Tag Archives: Ashwa

ઘોડાંની પરીક્ષા

Standard

ઘણું કરીને તો
એંસી વરસ પહેલાંની આ વાત છે. જસદણ તાલુકામાં લાખાવડ નામે ગામ છે. તેમાં એક જગ્યાધારી બાવો રહેતો હતો. માણસો આવીને રોજરોજ એની પાસે વાત ઉચ્ચારે : “બાવાજી, આપા લૂણાની લખીની તો શી વાત કરવી ! લખીને બનાવીને ભગવાને હાથ જ ધોઈ નાખ્યા છે. હવે તો લખી આખા કાઠિયાવાડનાં ઘોડાંને લજવેછે.”

ચાડીલો બાવો કોઠી ગામના લૂણા ખાચરની લખી નામની ઘોડીનાં આવાં વખાણ હવે તો સાંખી શકતો નહોતો. એણે એક જાતવંત વછેરી લીધી; મંડ્યો એની ચાકરી કરવા : દૂધભર રાખી; પછી કૌવત આપનારા ભાતભાતના ખોરાક ખવરાવ્યા. બે વરસે ચડાઉ કરી, બીજાં ચારવરસ સુધી કસી. છ વરસની થઈ એટલે એને માથે હેમના મોવડ અને કિનખાબના ચારજામા સજીનેબાવોજી કોઠી ગામે ગયા; જઈને કહ્યું : “આપા લૂણા ! આજ આપણી બેય ઘોડિયું ભેડવવીછે.”

આપો લૂણો હસીને બોલ્યા :“અરે બાવાજી, માળા બાપ ! ભણેં તાળી પંખણીને માળી ગલઢી લખી કીં પોગે ! હું તો ગરીબ કાઠી કે’વાઉ ! માળી ઠેકડી રે’વા દે, બાવા !”

“ના આપા ! નહિ ચાલે. રોજરોજ બધા આવીને મારું માથું પકવે છે કે આપા લૂણાની લખી ! આપાની લખી ! એને કોઈ આંબે નહિ ! માટે આજ તો તમારી લખીનું પારખું લીધે જ છૂટકો છે. આપા ! છ વરસની મારી મહેનત હું પાણીમાં નહિ જાવા દઉં, હાલો; થાવસાબદા.”

“છ છ વરસ થયાં દાખડો કરી રહ્યો છો, બાવા ? ઈમ છે? ઠીક કબૂલ. ભણેં, આજ રાત રોકા. કાલ્ય સવારે ભેડવીએ.”

બાવાજી રાત રોકાણા. આપા લૂણાએ બેય ઘેાડીને રાતબ ખવરાવી; જોગાણ દીધાં. સવારે પહર છૂટ્યા વખતે આપા લૂણાએ જોગીને કહ્યું : “ભણેં બાવાજી, ઊઠ્ય, માળા બાપ ! પલાણ માંડ્ય તાળી પંખણી ઉપર, હુંય માળી ટારડી ઉપર ગાભો નાખું લઉ !”

બેય અસવાર ઊપડ્યા; બે ગાઉ ગયા. ચાર ગાઉ ગયા, દસ ગાઉની મજલ કરી. તડકા ખૂબ ચડી ગયા. છાશ પીવાનું ટાણું થયું એટલે બાવાએ કહ્યું : “આપા, હવે આપણે બરાબર આવી પહોંચ્યા છીએ. હાલે, હવે ઘોડી પાછી વાળીનેભેડવીએ.”

આપાએ કહ્યું : “ભણેં બાવાજી, આંસેં થડમાં જ આપડી ગગીનો ગામ છે, થોડોક કામ પણ છે. હાલ્ય, કામ પતાવું ને પાછા વળુ નીકળીએં.”

આપાએ બાવાને ઉપાડ્યો. આ ગામ, પેલું ગામ, એમ કરતાં કરતાં બરાબર મધ્યાહ્નનો અગ્નિ આકાશમાંથી જે ઘડીએ ઝરવા લાગ્યો, તે ઘડીએ બેય ઘોડી લીંબડીના પાદરમાં આવીને ઊભી રહી. પચીસ-ત્રીસ ગાઉનો પંથ કાપીને પરસેવે નીતરતી ઘોડીઓહાંફી રહી હતી.

આપો લૂણો ઠાવકું મોઢું રાખીને બોલ્યા : “ભણેં બાવાજી ! આપડે તો મારગ ભૂલ્યા. મુંહેં તો કાંઈ દશ્ય જનો સૂઝી ! ભારે કરી ! આ તો ભણેં લીંબડી ! લ્યો હાલો પાછા.”

“ના આપા ! એમ તો ઘેાડી ફાટી જ પડે ને ! હવે તો પોરો ખાઈએ.”

આપાએ પોતાની ડાબલીમાંથી એક રૂપિયો કાઢીને બાવાને આપ્યો. કહ્યું : “બાવાજી, ભણેં આપડાસારુ સુખડી અને ઘોડિયું સારુ રજકો લઈ આવ્ય.”

લીંબડીને પાદર ઝાડની છાંયડીમાં ચારે જણાંએ તડકા ગાળ્યા; ધરાઈને ખાધું-પીધું. રોંઢાટાણું થયું એટલે આપાએ કહ્યું : “ભણેં બાવાજી, હવે ઊઠ્ય, તાળી પંખણીને સાબદી કરું લે, હુંય માળી ટારડીનો તંગ તાણું લઉં. હાલ્ય, હવે ઘર દીમની ઘોડિયું વે’તી મૂકીએ, એટલે કોઠીના પાદરમાં પારખુંથઉં રે’શે.”

બેય જણા અસવાર થયા. આપો કહે : “ભણેં બાવાજી, લીંબડીની બજાર બહુ વખાણમાં છે. હાલ્ય, ગામ સોંસરવા થઈનેજોતાં જાયેં. ”

બરાબર ચોકમાં કાપડની એક મોટી દુકાન છે. દુકાનમાં એક છોકરો બેઠો છે, ગળામાં બેએક હજારનું ઘરેણું ઝૂલી રહ્યું છે, કપાળમાં મોટો ચાંલ્લો છે. મેલાં, પીળા ડાઘવાળાં લૂગડાં પહેરેલાં છે.

આપા લૂણાએ બરાબર એ દુકાનના થડમાં ઘેાડી ઊભી રાખીને છોકરાને પૂછ્યું : “શેઠ, પછેડીછે કે ? ”

શેઠ એવો ઈલકાબ મળવાથી મોઢું ભારેખમ કરી નાખીને છોકરાએ પછેડીઓ કાઢી. આપાએ ઘોડી પર બેઠાં બેઠાં પછેડી પસંદ કરી અને એની કિંમત રૂપિયા બે ફગાવીને આપાએ કહ્યું : “આ લે, કાગળમાં વીંટુને પછેડી લાવ્ય.”

પછેડી કાગળમાં વીંટીનેએ છોકરો પોતાની દુકાનના ઉંબરા ઉપર ઊભોથયો, અને આપાની સામે જેવો એણે હાથ લંબાવ્યો, તેવો જ આપાએ એનું કાંડું ઝાલીને એને ઘોડી ઉપર ખેંચી લીધો; પોતાના ખોળામાં બેસાડી લીધો, લખીના પડખામાં એક એડી મારી અને સાદ કર્યો : “ભણેં બાવાજી, હાલ્ય, હાંક્યે રાખ્ય તાળી પંખણીને ! હવે ઘોડાં ભેડવવાને મજો આવશે.”

“અરે આપા ! ભૂંડી કરી !” કહીને બાવાએ પણ પોતાની ઘોડી ચાંપી. ખોળામાં બેઠેલો છોકરો ચીસો પાડવા લાગ્યો. ઊભી બજારે તમામ વાણિયા હાટ ઉપર ઊભા થઈ ગયા અને હેઠા ઊતર્યા વિના જ બૂમો પાડવા લાગ્યા: “એ જાય ! ચેાર જાય ! વરરાજાને ઉપાડી જાય ! કાઠી જાય ! ”

ગામના નગરશેઠનો દીકરો : મોડબંધો વરરાજો : અને વળી અંગ ઉપર બે હજાર રૂપિયાનું ઘરાણું ! એ લૂંટાય તે વખતે કાંઈ ગામનો રાજા છાનોમાનો બેઠો રહે કદી ? કડિંગ ધીન કડિંગધીન ! કોઠા ઉપર મરફો થયો, અને પલક વારમાં તો પાંચસો ઘોડેસવારો લૂંટારાની બે ઘોડાએાની પાછળ ચડી નીકળ્યા.

પાછળ જેમ વાદળું ચડ્યું હોય તેમ વહાર ચાલી આવે છે. પણ બેય ભાઈબંધની રાંગમાં એવી તો કસેલી ઘોડીઓ છે કે દરબારી ઘોડાં પહોંચી શકે તેમ નથી. હરણાંની માફક ફાળ ભરતી ભરતી ને ઘડીક વળી પારેવાંની જેમ તરવર તરવર પગલાં પાડતી એ ઘોડીઓ પાંચસો ઘોડાંની વચ્ચે એટલું ને એટલું અંતર રાખતી આવે છે. આપો પાછળ નજર નાખતા આવે છે, વરરાજો તો ધાકમાં ને ધાકમાં હેબતાઈ ને ચુપચાપ બેઠો છે. એમ કરતાંકરતાં આપાએ જોઈ લીધું કે પાંચસો ઘોડાંમાંથી પાંચ-દસ, પાંચ- દસ ધીરેધીરે ડૂકતાં આવે છે, અને મોયલાં ઘોડાં થોડું થોડું અંતર ભાંગતાં જાય છે. એમ કરતાંકરતાં સાંજ પડી. કોઠી ગામનાં ઝાડવાં દેખાણાં. સાંજ ટાણું થવા આવ્યું. આપાએ પાછળ જોયું તો પાંચસો અસવારમાંથી માત્ર પચાસેક ઘોડાં પવનને વેગે પંથ કાપતાં આવે છે, અને બાવાની ઘોડી પણ હજુ નથી ડૂકી.

આપાને વિચાર થયો :“આ તો ફોગટનો આંટો થયો. ઘોડીનું પારખું તો પડ્યું નહિ અને આ તો ગામનાં ઝાડવાં દેખાણાં. એક તો આ લંગોટો ડાયરામાં બેસીને બડાઈ હાંકશે અને વળી આ વિણાઈ ને બાકી રહેલ પચાસ ઘોડાં હવે મને છોડશે નહિ. ગામમાં ગરીશ કે તરત આવીને મને ચોર ઠેરવશે. મારી લાજ જાશે. હવે કરવું શું ? હે સૂરજ ધણી ! સમી મત્ય દેજે !”

આપાને કાંઈક વિચાર આવ્યો. એણે ચોકડું ડોંચ્યું, લખીને તારવી. ગામ એક પડખે રહી ગયું. બાવળની કાંટ્યમાં ઘોડી વહેતી થઈ. બાવોજી પણ આપાને પગલે પગલે હાંકતા ગયા. પચાસ અસવારો પણ પાછળ ને પાછળ ચાંપતા આવ્યા. એ ઝાડની અંદર ઘોડાં જાણે સંતાકૂકડીની રમત રમવા લાગ્યાં. દિવસ ઝડવઝડ જ રહ્યો હતો. જંગલમાં ઘોડાની ઘમસાણ બોલતી હતી; ડાબલાના પડઘા ગાજતા હતા.

એકાએક વીજળીનો આંચકો લાગ્યો હોય તેમ આપાની ઘોડી થંભી ગઈ. આપાએ જોયું તો સામે એક વોંકળો ચાલ્યો જાય છે અને પાછળ ચાલ્યા આવે છે પચાસશત્રુઓ. હવે આપો લૂણો ક્યાંથી છટકે? ઘોડી ટપી જાય એટલો સાંકડો એનો પટ નહોતો.

આપા લૂણાએ વોંકળાની ઊંચી ભેખડ ઉપરથી ઘોડીને વેકરામાં ઝીંકી. વાંસોવાંસ બાવાજીએ પણ પોતાની ઘોડીને ઝીંકી. સામે કાંઠે નીકળવા માટે આપાએ પોતાની લખીના પડખામાં એડીનો ઘા કર્યો, પણ ભેખડની ટોચે ભટકાઈને લખી પાછી પડી; આપાએ લખીને જરા પાછી ફરીવાર દાબી. બચ્ચાં સોતી વાંદરી જેમ છલંગ મારીને જાય તેમ લખી બે જણાને ઉપાડીને સામે કાંઠે નીકળી ગઈ, પણ બાવાજીની ઘોડીનું એ ગજું નહોતું. બીજી વાર ને ત્રીજી વાર એની ઘોડી ભટકાઈને પાછી પડી, એટલે પછી ગભરાઈને બાવાએ. બૂમ પાડી : “આપા, મને રાતરાખ્યો !”

ત્યાં તો પાછળનાં પચાસ ઘોડાં ભેખડ ઉપરથી વેકરામાં. ખાબક્યાં.

બાવો કહે : “એ આપા !”

આપા બોલ્યા : “કાં, ભણેં બાવાજી ! ઘેાડી ભેડવી લીધી ! લાવ્ય લાવ્ય, તાળો હાથ લંબાવ્ય.”

બાવાએ હાથ લંબાવ્યો. આપાએ ખેંચીને એક હાથે બાવાને ઊંચે તેાળી લીધો. પોતાની બેલાડ્યે બેસાડ્યો, અને પછી લખીને મારી મૂકી. થોડી વારમાં લખી અલેાપ થઈ ગઈ. એના ડાબલાના પડઘા જ સંભળાતા હતા.

પચાસ ઘેાડાં વોંકળામાં ઊભાં ઊભાં સામસામાં જોઈ રહ્યાં; કારણ કે સામે કાંઠે ઠેકવાની તાકાત નહોતી રહી. પછવાડે પણ ઊંચી ભેખડ આવી ગઈ વોંકળો વીંધીને વેકરો ખૂંદતા ખૂંદતા ઘોડેસવારો ઘણી વારે બહાર નીકળ્યા. રાત પડી હતી. આસપાસનાં ગામોમાં આંટા માર્યા, પણ ચોર હાથ લાગ્યો નહિ.

લોકોએ આખી વાત સાંભળીને કહ્યું કે, કોઠી ગામના આપા લૂણા વિના આ પંથકમાં બીજા કોઈનું ગજુંનથી કે આવી હિંમત કરી શકે. ઘોડેસવારો મોડી રાતે કોઠી ગામમાં દાખલ થયા. આપા લૂણાની ડેલીએ જઈને પૂછ્યું :

“આંહીં લૂણો ખાચરરહેછે ને?”

“હા ભણેં, માળો જ નામ લૂણો. હાલ્યા આવો બા, કીં કામ છે ? કીહેંથીઆવડું બધું કટક આદું ?”

ઢોલિયામાં પડ્યાપડ્યા આપો હોકો પીતા હતા – જાણે એક ગાઉની પણ મુસાફરી કરી નથી એવી લહેરમાં પડ્યા હતા.

“આપા, અમે લીંબડીના અસવાર છીએ. અમારા નગરશેઠના વરરાજાને તમે બાન પકડી લાવ્યા છો, તે સોંપીદો.”

“ભણેં જમાદાર ! તમે ઘર ભૂલ્યા લાગો છો !”

“ના, આપા ! ઉડામણી કરો મા, નીકર ધીંગાણું થાશે. ”

“ધીંગાણો ! તો ભણે હુંયે કાઠીનો દીકરો છું. માળી પાંસળ દસ કાઠી છે. ધીંગાણો કરવો હોય તોય ભલે ! બાકી ગામમાં જો કોઈ તમારો વરરાજો લાવ્યો હશે, તેા યાને માળા ખોળામાં બેઠેલો માનજો. ભણેં, કાલ્ય સવારે ધીંગાણો કરશું; અટાણે તો વ્યાળુ કરો, હોકો પીવો, નીંદર કરો, ઘોડાને ધરવો, સવારે પછી ધીંગાણો કરશું. એમાં શું બા ! લીંબડીની ફોજ હારે આફળીએ ઈ તો ઝાઝી વાતકે’વાય ને !”

ઘોડેસવારોની નાડીમાં જીવ આવ્યો. નીચે ઊતર્યા. પચાસે ઘોડાંને આપાએ પાલી પાલી બાજરાનું જોગાણ મુકાવ્યું. પણ ચાળીસ ગાઉનો પંથ કાપીને લોથપોથ થઈ જનાર ઘોડાંએ બાજરો સૂંઘ્યોયે નહિ. સામે જ આપા લૂણાની લખી ઊભી ઊભી બાજરો બટકાવતી હતી. ઘોડેસવારો પણ દિંગ થઈ ગયા કે લીંબડી જઈને આવનારી આ ઘેાડી શી રીતે બાજરો કકડાવતી હશે ?

ઘોડેસવારોની સરભરા કરવામાં આપાએ મણા ન રાખી, સવાર પડ્યું એટલે જે વાણિયાને ઘેર આપાએ વરરાજો સંતાડ્યો હતો તેને ત્યાંથી બોલાવી લીધો, કહ્યું: “લ્યો બાપ. સંભાળી લ્યો ! આ તમારો વરરાજો અને લ્યો આ વરરાજાની પે’રામણી.” એમ કહીને રૂપિયા બસોની ઢગલી કરી. વરરાજાના અંગ ઉપરની સોનાની એક રતી, પણ એાછીનહોતી થઈ. વરરાજો પણ ખુશ હાલતમાં હતો.

ઘોડેસવારોએ અાપાને પૂછ્યું : “આપા, ત્યારે આ છોકરાને લાવ્યું કોણ ? અનેશા માટે લાવેલ?”

“ભણેં બા ! આ બાવોજી વેન લઈને બેઠો હુતો કે હાલ્ય ઘોડાં ભેડવવા ! હાલ્ય ઘોડાં ભેડવવા ! પણ માળી લખી એકલી એકલી કોને એનો પાણી દેખાડે? લખીનો પાણી જોનાર માણસ તો જોવે ને ! હવે જો તમુંહીં ભણીંયે કે હાલો બા, માળી લખીની રમત જોવો, તો તમે પાંચસો જણા કીં બા’ર નીકળત ! માળે તો તમુંને બા’ર કાઢવા હુતા. બાકી, આ છોકરાના અંગની સોનાની કટકીયે ગૌમેટ બરાબર ! હું જાણતો સાં કેઈ મોડબંધો વરરાજો કે’વાય ! એનાં પાલવડાં ચૂંથું તો સૂરજ ધણી માળો કાળો કામો સાંખે નહિ !”

આપાની કરામત ઉપર ધન્યવાદ વરસાવનારા ઘેાડેસવારો ઘોડાં છોડી લીંબડી જવા માટે ચાલ્યા. પણ ઘોડાં ખીલેથીએક ડગલુંયે દેતાં નથી. એના પગ તળવાઈ ગયેલા; અતિશય થાક લાગેલો.

આપો હસવા લાગ્યા.

ઘોડેસવારો હાથ જોડીને બોલ્યા : “આપા, બીજું તો કાંઈ નહિ, પણ આ વરરાજાનાં માવતરનાં ખોળિયાંમાં અત્યારે પ્રાણ નહિ હોય; લીંબડીમાં રોકકળ થાતી હશે. ત્યાં ફક્ત ખબર પહોંચી જાય તોબસ.”

આપાએ પોતાના દીકરાને તૈયાર કર્યો, એ જ લખી ફરી વાર ત્રીસ ગાઉની મજલ ખેંચીને આપા લૂણાના દીકરાને લીંબડી ઉપાડી ગઈ. ત્યાં જઈ ને ખબર દીધા કે, “તમારો વરરાજો સહીસલામત છે, આવતી કાલે આવીપહોંચશે.”

બીજે દિવસે વરરાજા હેમખેમ પહોંચી ગયા. પછી આપો લૂણો બાવાજીને વારે વારે કહેરાવતા : “ભણેં બાવા, હાલ્ય ને ઘોડિયું ભેડવિયેં !”

Advertisements

અશ્વ શણગાર

Standard

કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન

                                 કાઠી ક્ષત્રિયો અને ગરાસીયા ક્ષત્રિયો મા  લગ્ન-પ્રસંગે જાતવાન ઘોડાને ભલી ભાતે અને રૂડી રીતે શણગારવામાં  આવે છે.

 ઘોડાના શણગારના સરંજામમાં મોઢા પર ભરેલો ફુમતાંવાળો મોરડો ને લગામ, ડોકે રંગબેરંગી પારાનું અથવા સુતરની દોરીનું પીપરગાંઠ પાડેલું અને ચાંદીની ડોડીઓથી મઢેલું ડોકિયું, ડોકની કેશવાળીને છેડે જોરબંધ. આગમદોરો, પગે લંઘર, પીઠ ઉપર થડો, દળી, ખોગીર, અડદિયા દળી તેના ઉપર કાઠો કે જીન અને ગાલ્લીને બાંધવાની રેશમી ફૂમતાંવાળી દોરી, અને ડોક તથા પીઠ ઉપર ખાપું ભરતની કે મોતીપરોવણાની મનોહર જુલ, કોડીયું, કલગી, મોડ, મોરો, માળા અને ઘુઘી નાખી શણગારવામાં આવે છે. વરઘોડા વખતે શણગારેલી ઘોડીને પગે ચાંદીની ઘુઘરિયોવાળા જાંજર બાંધી એને નચાવવામાં આવે છે. તેથી જ

 ચાંપરાજવાળાના દુહામાં કહેવાયું છે કે;

“ ઘોડાના પગમાં ઘુઘરા, સાવ સોનેરી સાજ;

લાલ કસુંબલ લુગડાં, ચરખાનો ચાંપરાજ.”
આજે સાવ જ વીસરાઇ ગયેલો ચારજામો જુના કાળમાં ઘોડા પર મંડાતો. હોશીલા કારીગરો મખમલ અને મશરૂની ખોળીમાં શીમળો કે આકોલીયાનું રૂ ભરી સોનેરી જરિયાન તારથી મઢીને સુંદર મજાની સેવટી તૈયાર કરત. સેવટી એટલે ઘોડા પર માંડવાનો સામાન. તેમાં ઘાસિયા, દળી, ખોગીર અને ગાદી ચારેયનો સમાવેશ થઇ જતો. આવી સેવટી તૈયાર કરવામાં કારીગર ને 7-7 મહીના નિકળી જતા, 
સેવટિનો એક સરસ પ્રસંગ શ્રી પીંગળશીભાઇ ગઢવીએ નોંધ્યો છે, તથા રસધાર મા પણ આ વાર્તા  છે 
“ કચ્છના અંજાર ગામે ગોવીંદો કરીને એક કસબી મોચી હતો. એણે એક વાર ઘોડાની સેવટી બનાવી.તેમાં પોતાની સઘળી કળાને કરામત ઠાલવી દીધી. મખમલના  ગલેફા ઉપર સોનેરી તારના બખીયા ભર્યા. એ જાણે સોનાની સાંકળીનો અઠીંગો ચોટી ન દીધો હોય એવા લાગતા. એમાં મોર, પોપટ, હંસની હારો છે. ફુલવેલનું ભાતીગળ ભરત ભર્યુ છે. ચારેય ખુણે જુલતાં ફુંમતાં મુકયાં છેછે. એમાં જીણી જીણી ઘુઘરિયું ટાંકી છે, પ્રમાણમાં નહીં મોટી, નહી નાની, નહી સાંકડીન, નહી પહોળી, અસલ કાઠીયાવાડી ઘોડાની પીઠ ઉપર માંડતાં ચપોચપ ચોંટી જાય અને હાથમાં લેતાં સુખડના જેવી સુવાસ મહેકી ઊઠે એવી સેવટી લઇને જેતપુર દરબાર ભાણવાળાની કચેરીમાં આવ્યો. ભાણ-વાળાએ અઢીસો રુપીયા રોકડા ને એક પાઘડી આપી અને સેવટી ખરીદી લીધી ને બીજી એવી જ બનાવી આપવાની સુચના આપી.

બરાબર 8 મહીને બીજી સેવટી તૈયાર થતાં ગોવીંદો જેતપુરમાં આવ્યો. ભાણાવાળા આ વાત વીસરી ગયેલા. ગોવીંદા મોચીને દરબારમાં કોઇ જવા દે નહીં. પણ એક દિવસ મંદીરે જતા દરબાર આગળ ગોવિંદો વંડી ઠેકીને ઉભો રહ્યો. પોતાની કથની વર્ણવી. દરબારને જુની વાતનું સ્મરણ થયું. ગોવીંદા મોચીએ ઘોડાની સેવટી દરબારના પગ આગળ મુકી. પણ જાણે પારિજાતનું ફુલડું ખર્યુ. જિદંગીમાં કોઇએ ન જોઇ હોય એવી સેવટી હતી. કારીગરની કળા જોઇને દરબાર ખુબ રાજી થયા. એમણે પોતાના પરણ્યાનાં લુગડા મંગાવ્યા. જમાદારખાનામાંથી ઘરેણું મંગાવ્યું. સોનામોહોરોનો ખડીયો માંડેલો કનૈયા નામનો ઘોડો મંગાવ્યો. માથે સેવટી નાખી. કોટયું, જેરબધ, કાંધી ને પીઠ પર જુલ નાખીને શણગારેલો ઘોડો હાજર થયો. ગોવીંદાને પોતાના પરણ્યાના વસ્ત્રાલંકારો પહેરાવી ઘોડા પર બેસાડયો ને દરબાર એટલું જ બોલીયા : “ ગોવીંદ ! કચ્છના મારગે વહેતો થા. તારી કળાનાં સો બસો રુપિયાનાં મુલ નો થાય’

એ કાળે આવા કારીગરો ને કદરદાનો હતા;

 એટલે પશુશણગારોનો વ્યવસાય સારી પેઠે ખીલ્યો હતો. આજે યંત્રયુગમાં અશ્વનું મુલ્ય ઘટતાં એનો સાજસરંજામ બનાવનારા કારીગરો- કસબીયોના ધંધાય સાવ પડી ભાંગ્યા છે. એથી તો લોકકવિ એ નીશાસો નાખતા સાચું કહ્યું છે.

‘ગયા ઘોડા, ગઇ હાવળ્યો, ગયા સોનેરી સાજ

મોટર ખટારા માંડવે. ભૂં ભૂં કરતા અવાજ’.
ધરતીની ધુળમાં આળોટીને ઉછરલી લોક-નારીઓની કળાદષ્ટિ પશુઓના શણગાર સુધી પહોચી, અને એમાંથી પ્રગટયું પશુ શણગારનું રૂડુરૂપાળું લોકભરત. 

પોતાના અશ્વને નજર ન લાગે તે માટે જુના વખતમાં લોકો ઘેટો પાળીને ઘોડાની આગળ બાંધતા. 

ઘોડાના કાન અને ગરદન ઉપર થઇ આગલા પગ સુધી લટકે તેને જુલ અથવા ઘુઘી કહે છે. ડોકની બન્ને તરફ ત્રીકોણાકાર લટકે છે. ઘુઘી લાલ, નીલા કે પીળા કાપડ ઉપર, નીચે સુતરાઉ કાપડનું પડ નાખીને ભરાય છે. જુલનું બંધારણું પીળા સુતર અને પુરણું હીરથી પુરાય છે. નાના મોટા આભલા જુલ નુ આકર્ષણ હોય છે.

આપણી લોકજાતીઓમાં લગ્નપ્રસંગે ઘરને અને ઘોડાને ગજાસંપત રૂડી રીતે શણગારવાનો ચાલ હતો. ઘોડાના શણગારમાં મોઢા ઉપર ફૂમતાંવાળા મોરડો ને લગામ, ડોકે ડોકીયું , કેશવાળીને છેડે જેરબંધ, પગે લંગર, પીઠ ઉપર દળી અને તેના ઉપર જીન, જીન ઉપર હીરભરત કે રેશમની ગાદલી. જીન અને ગાદલીને બાંધવા રેશમની રંગબેરંગી દોરી. ગાદલીને ઘાંસીઓ પણ કહેવાય. વરઘોડા વખતે શણગારેલી ઘોડીને ઢોલને તાલે તાલે નચાવવામાં આવતિ.                                                    

સાભારઃ જોરાવરસિંહ જાદવ

🔰🐎   *અશ્વ ગતી /ચાલ :* 🔰 🐎

Standard

અશ્વમાં ગતીનુ ખુબ મહત્વ જોવામા આવે છે. ચાલ અશ્વમાં એક નવીજ સુંદરતા ઉભી કરે છે.અશ્વની યોગ્ય  ચાલ અશ્વનુ આકર્ષણ વધારે છે.શલીહોત્ર મુની, નકુલ, ચાણક્ય અને બીજા અશ્વના જાણકારો એ અશ્વની ગતી ઉપર સારો ભાર મુક્યો છે. અશ્વશાસ્ત્ર, ચાણક્યના અર્થશાસ્ત્રમાં અને કાઠી અશ્વસવારો પાસે સારી માહીતી મળે છે આ અંગે. અગ્નીપુરાણમાં ઘણુ ઉડાંણ પુર્વક અશ્વચાલની માહીતી મળે છે. ગતિને સમજવા સુક્ષ્મ અવલોકન અને અનુભવ જરૂરી છે, વીદ્વાનોનુ પ્રકૃતી અવલોકન ખુબજ સારુ છે અને તે બીજા પ્રાણીની સાથે સરખામણી કરી ને ઉદારણ આપે છે. અશ્વ ચાલ ની આપાણી સંસ્કૃતિ ના અંતર્ગત પ્રાચિન સાહિત્ય સંદર્ભ પણ તપાસવુ જોઇએ.64 કલામા અશ્વને ચાલ શીખવવી એ 1 કલા છે, કાઠી ક્ષત્રીયો, રાજપુતો આ કલા માં માહીર હતા.સામન્ય રીતે અશ્વની ચાલના 2 પ્રકાર પાડી શકાય છે.

(1) પ્રાકૃતીક (કુદરતી)

(2) યુક્તિકૃત ( માનવ દ્વારા શીખવેલ)

સમાન્ય રીતે ઘોડાની અલગ અલગ ચાલ હોય છે

1. વોલ્ક  (walk)

2. ટ્રોટ  (Trot)

3. ગેલોપ (Gallop)

4. પેસ (Pace)

5. કેન્ટર (Canter)

6. અન્ય ( અલગ અલગ દેશ અને અશ્વમાં અલગ પ્રકારની ગતી જોવા મળે છે)
ઘોડાની ચાલ ના ઘણા પ્રકાર છે એ ચાલ ને અનુરૂપ નાદ વૈભવ લોક સાહિત્યના રુપ માં:

*રૂમઝૂમાં….રૂમઝૂમાં ……રૂમઝૂમાં …* કરતી ઘોડી ઉપાડી,

*ધમાધમ… ધમાધમ… ધમાધમ…*  કરતી ઘોડી ચાલી 

*તબડાક…. તબડાક…. તબડાક….* ઘોડી ભગાવી મૂકી,

*બાગડદા….બાગડદા….બાગડદા….* કરતો કુવર ઘોડી લઈ ને ગામ વચ્ચે થી નીકળો………
*वीभत्त्कैः पदवीन्यासैः नात्युधैर्ललितैः समैः*

*चक्षुर्मनोहादकरी या गतिः सा शुभा मता*
જે ઘોડા લાંબા ડગલા ભરે અને જે ગતી આંખ અને મન ને આનંદ આપે એવી હોય તે શુભ કહેવાય.
*वक्रा रखलीता वीषमा ब्रह्याशफ़ा भ्रष्टसौष्ठवा दिकृत*

*अतीवीकटा सडीर्ना गतिरत्वुर्ध्वा न शस्ता*
(વક્ર , ગથોલીયા ખાય, વીષમ અને  અસ્થીર ગતી સારી નથી અને અશુભ કહેવાય છે.)
*शिखिनकुलद्रषोष्ट्रव्याध्रसिंहेभतुल्या*

*शरभगतीसमाना वानराणां च तुल्या*

*मृगबरगतीतुल्या सद्धतिर्वस्व सोडश्वो*

*जवसुखविभवानां दर्धनः पार्थीव्स्था*
(જે અશ્વની  ગતી મોર, બળદ, સાંઢ, વાઘ,  સિંહ , હાથી, વાનર જેવી હોય તે શુભ કહેવાય)
ઘોડાની પાંચ પ્રકાર ની ગતી (સુક્ષ્મ અવલોકન નો અનુભવ જરૂરી છે)

સંસ્કૃત સાહીત્યમાં ઘોડાની પાંચ પ્રકાર ની ગતી વર્ણવવામાં આવી છે, જે આ પ્રમાણે છે.

*1) આસ્કંદીત ગતી*

આ ગતિમાં ઘોડા ગુસ્સે ભરાયેલા માણસની માફક માથુ નીચુ કરીને ચારે પગે લાંબી છલાંગે દોડે છે
*2) ધોરીતક ગતી*

આ ગતિમાં પણ ચાર પ્રકાર ની છે, ધૌરીતક, ધૌર્ય, ધોરણ અને ધોરીતા. નકુળના જેવી ચાલે ચાલતા ઘોડાની ધૌરીતક, કૌવારી પક્ષીની જેવી ચાલ ને ધૌર્ય, મોરની જેમ નર્તન આલે ચાલતા ઘોડાની ગતીને ધોરણ અને બારાહ જેવી ગતીને ધોરીત કહે છે.
*3) વલ્કીત ગતી*

જે ઘોડા ઊંચુ મોં કરીને સીર દબાવી ને ચાલે છે એને વલ્કીત કહે છે.
*4) પ્લુતગતી (દેશી ભાષામાં હરણ ફાળ)*

હરણની જેમ છલાંગ મારનાર અશ્વની ચાલને પ્લુતગતી કહે છે.
*5) રેચીત*

ઘોડાની મધ્યમ ગતીની ચાલને રેચીત કહે છે.

અશ્વની ગતી અંગે દુહા પણ જોવા મળે છે
*”ગાયા તો દૂધ બંકી,*

*ચાલ બંકી ઘોડીયાં;*

*મરદ તો રણ બંકા,*

*લાજ બંકી ગોરીયા.”*

(શીંગડે-મૉરે સુંદર નહી ,પણ ટંકે અધમણ- બોઘરણું ભરી દૂધ આપતી ગાય, રૂપાળા રંગવાળી નહી રેવાલ ચાલ ચાલવાવાળી ઘોડીઓ, મૂછોના આંકડા ચડાવીને ફરનારા નહી, પણ લડાઇમાં શૌર્ય બતાવનારા મર્દો અને વંકા નૈણવાળી નહી પણ જેની આંખો લાજ-શરમથી ઝૂકેલી છે, એવી ગોરીઓ આ જગતમાં ઉત્તમ છે.)
*ચલે બાજી જબ ચાલ,લાલ નહ ગોડા લગે*

*ઉઠત બહુ ન ઉર્ધ, લેખ રંવ નીકી લગે;*

*ફુંજર કરહ કપીહ , વાઘ બનરાજ બખાનો,*

*હંસ કલાપી હોય, સોય તુરી શુભગહો સ્થાનો;*

*સોકરંહી વૃદ્ધિ સુખ સંપકી, બિજય સુરાજ બઢાવહી,*

*અસવાર તાર વે હય અસો, પ્રભુતા સો નૃપ પાવહીં*
(અર્થ:- ચાલતાં પગના ગુડા સામસામા ન લાગે, તેમ ઉંચા પણ ન હોય,

હસ્તી, ઉંટ, વાંદર, સીંહ, વાઘ, મોર કે મરાલના જેવી મંદ સુંદર ચાલ હોય, તે અશ્વ શુભ હોઇ, સ્વામીને સુખ સંપત્તિ રાજ્ય અને વિજયમાં વૃદ્ધીકર્તા થાય છે.

અસ ન ચલે ગતિ આપકી, ચાલજુ ટેઢો ચલાય

ભય પ્રદાન ગુડ્ડા ભીંડે, લેટીતા લચ્છ  લખાય

પોતાની ચાલ છોડી વાંકી ચાલ ચાલે, ચાલતાં ગુડા સામસામા લાગતા હોય, તે અશ્વ અશુભ હોઇ માલીક ભય પ્રગટાવે છે)
1)વારકો (Trot): ખદડુક ખદડુક દુડકી ચાલે ચાલવું અથવા ચલાવવું
2)રેવાળ (a kind of pacing):- ચારે પગની ચોગઠ પડતી જાય તેવી ઘોડા કે ઘોડી ની સ્થીર ચાલ
3)ખદ : ઘોડાની ખદક ખદક એમ બબ્બે પગે સાથે ચાલે તે ચાલ; ગીદ; આગલો જમણો પગ અને પાછલો ડાબો પગ અને આગલો ડાબો અને પાછલો જમણો આ પ્રમાણે ખદમાં પગ ઊપડે તેવી ચાલ.
4) બાદડુક(Gallop): ઘોડાની ભરદોડ, ઘોડાની ચાલનો વધુમાં વધુ વેગ, 
દુનીયામાં ફફત કાઠીયાવાડી અને મારવાડી અશ્વમાં રેવાલ ચાલ જોવા મળે છે,
પ્રેષિતઃ *કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન*☀

સંદર્ભ;- 

(1)નકુલ અશ્વ સાસ્ત્ર, (14 અધ્યાય), 

(2) જોરાવરસિંહ જાદવ

(3)અશ્વ પરીક્ષા ;- નારાયણદાનભાઇ બાલીયા

(4)ભગવદ ગો મંડલ

આભાર;- કાથુભા કાઠી અને યશપાલ ભાઇ કાઠી

   🔰 *क्षात्रतेजः दीप्तः राष्ट्रः*🔰

🌾🌾🐎 🐎 🐎 🐎 🌾🌾

☆અશ્ર્વ નાં આરાધ્ય દેવ☆ ” રૈવંતદેવ”

Standard

☆અશ્ર્વ નાં આરાધ્ય દેવ☆
           ” રૈવંતદેવ”

image

બધી વિષય વસ્તુ ના એક-એક આરાધ્ય દેવ હોય છે,  જેમ કે ધન ના દેવી લક્ષ્મીજી હોય છે,  સોનાના દેવ કુબેર હોય છે વિદ્યા ના દેવી સરસ્વતી હોય છે…!!

તેમજ અશ્ર્વ ના આરાધ્ય દેવ હોય છે જે હાલ માં ભૂલાઈ ગયાં છે તેમનું નામ છે “રૈવંતદેવ”  પ્રાચીન સમય માં રાજવીઓ સારા અશ્ર્વ મેળવવા માટે “રૈવંતદેવ” નું અનુષ્ઠાન કરતાં…!!

“રૈવંતદેવ” નું વર્ણન રૂગવેદ , વિષ્ણુ પુરાણ,  માર્કન્ડેય પુરાણ,  તેમજ બીજા અનેક ગ્રંથો માં મળે છે ,  રૈવંતદેવ ને સુર્યદેવ અને સંજનાદેવી(રાંદલ માઁ ) ના પુત્ર અને અને અશ્ર્વીની કુમાર ના સગા ભાઇ તરીકે ઓળખવામાં આવે છે…!!

સુર્યદેવ ની કૃપાથી “રૈવંતદેવ” ને ગૃહયાકા (કુબેર નો ગૃપ્ત ભંડાર ) ના મંત્રી અને અશ્ર્વ ના આરાધ્ય દેવ તરીકે સ્થાપવામાં આવે છે, સૌર ધર્મ માં “રૈવંતદેવ” નું ખાસ સ્થાન હોય છે , અશ્ર્વ પુજા માં “રૈવંતદેવ” મુખ્ય આરાધ્ય હોય છે અશ્ર્વ શાસ્ત્ર ના બીજા અધ્યાય માં સારા અશ્ર્વ મેળવવા માટે “રૈવંતદેવ” ની પુજા કરવા કિધું છે અને રૈવંત સ્ત્રોત નું વર્ણન પણ કર્યું છે…!!

અલગ-અલગ પુરાણો માં સારા ઉતમ અશ્ર્વ મેળવવા માટે “રૈવંતદેવ” ની આરાધના કરવાનો સંકેત દિધો છે,  પ્રાચીન સમય માં સારા અશ્ર્વ માટે “રૈવંતદેવ” ની પૂજા કરવાની પ્રંથા હતી,  પણ હાલ માં તે પ્રંથા લુપ્ત થઇ ગઇ છે ભાગવત ગીતા માં શ્રી કૃષ્ણ કહે છે કે “બધા અશ્ર્વમાં હું “ઉચ્ચસૈસર્વસ” છું,  દેવી પુરાણ માં “રૈવંતદેવ’ ને “ઉચ્ચસૈસર્વસ” ની સવારી કરતાં દેખાડવામાં આવ્યા છે…!!

દેવ અશ્ર્વ વર્ણ….અશ્ર્વ શાસ્ત્ર પ્રમાણે અશ્ર્વ ત્રિલોક માં બધી જગ્યા છે,  દેવો પાસે પણ પોતાના અશ્ર્વ હોય છે , તેના અલગ-અલગ વર્ણ હોય છે ..!!

ચંદ્ર દેવ -શ્ર્વેત
ઇન્દ્ર દેવ – સુવર્ણ
યમરાજ – કાળો
વિષ્ણુ દેવ – કર્ક (શ્ર્વેત વર્ણ ઉપર બીજા કલર ના ધાબા )
સુર્યદેવ – પોપટી લીલો
વરૂણ દેવ – મેધ વર્ણ
કુબેર – વાદળી
(નકુલ કૃત અશ્ર્વ શાસ્ત્ર અધ્યાય -વીશ)
ભવિષ્ય પુરાણ , મત્સ્ય પુરાણ,  જેવા પુરાણો માં સુર્યદેવ ના સાત અશ્ર્વો નું વર્ણન મળે છે ..!!

•☆•તે પ્રમાણે સુર્યદેવ ના સાત અશ્ર્વ હોય છે અને તેમનો કલર લીલો હોય છે સુર્યદેવ નું એક નામ “સપ્ત વાહાન ”  છે એટલે કે જેને સાત વાહાન છે…!!
સાત અશ્ર્વો ના નામ ..
ગાયત્રી,  બ્રહતી, ઉષ્નીક, જગતી,  ત્રીસ્તુપ,  અનુસ્તુપ,  અને પંકિત છે , આ સાત અશ્ર્વો ને સાત છંદ પણ કહેવાય છે ..!!

સાભાર- અનિરૂધ્ધ ભાઇ ધાધલ
સૌજન્ય – રાજભા ઝાલા

History & Literature

અશ્ર્વની તેમજ અશ્ર્વશાસ્ત્ર્ ની ઉત્પતી ની રોચક કથા

Standard

—————————————

પુરાણ અનુસાર જયારે સમુદ્ર મંથન થયું તેમાં થી  ”  ઉચ્ચસૈસર્વસ ”  નામનો પહેલો અશ્ર્વ તેમાથી નિકળેલ ..!!

આ અશ્ર્વ માંથી બીજા અશ્ર્વો ની ઉત્પતિ થયેલી આ અશ્ર્વો પાંખુ વાળા હતાં અને ઉડી શક્તા,  પ્રાચીન કાળ માં આ અશ્ર્વો ચારે દિશામાં પરીભ્રમણ કરતાં હતાં,  આ બળ સંપન્ન અને પાણીયારા અશ્ર્વો ને જોઇ ને ઇન્દ્રદેવ નજીક માં નિવાસ કરતાં શાલીહોત્ર મૂની પાસે જાય છે,

image

અને નિવેદન કરે છે કે ” હે ભગવાન ” દ્વિજ શ્રેષ્ઠ તમારા માટે આ ત્રીભોવન માં કાંઈ અપ્રાપ્ત નથી તમે આ અશ્ર્વો ની પાંખો કાપી નાખો ..!

image

image

આ અશ્ર્વો કાયમ યુદ્ધ કાળ વખતે દાનવો ના રથને ખેંચે છે,  જે સારા હાથી માટે પણ અશકય છે ..!

શાલીહોત્ર મૂની એ ઇન્દ્ર દેવ ની વાત માની ને “ઇષીકાસ્ત્ર”  થી બધા અશ્ર્વો ની પાંખો કાપી નાખે છે, 

image

કપાય ગયેલ પાંખો વાળા અશ્ર્વો લોહી થી પલળેલાં અને દુ:ખી થઈ ને શાલીહોત્ર મૂની ના શરણ માં આવે છે ..!!

image

અને કહે છે કે “હે ભગવાન” તમે અમારી આ દશા કેમ કરી ..? સજ્જન વ્યક્તિ નિર્દોષ સાથે આવો વ્યવહાર નથી કરતાં “હે મૂની શ્રેષ્ઠ” તમે અમને ગતી આપો અમને સુખી કરો એવી અમારી પ્રાર્થના છે ..!!

શાલીહોત્ર મૂની કરૂણાં થી દ્રવિત થઇ ને દુ:ખી અશ્ર્વો ને કહે છે કે ઇન્દ્ર દેવ ના કહેવાથી મેં આ પીડાદાયક કર્મ કર્યું છે, હવે હું એવું કાર્ય કરીશ જેનાથી આપ સુખ , દેહ માં પુષ્ટિ અને ત્રીલોક માં ગૌરવ મલશે..!!

image

તમે સુર્ય, ઇન્દ્ર, ઇત્યાદિ દેવતા અને રાજા ના વાહન તરીકે સુશોભિત થશો, જે રાજા તમને ધાસ,  પાણી , અને બીજી સુવિધા થી પુષ્ટ રાખશે તે રાજા અજય રહેશે, કમલનેત્ર વાળી ભૂલક્ષ્મી તેનો કયારેય ત્યાગ નહીં કરે પછી ભલે ને તે શત્રુઓ થી ઘેરાયેલ હોય…!!

image

એમાં કોઇ શંકા નથી હવે હું અશ્ર્વો ની પુષ્ટિ, રોગ,ની શાંન્તિ માટે અને મનુષ્ય ના હિત માટે અશ્ર્વ ની પરમ ચીકિત્સા પ્રગટ કરીશ ..!!

મારો આદેશ છે કે તમે બધા અશ્ર્વો પોતાની રૂચી પ્રમાણે સ્વર્ગલોક , ભૂલોક,  અને પાતાળલોક તરફ પ્રસ્થાન કરો , જેનાથી તમને પરમ શાંન્તિ થાય ..!!

તે સમય થી આ ભૂલોક પર અશ્ર્વો ફરે છે ..!!

image

•☆•પછી શાલીહોત્ર મૂની એ 18000 શ્ર્લોક વાળા અશ્ર્વશાસ્ત્ર ની રચના કરી , અને શાલીહોત્ર મૂની ના પ્રભાવથી ઉત્પન્ન અશ્ર્વ ની ચીકિત્સા વિજ્ઞાન આ લોક માં પ્રકાશીત છે
(અશ્ર્વશાસ્ત્ર અધ્યાય -2- 1/17 )
સાભાર….અનિરૂધ્ધ ભાઇ ધાધલ
સૌજન્ય  : રાજભા ઝાલા

History & Literature

અશ્વ વિશે માહિતી…

Standard

અશ્ર્વ ની ઉમર અને આયુષ્ય
————————————

image

અશ્ર્વ ને ગર્ભ ધારણ કર્યાં પછી અગીયાર મેં મહિને પ્રસવ થાય છે , બચ્ચાં નો જન્મ થતાં જ તેને ખૂરથી જાનુ પર્યન્ત માપતાં જેટલી ઉંચાઈ જણાય તેથી ત્રણ ગુણી ઉંચાઈ તેની યુવાવસ્થામાં થાય છે ..!

વછેરો અથવા વછેરી નો જન્મ થતી વખતે તેના મુખીની સામે ના ભાગ માં  એક દાંત હોતો નથી , પરંતુ જડબા ને બન્ને કિનારે બે દાઢ અને બીજા બે મળી કુલ ચાર પેષળ દંત નિકળે છે ..!

તેમાં એક ને પ્રથમ પેષળદંતની અને બીજા ને દ્રિતીય પેષળદંતની કહે છે,   અશ્ર્વ બાલની અવસ્થા એક અઠવાડિયા ની થતાં તેના મુખાગ્ર ભાગમાં ઉપર ના બે તથાં નિચે ના બે મળી કુલ ચાર  છેદનદંત ઉગે છે અને પાંચ અઠવાડિયા બાદ અર્થાત સવા મહિના પછી મૂખ ના અગ્ર ભાગમાં બીજા બે છેદનદંત અને ત્રીજો પેષળદંત નિકળે છે ..!

આઠ મહિના સુધી માં એજ સ્થળે બીજા બે છેદનદંત ઉગે છે ,  એ સર્વે દાંત અત્યંત શ્ર્વેત અને ચોખ્ખા હોય છે અને તેના ઉપર એક ન્હાનો સરખો કાળો ખાડો પણ હોય છે ..!!

એક વર્ષ પૂર્ણ થતાં ચોથો પેષળદંત,  બીજા વર્ષમાં પાંચમો અને ત્યાર બાદ સ્વપ્ન સમજ માંજ છઠ્ઠો પેષળદંત નિકળે છે ,  જયારે બે વર્ષ ઉપર આઠ કે નવ મહિના ની અવસ્થા થાય ત્યારે વચ્ચે ની બે ખીલી પડી તેની જગ્યા એ બીજા બે સ્થાયી દાંત નિકળે છે તે શ્ર્વેત અને ઉપર ખાડાવાળા હોય છે,  છ મહિના પછી તેની પાસે ના બીજા બે દાંત પડી અને બીજા બે મ્હોટાં સ્થાયી દાંત ઉગે છે …!!

અને ચાર વર્ષ ઉપરાંત છ મહિના ની અવસ્થા થતાં બાકી ના બે દાંત પડી જાય છે અને તે સ્થળે બીજા બે મ્હોટાં દાંત નિકળે છે અને એજ અરશા માં નેશ ઉપર તથા નિચે અર્થાત બન્ને જડબામાં ઉગે છે ,  જો નેશ ન નિકળે તો દરેક જડબામાં અઢાર અને જો નેશ નિકળે તો વીશ દાંત હોય છે ..!!

આ લક્ષણ થી જન્મ થી આરંભી પાંચ વર્ષ પર્યન્ત ની અવસ્થા બતાવી શકાય છે ,  છઠ્ઠે વર્ષે વચલા બે સ્થાયી છેદન દંત ઉપર ના ખાડા માં ભરાય જાય છે અને તેની કાળાશ તદ્દન નષ્ટ થઇ જાય છે ,  આઠ્ઠમાં વર્ષ માં બાકી ના છેદનદંત ની એજ સ્થીતી થાય છે ..!

નવમે વર્ષે બધાં દાંત પીળાં થવા માંડે છે તે અગ્યાર વર્ષ સુધી સાવ પીળા બની જાય છે,  ફરી તે ચૌદ માં વર્ષ થી શ્ર્વેત થવા લાગે છે અને સોળ વર્ષ સુધીમાં તમામ શીશા ની માફક સફેદ બની જાય છે,   સતર માં વર્ષ થી મક્ષીકા જેવો રંગ થવા માંડે છે અને વીશ માં વર્ષ માં શંખની માફક  શુન્ન બની જાય છે ..!!

અશ્ર્વ ને સ્થાયી દાંત નિકળ્યા પછી દર વર્ષે જરા જરા વૃદ્ધિ પામતાં જાય છે અને તે ત્રેવીશ વર્ષ ની અવસ્થા એ બહું મોટાં જણાય આવે છે ,  છ વીસ માં વર્ષ પછી અશ્ર્વ ના દાંત ડગવા લાગે છે અને ઓગળત્રીશ મેં વર્ષે તમામ દાંત પડી જાય છે ..!!

કેટલાક પંડીત લોકો ચાલીસ વર્ષ નું આયુષ્ય કહે છે ..

જન્મ થી ચાર વર્ષ અશ્ર્વ ની બાલ અવસ્થા ગણાય છે ..!

પાંચ થી આઠ વર્ષ સુધી યુવાવસ્થા ગણાય છે ..!

નવ થી વીશ વર્ષ પ્રૌઢ અવસ્થા લેખાય છે અને ત્યારબાદ તેને વૃદ્ધા અવસ્થા પ્રાપ્ત થાય છે !!

•☆• કેટલાક અંગ્રેજ લોકો ની એવી માન્યતા હતી કે અશ્ર્વ પચ્ચીસ થી ત્રીશ વર્ષ પર્યન્ત નું વધારે માં વધારે આયુષ્ય ભોગવે છે

સંદર્ભ -શ્રી ઝાલાવંશ વારીધી
સૌજન્ય – રાજભા ઝાલા

History & Literature

અશ્વો વિશે માહિતી…

Standard

મનુષ્ય ની માફક જન્મભૂમી ના ભેદ થી અશ્ર્વો પણ ભીન્ન ભીન્ન નામ થી પ્રસિદ્ધ છે !

image

જે દેશમાં ઉત્પન્ન થાય છે તે દેશ નું નામ આપવામાં આવે છે , જેમકે ” અરબી”  , ” દક્ષિણી ” ઇત્યાદિ  ..!

અરબ દેશમાં ઉત્પન્ન થવાથી અરબી કહેવાય છે તેના બાર ક્ષેત્ર પ્રસિદ્ધ છે ..!

1 – નજદી  2- ખેલાન  3 -અનીજા  4 – બદ્ધ  5 – એરાકી  6 – ગલ્ફ  7 – સિકલાવી  8 – મેફાકી  9 – સાવી  10 – ત્રેદી  11 – મનાકી  12 – સાહુદી

અસલ અરબી હિન્દુંસ્તાન માં બહું થોડા આવે છે ,  ધણાં ભાગે ઇરાની અને અરબી એ બન્ને થી મીશ્રીત વર્ણશંકર અશ્ર્વો હિન્દુંસ્તાન માં આવે છે કારણ કે અસલ અરબી ઉક્ત સ્થળે આવ્યા બાદ ઘણે ભાગે થોડા જીવે છે ..!

અરબી ના વંશમાં ઇરાની , કાબુલી,  અને બાર્વ પણ ગણાય છે , ઇરાની અશ્ર્વ ઘણાં સારાં હોય છે અને તે ઇરાન માં ઉત્પન્ન થાય છે , કાબુલ થી પણ સોદાગર લોકો કાબુલી અશ્ર્વ ને વેંચવા લાવે છે ..!

પ્રાચીન સમય થી અરબ, ઇરાન,  અને કાબુલ થી અશ્ર્વ ની સોદાગરી ચાલી આવે છે ..!

ભારત માં અશ્ર્વો ના પણ અનેક ક્ષેત્ર અને નામ છે , કાઠીયાવાડ થી કાઠીયાવાડી અશ્ર્વો આવે તે અગીયાર પ્રકાર ના હોય છે ..!

1 – બાદરીયા  2 –  માળકિયા  3 – માંગલીયા  4 – તાજળિયા  5 – રેડિયા  6 – લખમિયા  7 – રેશમિયાં  8 – કેશરિયા  9 – હરળિયા  10 – બોદલિયા  11 – મોટરિયા 

મારવાડ થી મારવાડી અશ્ર્વો આવે છે અને તેના ચાર ક્ષેત્ર પ્રસિદ્ધ છે
1 – ગડહા  2 – રાજઘડા  3 – બાલોબડા  4 – તલવાડા

દક્ષિણ માંથી જે અશ્ર્વો આવે છે તે દક્ષિણી કહેવાય છે પરંતુ તે વર્ણશંકર અર્થાત્  અરબી અને કાઠીયાવાડી એ બેનો મિલાપ થયેલાં હોય છે તેમાં  ” ભીમરા ” , ” મકુન્દાસી ” , છન્દાસી ,  અને ” નાગપૂરી ”  એ ચાર ઉતમ ક્ષેત્ર ના ગણાય છે ..!

સિંન્ધ દેશ ના અશ્ર્વો
” સિંન્ધી ”  કહેવાય છે , પંજાબ ના અશ્ર્વો પંજાબી કહેવાય છે , પરંતુ સિંન્ધી અને પંજાબી બન્ને વર્ણશંકર હોય છે કારણકે તેવો ઇરાની અને હિંન્દુસ્તાની અશ્ર્વ થી ઉત્પન્ન થાય છે,  તેના પણ ચાર ક્ષેત્ર છે ..! 
1 – ધન્ની  2 – ઘેપ  3 – સાયબૂ  અને 4 – ભઢંડા

માલવ દેશના અશ્ર્વો  “માલવી ” કહેવાય છે પરંતુ તે સ્થળે ઘણે ભાગે મારવાડી , કાઠીયાવાડી અને ભીન્ન ભીન્ન પ્રકારના અશ્ર્વો રહેતાં હોવાથી ધણાં વર્ણશંકર અશ્ર્વો ઉત્પન્ન થાય છે ..!

નાજુક અને સુંદર અશ્ર્વો ને ” ટાંઘન” કહે છે  તે છ પ્રકાર ના હોય છે .!
1 – ” બર્માપેગૂ ” ઘણે ભાગે બર્મા થી આવે છે
2 – ” મનીપૂરી ટાંઘન ” મણીપૂર થી આવે છે
3 – ” કાફરીગુટ ” ભૂટાન થી આવે છે
4 – ” નેપાલી ટાંઘન ”  નેપાલ થી આવે છે અને નેપાલ માં ” દૈવીપાટન ”   નામ નું ક્ષેત્ર પ્રસિદ્ધ છે
5 – “તુર્કી ટાંઘન ”  તુર્ક સ્થાન થી આવે છે
6 – ” યારકન્દી ટાંઘન ”  યારકન્દ થી આવે છે

અવધ માં ” ટેઢી ” નામથી  એક પ્રકાર ના અશ્ર્વો નું ક્ષેત્ર પ્રસિદ્ધ છે તે ટેઢી નદી ની આસપાસ ઉત્પન્ન થાય છે ..!

પટના ની આસપાસ
”  જંગલી ”  નામના અશ્ર્વો મળે છે …!!

☆ ..હિંન્દુસ્તાન માં જયારે અંગ્રેજો રાજ્ય શાસન કરતા એ વખતે “વેલર” આદિ ઘણાં વિલાયતી ઘોડા ઓ જોવા મલતાં અંગ્રેજ લોકો એ અંગ્રેજી અને અરબી અશ્ર્વો થી  “સ્યડવ્યૂહ ” નામની નવી જાતી ઉત્પન્ન કરી હતી ..

સંદર્ભ,….શ્રી ઝાલાવંશ વારીધી
સૌજન્ય – રાજભા ઝાલા

History & Literature

કાઠીયાવાડના ક્ષત્રીયોના ટેક અને ખાનદાનીની વાતુ.!

Standard

image

ઇ.સ. ૧૭૪૫ માં રાજા ગજસિંહ-બિજા હળવદની ગાદીએ બેઠાં.એમના દરબારમા એકવાર મારવાડથી એક ચારણ આવ્યો.કવિ માલદાને હળવદન કચેરીએ પોતાની કવિતાની ગંગા વહાવા માંડી.એક દિવસ રાજા ગજસિંહ ચારણ કવિને રાજની ઘોડાર જોવા લઇ ગયા.સોરઠી ઘોડાઓને જોઇ કવિએ કવિતા કરી.
“ફડકંતા મછીઆંહી મ્રઘા જેમ ભરતા ફાલ”
પટ ખેલે નટ જેમ,ઘૂમણી કે પાઉ;
પુતકુંને દેવે પિતા,નદિઆં પાહેબા પાણી,
રસિ હાથા ગ્રહે દેઇ ,ઝાલા હંદા રાઉ’..૧
(મચ્છી જેવા ચંચળ અને હરણોની જેમ ફાળ ભરનારા અને પટાંગણમાં નટની જેમ પગલા માંડી ખેલનારા અને જેને પિતા પોતાના પુત્ર ને નદીએ પાણી પાવા પણના દે ,તેને ઝાલા રાજા પોતાના હાથે કવિઓને આપીદે એવો ઉદાર છે.)
આ ગીત સાંભળી ગજસિંહે પોતાની ટેકની વાત કરી,’

કવિરાજ ચોટીલાના ધણી શેલાર ખાચર પાસે ચાંગ નામની જાતવંત ઘોડી છે.એટકે શેલાર ખાચર પાસે મોં માગ્યા દામે એ ઘોડ માંગી,પણ એ કાઠીનેય ઘોડી તો અણમોલ જ હોય.એટલે ઘોડ દેવાની વાત નકારી દિધી.પછી વટે ચડતા મે ચાંગને હળવદ ની ઘોડાર માં બાંધવાની ટેક લઇ લીધી.અને જે ટેક પુરી કરે એને એક લાખ કોરી અને ત્રીસ સાંતીની જમીન આપવા તૈયાર છુ.

આ સાંભળી કવિરાજ બોલ્યા,’હુ છ માસ માં એ ઘોડી લાવી આપીશ.’

અને બિજે દિ કવિ માલદાન પાંચાળના પંથે હાલી નીકળ્યા. દેવભુમી પાંચાળ ના ચોટીલામાં ખાચર કાઠીઓને ત્યા ડાયરો જામ્યો હતો.અને ત્યા કવિ માલદાનજી પહોચ્યા.

ત્યા દરબારુએ પરદેશી કવિને આતિથ્ય આપ્યુ.આપા શેલારને ત્યા કવિની કવિતા અને વાર્તા જામવા લાગી,અને આમને આમ કેટલાય દિવસો વયા ગ્યા.આપા શેલારે ગજસિંહની ટેકની વાત થોડી સરખી જાણી છે.ચારણને થયુ કે દાતાર કાઠી ઘોડી માંગવાથી આપીદે પણ ગજસિંહને આ રીતે તો ના દેવાય.

એક દિવસ ચારણને મોકો મળી ગયો અને રાત્રે તક ઝડપી ચાંગનેછોડી એના પર સવાર થઇ એડી દબાવી રવાના થયા,શેલાર ખાચરની આંખ ઉઘડી અને પડકારો કર્યોઃ”એલા કોણ છે?”

ચારણે જાતા જાતા કહ્યુ.’ આપા હવે આવજો હળવદ.’
અને ઘડીભર મા તો આપા શેલાર બિજા કાઠીઓ સાથે ઘોડાઓ લઇ ચારણની વાંસે થયા.ઊંટ પર બેસવા વાળો ચારણ ઘોડેસવારીમા કાબેલ ના હતો,એટલે ઘોડી વેગે દોડવી શક્યો નહી.અને કાઠીઓ તેની લગોલગ પહોચવા આવ્યા.
આપા શેલારને થયુ.’ગઢવી ઘોડે બેસવામા કાચો છે.
તેમને થયુ કે ,’આ મારવાડી ચારણની જીભ હળવદના ધણી આગળ કચરાઇ ગઇ હશે.
ચારણ હવે પકડાય જાય તો ભોંઠો પડેલો તે પેટે કટાર ખાશે.!’
કાઠીએ ચતુરાઇ કરી ને કહ્યુ કે ‘ગઢવી ઘોડીને વાઘ સંતાણ કર.”
અને ચારણે વાત સમજી અને ઘોડીની વાઘને ખેંચી,લગામનો ઇશારો મળતા,ચાંગ વેગથી દોડી નીકળી. અને ચાંગે કાઠીઓને ઘણા પાછળ મુકી દિધા.કાઠીઓના મોં વિલાઇ ગયા,પણ શેલાર ખાચરે ચારણના વેણની રક્ષા કરી.’
હળવદ આવી ને ચારણે ઘોડીને ઘોડાર માં બાંધી અને આપા શેલાર ને રંગ દેતા ચારણે બધી વાત કરી.રાજા ગજસિંહ અને કચેરી શેલાર ખાચરી દિલેરી પર ઓળઘોળ થઈ ગઇ.
ઝાલા રાજા ગજસિંહે ચારણને એકલાખ કોરી અને માનસર ગામમાં ૩૦ સાંતી ની જમીનનુ ઇનામ આપ્યુ.પોતની ટેક પુરી થયેલી માની ગજસિંહે ઘોડી શેલાર ખાચરને ચાંગ ઘોડી પાછી સોંપી અને વળતા શેલાર ખાચરે ચાંગની વછેરી ગજસિંહને આપી તેમનુ માન રાખેલુ.
આવી કાઠીયાવાડના ક્ષત્રીયોના ટેક અને ખાનદાનીની વાતુ.!

Divyrajsinh Sarvaiya (Dedarda)

अश्व वर्णन

Standard

image

थंभ देवळ दशा पग मांडे थोड़ा,
छाती बाप ढाल थी चौढा,
खट त्रीशा ने थयेल नखोर,
ध्रुबा तणी समापे घोड़ा,
एनी वेंत कटी जुट नी वाले,
त्रींग बाजोटीया सरखी ताले,
नीर पावा बेटा ने न आले,
आलन हरो मोज मां हाले,
सांकळ वांभ मोकळी छोटी,
करम सारखी दोय कणोटी,
कुकड ना जेवी कंघरोटी,
अने माणेक लट मोढा थी मोटी…

Divyrajsinh Sarvaiya (Dedarda)