કળાથી ઉડાવ્યું કે જેથી તે ઉડીને સીધું તેના પિતાના ખોળામાં જઈ પડે જેઓ વૃક્ષ નીચે બેઠા હતાં. ખોળામાં કંઈક પડેલું જોઈ તેના પિતા ચોંકી ઉઠ્યા અને ઊભા થઈ ગયાં.આમ કરતાં જયદ્રથનું માથું જમીન પર પડી ગયું અને તત્કાળ તેમનું મૃત્યુ થયું.

શશિરેખા બલરામની પુત્રી હતી. બલરામને દુર્યોધન પ્રત્યે કુણી લાગણી હતી. તેઓ પોતાની બહેન સુભદ્રાને અર્જુનને બદલે દુર્યોધનને પરણાવવા માંગતા હતાં. આ વાતને જાણતા કૃષ્ણએ સુભદ્રાનું હરણ કરાવી પરણાવી દીધાં. આ જ સંજોગ ફરી પુનરાવર્તન પામ્યાં. લક્ષ્મણ દુર્યોધનનો પુત્ર હતો. હવે બલરામ તેની પુત્રી શશિરેખાના વિવાહ અભિમન્યુને બદલે લક્ષમણ સાથે કરવા માંગતા હતાં. માટે કૃષ્ણએ અભિમન્યુ અને સશિરેખાને ઘટોત્કચ્છની સહાયતા લેવા સૂચવ્યું. ઘટોત્કચ્છે સશિરેખાનું અપહરણ કર્યું અને અભિમન્યુ સાથે તેને પરણાવી દીધી.

ઉત્તર તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશની દ્રૌપદી જાતિ પરથી અભિમન્યુના દાનવીય ગુણોની માહિતી મળે છે. તેમની વાયકા અનુસાર કૃષ્ણ અભિમન્યુના અગુણોને જાણતા હતાં માટે જ પોતાની બહેનનો પુત્ર હોવા છતાં તેમણે તેને ચક્રવ્યૂહમાં એકલો પડાવી દ્રોણના હાથે મરાવ્યો. દુર્વાસા ઋષિના શ્રાપને કારણે આ જન્મે તે રાક્ષસ બન્યો. પૂર્વ ભવમાં તે રામના મહેલનો દ્વારપાળ હતો અને તેણે દુર્વાસા ઋષિને અંદર જવા અનુમતિ ન આપી આથી ક્રોધે ભરાયેલ દુર્વાસાએ તેને આગલા જન્મમાં રાક્ષસ તરીકે જ્ન્મવાનો શ્રાપ આપ્યો. કૃષ્ણની અભિમન્યુના મૃત્યુ થવા દેવાની ઈચ્છાનું કારણ એ ન હતું કે તે રાક્ષસ હતો પણ તે એકલો સમગ્ર કૌરવ સેનાનો નાશ કરવા સક્ષમ હતો, જો તે તેમ કરે તો પાંડવ ભાઈઓની પ્રતિજ્ઞા પૂરી ન થાય તેમ હતું.

એક અન્ય આવૃત્તિ અનુસાર માયકલ મધુસુદન દત્તના કાવ્ય મેઘનાદવધના પરિશિષ્ટ અનુસાર અભિમન્યુનો જન્મ એક અન્ય શ્રાપને કારણે થયો. આ વાર્તા અનુસાર ચંદ્રદેવ ગર્ગ ઋષિને પૂરતું સંરક્ષણ ન પાડી શક્યા આથી તેમણે ચંદ્રને અભિમન્યુ રૂપે પૃથ્વી પર જન્મવાનો શ્રાપ આપ્યો. આમ અભિમન્યુ એ શ્રાપિત ચંદ્રદેવ જ છે. ચંદ્ર દેવના માફી માંગવાથી ગર્ગ ઋષિએ શ્રાપની અવધિ ૧૬ વર્ષ કરી ને યુદ્ધમાં તેનુ મૃત્યુ થશે તે પછી તે સ્વર્ગમાં પાછો જઈ શકશે.

લેખક : અજ્ઞાત

*કાળ ની થપાટ ભાગ-3

Standard

કાળ ની થપાટ ભાગ-3

જુનો વખત યાદ આવે ખાલી ગઢ જોઈને જ જાય ધરાઈ,
સમૃદ્ધિ ભલે ઝાંખી પડી પણ તોય સત ગૌ એ સાંભરાઈ.

– કચ્છ ના જાગીરદારો નો વૈભવ અને સમૃદ્ધિ એ સૌરાષ્ટ્ર ના સારા રજવાડા ને પણ ઝાંખા પાડે એવા હતા. કચ્છ ના માંડવી તાલુકા નું ગામ સાંભરાઈ માંડવી થી 35 કિલોમોટર આગળ જતા આવે.કચ્છ ના મહારાઓશ્રી રાયધણજી પહેલા ના મોટા કુંવર નોંઘણજી ના મોટા કુંવર હાલાજી એ કંઠી થી અબડાસા એમ મુન્દ્રા થી માંડી અબડાસા ના 52 ગામ કાંડાબળે કબ્જે કરી સ્વતંત્ર સતા સ્થાપી અને સાંભરાઈ માં ગઢ ચણાવી ત્યાં રહી શાશન કરતા પછી તેમને સાંભરાઈ થી ગાદી કોઠારા ફેરવી અને ત્યાં ખુબ ભવ્ય ગઢ બંધાવ્યો.હાલાજી ના કુંવર હરભમજી કોઠારા થી 6 ગામ ગરાસ માં લઈને સવંત 1770 માં ઉતર્યા અને સાંભરાઈ ગઢ માં નિવાસ કરી શાશન ચલાવ્યું.હરભમજી ના રાણી સુરજકુંવરબા વઢવાણ રાજ્ય ના કુમારી હતા તેઓ દ્વારકા યાત્રા એ જતા હશે રસ્તા માં સમાચાર મળ્યા કે હરભમજી સ્વર્ગવાસી થયા,સુરજકુંવરબા ત્યાં જ સતી થયા.જામ ખંભાળિયા પાસે હરિપર ગામે આજે પણ ત્યાં તે પુજાય છે.ઠા.તેજમાલજી પાછળ તેમના રાણી વદનકુંવરબા સતી થયા તેઓ દેવગઢ બારીયા ભાયાત ના ખીચી ચૌહાણ હતા તેમના એક બેન વાડાપાધર અને એક બેન સાંયરા આપ્યા હતા આ ત્રણે બહેનો સતી થયા અને ત્રણે પુજાય છે.શૌર્ય,સેવા અને સમર્પણ ના આનુવાંશિક ગુણો નું જતન કરતા સાંભરાઈ ના જાગીરદારો એ પૂર્વજો ની કીર્તિ ને અખંડ રાખી કુળ ગૌરવ વધાર્યું.
કચ્છ માં જ્યારે મહારાઓશ્રી ખેંગારજી ત્રીજા નું રાજ ત્યારે સાંભરાઈ ના જાગીરદાર સાહેબજી.એ સમયે કચ્છ માં વન વિસ્તાર પણ ઘણો માટે ચિતાઓ નો વસવાટ પણ હતો,કચ્છ રાજ્ય નો વટ હુકમ કે ચિતા નો શિકાર કરવાની પરવાનગી કોઈ ને નહતી,એ અરસા માં સાંભરાઈ વિસ્તાર માં ચિતા નો ત્રાસ વધ્યો હતો ઘણા પશુઓ ને ફાળી ખાધા પછી એક સોની અને એક રબારી ને પણ ચિતાએ તેનો ભોગ બનાવ્યા,પ્રજા ફરિયાદ લઈને ઠાકોર સાહેબ સાહેબજી પાસે ગઈ તેમને ચિતા ના ત્રાસ થી પ્રજા ને મુક્તિ અપાવવા રાજ ના નિયમ નો ભંગ કર્યો અને લાગ ગોઠવી ને પોતાની બંદુક વડે સાંભરાઈ ના ગઢ ના કોઠા ઉપર થી નિશાન લગાવી ચિંતા ને માર્યો,ભુજ બાવા ને જાણ થતા તેમને સાંભરાઈ ઠાકોર ઉપર આકરા પગલાં લીધા ત્યારબાદ સાંભરાઈ ઠાકોર સાહેબે પણ સામો કેશ કર્યો અને ભુજ મહારાઓ તેમજ સાંભરાઈ ઠાકોર સાહેબ નો કેશ કોર્ટ માં ઘણો સમય ચાલ્યો,એ બનાવ પછી કચ્છ માં ચિતા સત્યાગ્રહ થયો હતો.એ જ સાહેબ જી બાવા એક વખત કચ્છ ના ભાયાતો નો કોઈ સમારોહ મળ્યો હશે એમાં સૌથી સુંદર કચ્છી પાઘ કોણ બાંધી શકે એવી કોઈ હરીફાઈ થઈ હશે એમાં અવ્વલ આવેલ(આ પ્રસંગ વિશે વિગતવાર માહિતી મળતી નથી).ગઢ ની અંદર ત્રણ માળ ની મેડીઓ હતી જેની છત ઉપર થી સાત ગામ નો સીમાળો દેખાતો માટે સત ગૌ એ સાંભરાઈ કહેવત પડી હશે.ગઢ ની અંદર જ કૂવો છે કહેવાય છે કે કચ્છ માં 1956 માં જ્યારે સતત ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યા ત્યારે આખા સાંભરાઈ ગામ ને પાણી આ કુવા માંથી મળતું છતાં ક્યારેય તેનું તળિયું ન દેખાણુ.2001 ના ધરતીકંપ માં સાંભરાઈ જાગીર ની ખુબ ખૂંવારી થઈ ગઢ ની અંદર હતું એ બધું નામશેષ થઈ ગયું ત્યારબાદ સાંભરાઈ ઠાકોર સાહેબ પરિવાર ગાંધીધામ ના ગળપાધર રહેવા આવતો રહ્યો.મારા દાદીમા સાહેબ નું મોસાળ પણ સાંભરાઈ ઠાકોર સાહેબ ને ત્યાં માટે મારું ઋણાનુબંધન.હાલે સાંભરાઈ ગઢ ની અંદર કંઈ બચ્યું નથી,ગઢ હજી સાબુત છે અને જાગીર ના અન્ય કુટુંબો રહે છે.સમયે ઉથલો માર્યો અને કલચક્ર એ પલટો લીધો એમાં એક સમય ની ભવ્ય જાગીર વેરાન થઈ ગઈ.પરિસ્થિતિઓ ની વિપરિતતા અને સમય નો ખુબ ઘસારો ખાવા પછી પણ સાંભરાઈ જાગીર પરિવારે આજે પણ પોતાનું કુળગૌરવ અને અસ્મિતા જાળવી રાખ્યા છે.હાલે સાંભરાઈ જાગીર ના ઠાકોર સાહેબ ચંદ્ર સિંહ ફતેહસિંહ છે જે ગળપાધર રહે છે.

– લેખન :- ધ્રુવરાજજી જાખોત્રા(શાશ્વત)
– આભાર :- લકીરાજસિંહ ઝાલા(ભાલારા)
કું. પ્રહલાડસિંહ જાડેજા(સાંભરાઈ)

।। જય કચ્છ ।। ।। જય માતાજી ।।

કાળ ની થપાટ ભાગ-2

Standard

કાળ ની થપાટ ભાગ-2

ઉજ્જડ બન્યુ મહાનગર જ્યાં સમૃદ્ધિ છલકાતી હતી,
ખંડેરો જોઈને ય આંખો અંજાય અરે શુ ભવ્યતા રોહા ની હતી.

– રોહા એક એવું નામ જેનાથી મોટાભાગે કોઈ અજાણ નહિ હોય ઘણીવખત એની ડોક્યુમેન્ટરી પણ આવતી હોય છે સાથે ખ્યાતનામ છપાઓ માં પણ લેખ આવેલ હશે, અલગ-અલગ સ્થળોએ થી પ્રવાસીઓ પણ મુલાકાત લેવા અને ફોટોગ્રાફી માટે આવતા હોય છે.કલાત્મક મેડીઓ અને ઝરૂખાઓ એ આજે પણ ખંડેર હોવા છતાં સહેલાણીઓ ને પોતાની તરફ આકર્ષે છે,જ્યારે આ નગર એની સમૃદ્ધિ ની પરાકાષ્ઠા એ હશે ત્યારે કેવું લાગતુ હશે હેં…? ખરેખર કલ્પનાતીત છે.
કચ્છ ના નખત્રાણા તાલુકા માં આવેલ રોહા એ કચ્છ ની ખુબ સમૃદ્ધ જાગીર હતી,કચ્છ ની ખુબ ઉપજાવ અને ફળદ્રુપ જમીન ના 52 ગામ રોહા જાગીર ને ગરાસ માં મળેલા.ભુજ ની સ્થાપના કરનાર મહાન શાશક રાઓશ્રી ખેંગારજી પ્રથમ ના નાના ભાઈ મહારાજ કુમાર સાહેબજી ને આ પ્રદેશ ખુબ પસંદ હતો માટે તેમને ખેંગારજી પાસે ગરાસ માં માંગેલ.સાહેબજી ના જ્યેષ્ટ પુત્ર પચાણજી તેમની લાખાડી ગાદી હતી તે પરંપરા માં અનુગામી ઠા. દેવાજી એ સંવત ૧૬૩૨ આસપાસ રોહા નો કીલો બંધાવી ગાદિ લાખાડી થી રોહા ફેરવી,એક સમયે રોહા જાગીર નો વૈભવ અને સમૃદ્ધિ એવા ચરમસીમા એ હતા કે કચ્છરાજ ને પણ ઈર્ષ્યા થતી અને પછી ભુજ અને રોહા ના સબંધો માં ખટાશ પણ આવી ગઈ.ઠાકોરશ્રી જીઆજી એ વરસાદ નું પાણી સચવાઈ રહે અને આખા નગર ને શુદ્ધ પાણી મળે તે હેતુ થી વિશાળ પાણી ની ટાંકીઓ બનાવેલ આ ટાંકીઓ હાલે જીર્ણ થઈ છે પણ આજે ય જોતા એ કુશળ શાશક અને દિર્ઘદ્રષ્ટા ઠાકોર જીઆજી ની યાદ અપાવે.રોહા માંથી દેવપર(યક્ષ) અને વિરાણી જાગીર છુટી પડી.
ગુજરાતી સાહિત્ય ના ઉત્કૃત કવિ અને સર્જક એવા કવિ કલાપી એ રોહા ના જમાઈ હતા,રોહા ની પ્રકૃતિ અને ટેકરીઓ માં એમના કાવ્યો ખીલ્યા અને વિકાસ પામ્યા જેમાં તેમને મંજલ ના કવિ દેવાજી ની પણ પ્રેરણા મળી.
અત્યારે રોહા માં પથ્થરો સિવાય કંઈ બચ્યુ નથી,મહેલો,મેડીઓ,મકાનો અરે આખું નગર પડી ને પાધર થયું,રોહા ની અસ્મિતા સમાન ઝરૂખાઓ અને અમુક મેડીઓ ખંડેર અવસ્થા માં પડી કે પડશે જેવી સ્થિતિ માં છે.પરિસ્થિતિઓ જ્યારે વિપરીત બને અને કાળ જેને થપાટ મારે એની સ્થિતિ શુ થાય એ રોહા નું વર્તમાન જોતા આંકી શકાય.ધન-ધાન્ય,ઐશ્વર્ય,વૈભવ,સમૃદ્ધિ,પ્રકૃતિ,શક્તિ અને સામર્થ્ય થી છલકાતું રોહા આજે ઉજ્જડ બની ત્યાં આવતા પ્રવાસીઓ ને જાણે મુક સંદેશ આપતું હોય કે હે કાળા માથા ના માનવીઓ જ્યારે જાય છે ત્યારે સઘળું જાય છે.
બધુ જ નાશવંત છે,બધુ જ નાશવંત છે.

મહેલ,મેડી,ઝરૂખાઓ અરે આખુ નગર સુમસામ ભાસે છે,
કચ્છ નું ખમીર રોહા જાગીર આજે અંધકાર માં પણ પ્રકાશે છે.

– લેખન :- જામોત્તર ધ્રુવરાજજી જાખોત્રા(શાશ્વત)
– માહિતી :- લકીરાજસિંહ ઝાલા(ભાલારા)

।। જય માતાજી ।। ।। જય કચ્છ ।।