Category Archives: General

નવદુર્ગા ના નવ ક્ષત્રાણીરૂપે આજના પાંચમા રાજપુતાણી

Standard

તૃપ્તિબા મેઘદીપસિંહ રાઓલ (માણસા)

નવદુર્ગા ના નવ ક્ષત્રાણીરૂપે આજના પાંચમા રાજપુતાણી

    તૃપ્તિબા રાઓલ નુ મૂળ ગામ બાવળીયાળી અને એમના લગ્ન પહેલાનુ પુરુ નામ તૃપ્તિબા મહાવીરસિંહ ચુડાસમા.. એમના પરિવાર મા ૫ બહેનો અને ૧ ભાઈ છે.. તૃપ્તિબા એ અભ્યાસમા  BA with phycology અને ત્યારબાદ interior designing કરેલ છે. નાના હતા ત્યારથી જ સેવાભાવી સ્વભાવ વારસામાં મળેલો પણ પપ્પા કે ભાઇ આપે અને હું પુણ્ય કમાવું એ એમને યોગ્ય ના લાગતું એટલે એ રોકાણો દ્રારા જે કમાતા એમાથી શિયાળામા શાલ વિતરણ, અનાથ આશ્રમમાં ભોજન, દર ગુરુવારે ગરીબો ને લાડવા અને ગાંઠિયા જમાડવા આ બધુ કાર્ય કરતા રહેતા.
     ઉંમર મા નાના પણ સામાજિક ક્ષેત્રે સમાજ ની મહિલાઓની વિશિષ્ઠ ખુબીઓને “ક્ષત્રિય નારી રત્નો” બુક ના માધ્યમ થી સમાજ સુધી પહોંચાડવાના વિચારક પ્રેરક એટલે તૃપ્તિબા રાઓલ.
    આજની રાજપુત (ક્ષત્રિય) સમાજ ની નારીઓના પ્રશંસનીય કાર્યો ને બિરદાવતુ પુસ્તક એટલે…. “ક્ષત્રિય નારી રત્નો”
     ગુજરાત રાજપુત સમાજ ની ક્ષત્રાણીઓ કે જે વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય કાર્યો કરે છે અથવા પોતાના કાર્ય દ્રારા સામાજિક યોગદાન બદલ અથવા કઈક વિશિષ્ઠ ઉપલબ્ધી ધરાવે છે સમાજના એવા ક્ષત્રાણીઓ પર એક પુસ્તક બનાવવાનો વિચાર તૃપ્તિબા મેઘદીપસિંહ રાઓલ (માણસા) ને આવ્યો.
     સમાજના ખૂણે ખૂણે થી વિશિષ્ઠ ખૂબી ધરાવતા સમાજની ક્ષત્રાણીઓની માહિતી એકત્રિત કરીને એને એક બુક માધ્યમ થી સમાજ ના લોકો સુધી પહોંચાડવા અથાગ પ્રયત્ન કરેલ છે..અને સમગ્ર ગુજરાત માથી સમાજ ના ૧૦૦ ક્ષત્રિય નારી રત્નો ની પસંદગી કરીને આ બુકમા એમની પ્રતિભાઓ અને પ્રશંસનીય કાર્યો ની જાણકારી આપવામા આવી છે.
    તૃપ્તિબા હાલે જવેલરી બિઝનેશ કરે છે. જેમા સાથે એમનો ઉદેશ્ય બહેનોને ઘરે બેઠા કામ મળી રહે એમને કોઈના હાથ નીચે ન રહેવુ પડે અને આત્મબળથી પૈસા કમાઈ શકે એ માટેનો છે.
    તૃપ્તિબા ને જીવન મા દરેક પળે આત્મબળ એમના પિતા અને પરિવારે આપ્યુ છે. નાનપણ થી એમના પિતાએ દરેક ઈચ્છાઓ પૂરી કરી હશે પણ સાથે અનુસાશનમા રહેવાની પણ શીખ આપી છે. આધુનિક વિચારશૈલી હોવા છતા હમેશા દરબારી પોશાક અને પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ મા રહેવા મા જ કર્તવ્ય માને છે. તૃપ્તિબા ના જીવનમા એમના પિતાનો રોલ પાયાના ઘડતર સમાન રહયો છે. એમના પપ્પા હમેશાં કહે કે,”એક ક્ષત્રીયનો દીકરો પથ્થરમાંથી પાણી કાઢી શકે તો દીકરી કેમ નહી ?
   રાજપુત યુવા વેબસાઇટ દ્રારા તૃપ્તિબા રાઓલ ને આવા ઉમદા વિચાર ને સંઘર્ષ અને મહેનત સાથે સમાજમા વિશિષ્ઠ અને પ્રશંસનીય કાર્યો કરતા સમાજની ક્ષત્રાણીઓને “ક્ષત્રિય નારી રત્નો” બુકના માધ્યમ થી સમાજ સમક્ષ લાવવા બદલ ખુબ અભિનંદન…

Advertisements

નવદુર્ગાના નવ ક્ષત્રાણી રૂપે ચોથા રાજપૂતાણી

Standard

હિનાબા કિરીટસિંહ રાઓલ (રાજપીપળા – ભરૂચ)
(ઘુમર,રાસ શિક્ષક અને સંસ્થાપક – “બચપના સ્કુલ- રાજપીપળા”

નવદુર્ગાના નવ ક્ષત્રાણીરૂપે આજના ચોથા રાજપૂતાણી.

   ગુજરાતમા જેમ ગરબા પ્રચલિત છે એમજ રાજસ્થાનમા રાજપૂત સમાજનુ ઘુમર ખુબજ પ્રચલિત છે. રાજપુત સમાજની સંસ્ક્રુતિ અને ઇતિહાસને વિશ્વભરમા પ્રસારવાના હેતુથી દરવર્ષે જયપુર ખાતે “ઘુમર” કાર્યક્રમનુ આયોજન થાય છે. જેમા ભારતના વિવિધ રાજ્યો તેમજ બહારના દેશમાથી પણ રાજપુતાણીઓ આવીને ભાગ લે છે. જેમા આ વર્ષે રાજપીપળાની રાજપૂત દિકરીઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમમા સતત ૧૨ મિનિટ ફોક ગરબા અને તલવારરાસ કરીને સૌને મત્રમુગ્ધ કરીને પ્રથમ પુરષ્કાર પ્રાપ્ત કર્યો હતો. અને સમગ્ર નર્મદા તેમજ ગુજરાત રાજપૂત સમાજનુ નામ રોશન કર્યુ હતુ. અને જેની સફળતાનો પુરો શ્રેય હિનાબા રાઓલ અને એમની ટીમને જાય છે.
  હિનાબા રાઓલ કે જે રાજપીપળાના છે. પરિવારમા માતા-પિતા એક ભાઈ અને એક બહેન છે. પિતાજી નાની દુકાન ચલાવે છે. હિનાબાનો અભ્યાસ બી.એ અગ્રેજી સાથે છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ સાથે સાથે જ સ્કુલ શિક્ષક તરિકે નોકરી કરતા રહયા છે. નાનપણથી જ સાસ્ક્રુતિક ન્રુત્યનો શોખ હોવાથી જાત મહેનતથી આજે પોતે સાસ્કુતિક ન્રુત્યમા ઘુમર, રાસ, તલવારબાજી મા મહારથ હાંસિલ કરીને એક અલગ ઓળખ ઉભી કરી છે.
  રાજપીપળા રાજપૂત સમાજના દર નવરાત્રીના આઠમ નિમિતે હિનાબા અને એમના ગ્રુપ દ્રારા ખુબજ અદભૂત તલવાર રાસ સાથે મહાઆરતી થાય છે.આજે સમાજના દિકરીઓને રાજપીપળા ખાતે ડાન્સ,ગરબા અને ઘુમર ક્લાસીસ નિશુલ્ક આપે છે. એ સિવાય નર્મદા જીલ્લાના રાજકીય કાર્યકમ હોય કે આપણા સમાજનો કાર્યકમ એની સાંસ્ક્રુતિક પ્રદશનની જવાબદારી હિનાબા ની જ હોય છે. 
 
   હિનાબા નાના બાળકો માટે રાજપીપળામા પોતાની પ્રિ-સ્કુલ પણ ચલાવે છે. તેઓ રાજસ્થાન ખાતે આયોજીત ઘુમર મા પ્રથમ પુરષ્કાર પ્રાપ્ત કરેલ છે એ ઉપરાંત “નર્મદારત્ન” પુરષ્કારથી સન્માનિત થઈ ચુકયા છે. નર્મદા કલેકટર પણ એમને જીલ્લાવતી સન્માનિત કરી ચુકયા છે. રાજપીપળા રાજપૂત સમાજ દ્રારા આયોજીત સામાજીક કાર્યક્રમો સમુહલગ્ન – નવરાત્રીમા પોતાની જવાબદારીથી હમેશા કાર્ય કરે છે. તલવારબાજી, સાફા પાઘડી બાંધવાથી કરીને ઘુમર બહેન-દિકરીઓને શીખવાડે છે.
    રાજપુતોની ઘુમર,રાસ તલવારબાજી જેવી સાંસ્ક્રુતિક પંરપરાઓને પોતાની કળાના માધ્યમથી આજના આધુનિક સમયમા જિંવત રાખીને દેશ-વિદેશમા વધુ પ્રચલિત કરી છે. રાજપૂતયુવા દ્રારા હિનાબાને સાસ્ક્રુતિક માધ્યમથી સમાજને વારસાને ઉજાગર કરતા રહેવા બદલ ખુબ ખુબ અભિંનદન…

નવદુર્ગા ના નવ ક્ષત્રાણી રૂપે ત્રીજા રાજપુતાણી

Standard

ચેતનાબા પરીક્ષિતસિંહ જાડેજા (અકરી હાલે ભુજ – કચ્છ)
(પ્રમુખશ્રી, કચ્છ જીલ્લા મહિલા ક્ષત્રિય સભા)
(વાઇસ ચેરમેન & સંચાલક, રાજપૂત કન્યા છાત્રાલય ભુજ.)

નવદુર્ગા ના નવ ક્ષત્રાણી રૂપે આજના ત્રીજા રાજપુતાણી.

    ચેતનાબા જાડેજા મૂળ ત્રાપજ ના દિકરી અને લગ્ન અકરી – અબડાસા પરીક્ષિતસિંહ જાડેજા સાથે થયા. પરિવારમા એક દીકરા હતા અને દીકરી છે.
        રાજપૂત સમાજ ના દરેક સામાજિક કાયઁ મા સતત સહયોગી અને અગ્રેસર હોય પછી એ સમાજના સમૂહલગન હોય કે વિધાર્થી સરસ્વતી સન્માન સમારોહ કે પછી સમાજના દિકરીના અભ્યાસ માટેની ચિંતા.
 
     ચેતનાબા એ સમાજ ના બહેનો માટે ખાસ કચ્છ મા પ્રથમ વાર ભૂજમાં નવરાત્રીનૂ આયોજન કર્યું છે. શિક્ષણ ક્ષેત્રે છેલ્લા 8 વર્ષથી ભુજ ખાતે કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા સંચાલિત સમાજ ની કન્યા છાત્રાલય સંભાળે છે. ભુજ જિલ્લાના વિસ્તાર ના દીકરીઓ કે જે ધોરણ 07 થી કોલેજ સુધી અભ્યાસ કરતા હોય એ દરેક દીકરીઓ કન્યા છાત્રાલય મા રહે છે. અને ચેતનાબા દિકરીબાઓને શિક્ષણ ની સાથે સાથે સંસ્કાર નું સિંચન પણ કરતા રહે છે.

   ચેતનાબા ના જીવનમાં અનેક સુખ અને દુખ અને નિરાશા આવી ખાસ તો જયારે તેમના યુવાન વયના 18 વર્ષના  પૂત્ર અકસ્માતમા ગુમાવ્યા. માનસીક ખૂબ જ હતાશા આવી એ ખખેરીને દીકરાનુ શિક્ષણ પૂરું ન કરી શકયા તો  દીકરા નૂ સપનું હતું કે આઈ પી એસ (IPS) બનવાનૂ એટલે તેનૂ સપનું પૂરું કરવા માટે મનોબળ દ્રઢ કરીને ભુજ ખાતે સમાજના દીકરી અને દીકરાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો નિશુલ્ક ચાલુ કરી દીકરાને શિક્ષાંજલી આપી.

   સામાજિક કાર્યો કરવા માટેનો જે સમય આપ્યો તે માટે તેમના પરિવાર નો ખૂબજ  સહયોગ રહ્યો  છે. ખાસ કરીને એમના પતિ ,પુત્ર અને પુત્રી ખૂબ જ સહયોગ આપતા રહ્યા છે.
    ક્ષત્રિય નારીરત્ન પુરષ્કાર થી ચેતનાબા સન્માનિત થઈ ચૂક્યા છે. રાજપૂત યુવા દ્રારા ચેતનાબા સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે હમેશા સમાજ ના દીકરીઓને મદદરૂપ થતા રહે એજ શુભેચ્છાઓ..

નવદુર્ગા ના નવ ક્ષત્રાણી રૂપે બીજા રાજપુતાણી

Standard

સિંધુ જેટલા સિદ્ધાંતો કરતા બિંદુ જેટલું આચરણ કરવુ શ્રેષ્ઠ – ભારતીબા સોઢા

નવદુર્ગા ના નવ ક્ષત્રાણી રૂપે આજના બીજા રાજપુતાણી

ભારતીબા રાજુભા સોઢા (મૂળગામ : દુર્ગાપુર – કચ્છ , હાલે ગાંધીનગર)

મૂળગામ દુર્ગાપુર (માંડવી) રાજુભા સોઢા ના 2 દીકરા અને 1 દિકરીબા એટલે ભારતીબા સોઢા. ભણવામા ખુબજ હોશિયાર ભારતીબા એ ધોરણ 12 સુધીનો અભ્યાસ જવાહર નવોદય વિદ્યાલય – ડુમરા ખાતે કર્યોં.

એ પછી આગળ કોલેજ મા જઈને ભણવુ એ સમયે દીકરીઓ માટે બહુ અઘરુ હતુ એટલે ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સીટી માંથી એકસ્ટર્નલ મા બી.કોમ નો અભ્યાસ પૂરો કર્યો. અને ત્યારબાદ એમ.એ પણ કર્યું. પોતાના ખર્ચને પહોંચી વળવા પોતે ઘરે વિધાર્થીઓને ટ્યુશન આપતા.

વ્યકિતને પોતાની જાતને સાબિત કરવા માટે ખુબજ સંઘર્ષ કરવો પડે છે. એમના કુટુંબ મા ક્યારેક કોઈ દીકરી એ નોકરી કરી નથી જ્યારે ભારતીબા અભ્યાસ સમયેથી જ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા અને આવી જ એક સરકારી પરીક્ષા પાસ કરીને હાલ તેઓ ગાંધીનગર સહયોગ સંકુલ મા કુટિર ઉધોગ મા ગ્રેડ – ૨ ના અધિકારી તરીકે ફરજ બજાવે છે. અને હાલ પોતે GPSC ની તૈયારી પણ કરી રહ્યા છે.

  તેઓ સાથે સાથે એમના ગામ દુર્ગાપુર (માંડવી) ખાતે અભયમ વિધામંદિર નામે ધોરણ ૧ થી ૯ સુધી સ્કૂલ પણ ચલાવે છે. જેનો હેતુ અંતરિયાળ ગામડાઓ મા રહેતી દીકરીઓને ઉચ્ચ અભ્યાસ આપીને સક્ષમ બનાવાનો છે, શિક્ષણ ની સાથે સંસ્કાર નુ પણ સિંચન થાય એવુ શિક્ષણ આ સ્કૂલ ના માધ્યમ થી આપવાનો પ્રયાસ તેમના દ્રારા કરાય છે.

  એ સિવાય રાજપૂત યુવા વેબસાઈટ ના માધ્યમથી ગુજરાત રાજપૂત (ક્ષત્રિય) સમાજ ના 50 સભ્યો દ્રારા સાથે મળીને ઉભી કરાયેલ રાજપુતાના બિઝનેશ એમ્પાયર પ્રા.લી કંપની મા પણ તેઓ એક માત્ર દિકરી સભ્ય છે. જેમા આજના સમયે આર્થિક ધોરણે સ્વાવલંબી બની રહેવા માટે કંપની ના માધ્યમથી સાથે મળીને સક્ષમ થઈ સમાજ ઉપયોગી બની રહેવાનો ઉદેશ્ય છે.

     વિશિષ્ઠ ઉપલબ્ધી મા..  Daughter of Gujarat તેમજ ક્ષત્રિય નારી રત્નો ના પુરષ્કાર થી સન્માનિત થઈ ચૂક્યા છે. એ સિવાય  સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે યુવાઓને માર્ગદર્શન પણ પુરુ પાડે છે.

   સત્ય ગમે તેટલુ મજબૂત હોય પણ એને સાબિત કરવા દ્રઢ સંકલ્પ અને અથાગ મહેનત કરવી જ પડે છે. જે ભારતીબા એ કરી બતાવ્યુ છે. પોતામાં શ્રદ્ધાં રાખો , વિશ્વાસનું નિર્માણ કરો અને જાતને બુલંદ બનાવીને નવાનવા મૂકામ તરફ કેવી રીતે લઈ જવી એની ખેવના રાખો તો મંઝિલ જરૂર મળશે જ.
    ” સેવા કરવા માટે પૈસા જરૂરી નથી, પરંતુ આપણું સંકુચિત જીવન છોડવાની અને ગરીબો સાથે એકરૂપ થવાની છે “

રાજપૂત યુવા વેબસાઈટ તરફ થી ” આપણા વિચારો જ આપણું ભવિષ્ય ” ની વાતને સાર્થક કરતા ભારતીબા સોઢા ને ખૂબ ખૂબ અભિનંદન..

નવદુર્ગાના નવ ક્ષત્રાણી રૂપે પહેલા રાજપુતાણી

Standard

અડગ મન અને દ્રઢ સંકલ્પથી બને પગે વિકલાંગ હોવા છતા પોતાની એક અલગ ઓળખ બનાવતા મનિષાબા ઝાલા.

નવદુર્ગા ના નવ ક્ષત્રાણી રૂપે આજના પહેલા રાજપુતાણી

મનીષાબા છત્રસિંહ ઝાલા (મૂળગામ – કમાલપુર હાલે અમદાવાદ)

   છત્રસિંહ ઝાલાને ત્યા 2 દીકરા બાદ એક દિકરીબા એટલે મનિષાબા નો જન્મ થયો. નાની ઉંમરે જ તાવ આવતા ઇન્જેક્શન (દવાઓ) ની આડઅસર થી બને પગ અને એક હાથ લકવા મારી ગયો. આ પછી અનેક વર્ષો સુધી દવાઓ લીધી તેમ છતા કઈ ખાસ ફરક પડ્યો નહિ. તેમ છતા અનેક વર્ષો સુધી દવાઓ ચાલુ રાખી પરંતુ બને પગથી વિકલાંગ રહયા પણ એક હાથમા થોડો ફાયદો થયો.

    નીડર અને દ્રઢ સંકલ્પ મન વાળા મનિષાબા જરા પણ હિંમત હાર્યા વગર ધોરણ 10 ના અભ્યાસ પછી એમને ઘરે બેઠા જ એમ.એ સુધી નો અને ત્યારબાદ ડી.ટી.પી નો કોર્સ કરી ને ડીગ્રી પ્રાપ્ત કરી. પરંતુ એમની ઈચ્છા તો ઉચ્ચા આસમાન ને આંબવાની હતી અને એ માટે જ એ કઈક અલગ જ કરવા માંગતા હતા એટલે એ વિકલાંગ હોવા છતા એક સિવણ કલાસ મા શીખવા માટે ગયા પરંતુ વિકલાંગ હોવાથી એ ન શીખી શકે એમ કહીને એ કલાસીસ માથી એમને નાસીપાસ કરવામા આવ્યા પરંતુ મનમા શીખવાની દ્રઢ ઈચ્છા હોવાથી એમને ઘરે પોતાનુ શિવણ મશીન વસાવ્યુ અને ધીરે ધીરે અનેક વર્ષોની મહેનત થી  કપડાઓ (ડ્રેસ, ચણીયા ચોરી) સીવતા અને બનાવતા શીખ્યા.

   સમયાંતરે ડિઝાઇનિંગ અને બનાવટ મા એમને એવી સરસ કુશળતા આવી ગઈ કે આજે પોતે જાતે ડિઝાઇન તૈયાર કરીને વિવિધ પ્રકાર ના સ્ત્રી પરિધાનો તૈયાર કરે છે. એમના બનાવેલી ડિઝાઈનો ના કપડાઓ સ્ત્રીઓમા ખુબજ લોકપ્રિય છે. અને એમના દ્રારા તૈયાર કરાયેલા આ ડિઝાઈનર કપડાઓ ની આજ એક અલગ જ ગ્રાહકવર્ગ ઉભો કર્યો છે.

  મનીષાબા ને આજે એમના વિસ્તાર મા બહેનો દીદી કહીને બોલાવે છે. જીવનમા પડકારો ઝીલવાની મહત્વાકાંક્ષા લઈને જન્મેલા મનિષાબા બને પગે વિકલાંગ હોવા છતા પોતાના ક્ષેત્ર મા એક વિશિષ્ઠ મુકામ (મંજિલ) પ્રાપ્ત કરેલ છે. નાનપણ થી બને પગ અને હાથ લકવો મારી જવા છતા હિંમત ન હારી અને કંઈક મેળવાની ધગશ થી સંઘર્ષ કરતા રહયા અને આજે રાજપૂત (ક્ષત્રિય) સમાજ ની દિકરીબાઓ માટે એક ઉદાહરણ સાબિત થયા છે.
  ક્ષત્રાણી નારીરત્ન પુરષ્કાર થી પણ તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે.

વ્યાપારિક પૂછપરછ માટે આપ એમનો સંપર્ક કરી શકો છો.
મનિષાબા ઝાલા (અમદાવાદ) મો. 97243 83861

આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ થી પોતાની ઈચ્છા ને એક સફળ કાર્યમા પરિપૂર્ણ કરનાર ક્ષત્રાણી મનિષાબા ઝાલા ને રાજપૂત યુવા વેબસાઈટ તરફ થી ખૂબ ખૂબ અભિનંદન..જીવનમા ઉતરોતર પ્રગતિ કરે એજ શુભેચ્છા સાથે જય માતાજી.

॥ સર્વજન સુખાય સર્વજન હિતાય ચ ॥

Standard

વર્ષાની વિદાય અને શરદનુ આગમન એટલે ભાદરવો. દિવસે ધોમ ધખે અને મોડી રાત્રે આછુ ઓઢીને સુવુ પડે એવો ઠાર પડે. આયુર્વેદાચાર્યો કહી ગયા છે કે વર્ષામા પિત્તનો સંગ્રહ થાય અને શરદમા તે પિત્ત પ્રકોપે. આ પ્રકોપવુ એટલે તાવ.

ભાદરવાના તાપ અને તાવથી બચવા ત્રણ-ચાર ઘરગથ્થુ પ્રયોગો (સ્વાનુભુત છે.)

૧) ભાદરવાના ત્રીસે દિવસ રોજ રાત્રે જમ્યા પછી સુદર્શન/મહાસુદર્શન ઘનવટી – ૨-૩ ટીક્ડી ચાવીને પાણી સાથે (ત્રણ કલાકથી વહેલી નહી, પછી જ).

૨) જો ભાવે તો ભાદરવાના ત્રીસે દિવસ દુધ-ચોખા-સાકરની ખીર અથવા દુધ-પૌવા ખાવુ. ગળ્યુ દુધ એ વકરેલા પિત્તનુ જાની દુશ્મન છે. આ હેતુથી જ શ્રાદ્ધપક્ષમાં ખીર બનાવવાનુ આયોજન થયુ હતુ.

૩) જેની છાલ પર કથ્થાઇ/કાળા ડાઘ હોય એવા પાકલ કેળાને છુંદીને એમા સાકર ઉમેરી બપોરે જમવા સાથે ખાવા. જો ઇચ્છા હોય તો ઘી પણ ઉમેરવુ. પણ કેળા સાથે ઘી પાચનમા ભારે થાય. એટલે જો ઘી ઉમેરો, તો પછી બે-ત્રણ એલચી વાટીને ઉમેરી દેવી. પાચન સહેલુ થાશે. એવુ કોઇક જ હોય જેને સાકર-કેળા-ઘીનુ મિશ્રણ રોટલી સાથે ન ફાવે.

(જો ખીર અને કેળા – બન્નેનો પ્રયોગ કરવો હોય તો કેળા બપોરે અને ખીર સાંજે એમ ગોઠવવુ).

૪) ભુલેચુકે ખાટી છાશ ન જ પીવી. ખુબ વલોવેલી, સાવ મોળી છાશ લેવી હોય તો ક્યારેક લેવાય.

૫) ઠંડા પહોરે (વહેલી સવારે કે સાંજે) પરસેવો વળે એટલુ ચાલવુ. (ઠંડી અને ચાંદની રાતમાં રાસગરબા ના આયોજન પાછળનુ રહસ્ય આ જ હતુ – પરસેવો પડે)

આચાર્યોએ શરદને રોગોની માતા કહી છે – रोगाणाम् शारदी माता. એને ‘યમની દાઢ’ પણ કહી. આપણામા એક આશિર્વાદ પ્રચલીત હતો – शतम् जीव शरदः એટલે કે આવી સો શરદ સુખરુપ જીવી જાઓ એવી શુભેચ્છા આપવામા આવતી.

​मित्र से प्राप्त प्रसंग शब्दश: प्रस्तुत – 

Standard

इतिहास के प्रकांड पंडित डॉ. रघुबीर प्राय: फ्रांस जाया करते थे। वे सदा फ्रांस के राजवंश के एक परिवार के यहाँ ठहरा करते थे।

उस परिवार में एक ग्यारह साल की सुंदर लड़की भी थी। वह भी डॉ. रघुबीर की खूब सेवा करती थी। अंकल-अंकल बोला करती थी।
एक बार डॉ. रघुबीर को भारत से एक लिफाफा प्राप्त हुआ। बच्ची को उत्सुकता हुई। देखें तो भारत की भाषा की लिपि कैसी है। उसने कहा अंकल लिफाफा खोलकर पत्र दिखाएँ। डॉ. रघुबीर ने टालना चाहा। पर बच्ची जिद पर अड़ गई।
डॉ. रघुबीर को पत्र दिखाना पड़ा। पत्र देखते ही बच्ची का मुँह लटक गया अरे यह तो अँगरेजी में लिखा हुआ है।

आपके देश की कोई भाषा नहीं है?
डॉ. रघुबीर से कुछ कहते नहीं बना। बच्ची उदास होकर चली गई। माँ को सारी बात बताई। दोपहर में हमेशा की तरह सबने साथ साथ खाना तो खाया, पर पहले दिनों की तरह उत्साह चहक महक नहीं थी।
गृहस्वामिनी बोली डॉ. रघुबीर, आगे से आप किसी और जगह रहा करें। जिसकी कोई अपनी भाषा नहीं होती, उसे हम फ्रेंच, बर्बर कहते हैं। ऐसे लोगों से कोई संबंध नहीं रखते।
गृहस्वामिनी ने उन्हें आगे बताया “मेरी माता लोरेन प्रदेश के ड्यूक की कन्या थी। प्रथम विश्व युद्ध के पूर्व वह फ्रेंच भाषी प्रदेश जर्मनी के अधीन था। जर्मन सम्राट ने वहाँ फ्रेंच के माध्यम से शिक्षण बंद करके जर्मन भाषा थोप दी थी।

फलत: प्रदेश का सारा कामकाज एकमात्र जर्मन भाषा में होता था, फ्रेंच के लिए वहाँ कोई स्थान न था।
स्वभावत: विद्यालय में भी शिक्षा का माध्यम जर्मन भाषा ही थी। मेरी माँ उस समय ग्यारह वर्ष की थी और सर्वश्रेष्ठ कान्वेंट विद्यालय में पढ़ती थी।
एक बार जर्मन साम्राज्ञी कैथराइन लोरेन का दौरा करती हुई उस विद्यालय का निरीक्षण करने आ पहुँची। मेरी माता अपूर्व सुंदरी होने के साथ साथ अत्यंत कुशाग्र बुद्धि भी थीं। सब ‍बच्चियाँ नए कपड़ों में सजधज कर आई थीं। उन्हें पंक्तिबद्ध खड़ा किया गया था।
बच्चियों के व्यायाम, खेल आदि प्रदर्शन के बाद साम्राज्ञी ने पूछा कि क्या कोई बच्ची जर्मन राष्ट्रगान सुना सकती है?

मेरी माँ को छोड़ वह किसी को याद न था। मेरी माँ ने उसे ऐसे शुद्ध जर्मन उच्चारण के साथ इतने सुंदर ढंग से सुना पाते।
साम्राज्ञी ने बच्ची से कुछ इनाम माँगने को कहा। बच्ची चुप रही। बार बार आग्रह करने पर वह बोली ‘महारानी जी, क्या जो कुछ में माँगू वह आप देंगी?’
साम्राज्ञी ने उत्तेजित होकर कहा ‘बच्ची! मैं साम्राज्ञी हूँ। मेरा वचन कभी झूठा नहीं होता। तुम जो चाहो माँगो। इस पर मेरी माता ने कहा ‘महारानी जी, यदि आप सचमुच वचन पर दृढ़ हैं तो मेरी केवल एक ही प्रार्थना है कि अब आगे से इस प्रदेश में सारा काम एकमात्र फ्रेंच में हो, जर्मन में नहीं।’
इस सर्वथा अप्रत्याशित माँग को सुनकर साम्राज्ञी पहले तो आश्चर्यकित रह गई, किंतु फिर क्रोध से लाल हो उठीं। वे बोलीं ‘लड़की’ नेपोलियन की सेनाओं ने भी जर्मनी पर कभी ऐसा कठोर प्रहार नहीं किया था, जैसा आज तूने शक्तिशाली जर्मनी साम्राज्य पर किया है।
साम्राज्ञी होने के कारण मेरा वचन झूठा नहीं हो सकता, पर तुम जैसी छोटी सी लड़की ने इतनी बड़ी महारानी को आज पराजय दी है, वह मैं कभी नहीं भूल सकती।

जर्मनी ने जो अपने बाहुबल से जीता था, उसे तूने अपनी वाणी मात्र से लौटा लिया।
मैं भलीभाँति जानती हूँ कि अब आगे लारेन प्रदेश अधिक दिनों तक जर्मनों के अधीन न रह सकेगा।
यह कहकर महारानी अतीव उदास होकर वहाँ से चली गई। गृहस्वामिनी ने कहा ‘डॉ. रघुबीर, इस घटना से आप समझ सकते हैं कि मैं किस माँ की बेटी हूँ।
हम फ्रेंच लोग संसार में सबसे अधिक गौरव अपनी भाषा को देते हैं। क्योंकि हमारे लिए राष्ट्र प्रेम और भाषा प्रेम में कोई अंतर नहीं…।’
हमें अपनी भाषा मिल गई। तो आगे चलकर हमें जर्मनों से स्वतंत्रता भी प्राप्त हो गई। आप समझ रहे हैं ना !
   ।। भाषा नी अश्मिता नो रक्षक भद्रजन ।।

વાત મારા ને તમારા જેવા ની જેને શૂન્યમાંથી સર્જન કરીયુ …

Standard

<~~Jyoti CNC ના પરાક્રમસિંહ જાડેજા રાજકોટ~~>  હાથમાં નાણા નહીં, ધંધો શરૂ કરવા માટે જગ્યા નહીં,  સાયકલ ઉપર ઓર્ડર મેળવવાનો, ડિલવરી આપવાની અને ઉઘરાણી પણ કરવાની ! 30 હજારની લોન લેનારો ગુજરાતી બનાવે છે કરોડોનું એક મશીન
ધરતી ઉપર પગ રાખીને પણ ઉડી શકાય તેવું સાબિત કર્યું છે રાજકોટના આ ઉદ્યોગપતિએ 
ધંધો શરૂ કરવા માટે ગ્રાહકો, મિત્રો અને અન્ય રીતે લોન એકત્ર કરી કામકાજ શરૂ કરવું પડે. પણ કલ્પના કરી શકો કે રૂ. 30,000ની લોન લેનાર આજે એક એવું મશીન બનાવે છે કે જેની કિંમત રૂ. 12 કરોડ હોય! ગિયર પટ્ટા પર હાથ ચલાવતાં  રૂ. 500ની મજૂરી ઉપર જોબ વર્ક કરનાર આજે રૂ. 500 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા હોય!
વર્ષ 2001, પ્રસંગ મશીન ટુલ્સ ઉદ્યોગનો મહાકુંભ એટલે  ‘ઇમ્ટેક્સ એક્ઝીબિશન’. રાજકોટના એક ટચૂકડા ઉત્પાદકે હિન્દુસ્તાન મશીન ટુલ્સ, એઇસ ડિઝાઇનર્સ, લોકેશ મશીન ટુલ્સ જેવા દિગ્ગજોને હંફાવે તેવું એક મશીન પ્રદર્શનમાં મૂક્યું. લિનિયર કટીંગ કરી શકે એવી ટેક્નોલોજી   સિમેન્સે વિકસાવી હતી પણ તેનો ઉપયોગ કરી ભારતમાં પ્રથમ વખત મશીન આ ટચૂકડા ઉત્પાદકે બનાવી આ મહાકુંભમાં રજૂ કર્યું હતું. આ કળા જોઇ કેટલાયે લોકો આશ્ચર્યમાં ગરકાવ થઇ ગયા. આ માત્ર ભારતમાં લિનિયર ટેક્નોલોજી સાથેનું પ્રથમ મશીન જ ન હતું, એ સૌથી ઝડપી કામગીરી કરતું પણ દેશનું પ્રથમ મશીન હતું!
………
આ બે ટચૂકડા પ્રસંગોની કડી એક જ કંપની સાથે જોડાયેલી છે-જ્યોતિ સીએનસી ઓટોમેશન પ્રા.લિમિટેડ. કંપની તરવરિયા જુવાનો ચલાવે છે. એમને આભને આંબવું છે પણ એમના પગ ધરતી પર જ છે. એમને સફળતા સુપરસોનિક સ્પીડથી હાંસલ કરવી છે પરંતુ કોઇ શોર્ટકર્ટથી નહીં. ભૂતકાળના બે દાયકાની સફર ઉપર નજર કરીએ તો આપણને પણ વિશ્વાસ આવી જશે કે ધરતી ઉપર પગ રાખીને પણ ઉડી શકાય અને સ્વાવલંધી પણ સુપરસોનિક ગતિએ આગળ વધી શકે કે…!
કેવી હતી કંપનીની શરૂઆત?
રાજકોટ મહાપાલિકાના કર્મચારી ઘનશ્યામસિંહ જાડેજાના પુત્ર પરાક્રમસિંહને કારકિર્દી નિર્માણના મહત્વના તબક્કે જ ખ્યાલ આવ્યો કે પિતાજીની આવક કેટલી? ચેસ અને ક્રિકેટનું ગ્લેમર અને શાળા-કોલેજના શિક્ષણથી જ ભાવિ ઉજ્જવળ બને એવી પરંપરા. આ માનસિકતામાંથી મુક્ત થઇ તેમણે પોતાનો માર્ગ નક્કી કર્યો અને કૌટુંબિક સભ્યના મશીનીંગ જોબવર્કના કામમાં લાગી ગયા. સાથે પિતરાઇ ભાઇ સુખદેવસિંહ પણ જોડાયા. આ જોબવર્કના કામમાં અનેક સમસ્યા હતી. નવીનીકરણ નહોતું અને દરેક તબક્કે ‘ચલાવી લેવા’નું હતું. આથી કંટાળી એપ્રિલ 1989માં પોતાનો અલગ ધંધો શરૂ કર્યો
હાથમાં નાણા નહીં, ધંધો શરૂ કરવા માટે જગ્યા નહીં. પણ સપ્લાયરોનો ટેકો અને અન્ય રીતે હિંમત કરી ‘જ્યોતિ એન્ટરપ્રાઇસ’નો પ્રારંભ થયો. અહીં બન્ને ભાઇઓ દિવસ-રાત જોબવર્ક કરતા, સાયકલ ઉપર ઓર્ડર મેળવવાનો, ડિલવરી આપવાની અને ઉઘરાણી પણ કરવાની !
એક દિવસ મામાએ પોતાના લેથ માટે ગિયર એપ્રોનની ડિલિવર લઇ આવવા જણાવ્યું. મામાએ ઓર્ડર આપી રાખેલો પરાક્રમસિંહે તો માત્ર ત્યાંથી ડિલિવરી જ મેળવવાની હતી. પરંતુ ગિયર એપ્રોનના ઉત્પાદકે કહ્યું, ”આ તો ભજીયા જેવું છે, જે રોકડા આપે એ લઇ જાય.” ભાણાએ મામાને આ ઘટના વર્ણવી અને પોતે ગિયર એપ્રોન બનાવી આપવાની હૈયાધારણા આપી. વિરાણી હાઇસ્કૂલમાં ટેકનિકલ શિક્ષણ મેળવનારા પરાક્રમે પોતાના લેથમાંથી ગિયર એપ્રોન કાઢી તેનો અભ્યાસ કર્યો અને એક મહિનામાં મામા માટે પાંચ ગિયર એપ્રોન બનાવી આપ્યા.
આ શરૂઆત હતી ગ્રાહકલક્ષી ડિઝાઇન, ટેક્નોલોજી અને પ્રોડક્ટ બનાવી આપવાની યશગાથાની. જ્યોતિ એન્ટરપ્રાઇસે ગિયર એપ્રોનના ઉત્પાદન થકી ગણ્યાં-ગાંઠ્યા લોકોને ઇજારાશાહી તોડી પાડી. મશીન ટુલ્સ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ગિયર બોક્સ બનાવ્યા અને ઓલ ગિયર લેથ પણ બનાવ્યા. એએમટી અને કિર્લોસ્કર જેવા દિગ્ગજો જ ઓલ ગિયર લેથ બનાવતા ત્યારે બાપુએ આ પરાક્રમ કરી બતાવ્યું. પછી બનાવ્યા કોપીંગ લેથ અને એસપીએમ (સ્પેશિયલ પરપઝ મશીન). આ બન્ને કમ્પોનેન્ટ બનાવતા મેન્યુઅલી ઓપરેટેડ લેથ કરતા આધુનિક. અહીં ઉત્પાદન ક્ષમતા અનેકગણી વધે, પાર્ટસની ગુણવત્તા પણ વધે અને જોબવર્કનો ઓપરેટીંગ ખર્ચ ઘટે.
આ મશીન મોંઘા એટલે કોમ્પોનેટ ઉત્પાદક ખરીદતા પણ અચકાય. ફરી એક વખત અહીં પણ જ્યોતિની ગ્રાહકલક્ષી ચીજ બનાવવાની ક્ષમતા જ કામ કરી ગઇ. ઇ.સ. 1998માં એક સેમિનારમાં પરાક્રમસિંહે સીએનસી નામની મશીન ટુલ્સમાં આવી રહેલી નવી ટેક્નોલોજી વિશે સાંભળ્યું. રાત્રે 12 વાગ્યે તેમણે સિમેન્સ પાસેથી આ ટેક્નોલોજી ખરીદી.
મશીન ટુલ્સ ઉદ્યોગમાં આ પ્રારંભ હતો કમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કન્ટ્રોલ (સીએનસી) ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનો. નવી દિલ્હી ખાતે ઇમ્ટેક્સ એક્ઝીબિશનનો. અહીં જ્યોતિએ પોતે ડિઝાઇન કરેલા સાત મશીન મુલાકાતીઓ સમક્ષ મૂક્યા. આમાનું એક મશીન હતું સિમેન્સની લિનિયર ટેક્નોલોજીથી બનેલું લિનિયર મશીન. ભારતમાં બનેલું આ પ્રથમ મશીન હતું. કિર્લોસ્કર, હિન્દુસ્તાન મશીન ટુલ્સ, બીએફડબલ્યુ કે લોકેશે પણ આવું મશીન ક્યારેય બનાવ્યું નહોતું. મશીનના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં એટલો ખર્ચ થયેલો કે એટલું તો જ્યોતિનું ટર્નઓવર પણ એ સમયે નહોતું! પરંતુ, આખા દેશે જ્યોતિની નોંધ લીધી. ગ્રાહકોનો જ્યોતિ ડિઝાઇનીંગ ક્ષમતામાં વિશ્વાસ વધ્યો. બેસ્ટ ઇનોવેટિવ ડિઝાઇન ઇન મશીમ ટુલ્સ માટેનો એવોર્ડ પણ મળ્યો.
આ મશીન એટલું મોંઘુ હતું કે, તેનો પ્રથમ ઓર્ડર એક વર્ષ પછી મળેલો. પરંતુ સીએનસી ક્ષેત્રે જ્યોતિ એક નામ છે એવો વિશ્વાસ વધી રહ્યો હતો.
ગ્રાહકો કમ્પોનેન્ટ મોકલે, લઇને આવે કે આવી પ્રોડક્ટ બનાવવા માટે મશીન બનાવી આપો. જ્યોતિના કુશળ કારીગરો મશીન ડિઝાઇન કરે, પડકાર સમજી મશીન બનાવી પણ આપે. 2003માં જ્યોતિએ બીજો પ્લાન્ટ રાજકોટમાં શરૂ કર્યો. વર્ષે 100 જેટલા મશીન વેચાતા થયા, પણ હજુ મોટામાં મોટી માર્કેટ રાજકોટ જ હતી. ઓટોમોબાઇલ્સ, ટેક્સટાઇલ્સ અને બેરિંગ્સ બનાવનારા જ્યોતિના મશીન ખરીદે.
ને કંપનીએ ફરી પાછું વાળીને જોયું નહીં
વર્ષ 2003થી 2007નો સમયગાળો જ્યોતિએ પોતાની આંતરિક ક્ષમતા વધુ સુદ્રઢ બનાવવા પાછળ ઉપયોગ કર્યો. પ્રોડક્ટ ડેવલપમેન્ટ, રિસર્ચ ક્ષમતામાં વધારો અને શક્ય હોય એ પ્રમાણમાં મશીનરીમાં ઉપયોગમાં લેવાતા પાર્ટસ જાતે બનાવવાનું શરૂ થાય એવું બેકવર્ડ ઇન્ટીગ્રેશન કર્યું. વર્ષ 2004-05માં જ કંપનીએ ભારતમાં 2010 સુધીમાં નંબર વન મશીન ટુલ્સ કંપની બનવાના ઉદેશ સાથેની ‘વિઝન એક્સરસાઇઝ’ હાથ ધરી. નંબર વન એટલે માત્ર ટર્નઓવરની દ્રષ્ટિએ નહીં પરંતુ ગુણવત્તા અને ટેક્નોલોજીની દ્રષ્ટિએ પણ ખરું. 
જ્યોતિ માર્કેટીંગ ક્ષેત્રે પણ આક્રમક બની. વિવિધ પ્રદર્શનમાં સંપૂર્ણ ક્ષમતા સાથે ભાગ લેવો. વિદેશની ધરતી ઉપર યોજાતા પ્રદશર્નમાં પણ સંપૂર્ણ હાજરી આપી. વર્ષ 2007ના વર્ષમાં કંપનીનું વેચાણ 400 મશીન સુધી પહોંચ્યું. સીએનસી થકી રાજકોટમાં પણ ઓટો પાર્ટસના ઓરીજીનલ ઇક્વિપમેન્ટ સપ્લાયર્સ વધ્યા હતા. પણ જ્યોતિ હવે દેશભરમાં પોતાના માર્કેટીંગ અને સર્વિસ નેટવર્ક સાથે ઉપલબ્ધ હતી. વર્ષ 2005ની નિકાસ પણ નાના પાયે શરૂ શઇ ગઇ હતી.
પ્રથમ ઘટના- ભારતીયે યુરોપની મશીન ટુલ્સ ઉત્પાદક કંપની ખરીદી લીધી!
વર્ષ 2007માં ફ્રાંસની દોઢ સદી જૂની યુરોન ગ્રાફનસ્ટેડન જ્યોતિની ગ્રાહક બની. યુરોનને ઉત્પાદન ખર્ચ બહુ આવતો હોવાથી તેમણે જ્યોતિ પાસે મશીન બનાવવાનું પસંદ કર્યું. મશીનની માગ વધી રહી હતી અને મશીનના પ્રકારો (પ્રોડક્ટ રેન્જ) પણ વધી રહ્યા હતા. એટલે જ્યોતિએ રૂ.120 કરોડના મૂડીરોકાણ સાથે રાજકોટમાં જ ત્રીજું એકમ બનાવ્યું. અલાયદું અને અત્યાધુનિક આર એન્ડ ડી સેન્ટર પણ!
યુરોન ફેરારી, ઓડી, બીએમડબલ્યુ, નાસા જેવી દંતકથારૂપ કંપનીઓ કે સંસ્થાઓને મશીન પૂરા પાડતી. ફ્રાંસ સરકારે આ કંપનીના ઉત્પાદન મથકને રાષ્ટ્રીય સ્મારક જાહેર કર્યું છે. જો કે, યુરોન હવે જ્યોતિ સીએનસી ઓટોમેશનની 100 ટકા માલિકીની સબસિડયરી છે. જ્યોતિ જૂથ ઉત્પાદન ક્ષમતા વધારવા માટે કોઇ ભારતીય કંપની ખરીદવા માટે ઉત્સુક થે એવી ચર્ચાના આધારે યુરોને સામે આવીને ‘પોતે ઉપલબ્ધ’ હોવાનું જણાવ્યા પછી આ સોદો પાર પડ્યો છે. કોઇ ભારતીય ઉત્પાદક યુરોપિયન મશીન ટુલ્સ ઉત્પાદક કંપની ખરીદી હોવાની આ પ્રથમ ઘટના છે. 
જ્યોતિના નાણાકીય કદ કરતા બમણા કદની કંપની ખરીદવાનું સાહસ જોબવર્કથી પ્રારંભ કરનાર પરાક્રમસિંહે કરી બતાવ્યું છે. જ્યોતિના કર્મચારીઓની સરેરાશ ઉંમર 28 અને યુરોનમાં 55. જ્યોતિ રાજકોટ અને ભારતના ગ્રાહકો સુધી સિમિત, તો યુરોન વિશ્વ પ્રતિષ્ઠિત બ્રાન્ડ માટે કામ કરતી હોય!! આયોજન અને સિનર્જીમાં અનેક સમસ્યાઓ થશે એવું ભાખનારા ખોટા પડ્યા છે!
વર્ષ 2009ના અંતે જ્યોતિનું ટર્નઓવર રૂ. 475 કરોડ જેટલું નોંધાયું હતું. કંપનીનું વેચાણ 800 મશીન પર પહોંચ્યું હતું, જેમાં નિકાસ 22 ટકા જેટલી છે. 
શું છે કંપનીની સફળતાનો મંત્ર?
જ્યોતિ સીએનસી ઓટોમેશનના ચેરમેન પરાક્રમસિંહે કંપનીની સફળતા અંગે જણાવે છે, ”જ્યોતિ મારી એકલાની સિધ્ધિ નથી. આ ટીમ વર્ક છે. જ્યોતિનો વિકાસ મારી ટીમ થકી થયો છે.” જ્યોતિમાં જોડાયેલો કર્મચારી અહીં નાણા માટે કામ નથી કરતો. એક સપનાને સાકાર કરવા કામ કરે છે. બધાએ સાથે બેસી જમવાનું. બધાને કંપનીની કામગીરી અંગે સૂચન કરવાની તક અને બધાનો એક સરખો ગણવશે. કોઇ ચેરમને નહીં, કોઇ અધિકારી નહીં કે કોઇ પટ્ટાવાળો નહીં!
500ની મજૂરી ઉપર જોબ વર્ક કરનાર આજે રૂ. 500 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા  શૂન્યમાંથી સર્જન કરનાર  શ્રી  પરાક્રમસિંહ જાડેજા ને વંદન… 

 

– પંકજ કતબા

*પોલીસ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટની તૈયારી કરતાં મિત્રો માટે કેટલીક ટિપ્સ:*

Standard

​By,

🏅D.B.Prajapati🏅©

* દરરોજ પ્રેક્ટિસ કરવાને બદલે અઠવાડિયામાં એક અથવા બે દિવસનો વિરામ લેવો. જેથી શરીરનો ઘસારો રિકવર થઇ જાય. પ્રોફેસનલ્સ પણ હંમેશા વીકમાં 4 અથવા 5 દિવસ જ એક્સરસાઇઝ કરે છે.

* ઓવર રનિંગ કે ઓવર ટ્રેનિંગ કરવી નહિ. તેનાથી શરીરને ઇજા થવાની શક્યતા વધી જાય છે. જે મિત્રો 20 મિનિટમાં 5 km  પૂરું કરવા 8 થી 10 km દોડે છે તેમને એવું ના કરવાની સલાહ આપતાં, 5km માં જ પેસ વધારવા વિનંતી.

* જ્યારે તમે રનિંગ કે એક્સરસાઇઝ કરો છો ત્યારે તમારા સ્નાયુઓમાં ફાટ પડે છે અને આ ફાટની પ્રોટીન દ્વારા પૂરતી થાય છે અને સ્નાયુઓ પહેલાં કરતા વધારે મજબૂત બને છે.

* મિત્રો હવે પ્રોટીન વિષે વાત કરીએ તો તે 20 ઘટકો (એમિનો એસિડ)નું બનેલ હોય છે. જેમાં 11 ઘટકો આપણું શરીર ઉત્પન્ન કરે છે જ્યારે બાકીના 9 ઘટકો આપણે ખોરાક દ્વારા લેવા જ પડે છે. આ 20 ઘટકો દ્વારા જ સંપૂર્ણ પ્રોટીન બને છે અને સંપૂર્ણ પ્રોટીન જ સ્નાયુઓ મજબૂત બનાવે છે તેમાંથી એક પણ ઘટકની ઉણપ આખી ચેઇન તોડી નાખે છે. માટે સંપૂર્ણ પ્રોટીનયુક્ત ખોરાક લેવો સલાહ ભર્યો છે.

* સામાન્ય રીતે પ્રાણીજન્ય ખોરાક એટલે કે માંસાહાર, ઈંડા અને ડેરી પ્રોડકટ્સ જ સંપૂર્ણ પ્રોટીન ધરાવે છે. શાકાહારી ખોરાકની વાત કરીએ તો દૂધ, માખણ, છાસ જેવી ડેરી પ્રોડક્ટ અને સોયાબીન આ સંપૂર્ણ પ્રોટીન ધરાવતા ખોરાક છે. બાકીના કોઈ શાકાહારી ખોરાક સંપૂર્ણ પ્રોટીન ધરાવતા નથી.તેથી બે ખોરાકનું સંયોજન જેમ કે કઠોળ અને અનાજ જરૂરી ઘટકોની પૂરતી કરી શરીરને સંપૂર્ણ પ્રોટીન આપે છે. તેથી જ આપણા પૂર્વજોએ દાળ-ભાત, ખીચડી-કડી, કઠોળનું શાક અને રોટલી જેવા સંયોજન બનાવ્યા છે જેથી શરીરને પૂર્ણ પ્રોટીનયુક્ત આહાર મળી રહે.

* તમારા શરીરના વજન પ્રમાણે કિલોદીઠ 0.75 થી 1 ગ્રામ પ્રોટીન લેવાનો આગ્રહ રાખવો. એક લીટર દૂધ 30 થી 32 ગ્રામ પ્રોટીન ધરાવે છે. લો ફેટ દૂધનો આગ્રહ રાખવો. જેઓ વેચાતું લઈ દૂધ પીએ છે તેઓ અમુલ તાજા જે લો ફેટ આવે છે તે લઇ શકે છે. કિંમતમાં પણ તે લીટર દીઠ 14-15 રૂપિયા સસ્તું પડે છે.

* હેલ્થી ડાયટમાં આ બે કોમ્બિનેશન હંમેશા યાદ રાખવા:

(1) વિટામિન D અને કેલ્શિયમ

(2) વિટામિન A અને પ્રોટીન

જેવી રીતે કેલ્શિયમના પાચન માટે વિટામિન D જરૂરી છે તેવી જ રીતે પ્રોટીનના પાચન માટે વિટામિન A જરૂરી છે.

આપણા વડીલો હંમેશા ફણગાવેલા કઠોળ ચણા, મગ વગેરે ખાવાની સલાહ આપે છે. આ વાત જરા ટેક્નિકલી સમજાઉં તો જ્યારે આપણે કઠોળને ફણગાવીએ છીએ ત્યારે તે વિટામિન A થી ભરપૂર બને છે. જેથી પ્રોટીન અને વિટામિન A નું પરફેક્ટ કોમ્બીનેશન બને છે. જેથી શરીરને વધુ લાભ થાય છે.

* જ્યારે આપણે રનિંગ કે  એક્સરસાઇઝ કરીએ ત્યારે આપણા સ્નાયુઓ લેક્ટિક એસિડનો સ્ત્રાવ કરે છે. આ લેક્ટિક એસિડનો ભરાવો તમારા સ્નાયુઓને નબળા પાડી શકે છે તેમજ તમારું પરફોર્મન્સ ઓછું કરી શકે છે. આથી હંમેશા રનિંગ પહેલા 5 થી 10 મિનિટ વોર્મ અપ કરવું તેમજ રનિંગ બાદ સ્ટ્રેચિંગ કરવું જેથી લેક્ટિક એસિડ લોહી સાથે વહી જાય, ભરાવો નાં થાય અને સ્નાયુઓને નુકશાન ના થાય.

* As always, પૂરતું પાણી પીવાનો આગ્રહ રાખો જેથી સ્નાયુઓમાં તરલતા રહે અને ઇજા થવાની શક્યતા ઓછી થાય.
– આટલો લાંબો લેખ લખવાનું કારણ આ વખતે ફિઝિકલ ટેસ્ટનાં પણ માર્ક્સ છે. જેથી રનિંગમાં 1 મિનિટનો ફાયદો પણ તમને મેરિટમાં ક્યાંય આગળ લઇ જય શકે છે.

એક્સરસાઇઝનો એક નિયમ છે કે તમે કેટલી કસરત કરો છો તેનાથી ય વધુ મહત્વ તમે શું ખાઓ છો તેનું છે. જેથી વધુ સારું પરિણામ મેળવી શકાય.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

પંકાજસિંહ જાડેજા

Standard

​એક વિદ્યાર્થીને એના મનપસંદ કોર્ષમાં એડમીશન મળ્યું. છોકરો જ્યારે સંસ્થામાં ફી ભરવા માટે ગયો ત્યારે એના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા. ડોક્યુમેન્ટ ચેક કરનારાએ કહ્યુ, “ભાઇ, આમાં એક પ્રમાણપત્ર ઘટે છે અને એ પ્રમાણપત્ર વગર તમને પ્રવેશ ન મળે એટલે તમારી ફી પણ ન સ્વિકારી શકાય.” છોકરો મુંઝાયો કારણકે પ્રવેશ માટે હવે માત્ર બે દિવસ બચ્યા હતા. જો આવતીકાલે જ મામલતદાર એને જરુરી પ્રમાણપત્ર ઇચ્યુ કરે તો જ પ્રવેશ મળી શકે તેમ હતો.

 

છોકરો બીજા દિવસે એના વતન ઉપલેટામાં આવ્યો. સવારમાં મામલતદાર કચેરીએ પહોંચ્યો. સંબંધીત ટેબલે જઇને જે પ્રમાણપત્રની જરુર હતી એ પ્રમાણપત્ર આપવા માટે એણે વિનંતી કરી. ટેબલ સંભાળનાર કર્મચારીએ કહ્યુ કે અમે તારી તકલીફ સમજી શકીએ છીએ પરંતું આ પ્રમાણપત્ર આજે ને આજે આપવું શક્ય નથી. બધી વિધી પુરી કરતા બે કે ત્રણ દિવસ લાગશે. છોકરો મુંઝાઇ ગયો. શું કરવું એ કંઇ સમજ પડતી નહોતી. મહામહેનતે મળેલો પ્રવેશ વ્યર્થ જતો હોય એવુ એને લાગતું હતું.

 

છેવટના ઉપાય તરીકે એણે સીધા જ મામલતદારને મળવાનું નક્કી કર્યુ. છોકરાએ મામલતદારને મળીને પોતાની વાત રજુ કરી. મામલતદારે તુરંત જ ટેબલ સંભાળનાર કર્મચારીને બોલાવીને સુચના આપી કે આ વિદ્યાર્થીને અત્યારે ને અત્યારે જ જે પ્રમાણપત્રની જરુર છે એ પ્રમાણપત્ર આપી દો. કર્મચારીએ દલીલ કરી કે સર હજુ એણે અરજી પણ નથી આપી, સાથે બીડવાનો બીજો દાખલો પણ નથી તો આજને આજ પ્રમાણપત્ર કેમ આપવુ ?  
મામલતદારે કર્મચારીને સમજાવતા કહ્યુ, “તમે તમારી રીતે સાચા છો પણ સામે વાળાની સમસ્યાને પણ સમજતા શીખો. જો આજે એને પ્રમાણપત્ર નહી મળે તો એ પ્રવેશથી વંચીત રહી જશે. ભલે મારી અંગત જવાબદારી ઉપસ્થિત થાય પણ આ છોકરાને અત્યારે પ્રમાણપત્ર આપી દો. તમે પ્રમાણપત્ર તૈયાર કરીને લાવો હું સહી કરી આપુ છું અને ફાઇલ પરની આપણી વહીવટી પ્રક્રિયા બધી પાછળથી પુરી કરીશું.” છોકરો તો મામતલદાર સામે જોઇ જ રહ્યો. ‘મામલતદાર આવા પણ હોય !’ એ વિચારમાંથી બહાર આવે એ પહેલા તો એના હાથમાં જોઇતું હતું તે પ્રમાણપત્ર પણ આવી ગયુ અને છોકરો હરખાતો હરખાતો એના સપનાઓ પુરા કરવા જતો રહ્યો. 
આ મામલતદાર એટલે પંકજસિંહ કિશોરસિંહ જાડેજા. 
આજથી બરાબર એક વર્ષ પહેલા તા.14-12-2015ના રોજ એક કાર અકસ્માતમાં પંકજસિંહનું એમના ધર્મપત્નિ રાજેશ્વરીબા, દિકરી રીશીતાબા તથા પુત્ર હર્ષવર્ધન સાથે અવસાન થયુ. સારા માણસની આપણને જરુર પડે તો પછી ભગવાનને પણ જરૂર પડતી જ હશે એટલે ભગવાને એમને આખા પરિવાર સાથે એમની પાસે બોલાવી લીધા. પંકજસિંહ ખરા અર્થમાં કર્મયોગી હતા. એમણે અત્યાર સુધીમાં જ્યાં જ્યાં કામ કર્યુ ત્યાં એક અનોખી છાપ છોડીને ગયા છે. ઉપલેટામાં એમણે કરેલા કાર્યની કદરરુપે ગુજરાત સરકારે પંકજસિંહને બેસ્ટ મામલતદારના એવોર્ડથી પણ સન્માનિત કરેલા હતા. પંકજસિંહને એની ઉત્કૃષ્ટ સેવા બદલ બે-બે વખત રાષ્ટ્રપતિ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે એમના અધિકારીઓને માટે એક હરીફાઇ રાખેલી. ‘સ્વાન્ત: સુખાય’ નામની આ હરીફાઇમાં અધિકારીઓએ પોતાના રુટીન કામ ઉપરાંત  કંઇક ઇનોવેટીવ કામ કરવાના અને જેનું કામ લોકકલ્યાણને વધુ સ્પર્શતુ હોય એવા અધિકારીને રોકડ ઇનામ આપવાનું. આ પ્રોજેકટ અંતર્ગત પંકજસિંહના ઇનોવેટીવ કાર્યને 30000નું ઇનામ મળ્યુ. સ્વાભાવિક રીતે જ આ ઇનામ રાજ્ય સરકારે જે તે અધિકારી માટે આપેલું હતું પણ પંકજસિંહે ઇનામની રકમ પોતાના માટે વાપરવાના બદલે ઉપલેટાની મામલતદાર કચેરીનું ફર્નીચર વસાવવા માટે આપી દીધી. ઘણાને એમ થાય કે સરકારી અધિકારીઓ માટે આવી રકમ તો ચણા-મમરા જેવી ગણાય. વાત પણ સાચી લાખો-કરોડોની કટકી કરનારા માટે એમ હોય શકે પણ પંજકસિંહ નખશીખ પ્રામાણિક અધિકારી હતા. એના જીવનમાં કોઇ ભ્રષ્ટાચારનો નાનો એવો દાગ પણ ન શોધી શકે.
મારા મતે પંકજસિંહના આ ઉમદા વ્યકતિત્વ ઘડતરનો સંપૂર્ણ યશ એમના પિતાશ્રી આદરણીય કિશોરસિંહજી જાડેજાના ફાળે જાય છે. કિશોરસિંહજીએ એમના સંતાનોને માત્ર શિક્ષણ નહિ ઉચ્ચ સંસ્કારો સાથે કેળવીને સાચા અર્થમાં ક્ષત્રિય બનાવ્યા.
આ લેખમાં મેં કોઇ જગ્યાએ ‘સ્વ.પંકજસિંહ જાડેજા’ એમ લખ્યુ નથી કારણકે પંકજસિંહ ગયા જ નથી આજે પણ કેટલાય લોકોના હદયમાં એના સેવા કાર્ય અને ઉમદા વ્યક્તિત્વને લીધે જીવંત છે.