Tag Archives: Bharat

જ્યોતિ CNCના સ્વદેશી વેન્ટિલેટરને બદનામ કરવા પાછળ કોનો હાથ? “ધમણ” વિશેના નકારાત્મક સમાચાર પર કોંગ્રેસ કેમ રાજી થાય છે?

Standard

જ્યોતિ CNCના સ્વદેશી વેન્ટિલેટરને બદનામ કરવા પાછળ કોનો હાથ? “ધમણ” વિશેના નકારાત્મક સમાચાર પર કોંગ્રેસ કેમ રાજી થાય છે?

આત્મનિર્ભર બનવાની દિશામાં જેમ-જેમ આગળ વધતા જઈશું, આવા વિઘ્નો વધતા જ જશે

દેશી ભુતાવળો એવી ખુશ થઈ રહી હતી જાણે પાકિસ્તાનના ઘોરી મિસાઈલનું પરીક્ષણ વિફળ રહ્યું હોય

રાજકોટની જ્યોતિ CNCના સ્વદેશી વેન્ટિલેટર, “ધમણ” પરનો વિવાદ જોયો તમે? અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉકટરે જ્યારે “ધમણ”ને વગોવતો પત્ર લખ્યો ત્યારે કેટલાક કોંગ્રેસીઓ અને દેશી મીડિયા એટલા રાજી થયા કે, જાણે તેમણે પોતે કોઈ નવું હાઈ-એન્ડ વેન્ટિલેટર વિકસાવ્યું હોય. તબલિગી અને પોલીસ પર થતા એટેક બાબતે મૌન રહેતા જનાબ પરેશુદ્દીન અમરેલવીએ તો “ધમણ”ની એવી ધોલાઈ કરી જાણે તેઓ પાકિસ્તાનના ઘોરી મિસાઈલ વિશે બોલી રહ્યા હોય. “ધમણ” સુરક્ષિત અને કાર્યક્ષમ છે અને એ બાબતે આજે અધિકૃત સ્પષ્ટતા થઈ ચૂકી છે. મારે બીજા કેટલાક મુદ્દા પર સાવ ટૂંકમાં વાત કરવી છે:

*મોદીએ આત્મનિર્ભરતાની વાત કરી ત્યારે ઘણાં ભૂત-પલિત જોરજોરથી ખીખીયાટા કરી રહ્યા હતા. “ધમણ” પર હસનારા પણ એ જ લોકો છે. આ લોકો શુદ્ઘ સ્વદેશી ભૂતાવળ છે. એ બાબતમાં આપણો દેશ પૂર્ણ આત્મનિર્ભર છે.

*”હવે તો આપણે રાફેલ નહિ મંગાવીએ ને…?” ટાઈપના પ્રશ્નો પૂછનાર લોકો દેશની ઈજ્જત માટે તો દુશાસન છે જ, પણ આવા પ્રશ્નો દ્વારા તેઓ જાતે જ પોતાની કોમન સેન્સનું પ્રદર્શન કરી રહ્યા છે.

*આત્મનિર્ભર બનવાની દિશામાં આવા અગણિત વિઘ્નો આવશે જ. જ્યોતિ CNCએ માત્ર એક લાખ રૂપિયામાં આ વેન્ટિલેટર મૂક્યું તેમાં ઘણી વિદેશી કંપનીઓના પેટમાં સલ્ફયુરિક એસિડ રેડાયો છે. આવી કેટલીક વિદેશી કંપનીઓના વેન્ટિલેટરની કિંમત સાત-આઠ લાખથી તો સ્ટાર્ટ થાય છે. આ બધી કંપનીઓને પોતાનાં પાટિયાં પડી જવાની ભીતિ છે.

*”ધમણ” અંગે વિવાદ ઉભો કરવા પાછળ પણ એક યુરોપિયન કંપની હોવાનું કેટલાક લોકોનું માનવું છે. શું આ કંપનીએ ડૉક્ટરને સાધ્યા હતા? લાગે છે તો એવું જ…

*ભૂતકાળમાં અનેક સ્વદેશી કંપનીઓ સાથે આવા ખેલ થઈ ચૂક્યા છે, હવે વધુ થશે. આવી સ્થિતિમાં ખોટા સમાચારોથી દોરવાશો નહિ, ભોળવાશો નહિ, ઓફિશિયલ સ્પષ્ટતાની રાહ જોજો.

-કિન્નર આચાર્ય

જાણો : જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક 2019 વિશે અથ: થી ઇતિ

Standard

જાણો : જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક 2019 વિશે અથ: થી ઇતિ

Monday, 05 Aug, 3.02 pm

રાજ્યસભામાં ભારે હંગામા વચ્ચે આવી રીતે રજૂ થયું જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક 2019 :

જમ્મુ-કાશ્મીરમાં મોટા ફેરફાર થવાના સંકેત સપ્તાહ પહેલા થયેલી હરકતોથી મળવાના શરૂ થઇ ગયા હતા. આજે સવારથી જ રાજ્યસભામાં પણ તે અંગે બણબણાટ જોવા મળ્યો હતો. રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક 2019 રજૂ કર્યું હતું. આ સાથે જ તેમણે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો સંકલ્પ રજૂ કર્યો છે. રજૂ કરતાની સાથે તેને રાષ્ટ્રપતિની મંજુરી મળી ગઇ હતી. તેની સાથે જ અમિત શાહે જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનનો સંકલ્પ પણ રજૂ કર્યો છે. અમિત શાહના એલાન બાદ વિપક્ષે ગૃહમાં ઘણો હોબાળો કર્યો.
જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત્ર પ્રદેશ બની ગયો છે. સાથોસાથ લદાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દેવામાં આવ્યું છે. આર્ટિકલ 370 હટતાં જમ્મુ-કાશ્મીર હવે રાજ્ય નહીં રહે. જમ્મુ-કાશ્મીર ધારાસભ્યોવાળું કેન્દ્ર શાસિત પ્રદેશ બનશે. બીજી તરફ, લદાખને ધારાસભ્યો વગરનું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવશે.
અમિત શાહની કાશ્મીર પર ત્રણ મોટી જાહેરાતો બાદ વિપક્ષનો હોબાળો ચાલુ છે. જમ્મુ-કાશ્મીરથી જોડાયેલા સરકારના મહત્વપૂર્ણ નિર્ણય પર વિપક્ષનો આરોપ છે કે સરકારે તેમને આ પ્રકારના કોઈ બિલની પહેલા જાણકારી નહોતી આપી.
– ગુહ પ્રધાન અમિત શાહે આજે રાજ્યસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે આર્ટિકલ 370 હેઠળ ત્રણ પરિવારોએ જમ્મુ-કાશ્મીરને વર્ષો સુધી લૂંટ્યું છે. વિરોધ પક્ષના નેતાએ કહ્યું કે આર્ટિકલ 370 જમ્મુ-કાશ્મીરને ભારત સાથે જોડે છે, તે સાચું નથી. મહારાજા હરિ સિંહે 27 ઓક્ટોબર 1947ના રોજ જેએન્ડકે ઇન્સ્ટટ્રૂમેન્ટ એક્સેસન પર સહી કરી હતી. આર્ટિકલ 370 1954માં આવ્યો હતો. આર્ટિકલ 370ને હટાવવા માટે એક સેકન્ડનો પણ સમય વિલંબ ન કરવો જોઈએ.
– આજે ભારતીય લોકતંત્રનો સૌથી કાળો દિવસ છે. જમ્મુ-કાશ્મીરના નેતૃત્વના 1947માં બે રાષ્ટ્ર થિયરીને નકારીને ભારતમાં સામેલ થવાનો નિર્ણય ઉલટો સાબિત થયો. ભારત સરકારના આર્ટિકલ 370ને હટાવવાનો નિર્ણય બિનબંધારાણીય અને ગેરકાયદેસર છે : પીડીપી નેતા મહેબૂબા મુફ્તી
– રાજ્યસભામાં પીડીપી સાંસદ મિર મોહમ્મદ ફયાજે ભારતીય બંધારણની એક નકલી ફાડી દીધી હતી. ત્યારબાદ સભાપતિએ તેમને ગૃહથી બહાર જવા માટે કહ્યું. તેના વિરોધમાં પીડીપી સાંસદોએ ગૃહની બહાર પ્રદર્શન કર્યુ અને કપડા ફાડી દીધા.
– પીડીપીના સાંસદોએ મોદી સરકારના નિર્ણય સામે ઉગ્ર પ્રદર્શન કર્યુ હતું.
– બહુજન સમાજ પાર્ટીએ આર્ટિકલ 370 પર મોદી સરકારના સંકલ્પનું રાજ્યસભામાં સમર્થન કર્યુ.
– આ પહેલીવાર નથી, કોંગ્રેસે 1952 અને 1962માં આ પ્રકારે જ આર્ટિકલ 370ને સંશોધિત કર્યો હતો. તેથી વિરોધ કરવાને બદલે ચર્ચા કરો અને તમારી જે પણ ગેરસમજ છે તેને દૂર કરે. હું આપના સવાલોના જવાબ આપવા માટે તૈયાર છું : ગૃહ મંત્રી અમિત શાહ
– ભારત સરકાર દ્વારા આર્ટિકલ 370માં ફેરફાર તથા અન્ય નિર્ણય બાદ ભારતીય સેના અને વાયુસેનાને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે.
ભારતીય સેના અને વાયુસેના હાઈ એલર્ટ પર ## ભારત સરકાર દ્વારા આર્ટિકલ 370માં ફેરફાર તથા અન્ય નિર્ણય બાદ ભારતીય સેના અને વાયુસેનાને હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે.
– અમારી પાર્ટી આ બિલનું સમર્થન કરે છે. અમે આ દેશની એકતા ઈચ્છીએ છીએ : પ્રસન્ન આચાર્ય, બીજેડી, ઓડિશા
– નેશનલ કોન્ફ્રન્સના ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું કે આર્ટિકલ 370ને હટાવીને ભારત સરકારે જમ્મુ અને કાશ્મીરના લોકોનો વિશ્વાસ તોડ્યો છે જે એમણે 1947માં ભારત સાથે જોડાતી વખતે મૂક્યો હતો. આ નિર્ણયના દૂરગામી અને ગંભીર પરિણામો આવી શકે છે. આર્ટિકલ 370 અને 35એ રદ કરવા મૂળભૂત પ્રશ્નો ઊભા કરે છે. આગળ લાંબી અને આકરી લડાઈ રાહ જોઈ રહી છે. અમે તેના માટે તૈયાર છીએ.
– એમડીએમકેના નેતા વાઇકોએ જણાવ્યું કે આ બિલનો હું ભારે વિરોધ કરું છું પરંતુ આ સમસ્યા માટે અસલી જવાબદાર કોંગ્રેસ છે. આજે લોકતંત્રની હત્યા થઈ છે.
– દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આર્ટિકલ 370 પર મોદી સરકારના નિર્ણયનું સ્વાગત કર્યુ છે. કેજરીવાલે લખ્યું કે અમે આશા વ્યક્ત કરીએ છીએ કે આ નિર્ણયથી રાજ્યમાં વિકાસ થશે અને શાંતિ સ્થપાશે.
– ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને સાહસિક ગણાવતાં વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને અભિનંદન પાઠવતા જણાવ્યું કે “કાશ્મીર ભારતનો મુગટ છે અને આજનો ઐતિહાસિક દિવસ ભારતના સ્વર્ણિક ઈતિહાસનો એક મહત્વપૂર્ણ અધ્યાય બનશે. આ નિર્ણય ચોક્કસપણે શ્યામા પ્રસાદ મુખર્જીને એક સાચી શ્રદ્ધાંજલિ છે.”
– ડીએમકે અધ્યક્ષ એમ. કે. સ્ટાલિને જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરના લોકોની સલાહ લીધા વગર આર્ટિકલ 370 હટાવી દેવામાં આવ્યો. લોકતંત્રની હત્યા થઈ છે. AIADMK પણ આ નિર્ણયનું સમર્થન કરી રહી છે જે નિંદનીય છે.
– ડો. સુબ્રમણ્યમ સ્વામીએ એક ટ્વીટમાં જણાવ્યું કે આજનો દિવસ એક મહાન દિવસ તરીકે યાદ રાખવામાં આવશે. આજે મને જે આશ્ચર્યજનક લાગ્યું તે એ હતું કે વિપક્ષને કાયદાની જાણકારી નથી.
– મુંબઇમાં શિવસેનાના કાર્યકરોએ આર્ટિકલ 370 દૂર થવાની ખુશીમાં મીઠાઇ વહેંચી હતી.
– #Article370 હટાવવા બદલ પાયલ રોહતગીએ PMનો આભાર માન્યો
– ભારતીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ સુરેશ (ભય્યાજી) જોશીએ મોદી સરકારને અભિનંદન આપ્યા છે.

* જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 દૂર કરાતા કેવી અસર પડશે? :

જમ્મુ-કાશ્મીરમાં ધારા 370 અને 35A દૂર કરી દેવાતા અહીંના નાગરિકોને તેની અંતર્ગત મળનારા તમામ વિશેષ અધિકારો ખતમ થઇ જશે.
1. મુખ્યત્વે જમ્મુ-કાશ્મીરના નાગરિકોને મળતી બેવડી નાગરિકતા દૂર થશે.
2. જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઓળખ મેળવશે. તેની પોતાની વિધાનસભા નહીં હોય.
3. જમ્મુ-કાશ્મીરને અલગ ધ્વજ હવેથી નહીં મળે.
4. અત્યાર સુધી જમ્મુ-કાશ્મીરમાં ભારતના રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્ર ચિહ્નનું અપમાન કરવાની બાબતને અપરાધ ગણવામાં આવતો ન હતો. 370 દૂર થતાં જ રાષ્ટ્ર ધ્વજ અને રાષ્ટ્ર ચિહ્નનું અપમાન હવેથી અપરાધ ગણાશે.
5. સુપ્રીમ કોર્ટના આદેશ હાલ જમ્મુ-કાશ્મીરમાં લાગુ પડતા નથી, હવેથી જમ્મુ-કાશ્મીરના નાગરિકોએ પણ સુપ્રીમ કોર્ટના આદેશ માનવા પડશે.
6. રક્ષા, વિદેશ, સંચારને સંલગ્ન બાબતોને બાદ કરતા અન્ય બાબતોમાં અત્યાર સુધી જમ્મુ-કાશ્મીર વિધાનસભાની સહમતી વિના કેન્દ્ર સરકાર કોઇ કાયદો લાગુ કરી શકતી નહી. હવેથી કોઇ પણ કાયદો લાગુ કરવા જમ્મુ-કાશ્મીર વિધાનસભાની મંજુરી લેવી પડશે નહીં.
7. વર્તમાન સમયમાં જમ્મુ-કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 6 વર્ષનો રહેતો હતો. કલમ 370 દૂર કરાતા હવે અન્ય રાજ્યોની જેમ જમ્મુ-કાશ્મીરની વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષનો જ રહેશે.
8. કલમ 370ને કારણે જમ્મુ-કાશ્મીરમાં હિન્દુ-સીખ લઘુમતીમાં હોવા છતાં તેમને 16 ટકા અનામતનો લાભ મળતો ન હતો. હવેથી આ લાભ મળવાનો શરૂ થઇ જશે.
9. બંધારણની કલમ 326 લાગુ પડશે. મતલબ કે અઢાર વર્ષથી વધુ ઉંમરના નાગરિકો મતદાન કરી શકશે.
* જમ્મુ-કાશ્મીરમાં ધારા 35-A દૂર કરાતા કેવી અસર પડશે? :
કલમ 35A અંતર્ગત જ જમ્મુ-કાશ્મીરમાં સ્થાયી નાગરિકતાના નિયમો અને નાગરિકોના અધિકાર નક્કી થાય છે. સંવિધાનની આ કલમ અંતર્ગત 14 મે, 1954 અથવા તેના પહેલા 10 વર્ષોથી રાજ્યમાં રહેનારા અને ત્યાં સંપત્તિ અર્જિત કરનારા લોકોને જ જમ્મુ-કાશ્મીરના સ્થાયી નાગરિક ગણવામાં આવ્યા છે. આવા સ્થાયી નાગરિકોને વિશેષ અધિકાર આપવામાં આવ્યા છે.
– સ્થાયી નિવાસીઓને જ રાજ્યમાં જમીન ખરીદવા, સરકારી નોકરી મેળવવા, સરકારી યોજનાઓનો લાભ મેળવાના અધિકાર મળેલા છે. અન્ય લોકો અથવા બહારના લોકોને અહીં આ અધિકાર પ્રાપ્ત થતા નથી.
– જમ્મુ-કાશ્મીરની કોઇ મહિલા ભારતના અન્ય કોઇ રાજ્યના વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેને જમ્મુ-કાશ્મીરમાં મળતા વિશેષાધિકાર છીનવાઇ જાય છે. જો કે પુરુષોની બાબતમાં આ લાગુ થતું નથી.
– હવે જમ્મુ-કાશ્મીરમાં કલમ 35A દૂર કરાતા આ નિયમો પણ બદલાઇ જશે.
1. હવેથી ભારત દેશનો કોઇ પણ નાગરિક જમ્મુ-કાશ્મીરમાં જમીન ખરીદી શકશે. સરકારી નોકરી કરી શકશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં પ્રવેશ મેળવી શકશે. શહેરી જમીન (ટોચમર્યાદા તથા નિયંત્રણ) ધારો, 1976 પણ લાગુ પડશે, કોઈ વ્યક્તિ મહત્તમ કેટલી જમીન ધરાવી શકે તે અંગે નિયંત્રણ લાગુ પડશે.
2. જમ્મુ-કાશ્મીરમાં મહિલાઓ અને પુરુષો વચ્ચેના અધિકારો મુદ્દે જોવા મળતા ભેદભાવ હવે ખતમ થઇ જશે.
3. કોઇ પણ વ્યક્તિ હવે કાશ્મીરમાં જઇને વસી શકશે.
આજે સત્તાવાર રીતે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતા પહેલા લોકોના મનમાં અનેક પ્રશ્નો હતા. કાશ્મીરમાં શું થઈ રહ્યું છે? શું મોદી સરકાર કાશ્મીરને લઈ કોઈ મોટો નિર્ણય લેવાની છે? આવા અનેક સવાલો હાલ દરેકનાં મનમાં વંટોળની જેમ ગૂંચવાઈ રહ્યાં હતા. જમ્મુ અને કશ્મીરમાં હજારોની સંખ્યામાં વધારાનાં સૈનિકોને તહેનાત કરી દેવામાં આવ્યાં છે. સાથે જ કેટલાક રાજકીય નેતાઓને પણ નજરકેદ કરવામાં આવ્યાં છે. ફોન બંધ કરી દેવામાં આવ્યાં છે, આર્ટિકલ 144 લાગું કરવામાં આવ્યો છે. તેવામાં દરેકની નજર જમ્મુ અને કાશ્મીર પર ટકેલી છે. આપને જણાવી દઈએ કે, જમ્મુ અને કાશ્મીરમાં આવી સ્થિતી કારગિલ બાદ પહેલીવાર નિર્માણ પામી છે. કારગિલ વખતે લેન્ડલાઈન બંધ કરવામાં નહોતી આવી પણ આ વખતે તેના પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

જાણો, ગત 24 કલાકમાં ક્યાં ક્યાં મોટા નિર્ણયો લેવાયા :

– શ્રીનગર અને જમ્મુમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા કલમ 144 લાગુ કરવામાં આવી છે. સામાન્ય લોકોને બહાર ન નિકળવા માટે જણાવાયું છે. લોકોને એક સાથે જૂથમાં બહાર નિકળવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
– આખી ઘાટીમાં મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પહેલા મોબાઈલ સેવા અને હવે લેંડલાઈન પર પણ પ્રતિબંધ લગાવાયો છે. જ્યારે સુરક્ષા અધિકારીઓને સેટેલાઈટ ફોન આપવામાં આવ્યાં છે. જેથી કોઈ પણ પ્રકારની સ્થિતિને સંભાળી શકાય.
– એક માત્ર જમ્મુમાં જ સીઆરપીએફની 40 કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. આ પહેલા કાશ્મીરમાં હજારોની સંખ્યામાં સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા હતા.
– જમ્મુ-કાશ્મીરમાં તમામ સ્કૂલ-કોલેજોને બંધ કરવામાં આવ્યાં છે. 5 ઓગસ્ટના રોજ યુનિવર્સિટીમાં યોજાનાર પરીક્ષાને પણ આગલા આદેશ સુધી રોકવામાં આવી છે.
– ઘાટીમાંથી પ્રવાસીઓને પોતાના ઘરે પરત ફરવા જણાવાયું છે. પાછલા 24 કલાકોમાં 6000થી વધુ પ્રવાસીઓ કાશ્મીર છોડી બહાર નિકળી ગયા છે. સરકારના આદેશ પર એરલાઈન્સે પણ પોતાના ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યો નથી.
– મોડી રાત્રે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહબુબા મુફ્તિ, પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લા અને સજ્જાદ લોનને નજરકેદ કરવામાં આવ્યા છે. બંને નેતાઓએ રાત્રે ટ્વીટર દ્વારા આ અંગે જાણકારી આપી હતી. બંને નેતાઓ સતત ટ્વિટરનાં માધ્યમથી એ અપિલ કરી રહ્યાં હતા કે, સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે કાશ્મીરમાં શું થઈ રહ્યું છે.
-રાજકીય ગરમાગરમી વચ્ચે જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે મોડી રાત્રે સુરક્ષા વ્યવસ્થાને લઈ એક બેઠક બોલાવી હતી. તેઓએ ડીજીપી, મુખ્ય સચિવ સહિત અન્ય અધિકારીઓ સાથે મળી રાજ્યની સ્થિતિ તાગ મેળવ્યો હતો.
– જમ્મુ-કાશ્મીરમાં હલચલ વચ્ચે આજે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ છે. સામાન્ય રીતે કેબિનેટ બેઠક બુધવારે હોય છે, પરંતું રાજકીય હલચલને જોતા પ્રધાનમંત્રી નિવાસસ્થાને મળનાર આ બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે.
– જમ્મુ-કાશ્મીરને લઈ સોશિયલ મીડિયામાં સતત અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. પણ સરકારે આવી અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવાયું છે.
– રાજકીય બેડામાં હલચલ મચી છે કે, કેન્દ્ર સરકાર અનુચ્છેદ 35એ અથવા આર્ટિકલ 370 પર કોઈ મોટો લે તેવી શક્યતા છે. જો કે હાલ સરકાર તરફથી તેને લઈ કોઈ નિવેદન આવ્યું નથી.

શું છે આર્ટિકલ 35A? :

– આર્ટિકલ 35A દ્વારા જમ્મુ-કાશ્મીરની સરકારને અધિકાર મળ્યો છે કે, તે કોને પોતાના સ્થાયી નિવાસી માને અને કોને નહિ.
– જમ્મુ કાશ્મીર સરકાર એ લોકોને સ્થાયી નિવાસી માને છે જે 14 મે, 1954થી પહેલા કાશ્મીરમાં નિવાસ કરે છે.
– કાશ્મીરનાં રહેતા લોકોને જમીન ખરીદવા, રોજગાર મેળવવા અને સરકારી યોજાનાઓમાં વિશેષ અધિકારો મળ્યા છે.
– દેશનાં અન્ય કોઈ રાજ્યનો નાગરિક જમ્મુ કાશ્મીરમાં જઈ સ્થાયી નિવાસીના રૂપે ત્યાં રહી શકતો નથી. તેમજ તે જમ્મુ કાશ્મીરમાં ન તો જમીન ખરીદી શકે છે. કે ના તો રાજ્ય સરકારને તેને નોકરી આપી શકે છે.
– જો જમ્મુ કાશ્મીરની મહિલા ભારતના અન્ય કોઈ રાજ્યના વ્યક્તિ સાથે લગ્ન કરે તો તેના બાળકોનો પ્રોપર્ટી અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. ઉમર અબ્દુલ્લાના નિકાહ ગેર કાશ્મીરી મહિલા સાથે થયા હતા. પરંતું તેનાં બાળકોને તમામ અધિકારો મળ્યા છે. જ્યારે અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલ્લાના નિકાહ ગેર કાશ્મીરી વ્યક્તિ સાથે થયા હોવાથી તેના બાળકોને સંપતિના અધિકારથી વંચિત રાખવામાં આવ્યાં હતા.
સંવિધાનના અનુચ્છેદ 370 અંતર્ગત અનુચ્છેદ 35A જોડવામાં આવ્યો હતો
– અનુચ્છેદ 35Aનાં લીધે જમ્મુ કાશ્મીરના નાગરિકો પાસે બેવડી નાગરિકતા છે.
– અનુચ્છેદ 370નાં લીધે જમ્મુ કાશ્મીરમાં અલગ ધ્વજ અને સંવિધાન લાગું છે.
– આર્ટિકલ 370નાં કારણે કાશ્મીરમાં વિધાનસભાનો કાર્યકાળ 5 વર્ષના બદલે 6 વર્ષનો છે. જ્યારે અન્ય રાજ્યોમાં તે 5 વર્ષ છે.
– આર્ટિકલ 370નાં લીધે ભારતીય સંસદ પાસે જમ્મુ-કાશ્મીરને લઈ કાયજો બનાવવાનાં ખૂબ જ સિમિત અધિકારો છે.
– સંસદમાં પસાર થયેલા કાયદા જમ્મુ કાશ્મીરમાં તરત લાગુ નથી થઈ શકતા. શિક્ષણનો અધિકાર, સુચનાનો અધિકાર, મની લોન્ડ્રીંગ વિરોધી કાયદો, કાળુનાંણું વિરોધી કાયદો અને ભ્રષ્ટાચાર વિરોધી કાયદો કાશ્મીરમાં લાગું નથી. તેથી અહીં ન તો અનામત મળે છે કે ન તો ન્યુનતમ વેતનનો કાયદો લાગુ પડે છે.
Dailyhunt

#Article35A & #Article370 શુ છે અને શા માટે એના પર આટલો વિવાદ થઈ રહ્યો છે આવો જાણીએ…

Standard

#Article35A & #Article370 શુ છે અને શા માટે એના પર આટલો વિવાદ થઈ રહ્યો છે આવો જાણીએ…

આઝાદી પછી વર્ષ 1954 મા લોકસભાની અંદર કોઈપણ ખરડો પાસ કર્યા વગર સરકાર દ્રારા પ્રત્યક્ષ રાષ્ટ્રપતિની મંજૂરીથી જમ્મુ કશ્મીર ને વિશેષ રાજ્ય નો દરજ્જો પ્રદાન કરતી #કલમ35A જોડવામા આવી.

#કલમ35A એટલે જમ્મુ કશ્મીર મા વર્ષ 1954 કે એના 10 વર્ષ પહેલા થી ત્યા સ્થાયી લોકો સિવાય કોઈપણ અન્ય રાજ્ય નો વ્યકિત ત્યા જમીન ખરીદી શકતો નથી, ત્યાંની કોઈપણ સરકારી નોકરી મા લાભ મેળવી શકતો નથી, અને જમ્મુ કશ્મીર વિધાનસભા / લોકસભા ચૂંટણીઓ મતદાન પણ આપી શકતા નથી.

આવી જ જોગવાઈઓ #કલમ370 મા છે જેમા જમ્મુ કશ્મીર ભારતનો જ એક ભાગ હોવા છતા ભારતનુ સંવિધાન એને લાગુ પડતુ નથી અને પોતાનો અલગ જ ઝંડો છે, અને પોતાના રાજ્ય નુ એક અલગ જ સંવિધાન.
#કલમ370 પર ક્યારેક નિરાંતે આર્ટિકલ લખીશ..

(ભારત નુ જ રાજ્ય હોવા છતા અન્ય રાજ્ય ના લોકો ત્યા સ્થાયી થઈ શકતા નથી કે ન તો ત્યા જમીન ખરીદી શકે છે કે ન તો વ્યવસાય કે રોજગાર કરી શકે છે, તેમજ ભારત નુ સંવિધાન કે એના કાયદાઓ લાગુ પડતા નથી )

#કલમ35A 1952 મા જમ્મુ કશ્મીર ને વિશેષ દરજ્જો મળી રહે એ હેતુ થી સંવિધાન મા જોડવામા આવેલ #કલમ370 નો જ એક ભાગ છે.. જેને સંવિધાન મા લોકસભા મા ખરડો પાસ કર્યા વગર જ પ્રત્યક્ષ એ સમય ના રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદના હસ્તાક્ષર થી જ લાગુ કરવામા આવી હતી.

( જમ્મુ કશ્મીર ના અલગાવવાદી નેતાઓ #કલમ35A હટશે તો ત્યાના નાગરિકો ના હક્ક છીનવાશે એવો દુષ્પ્રચાર કરી રહ્યા છે, હકીકત મા #કલમ35A હટશે તો અન્ય રાજ્ય ના લોકો ત્યા રોકાણો કરી શકશે જેનાથી જમ્મુ કશ્મીર મા ઉધોગ, ટુરિઝમ, વ્યવસાય અને રોજગારી ના અવસરો પેદા થશે જેનો લાભ જમ્મુ કશ્મીર ના સ્થાયી લોકોને જ મળશે)

#કલમ35A ભારતીય નાગરિકો વચ્ચે ભેદભાવ પેદા કરે છે એવી અરજી થોડા સમય પહેલા સુપ્રિમ કોર્ટ મા થયેલ છે જે યાચીકા પર કોર્ટ નુ જજમેન્ટ બાકી છે, એક જ દેશના નાગરિક હોવા છતા અન્ય રાજ્યના લોકો જમ્મુ કશ્મીર મા સ્થાયી ન થઈ શકે એ એક પ્રકારનો ભેદભાવ જ કહી શકાય.

હવે વિચારો જે રાજ્ય આપણા દેશ નો જ એક ભાગ હોવા છતા આપણુ #સંવિધાન ન ચાલતુ હોય કે ત્યાના #અલગાવવાદી નેતાઓ અલગ થવાની માંગણીઓ કરતા હોય શુ એ ચલાવી લેવાય ?

જમ્મુ કશ્મીર અને ત્યાના લોકોની સુરક્ષા માટે દર વર્ષે દેશના બજેટ ના કરોડો રૂપિયા ખર્ચાતા હોય અને દેશના સેંકડો જવાનો દર વર્ષે #શહીદ થતા હોય શુ એવા #અલગાવવાદી નેતાઓ ની મનમાની ચલાવી લેવાય ?

#ભારત દેશના જ પૈસે ખાઈપીને તાગડધીના કરતા અને #પાકિસ્તાન પાસે જઈને આઝાદી ઝખતા #અલગાવવાદી નેતાઓને #છૂટછાટ અપાય ??

આઝાદી ના 70 વર્ષો મા જે ક્યારેય ન થયુ હોય એ કદાચ હવે થઇ શકે છે… જો આવુ કઈ થશે તો #આતંકવાદ #પથ્થરબાજી #અલગાવવાદ #આઝાદી ના નામે દેશમા જ ભાગલા પાડો જેવી નીતિઓ સમાપ્ત થશે..

રાજકારણ ને બાજુમા મૂકીને દેશની #અખંડિતતા માટે #370 કલમ હટાવાના #મોદીસરકાર આજના નિર્ણય ને સમર્થન આપીને આવો આપણે કરોડો #દેશવાસીઓ #પ્રધાનમંત્રી, #ભારતીયસેના નુ મનોબળ વધારીએ..

By Rajput yuva

ભારતમાતાકીજય🙏🏻🙏🏻🙏🏻🙏🏻

હ્યુ. એન. સંગ અને નાલંદા વિશ્વવિદ્યાલય

Standard

જાણી અજાણી વાતો –

જાણી અજાણી વાતો…ઇતિહાસ , સાહિત્ય અને વર્તમાન ને અનુલક્ષી ને.

◆ નાલંદાની સાચી માહિતીઓ મેળવવા આપણે હ્યુંએનસંગના લખાણો ઉપર આધાર રાખવો પડે છે.

◆ ચીનનો એક બૌદ્ધ ભિક્ષુક ચીનના હેનાન પ્રાંતમાં ઈ.વ. ૬૦૨ માં જન્મ્યો. તેના પહેલાના ચીની યાત્રાળુ ફાહિયાનની માહિતીઓની ખરાઈ કરવા ભારતનો પ્રવાસ કરવાનું મન બનાવી લીધું.

◆ ભારતનો પ્રવાસ કરવા  ચીનથી મધ્ય એશિયા થઈને ઉત્તરના ખેબર ઘાટથી પસાર થવું પડતું. ઉત્તરમાં કાશ્મીર, પશ્ચીમમા સૌરાષ્ટ્ર, અને વલભીપુર, પૂર્વમાં કામરૂપ, દક્ષિણમાં મલકોટા વગેરે સ્થળોએ બુદ્ધના મઠો હતા. હ્યુંએનસંગને સમ્રાટ હર્ષવર્ધન અને ભાસ્કરવર્ધન સાથેના સબંધોએ બહુ ખ્યાતી અપાવી.

◆ હ્યુંએનસંગ કન્ફ્યુંશીયસ સંપ્રદાયનો હતો. નાનપણથી  બૌદ્ધ સાધુ પ્રત્યે આકર્ષણ હતું. ઈ.સ.૬૨૨ માં સુઈ વંશના રાજાના પતન પછી તેના ભાઈ સાથે પલાયન થઈ ટાંગ વંશની રાજધાની ચાંગાનમાં વસ્યા, ત્યાંથી ચાંગડું ગયા. ઈ.સ. ૬૨૨ માં પૂર્ણપણે બૌદ્ધ સાધુ બની ગયો.

◆ સંસ્કૃતનો અભ્યાસ કરવા ભારત જવાનું મન બનાવી લીધું.ચાંગડુંમાં બૌદ્ધ ધર્મની યોગકાર શાખાનો અભ્યાસ કર્યો.

◆ ઈ.સ. ૬૨૯ માં ટાંગ સમ્રાટ ટાઇઝિંગ અને ગોકતુર્ક વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ભારત જવાની પરમીશન માંગી પણ ન મળી. હ્યુંએનસંગ પલાયન થઈ ગોબીનું રણ ઓળંગી ઈ.સ.૬૩૦મા ટુપાર્ણના રાજાને મળ્યો.

◆ રાજાએ પ્રવાસ માટે મદદ કરી. પશ્ચિમ તરફ જતાં લુંટારુઓને થાપ આપી કારાશહર પહોંચ્યો. બેદલ પાસને વટાવી કિર્ગીસ્તાન પહોંચ્યો. ગોક્તુર્કના ખાનને મળ્યો. ત્યાંથી નૈઋત્યમાં તાશ્કંદ, ઉઝબેકિસ્તાન થઈ રણ ઓળંગી સમરકંદ પહોંચ્યો. દક્ષિણ તરફ અમુદારીયા અને તમ્રેજ પહોંચી બૌદ્ધ સાધુઓને મળ્યો.

◆ ત્યાંથી પૂર્વમાં કુંડુજ ગયો. ત્યાં સાધુ ધર્મસિંહને મળ્યો. પશ્ચિમે બાલ્ખ હાલનું અફગાનીસ્તાનમાં બૌદ્ધ ધર્મ સ્થળો જોયા. ત્યાના નવવિહારને પશ્ચિમના છેવાડાનું સ્થાન ગણાવ્યું.

◆ ત્યાં પ્રાજ્ઞાનકારા નામના સાધુ પાસે ભણ્યો. ત્યાં  અગત્યનો ગ્રંથ ‘મહાવિભાસ’ નો અનુવાદ ચીની ભાષામાં કર્યો.

◆ હવે તે બનીયન પહોંચ્યો. ત્યાના રાજાને મળે છે. મહાયાન સંપ્રદાય સિવાયના સાધુઓને મળે છે. ત્યાં જોયેલી બુદ્ધની બે મહાન મૂર્તિઓનું તેને અદભૂત વર્ણન કર્યું છે.

◆ હાલમાં આ મૂર્તિઓ તાલીબાને તોડી નાખી છે. હાલના કાબુલની ઉત્તરે કાપસી પહોંચે છે.  કાપસી એ જ મહાભારત વખતનું ગાંધાર.

◆ ત્યાં જૈન અને હિંદુ સાધુઓને પહેલી વખત મળે છે. ત્યાંથી આદીનાપુર હાલનું જલાલાબાદ પહોંચે છે.

◆ અહી તે ભારત પહોંચ્યો હોવાનું અનુભવે છે. ત્યાંથી હુન્ઝા અને ખેબર ઘાટ ઓળંગી ગાંધારની જૂની રાજધાની પુરુશપુર હાલનું પેશાવર પહોંચે છે. ત્યાં ઘણા સ્તુપો જોવે છે.

◆ સમ્રાટ કનિષ્કએ બનાવેલા સ્તુપો ખાસ હતા. ડી.બી. સ્પૂનર નામના એક સંશોધકે ઈ.સ. ૧૯૦૮ માં હ્યુંએનસંગના વર્ણન પરથી પેશાવરમાં સ્તુપો શોધ્યા હતા.

◆ હ્યુંએનસંગે કાળજી પૂર્વકના અદભૂત વર્ણનો કરેલાં છે.  સ્વાત ખીણ, બુનેર ખીણ વગેરે સિંધુ નદી પાર કરે છે. તે તક્ષશિલા, કાશ્મીર જાય છે,

◆ ત્યાં અતિ વિદ્યવાન સંઘયાસને મળે છે. દોઢ વર્ષ વિનીતપ્રભ, ચન્દ્રવરમાન, અને જયગુપ્તાની સાથે અભ્યાસ કરે છે.

◆ હ્યુ.એન.સંગ બુદ્ધની સભાના વર્ણનનો અભ્યાસ કરે છે. આ વર્ણનો કુશાણ સમ્રાટ કનિષ્ટના કરેલા છે. ચીનીઓટ અને લાહોર વિશે લખે છે.

◆ આગળ ચાલતાં જલંધર, કુલુવેલી, મથુરા, યમુનાનદી, માતીપુરાથી ગંગા નદી પાર કરે છે. ત્યાં મિત્રસેન પાસે ભણે છે.

◆ કન્નોજ હર્ષવર્ધનની રાજધાની, અયોધ્યા, કોશામ્બી, દક્ષિણ નેપાળના તરાઈ, કપિલવસ્તુ અને બુદ્ધનું જન્મ સ્થળ લુબીનીથી, બુદ્ધનું મૃત્યુ સ્થળ કુશીનગર, સારનાથ, વારણાસી,  વૈશાલી, પાટલીપુત્ર, બોધગયા, નાલંદા જ્યાં બે વર્ષ રહ્યો.

◆ ત્યાં અનેક વિદ્યવાનો સાથે સંપર્કમાં આર્યો. તર્કશાસ્ત્ર, વ્યાકરણ, સંસ્કૃતનો અભ્યાસ કર્યો. શીલભદ્રને મળે છે.

◆ મહાયાન સંપ્રદાયના પ્રણેતા અસંગ, વસુબંધુ, હિન્ગરા, ધર્મપાલ જેવાઓ બુદ્ધનું તત્વજ્ઞાન આપે છે.

◆ અહી હ્યુએનસંગ સિદ્ધિ નામનો ગ્રંથ લખે છે.
ભારતથી પાછા ફરતા ૬૫૭ થી વધારે ગ્રંથો અને અગણિત બીજું સાહિત્ય લઈ જાય છે.

◆ હ્યુંએન્સંગનો મુખ્ય હેતુ યોગકારા ને આત્મસાત કરવાનો હતો.

◆ ભારત પર હ્યુંએન્સંગના ઘણા ઉપકાર છે.

◆ નાલંદા નામની અતિ પ્રાચીન વિશ્વવિદ્યાલય આપણે ભૂલી ગયા છીએ.

◆ નાલંદાની સાચી માહિતીઓ મેળવવા આપણે હ્યુંએનસંગના લખાણો ઉપર આધાર રાખવો પડે છે. લ્હાસાના પોટલા પેલેસમાં અનેક ગ્રંથો બહુ સાચવીને રખાયા છે.

◆ બખાત્યાર ખીલજીએ નાલંદાની લાયબ્રેરીનો નાશ કર્યો તે વખતે અમુક સાધુઓ કેટલાક ગ્રંથો લઈને તિબેટ ભાગી ગયા હતા.

◆ તેમના આ ગ્રંથો છે. દિલ્હીનો લોહ્સ્તંભને હજુ કાટ લાગતો નથી તે નાલંદાના શાસ્ત્રોની થીયરીથી બનેલો છે.

◆ હજારો વર્ષ જુની આપણી વિશ્વવિખ્યાત વિશ્વવિદ્યાલયનો અદ્ભૂત નમુનો છે.
સાભાર :- અંકિત પરમાર

ભારત-પાકિસ્તાન : યુધ્ધ ‘૭૧

Standard

આજે કેટલાને યાદ છે કે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુધ્ધને ૨૦૨૧માં ૫૦ વર્ષ પૂર્ણ થાય છે….! એટલે કે ૨૦૨૧એ ભારત માટે યુધ્ધ ‘૭૧ની સુર્વણજયંતિ હશે. આવો એક ઝાંખી નાખીએ એ યુધ્ધની યાદો પર કે જેણે પાકિસ્તાન નામક દૈત્યના બે ફાડિયા કરી નાખેલા અને એ જ વખતે ભારતમાં લગભગ ૯૦,૦૦૦ જેટલાં શરણાર્થીઓ બાંગ્લાદેશથી આવેલા. કારણ કે પાકિસ્તાનની આર્મી દ્વારા તેના પર થતો અત્યાચાર હિટલરની નાઝી આર્મી બર્બરતાને પણ આંટી જાય તેવો હતો.

આ યુધ્ધ એપ્રિલ, ૧૯૭૧માં શરૂ થયેલું કે જ્યારે પાકિસ્તાને ભારતના પશ્ચિમ બાજુના અગિયાર હવાઇ મથકો પર આક્રમણ કરેલું. વળી,આ જ વખતે ઉપર કહ્યાં મુજબ ૯૦ હજાર જેટલાં પૂર્વ પાકિસ્તાનના શરણાર્થીઓ ભારતમાં ઘુસી આવેલા કારણ કે તેઓ પર પાકિસ્તાન આર્મી દ્વારા અતિશય અત્યાચાર થતો હતો, જે “ઓપરેશન સર્ચલાઇટ”ના આધિપત્યમાં થતો હતો. માટે,ભારતને યુધ્ધના ધોરણે કામગીરી કરવી આવશ્યક હતી.

૨૬ નવેમ્બરના રોજ ભારતના લશ્કરે બાંગ્લાદેશ અર્થાત્ એ વખતના પૂર્વ પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો. પાકિસ્તાનને હતું કે ભારતની આ અવળચંડાઇનો વિરોધ કરવા અને પોતાને સમર્થન કરવા અમેરીકા કે ચીન મેદાને ઉતરશે. અને નહિ તો સંયુક્ત રાષ્ટ્રસંઘ તો હસ્તક્ષેપ કરશે જ….! પણ બદનસીબે એ વખતે તરત તો એવું કાંઇ ન થયું અને હતાશ પાકિસ્તાનને વળ ખાઇને પણ ૩ ડિસેમ્બર,૧૯૭૧ના રોજ મેદાને ઉતરવું પડ્યું. ભારતના હવાઇહુમલા અને અન્ય લશ્કર દ્વારા તેને ભારેખમ પ્રહારો ખમવાનો વારો આવ્યો. શ્રીમતી ઇંદિરા ગાંધીનું લોખંડી મનોબળ પણ ભારતીય સૈન્યની તાકાત ક્ષમતા વધારવા માટે કાફી હતું.

ભારતે તેની આક્રમક અને કુટનીતીવાન રણનીતિને પરિણામે પોતાના ૨,૦૦૦ સૈનિકના બદલામાં પાકિસ્તાનના ૬,૦૦૦ સૈનિકોને રોળી નાખ્યાં. ભારતે પાકિસ્તાનને કમરતોડ ફડકો માર્યો હતો. આ દિવસો પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી એકદમ શાંત નજર આવતા હતાં. કદાચ તેઓ એમ માનતા હોય કે આ યુધ્ધ ભારત માટે વિજયી જ છે…! યુધ્ધના એક દિવસ પછી તેઓ તેમના ઘરના બિસ્તરની ચાદર ખુદ બદલતાં જોવામાં આવ્યા હતાં અને અન્ય એક દિવસે પોતાના ઘરની સાફસફાઇ પણ પોતે જ કરતા નજરે ચડ્યાં હતાં….! આ વાત તેમના અંગત ડોક્ટર કે.પી.માથુરે પોતાના પુસ્તકમાં લખી છે. પોતે કામનો તણાવ દુર કરવા આવું કરતા હોય તો કોણ જાણે….!

ઉલ્લેખનીય છે કે,એ વખતે ગુજરાતના સપૂત એવા ફિલ્ડ માર્શલ માણેકશા એ પણ સૈન્યની અદ્ભુત રીતે દોરવણી કરી હતી. ભારતને યુનોનો સહકાર હતો. જેથી કરીને પાકિસ્તાન અને તેનું સમર્થન કરતાં ચીન અને રશયાને નાથી શકાય. ઉપરાંત વધતે ઓછે અંશે અમેરીકા પણ આમાં શામેલ હતું. ચીન દ્વારા ભારત પર દબાણ લાવવા માટે યુધ્ધવિરામ રેખાનો આ સમયમાં ભંગ કરવામાં આવેલ હતો. પણ આખરે ચીનને પણ ઝુકવું પડ્યું. અને ભારત તેનું લક્ષ્ય હાંસલ કરવામાં કારગત નીવડ્યું.

૪ ડિસેમ્બર,૧૯૭૧ના રોજ અને સત્તાવાર રીતે યુધ્ધ શરૂ થયાના એક દિવસ પછી પાકિસ્તાનના હદયસમા કરાંચી બંદર પર ભારતે હવાઇ આક્રમણ કર્યું. આ આક્રમણે પાકિસ્તાનની નૌકાસૈન્યની મોટાભાગની તાકાતનો ખુરદો બોલાવી દીધો. પાકિસ્તાનના બ્રહ્માસ્ત્ર જેવા PNS ખૈબર અને PNS મુહાફિઝ યુધ્ધજહાજોના ભારતે રીતસર “ભુક્કા” બોલાવી નાખ્યા, જ્યારે PNS શાહજહાં ગંભીર રીતે ઘાયલ થયું….!

ભારત દ્વારા આ યુધ્ધ જીતાયું તેનું મુખ્ય કારણ બાંગ્લાદેશના પ્રજાજનોનો પાકિસ્તાન તરફનો અસંતોષ હતો. ત્યાંના સ્વાતંત્ર્ય સેનાનીઓ પાકિસ્તાન આર્મી સામે ઝુંબેશો કરતા. યુધ્ધ પહેલાં ભારતે આ સૈનિકોને ભારતની વિવિધ સૈન્ય શિબીરોમાં પ્રશિક્ષિત કર્યા હતાં. જે આગળ જતાં “મુક્તિવાહિની”ના સેનાનીઓ તરીકે ઓળખાયા. જેમણે ભારતીય સેનાના પૂર્વીય કમાન્ડના આદેશાનુસાર બાંગ્લાદેશમાં સ્વાતંત્ર્ય લડત ચલાવી હતી. આ યુધ્ધમાં ભારતની જાસુસી સંસ્થા RAW [રીસર્ચ એન્ડ એનાલીસિસીસ વિંગ] નું પણ અતિ મહત્વનું યોગદાન હતું. તેમની જાસુસી પ્રવૃતિઓને લીધે જ ભારતે જ્વલંત વિજય હાંસલ કરેલો.

આ યુધ્ધ ઇતિહાસના સૌથી ટુંકાં યુધ્ધો પૈકીનું એક હતું જે માત્ર ૧૩ દિવસ ચાલ્યું હતું….! અને આ તેર દિવસમાં ભારતે પાકિસ્તાનના લશ્કરને ધોબીપછાડ આપી પરીણામે ઢાકામાં પાકિસ્તાનના પૂર્વીય કમાન્ડના અધિકારી એવા લેફટનન્ટ કર્નલ એ.કે.નિયાઝીને ભારતના લેફટનન્ટ જનરલ જગજીતસિંહ અરોડા સમક્ષ શરણાગતીના દસ્તાવેજો પર સહી કરવાની ફરજ પડી. અને પરિણામે નવા રાષ્ટ્રરૂપે “બાંગ્લાદેશ”નો જન્મ થયો.

આના પરિણામે પાકિસ્તાન દ્વારા આંતરરાષ્ટ્રીય માર્ગે ભારતમાં થતી દખલગીરી અને બાંગ્લાદેશના પ્રજાજનોની સહનશીલતાનો અંત આવ્યો. ભારત પોતાની અવિસ્મરણીય વિરતાને ક્યારેય નહિ ભુલે. સલામ છે ભારતના વીર જાંબાજ જવાનોને….!

भारत का संक्षिप्त इतिहास History of India

Standard

खुद जाने और शेयर भी करें ….
भारत का राष्ट्रीय ध्वज – तिरंगा
भारत का राष्ट्रीय गान – जन-गन-मन
भारत का राष्ट्रीय गीत – वन्दे मातरम्
भारत का राष्ट्रीय चिन्ह – अशोक स्तम्भ
भारत का राष्ट्रीय पंचांग – शक संवत
भारत का राष्ट्रीय वाक्य – सत्यमेव जयते
भारत की राष्ट्रीयता – भारतीयता
भारत की राष्ट्र भाषा – हिंदी
भारत की राष्ट्रीय लिपि – देव नागरी
भारत का राष्ट्रीय ध्वज गीत – हिंद देश
का प्यारा झंडा
भारत का राष्ट्रीय नारा – श्रमेव जयते
भारत की राष्ट्रीय विदेशनीति -गुट निरपेक्ष
भारत का राष्ट्रीय पुरस्कार – भारत रत्न
भारत का राष्ट्रीय सूचना पत्र – श्वेत पत्र
भारत का राष्ट्रीय वृक्ष – बरगद
भारत की राष्ट्रीय मुद्रा – रूपया
भारत की राष्ट्रीय नदी – गंगा
भारत का राष्ट्रीय पक्षी – मोर
भारत का राष्ट्रीय पशु – बाघ
भारत का राष्ट्रीय फूल – कमल
भारत का राष्ट्रीय फल – आम
भारत की राष्ट्रीय योजना – पञ्च वर्षीय योजना
भारत का राष्ट्रीय खेल – हॉकी
भारत की राष्ट्रीय मिठाई – जलेबी
भारत के राष्ट्रीय पर्व 26 जनवरी (गणतंत्र दिवस) और 15 अगस्त (स्वतंत्रता दिवस)

भारत का संक्षिप्त इतिहास

image

563 : गौतम बुद्ध का जन्‍म

540 : महावीर का जन्‍म

327-326 : भारत पर एलेक्‍जेंडर का हमला। इसने भारत और यूरोप के बीच एक भू-मार्ग खोल दिया

313 : जैन परंपरा के अनुसार चंद्रगुप्‍त का राज्‍याभिषेक

305 : चंद्रगुप्‍त मौर्य के हाथों सेल्‍युकस की पराजय

273-232 : अशोक का शासन

261 : कलिंग की विजय

145-101 : एलारा का क्षेत्र, श्रीलंका के चोल राजा

58 : विक्रम संवत् का आरम्‍भ

78 : शक संवत् का आरम्‍भ

120 : कनिष्‍क का राज्‍याभिषेक

320 : गुप्‍त युग का आरम्‍भ, भारत का स्‍वर्णिम काल

380 : विक्रमादित्‍य का राज्‍याभिषेक

405-411 : चीनी यात्री फाहयान की यात्रा

415 : कुमार गुप्‍त-1 का राज्‍याभि‍षेक

455 : स्‍कंदगुप्‍त का राज्‍याभिषेक

606-647 : हर्षवर्धन का शासन

712 : सिंध पर पहला अरब आक्रमण836 : कन्‍नौज के भोज राजा का राज्‍याभिषेक

985 : चोल शासक राजाराज का राज्‍याभिषेक

998 : सुल्‍तान महमूद का राज्‍याभिषेक

1000 से 1499

1001 : महमूद गजनी द्वारा भारत पर पहला आक्रमण, जिसने पंजाब के शासक जयपाल को हराया था

1025 : महमूद गजनी द्वारा सोमनाथ मंदिर का विध्‍वंस

1191 : तराई का पहला युद्ध

1192 : तराई का दूसरा युद्ध

1206 : दिल्‍ली की गद्दी पर कुतुबुद्दीन ऐबक का राज्‍याभिषेक

1210 : कुतुबुद्दीन ऐबक की मृत्‍यु

1221 : भारत पर चंगेज खान का हमला (मंगोल का आक्रमण)

1236 : दिल्‍ली की गद्दी पर रजिया सुल्‍तान का राज्‍याभिषेक

1240 : रजिया सुल्‍तान की मृत्‍यु

1296 : अलाउद्दीन खिलजी का हमला

1316 : अलाउद्दीन खिलजी की मृत्‍यु

1325 : मोहम्‍मद तुगलक का राज्‍याभिषेक

1327 : तुगलकों द्वारा दिल्‍ली से दौलताबाद और फिर दक्‍कन को राजधानी बनाया जाना

1336 : दक्षिण में विजयानगर साम्राज्‍य की स्‍थापना

1351 : फिरोजशाह का राज्‍याभिषेक

1398 : तैमूरलंग द्वारा भारत पर हमला

1469 : गुरुनानक का जन्‍म

1494 : फरघाना में बाबर का राज्‍याभिषेक

1497-98 : वास्‍को-डि-गामा की भारत की पहली यात्रा (केप ऑफ गुड होप के जरिए भारत तक समुद्री रास्‍ते   की खोज)

1500 से 1799

1526 : पानीपत की पहली लड़ाई, बाबर ने इब्राहिम लोदी को हराया- बाबर द्वारा मुगल शासन की स्‍थापना

1527 खानवा की लड़ाई, बाबर ने राणा सांगा को हराया

1530 : बाबर की मृत्‍यु और हुमायूं का राज्‍याभिषेक

1539 : शेरशाह सूरी ने हुमायूं का
हराया और भारतीय का सम्राट बन गया

1540 : कन्‍नौज की लड़ाई

1555 : हुमायूं ने दिल्‍ली की गद्दी को फिर से हथिया लिया

1556 : पानीपत की दूसरी लड़ाई

1565 : तालीकोट की लड़ाई

1576 : हल्‍दीघाटी की लड़ाई- राणा प्रताप ने अकबर को हराया

1582 : अकबर द्वारा दीन-ए-इलाही की स्‍थापना

1597 : राणा प्रताप की मृत्‍यु

1600 : ईस्‍ट इंडिया कंपनी की स्‍थापना

1605 : अकबर की मृत्‍यु और जहाँगीर का राज्‍याभिषेक

1606 : गुरु अर्जुन देव का वध

1611 : नूरजहाँ से जहांगीर का विवाह

1616 : सर थॉमस रो ने जहाँगीर से मुलाकात की

1627 : शिवाजी का जन्‍म और जहांगीर की मृत्‍यु

1628 : शाहजहां भारत के सम्राट बने

1631 : मुमताज महल की मृत्‍यु

1634 : भारत के बंगाल में अंग्रेजों को व्‍यापार करने की अनुमति दे दी गई

1659 : औरंगजेब का राज्‍याभिषेक, शाहजहाँ को कैद कर लिया गया

1665 : औरंगजेब द्वारा शिवाजी को कैद कर लिया गया

1680 : शिवाजी की मृत्‍यु

1707 : औरंगजेब की मृत्‍यु

1708 : गुरु गोबिंद सिंह की मृत्‍यु

1739 : नादिरशाह का भारत पर हमला

1757 : प्‍लासी की लड़ाई, लॉर्ड क्‍लाइव के हाथों भारत में अंग्रेजों के राजनीतिक शासन की स्‍थापना 1761पानीपत की तीसरी लड़ाई, शाहआलम द्वितीय भारत के सम्राट बने

1764 : बक्‍सर की लड़ाई

1765 : क्‍लाइव को भारत में कंपनी का गर्वनर नियुक्‍त किया गया

1767-69 : पहला मैसूर युद्ध

1770 : बंगाल का महान अकाल

1780 : महाराजा रणजीत सिंह का जन्‍म

1780-84 : दूसरा मैसूर युद्ध

1784 : पिट्स अधिनियम

1793 : बंगाल में स्‍थायी बंदोबस्‍त

1799 : चौथा मैसूर युद्ध- टीपू सुल्‍तान की मृत्‍यु

1800 – 1900संपादित करें

1802 : बेसेन की संधि

1809 : अमृतसर की संधि

1829 : सती प्रथा को प्रतिबंधित किया गया

1830 : ब्रह्म समाज के संस्‍थापक राजाराम मोहन राय की इंग्‍लैंड की यात्रा

1833 : राजाराम मोहन राय की मृत्‍यु

1839 : महाराजा रणजीत सिंह की मृत्‍यु

1839-42 : पहला अफगान युद्ध

1845-46 : पहला अंग्रेज-सिक्‍ख युद्ध

1852 : दूसरा अंग्रेज-बर्मा युद्ध

1853 : बांबे से थाने के बीच पहली रेलवे लाइन और कलकत्‍ता में टेलीग्राफ लाइन खोली गई

1857 : स्‍वतंत्रता का पहला संग्राम (या सिपाही विद्रोह)

1861 : रबीन्‍द्रनाथ टैगोर का जन्‍म

1869 : महात्‍मा गांधी का जन्‍म

1885 : भारतीय राष्‍ट्रीय कांग्रेस की स्‍थापना

1889 : जवाहरलाल नेहरु का जन्‍म

1897 : सुभाष चंद्र बोस का जन्‍म

1900 से भारत की स्वतंत्रतता तक

1904 : तिब्‍बत की यात्रा

1905 : लॉर्ड कर्जन द्वारा बंगाल का पहला बंटवारा

1906 : मुस्लिम लीग की स्‍थापना

1911 : दिल्‍ली दरबार- ब्रिटिश के राजा और रानी की भारत यात्रा- दिल्‍ली भारत की राजधानी बनी

1916 : पहले विश्‍व युद्ध की शुरुआत

1916 : मुस्लिम लीग और कांग्रेस द्वारा लखनऊ समझौते पर हस्‍स्‍‍ताक्षर

1918 : पहले विश्‍व युद्ध की समाप्ति

1919 : मताधिकार पर साउथबरो कमिटी, मांटेग्‍यू-चेम्‍सफोर्ड सुधार- अमृतसर में जालियाँवाला बाग हत्‍याकांड

1920 : खिलाफत आंदोलन की शुरुआत

1927 : साइमन कमीशन का बहिष्‍कार, भारत में प्रसारण की शुरुआत

1928 : लाला लाजपतराय की मृत्‍यु (शेर-ए-पंजाब)

1929 : लॉर्ड ऑर्वम समझौता, लाहौर कांग्रेस में पूर्ण स्‍वतंत्रता का प्रस्‍ताव पास

1930 : सविनय अवज्ञा आंदोलन की शुरुआत- महात्‍मा गांधी द्वारा दांडी मार्च (अप्रैल 6, 1930)

1931 : गांधी-इर्विन समझौता

1935 : भारत सरकार अधिनियम पारित

1937 : प्रांतीय स्‍वायतता, कांग्रेस मंत्रियों का पदग्रहण

1941 : रबीन्‍द्रनाथ टैगोर की मृत्‍यु, भारत से सुभाष चंद्र बोस का पलायन

1942 : क्रिप्‍स मिशन के भारत आगमन पर भारत छोड़ो आंदोलन की शुरुआत

1943-44 : नेताजी सुभाष चंद्र बोस ने प्रांतीय आजाद हिंदू हुकूमत, भारतीय राष्‍ट्रीय सेना की स्‍थापना की और बंगाल में अकाल

1945 : लाल‍ किले में आईएनए का ट्रायल, शिमला समझौता और द्वितीय विश्‍व युद्ध की समाप्ति

1946 : ब्रिटिश कैबिनेट मिशन की भारत यात्रा- केंद्र में अंतरिम सरकार का गठन

1947 : भारत का विभाजन व स्वतंत्रता

आजादी के बाद का इतिहास इस प्रकार है

1947 : 15 अगस्त को देश को अंग्रेजों की गुलामी से निजात मिली।

1948 : 30 जनवरी को महात्मा गाँधी की हत्या। इसी वर्ष भारतीय हॉकी टीम ने लंदन ओलिंपिक में स्वर्ण पदक जीता।

1950 : 26 जनवरी को भारत गणतंत्र बना। संविधान लागू।

1951 : देश की पहली पंचवर्षीय योजना लागू।

1952 : देश में पहले आम चुनाव। कांग्रेस 489 में से 364 सीटें जीतकर सत्ता पर काबिज। हेलसिंकी ओलिंपिक में भारतीय हॉकी टीम को स्वर्णिम सफलता।

1954 : भारत और चीन के बीच पंचशील समझौता।

1956 : राज्यों का पुनर्गठन।

1960 : भारत और पाकिस्तान में सिंधु जल समझौता।

1962 : अक्टूबर में चीन ने भारत पर हमला किया। नवंबर में चीन का दूसरा हमला। आजादी की फिजा में साँस ले रहे देश के युवकों के लिए पहली गंभीर चुनौती।

1963 : भारत ने पहला रॉकेट प्रक्षेपण किया।

1964 : जवाहरलाल नेहरू की मौत। लालबहादुर शास्त्री प्रधानमंत्री बने।

1965 : कश्मीर को लेकर भारत और पाकिस्तान के बीच दूसरी जंग।

1966 : लालबहादुर शास्त्री का निधन। इंदिरा गाँधी देश की पहली महिला प्रधानमंत्री बनीं। ऑपरेशन फ्लड की शुरुआत।

1967 : हरित क्रांति की शुरुआत।

1969 : कांग्रेस का विभाजन। बैंकों का राष्ट्रीयकरण। पहली सुपरफास्ट रेलगाड़ी राजधानीc   एक्सप्रेस नई दिल्ली से हावड़ा के बीच दौड़ी। रेलवे की एक बड़ी उपलब्धि।

1971 : भारत और पाकिस्तान के बीच जंग। बांग्लादेश का उदय। पाकिस्तान की करारी हार।

1972 : भारत और पाकिस्तान के बीच शिमला समझौता।

1974 : 18 मई 1974 को पोखरन में परमाणु परीक्षण कर भारत छठी परमाणु ताकत बना।

1975 : प्रधानमंत्री इंदिरा गाँधी ने देश में आपातकाल की घोषणा की। जयप्रकाश नारायण, जॉर्ज फर्नांडीस और अटलबिहारी वाजपेयी सहित कई विपक्षी नेता गिरफ्तार। प्रेस की आजादी पर प्रतिबंध। भारत के पहले उपग्रह आर्यभट्ट का प्रक्षेपण। फिल्म शोले ने बॉक्स आफिस के सारे कीर्तिमान तोड़े।

1976 : भारत और पाकिस्तान के बीच समझौता एक्सप्रेस शुरू।

🙏  🙏

History & Literature