Category Archives: Uncategorized

વપરાશની વાસ્તવિકતાની બીજી બાજુ બતાવતાં પાંચ પ્રસંગો નિરાંતે વાંચો…

Standard

વપરાશની વાસ્તવિકતાની બીજી બાજુ બતાવતાં પાંચ પ્રસંગો નિરાંતે વાંચો…

*1*

માથામાં સખત દુ:ખાવો હતો, તેથી હું મારા પરિચિત કેમિસ્ટની દુકાને માથાના દુ:ખાવાની ટીકડી લેવા ગયો.
દુકાનમાં એક નોકર હતો, તેણે મને ટીકડીની એક સ્ટ્રિપ આપી, પછી મેં તેને પૂછ્યું કે, સિંહા સાહેબ (માલિક) ક્યાં ગયા છે? તેણે કહ્યું કે, આજે સવારથી સાહેબને માથું દુ:ખતું હતું, તેથી તે સામેની દુકાનમાં કોફી પીવા ગયા છે!
હું મારા હાથમાં તે દવાના પતાકડું જોતો હતો!

*2*

માતાનું બ્લડ પ્રેશર અને સુગર વધી ગઈ હતી, તેથી વહેલી સવારે માતાને તેના જાણીતા વૃદ્ધ મહિલા ડૉક્ટર પાસે લઈ ગયો.
ક્લિનિકની બહારના બગીચામાં નજર કરી તો ત્યાં એ મહિલા ડૉકટર યોગ અને કસરત કરી રહ્યા હતા! મારે લગભગ 45 મિનિટ રાહ જોવી પડી!
એ પછી, ડૉકટર તેના લીંબુનું શરબત લઈને ક્લિનિકમાં આવ્યા અને તેની માતાની તપાસ શરૂ કરી. તેણે મારી માતાને કહ્યું કે, હવે તમારી દવાઓ વધારવી પડશે. પ્રિસ્ક્રિપ્શનમાં 5 કે 6 દવાઓના લખીને, નિયમિત દવાઓ ખાવાની સૂચના આપી. પછી મેં તેને જિજ્ઞાસાથી પૂછ્યું કે, જો તમે કેટલાં સમયથી યોગ કરો છો? તો તેણે કહ્યું કે, મને બ્લડ પ્રેશર અને અન્ય ઘણી તકલીફો હોવાથી તે છેલ્લાં 15 વર્ષથી યોગ કરી છે!
હું મારા હાથમાં રહેલું માતાનું પ્રિસ્ક્રિપ્શન જોઈ રહ્યો હતો, જેમાં તેણે બીપી અને સુગર ઘટાડવા માટે ઘણી દવાઓ લખી હતી!

*3*

પત્ની સાથે બ્યુટી પાર્લર ગયો હતો. મારી પત્નીને વાળની ટ્રિટમેન્ટ કરાવવી હતી કારણ કે, તેના વાળ ખૂબ જ બરછટ થઈ ગયાં હતાં.
રિસેપ્શનમાં બેઠેલી યુવતીએ તેને ઘણા પેકેજ અને તેના ફાયદા જણાવ્યા. આ પેકેજો 1200 થી 3000 સુધીના હતા અને થોડી છૂટ બાદ તેણે મારી પત્નીને રૂ .3000 નું પેકેજ 2400 રૂપિયામાં આપ્યું.
વાળની ટ્રિટમેન્ટ સમયે, તેની સારવાર કરતી યુવતીના વાળમાંથી એક અજીબ સુગંધ આવી રહી હતી! મેં તેને પૂછ્યું કે, “તમારા વાળમાંથી આ કઈ વિશિષ્ટ સુગંધ આવે છે! તો તેણે કહ્યું કે. તેણે પોતાના માથાના તેલમાં મેથી અને કપૂર ભેળવી લીધા છે, તેનાથી વાળ નરમ થાય છે અને ઝડપથી વૃદ્ધિ પામે છે!
હું મારી પત્નીને જોઈ રહ્યો હતો, જે 2400 રૂપિયામાં વાળ સારા બનાવવા માટે આવી હતી!

*4*

મારો શ્રીમંત પિતરાઇ ભાઈ કે જે મોટા ડેરી ફાર્મ ધરાવે છે તે તેના ફાર્મમાં ગયો. વાડીમાં 150 જેટલી વિદેશી ગાયો હતી, જેનું દૂધ મશીન દ્વારા દોહીને પેકિંગ પ્રોસેસ કરવામાં આવી રહી હતી.
ફાર્મ એક અલગ ખૂણામાં 2 દેશી ગાયો લીલો ચારો ચરી રહી હતી! તે જોઈને મેં પૂછયું ત્યારે તેઓએ કહ્યું કે, જે વિદેશી જર્સી ગાયનું દૂધ તેમના ડેરી ફાર્મમાંથી ગ્રાહકોને પુરું પાડવામાં આવે છે તે દૂધ તેમના ઘરે વાપરતા નથી, પરંતુ પરિવારના ઉપયોગ માટે આ બંને દેશી ગાયનું દૂધ, દહીં અને ઘીનો ઉપયોગ કરવામાં આવે છે!
હું તે લોકો વિશે વિચારતો હતો જે બ્રાન્ડેડ દૂધને શ્રેષ્ઠ માને છે.

*5*

વિશિષ્ટ થાળી અને શુદ્ધ ખોરાક પ્રખ્યાત એવા એક રેસ્ટોરન્ટમાં અમે જમવા ગયાં…
વિદાય આપતી વખતે મેનેજરે ખૂબ નમ્રતાથી પૂછ્યું, “સાહેબ, ભોજનનો સ્વાદ કેવો હતો? અમે શુદ્ધ ઘી, મગફળીનું તેલ અને ઓર્ગેનિક મસાલાનો ઉપયોગ કરીએ છીએ. અમે ઘર જેવું જ જમવાનો પ્રયત્ન કરીએ છીએ.”
મે ભોજનની ખૂબ પ્રશંસા કરી તો તે મને પોતનું વિઝિંગ કાર્ડ આપવા માટે તેની કેબીનમાં લઈ ગયો. બહાર કાઉન્ટર પર સ્ટીલના ત્રણ ડબ્બા વાળું ટિફિન મૂકીને, એક વેઈટરે બીજાને કહ્યું, “સુનિલ સરનું ટિફિન અત્યારે તેમની કેબીનની અંદર મૂકો, પછી એ જમશે.” મેં એ ટિફિન લઈ જતા વેઈટરને પૂછ્યું, “સુનીલ સર અહીં જમતા નથી?!” તેમણે જવાબ આપ્યો- “સુનીલ સાહેબ ક્યારેય બહારનું ખાતા નથી, હંમેશા ઘરનું જ ખાય છે!”
હું મારા હાથમાં 1670 રૂપિયાનું બિલ જોતો હતો!

મોટેભાગે જે ચીજો આપણા માટે વેચાય છે તેનો ઉપયોગ વેચાણકર્તાઓ જાતે કરતા નથી!

જાણો નવી શરત – જુની શરત શું છે?

Standard

આવી જમીનને લગતા વ્યવહારો કંઈ રીતે થઈ શકે, નવી શરતમાંથી જુની શરતમાં  ફેરફાર કઈ રીતે થઈ શકે ?

ખેતીની જમીન ધારણ કરતાં ખાતેદારો અલગ-અલગ સત્તાના પ્રકાર હેઠળ જમીન ધારણ કરતાં હોય છે. જેમ કે…

1. જૂની શરતની જમીન

2. નવી શરતની જમીન

3. ગણોતધારાની જમીન

4. ૭૩ એએ-આદિવાસીની જમીન

5. બિનખેતીની જમીન

A. જૂની શરતની જમીન એટલે શું ? :

સામાન્ય રીતે વર્ષોથી સ્વમાલિકી હક્કે, સ્વઉપાર્જીત કે વડીલોપાર્જીત મિલકત ધરાવનાર ખાતેદારની જમીન જૂની શરતની જમીન ગણાય છે. જેમાં સરકારશ્રીએ સીધી કે આડકતરી રીતે જમીન ધારણ કરનારને કોઈ મદદ કરેલ હોતી નથી. જૂની શરતની જમીનનું ખાતેદાર પોતાનું મન ચાહે તે રીતે તેનો વહીવટ કે ઉપયોગ કરી શકે અને કોઈ મંજૂરીની જરૂરીયાત કે આવશ્યકતા રહેતી નથી. તે પોતે પોતાની ખેતીની જમીન બિનખેતીમાં રૂપાંતર કરવા માટે અરજી કરી શકે છે. પોતાની જમીન અન્યને વેચી શકે છે / ગીરો મૂકી શકે છે.

B. નવી શરતની જમીન :

નવી અને અવિભાજ્ય શરતથી અપાયેલ સરકારી પડતર જમીનો નીચલાં વર્ગના લોકોનાં ઉત્કર્ષ સાધવા માટે (જેમ કે હરિજન, આદિવાસી કે સામાજીક રીતે પછાત વર્ગના કે ગણોતીયાઓ) તેમને અલગ-અલગ સરકારી કાયદાઓ અનુસાર ફાળવવામાં આવે છે. આ ઉપભોગતાઓને જમીન નહિવત્‌ કિંમતે કે મફત આપવામાં આવે, તેવી જમીનોને નવી શરતની જમીન કહેવાય છે. સદરહુ રીગ્રાન્ટ થયેલ જમીનોની તબદિલી, હેતુફેર કે ભાગલા પાડવા માટે સરકારની પૂર્વ મંજૂરીની આવશ્યકતા રહેતી હોય છે.

સદરહુ પ્રકારની જમીનની ૭/૧૨ના કોલમ ‘‘બીજા હક્ક’’ના ખાનામાં હક્કપત્રકની નોંધ હોય છે. તે ઉપરાંત પણ ઉપર ડાબા હાથે ખૂણામાં લાલ શાહીથી “નવી શરતની જમીન” એવી નોંધ મારેલી હોય છે.

     નવી શરત શું છે તથા જુની શરત શું છે; એ જાણ્યા બાદ હવે તે જમીનને લગતા વ્યવહારોમાં કઈ રીતે થઈ શકે એ વિશે થોડું જાણીએ.

C. નવી શરતની જમીન પટે આપવા બાબત :

સદરહુ જમીનો સામાન્ય રીતે ખરેખર ખેડૂતોને જ પટે આપી શકાય

1. ખાતેદાર લશ્કરમાં નોકરી કરતો હોય અથવા વૃદ્ધાવસ્થા અથવા શારિરીક કે માનસિક અશકિત વાળો હોય અને ખેતી કરી શકતો ન હોય તો પટેથી તે બીજાને ખેડવા આપી શકે છે.

2. જો ખાતેદાર સગીર હોય તો તે પુખ્ત ઉંમરનો થાય ત્યાં સુધી તેની જમીન પટેથી અન્યને આપી શકે છે.

3. નવી શરતની જમીન જ્યાં કોઈ સાર્વજનીક, ધાર્મિક તથા ધર્માદા સંસ્થા ધરાવતી હોય ત્યાં તે પટેથી કલેકટરશ્રીની પરવાનગીથી આપી શકાય છે. ધાર્મિક બાબતો માટે સદરહુ જમીન બક્ષિસ આપી શકાશે નહીં.

D. નવી શરતની જમીન બક્ષીસ આપવા બાબત :

નવી શરતની જમીનો પોતાના નજીકના સગાઓને બક્ષીસ આપવા કલેક્ટરશ્રી મંજૂરી આપી શકે  છે. એ શરતે કે તેઓ એ જમીન જાતે ખેડવા કબુલ હોય અને બક્ષીસ આપનારને કોઈ કાયદેસરના વારસ ન હોય અને હોય તો તેમને વાંધો ન હોય.

ખાતેદાર નવી શરતની જમીન જાહેર હેતુઓ માટે સંસ્થાને કે વ્યકિતઓને જાહેર હેતુના ઉપયોગમાં લેવા કે સખાવતના ઉપયોગમાં લેવા માટે બક્ષિસ તરીકે આપી શકે છે. ચોક્કસ ઠરાવેલા હેતુઓ સિવાય જો તેનો ઉપયોગ થશે તો સરકાર સદરહુ જમીન ખાલસા કરી શકશે અને તેનું કોઈ વળતર બન્ને પક્ષને મળી શકશે નહી.

E. નવી શરતની જમીનનો અદલા-બદલો :

નવી શરતના ખાતેદારો તેમની જમીનનો અદલો બદલો જૂની શરતની જમીન માટે કરી શકશે પરંતુ એ શરત કે અદલો-બદલો થયેલી જમીન નવી શરતની ગણાશે.

F. નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા :

નવી શરતની જમીનના કૌટુંબીક ભાગલા પાડવા માટે કલેકટરશ્રીની મંજૂરી લેવી પડે છે.

G. નવી શરતની જમીન પર લોન ધિરાણ મળી શકે ? :

1. નવી શરતની જમીન પરની લોન :

નવી શરતની જમીન પર ધિરાણ આપતી વખતે તેની કિંમત જૂની શરતની જમીનની બજાર કિંમતથી અડધી ગણાશે.

2. સહકારી જમીન અને નવી શરતની જમીન :

સહકારી મંડળીને નવી શરતની જમીન તબદિલી કરવા માટે કલેકટરશ્રી સરકારને ભલામણ કરી શકશે. મંડળીએ જમીન રાખ્યા બાદ પટેથી ખેડવા માટે સૌપ્રથમ અસલ ખાતેદારને આપશે, અને ત્યાર બાદ જ અન્ય ખેડૂત ખાતેદારને પટેથી ખેડવા આપી શકાશે.

3. નવી શરતની જમીનનુ પ્રિમિયમ :

જેને સરકારી પડતર જમીન અપાય હોય ખરેખર તેણે જાતે જ જમીન ખેડવી જોઈએ અને આ જમીનનો નિકાલ નવી અને અવિભાજ્ય શરતે જ થઈ શકે છે.

ખાસ સંજોગોમાં કે સબળ કારણો  સિવાય આવી જમીન તબદિલી માટે પરવાનગી આપવામાં આવતી નથી અને જ્યારે પરવાનગી આપવામાં આવે ત્યારે તેનું પ્રિમિયમ ભરવાનું હોય છે. હાલના પ્રવર્તમાન નિયમો અનુસાર

1. નવી શરતની જમીન ખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૨૫% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું હોય છે.

2. નવી શરતની બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં રૂપાંતર કરવાની હોય તો જંત્રીના ૪૦% પ્રમાણે પ્રિમિયમ ભરવાનું થાય છે.

3. જો સૌપ્રથમ ખેતીના હેતુ માટે જૂની શરતમાં અને ત્યાર બાદ અમુક વર્ષો પછી તે જ જમીન બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે તો ખાતેદારે બે વખત પ્રિમિયમ ભરવાનું થાય છે. પ્રથમ જંત્રીના ૨૫% લેખે અને ત્યાર બાદ જંત્રીના ૪૦% લેખે મળીને કુલ ૬૫% પ્રિમિયમ ભરવાનું થાય છે. આથી જમીનને સીઘી જ બિનખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવું હિતાવહ છે.

H. નવી શરતની જમીનના શરતભંગ માટેના નિયમો :

1. જો ખાતેદાર પછાત વર્ગનો હોય અને આ તેની પ્રથમ ભૂલ હોય તો તેની જમીન સરકાર ખાલસા કર્યા બાદ રૂ.૧ ના નામની કબ્જા હક્કની કિંમત લઈ જમીન રીગ્રાન્ટ કરશે.

2. બીજા પછાત વર્ગની વ્યકિત નવી શરતની જમીનનો ભંગ કરશે તો તેની જમીન ખાલસા થશે અને પછી તે જમીન તે જ વ્યકિતને નવી અને અવિભાજ્ય શરતે યોગ્ય કબ્જા હક્કની કિંમત લઈને અપાશે.

3. નવી શરતની જમીનનું રૂપાંતર જૂની શરતની જમીનમાં કર્યા બાદ જે તે હેતુ માટે અરજી કરવામાં આવેલ હોય તે હેતુ જો નિયત સમય મર્યાદામાં ફળીભૂત ન થાય તો ત્રણ માસની નોટીસ આપીને કોઈ પણ જાતનું વળતર ચુકવ્યા સિવાય જમીન સરકાર હસ્તકલેવામાં / જપ્ત કરવામાં આવશે.

I. નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવા બાબતે :

નવી શરતમાંથી જમીન જૂની શરતમાં ફેરવાય ત્યારે તેનો કઈ પ્રકારે ઉપયોગ થવાનો છે, તે આધારે તેની ૭/૧૨માં નોંધ થાય છે.

જો તેનો ઉપયોગ ખેતી માટે જ થવાનો હોય તો ‘‘ખેતી માટે જૂની શરત’’ અથવા ‘‘બિનખેતીના હેતુ માટે પ્રિમિયમ પાત્ર’’ એવા શબ્દો લખાયેલ હોય છે. ટૂંકમાં જ્યાં સુધી સદરહુ જમીન બિનખેતીમાં રૂપાંતર ન થાય ત્યાં સુધી સદરહુ જમીન આડકતરી રીતે નવી શરતની જ જમીન ગણાય છે કારણ કે ‘‘ખેતી માટે જૂની શરત’’ થયા પછી પણ તે ‘‘બિનખતીના હેતુ માટે પ્રિમિયમને પાત્ર’’ રહે છે.

આરક્ષણ

Standard

આર્થિક આધારે ૧૦% અનામત્ત પર વિશ્લેષણ કરીએ તો….

image

કુલ ૧૦૦ % પ્રવેશ (શિક્ષણ હોય કે નોકરી)

૧૫% એસ.ટી
૭%    એસ.સી
૨૭%  ઓ.બી.સી
———–
૪૯% કુલ અનામત મળે છે… જે એમને એમ જ છે જેમાં કોઈ ફેરફાર કરવામા નથી આવ્યો.

હવે બાકી વધી ૫૧% અનામત….
(જે અત્યારે જનરલવાળા માટે મળે જ છે)

જેમાંથી હવે ૧૦% આર્થિક આધારે… એટલે કે વાર્ષિક આવક ૬ લાખ રૂ. થી નીચે છે એને મળશે.
(માસિક આવક ૫૦,૦૦૦ રૂ થઇ.. તો પછી એ આર્થિકરીતે નબળો કેમ કહી શકાય ?)

આજે ગજરાતના ૯૦% થી વધુ લોકોની વાર્ષિક આવક ૬ લાખ રૂ. થી નીચે જ છે…

એટલે કે આ  ૫૧% વધે છે એમા ગુજરાતની ૯૦% જનતા તો આવી જ જાય છે… તો પછી એ ૯૦% લોકો માટે એમનાજ ૫૧% માંથી ૧૦% આર્થિક આધારે કેમ ?

હવે જનરલ કેટેગરી કે જેને પહેલા ૫૧% મળતું… (૫૧%-૧૦%= ૪૧%) એને હવે એમાંથી ૧૦% એના માટે જ કપાઈને ૪૧% જ મળશે.

ગુજરાતમા વાર્ષિક ૬ લાખ થી વધુ આવક ધરાવતા લોકો અંદાજે ૧૦% છે.. જેઓ લગભગ વેપારી, ઉધોગપતિ હોય છે જેઓને અનામત કે સરકારી નોકરી ની તો જરૂર જ નથી

જનરલ કેટેગરીમાં જે લોકો ૫૧% મા મેરીટ મા ઉત્તમ છે… એમની પસંદગી તો પેલા ૫૧% મા થતી એ હવે ૪૧%મા થશે પણ બાકી જે અલગ થી ૧૦% આર્થિક આધારે મળશે એ આર્થિકરીતે એવા નબળા લોકો હશે કે જેની માસિક આવક ૫૦,૦૦૦ રૂ હશે… (આ તો કેવો ગરીબ ?)

એટલે ટૂકમાં વિશ્લેષણ પરથી એ અંદાજો કરી શકાય કે… જનરલના ૫૧% માં… (ખીચડી મા ઘી પડે કે  ઘીમા ખીચડી ) મળવાનુ તો એટલાને જ છે જેટલું પેલા જનરલ લોકો ને મળતુંજ

પહેલા જનરલવાળા એ મેરીટમા આવવા ખાલી ST/SC/OBC વાળા જોડે જ સ્પર્ધા કરવી પડતી હવે… આર્થિક આધારના ૧૦% મા પસંદ થવા પોતાના જ ૫૧% વાળા જનરલ સાથે પણ સ્પર્ધા કરવી જ પડશે.

એટલે કે… આજે પેલા તો દેખાવામા એવુ લાગ્યુ કે આપણને ૧૦% અનામત મળી… પણ ઊંડાણ મા ઉતરીને સમજવાની કોશિશ કરી તો ખબર પડે કે… આ તો આપણા જ ભાગમાથી આપણને આપણુજ દે છે.

🙏🏻 અનામત પરનુ આ વિશ્લેષણ જરૂરથી વાંચજો અને આપના વિચારો પણ આપજો.🙏🏻

ધારો કે ૧૦૦ સીટની ભરતી બહાર પડે તો અનામતનું ગણિત…..                  બિનઅનામત  (51 %)           અનામત (49%)                          એટલે ઓપનની ૫૧ સીટ જયારે અનામતની ૪૯ સીટ…                                                   – હવે ઓપન કેટેગરી માંથી ૩૩% મહીલા અનામત એટલે ૫૧ ના ૩૩% એટલે ૧૭ સીટ મહીલા માટે…                                             – હવે ઓપનમા વધી ૩૪ સીટ…                    – હવે ૩૪માંથી ૧૦% અર્થીક અનામત(હમણાં સરકારે લોલીપોપ) આપી તે….એટલે ૩ સીટ થઈ તેની એટલે વધી ૩૧ સીટ…                                 -પાછી આ ૩૧ SC,ST,OBC પણ સામેલ છે..             આનો અર્થ એવો થયો કે “તમારા લાડવાના બે ભાગ કરીને તમને બે લડવા બનાવીને આપ્યા…

રાજનીતિ નો રોટલો, શેક્યો છે સરકાર,
એવું અનામત આપસું, લખો ન ફર્ક લગાર.

લેવા મત નાં લાલચી, એવા એંઠા બોલ,
કેવા કેવા કહું કહો, જેવા ફાટલ ઢોલ

સ્વર્ણ કહી સરકાવીયા, કનડે ચારે કોર.
હક નહીં કોઈ હાથ માં, ઠેલ્યા આઘે ઠોર.

બળિયા કાનૂન બાંધીયા, કલમ તણો આ કાળ,
તીણી થઇ ગઈ ત્રાળ, સવર્ણો ની સરકારમાં,

નીંદર કેમે આવતી, તીખો આવ્યો તંત.
આંખે ઝેર અનંત, સરકારે ઘોળ્યું ઘણું

રવિન્દ્ર જાડેજાને સસરાએ આપી 97 લાખની ઓડી ભેટ,

Standard

રવિન્દ્ર જાડેજાને સસરાએ આપી 97 લાખની ઓડી ભેટ,
નંબર પ્લેટ પર RR

રાજકોટઃ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના 17મી એપ્રિલે લગ્ન છે. તેની સગાઈ ગઈ 5 ફેબ્રુઆરીએ થઈ હતી. હવે લગ્ન નજીક આવી રહ્યા છે ત્યારે ફિયાન્સી રીવાબા સોલંકીના પિતા અને રવિન્દ્રના સસરા હરદેવસિંહે 97 લાખની ઓડી ક્યુ-7 લકઝુરિયસ કાર તેને ભેટ આપી છે. એટલે રવિન્દ્ર ઓડીમાં જાન લઈને જશે. કારનો નંબર 1212 રાખવામાં આવ્યો છે. એને એ એ રીતે લખાવવામાં આવ્યો છે કે જેથી RR લાગે. જેનો અર્થ રવિન્દ્ર અને રીવાબા થાય છે.

ફિયાન્સી સાથે કાર લેવા ગયો જાડેજા

image

રાજકોટના ઓડીના શો-રૂમમાં રવિન્દ્ર જાડેજા તેની ફિયાન્સી રીવાબા સોલંકી સાથે કાર ખરીદવા ગયો હતો. લગ્નને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સસરા તરફથી મળેલી ભેટથી જાડેજા ખુશ હતો. કારની કિંમત એક કરોડની નજીક છે.

image

લગ્નમાં 3 દિવસનો જલસો, ક્રિકેટરો અને ઉદ્યોગપતિ સહિતનાની હાજરી

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. 16થી 18 એપ્રિલ ત્રણ દિવસ રાજકોટ અને રવિન્દ્રના મૂળ ગામ હાડાટોડામાં પાર્ટી, લગ્નવિધી, રિસેપ્શન અને ભોજન સમારોહ યોજાશે. રવિન્દ્રના લગ્નમાં ભારતની ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન ઉપરાંત જાણીતા ઉદ્યોગપતિઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.

16 એપ્રિલે વીઆઈપી મહેમાનો માટે ખાસ પાર્ટી યોજાશે

જામનગર જિલ્લાના હાડાટોડા ગામના વતની રવિન્દ્ર જાડેજાની ગત ફેબ્રુઆરી મહિનામાં જ મૂળ બાલાગામના અને હાલ રાજકોટ રહેતા હરદેવસિંહ સોલંકી પુત્રી રિવાબા સાથે સગાઈ વિધિ સંપન્ન થઈ હતી. રવિન્દ્ર અને રીવાના લગ્ન ટૂંક સમયમાં જ યોજાશે. તેવો નિર્દેશ રવિન્દ્રના પરિવારજનોએ આપ્યો હતો.

History & Literature

Ebhal Vala / એભલ વાળા

Standard

એભલવાળા ૨જા (ઈસ ૧૧૧૩ થી ૧૧૪૯)

image

-> ‘ઝુંઝારી’ વાળા ઝુંઝારશીજીની વીરગતિ પછી એભલજીવાળા ૨જા તળાજાની ગાદીએ આવ્યા. એભલજી પહેલા પછીના આ પાંચમા વારસદાર વંશધર રાજવી છે.
-> તળાજાના રાજવીઓમાં એભલજી વાળા ૨જા એક મહાન પ્રતાપી, પ્રભાવશાળી અને પુણ્યે ઉદય પામતો એક એવો પ્રસિદ્ધ નરોત્તમ છે જેણે વાળા રાજપૂતોના કુળગૌરવની સીમાઓના કોટ બાંધ્યા નથી. તે દરેક મહાનતાના સીમાડા વટાવીને વધુ મોટો દેખાય છે. વાળા રાજપૂત રાજવંશનો એ જાજ્વલ્યમાન સૂર્ય સમો તેજસ્વી તપસ્વી દેખાયો છે અને વાર્તાઓ-કવિતામાં જ નહિ પણ લોકજીભે પણ આજ સુધી જીવંત રહ્યો અને ગવાયો છે.
-> તેમના સમયમાં મેઘાશા નામના વણિકે અનાજનો મોટો સંગ્રહ કરી સુખવિજય નામના જૈન ગોરજી પાસે દુષ્કાળ પડે તે માટે દોરો કરાવી એક હરણને શિંગડે બાંધ્યો. હરણ વનમા નાસી ગયું. આમ ૧૨ વર્ષો વહી ગયા. દેશમા દુકાળ પડવાથી પ્રજા મૃત્યુના મુખમા હોમાઈ ગઈ. એભલ વાળાને આ વાતની ખબર પડતા તેણે હરણની શોધ આદરી. હરણની પાછળ પડેલા એભલ વાળા સૈનિકોથી વિખુટા પડી ગયા. અંતે તેમણે હરણને પકડી શિંગડેથી જેવો દોરો છોડ્યો તેવો જ મુશળધાર વરસાદ તુટી પડ્યો.
-> રાજા વરસાદમા ભીંજાઈ ઘોડા પર બેભાન થઈ ગયા. ઓચિંતાના અનગળ પાણી ઉમટ્યા. બધે જળબંબાકાર થઈ ગયો. આભમા વાદળા કાળાડીબાંગ ચડ્યા હતા. ધરતી પર અંધકાર ભાસતો હતો. માર્ગ સૂઝતો ન હતો. જાતવંત જાનવર ઘોડાએ પોતાના ધણીને બેભાન હાલતમા પોતાની પીઠ ઉપરથી પડવા ન દીધો અને પાણી સોંસરવો નદીનાળા તરતો ઠેઠ પહોચ્યો ચારણના નેસડામા. સાંઈનેસડી નામની ચારણયાણીની ઝુંપડીએ લઈ ગયો. બાઈ એકલી હતી પણ દુઃખમા આવી પડેલા અસવારને જીવતો રાખવા તેને ગરમી આપી શુદ્ધિમાં લાવવા પ્રયત્નો કરવા માંડી. જ્યારે તેના બધાજ ઉપાયો નિષ્ફળ ગયા ત્યારે તેણે વચ્ચે મા ભવાનીને રાખી પોતાના શરીરની ગરમી આપી.
-> એભલવાળા શુદ્ધિમા આવ્યા. તેણે જોયુ, પોતે રાજા હતો. ચારણોના પહેરવેશ, રહેણીકરણીનો જાણકાર હતો. તેની પ્રથમ આંખ ખૂલી કે સમજાઈ ગયું. બોલ્યો, “મા! હુ તળાજાનો ધણી એભલવાળો છું. તે મારો જીવ બચાવ્યો છે તો માંગ, તુ જે માંગે તે આપીશ.”
સાંઈએ કહ્યુ, “મોળા બાપ મુંને કિં ન ખપે, ભીડે મું માંગીશ. તુ દેવતલ છો મુ લેવતલ બાપ તોડી, જોગમાયા ચડતી કળા કરે.”
-> એભલવાળાએ ઉગતા સૂરજ ટાણે ઘોડો પલાણ્યો. તે ગયા ને તુરંત જ સાંઈનો પતિ કાળો મારૂ આવ્યો. તેણે ઉઘાડે માથે ગાયો દોતી સાંઈને જોઈ. ભેળિયા વગરની રાતઉજાગરે રાતી આંખોવાળી અને ઉજાગરાથી થાકેલી દેખાણી. તે જ સમયે સામેના નેશવાળાઓએ તેને બોલાવ્યો અને તેની કાનભંભેરણી કરી. શંકિતહૈયાના પતિએ સાંઈનો તિરસ્કાર કર્યો ત્યારે પવિત્રતાના મૂર્તિમંત સ્વરૂપ એવી સાંઈએ કહ્યુ, “મારા પર ખોટા આળ મૂક માં. હવે જો ખોટો આળ મૂકશે તો હું પવિત્ર છુ એનુ પ્રમાણ તને આઠ જાતનો કોઢ નીકળશે ત્યારે મળી રેશે.” પતિએ તેમ છતા આક્ષેપ મુકવાનુ ચાલુ રાખ્યુ અને તુરતજ તેને કોઢ નીકળ્યો. દિન પ્રતિદીન ગળતા જતા પતિના રોગના ઉપાય શોધતી સતીને કોઈએ કહ્યુ કે બત્રીસલક્ષણા પુત્રનુ બલિદાન બત્રીસલક્ષણા પુરૂષના હાથે દેવાય અને તેના લોહીથી નવડાવવામા આવે તોજ આ કોઢ મટે.
-> સાંઈ નેસડીએ પોતાની બહેન દેવલદેના પુત્ર નીલાને ભેળો લીધો. સાંઈ એભલવાળા પાસે ગઈ અને એભલવાળાને પોતાની વીતકકથા જણાવી. એભલવાળાએ પોતાની સગી બહેનની જેમ સાંઈનો સત્કાર કર્યો.
-> એભલવાળાનો પુત્ર અણો પણ તેના પિતાની જેમ બત્રીસલક્ષણો હતો તેથી કોણ કોનુ બલિદાન આપે તે માટે હોડ થઈ. આખરે એભલવાળાએ અણાના કાંધે તલવારનો ઝાટકો માર્યો. લોહીના ખોબા ભરી ચારણ ઉપર રેડવા લાગ્યો. કાળા ચારણનો કોઢ મટી ગયો.અને એણે સાંઈ નેસડીના પગ પકડી લીધા ને બોલ્યો, “મુંએ તુને જાણી નૈ, મુંને માફ કર જોગણી. આનો પુત્તર જીવતો કૈર જોગમાયા મું તોકે કરગરતો શું આઈ, નિતર ચારણ કોમના કપાળે કલંકનુ કાળુ ટીલું ચોટશે.”
આ વખતે પણ સાંઈને સત પ્રગટ્યુ. એણે અણાના કપાએલ માથાને ધડ સાથે જોડ્યુ અને અણો સજીવન થયો. એભલવાળાએ કાળા ચારણને ૧૨ ગામ સાથે બાખલકું ગામ દીધુ. આઈએ તો કાંઈ માંગ્યુ નહિ પણ એભલવાળાએ મંગેરા ગામ નીલાને દીધુ.
-> લોકકવિએ લલકાર્યુ :
॥ સરઠો કરો વિચાર બે વાળામાં કવણ વડો
સરનો સોંપણ હાર કે વાઢણહાર વખાણવો,
સંવત બારે છોડાવ્યો વિશોતર વરસાદ
એભલે કલંક ઉતારિયાં ચારણ પૂરે સાથ. ॥
-> સાંઈ નેસડી ધણીને લઈને મીતલી ગામે આવી અને ધરતીમા સમાઈ ગઈ. તે જે જગાએ ધરામા સમાણી તે જગ્યાએ તેની દેરી છે. આ જગ્યા હાલમાં ખંભાત તાલુકાનુ મીતલી નામનુ ગામડું છે. આ મીતલી ગામથી બે કિલોમીટર દૂર સાંઈ નેસડી ચારણમાનુ મંદિર છે. મંદિરની ચારેકોર વંડો છે, વંડાની બહાર મેલડીમાની દેરી છે. તેની સામેના ભાગે ભૈરવની સ્થાપના છે. નેસડીના મંદિરે આજે પણ કોઈ પુરૂષ રાત રહી શકતો નથી.
-> આ એભલવાળા ૨જાનો પાળિયો દિહોરના ડુંગરની તળેટીમાં છે. એભલવાળા ૨જાએ તળાજા-વળામાં ૩૬ વર્ષ રાજ્ય કર્યુ. ઈ.સ. ૧૧૪૯માં દિહોરમાં વીરગતિ પામ્યા…

चाणक्य के 15 अमर वाक्य

Standard

image

चाणक्य के 15 अमर वाक्य | सीखें
और सीखयें |

1)दुनिया की सबसे बड़ी ताकत पुरुष का
विवेक
और महिला की सुन्दरता है।

2)हर मित्रता के पीछे कोई स्वार्थ जरूर
होता है, यह कड़वा सच है।

3)अपने बच्चों को पहले पांच साल तक खूब
प्यार करो।
छः साल से पंद्रह साल तक कठोर अनुशासन
और संस्कार दो।
सोलह साल से उनके साथ मित्रवत
व्यवहार करो।
आपकी संतति ही आपकी सबसे अच्छी
मित्र है।”

4)दूसरों की गलतियों से सीखो
अपने ही ऊपर प्रयोग करके सीखने को
तुम्हारी आयु कम पड़ेगी।

5)किसी भी व्यक्ति को बहुत
ईमानदार नहीं होना चाहिए।
सीधे वृक्ष और व्यक्ति पहले काटे जाते हैं।

6)अगर कोई सर्प जहरीला नहीं है
तब भी उसे जहरीला दिखना चाहिए
वैसे दंश भले ही न हो
पर दंश दे सकने की क्षमता का दूसरों को
अहसास करवाते रहना चाहिए।

7)कोई भी काम शुरू करने के पहले तीन
सवाल अपने आपसे पूछो…
मैं ऐसा क्यों करने जा रहा हूँ ?
इसका क्या परिणाम होगा ?
क्या मैं सफल रहूँगा?

8)भय को नजदीक न आने दो अगर यह
नजदीक आये
इस पर हमला कर दो यानी भय से भागो
मत
इसका सामना करो।

9)काम का निष्पादन करो, परिणाम
से मत डरो।

10)सुगंध का प्रसार हवा के रुख का
मोहताज़ होता है
पर अच्छाई सभी दिशाओं में फैलती है।”

11)ईश्वर चित्र में नहीं चरित्र में बसता है
अपनी आत्मा को मंदिर बनाओ।

12)व्यक्ति अपने आचरण से महान होता है
जन्म से नहीं।

13)ऐसे व्यक्ति जो आपके स्तर से ऊपर या
नीचे के हैं
उन्हें दोस्त न बनाओ,
वह तुम्हारे कष्ट का कारण बनेगे।
समान स्तर के मित्र ही सुखदायक होते हैं।

14)अज्ञानी के लिए किताबें और
अंधे के लिए दर्पण एक समान उपयोगी है।

15)शिक्षा सबसे अच्छी मित्र है।
शिक्षित व्यक्ति सदैव सम्मान पाता है। 
शिक्षा की शक्ति के आगे युवा शक्ति और
सौंदर्य दोनों ही कमजोर है।

Divyrajsinh Sarvaiya (Dedarda)

कारगिल युद्ध के शहीदों को नमन

Standard

image

कारगील विजय दिवस ( 26 जुलाई) के इस अवसर पर भारतीय शहीदों (सैनिक) को सो-सो सलाम

“कारगिल विजय करने हेतु चलाये गए “ऑपरेशन विजय ” में 527 जवान शहीद हुए और 1300 से अधिक घायल हुए वीरगति को प्राप्त हुए 527 जवानो में से अधिकतर अपने जीवन के 30 वसन्त भी नही देख पाये थे अर्थात अधिकतर 30 वर्ष की आयु से भी कम थे ….
जीवन पुष्प 🌹चढ़ा चरणों में मांगे मातृभूमि से यह वर …तेरा वैभव अमर रहे माँ हम दिन चार रहे न रहे

🚩🇮🇳कारगिल विजय दिवस 26 जुलाई 1999

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

Divyrajsinh Sarvaiya (Dedarda)

शिव तांडव, Shiv Tandav

Standard

image

शैलशुंग सम विशाल,जटाजूट चंद्रभाल,
गंगकी तरंग बाल,विमल झाल राचे,
लोचन त्रय लाल लाल,चंदनकी खोर भाल,
कुमकुम सिंदुर गुलाल,भ्रकुटी युगल साचे,
मूंडन की कंठ माल,विकसीत लरुके प्रशाल,
फटीक जाल रुद्रमाल,नर क्रूपाल राचे,
बम् बम् बम् डमरु बज,नादवेद स्वर सुसाज,
शंकर महाराज आज तांडव नाचे,
जीये शंकर महाराज आज तांडव नाचे..(१)
(जीनके मस्तक पर चंद्र शोभायमान हे,जीनकी जटासे गंगाकी प्रवाह बहती हे,त्रिलोचन शिवजि के ललाट पर चंदनतीलक हे,कंठ मे मूंडन माला,और हाथ मे डमरु के ताल पर शिवजी तांडव न्रॄत्य कर रहे हे।
धधिलांग धधिलांग ,धिधिकट धिधिकट धिलांग,
बाजत मरदंग मधुर,विष्णु कमर बांधे
ससस गगग सगम पगम,गम पगम ग गस्यं,
कर वीणाधर नारदजी सारद आराधे
किन्नर गंधर्व सर्व,चारण अप्सर सगर्व
धर्म अर्थ काम मोक्ष सो परोक्ष याचे
बम् बम् बम् डमरु बाज,नादवेद स्वर सुसाज,
शंकर महाराज आज तांडव नाचे,
जीये शंकर महाराज आज तांडव नाचे..(४)
(धधिलांग धिधिकट के म्रूदंगके स्वर पर शिवजी तांडव न्रॄत्य कर रहे हे,नारद, गंधर्व,सरस्वती,चारण आदी शीवजी की स्तुती कर रहे हे।)
(कवि- रामक्रुष्ण गढवी)
——-****——–***
भलकत हे चन्द्रभाल,जलकत हे नैन जवाल,
ढलकत हे गल विशाल,मुंडन माला,
धर्म भक्त प्रणतपाल,नाम रटत सो निहाल,
काटत हे फंद काल,दीन दयाला,
शोभे योगी स्वरुप,सहत ब्रखा सीत धूप,
भस्म धूर्जटी अनूप,लेपनधारी
सुन्दर मूर्ति सम्राथ,हरदम जुग जोरी हाथ
भज हु मन भीमनाथ,शंकर भारी
जिये भज हु मन भीमनाथ..
(हे शीवजी,आपके मस्तक के जटामे चंद्र शोभायमान हे,आंखो मे दिव्य प्रकाश हे,गले मे मूंडमाला को धारन की हे, शीवजी के स्मरण मात्र से पाप नाश होता हे,भस्मको धारन करनार योगीस्वरुप अलौकीक हे।…..)
कविःपिंगळशीभाइ नरेला(राजकवि- भावनगर)

Divyrajsinh Sarvaiya (Dedarda)

गजानन गणपती वंदना

Standard

image

गुणों ने गणोना पती, गणता गामो गाम।
गौरीपुत दिव्य गुणेशा, नित नरणा लइ नाम॥
               छंद – कवित
पारवती पूत शिव सूत हे अनेक नामी,
कर फरसी ज धारी ग्यानी गुण गात हे,
विघन वारण देव भगता को भार तारी
रंगे रिधसिध संगे मोदक मों खात हे,
बुद्धि बलमें प्रचंड पंड फांद अति भारी,
मूषक सवार एवो मोढ़े मलकात हे,
दिव्यराज वंदन हे उमा के नंदन को,
फंदन से तार वसुधा में विखयात हे,
– दिव्यराजसिंह सरवैया कृत