Category Archives: Charani Sahitya

Shiv Tandav Chhand

Standard

कुछ मित्रों के बहुत दिनों से कॉमेंट आ रहे थे, कुछ मित्रों के फोन कॉल आ रहे थे, कि शिव तांडव “रामकृष्ण” रचित चाहिए, जो गुजराती में बहोत प्रसिद्ध है, रावण रचित शिवतांडव के बाद यह शिव तांडव अति प्रसिद्ध है, कर्णप्रिय, वीररस से भरपूर तथा मन को शांत करने वाला यह शिव तांडव हिंदी लिपि में आप सब रसिक के लिए प्रस्तुत है।

धन्यवाद..!! टाइपिंग : दिव्यराजसिंह सरवैया

“Ramkrushna Rachit Shiv Tandav Stotram In Hindi Fonts”

शैल श्रृंग सम विशाल जटाजूट चंद्र भाल, गंगकी तरंगमाल विमल नीर गाजे,
लोचन त्रय लाल लाल चंदन की खोरि भाल, कुमकुम सिंदूर गुलाल भृकुटी वर साजे,
मुंडन की कंठमाल विहसत हृदय खुशाल, स्फटिकजाल रुद्रमाल हरदयाल राचे,
बम बम बम डमरू बाज नादवेद स्वर सुसाज, शंकर महाराज आज तांडव नाचे,
जिय शंकर महाराज आज तांडव नाचे..!!(टेक)१

अइउण श्रुलुक एओई ऐऔय तथायॐ, हयवरट लण लोम लोम रह विलोम छाजे,
अमडंणनम इमजु घंढघसु जबगडदशु, खफछठथयटतव कपयु शषसर हलु साजे,
इमि इमि डिमि सुत्रजाल चौदह संख्या विशाल, औढरढर हर हर हर ब्रह्म वेद वाचे..(टेक)२

सनकादिक सुर समाज प्रमुदित मन देवराज, पाणिनि मुनि मन विभ्राज रिद्धि सिद्धि दानी,
प्रथम विकस ओमकार वर्ण सर्व पुनि उचार, अक्षर स्वर निराकार वैखरी सुबानी,
कुचुटुतुपु नाम धार वर्ग वर्गको प्रचार, ब्रह्मको विचार सार सर्व मान्य साचे..(टेक)३

धाधिलांग धाधिलांग धिधिकट धिधिकट धिलांग, बाजत मृदंग मधुर विष्णु कमर बांधे,
सस्स सस्स गग्ग गग्ग गमम पपप सगम पगम, गम गस्म वीणाधर नारद कर शारद आराधे,
चारण अरु सिद्ध सर्व अप्सर किन्नर गंधर्व, धर्म अर्थ काम मोक्ष अ परोक्ष याचे..(टेक)४

झंझक झंझक झंझाक किन किन मंजीर उपाज, किटधीन किटधीन नगार धमक धमाके,
छुमक छुमक छम छमाक झालर झम झमझमाक, घुघर घम घमाक चमक चमाके,
किटतक लट लटकि लटकि फरकत गति अचकि अचकि, निरखत सुर उचकि उचकि लचकि मचकि लाचे..(टेक)५

धुतुतु धुतुतु तुरीय बाज तुंही तुंही तुंही करत गाज, शंखनाद श्रृंगवाद्य विविध वाद्य घेरी,
ता तताक ता तताक बजत ताल तक तताक, थरकत लरकत लखात मंद मंद भेरी,
अमरी गण सुमन जाल बरखत हरखत खुशाल, मुनिजन मानस विशाल अमित मोद माचे..(टेक)६

खमकत खंजरी उचंग बाजत मुरचंग चंग, लाजत लखि मदन अंग राग रंग किने,
मधुर मधुर ध्वनि सतार सरसत करतार तार, झनकत इसराज साज अमर साज लिने,
अजर अमर श्रुति उचार दुंदुभि ध्वनि अति अपार, ब्रह्म को विचार सार सर्व रूप साचे..(टेक)७

अद्भुत अति घटित घाट विघटित सुघटित कपाट, तांडव को करत नाट जोगीराट भ्राजे,
जय जय जय जपत देव वंदत पद महादेव, “रामकृष्ण” करत सेव साम्ब तू नवाजे,
अकथ अलख अति अनूप निरखत सुर नमत भूप, शंकर हर विश्वरूप रुद्र रूप राचे..
बम बम बम डमरू बाज नादवेद स्वर सुसाज, शंकर महाराज आज तांडव नाचे..
जिय शंकर महाराज आज तांडव नाचे..!!८

પિંગળશીભાઈ પાતાભાઈ નરેલા

Standard

ભાવનગરના રાજ્યકવિ પિંગળશીભાઈ પાતાભાઈ નરેલા ગોહિલવાડના રાજકવિ હતા પણ પોરબંદર તેમને વર્ષાસન આપતું હતું.
પિંગળશીભાઈ સમર્થ ચારણ કવિ હતા.પોતે કેહતા કે ‘ ખાગાં ત્યણા બાહિરાં,વાસું લાગ ન ટપણ’ અર્થાત જે લોકો ખાનદાની અને ત્યાગથી છેટા છે,બહાર છે, તેની સાથે ચારણો ને કોઈ દિવસ કોઈ સબંધ હોતો નથી.

માથાભારે ચારણોની ખુશામત કરતા ચારણોને તેઓ અવારનવાર ઠપકો આપતા અને કેહતા કે,

–‘એમાં નિર્દોષનો દ્રોહ થાય છે.એ પાપ છે ‘ .કાગબાપુ એ પણ એકને સારું લગાડવા જતા ,બીજાને દુખ પહોંચે એવી આજીવિકાને મહાપાપ ગણાવી છે..હા એ હા કરે ,ઢાળમાં ધ્રોડે એ ચારણ ન કેહવાય.બીજાનું પડાવી લેતા ગુંડા –હત્યારાના વખાણ ન થાય.ચારણ એના સામો ચુપ પણ ન રહે.ચોક્કસ અને સ્પષ્ટ સંભળાવી દે એ જ ચારણ.
પિંગળશીભાઈ એ માનવજીવનના દંભ–દોગલાઈ-પલાયનતાને ખુલ્લા પાડતી એક અમર રચના આપી છે .

ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું
મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું

દુઃખી વખતે નહિ દીધું પછી ખોટી દયાથી શું
સુકાણાંમોલ સૃષ્ટિનાં પછી વૃષ્ટિ થયાથી શું

વિચાર્યું નહિ લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું
જગમાં કોઈ નવ જાણે ઈ જનેતાનાં જણ્યાંથી શું

ન ખાધું કે ન ખવડાવ્યું દુઃખી થઈને રળ્યાથી શું
કવિ પિંગળ કહે પૈસો મુવા વખતે મળ્યાથી શું

આ ઉપરાંત આરઝી હકુમત વખતે જામનગરમાં રચેલી એમની રચના ‘વિત વાવરવાનું,રણે ચડવાનું,નામરદોનું કામ નથી ‘
આ રચના શ્રી પિંગળશીભાઈ પાતાભાઈ નારેલાની છે.

આવી આપખુદ થતા રાજા મહારાજા અને રાજનેતાઓને સમાજનું ભાન કરાવતી રચાનાઓ માત્ર પિંગળશીભાઈ પાતાભાઈ પાસેથી જ નહિ …શંકરદાનજી દેથા અને આપણા અન્ય ચારણ કવિઓ પાસેથી પણ મળે છે.

બીજા વિશ્વયુદ્ધની મોંઘવારી દરમિયાન જામનગરના રાજમાતા ગુલાબકુંવરબા એ બટાટાનો વેપાર કર્યો અને પોરબંદરના નટવરસિંહજી એ માંડવી(મગફળી) નો વેપાર કર્યો .ત્યારે એના વિરોધમાં બીજા કોઈએ નહિ પણ ચારણ કવિઓએ દુહા લખીને જાહેર વિરોધ પ્રદર્શિત કરેલો છે.’ગુલાબની સુંગંધ ગઈ ,બટેટાની ગંધ આવે’ અને‘ રાજા કરે વેપાર તો પડતીનો નહિ પાર ‘ –આવું ચારણ કવિઓ રાજાશાહીમાં કહી શકતા,આજે સાંપ્રત સમાજજીવનથી દુર પોતાના આઈવરી ટાવરમાં બેસીને સમજણ વગરના ઓડિયન્સ પાસે જેવી તેવી રચનાઓ કહીને તાળીઓ ઉધરાવતા અને જાતની જાતની બંડીઓ પહેરીને‘વાહ –વાહ‘ કરતા સર્જકો/લેખકો /કવિઓ/માં આજે લોકશાહીમાં પણ આવી હિંમત કેટલી?

ચારણી સાહિત્યકારો કહે છે કે પિંગળશીભાઈ નરેલા રચિત ‘નારાયણ સુથાર’ ની બિરદાવલી એ ચારણી સાહિત્યનો ટર્નિંગ પોઈન્ટ છે. ચારણ કવિઓ એ માત્ર રાજ બિરદાવલી જ નથી ગાઈ,લોક બિરદાવલી પણ ગાઈ છે.આ હતી ચારણ કવિઓની ઈમાનદારી અને પ્રમાણીકતા.નારાયણ નામનો સુથાર હતો તેણે જિંદગીભરની મજુરીથી જે રકમ ભેગી કરી હતી.તે બધી જ રકમ પોતાના ગામની પીવાના પાણીની ભૂખ ભાંગવા એક જાહેર વાવ બંધવામાં ખરચી નાખેલી..એ નારાયણ સુથાર જેવા સામાન્ય માણસ ના અસામાન્ય સામાજિક પ્રદાન ને પોંખતી બિરદાવલી પણ પિંગળશીભાઈ પાતાભાઈ નરેલા એ લખી છે.

આવા હતા આપણા ચારણો …આવી હતી એમની ખાનદાની ,સત્ય ટેકીલાપણું અને સામાજિક નિસ્બત ..

સંકલિત

આઈ દેવલબાઈ (રાયથરી)

Standard

પારકા માટે પોતાના પ્રાણો ની આહુતી આપવા માં કચ્છ ની ચારણદેવી ઓ અગ્રેસર રહી છે..અને એટલે જતો તે સદીઓ થી કચ્છ ના ઠેકઠેકાણે પુજાતી રહી છે…આવી દેવીઓ માં આઈ દેવલ ના સ્થાનકો ઘણી જગ્યા એ જોવા મળે છે..

દેવલબાઈ કાંઈયાજી ના કટારીયા થી ત્રણ ગાઉ દુર આવેલા રાયથરી ગામ ના ભાંચરીયા શાખા ના મ્યાજર ચારણ ને ત્યાં વિક્રમ ની ઓગણીસ મી સદી ના ચોથા દાયકા માં જન્મયા હતા બાલ્યકાળ થી જ તેની તેજસ્વીતા અન્ય બાળકો કરતાં કંઈક જુદા જ પ્રકાર ની અને અનોખી તરી આવે તેવી દેખાતી હતી…યોગ્ય ઉમરે દેવલબાઈ ને ખોડાસર ગામે પરણાવવાં માં આવ્યા હતા..તેમને એક દિકરો હતો..તેનુ નામ વાસો…આ વાસો જ્યારે પાંચ વર્ષ નો થયો ત્યારે કટારીયા માં એક મહત્વ નો બનાવ બન્યો…
કટારીયા માં ગોરાણી અટક નો જેરાજ નામનો એક વાણીયો રહેતો હતો..એ વખત માં વાણીયા પણ પોચી માટી ના ઘડેલા ન હતા..તેમા પણ વાગડ ના વાણીયા નુ તો પુછવુ શુ?? અકકલ માં તો સૌ ને એ ઉઠા ભણાવી જાય..પણ મર્દાઈ માં પણ એ પાછો પડે નહી…આ જેરાજ શાહ આગ્રહી હતો..અટીલો હતો..વેપાર તો વાણીયા નો ઘર નો ધંધો પણ..આ જેરાજ શાહ તો લાગ ફાવતો ત્યારે ધાડ મારી આવવાં નુ પણ ચુકતો નહી…વાગડ ના વાઘેલા અને મિયાણા પણ એની સાથે બાખડતા વિચાર કરતાં…રાયથરી ના ચારણો સાથે જેરાજ નો ધીરધાર નો જુના વખત નો વહેવાર હતો….એનુ વ્યાજ હતુ..મારવાડી..અને ઊઘરાણી હતી પઠાણી…આ વખતે વર્ષ નબળુ આવી પડવા થી રાયથરી ના ચારણો તેનુ દેવુ ચુકવી શકયા નહોતા..ચારણો ના આ લાસરીયાપણા થી જેરાજ ને એકવાર ગુસ્સો આવી ગયો..ઘોડી પર પલાણ નાખી ચારણો પાસે થી પોતાના લેણાં ની રકમો વસુલ કરવા તે રાયથરી આવી પહોંચયો…

ઘોડી ને બાંધી ગામ ના ઠાકર મંદીર માં તે ખાટલો ઢાળી બેઠો..ચારણો ને ભેળા કરી હમણાં ને હમણાં એના લેણાં ની રકમો વ્યાજ શીખે ભરી આપવા તે તાકીદ કરવા લાગ્યો..ધાક અને ધમકી થી હાકોટા કરવા લાગ્યો..જેરાજ શેઠ આજ છેડાઈ પડયો હતો..અને પડકાર કરતો હતો..નાણા ન હોય તો બાયડીયું વેચી ને પણ લેણાં ભરી દો..શેઠ ની આ રીતભાત થી ચારણો નારાજ થઈ ગયાં..પણ શું કરે? નાણા નો ધણી લાડકો કહેવાય..એટલે કંઈ બોલી શકતા નહોતા..આ બાજુ જેરાજ શેઠ વધુ ને વધુ ઉદ્યતાઈ વાપરતો હતો..છકતો જતો હતો..તેને આમ હદ બહાર જતો જોઈ એક વૃદ્ધ ગઢવી બોલી ઉઠયા…શેઠ ચારણો ની તો તમને શરમ નથી ..પણ મંદીર ના દેવો ની તો શરમ રાખો…શરમ??..શરમ તો તમને નથી ગઢવી શેઠ તાડુકી ઉઠયો..શેઠ હુ એમ કહેવા માંગુ છુ..કે આજ સુધી આ મંદીર માં કોઈ ખાટલો ઢાળી ને બેઠું નથી..તમે જ આજ માજા નો ભંગ કર્યો છે….તો હવે તમારા થી થાય તે કરી લ્યો..શેઠ..ચારણો તો બીજુ શું કરે..બહુ બહુ તો ત્રાંગુ કરે..ચારણી ત્રાંગુ કરે તો આ વાણીયો એના પર પેશાબ કરે…જેરાજ બોલ્યો..
બસ આ વાત ચારણો ને લાગી આવી પછી તો બોલાચાલી વધવા લાગી..બધા ચારણો ઉશકેરાઈ ગયાં..થોડી..મારામારી પણ થઈ..પરીણામે જેરાજ ને વગર પછેડી એ ભાગવું પડયુ…પણ જતાં જતાં જાસો આપતો ગયો..કે..હું..હમણાં તો જાઉ છુ..પણ તમા રાયથરી માં કેટલા દિવસ રહો છો..તે હુ..જોઈ..લઈશ..ચારણો સમજી ગયાં કે આતો સાપ ને બાંડો કરવા જેવો તાલ થયો…જેરાજ હવે રાયથરી ભાંગયા વિના નથી રહેવાનો..હવે કયો રસ્તો લેવો..બધા વિચાર માં પડી ગયાં…ઘણી ઘણી વાતો થઈ ઘણાં ઘણાં વિચારો રજુ થ્યાં..આખરે ચારણો એ એમના..અમોઘ શસ્ત્ર ની ઉપયોગ કરવાનું નકકી કરયું એ…શસ્ત્ર..હતું..ત્રાંગુ..રાયથરી ગામ માં પોણા સો વર્ષ ની એક વૃદ્ધ ડોશી રહેતી હતી.. આખુ ગામ એમને આઈ માં કહી બોલાવતું..બધા ચારણો મંદીર માંથી ઉઠી આઈ માં પાસે આવી..કહેવા લાગ્યા..આઈ આજે તો તમાણી ખપત પડી છે…મારી ખપત પડી??બાપલા મારી પાસે તો હવે માંરા હાડકા છે..જોઈએ તો લઈ જાઓ..હા..એની જ ખપત છે..આઈ…પેલો કટારીયા વાળો જેરાજ ઉઘરાણી એ આવેલો તે ચારણો નાં ત્રાંગા ની ઠેકડી ઉડાવી ને હાલતો થઈ ગયો છે..માં એને બતાવવું છે કે ચારણો ના ત્રાંગા જોયા નથી..એમ છે માડી..?ત્યારે તુ ભણ તો ખરો…શું આપુ??આઈ બોલ્યા..બિજુ કશુ નઈ આઈ..અમને તો તમારુ માંથુ ખપે છે..માંથુ જ ખપે છે..ને તો આ માંથુ હમણાં જ વાઢી દઉ.. વીરા..તમારુ ભલું થતુ હોય તો આ રહયુ માંરુ માથુ..ચારણો ને માથા નો મોહ કે દી હતો ?? ચારણો કહી ગયા હમણા નથી ખપતુ માડી..અમે આવતી કાલે વહેલી સવારે આવીએ છીએ તમે તૈયાર રહેજો…
નિશ્ચય થઈ ગયો……
વળતે દિવસે વહેલી સવારે રાયથરી ના ચારણો ના જુથના જુથ ગામ બહાર આવેલ દેવલબાઈ ના દાદી જશોદા આઈ ના મંદીરે એકત્ર થઇ ગયા..કણેર ના ફુલ ની માળા ગળા માં પહેરી..લાકડી ના ટેકે-ટેકે ડોશી માં પણ આવી પહોંચ્યા..મસ્તક સમર્પણ ની વિધી ચાલુ થઈ..આઈ એ હાથ માં પાણીદાર તલવાર લઈને તૈયાર થઈ ગય..મસ્તક પર જયાં ઘા કરવા જાય..છે..ત્યાં દુર થી જોગમાયા જેવી કોઈ ચારણદેવી દોડતી આવતી દેખાઈ આઈ ના હાથ થંભી ગય..થોડીવાર માં જ ખબર પડી કે..ખોડાસર થી દોટમદોટ કરતી આવતી આઈ દેવલ છે…
રાયથરી ના ત્રાગા ની વાત સાંભળી એનુ લોહી ઉકળી ઉઠયુ હતુ..એને વિચાર આવ્યો કે એનાં બેઠા છતાં એક વયોવૃદ્ધ આઈ નું ચીમળાયેલ અને કરચલીઓ વાળુ માથુ કપાય તે ઠીક નહી…ત્રાગા ની થાળી માં તો લીલા નારીયેળ જેવુ માથુ જોઈએ અને આઈ દેવલ એ પોતાના લીલાં માથા નુ દાન કરવા નો નિશ્ચય કરી લીધો…પાચ વર્ષ ના વાસા ને પતી ના હાથ માં સોંપી..તે વહેલી પરોઢે ખોડાસર થી રાયથરી પહોચી આવ્યા હતાં.. દેવલ તું આવી ?? ભલે આવી હો…!! ગામ ના ચારણો એ આઈ દેવલ નો સત્કાર કરતાં કહયું…પણ દાદા આઈ ના સુકાં કોચલા જેવા માથાને શું કરશો ???આઈ દેવલ એ પ્રશ્ન કરયો…એતો દિકરી પેલા કટારીયા વાળા દૈત જેરાજ ને પોગાડવું છે…ચલ હવે વાર કર માં…પણ આઈ ના આવા કરચલી વાળા કરતાં મારુ લીલુ માંથુ આપુ તો??આઈ દેવલ ની આંખો માં વિજળી ના કિરણો ફુટી નિકળ્યા..તું છો દેવલ રાયથરી ની દીકરી…..પણ કટારીયા વાળા એ કાળીયા ને બહારણે લોહી ના થાપા હું લગાવીશ..દાદા..આ ડોશી થી નહી..લાગે..ચાલો એકવાર કટારીયા ના પાધરે પોગીયે…બીજુ બધુ પછી..અને આઈ દેવલ નુ રુપ પલટી ગયું..આંખો માંથી જાણે આગ જરવા લાગી..સાક્ષાત ચંડી સામે ઉભી હોય એવી દેખાવા લાગી..આખુ ચારણ મંડળ એના વિકરાળ રુપ થી અંજાઈ ગયુ..બધા એની આશા ને વશ થઈ ગયા….
આગળ રણચંડી જેવી આઈ દેવલ અને પાછળ આખા ગામના ચારણો કટારીયા ના માર્ગે ચાલવા લાગ્યા..સતી ને જાણે સત ચડી ચુકયુ હોય..એવી આઈ દેવલ તીર ની ગતી થી સૌથી પહેલા સપાટાબંધ રસ્તો કાપ્યે જતી હતી..કટારીયા ના પાધર માં સતી માં થોભ્યા…આઈ દેવલ ના હાથ ખુલ્લી તલવાર હતી..એની ગળા ઉપર મચરક દિધી..મસ્તક ધડ થી જુદુ થઈ ગયુ..ચારણોએ એને હાથોહાથ ઝીલી લીધુ..આઈ દેવલ ના રકત નિતરતા મસ્તક ને થાળ માં મુકી ચારણ મંડળી આગડ વધવા માંડી..માથા ની પાછળ-પાછળ આઈ દેવલ નુ ધડ ચાલવાં લાગ્યુ..આ અદ્ભુત દ્રશ્ય જોઈ કટારીયા ના માણસો સ્તબ્ધ થઈ ગયા..કેટલાંક તો ખેતરે જતાં જતાં પોતાના સાંતીડા છોળી જેરાજ શેઠ ને સમાચાર આપવા દોડયા..કે..લોહી વહેતુ આઈ દેવલ નુ ધડ તમારે બહારણે થાપા દેવા આવે છે..માટે ચેતજો…આ સમાચાર સાંભળી જેરાજ શેઠ એકદમ હેબતાઈ ગયો…આઈ દેવલ ના ત્રાંગા નો તાપ એના થી ઝીરવાયો નઈ..એ એની મેડી ની બારીએ ઉભો હતો..ત્યાં થી લથડી પડયો…અને ખોપરી તુટી જતાં તેનુ કમોત થયુ…એનો ભાઈ હિરજી મોઢા માં તરણું લઈ ત્રાંગે ચડેલા ચારણો પાસે આવ્યો અને આઈ ના પગ માં પડી ને માફી માંગે છે…શરણે આવેલા હિરજી ને ક્ષમા આપતાં ચારણ મંડળે પોકાર કર્યો..””હિરજી ની જય જેરાજ ની ખે”””
આજ પણ ચારણો માથા ના દાન દેનારી આઈ દેવલ માટે લખે છે…

ભલા જેના ભાગ દેવલ જેવી દિકરી…સાસરીયે સોભાગ..પિયર પરચા પુરીયા

દેવલ દોયલા ટાળીયા રાખયા કાયમ રાજ…મન માન્યાં મ્યાજર તણા કવિ સુધારણ કામ

ટાઈપબાય ÷મુકેશદાન ગઢવી(વાગડ)

વાગડ ની ધરા માં આવા અનેક ચારણો ના ત્રાંગા થયાં છે…અધર્મ ની સામે જયારે જ્યારે જરુર પડી ત્યારે વાગડ ની ચારણ આઈઓ એ પોતાના લોહી વહાવી ધર્મ ની રક્ષા કરી છે…એ પછી રાયથરી ગામે આઈ દેવલ કાનમેર ના પાદર માં આઈ જીવણી વેકરા ના પાદર માં આઈ પુંજલ ભીમાસર ના પાદર માં આઈ ખીંમા….આવા તો ઘણાં ચારણોએ વાગડ ની ધરા માં પોતાવટ પાળવા માટે અધર્મ ની સામે ધર્મ ની લડાઈ માં પોતાના લીલુડા માથા ના બલિદાન આપ્યા છે…..

હડુલા મા પાદપૂર્તિ

Standard

હડુલા મા પાદપૂર્તિ

ચારણી સાહિત્ય ના કેટલાક કાવ્યો અભણ ચારણો દ્વારા કહેવાયા છે . જે હડુલા ના નામે ઓળખાય છે , જેના શબ્દો સાદા પણ વાંચનાર – સાંભળનાર ને પ્રભાવિત કર્યા વિના રહેતા નથી .

ઉનાળાની કાળઝાળ ગરમી ઓકતી બપોર ની વેળાએ ભાલનો પ્રદેશ આવળ-બાવળ અને બોરડી થી ભરેલી સીમ, માઈલો સુધી કોઈ લીલુ છાયાદાર ઝાડ નજરે ન પડે . આવા પ્રદેશમા એક ચારણ વટેમાર્ગુ તાપ થી અકળાઈ પરસેવે રેબઝેબ છે .પાણી ની તરસ ખુબ લાગી છે અને પાણી વિના ગળૂૂ પણ સુકાઈ ગયેલ છે . બોલવાના પણ હોંશ નથી .
એવા ટાણે એક ખેતર ના ખુણે એક ઝુંપડીમા બેઠેલો જણ નજરે પડે છે. પાણી મળશે એવી આશાયે તેની પાસે ચારણ વટેમાર્ગુ જાય છે. માણસ પાસે માટી નો પાણી ભરેલો ગોળો છે . તે જોઈ ને એ ખેડૂત ને પાણી પીવડાવા વિનંતી કરે છે .

તે વખતે જવાબ મા પૂછે છે તમે કેવા છો, વટેમાર્ગુ એ કહ્યું હું ગઢવી-ચારણ છું , ત્યારે ખેડૂતે કહ્યું કે તમે મારો દોહો બનાવી સંભળાવો . વટેમાર્ગુ એ કહ્યું પાણી પાવ પછી સંભળાવુ પણ ખેડૂતે હઠ પકડી. ના પહેલા દોહો પછી પાણી . છેવટે વટેમાર્ગુ એ વાત માની .

ખેડૂત બોલ્યો પણ સાંભળો મારી એક શરત છે કે મારો ધોકો (લાકડી), ભીંતે ખીંટીયે લટકાવેલી રાશ અને મારો ગોળો જેમાં હું પાણી ભરૂ છું અને હું દરરોજ વગાડુ છું તે જંતર . આ ચાર નામ દોહા મા આવી જવા જોઈએ . ત્યારે ચારણ બોલ્યા તો સાંભળ.

ધોકો રેહશે તારા હાથ માં ,
ખીલીયે રેહશે તારી રાશ,
ગેબનો ગોળો એવો વાગશે, કે ,
તુ જંતર વગાડતો જાશ.

લાય ઝટ કર પાણી પા.
પાણી પીને ચારણ કવિરાજે વાટ પકડી 🙏

ગઢવી સૂર્યકાંત વરસડા

ટાપિંગ :
ગઢવી હરદીપ વરસડા .🙏

માં હીંગળાજ ની સ્તુતિ

Standard

માં હીંગળાજ ની સ્તુતિ

છંદ નારાચ :

વિડારણી દઈત વંશ,સેવકા સુધારણી,નિવારણી વિઘન અનેક,ત્રિભુવન તારણી ,
ઉતારણી અઘોર કુંડ,અર્ગલા એ અર્ગલા,કરન્ત દેવી હિંગળા,કલ્યાણ મત મંગળા ,
રમે વિલાસ મંગળા,જરોલ ડોલ રમીયા,સજ સહાસ સબ પ્રહાસ,આપ રુપ ઉમીયા,
હોવંત હાસ્ય વેદ ભાષ્ય,વાર વાર વિમળા, કરન્ત દેવી હિંગળા ….

રણાં ઝણા છણા છણા,વિલોક છંડ વાજણા,અસંભ દેવી આગલી,પડંત પાય પેખણા,
પ્રચંડ મુખે પ્રામણા,તણા વિલંત ત્રાવળા,કરન્ત દેવી હિંગળા ….

રમાં ડમાં છમાં છમાં,ગમે ગમે ખમા ખમા,વાજિંત્ર પે રમન્તીએ,ડગમ્બ મગમ્બ તવેશ માં,
ડમાં ડમાં શબદ ડાક,વાણે વીર પ્રઘળા,કરન્ત દેવી હિંગળા …

સોહે શ્રીંગાર સબ સાર,કંઠમાળ કોમળા,ઝળાં મળા ઝળા ઝળા,કરન્ત કાન કુંડળા,
સોળે કળા સંપૂર્ણા,ભાલે મયંક નિર્મળા,કરન્ત દેવી હિંગળા ………

છપ્પન ક્રોડ શામળા,કરન્ત રુપ કંઠળા,પૃથ્વી પ્રમાણ પ્રઘલા,ઢળન્ત નીર ધમળા,
વલ્લ વિલાસ વિજળા,ઝીમા ઝળોળે મઘઝળા,કરન્ત દેવી હિંગળા ……..

નાગેશરા જોગેશરા,મન્ન્ખ્રા રૂખેશરા,દિન્નંકરા ધરન્તરા,દશે દિશા દિગંતરા,
જપે ‘ જીવો ‘ કે અર્ગલા,માં અર્ગલા,કરન્ત દેવી હિંગળા,કલ્યાણ મત મંગળા…

રચયિતા : ચારણ જીવાભાઇ રોહડિયા (શ્રી બચુબાપુ વઢવાણ)

સોનલ સમાઢા, બ્યોમ બાઢા, ખપર ગાઢા ખડખડે..

Standard

ઊઠી અમરમે, કસ કમરમે, તુ સમરમે ચારણી,
દૈંતાં ડમરમે, ખડગ કરમે, રણ નગરમે ડારણી,
હોતે હમરમે, નહી ગરમે, તે વમરમે તડખડે.
સોનલ સમાઢા, બ્યોમ બાઢા, ખપર ગાઢા ખડખડે.
ધકમાર ધડડડ, હોતે હડડડ, ગડડડ નાદેં ગડગડી,
કમઠ્ઠ કડડડ, થંભ થડડડ, ચોંપથી સિંઘે ચડી,
ફરકંત ફડડડ, કેંક નેજા, હડડ નારદ હડહડે
સોનલસમાઢા ,બ્યોમ બાઢા, ખપર ગાઢા ખડખડે
કરડાય હોઠડ, લોહ દાંતડ આભ માથુ આટકે
વિરાણવાઢડ કોપ ડાઢડ ભોમ હલબલ ભાટકે
ભભકી ભયંકર ખડગલઇ કર ભેળિયાળી જો ભડે
સોનલ સમાઢા બ્યોમ બાઢા, ખપર ગાઢા ખડખડે
બોંતેર ક્રોડં મહા બળિયા જેમ મળિયા ભારથે
અણસમેધૂધડ ધ્રુણ ધ્રૂજડ કોપ અંબા કારથે
પરગટં ઝટપટ હોત શકત્યું ક્રોડ મોઢે ગડગડે
સોનલ સમાઢા બ્યોમ બાઢા, ખપર ગાઢા ખડખડે
(કાગ બાપુ )

।। જય શ્રિરામ।।

Standard

।।છંદ।।

ઊઠિયો કમર પીત કસ કસીય ,
લખમણ નિશિચર સામે ધસીય .
બોલિયો મુખથી જય જય રામ ,
આજ તો આમ નહીં કાં આમ .

હાલ્યો જ્યાં દંત દબાવી હોઠ ,
ખળભળ્યા લંક કાંગરા કોટ .
લીંધુ જ્યાં ધનુષ બાણ લખણેશ ,
રિપુમુખ ઢળી ગઈ ત્યાં મેશ .

થરથરી હ્રદે સુલોચના નાર ,
કરગરી કરીને હાહાકાર .
શ્યામ આ નહીં કંઈ કામ સહેલ ,
પિયુ છે ખરાખરીનો ખેલ .

મૂકી હઠ સ્વામી ઘર ભણી વળો ,
નકામું પુલશ્ય કુળ કાં દળો ?
દ્વાદશ વરસ આકરા જોગ ,
કિયો નહીં નારી નીંદરા ભોગ .

ઇન્દ્ર સમ નહીં, આ રામ અનુજ,
મોરસમ માનો કહિયું મુજ.
શરીર પર વેશ તપસ્વી જાણ ,
કરો મા નાહક તાણાવાણ .

ભ્રકુટી તનક પ્રથ્વી ભયભીત ,
ચળી જાય ત્રણે લોકનાં ચીત .
ડગમગે નાથ દશે દિકપાળ ,
સમંદર સહિત જાય પાતાળ .

લખણ બળ કરી બાત લખ બાર ,
નાઈ શિર પડી પદાંબુજ નાર .
સુણી નહીં નફટ કાન ઘનનાદ ,
કિયો ઈણે લખણ સામવો વાદ .

પેરીને કડી બગતરાં પોશ ,
અંગ પર ધરી આકરો રોશ .
કાળમુખ કરી ગયો હઠ કંથ ,
પરવર્યો પ્રલેકાળને પંથ .

કરીને લખણ સાથ પડકાર ,
શૂળ કર લઈ ધસ્યો તતકાળ .
લખણ જબ કિયો ધનુષટંકાર ,
ધ્રુવ ચળ ગ્યો નભ ધુંવાં ધાર .

કરી હઠ ઊઠ્યો અરી રો કાળ ,
ભુવન ચૌદહ કરી દઈ ભાળ .
દશે દિગ્ગજ દબાવ્યા દાંત ,
પૃથ્વીના તોય બંધ છૂટ જાત .

રવિના અસ્વ હાથ નવ રિયા ,
ગતાબોળ થઈ આથમી ગયા .
ખડેડી મેરુ મૂળથી ખસ્યો ,
ધડો ના રહ્યો સમંદર ધસ્યો .

ભૂલી ગ્યો શેષ રાખવું ભાન .
અબળાનાં સ્રવી ગયાં ઓધાન .
તપસ્વી ગયા આજ તપ છોડ ,
જુવે લખણેશ રાર કર જોડ .

નાહરો આજ હાથ ના રિયો ,
ભવાં સંગ મૂકી ભાગી ગિયો .
સરિતા વહેણનાં સવળાંય ,
આડાં અવળાં ગ્યાં ફંટાય .

વાનરા ચડ્યા ડાળની ટોચ ,
સુકાયાં ગળાં ને પડિયા શોષ .
હનુ સુગ્રીવ હિય હરખાય ,
ભડેવા લગ્યો રામ રો ભાય .

મેનકા ઉવર્શી મલકાય ,
ઝાંઝર છૂટી પગનાં જાય .
કહેતી સંવારીને કેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

ગણા મુખ કરત આવે ગેલ ,
હરિગુણ ગાન પડતાં મેલ .
કહે ઈમ શારદા ને શેષ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

કરે ગાંધર્વ કિન્નર ગાન ,
તંતુરી મૂકી દઈને તાન.
બોલ્યા માનવા મુખ બેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

ચાંરણા સિદ્ધ મુખથી ચવે ,
કરી લલકાર ને યું લવે :
બાહદુરા ધન્ય થારો બેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

નારદ વીણાનો કરી નાદ ,
સહુને કરતા આવે સાદ .
ખસી ગ્યો કમ્મરેથી ખેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

ભીલડી સંગ ભોળે નાથ ,
રમંતા ભૂતડાંની સાથ .
મૂકી તાંડવ કહત માહેશ ,
જિયો લખણેશ ! જીયો લખણેશ !

લંક ગઢ તણા પાય હસમસ્યા ,
ખળભળ્યા કોટ કાંગરા ખસ્યા .
દશાનન સુણી લખણરી હાક ,
પડી ગઈ વીસે કાનમાં ધાક .

દબાવ્યો આજ છાંતીયે હાથ ,
નકી છે મેઘનાદની ઘાત .
કાળબળ રહે ન ઝાલ્યા કોય ,
હવે તો હોણી હોય સો હોય .

યહાં લછમન પર કૂદ્યો ધાય ,
રણ મધે મેઘનાદ નીશીરાય .
લછમને કિયો બાન સંધાન ,
કઠેઠી પણછ ખેંચિયો કાંન .

કીયો ! જય જયતી રામ રઘુવીર ,
તાકીને તુરત મારિયો તીર .
છુપ્પો જયમ શિવ પિનાક ત્રિશુલ્લ ,
ધરણી પર કિયો ચાટતો ધૂલ .

રણ મધે કિયો મરત મુખ રામ ,
ઈમ ઘનનાદ ગયો સુર ધામ .
દુંદુભિ બજાયો સુરરાજ ,
જય જય લખમણજી મહારાજ .

*।।છપ્પય।।*

જયતી જયતી લખણેશ ,
રઘુવર કાર્ય સુધારણ ,
જયતી જયતી લખણેશ ,
ભૂમિ સર ભાર ઉતારણ .
જયતી જયતી લખણેશ ,
સુર મુનિવર કે સહાયક .
જયતી જયતી લખણેશ ,
તું રઘુકુળ ભુવ નાયક .
સુખધામ શેષ દશરથ સતણ
મટી પીર મુનિ વૃંદકી ,
કર જોડ ´દાદ` કીરતિ કહત ,
જય હો સુમિત્રાનંદકી .

કવિશ્રી-: દાદ બાપુ

મોકલનાર :->

નારણભા રતન (ઝરીફ)
મઢાદ-મુળી