Category Archives: રજવાડાં

જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી

Standard

​નેકનામદાર પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાથે બીજા મહાન વ્યક્તિ જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી નો પણ આજે નિવારણ દિન છે… 
જેઓ ભારતના પ્રથમ ક્રિકેટર હતાં તથા તેમના નામથી આજે રણજી ટ્રોફી પણ રમાય છે… 
તેમના માટે એક પુસ્તક પણ છે…. 

“The Jubilee Of Cricketer”
જામ સાહેબ રણજીતસિંહજી વિશે ની માહિતી નીચે મુજબ છે….. 
જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી
અંગત માહિતી

પુરું નામ :- નવાનગરના H.H. જામ સાહેબ શ્રી સર રણજીતસિંહજી વિભાજી
જન્મ :- 10 સપ્ટેમ્બર 1872

સડોદર , કાઠિયાવાડ, બ્રિટિશ ભારત
મૃત્યુ :- 2 એપ્રિલ 1933 (60 વયે)

જામનગર મહેલ, બ્રિટિશ ભારત
હુલામણું નામ :- રણજી, સ્મિથ
બેટિંગ શૈલી :- જમણેરી
બોલીંગ શૈલી :- જમણેરી ધીમા
ભાગ :- બેટ્સમેન, પછીથી લેખક અને નવાનગર રજવાડાના મહારાજા
આંતરરાષ્ટ્રીય માહિતી
રાષ્ટ્રીય ટીમ :- ઇંગ્લેન્ડ
ટેસ્ટ પ્રવેશ

(cap ૧૦૫) :-

૧૬ જુલાઇ ૧૮૯૬ v ઓસ્ટ્રેલિયા
છેલ્લી ટેસ્ટ :- ૨૪ જુલાઇ ૧૯૦૨ v ઓસ્ટ્રેલિયા
સ્થાનિક ટીમ માહિતી
વર્ષ                        ટીમ

૧૮૯૫-૧૯૨૦        સસેક્સ

૧૯૦૧-૧૯૦૪        લંડન કાઉન્ટી ક્રિકેટ ક્લબ

૧૮૯૩-૧૮૯૪        કેમ્બ્રિજ યુનિવર્સિટી ક્રિકેટ ક્લબ
કારકિર્દી આંકડાઓ

સ્પર્ધા                 ટેસ્ટ પ્રથમ કક્ષા

મેચ                   ૧૫          ૩૦૭

નોંધાવેલા રન       ૯૮૯       ૨૪,૬૯૨

બેટિંગ સરેરાશ     ૪૪.૯૫    ૫૬.૩૭

૧૦૦/૫૦            ૨/૬        ૭૨/૧૦૯

ઉચ્ચ સ્કોર          ૧૭૫        ૨૮૫ *

નાંખેલા બોલ        ૯૭          ૮૦૫૬

વિકેટો                 ૧             ૧૩૩

બોલીંગ સરેરાશ    ૩૯.૦૦     ૩૪.૫૯

ઇનિંગમાં ૫ વિકેટો  –            ૪

મેચમાં ૧૦ વિકેટો   –            ૦

શ્રેષ્ઠ બોલીંગ         ૧/૨૩     ૬/૫૩

કેચ/સ્ટમ્પિંગ          ૧૩/–     ૨૩૩/–
રણજીતસિંહજી GCSI GBE (૧૦ સપ્ટેમ્બર ૧૮૭૨ – ૨ એપ્રિલ ૧૯૩૩),

 [note ૧] જેઓ રણજી તરીકે જાણીતા હતા, ભારતના નવાનગર રજવાડાના ૧૯૦૭ થી ૧૯૩૩ દરમિયાન મહારાજા જામ સાહેબ અને જાણીતાં ટેસ્ટ ક્રિકેટ ખેલાડી હતા જેઓ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વતી રમ્યા હતા. 

[૨] તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટી તરફથી પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને સસેક્સ પરગણાં તરફથી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા.

જામ રણજીને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનમાંના એક ગણવામાં આવે છે.

 [૩][૪] તેમણે ક્રિકેટની સુધરતી જતી પીચનો લાભ લઇને બેકફૂટ પ્રકારની ક્રિકેટ શૈલીનો ઉપયોગ કર્યો હતો અને તેમણે લેગ ગ્લાન્સ ની શોધ કરી હતી તેમજ તેને લોકપ્રિય બનાવ્યો હતો. ભારતની પ્રથમ કક્ષાની ક્રિકેટ પ્રતિયોગિતા રણજી ટ્રોફીને તેમનું નામ આપવામાં આવ્યું હતું, જે ૧૯૩૫માં પટિયાલાના મહારાજા ભુપિન્દર સિંહે શરૂ કરી હતી. તેમના ભત્રીજા દુલિપસિંહજી પણ ઇંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાનું ક્રિકેટ અને ઇંગ્લેન્ડ તરફથી ક્રિકેટ રમ્યા હતા. [૧]
૧૯૦૭માં તેઓ નવાનગર રજવાડાના મહારાજા જામ સાહેબ બન્યા હતા. પછીથી તેઓ ભારતીય રાજાઓના ચેમ્બર ઓફ પ્રિન્સના ચાન્સેલર બન્યા હતા અને લીગ ઓફ નેશન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
રણજીતસિંહજીનું નામ ગુજરાતી પૂર્વગ -સિંહજી ધરાવે છે, જે બે ભાગમાં છે: -સિંહ, જે ગુજરાતના રાજપૂતોમાં સામાન્ય છે અને -જી જે સામાન્ય માનવાચક છે. તેઓ તેમના કુટુંબના નામ

રણજીતસિંહજી વિભાજી થી ઓછા જાણીતા હતા. પોતાની કારકિર્દી દરમિયાન, રણજી સ્કોરબોર્ડ પર પ્રિન્સ રણજીતસિંહજી અથવા કે. એસ. રણજીતસિંહજી તરીકે ઓળખાતા હતા. કે. એસ. કુમાર અને શ્રી દર્શાવતું હતું, જે તેમના અપાયેલા નામમાં ન હતું. તેઓ સ્મિથ તરીકે પણ ઘણી વખત રમ્યા હતા.
ફોટો :- 1.જામ સાહેબ રણજીતસિંહજી ઓફ નવાનગર સ્ટેટ

          2.સહિ જામ સાહેબ રણજીતસિંહજી ઓફ નવાનગર સ્ટેટ

​🌞  સૂર્યવંશી વાળા રાજવંશ 🌞

Standard

વાળા રાજવી ઓ આખા આર્યવ્રત ના સૌથી પ્રાચીન વંશ છે,

વાળા રાજવીઓ પહેલા રઘુવંશી કહેવાતા ત્યારે આપની રાજગાદી અયોધ્યા હતી, ત્યારબાદ વલ્લભીપુર મા ગાદી સ્થાપી અનૈ મૈત્રક વંશ તરીકે ઓળખ મળી, ત્યા ઘણા વર્ષ સુધી રાજ કર્યા બાદ આરબોએ વલ્લભીપુર ભાંગ્યુ અને ઘણા રાજા જે શીલાદિત્ય 7 તરીકે ઓળખાતા તેના સહિત લગભગ આખુ સૈન્ય કામ આવી ગયુ,

આરબો એ રાજકોષ સહીત આખા રાજ્ય મા લુંટચલાવી રવાના થયા, પછી વલ્લભીપુર પર આસપાસના ભીલ જાતિ ના લોકોએ કબ્જો લઈ રાજ ચલાવવા લાગેલા, આરબો ના આક્રમણ વખતે શીલાદિત્ય 7 ના એક મહારાણી કે જેના પેટ મા મૈત્રક કુળ નો વંશ હતો તે ગુપ્ત રસ્તે ભાગી છુટવામા સફળ થયા, જ્યારે બીજી રાણીયુ સતી થયા,

મહારાણીએ એક પર્વત ની ગુફા મા દિકરા ને જન્મ આપી સતી થયા,

એ રાજકુમાર વ્રતકેતુ હતો તથા ગુફા મા જન્મ થવાથી તે ગુહાદિત્ય તરીકે પણ ઓળખાતો, તેણે જુવાન થતા જ પોતાના ભાયાતો ને ભેગા કરીને વલ્લભીપુર પર કબ્જો લઈ *વળા નામે શહેર વસાવી ત્યા ગાદી સ્થાપી ત્યાર થી મૈત્રક માંથી વાળા* કેવાણા,યારબાદ ગાદી બદલતી રહી, પછી થાન મા ગાદિ આવી ત્યારબાદ ગાદિ તરીકે તળાજા નામે શહેર વસાવ્યુ, તળાજાઘણા વર્ષના શાસન દરમિયાન વાળા દરબારો એ ઈતીહાસને ઘણા બાહોશ, વીર અને ટેકિલા રાજપુતો આપેલા છે, જેમા વીર ઉગાવાળો, વીર એભલવાળો તથા વીર ચાંપરાજવાળો કે જેને મર્યાપછી ગઢવી ને ઘોડાનુ દાન આપેલ એવી માન્યતા છે, તથા આખા વિશ્વમા પણ જેનો જોટો ન જોવા મળે એવા અમર પ્રેમી તરીકેજે ઓળખાય છે તે *વીર માંગડાવાળો આજે પણ ભાણવડમા અમર છે.*
*તળાજા બાદ વાળા ઓની ગાદી બન્યુ ઢાંક.*

ઢાંક જે ત્યારે પાટણ કહેવાતુ,

કહેવાય છે કે દિલ્લી ના બાદશાહ નો સુબા એ આક્રમણ કરી ઢાંક જીતી લીધુ, ત્યારે સરતાનજી વાળા બહારવટે ચડેલા, તે સમયે જોગમાયા મા નાગબાઈ ઢાંક આવેલાએ વાત ની સરતાનજી ને ખબર પડતા તેમાતાજી ને પરસવા ગયેલા, માતાજી એ રાજી થઈ આશિર્વાદ આપેલા કે કાલ સવાર નો સુરજ ઉગે એ પહેલા તને તારી ગાદી પાછી મળી જાશે, અને સાચેજ ૮૪ ગામ નુ પરગણુ પાછુ મળી ગયુ, ત્યાર થી *માં નાગબાઈ વાળાઓના સહાયકદેવી(કરદેવ ી) બન્યા છે* આજે જે જગ્યા પર માતાજી એ સરતાનજી ને આશીર્વાદ આપેલા ત્યા પાટણ નામે ગામ છે, અને માતાજી નુ મંદિર છે, *આજે પણ ઢાંક ના ૧૨ ગામ ના વાળા ઓના ભાણુભા ના કર (મુંડન) પાટણ જ થાય છે* 

ઢાંક ના ઝાંઝરશી વાળા કે જે સોમનાથ ની વ્હારે ગયેલા અને શહિદ થયેલા એના નામે શહેર વસાવેલુ જે ઝાંઝમેર તરીકે ઓળખાય છે.

આજે પણ ઢાંક સ્ટેટ ના 12 ગામો હયાત છે, અને હળીમળી ને રહે છે, આજે પણ ઢાંક સ્ટેટ ના રાજવીઓ કે જે “બાપા” તરીકે ઓળખાય છે તે રાજકોટ રહે છે.
આ ઊપરાંત એક મહાન વિભુતી કે જેને ફક્તવાળા ઓનુ જ નહી પણ સમસ્ત રાજપુતો નું નામ ઈતિહાસ ના પાને અમર કરી દિધુ એવા *સંત શ્રી પરમ પુજ્ય બ્રહમચારી લાલદાસ બાપુ (ગધેથડ)* એ દરબારો ની એકતા માટે અતિસરાહનિય કામ કરેલ છે,

વાળા ઓનો ઈતીહાસ આદિકાળથી હતો અને અત્યારે પણ ઉજળો જ છે,

એટલે જ કવિઓએ વાળાઓના વખાણ કરતા લખ્યુછે કે.
*”સોરઠા કરો વિચાર, બે વાળા મા ક્યો વડો,

સરનો સોંપણહાર કે પછિ વાઢણહાર વખાણીયે”*
સૌજન્ય : ‘વાળા રાજપુત રાજવંશ’

​મહારાણાશ્રી નટવરસિંહજીનો લગ્ન મહોત્સવ.

Standard

​મહારાણાશ્રી નટવરસિંહજીનો લગ્ન મહોત્સવ.


બે પવિત્ર રાજકુળોનો –જેઠવાકુળ ને ઝાલાકુળનો  સંબંધ બંધાણો.


રાજ્યારોહણના મંગળપ્રસંગ પછી તરત જ લગ્ન મહોત્સવની ધામધૂમો શરૂ થઇ. એટલે કે મહાશુદ 11 થી પૂર્ણિમાલગીની પાંચ રાત્રિઓ લગી દમામવારા સામૈયાં નીકળ્યાં. એ ભવ્ય સામૈયાનું વર્ણન કરવાને કોઇ મોટા મોટા મહાન લેખક ની જરૂર પડે. ટુંકામાં કહું તો એટલુંજ કે એ સામૈયાંના મોટા હાથી ઉપર  હિઝ હાઇનેશ મહારાજા મહારાણા શ્રી નટવરસિંહજી સાહેબ બીરાજમાંન હતા. તેમને જોવા આખા નગર ના માણસો ઉભરાયા. જેથી રસ્તાઓ ખીચોખીચ ભરાઇ ગયા. તે બધા પોતાના રાજાની સવારી જોતા હતા. જ્યાં જ્યાંથી સવારી નીકળતી ત્યાં ત્યાં બારીઓમાંથી સ્ત્રીઓ ફુલોથી, કંકુથી ગુલાલથી ને મંગલ આશીર્વાદથી તે વધાવતી હતી. આ ભવ્ય દેખાવ ખરેખર જોવા જેવો હતો.

લીંબડીના મહારાજાશ્રી દોલતસિંહજી સાહેબ નાં સુશિક્ષિતા, સદગુણમંડિતા, રાજકુમારીશ્રી રૂપાળીબા સાહેબ સાથે મહારાજા મહારાણાશ્રીનું વેવિશાળ થયેલું હતું. તેથી મહા શુદ પૂર્ણિમાની પ્રકાશપૂર્ણ રાત્રીએ બે સ્પેશીયલ ટ્રેનો દ્ધારા મહારાણાશ્રીની જાન લીંબડી. તરફ વિદાય થઇ. 

 લીંબડીનરેશે પોતાની પ્રાણતુલ્ય દુહિતાનો મૂર્તિમાન, મંગળમયકાર,માધ કૃષ્ણપક્ષની પ્રતિપદાએ શુભ મુહૂત્તે, મહિમાવંતા હનુમાનવંશમણિ મહીપતિ શ્રી નટવરસિંહજી ના  વિધ્રાવિભૂષિત પવિત્ર કુળમાં  સમર્પણ કર્યો. દર્શનીય આ વરવધૂનું પાણિગ્રહણ તે જાણે બે પવિત્ર રાજકુળોનો –જેઠવાકુળ ને ઝાલાકુળનો  સંબંધ બંધાણો. ઝાલાવંશી લીંબડી નરેશ કન્યાદાન પ્રસંગે જેઠવાનરેશની સેવામાં પુષ્કળ સંપત્તિ પણ સમર્પી; અને લીંબડીની પ્રજાએ આ પ્રસંગે જેઠવાવંશતિલક રાજાને એક સુંદર માનપત્ર સમર્પીત કર્યું. ને આ શુભ પ્રસંગનું સ્મરણ રહે તેમાટે ત્યાં સ્કોલરશીપો અને બીજા પ્રજાહિતનાં કામો પણ થયા. 

સર્વ શેષ્ઠ રાજવંશ એવા ઝાલાકુળ અને જેઠવા કુળનો સબંધસદીઓ જુનો છે.

175..રાણા સુલતાનજી  (બીજા)

ચુડાના ઝાલા વજેસિંહજીની કુંવરી બાનજીબા,

177. મહારાણા શ્રી ખીમાજી

ચુડાના ઝાલા ઠાકોર હઠીજીની કુંવરી રૂપાલીબા, 

( આ રૂપાલીબા સાહેબે જ્યારે ખીમાજી ના સ્વર્ગવાસ પછી 10 વર્ષ સુધી રાજમાતા તરીખે સાશન સંભાળીયુ હતું) 

177. રાણાશ્રી ભોજરાજજી ઉર્ફે વિકમાતજી

ધ્રાંગધ્રા ના  રાજકુંવરી બોનજીબા

180.રાણા ભાવસિંહજી 

 લખતરના રાજકુમારીશ્રી. સુંદરબા
                    સંદર્ભ 

શ્રી હનુમાનવંશી જેઠવા રાજપુત શૌર્ય ગાથા 

લે.વીરદેવસિંહ જેઠવા 

9725071704

ગુજરાતની શોભામાં વધારો કરે છે આ રાજવી પેલેસ, જાણો ભાવગનરની હોટલ નિલમબાગ વિશે

Standard

ગુજરાત રાજ્યનો ભાવનગર જીલ્લો વ્યાપારિક અને ઓદ્યોગિક જીલ્લા તરીકે ઓળખાય છે. ભાવનગરની આ શોભામાં હોટલ નિલમબાગ પેલેસ વધારો કરે છે. ભાવનગરના શાસક અને ગોહિલ રાજવંશે વર્ષ 1859માં સુંદર લીલાછમ લોન અને ખાખી પર્ણસમૂહમાંથી સુખદ સાંનિધ્ય જગ્યાએ બંધાવેલ આ પેલેસ અત્યારે તો એક હેરિટેજ હોટલના રૂપમાં ફેરવાઈ ગયો છે. અઢારમી સદીમાં બનેલા નિલમબાગ મહેલની જાહોજલાલી કંઇક અલગ જ છે. આ મહેલ હાલ હોટેલમાં ફેરવાઇ ગયો છે. મહેલના બારી-બારણા અને ફર્નિચરની સુંદરતા અદભુત છે. સ્વિમિંગ પુલ, સુંદર ગાર્ડન અને ઐતિહાસિક પુસ્તકાલય મહેલની શોભામાં અલગ જ અભિવૃધ્ધિ કરે છે. આજ સુધીમાં દેશ-વિદેશનાં અનેક મહાનુભાવો તથા સહેલાણીઓને આકર્ષી ચૂકેલો નીલમબાગ પેલેસ ભાવનગરની શાન સમાન છે.

image

ભાવનગરના તખ્સસિંહજીએ સુખ શાંતિ અને કુદરતી સોદર્યનાં અલાયદા સ્થળે પોતાના નિવાસસ્થાન માટે બંધાવેલ આ પેલેસ ગુજરાત રાજ્ય બન્યા બાદ એક હેરિટેજ હોટલમાં ફેરવાઈ ગઈ છે. અઢારમી સદીમાં બનેલા આ મહેલ જર્મન આર્કિટેક્ચર મિ. સિમ્સમના વડપણ હેઠળ બંધાવવામાં આવ્યો છે. ભાવનગરની શાન ગણાતા આ હોટલ કમ મહેલમાં લીલાછમ લોન વચ્ચે શાંત, શાહી અને બાદશાહી ભૂતકાળની પ્રતિમા ઉપસી આવે છે. મહેલની ગૂચવણભરી કોતરવામાં આવેલ લાકડાની બારી બારણા તેની આગવી ઓળખ ઉભી કરે છે. લાકડાની અદ્દભૂત કોતરણીમાંથી તૈયાર કરાયેલો દિપડો અને મહેલનું અનોખુ ફર્નિચર પ્રવાસીઓને તેના તરફ ખેચે છે.

image

મહેલના સાગના લાડકામાંથી તૈયાર કરવામાં આવેલા ડાઈનિંગ રૂમમાં ભોજન સમારંભ કોષ્ટકો અને ચેર પર પ્રકાશ પડે એ રીતે ગોઠવણી કરવામાં આવી છે. ડાઈનિંગ રૂમમાં ભારતીય અને ચિની ભોજનની પસંદગી મુજબ રંગ આપવામાં આવ્યા છે. મહેલમાં વ્યાવસાયિક રીતે વિચારીને એક વિશાળ કોન્ફરન્સ હોલની પણ સુવિધા કરવામાં આવી છે. મહેલમાં ચામડાના કવર વાળા કેટલાક સોફા પણ મુકવામાં આવ્યા છે.

image

હોટેલ નિલમબાગ પેલેસમાં સોફ્ટ લાઈટ અને શાંત સંગીત અને એકાંત મન માટે રોમેન્ટિક ગાર્ડન રેસ્ટોરન્ટની પણ સુવિધા રાખવામાં આવી છે. સાથે જ પહેલાની શાહિ સ્નાનની માફક એક વિશાળ સ્વિમિંગ પૂલ પણ હોટલની શાનમાં વધારો કરે છે. સાજના સમયે આ ગાર્ડનમાં રોમેન્ટિક ડિનર લેવાનો લ્હાવો જ અનેરો હોય છે. ભાવનગરની આ હોટેલ નિલમબાગ પેલેસમાં ભારતીય સાંસ્કૃત વારસો પણ સચવાયેલો છે. હોટલમાં સાંસ્કૃતિક નૃત્ય અને સંગીત કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. હોટેલ નિલમબાગ પેલેસમાં રોકાવા માટે ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. હોટલમાં ડીલક્ષ હેરિટેજ ક્લાસીક અને રોયલ કોટેઝ જેવા વિભાગોમાં રૂમને વહેચવામાં આવ્યા છે.

image

હોટેલમાં રોકાવા ઈચ્છતા લોકો માટે એડવાન્સ બુકીંગની સુવિધા પણ છે. આ ઉપરાંત પેલેસમાં એક અત્યાધુનિક સાધનોથી સજ્જ એક મોટુ જિમ્નેશિયમ પણ રાખવામાં આવ્યું છે.જ્યા બહારથી આવતા મહેમાન સવાર સાંજ પોતાની હેલ્થ માટે સાધનો દ્વારા કસરત કરી શકે છે. હોટેલની મુલાકાતે આવતી સહેલાણીઓ માટે ટેનીસ કોર્ટની પણ સુવિધા રાખવામાં આવી છે. હોટેલ નિલમબાગ પેલેસમાં ખાસ ઐતિહાસિક લાઈબ્રેરીની પણ સુવિધા રાખવામાં આવી છે. આ ઐતિહાસિક પુસ્તકાલય મહેલની શોભામાં ચાર ચાંદ લગાવે તેમ લાગે છે. સાથે જ બાદશાહી સમયની શાહિ રહેણીકરણી અને અત્યાનુધિક સુવિધાનો સંગમ અહિ આ હોટલ નિલમબાગ પેલેસમાં જોવા મળે છે.

image

ગુજરાત રાજ્યના અસ્તિત્વ બાદ રાજાના આ પેલેસને હેરિટેજ હોટેલનો દરજ્જો મળતા હોટેલ નિલમબાગ પેલેસથી ભાવનગરની શાનમાં વધારો થયો છે. તેમ જ વર્ષ દરમ્યાન દેશ-વિદેશમાંથી અનેક સહેલાણીઓ આ મહેલની મુલાકાત લઈ રાજાશાહીનાં સમયની જાહોજલાલીનો નજારો નિહાળે અને માણે છે.

પોરબંદર નરેશ નટવરસિંહજી

Standard

image

વાટે…ઘાટે… વી.એસ.ગઢવી

પ્રસંગ તો નાનો છે પરંતુ તેમાં વિવેક તથા સૌજન્ય છલકતા જોવા મળે છે. આથી જ આ નાની લાગતી ઘટના ચિરસ્મરણીય બને છે. આ પ્રસંગ મહાકવિ ન્હાનાલાલ અને પોરબંદરના તત્કાલીન રાજવી નટવરસિંહજી વચ્ચેના સ્નેહાદરના સંબંધોને પ્રગટ કરે છે. કવિ શ્રી ન્હાનાલાલ પોરબંદર આવે છે. ભારત આ સમયે બ્રિટીશ હકૂમત હેઠળ પરાધીન હતું. સૌરાષ્ટ્ર-કચ્છના લોકો નાના મોટા અનેક રાજવીઓના વહીવટ હેઠળ જીવતા હતા. કવિ ન્હાનાલાલની પોરબંદરની મુલાકાત સમયે પોરબંદરના રાજવી તરીકે નટવરસિંહજી બીરાજતા હતા. ન્હાનાલાલ અને નટવરસિંહજી ગુરુ-શિષ્યનો સ્નેહ – સંબંધ ધરાવતા હતા. નટવરસિંહજી રાજકુમાર કોલેજ રાજકોટમાં અભ્યાસ કરતા હતા ત્યારે કવિ ત્યાં અધ્યાપક હતા. સામાન્ય રીતે રાજ્યના પ્રોટોકોલ મુજબ કોઇ મહત્વના મહેમાન આવે તો રાજાના કોઇ પ્રતિનિધિ તેમનું સ્વાગત રેલવે સ્ટેશન પર કરે તેવી વ્યવસ્થા હતી. પ્રોટોકોલની આ ફોર્મલ પ્રથા બ્રિટિશ શાસનની દેણગી હતી.

પોરબંદર રાજ્ય પણ કેટલાંક વર્ષો સુધી બ્રિટિશરોના વહીવટ હેઠળ રહેલું હતું. આજે પણ આપણે ત્યાં રાજ્યના મહેમાનો માટેના પ્રોટોકોલની વ્યવસ્થા છે. પરંતુ અહીં રાજવી નટવરસિંહજીએ પ્રોટોકોલની પરવા કર્યા સિવાય પોતાના ગુરુ તથા કવિ ન્હાનાલાલનો સ્નેહ તથા આદરથી સત્કાર કરવા પોરબંદરના રેલવે સ્ટેશને હાજરી આપી. રાજવીનો વિવેક તથા સૌજન્ય તો આ પ્રસંગમાંથી પ્રગટ થયાં જ, પરંતુ કવિની અંતરની પ્રસન્નતાથી રાજવી અને સમગ્ર પોરબંદર ભીંજાયા. શાસક તથા વિદ્યાનું પ્રદાન કરતા ગુરુ વચ્ચેના કુષ્ણ – સાંદિપનીના સંબંધો જાણે ફરી પોરબંદરના રેલવે સ્ટેશને તે દિવસે પ્રગટ થયા. આજ રીતે આ વિદ્યા વ્યાસંગી રાજવી ૧૯૨૩માં કવીવર રવીન્દ્રનાથ ટાગોરને આવકારવા પોરબંદરના દરિયાકિનારે પોતાનાં ધર્મપત્ની સાથે હાજર રહ્યા અને કવિગુરુને આદરથી આવકાર્યા. કવિગુરુનું વાજતે ગાજતે સ્વાગત તો થયું જ, પરંતુ શાંતિનિકેતન માટે ફંડમાં રાજ્ય તરફથી સારી એવી રકમનું પણ પ્રદાન કરવામાં આવ્યું.

સૌરાષ્ટ્ર-કચ્છમાં નાનાં-મોટાં રજવાડાઓતો બસ્સોથી પણ વધારે હતાં, પરંતુ નટવરસિંહજી અને પોરબંદર તેમાં જુદી ભાત પાડતા હતા. પાલનપુર નવાબના એક ગુણગ્રાહી ચારણ કવિએ સોરઠની મુલાકાત પછી પાછા ફરીને નવાબની સભામાં પોતાની યાત્રાનાં સંભારણાંને વાગોળતાં ભાવનગર તથા પોરબંદરમાં પોતાની નજરે જોયેલા કીર્તિના બે કળશની હરખાઇને વાત માંડી. સોરઠ મંડલ કે શિખર કીર્તિ કે દોઉ કેન્દ્ર (એક) પટ્ટણી મંત્રી ભાવપુર (બીજો) નટવર પોર નરેન્દ્ર. આવા શીલભદ્ર અને પુણ્યશ્લોક રાજવીની જન્મજયંતી ૩૦ જૂનના રોજ આવે છે. આ સમયે તેમનું વિશેષ સ્મરણ થાય છે. ૧૯૦૧માં જન્મેલા આ રાજવીની ઉજળી સ્મૃતિ તથા તેમની કાર્ય કીર્તિ કદી ઝાંખા પડે તેવા નથી. આજીવન અભ્યાસુ તથા શ્વેતકેશી અને સ્નેહાળ સ્વજન શ્રી નરોત્તમભાઇ પલાણનાં લખાણોમાં પોરબંદરના રાજવી તથા પોરબંદરના સમગ્ર ઇતિહાસનાં અનેક ભાતીગળ રંગોનું દર્શન થાય છે. આપણે આ માટે પલાણ સાહેબના ઋણી છીએ.

રાજવીઓનું વંશપરંપરાગત શાસન સદીઓ સુધી ટક્યું છે. પ્રજાને અનેક પ્રકારે પીડા આપનાર શાસકોની એક યાદી તૈયાર થઇ શકે તેવી છે. આજ રીતે પ્રજાહિતમાં રાજ્યનું હિત જોનાર અને તે રીતેજ વહીવટ કરનાર રાજવીઓની યાદીમાં કેટલાક રાજવીઓ હક્કથી પોતાનું સ્થાન મેળવી શકે તેવા છે. ભાવનગરના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી કે ગોંડલના વિચક્ષણ અને પ્રજાકલ્યાણનાં કાર્યો માટે સદાકાળ જાગૃત રાજવી ભગવતસિંહજીની હરોળમાં ઊભા રહી શકે તેવા પોરબંદરના છેલ્લા રાજવી નટવરસિંહજી હતા. દુનિયાભરમાં જોયેલી તથા અનુભવેલી સારી બાબતો પોરબંદરમાં કેવી રીતે અમલમાં લાવી શકાય તેની સતત ખેવના રાખીને નટવરસિંહજીએ રાજ્યનો વહીવટ ચલાવ્યો. નટવરસિંહજીનાં માતુશ્રી એ ભાવનગરના રાજવી તખ્તસિંહજીનાં પુત્રી હતા. આથી ભાવનગરના ઉજળા સંસ્કાર નટવરસિંહજીને ગળથૂથીમાંજ મળ્યા હતા તેમ કહી શકાય.

૧૯૨૦ની જાન્યુઆરીના શુભ દિવસે નટવરસિંહજીનો રાજ્યાભિષેક થયો. દેશ આઝાદ થયો ત્યાં સુધીના દીર્ઘકાળનો નટવરસિંહજીનો વહીવટ એક આદર્શ વહીવટકર્તાને છાજે તેવો રહ્યો. નટવરસિંહજી તે સમયે બરાબર સમજી શક્યા કે દરિયાઇ વેપારનો વિકાસ કરી રાજ્યને વેપાર-વાણિજ્યમાં સમૃદ્ધ કરી શકાય છે. આથી બંદરનો વિકાસ કરી તેને સુગ્રથિત બનાવવાનું કાર્ય આ રાજવીએ અગ્રતાના ધોરણે કર્યું. નાનજી કાળીદાસ મહેતા જેવા નરરત્નો આ દરિયાદેવ થકી વિકાસ અને સમૃદ્ધિની અનેક તકો પારખી શક્યા હતા. રેલવે સાથે બંદરનું જોડાણ-સ્ટોરેજ માટેની વ્યવસ્થા જેવી પાયાની સવલતો વધારીને નટવરસિંહજીએ પોરબંદરના દરિયાકિનારાને ધબકતો કર્યો. રાજ્યનાં વેપાર-સમૃદ્ધિ વધ્યાં.

સુપ્રસિદ્ધ ઇતિહાસવિદ શ્રી શંભુપ્રસાદ દેસાઇએ નોંધ કરી છે તેમ આ કાળના દેશી રજવાડાઓના આપખુદ તેમજ એકહથ્થુ શાસનની અનેક ઘટનાઓ નોંધાયેલી છે. રાજવીઓના શિકાર-શોખ તેમજ લખલૂટ ખર્ચાઓના કારણે રાજ્યના સામાન્ય લોકોના ભાગે હંમેશા સહન કરવાનું રહેતું હતું. આ સ્થિતિની સામે કેટલાક રાજવીઓની હિમ્મત, સાહિત્યપ્રેમ તથા પ્રજાવત્સલતાનાં પણ ઉદાહરણો છે. પોરબંદરના રાજવી નટવરસિંહજીએ શિક્ષણ તેમજ સામાજિક ક્ષેત્રે સુધારાઓ દાખલ કરવામાં નોંધપાત્ર કાર્ય કરેલું હતું.

જીવનના સંધ્યાકાળે પોતાના ગુરુ કવિ ન્હાનાલાલના અવસાન સમયે જાહેર શોકસભામાં વાયોલીનના કરુણ સુર છેડીને આ રાજવીએ ઉત્તમ સ્વરાંજલિ આપી. આ રોયલ રાજવી જીવનના સંધ્યાકાળે એકલતાનો અનુભવ કરતા હતા. સ્વરાજ્ય મળ્યા પછી પોતાની અનેક પેઢીઓથી ચાલી આવતી સત્તાનો ત્યાગ કરવાનો સમય રાજવીઓ માટે આવી ચૂક્યો હતો. આવા સમયને પારખનારા રાજવીઓની ગૌરવપૂર્ણ યાદીમાં ભાવનગર પછી પોરબંદરનું નામ આવે છે તે નટવરસિંહજીનું પ્રજાલક્ષી વલણ અને દીર્ધદૃષ્ટિ સૂચવે છે. પ્રજાલક્ષી વહીવટની જયારે પણ વાત થશે ત્યારે જાણતાં કે અજાણતાં પણ આ રાજવીની સ્મૃતિ તાજી થયા કરશે. નટવરસિંહજીનો કીર્તિ કળશ કાળના કપરા પ્રવાહમાં ઝાંખો પડે તેવો નથી.

गुजरात में चंपानेर के खींची चौहान राजपूतो का मुस्लिम सल्तनत से गौरवशाली संघर्ष

Standard

कृपया इस पोस्ट को पूरा पढ़े और अधिक से अधिक शेयर करें—
गुजरात में चंपानेर के खींची चौहान राजपूतो का मुस्लिम सल्तनत से गौरवशाली संघर्ष

मित्रो आज आपको भारतीय इतिहास के एक ऐसे गौरवशाली संघर्ष से परिचय कराएंगे जो क्षत्रियों के अपने धर्म के प्रति प्रतिबद्धता और स्वतंत्रता के प्रति लगाव का सबसे बड़ा उदाहरण है। चंपानेर के खिंची चौहान वंश ने अपने से कहीँ ज्यादा ताकतवर गुजरात की मुस्लिम सल्तनत से संघर्ष करते हुए उसके बिलकुल जड़ में एक सदी तक स्वतंत्र शाशन किया लेकिन कभी झुकना या धर्म परिवर्तन स्वीकार नही किया।
गुजरात पर उस समय मुस्लिम सल्तनत का परचम लहरा रहा था। अहमदाबाद उसकी राजधानी थी। तब चांपानेर मे खींची चौहानो का राज अपनी वीरता और वैभव के लिए मशहूर था। चांपानेर के संस्थापक गुजरात नरेश वनराजसिंह चावडा थे। 1300 ई. में चौहानों ने चांपानेर पर अधिकार कर लिया था।
एक और चौहानो के शौर्य का रस मुस्लिम सेना चख रही थी तो दुसरी और गुजरात का सुलतान आकुल व्याकुल हो रहा था। बात यह थी की अहमदाबाद के पास ही चांपानेर मे चौहान राजपूतो का छोटा सा राज्य था और कभी उन्होने मुस्लिम सुल्तानों के आधिपत्य को स्वीकार नही किया था। इस बात से गुजरात के सुलतान चांपानेर पर धावा बोलने की योजनाए बनाते ,
पर चौहानो की तेज तलवारो की कल्पना मात्र से ही वे अपना मन बदल लेते। एक सदी तक चांपानेर के खिंची राजपूतो से सल्तनत की लड़ाई चलती रही, लेकिन सल्तनत उन्हें झुका या हरा नही पाई।
जब गुजरात की गद्दी पर मुहम्मद शाह आया तब उसने चांपानेर पर आक्रमण करने की कई योजनाए बनाई लेकिन किसी ना किसी कारण वश वो सफल नही हो पाता था, 1449 ई. मे आखिर उसने आक्रमण कर ही दिया।
चांपानेर पर तब कनकदास चौहान उर्फ गंगदास चौहान का राज था। सुलतान के आक्रमण की खबर सुनते ही उन्होने अपनी सेना को सुसज्जित किया। मालवा के महमूद शाह खिलजी ने भी अपनी सेना सहायता हेतु भेजी। चांपानेर की सेना ने मुहम्मदशाह की सेना का ना सिर्फ सामना किया बल्कि औंधे मुह घर लौंटने को मजबूर कर दिया |
1451 ई. मे अहमदाबाद वापिस लौटते समय मुहम्मदशाह बीमार पड गया और रास्ते मे ही उसकी मृत्यु हो गयी। उसकी मृत्यु के पश्चात उसका पुत्र कुतुब-उद-दिन अहमदशाह || (1451-1458) गद्दी पर आया और उसके बाद Abu-al Fath Mahmud Shah अबु-अल फाथ महमुद शाह को गद्दी पर बिठाया गया जो महमुद ‘बेगडा’ के नाम से प्रसिद्ध हुआ।
बेगडा छोटी उम्र मे ही सुलतान बन गया था लेकिन उसकी महत्वकांक्षाए बहुत बडी थी। वो एक धर्मांध और जूनुनी शासक था। चांपानेर की स्वतंत्रता उसे कांटे की तरह चुभ रही थी। अपने विरोधीयो और दुश्मनो को खत्म करके मजबुत सत्ता जमाने मे कामयाब हो गया था। अब उसकी नजर एक सदी तक उसके बाप दादाओ को अपने स्वतंत्र अस्तित्व से चिढ़ाते आ रहे चांपानेर पर थी।
उस वक्त चांपानेर मे कनकदास/गंगदास के पुत्र रावल जयसिंह चौहान (पावा पति अथवा पत्तई रावल के नाम से प्रसिद्ध) की सत्ता थी | ( कई जगह जयसिंह को उदय सिंह का पुत्र लिखा हुआ है)
1482 ई.मे महमुद बेगडा को चांपानेर पर आक्रमण करने का मौका मिला। रसुलाबाद जो की चांपानेर से 14 मील की दुरी पर था, वहां महमूद का सूबेदार मलिक था, उसने चांपानेर के प्रदेश मे घूसखोरी और लूटपाट करी। जब इसका पता जयसिंह को चला उन्होने रसुलाबाद पर धावा बोल दिया, सारा लूट का माल वापिस ले लिया, दो हाथी भी ले लिये और रसूलाबाद को तबाह कर दिया ||
इस घटना का पता चलने पर महमुद ने चांपानेर को जीतने का इरादा बनाया। उसने अपनी सेना के एक जत्थे को बडौदा की और भेजा ताकी उस ओर से चांपानेर आ रहे साधन सामग्री और खाने पीने की चीजो पर रोक लगा सके, और खुद 4 दिसंबर, 1482 को ढाई से तीन लाख की सेना के साथ चांपानेर पर उसने हमला किया लेकिन जयसिंह ने भी बडी बहादुरी से उसका सामना किया। चांपानेर के बाद उसके ऊपर पहाड़ी पर स्थित पावागढ़ के दुर्ग पर मोर्चा जमाया गया। करीब दो साल तक चले घेरे मे मुस्लिमो ने कई मंदिरो और तीर्थस्थलो को तहस-नहस कर दिया, पावागढ के महाकाली के मंदिर का गर्भगृह भी टूट गया था, लेकिन पावागढ का दुर्ग दो साल बाद भी महमूद के लिये बडी चुनौती बना हुआ था। आखिर उसने जयसिंह के कुछ दरबारियो को लालच देकर अपने साथ मिला लिया और 21, नवंबर, 1484 के दिन किले के दरवाजे खुलवा लिये।
जयसिंह की सेना की संख्या मुस्लिम सेना से काफी कम थी लेकिन फिर भी उन्होने विधर्मियो को काटना जारी रखा। 700 राजपुतो ने शाका किया और बेगडा के 20,000 मुस्लिम सैनिको को दोजख मे पहुचा दिया था। दूसरी ओर महारानी चंपादेवी और दुसरी राजपुत स्त्रीयो ने जौहर कर विधर्मीयो के हाथो से खुद को बचा लिया। सुरंग मार्ग से जयसिंह के पुत्र को सुरक्षित स्थान पर पहुंचाया गया। रावल जयसिंह लडते लडते दुश्मनो के हाथो लग गये और उन्हे उनके मंत्री सूरी के साथ बंदी बना लिया गया।
बन्दी बनाकर जब रावल जयसिंह और सूरी को बेगड़ा के सामने लाया गया तो उसने पूछा कि किसकी प्रेरणा से तुम्हारी हिम्मत हुई अपनी छोटी सी सेना लेकर मेरी इतनी विशालकाय और ताकतवर सेना से लड़ने की???
वो दोनों क्षत्रिय घायल अवस्था में बेगड़ा की गिरफ्त में थे, उनके परिवार जौहर की अग्नि में विलीन हो गए थे, चांपानेर और पावागढ़ के दुर्ग तबाह हो गए थे, इस सब के बाद भी रावल जयसिंह ने पूरी दृढ़ता से बेगड़ा को जवाब दिया– “इस भूमी पर मेरा वंशानुगत अधिकार है, यह मेरे पूर्वजो द्वारा अर्जित है और इतने महान और कुलीन पूर्वजो की श्रृंखला का वंशज होने के नाते यह मेरा कर्तव्य है कि जिस गौरवशाली नाम को उन्होंने मुझे दिया है उसकी इज्जत मरते दम तक बनाए रखू।”
बेगड़ा रावल जय सिंह के इस वीरोचित उत्तर से बहुत प्रभावित हुआ और दोनों क्षत्रियों को इस्लाम धर्म स्वीकार करने पर ना केवल जीवनदान बल्कि राज्य वापिस करने का प्रलोभन दिया, लेकिन उनके इनकार करने पर करीब पांच महिनो तक रावल जय सिंह और उनके मंत्री सूरी को घोर यातनाए देकर इस्लाम कबुल करने का दबाव डाला गया लेकिन वे टस से मस न हुए, उसके बाद उनके अंग और शिरछेद कर हत्या कर दी गई।
रावल जयसिंह और उनके मंत्री सूरी का यह बलिदान असंख्य क्षत्रिय वीरो के देश, धर्म और कुल के मान सम्मान के लिये अपना सर्वस्व बलिदान करने की परंपरा का एक अप्रतिम उदाहरण है। आज भी गुजरात में रावल जयसिंह को पतई रावल(पावा पती रावल जय सिंह) नाम से याद किया जाता है और उनके बारे में अनेको लोक कहानिया प्रचलित हैँ। चंपानेर और पावागढ़ के दुर्ग के अवशेष जहाँ मन्दिरो के शिखर तोड़ कर मस्जिद की गुम्बदे बना दी गई, आज भी इस गौरवशाली संघर्ष की मूक गवाही देते है।
जयसिंह के पुत्र रायसिंह के पुत्र त्र्यंबकसिंह हुए जिनके दो पुत्र थे, 1. पृथ्वीराजजी जिन्होने छोटा उदैपुर रियासत की स्थापना की, 2. डुंगरसिंहजी जिन्होने बारिया रियासत की नींव रखी। ये दोनों रियासत आज भी मौजूद हैँ। जबकि बेगड़ा के वंश का नामो निशान 4 सदी पहले ही समाप्त हो गया।
दुर्भाग्य से इस गौरवशाली संघर्ष को इतिहास के पृष्ठों पर जो सम्मान मिलना चाहिये, वो नही मिल पाया और जनसामान्य में बहुत कम लोगो को इसकी जानकारी है।
सन्दर्भ : व्हाट्सएप्प

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ની ગૌરવગાથા

Standard

દોસ્ત, હું ગુજરાત છું.

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને ઘાયલ થયેલા અમૃતના શબ્દોનું મોતી છું, કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર
ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

વ્હાલા, હું ગુજરાત છું
મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ
મેં નીરખ્યા છે.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!
મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું… અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અનેખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

ડાર્લિંગ , હું ગુજરાત છું!
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કરતી કરચલિયાળી હથેળી છું.

જો તમે ગુજરાતી હોવ તો જરૂર બીજાને શેર કરજો

જય જય ગરવી ગુજરાત

“વડો વંશ વાઘેલ”

Standard

“વડો વંશ વાઘેલ”

image

નેક નામદાર મહારાજ કુમાર રૂપસિંહજી પૃથ્વીરાજજી વાઘેલા ઓફ ગાંગડ
(છબાસર, વેજી અને વૌઠા ના મૂળ પુરુષ જાગીરદાર)

ઐતિહાસિક પુસ્તક અને વાઘેલાવંશ ગીતા સમાન “વાઘેલાવૃત્તાંત” માંના ઉલ્લેખ અનુસાર અઢીસો પાદરના ધણી ગાંગડ અધિપતિ રાજેશ્વર મહારાણા પૃથ્વીરાજજી બીજા ને ત્રણ કુમારો હતા મોટા પાટવી શેશમાલજી બીજાનંબરના કુંવર રૂપસિંહજી અને ત્રીજા રતનસિંહજી (કુંડળ અને આંબેઠી ના જાગીરદાર), મહારાણા પૃથ્વીરાજજીના પટરાણી રાણીસાહેબ બાજીરાજબા ધ્રોલના જાડેજા ઠાકોર જુવાનસિંહજીના (જુણાજી) ના કુંવરી હતા એમની કુંખે રૂપસિંહજી અને રતનસિંહજી જન્મ્યા હતા.
રૂપસિંહજી નાનપણથી જ હોશિયાર અને શુરવીર હતા એમને એકલા હાથે અનેકવાર પ્રજાની રક્ષા કાજે ધિગાણા કરેલા એમની વીરતા, સાહસ અને કાર્યકુશળતા થી મહારાણાને  કાયમ પોરહના પલા છુટતા, શેશમાલજી મોટા હોવાથી તેમને યુવરાજ પદ મળેલું પરંતુ રૂપસિંહજી કુશળતા થી અંજાઈ ને મહારાણાએ ગાંગડ રાજ્યનો જીવંત પર્યંત કાર્યભાર સંભાળવા રૂપસિંહજી પાસે વચન લીધેલું આથી મહારાણા પૃથ્વીરાજજીબીજાનું આવસાન થતા રૂપસિંહજી ને છબાસર, વેજી અને વૌઠા આ ત્રણ ગામની સ્વતંત્ર જાગીર ફટાયા તરીકે મળેલી અને સૌથી નાના ભાઈ કુંવર રતનસીંહજી ને કુંડળ અને આંબેઠી આ બે ગામની જાગીર આપેલ, પરંતુ પિતાને આપેલ વચનના કારણે રૂપસિંહજી આજીવન ગાંગડ મા રહીને ગાંગડનો વહીવટ સુંદર રીતે ચલાવેલો, રૂપસિંહજી ને પાંચ કુમારો થયા મોટા કુંવર હમીરસિંહજી (હામોભા), બીજા કુંવર મોડ્ભા, ત્રીજા કુંવર તેજસિંહજી (તેજોજી), ચોથા કુંવરજગતસિંહજી, અને છેલ્લા કુંવર કેશરીસિંહજી એમાં કુંવર તેજોજી અને જગતસિંહજી નાની ઉમરે ચુડા ખાતે મામાના વતી ઘોર યુધ્ધમા મહાપરાક્રમ કરી વીરગતિને વરેલા ત્યાર બાદ રૂપસિંહજી એ બાકીના ત્રણેય કુંવારો ને એક એક ગામ સ્વતંત્ર જાગીર તરીકે વેહજી આપેલ જેમાં મોટા કુંવર હમીરજી ને વેજી ગામ વચ્ચેના કુંવર મોડભા ને છબાસર  અને નાના કુંવર કેશરીસિંહજી ને વૌઠા ની જાગીર આપી જેમાં હાલે કુંવર હામોભા અને કુંવર મોડ્ભા નો વંશ છબાસર  અને કુમાર કેશરીસિંહજી નો વંશ વૌઠામાં હયાત છે. મને ગર્વ છે કે આવા મહાન વિભૂતિ રૂપસિંહજી દાદાનું લોહી મારામાં વહે છે…
લીખીતન : ધર્મરાજસિંહ વાઘેલા છબાસર …

કચ્છના પર્યાવરણના પ્રખર જ્ઞાતા હિંમતસિંહજી

Standard

image

કચ્છ મુલકજી ગાલ – કીર્તિ ખત્રી

કચ્છના રાજવી પરિવારના મોભી અને ભૂતપૂર્વ સંસદસભ્ય હિંમતસિંહજી જાડેજાની ૨૦મી ફેબ્રુઆરી એ પુણ્યતિથિ છે. ભૂકંપ પછીના કચ્છના કલ્પનાતીત ઉદ્યોગીકરણે પર્યાવરણને ભારે જફા પહોંચાડી હોવાનો પ્રશ્ર્ન અત્યારે ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે હિંમતસિંહજી બાવા સહેજે યાદ આવી જાય છે. તેઓ કચ્છના ઈતિહાસ, ભૂગોળ અને પર્યાવરણના પ્રખર જ્ઞાતા હતા. ખાસ કરીને રણ પ્રદેશની પક્ષીસૃષ્ટિ વિશેની તેમની ઊંડાણભરી જાણકારીની અધિકૃતતાએ તો આંતરાષ્ટ્રીય સંસ્થાઓની દાદ સુધ્ધાં મેળવી હતી. છતાં એમના વ્યક્તિત્વની ખૂબી એ હતી કે પોતાના વિશાળ જ્ઞાન અને મોભાનો ભાર કયારેય નાનામાં નાના માનવી સાથેના વ્યવહાર પર પણ પડવા દીધો નહોતો. તેઓ સાચા અર્થમાં ખાનદાની હતા.

કચ્છના અખબારીઆલમ સાથેનો તેમનો સંબંધ સાતત્યથી ભરપૂર હતો. ‘રૂપકડા પક્ષી સુરખાબ’ અગર તો વન્યજીવન અંગે હિંમતસિંહજી સતત કંઈને કંઇ લખતા રહ્યા હતા. અન્ય પક્ષીપ્રેમીઓ વરસાદ પછી સ્થળાંતરીય પક્ષીઓનું આગમન થાય કે તરત જ એના સમાચાર મોકલે અને એ પ્રસિદ્ધ થાય, તેમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો હિંમતસિંહજી તેના પ્રત્યે ધ્યાન દોરતા એટલું જ નહીં, એ જ દિવસે પોતાના સચોટ અભિપ્રાય લખીને મોકલી દેતા. આ પ્રકારના લખાણમાં કયારેય ક્ષતિ કરનાર લેખકને ઉતારી પાડવાનું વલણ તેમનામાં નહોતું. વિનય, વિવેક અને સીધીસાદી ભાષામાં સામેવાળાને માઠું ન લાગે એ રીતે ક્ષતિ તરફ ધ્યાન દોરતા અને સાથે સાથે પૂરક માહિતીઓ પૂરી પાડતા.

સાચું પૂછો તો, એમનાં તમામ લખાણો, પછી એ રાજકારણ અંગેના હોય, પર્યાવરણ વિષયક હોય કે પછી ઈતિહાસ-ભૂગોળને સ્પર્શતા હોય, પરંતુ એમાં એક ગજબનું સમતોલપણું અને તટસ્થતા જોવા મળતા. ન કોઈ પૂર્વગ્રહ કે ન કોઈ પક્ષપાત અને છતાં સમતોલ અને સચોટ અભિપ્રાય તેમણે આપ્યા છે. એ જ રીતે પોતાના વિચારો ઠોકી બેસાડવાનોય તેમણે કયારેય પ્રયાસ કર્યો નથી. ભાષા પરનો તેમનો કાબૂયે એવો કે લખાણમાં કયાંયે બિનજરૂરી શબ્દપ્રયોગ તમને ન દેખાય. બીજા અર્થમાં કહીએ તો લખાણમાં પણ તેમની સાચી ખાનદાનીનાં દર્શન થતાં.

રાજકારણમાં તેઓ મર્યાદિત સમય સુધી સક્રિય હતા. છતાં એ એક હકીકત છે કે છેક ૧૯૬૨માં જ્યારે એક શાસક પક્ષ તરીકે કૉંગ્રેસનો સૂર્ય મધ્યાહ્ને હતો તેવા સમયે હિંમતસિંહજીના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર પક્ષે લોકસભા અને વિધાનસભામાં ચોગરદમ વિજયપતાકા ફરકાવીને કચ્છમાં ઇતિહાસ સર્જી દીધો હતો. વિધાનસભાની છએ છ અને સંસદની એક બેઠક મેળવીને પક્ષનો ડંકો વગાડી દીધો હતો. ૧૯૬૫ના યુદ્ધ સમયે અને ખાસ તો એ યુદ્ધ શરૂ થયું એ પહેલાં જ પાકિસ્તાને કચ્છના રણ પર આક્રમણ કર્યું હતું તેની વિગતે રજૂઆત તેમણે સંસદમાં કરી હતી તે ચિરસ્મરણીય છે. સરહદી સલામતી જેવા સંવેદનશીલ પ્રશ્ર્ને સરકારે કચ્છની અવગણના કરી હતી એવી તેમણે બેધડક રજૂઆત કરી હતી. કેન્દ્રની લાપરવાહીને લીધે જ કચ્છે છાડબેટ ગુમાવવું પડ્યું હોવાની ધારદાર છણાવટ સાથે તેમણે ૧૯૬૮ના કચ્છ સત્યાગ્રહમાંયે સક્રિય ભાગ લીધો હતો. તો ’૬૫ના યુદ્ધ પછી સીમા સુરક્ષાદળની રચના થઈ તે વખતે કેટલાક સૂચનો કર્યાં હોવાનું તેમણે જાતે એક વાર આ લખનાર સાથેની વાતચીતમાં કહ્યું હતું. તેમના મતે સીમા સુરક્ષાદળમાં ઉચ્ચ અધિકારીઓને પોલીસ દળમાંથી લેવામાં આવે છે. તેના બદલે લશ્કરમાંથી લેવા જોઈએ. આ સંદર્ભે તેઓ પાકિસ્તાન રેન્જર્સનો દાખલો આપતા. કચ્છને અલગ રાજ્ય બનાવવાની માગણી સાથે તેઓ સંમત હતા પણ તેઓ કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર થાય એમ ઈચ્છતા. એ કહેતા કે ઈશાન ભારતના નાનાં-નાનાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યા પછી ઊલટો ભ્રષ્ટાચાર વધ્યો છે. ત્યાંના પ્રધાનોએ અને બીજા નેતાઓએ કેન્દ્રના અબજો રૂપિયાની ગ્રાન્ટો બરબાદ કરી મૂકી છે. તેથી રાજકીય રાજ્ય નહીં, પરંતુ કેન્દ્રશાસિત કચ્છ પ્રદેશની તેઓ હિમાયત કરતા.

એક વાર, સંભવત: ૧૯૯૨માં, તેમની સાથે છારી ઢંઢની મુલાકાત લીધી હતી. મોટી હેટ અને ટ્રેકરના બૂટ પહેરીને આવેલા હિંમતસિંહજી બાવા સાથે નખત્રાણાની માહિતી ખાતાની કચેરી પર ગયા ત્યારે ત્યાંના સ્ટાફે નાસ્તો તૈયાર રાખ્યો હતો. બાવાને ઓફર કરવી કે નહીં એ વિશે દ્વિધા થતી હતી. પણ તેઓ જાતે જ નિખાલસતાથી અમારી સાથે એક જ ડિશમાં નાસ્તો કરવા બેસી ગયા. પછી અમે છારી ઢંઢ ગયા અને એ અમારી યાદગાર મુલાકાત બની રહી.

અહીં, અમને તેમના સમતોલ વલણનો પરિચય મળ્યો. એ સમયે પણ ત્યાં માછીમારી થતી હતી. આ પ્રવૃત્તિથી પક્ષીઓને ખલેલ પહોંચતી હતી અને ઘણીવાર એવું બનતું કે પક્ષીઓ જતા રહેતાં. અમે આ વાત છેડી તો તેમણે કહ્યું જુઓ આ માછીમારી તો આજુબાજુના ગામના લોકો પોતાના આહાર માટે કરે છે, નહીં કે ધંધાદારી કમાણી કરવા. ટૂંકમાં તેમનો વિરોધ વ્યાવસાયિક ધોરણે બેફામ માછીમારી કરીને બહાર મોકલાય તેની સામે હતો.

છારી ઢંઢ એક રક્ષિત અભયારણ્ય જાહેર થાય એની તેમણે સતત ચિંતા સેવી હતી. તેમના મતે જો ગુજરાત સરકાર ઘટિત પગલાં લે તો છારી ઢંઢ રાજસ્થાનના ભરતપુર અભયારણ્ય કરતાંયે ચડિયાતું સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. મૃત્યુથી એક દિવસ પૂર્વે પણ તેમણે મિત્રો સમક્ષ છારી ઢંઢ અંગેની ચિંતા વ્યક્ત કરી હતી.

ગાંડા બાવળના ફેલાવાનો પ્રશ્ર્ન હોય કે ચેરિયાં છેદનનો, પણ હિંમતસિંહજી બાવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ વિચાર રજૂ કરતા. ગાંડા બાવળના ગેરફાયદા અનેક હોવા છતાં એને આડેધડ નિર્મૂળ કરવાથી પર્યાવરણને નુકસાન થવાનો ભય છે એમ તેઓ કહેતા. ઔદ્યોગિકરણ અને પર્યાવરણ વચ્ચે સમતુલાની હિમાયત તેમણે કરી હતી પણ જો ઉદ્યોગો બેફામ ભૂગર્ભ જળ ઊલેચે તો તે તેમને મંજૂર નહોતું.

પર્યાવરણ ઉપરાંત કચ્છના નર્મદા સંબંધી પ્રશ્ર્ન હોય કે અન્ય સમસ્યા હિંમતસિંહજી બાવા પોતાના વિચાર સ્પષ્ટ રીતે રજૂ કરતાં અચકાતા નહીં. સિરક્રીક મામલે પણ તેમણે પ્રસંગોપાત લેખ લખ્યા છે. સિંધ પ્રાંત અને કચ્છ-રાજ વચ્ચે ચોખ્ખા કરાર હોવા છતાં ભારત સરકાર સિરક્રીકને વિવાદાગ્રસ્ત વિસ્તાર ગણે છે એની સામે તેમને ભારે રોષ હતો. તેઓ એમ માનતા કે સિરક્રીક પ્રકરણ વિવાદાસ્પદ છે એનો સ્વીકાર જ ભારતે કરવાની જરૂર નહોતી.

કચ્છમાં સીમા સુરક્ષા દળ, લશ્કર કે વાયુસેના મથકના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમનો સતત સંપર્ક રહેતો. કચ્છની સરહદોની સુરક્ષા અંગે પણ સૂચનો કરતા રહેતા. આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ઇકો ડિપ્લોમસીની આજમાયશ ખાસ કરીને સરદાર ચોકી નજીકના શકુર લેક અને સુરખાબનગર સંદર્ભે કરવાની હિમાયત થઇ રહી છે ત્યારે તેમની હાજરીની ખોટ સાલે છે.

મોરબી રજવાડું મોરબી સ્ટેટ

Standard

મોરબી રજવાડું
બ્રિટિશ ભારતનું રજવાડું
૧૬૯૮–૧૯૪૮

image

                                  ધ્વજ

image

Coat Of Arms

• સ્થાપના ૧૬૯૮
• ભારતની સ્વતંત્રતા ૧૯૪૮
વિસ્તાર
• ૧૯૩૧ ૬૨૭ km2 (૨૪૨ sq mi)
વસતિ
• ૧૯૩૧ ૪૨,૬૦૨
ગીચતા ૬૭.૯ /km2  (૧૭૬ /sq mi)

મોરબીના મહારાજા ઠાકુર સાહેબ સર વાઘજી દ્વિતિય રાવજી (૧૮૫૮ – ૧૯૨૨).
મોરબી રજવાડું એ ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં આવેલા ઐતહાસિક હાલાર વિસ્તારનું બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. ગુજરાતનું હાલનું મોરબી શહેર તેનું પાટનગર હતું.

રાજ્યના છેલ્લા શાસકે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ સંધિ કરી હતી.

ઇતિહાસ

મોરબી રજવાડાની સ્થાપના ૧૬૯૮ની આસપાસ કન્યોજીએ કરી હતી. જ્યારે તેમના પિતાની હત્યા તેમના કાકા પ્રાગમલજી પ્રથમે કરી નાખી, ત્યારે તેઓ ભુજ છોડીને તેમની માતા સાથે નાસીને મોરબી સ્થાયી થયા હતા. ૧૮૦૭માં મોરબી બ્રિટિશ છત્રછાયા હેઠળ આવ્યું. રાજ્ય બોમ્બે પ્રેસિડેન્સીની કાઠિયાવાડ એજન્સીનો ભાગ હતું.

૧૯૪૩માં, ‘જોડાણ યોજના’ હેઠળ મોરબી રજવાડાનો વિસ્તાર વધુ ૩૧૦ ચોરસ કિમી અને ૧૨,૫૦૦ લોકો સાથે વધ્યો હતો, જ્યારે હડાલા તાલુકો, કોટડા-નાયાણી થાણા અને માળિયાનું નાનું રાજ્ય મોરબીમાં ભળી ગયું હતું.

શાસકો
રાજ્યના શાસકોને ‘ઠાકુર સાહેબ’ કહેવાતા. મોરબી રજવાડાનું શાસન જાડેજા વંશના ઉંચા રાજપૂતોના હાથમાં હતું.

ઠાકુર સાહેબો
૧૬૯૮ – ૧૭૩૩ કન્યોજી રાવજી (કચ્છના) (મૃ. ૧૭૩૩)
૧૭૩૩ – ૧૭૩૯ અલિયાજી કન્યોજી (મૃ. ૧૭૩૯)
૧૭૩૯ – ૧૭૬૪ રાવજી અલિયાજી પ્રથમ (મૃ. ૧૭૬૪)
૧૭૬૪ – ૧૭૭૨ પછાનજી રાવજી (મૃ. ૧૭૭૨)
૧૭૭૨ – ૧૭૮૩ વાઘજી પ્રથમ રાવજી (મૃ. ૧૭૮૩)
૧૭૮૩ – ૧૭૯૦ હમિરજી વાઘજી (મૃ. ૧૭૯૦)
૧૭૯૦ – ૧૮૨૮ જયાજી વાઘજી (મૃ. ૧૮૨૮)
૧૮૨૮ – ૧૮૪૬ પૃથિરાજજી જયાજી (મૃ. ૧૮૪૬)

image

૧૮૪૬ – ૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ રાવજી દ્વિતિય પૃથિરાજજી (જ. ૧૮૨૮ – મૃ. ૧૮૭૦)
૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ – ૧૧ જુલાઇ ૧૯૨૨

image

વાઘજી દ્વિતિય રાવજી (જ. ૧૮૫૮ – મૃ. ૧૯૨૨) (૧૬ ફેબ્રુઆરી ૧૮૮૭થી મહારાજા) (૩૦ જુન ૧૮૮૭થી સર વાઘજી દ્વિતિય રાવજી)
૧૭ ફેબ્રુઆરી ૧૮૭૦ – ૧ જાન્યુઆરી ૧૮૭૯ વાલીઓ (સંચાલન મંડળ)
– શંભુપ્રસાદ લક્ષ્મીલાલ
– ઝુનઝુનાબાઇ સખીદાસ (૧૮૭૯ સુધી)
૧૧ જુલાઇ ૧૯૨૨ – ૩ જુન ૧૯૨૬

image

લખધીરજી વાઘજી (જ. ૧૮૭૬ – મૃ. ૧૯૫૭)
ઠાકુર સાહેબ મહારાજા
૩ જુન ૧૯૨૬ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ લખધીરજી વાઘજી (એસ. એ.) (૧ જાન્યુઆરી ૧૯૩૦થી સર લખધીરજી વાઘજી)

History & Literature