Tag Archives: Charan

​વીરભદ્ર ઉત્પતી

Standard

કવી નારણદાનબાપુ સુરુ રચિત

દોહો
સતી હોમાણી સુનીકે, કીધ કરપદી ક્રોધ

પ્રગટ્યો જટા પછાડતા, દેવા દક્ષ પ્રબોધ
છંદ સારસી
મનદુષ્ટ બુધ્ધી દક્ષ રાજન કોપ દાંતો કડકડે 

શીવ ભાંગ છાંડત ક્રોધ ભરતન આગ જ્વાળા હડહડે

તેહી કાજ તનયા દક્ષકી તત્કાળ જોગાનળ જરી

હર કેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી
વિકરાળ ભોળો આજ ભાષે ફરર ભંવર ફરફરે

નવખંડ હુંદા નાશ કારણ ભાલ લોચન ઉધ્ધરે

થરર હીમગીરી જરર પાવક જરત નયને જાકરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
વીરભદ્ર સેના વીર રસભર દક્ષ મખજા તોડજે

કરકોપ સુરવર દેવ દાનવ મચળ માથા મ્રોડજે

અંતકાળ પ્રાસત દક્ષ કરધર કોપ ખંડન મખકરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
ભુતગણ ભેંકાર શાથે ભાલ ત્રીપુંડ ભાસતુ

દેકાર ડાકણ હડડ શીવદળ વીર રસમા નાચતુ

વીરભદ્ર સરખો સૈન્ય નાયક જીત જગમા કો જરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
કરધરી ખપ્પર ક્રોધ તનમા હાથ ત્રીશુલ આથડે

જયકાર કરતી જાગણીની ખપર ચુડીયો ખડખડે

ભૂત ગણરી ઘોર ભયંકર અડગ ચીસો આકરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
ૐકારના નાદો અટલથી યજ્ઞ મંડપ ગાજતો

સહીતાય દેવો રંગ સુંદર રાજ મધવા રાજતો

ભયભાસ હાકલ ભૂત ગણકર આજ આફત આકરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
ખડડ ખંભન મૂંછ ખેંચત કૈક મુનીવર કરગરે 

અડેડાટ કરતી ક્રોધ આંખે આગજ્વાળા પરજરે

દેકાર ડણણણ હાક હડડડ દેવનારી થરથરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી 
ભયભાસ ઘુંમત દક્ષ ભાગ્યો નીજ જીવન પયહયુઁ

શૂરવીર જકડી શીશ છેદ્યુ ધીર મખમા જય ધયુઁ 

હાલ્યો હિમાલય વીર પંથે હોંશ નારણ હીયધરી

હરકેર અંતર કોપ જરરર પ્રગટ જ્વાળા પરજરી

કવિ કાનદાસની એક રચના

Standard

​કવિ કાનદાસની એક રચના

(નીચે સરળ સમજૂતિ આપી છે. )
આગુસે ધસીએ ના, ધસીએ તો ખસીએ ના,

શૂર કે સમીપ જાકે, મારીએ કે મરીએ,

બુદ્ધિ વિના બોલીએ ના, બોલીએ તો ડોલીએ ના,

બોલ ઐસો બોલીએ કે બોલીએ સો કીજીએ,

અજાણ પ્રીત જોડીએ ના, જોડીએ તો તોડીએ ના,

જોડ ઐસી જોડીએ કે જરિયાનમેં જડીએ,

કહે કવિ કાનદાસ, સુનોજી બિહારી વલાલ,

ઓખલે મેં શિર ડાલ, મોસલેસે ડરીએ ના
આગેવાની લેવી નહી અને લેવી તો અધવચ્ચે છોડી ન દેવી. શુરવીર સાથે જવું તો મારીએ કાં મરીએ.

બુદ્ધિથી વિચાર્યા વિના બોલવું નહી. બોલ્યા પછી ફરવું નહી. એટલું જ બોલવું જોઇએ કે જે વર્તન કરી શકાય.

અજાણ્યા સાથે સંબંધ બાંધવો નહી. અને જો સંબંધ સ્થાપિત થાય તો એને નજીવા કારણથી તોડીએ નહી. જો સંબંધ જોડવાનો થાય તો કાપડ પર ભરતકામ કરીએ તેમ ઓતપ્રોત થઈ જવું જોઇએ. 

કવિ કાનદાસ બિહારીલાલને કહે છે કે ખાંડણીઆમાં મસ્તક મુક્યા પછી સાંબેલાના ધા થી ડરાય નહી.

જય શારદા માતંગીની

Standard

​🌹🌹 છંદ = સારસી 🌹🌹

 🌹 જય શારદા માતંગીની 🌹
શાશ્વત સનાતન સત્ય ચર્યો પથ પ્રદીપ કર પાવની.

નિર્મલ નિરંતર નિત્ય નવીના ભદ્ર કર મન ભાવની.

અગ્યાન ભજંન વેદ વિદ્યા શાસ્ત્ર સંમત આરતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 1
ભર ઉચ્ચ ઉરપુર ભાવ ભક્તિ ગ્યાન ગંગા ગાજતી.

વૈરાગ્ય વિભુષીત ત્યાગ સંગીત સપ્ત સ્વરમય સાજતી.

માધુરીય મંડીત મધુર ગુંજન તત્વ મહીમા તારતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 2
શુધ્ધ શબ્દ સંહિતા બ્રહ્મ દ્યોતક વહન વિદ્યુત વાસની.

મંગલ બૃહદ અર્થો સભર સંશય હરણ હંસાસની.

સવિતા સુચક સરીતા સદા રીદીયે વસે રસ સારતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 3
પ્રગ્ના પ્રદોષો દુષીત જાડયા મલ હરણ મયુરેશ્ર્વરી.

પથ્યો પ્રભાવી દે પ્રતિષ્ઠા પુનીત કર પરમેશ્ર્વરી.

તમસા પ્રમાદો ગંજની ઉદ્ય્મ શિખર પર જારતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 4
સર્વદા શ્રેયકર દે સુપથ પથ સકલ શુભ હો મંગલા.

કલ્યાન વિશ્ર્વાભુત વિશ્ર્વો પરમ ધ્યેય પરમો કલા.

શ્રુતીઓ ઉચીત સંકલ્પ સિધ્ધી સત્વ ધુરી સંચારતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 5
અક્ષય અખંડીત અજય આભા શુધ્ધ હો શ્ર્વેતાબંરી.

વાણી વિનય બુધ્ધી વિવેકી વિમલ કર વિશ્ર્વમંભરી.

રજુવાત હો રુત કસ સદા અવિચલ પ્રબલ પ્રસરાવતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 6
વિશ્ર્વસ્થ વાણી સાર ગ્રર્ભીત સુત્ર સમ્યક સત્ય હો.

દે પદ્ય ગદ્યો ઓજ પ્રેરીત તવ ચરન મે ગત્ય હો.

કરુણા સ્તુતી ગદગદીત કંઠે વ્યકત ગુણ ગીત ગાવતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 7
સંકેત જનની કરણ સહસા સહજ કર સર્વાગીની.

આતમ વિનંતી સુનો સુભગા વિજય કર વરદાયીની.

સંદેશ વાહક રહુ તુમરો પ્રસન્ન હો સવિતાપતી.

જય શારદા માતંગીની વર દે અભય માં ભારતી. 8
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

સ્તુતી રચીતાકાર = ચારણ વિજયભા હરદાસભા બાટી…
બાવળી

મઢડાવાળા : શક્તિસ્વરૂપા આર્ષદૃષ્ટા આઈ સોનબાઈમા

Standard

મઢડા તા.:- કેશોદ જી.:- જૂનાગઢ
સદ્ અને અસદ્, ઇષ્ટ અને અનિષ્ટ, ધર્મ અને અધર્મનાં તુમુલ યુદ્ધોનો સિલસિલો આજે પણ જારી છે. માનવીના એક જ ખોળિયામાં આ બે તત્ત્વો, વિચારધારાનાં આંતર્દ્ધન્દ્ધો યુગોથી ચાલ્યાં આવે છે. દરેક ધર્મોના મૂળમાં રાક્ષસીવૃત્તિને પરાસ્ત કરવાનો સંસ્કાર ધરબાયેલો છે. સંતો, ભક્તો અવતાર પુરુષોએ ધર્મ સંસ્થાપન માટે તેમના અથાક પ્રયત્નો કર્યા છે, પરંતુ આ બધામાં નારી શક્તિમાં વિજયગાનનો ઉદઘોષ સતત સંભળાયો છે. 
અંધશ્રદ્ધા, કુરિવાજ, વ્યસનો, ઊંચનીચના ભેદ, માનવીય મૂલ્યોનો હ્રાસ થતો હોય ત્યાં આસૂરીવૃત્તિ અલગ સ્વરૂપે સક્રિય હોય છે. ગુજરાતથી માંડીને બલુચિસ્તાનમાં સીમાડા સુધી ચારણ આઈ પરંપરામાં ઉજ્જવળ અવતારોએ સામાજિક ચેતનાને બેઠી કરી આસુરી વૃત્તિ સાથે ભીડવવાનું કામ કરીને એક અનોખી કેડી કંડારી છે. 
આ ચારણ આઇઓના યુગધર્મને કે કાર્યક્ષેત્રને ઓળખવા માટે સમાજ ક્યાંક થાપ ખાઈ ગયો છે. બહુજન સમાજ આજે પણ તેમની પુણ્યજ્યોતના પ્રકાશે આશ્વસ્ત થઈને બેઠો થાય છે. જૂનાગઢ જિલ્લાના કેશોદથી આથમણી દિશાએ આવેલા મઢડા ગામે એક દીપશિખા પ્રગટી, જેને સમગ્ર ચારણ સમાજ અને વિવિધ ચારણેતર કોમ ‘આઈ સોનબાઈ’નાં નામથી ઓળખે છે. આઈમાને સદેહે જોનાર લોકોની મુખેથી સાંભળેલું વર્ણન આ મુજબ છે. 
તેજોમય ગૌર વાન ઊંચી દેહકાઠી જેની સામે આંખ ન માંડી શકાય તેવી વેધક આંખો, કાળા કેશકલાપ સૌમ્ય છતાં પણ પ્રબળતા પ્રગટાવતો સ્વભાવ, સાત્વિક આહારથી પુષ્ટ દેહદૃષ્ટિ, જીમી, કાપડુ અને ભેળીયો અસલ ચારણ આઈઓના પહેરવેશ, પગમાં કાંબીયું અને ધીર-ગંભીર ચાલ હજાર માણસોની નજર તેમના પર મંડરાઈ રહે તેવું ચુંબકીય વ્યક્તિત્વ તત્કાલિન રાજ્ય સંસ્થાનો ભાવનગર, મોરબી, પોરબંદર, સાણંદ, જૂનાગઢ, કુતિયાણા, માણાવદર વગેરે વિસ્તારોમાં ફેલાયેલું છે. કાઠી, મહિયા અને મેર સમાજ જેની સંપૂર્ણ અદબ રાખતો તેવા અસામાન્ય વ્યક્તિત્વનાં ધની આઈ સોનબાઈ માએ પોતાનું અવતારી કાર્યક્ષેત્ર કંઈક જુદું જ કંડાર્યું. 
તેમણે જોયું કે દારૂ, જુગાર, અફીણનાં વ્યસનોમાં ચારણ સમાજ ડૂબેલો છે. એક સગી જનેતાની જેમ જાહેરમાં વઢતાં. અંધશ્રદ્ધાની સામે પડ્યાં, ધૂણવું, દાણા જોવા, પશુ બલિદાનોની વરવી વાસ્તવિકતાને શ્રદ્ધાનાં નામ સાથે જોડતા ભૂવા, ભારાડીની બોલતી બંધ કરી દીધી. કજોડાં લગ્નો, કન્યાવિક્રય, વિધવાઓને સંતાપવું, આળસને પરિણામ ભોગવવાતી આર્થિક સંકળામણો હુંસાતુંસી, પેઢી દર પેઢીના વેર, ખૂનોની પરંપરા, અપૈયા અને આકરી પ્રતિજ્ઞાની આત્મવંચનામાં ગળાડૂબ સમાજનું આ બળૂકા દૈવત્યે કાંડું પકડ્યું. સમાજને બેઠો કરી હામ પૂરી પાડી. મા એ આ બધાં આસૂરી કર્મોનું મૂળ શોધી લીધું હતું. શિક્ષણનો અભાવ, અક્ષર જ્ઞાન વગર દિશાઓ નહીં ઉઘડે, શરૂઆત પોતાનાથી કરી. તેઓ ખુદ પ્રશિક્ષિત થયાં. રામાયણ, મહાભારત, ચારણી સાહિત્યમાં હરિરસ, દેવીયાણ, અવતાર ચરિત્ર જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો. અભિજાત સંસ્કારને લઈને કવિતાઓ પણ રચી. કાગબાપુ અને પિંગળશીબાપુ જેવા વિદ્વાન ચારણોને વિચારતા કરી દે તેવા નવા તર્કો આપ્યા. 
સુષુપ્ત સમાજમાં ચેતના લાવવા પ્રવાસો કર્યા. નજરે ચડેલા આપ્ત જ્ઞાતિબાંધવોનાં પતનને જોઈ સગી જનેતા રાણબાઈમાની વિદાયે ન રોનાર આઈ સોનબાઈ ખૂબ રડ્યાં. સંકલ્પ કર્યો કે મારી ચારણની દીકરીઓ શિક્ષિત નહીં બને ત્યાં સુધી હું ‘આઈ’નહીં. સ્વમાન સાચવીને ફંડ માટે ચારણોને પ્રેર્યા. ગીતાકારે કીધું છે કે, હે ! પાર્થ! શુભ સંકલ્પોનો ક્યારે નાશ થતો નથી. પરિણામે ગામેગામ શાળા અને બોર્ડિંગ બાંધવા પ્રણ લેવાયા. ખવડાવીને રાજી થનાર ‘આઈ’ અન્નપૂર્ણા જ હતાં. બીજી જરૂરિયાતો અને અતિથિઓ પૂરતો રોટલો અને ઓટલો હતો. સહૃદયતાથી, ફરજના ભાગરૂપે રાજવીઓ મોંઘી મોટરો લઈને મઢડા આવતા. કંઈ સેવા હોય તો જણાવો, ઐશ્વર્ય અને સંપત્તિનાં પ્રલોભનો હતાં, ત્યારે આઈમાના મીઠા ઘેઘૂર અવાજનો જવાબ હતો કે ‘મારી પૂર્વજાઓ આઈઓ નેસડે અને ઝૂંપડે જનમ લેતી આવી છે વિહામા ! માટે કંઈ નથી જોતું, મા જાનબાઈએ અભરે ભર્યું છે.’ 
આર્ષદૃષ્ટા સમાં આઈમાએ જોયું કે જે ચારણ સમાજ કોઈ કાળે રાષ્ટ્ર અને દેશને દોરવણી આપતો હતો તે આજે દિશા શૂન્ય કેમ ? કવિતાના સર્જકો ક્ષુલ્લક પ્રલોભનમાં કેમ પડ્યા? આ અધ:પતન શાના કારણે ? 
વિદ્વત સમાજને તેના મૂળ સુધી લાવવાનો પ્રયત્ન મા એ આદર્યો. ચારણ ઋષિઓએ પ્રબોધેલા ધર્મ અને કર્મને પાળવા સોગંદ લેવડાવ્યા. સસ્તાં સમાધાનો કરીને સ્વમાન અને સ્વત્વને નેવે મૂકનારા ચારણોને ખખડાવ્યા. ઇતિહાસ પુરુષોનાં પ્રમાણ આપીને એને સાચે માર્ગ ચઢાવ્યા. 
આઝાદીજંગનો એ સમય હતો. જૂનાગઢ નવાબની આડોડાઈને કારણે સમગ્ર સોરઠનો જીવ અદ્ધરતાલે હતો ત્યારે સોનબાઈમા પ્રવાસો કરીને સમરસતા કેળવવા સતત પ્રયત્નશીલ રહ્યાં. મઢડાની સીમમાં માનતા માનવા આવેલ નવાબ પાસેથી બકરા છોડાવ્યા. જૂનાગઢ ન છોડી જવા અને ભારતમાં ભળી જવાની નવાબ સાથે ચર્ચા કરી. છતાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિનાં પરિણામે જૂનાગઢ છોડીને પાકિસ્તાન ગયેલા નવાબનો પરિવાર આજે પણ માનાં વચનો યાદ કરીને પસ્તાય છે. 
નવરાત્રિના પર્વે પ્રગટેલા કરોડો દીવાઓની દીપશિખાઓની આશકા, સુગંધિત દ્રવ્યો અને ગુગળની ધૂમ્રશેરોનો ધૂમાડો, ડાક ઉપર ગવાતી અરેડીઓ કે શ્લોકગાન, કુમારિકાઓનાં ચુલબુલા શબ્દોની અર્ચના કે નગારે પડતા જયઘોષનો નાદ ત્યાં પહોંચે છે કે જ્યાં આઈઓનો નિવાસ છે. હિમાલય નંદિની અપર્ણા પાર્વતીનાં આશિર્વાદે દૈવત્વને વરેલી આ ચારણ દુહિતાઓ વિવિધ નામે કુળદેવીઓ બનીને બિરાજમાન છે. આ સોનબાઈમાએ આ પ્રણાલિને જાળવી છે. આજે પણ માએ ઉચ્ચારેલો શબ્દ સમગ્ર સમાજ માટે એ આખરી બોલ છે. અવતારી ચેતનાઓનાં સ્થૂળ જીવનમાં એક વાત ઉડીને આંખે વળગે એવી એ છે કે જેને અન્યોએ ચાહ્યા છે, તેને સ્વજનોએ સંતાપ્યા છે. યાદી બહુ જ લાંબી છે. 
વિ.સં. ૧૯૮૦ પોષ સુદ બીજના હમિર મોડ અને માતા રાણબાને ત્યાં જન્મેલાં સોનબાઈમાએ વિ.સં. ૨૦૩૧ કારતક સુદ ૧૩ ના રોજ આયખાનો વાવટો સંકેલી લીધો યુગદૃષ્ટા આઈમા ઘણું બધું આપીને ગયાં. મીરાએ મેવાડ મૂકવો પડેલો એમ માએ મઢડા પૈતૃક ગામ મૂકવું પડ્યું. મોસાળના ગામ કણેરીમાં ગામે આ તેજપુંજ વિશ્વ જ્યોતમાં ભળી ગયો. 
પરિવર્તનો અટકી નથી શકતાં બદલાતા પ્રવાહોનો જબરજસ્ત ફોર્સ હોય છે. વ્યક્તિના સ્વત્વ જાળવવા અઘરા છે. વૈચારિક ભૂમિકા અને પોતાના અસ્તિત્વનાં સરનામાં જાળવવાં અઘરાં છે ત્યારે આઈમા ! એક એવું બળ આપો જેના આધારે જીવી શકાય. જે સત્યથી નજીક હોય. જીવનમાં તમસને ઘેરતી અહોરાત્રી, ભાવરાત્રિ, મહારાત્રિ કે નવરાત્રિ હોય ત્યારે અમો એટલા માટે આશ્વસ્ત છીએ કે તેજ શિખા રૂપે સોનબાઈ કે અન્ય રૂપે, નામે અમને મારગ ચિંધશે. 
મઢડે આઈશ્રી સોનલમા
મોડ શાખ મઢડા મહિ, જુનાગઢ દ્રશ્ય જાણ;

મા રણલ હમીર પિતા, ભવા સોનલ ચારણ ભાણ.
ભેળિયાળી ભગવતી, તોળું નવખંડ ગુંજે નામ;

તાત હમીર રાણલ મૈયા, ગરવુ મઢડા ગામ.
શુભ વિચાર સંસ્કારના, અમને પાયા આઈ;

એથી સઘળો ચારણ સમાજ, તોળો ઋણી સોનબાઈ.
દેવીયું કંઈક દિપતી, આ અવની માથે અનેક;

પણ ભોળાંપણું ને ભાવના, એવી સૌ માં સોનલ એક.
દયાળી નાખે દળી, દાળીદર ને દુ:ખ;

સૌને આપે સુખ, અમણી સોરઠવાળી સોનબાઈ.
સુખ સંપ અને સંપતી, આપે અખુટ આઈ;

બાળે વિઘન બાઈ, સૌ છોરૂના સોનબાઈ.

|| करंत देवि हिंगळा ||

Standard

.    रचना बचुभाई (जीवा भाई रोहडिया) गढवी
हिंगळाज माताजी री स्तुति। कविराज बचुभाई (जीवा भाई रोहडिया) गढवी जो गुजरात रा एक प्रसिध्ध वारताकार (बातपोश) हा।
                      ||दोहा||
चाहत जिणने वृंद सुर,चारण सिध्ध मुनीन्द्र।

ढूंढत है नित ध्यान मंह,करण सृष्टि सुखकंद॥1॥
मो सम को नंह पातकी,तौ सम कौण दयाळ।

डुबत हुं भवसिंधु मंह,तार जणणी ततकाळ॥2॥
कोटि अकोटि प्रकाश कर,वेद अनंत वे अंश।

जगत जणेता जोगणी, विडारण दैतां वंश॥3
                 ||छंद: नाराच||
विडारणीय दैत वंश सेवगाँ सुधारणी।

निवासणी विघन अनेक त्रणां भुवन्न तारणी।

उतारणी अघोर कुंड अर्गला मां अर्गला।

करंत देवि हिंगळा कल्याण मात मंगळा॥1॥
रमे विलास मंगळा जरोळ डोळ रम्मिया।

सजे सहास औ प्रहास आप रुप उम्मिया।

होवंत हास वेद भाष्य वार वार विम्मळ।

करंत देवि हिंगळा कल्याण मात मंगळा॥2॥
रणां झणां छणां छणां विलोक चंड वाजणां।

असंभ देवि आगळी पडंत पाय पेखणां।

प्रचंड मुक्ख प्रामणा तणां विलंत त्रावळां।

करंत देवि हिंगळा कल्याण मात मंगळा॥3॥
रमां झमां छमां छमां गमे गमे खमा खमा।

वाजींत्र पे रमत्तीये डगं मगं तवेश मां।

डमां डमां डमक्क डाक वागि वीर प्रघ्घळा।

करंत देवि हिंगळा कल्याण मात मंगळा॥4॥
सोहे सिंगार सब्ब सार कंठमाळ कोमळा।

झळां हळां झळां हळां करंत कान कुंडळा।

सोळां कळा संपूर्ण भाल है मयंक निरमळा।

करंत देवि हिंगळा कल्याण मात मंगळा॥5
छपन्न क्रोड शामळा करंत रुप कंठळा।

प्रथी प्रमाण प्रघ्घळा ढळंत नीर धम्मळा॥

वळे विलास वीजळा झमां झऴो मधंझळा।

करंत देवि हिंगळा कल्याण मात मंगळा॥6॥
नागेशरां जोगेशरां मनंखरा रिखेशरां।

दिनंकरां धरंतरां दशे दिशा दिगंतरां।

जपै “जीवो” कहे है मात अर्गला मां अर्गला।

करंत देवि हिंगळा कल्याण मात मंगळा॥7॥
रचियता :- कविराज बचुभाई (जीवा भाई रोहडिया) गढवी

આયો અષાઢો મેઘ ગાઢો

Standard

​🌹🌹 છંદ = સારસી 🌹🌹

🌹 આયો અષાઢો મેઘ ગાઢો 🌹
વાદળ ચય્ઢા વેહ્મંડ મંડલ વરુણ ફોજુ વલણે.

ભુ ભરી ભુ પર ઘરર દંગલ હુકળ હલ્લા હલણે.

ઘન ઘોર ઘેરે મેઘ ડંબર ઘેંઘુર ઘટા ઘોળી ફરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(1)
ગડડડ ગહકંત વૃંદ વાદળ ગૌ ગગન બિચ ગરજીયા.

તીત ખનુ તડીકા ઝપટ ધર પડ લચક ગીરી વર લરકીયા.

જલ અમલ વરસત ધરત મેઘો અવ્વલ મજું જો કરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(2)
લાવણ્ય લેવણ રૂપ મનહર સજ્જત સુંદર શામલા.

પ્રસિધ્ધ પાવન પ્રક્રત પટ પર વિવિધ કલા વિમલા.

ધર પર ધરાધર ધવલ ધરતો નીર નિર્મલ ભુ વરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(3)
હર સુત બાહન હરખ ઘેલા પહલ વેલા પ્રાથવે.

દાદુર બપૈયા ચીત હેલા સુર ઘોળી ગલ સવે.

નદીયુય માઝા મેલ હાલી દધી મગ લેતી ઢરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(4)
છણછણ ચમકે બીજ વળળળ કડડડ ચળકત ચંચલા.

ભો પાટ છુટ્ટી ભળળળ ભળકંત ઢળી ઢળકત મંગલા.

સજણા સહેલી ગેલ ગેલી વ્યોમ વેલી પરવરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(5)
અનહદ હિંલોળે મેદની મધુરા મધુર મહકી રીયા.

બાઢી બહુરી ગેલ બહુધા સકલ જન હરખી ગીયા.

જગંલ સઘન વન તરુ ઉપવન હરીત મનહર મન હરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(6)
હુળુળુળ બજે વાદળ અનોધા ધરા લલીતા લળવળે.

ખળળળ ખલકત સકળ સરીતા ડુંગરા પટ દળવળે.

કલરવ કરે વિજ અખીલ કીલકીલ કળા કુદરત તરવરે.

આયો અષાઢો મેઘ ગાઢો બિરદ બાઢો ધર પરે.

                            જીય,બિરદ બાઢો ધર પરે..(7)
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
રચના = ચારણ વિજયભા હરદાસભા બાટી.
બાવળી.

જય રુદ્ર ભંયકર,હે પ્રંલયકર,જાય્ગ વિશ્ર્મંભર,ભીડ ભંજો…

Standard

      છંદ-ત્રિભંગી

વંદુ વખ ધર હર,નીલ ગલ શંકર,કલકુટ ભેંકર,ગલ વચે. 

ફુફવે અહી ફણધર,નવકુળ વખ ઝર,જટજુટ જડધર,જલ શચે.

તાલા ચખ જરહર,જ્વાલ અગ્ન લર,ભસ્મ ભરણ ધર,ખલ ગંજો.

જય રુદ્ર ભંયકર,હે પ્રંલયકર,જાય્ગ વિશ્ર્મંભર,ભીડ ભંજો….૧
માલા મુંડ હલહલ,ગંગ જલ ખલખલ,ઈંદુ જલમલ,મથ માલે.

ભુત ગણ કર કલકલ,પ્રેત ઉછલછલ,મીલ ગઈ હલમલ,સથ સાલે.

ડમરુ રવ પલપલ,ડમડમ કલહલ,ગુંજ પ્રબલ ચલ,મન રંજો.

જય રુદ્ર ભંયકર,હે પ્રંલયકર,જાય્ગ વિશ્ર્મંભર,ભીડ ભંજો….૨
હથ ત્રયશુલ કહરો,તેજ ઉછહરો,પો અઠ પ્રહરો,મંમ રક્ષો.

અરી દલ બલ વહરો,બ્રાહ ભીતહરો,મું દખ મહરો,ક્રૃપ બક્ષો.

તુમ સમ પ્રભુ વિહરો,દાસ કો કીહરો,કુણ દુજ દીહરો,સબ ત્યંજો.

જય રુદ્ર ભંયકર,હે પ્રંલયકર,જાય્ગ વિશ્ર્મંભર,ભીડ ભંજો….૩
કુંજર હરી અબંર,અજબ અડબંર,ધર ધ્વલબંર,વ્રષ ચર્ચે.

નવ રવ ગૌ ડબંર,થે અવ્લબંર,ગજવે મદંર,તવ પર્ચે.

ચાબુર ચવ શંકર,અઘ તું ખંયકર,હે અચલબંર,પ્રભ પુંજો.

જય રુદ્ર ભંયકર,હે પ્રંલયકર,જાય્ગ વિશ્ર્મંભર,ભીડ ભંજો….૪
શીંગી રવ ફુકણ,ભૈરવ થણગણ,જોગણ અણગણ,તવ ભેરા.

ધમકે ધર ધણણણ,શેષ લચક ભણ,દધી ઉફણ ફણ,ઉથ લેરા.

હર હર ભણ હર ગણ,મંમ લજ તવ કણ,અબ હર રખ પણ,મોં સમજો.

જય રુદ્ર ભંયકર,હે પ્રંલયકર,જાય્ગ વિશ્ર્મંભર,ભીડ ભંજો….૫
મહાકાલ મહેશા,અવધુત વેશા,કટણ કલેશા,કલ્યાણા.

વિશ્ર્વાસ વિશેષા,તુંજ પ્રવેશા,”વિજય” હમેશા,વરતાણા.

તવ દાસ ભુતેશા,ચરણ ચહેશા,સુણ વિશ્ર્વેષા,રંજ રંજો.

જય રુદ્ર ભંયકર,હે પ્રંલયકર,જાય્ગ વિશ્ર્મંભર,ભીડ ભંજો….૬
     છંદ=છપ્પય
જટાજૂટ બહ ગંગ,તંગ તાયનો રુંઢ માલે.

ધરણ ઈંદુ જય અંગ,દંગ ત્રય ચખરી ભાલે.

ગલે વ્યાલ વિકરાલ,છાલ ગજ કેહર અંબર.

કંઠ સ્થાન વખ કાલ,માલ રુંઢન ધર ઝુંમર.

જય નાદ બુંદ ગત ચાલ અર્ગ,સર્ગ પંચ કર વર્ગરાજ.

આદી અનાદ ઉદગમ ઇશાન,જય શાંમ્બ શિવ વિજરો અવાજ.
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

રચિતા ચારણ વિજયભા હરદાસભા બાટી.

બાવળી (ધ્રાંગધ્રા)

હે નિલાંત શંકરા 

Standard

​છંદ = નરાચ 
ત્રિનેત્ર ભાલ હે કરાલ ભસ્મ લેપ સુંદરા.

ગલે વિશાલ વ્યાલ ફુંક કાલ કંપ કુંદરા.

વડાલ તાલ હે કમાલ ભુત પ્રેત ભેંકરા.

વખા ધિરાણ કાલકુટ હે નિલાંત શંકરા….(1)
અર્થ = જેનો ભાલ પ્રદેશ ત્રિજા નેત્ર થી કરાલ પ્રતીત થઇ રહીયો છે પણ ભસ્મ લેપન થી પાછો શોભાયમાન પણ થઇ રહીયો છે.
જેના ગળા મા અતિ વિશાલ શર્પ ફુફાળા મારી રીયો છે જેના લીધે મુત્ય પણ કંપીત થઈ કુંદ નિસ્તેજ થઈ રહીયો છે.
જેના મોટા ઠાઠ માઠ છે જે કોય ને પણ નવીનતા પમાડી દીયે છે જ્યા તેમની સાથે ભંયકર ભુત પ્રેત ગણ પણ વિદ્યમાન છે.
સમુદ્ર મંથન માંથી નીકળેલા ઝેર ને જેને ધારણ કરેલુ છે તેવા નીલાંત નીલવર્ણી નીલકંઠ ભગવાન શંકર ને મારા પ્રણામ છે.
વિનોદ મોદ મે પ્રમોદ નૌ નિનાદ શંખલા.

ગતો પ્રવાહ મે ઉછાહ વાહ વાહ મંગલા.

વહે ગહીર નીર ધીર શાંત ક્રાત ગંભીરા.

જટા ધિરાણ ગંગ ગાજ હે નિલાંત શંકરા…(2)
અર્થ = જેના માથે આનંદ વિનોદ કરતી કરતી દશે દિશા માં આંનદ વહાવતી અને જ્યા નવ નાદ ના ધ્વનીતરંગો ની એક શ્રુંખ્લા ગુંજી રહી છે.
જેના ગતિ પ્રવાહ મા એવી તો ઉછળ કુંદ છે જેને જોતાજ વાહ વાહ ના ઉદગારો નીકળી જાય છે અને મંગલ ની પ્રતીતી થાય છે.
ગહીરતા માં એના નીર એવા તો ઉંડા વહીયા જાય છે કે તેમા ધીરતા શાંતી અને એક અદ્ભુત ક્રાતી કે જેમા ગંભીરતા ના દર્શન થઇ રહીયા છે.
એવા જટાજુટ ધારણ કરનારા જેમા પતીત પાવની ગંગા અતિ ગાજ ગુંજન કરી રહી છે તેવા નિલાંત નીલવર્ણી ભગવાન શંકર ને મારા પ્રણામ છે.
શંશાક અંક ધંક ધીશ હે સતીષ શેખરા.

ખંકાશ બ્રહ્મ વેલ કાલ ભોજ્ય તાલ ખેચરા.

હે સવ્ય ભુત પોષ પુંજ કુંજ કુંજ અંબરા.

પ્રભા ધિરાણ ચંદ બીજ હે નિલાંત શંકરા….(3)
અર્થ = જેને શંશાક ચંદ્ર ના અંક ને ધારણ કરેલો છે શીતળતા ના ઈશ છે સતીષ છે તેવા ભગવાન શેખર.
જે ચંદ્ર ને ધારણ કરી આકાશ માં એક અનેરી બ્રહ્મ વેલ કાલ નો ઉદ્ભવ કરે છે અને ભોજ્ય તાલ ને આકાશ થી અર્પણ કરે છે.
હે સવ્ય ભુતો ને પોષણ આપનાર પોષક પુંજ ધારક એક આપજ આકાશ મા કલ્યાણ કલ્યાણ કેહનારા છો.
આપે જે પ્રભા ધારણ કરી છે ત્યાં બીજ ચંદ્ર શીત ઉજાસ ની વુધ્ધી સુચકતા સુચવે છે તેવા નિલાંત નીલવર્ણી ભગવાન શંકર ને મારા પ્રણામ છે.
કલા નિધાન આધ્ય દેવ તત્વ વિંદ વિદ્યુતા.

વિરક્ત ભાવ ગત્વ ગુંજ સત્વ બંધ પ્રદ્યુતા.

અધો ઉછેદ જીષ્નુ ભ્રમ ક્રમ બિષ્નુ તંતરા.

ત્રયો ધિરાણ વૈદ્ય રાજ હે નિંલાત શંકરા….(4)
અર્થ = હે કલા કુશલતા નિધાન હે આધ્ય દેવ આપજ તત્વ ને જાણનારા એક માત્ર વિદ્યુતા છો.
તમેજ વિષયો થી વિરક્ત બની ગીયેલા ભાવ ની ગતિ ગુંજન છો તમેજ સત્ય સાથે આતમ બંધ ના પ્રદ્યુતા છો.
તમેજ અધોગતિ અને જીવાત્મા ના ભ્રમ ના ઉછેદક છો અને તમેજ ક્રમ વ્યાપકતા ના તંત્ર છો.
જેને ત્રિકુટ તત્વ ને ધારણ કરેલા છે જાણેલા છે વૈદ્યરાજ છે એવા નિલાંત નીલવર્ણી ભગવાન શંકર ને મારા પ્રણામ છે.
રચીતા = બાટી વિજયભા હરદાસભા

श्रावण महीना ना प्रथम सोमवारे भोळा शिव नी एक स्तुति – चारण कवि ब्रह्मानंदजी स्वामी Charan kavi brahmanand swami

Standard

🌞श्री सिध्धेश्र्वरा महादेव नी स्तुति
                  दुहो      

पारवति पति अति प्रबल ,विमल सदा नरवेश
नंदि संग उमंग नीत  समरत जेहि गुन शेष

image

                   छंद त्रिभंगी

समरत जेहि शेषा दिपत सुरेशा पुत्र गुणेशा निज प्यारा
ब्रह्मांड प्रवेशा प्रसिध्ध परेशाअजर उमेशा उघ्धारा
बेहद नरवेसा क्रत सिर केशाटलत अशेषा अधरेशा
जयदेव सिध्धेशा हरन कलेशा मगन हमेशा माहेशा  1

भक्तन थट भारी हलक हजारी ,कनक अहारी सुखकारी
सिर गंग सुंधारी द्रढ ब्रह्मचारी हरदुख हारी त्रिपुरारी
रहे ध्यान खुमारी ब्रह्म विहारी गिरजा प्यारी जोगेशा
जयदेव सिध्धेशा हरन कलेशा मगन हमेशा माहेशा 2

कैलाश निवासी जोग अध्यासी रिध्धि सिध्धि दासी प्रति कासी
चित व्योम विलासी हित जुत हासी रटत प्रकासी सुखरासी
मुनि सहस्त्र अठयासी कहि अविनासी जेही दुख त्रासी उपदेशा
जयदेव सिध्धेशा हरन कलेशा मगन हमेशा माहेशा 3

गौरीनीत संगा अति सुभ अंगा हार भुजंगा सिर गंगा
रहवत निज रंगा उठत अवंगा ज्ञान तरंगा अति चंगा
उर होत उमंगा जयक्रत जंगा अचल अभंगा आवेशा
जयदेव सिध्धेशा हरन कलेसा मगन हमेसा माहेशा 4

नाचंत नि:शंका मृगमद पंका घमघम घमका घुघरू का 
ढोलु का धमका होव हमका डम डम डमका डमरु का
रणतुर रणंका भेर भणंका गगन झणंका गहरेशा
जयदेव सिध्धेशा हरन कलेशा ,मगन हमेशा माहेशा 5

मणिधर गल माळा भुप भुजाळा शिश जटाळा चरिताळा
जगभुल प्रजाळा शुळ हथाळा जन प्रतिपाळा जोराळा
दंग तुतिय कराळा हार कुणाळा रहत कपाळा राकेशा
जयदेव सिध्धेशा हरन कलेशा मगन हमेशा माहेशा 7

खळकत शिर निरा अदल अमिरा पिरन पिरा हर पिरा
विहरत संग विरा ध्यावत धीरा गौर सरीरा गंभीरा
दातार रधिरा जहाज बुध्धिरा कांत सिध्धिरा शिर केशा
जयदेव सिध्धेशा हरन कलेशा ,मगन हमेशा माहेशा  7

नररुप बनाया अकळ अमाया कायम काया जगराया
तनकाम जलाया साब सुहाया मुनिउर लाया मनभाया
सिध्धेसर छाया जनसुख पाया मुनि ब्रह्म गाया गुणले शा
जयदेव सिध्धेशा हरन कलेशा ,मगन हमेशा माहेशा

                🌞छप्पय

जय जय देव सिध्धेश शेष निश दिन गुण गावे
दरश परस दुखदुर सुरजन अंतर लावे
अणभय अकळ अपार सार सुंदर जग स्वामी
अगणित कीन उध्धार नार नर चेतन धामी
नररूप मुर्ति नवल नहि शंख्या जेहि नाम की
कहे ब्रह्म मुनि बलिहारी मे शिध्धेशर जग सामकी
                   (   चारण कवि ब्रह्मानंद जी स्वामी    )   

🌞टाईप – हरि गढवी

History & Literature

કાઠીયાવાડના ક્ષત્રીયોના ટેક અને ખાનદાનીની વાતુ.!

Standard

image

ઇ.સ. ૧૭૪૫ માં રાજા ગજસિંહ-બિજા હળવદની ગાદીએ બેઠાં.એમના દરબારમા એકવાર મારવાડથી એક ચારણ આવ્યો.કવિ માલદાને હળવદન કચેરીએ પોતાની કવિતાની ગંગા વહાવા માંડી.એક દિવસ રાજા ગજસિંહ ચારણ કવિને રાજની ઘોડાર જોવા લઇ ગયા.સોરઠી ઘોડાઓને જોઇ કવિએ કવિતા કરી.
“ફડકંતા મછીઆંહી મ્રઘા જેમ ભરતા ફાલ”
પટ ખેલે નટ જેમ,ઘૂમણી કે પાઉ;
પુતકુંને દેવે પિતા,નદિઆં પાહેબા પાણી,
રસિ હાથા ગ્રહે દેઇ ,ઝાલા હંદા રાઉ’..૧
(મચ્છી જેવા ચંચળ અને હરણોની જેમ ફાળ ભરનારા અને પટાંગણમાં નટની જેમ પગલા માંડી ખેલનારા અને જેને પિતા પોતાના પુત્ર ને નદીએ પાણી પાવા પણના દે ,તેને ઝાલા રાજા પોતાના હાથે કવિઓને આપીદે એવો ઉદાર છે.)
આ ગીત સાંભળી ગજસિંહે પોતાની ટેકની વાત કરી,’

કવિરાજ ચોટીલાના ધણી શેલાર ખાચર પાસે ચાંગ નામની જાતવંત ઘોડી છે.એટકે શેલાર ખાચર પાસે મોં માગ્યા દામે એ ઘોડ માંગી,પણ એ કાઠીનેય ઘોડી તો અણમોલ જ હોય.એટલે ઘોડ દેવાની વાત નકારી દિધી.પછી વટે ચડતા મે ચાંગને હળવદ ની ઘોડાર માં બાંધવાની ટેક લઇ લીધી.અને જે ટેક પુરી કરે એને એક લાખ કોરી અને ત્રીસ સાંતીની જમીન આપવા તૈયાર છુ.

આ સાંભળી કવિરાજ બોલ્યા,’હુ છ માસ માં એ ઘોડી લાવી આપીશ.’

અને બિજે દિ કવિ માલદાન પાંચાળના પંથે હાલી નીકળ્યા. દેવભુમી પાંચાળ ના ચોટીલામાં ખાચર કાઠીઓને ત્યા ડાયરો જામ્યો હતો.અને ત્યા કવિ માલદાનજી પહોચ્યા.

ત્યા દરબારુએ પરદેશી કવિને આતિથ્ય આપ્યુ.આપા શેલારને ત્યા કવિની કવિતા અને વાર્તા જામવા લાગી,અને આમને આમ કેટલાય દિવસો વયા ગ્યા.આપા શેલારે ગજસિંહની ટેકની વાત થોડી સરખી જાણી છે.ચારણને થયુ કે દાતાર કાઠી ઘોડી માંગવાથી આપીદે પણ ગજસિંહને આ રીતે તો ના દેવાય.

એક દિવસ ચારણને મોકો મળી ગયો અને રાત્રે તક ઝડપી ચાંગનેછોડી એના પર સવાર થઇ એડી દબાવી રવાના થયા,શેલાર ખાચરની આંખ ઉઘડી અને પડકારો કર્યોઃ”એલા કોણ છે?”

ચારણે જાતા જાતા કહ્યુ.’ આપા હવે આવજો હળવદ.’
અને ઘડીભર મા તો આપા શેલાર બિજા કાઠીઓ સાથે ઘોડાઓ લઇ ચારણની વાંસે થયા.ઊંટ પર બેસવા વાળો ચારણ ઘોડેસવારીમા કાબેલ ના હતો,એટલે ઘોડી વેગે દોડવી શક્યો નહી.અને કાઠીઓ તેની લગોલગ પહોચવા આવ્યા.
આપા શેલારને થયુ.’ગઢવી ઘોડે બેસવામા કાચો છે.
તેમને થયુ કે ,’આ મારવાડી ચારણની જીભ હળવદના ધણી આગળ કચરાઇ ગઇ હશે.
ચારણ હવે પકડાય જાય તો ભોંઠો પડેલો તે પેટે કટાર ખાશે.!’
કાઠીએ ચતુરાઇ કરી ને કહ્યુ કે ‘ગઢવી ઘોડીને વાઘ સંતાણ કર.”
અને ચારણે વાત સમજી અને ઘોડીની વાઘને ખેંચી,લગામનો ઇશારો મળતા,ચાંગ વેગથી દોડી નીકળી. અને ચાંગે કાઠીઓને ઘણા પાછળ મુકી દિધા.કાઠીઓના મોં વિલાઇ ગયા,પણ શેલાર ખાચરે ચારણના વેણની રક્ષા કરી.’
હળવદ આવી ને ચારણે ઘોડીને ઘોડાર માં બાંધી અને આપા શેલાર ને રંગ દેતા ચારણે બધી વાત કરી.રાજા ગજસિંહ અને કચેરી શેલાર ખાચરી દિલેરી પર ઓળઘોળ થઈ ગઇ.
ઝાલા રાજા ગજસિંહે ચારણને એકલાખ કોરી અને માનસર ગામમાં ૩૦ સાંતી ની જમીનનુ ઇનામ આપ્યુ.પોતની ટેક પુરી થયેલી માની ગજસિંહે ઘોડી શેલાર ખાચરને ચાંગ ઘોડી પાછી સોંપી અને વળતા શેલાર ખાચરે ચાંગની વછેરી ગજસિંહને આપી તેમનુ માન રાખેલુ.
આવી કાઠીયાવાડના ક્ષત્રીયોના ટેક અને ખાનદાનીની વાતુ.!

Divyrajsinh Sarvaiya (Dedarda)