Tag Archives: Gujarat

ઝંડ હનુમાન

Standard

વડોદરાથી લગભગ ૯૦ કિલોમીટરના અંતરે , પાવાગઢથી ૩૨ કિલોમીટર પર અને જાંબુઘોડાથી ૧૧ કિલોમીટરે આદિવાસી વિસ્તારમાં “ઝંડ હનુમાન” બિરાજ્યા છે.
શનિવારે, હનુમાનજીના વારે, અચાનક જ આ ઝંડ હનુમાનના મંદિરે દર્શન કરવાનો મોકો મળી ગયો.

સામાન્યરીતે નવરાત્રીમાં શ્રદ્ધાળુઓ પગપાળા કે પોતાની સગવડ અને પોતાની શક્તિ પ્રમાણે પાવાગઢ માતાજીના જરૂર જાય.
પણ મારા મિત્ર શ્રી. આશુતોષભાઈ બુચ અને હું હનુમાનજીની નિશ્રામાં પહોંચી ગયા.

પાવાગઢ સુધી ઘણીવખત જવાનો મોકો મળ્યો હતો પણ એનાથી આગળ જવાનો આ પહેલો મોકો હતો

એમ કહેવાય છે કે ઝંડ હનુમાનજીની જગ્યાએ પોતાના ગુપ્તવાસ દરમ્યાન પાંડવો અને દ્રૌપદી એકવર્ષ સુધી રહયા હતા.

જે તે સમયે તેઓની હાજરીની શાક્ષીના પુરાવાઓ અજેય અહીં મોજુદ છે.

એમ મનાય છે આ જગ્યાએ એ અતિપ્રાચીન શિવમંદિર છે જયાં પાંડવો નિયમિત પૂજા કરતા હતા એ સદીઓ પુરાણુ શિવમંદિર આજેય ખડેર હાલતમાં અહીં મોજુદ છે.

ઝંડ હનુમાનજીની લગભગ ૧૮ ફૂટની એક જ પથ્થરમાંથી કોરેલી મૂર્તિ અહીં બિરાજમાન છે

લોકોક્તિ પ્રમાણે ઝંડ હનુમાનની મૂર્તિ પોતાના નખ વડે ભીમે જાતે કોરી કાઢી હતી.

ઝંડ હનુમાન , નામ બાબત પણ બે અલગ અલગ લોકોક્તિ પ્રચલિત છે

૧. ઝંડ હનુમાનજીની મૂર્તિમાં દર્શાવ્યા પ્રમાણે તેમના ડાબા પગ નીચે એમણે પનોતીને કચડી છે. એટલે પોતાને પનોતીના નડતર સમયે લોકો અહીં આવી અને પનોતીના કષ્ટ નિવારણ માટે બાધા અથવા માનતા રાખે છે.
વળી હજુ થોડા વર્ષો આ મંદિરમાં “ઝંડ” અથવા “ભૂત” નિવારણની વિધિ કરતી હતી જે હવે અંધશ્રદ્ધાના નિવારણરૂપે બંધ કરાઈ છે.
૨. અહીંના સ્થાનિક આદિવાસીઓ હનુમાનજીની લાંબી પૂંછડીને ઝંડ તરીકે ઓળખે છે એટલે આ મંદિરને ઝંડ હનુમાનજીના મંદિર તરીકે ઓળખવામાં આવૅ છે.

જમીન તળથી લગભગ ૫૦૦ ફૂટ ઊંચાઈ પર સ્થાપિત આ મંદિરથી લગભગ ૧૦૦ ફૂટ દૂર એક મીઠા પાણીનો કૂવો છે. જે આજેય મીઠા પાણીથી હંમેશા ભરેલો રહે છે અને એ ઉભરાતા પાણીનો રેલો આજુબાજુના ગામો માટે મીઠા પાણીનો એકમાત્ર સ્તોત્ર છે.
એમ મનાય છે કે અહીં ગુપ્તવાસમાં રહેવા આવ્યા બાદ દ્રૌપદીની પાણીની તરસ લાગી હતી ત્યારે અર્જુને જે તે જગ્યાએ પોતાનું એક બાણ ચલાવ્યું જેના પ્રતાપે અહીં મીઠા પાણીનો આ કૂવો બન્યો છે.

આસ્થાળુ આજેય ત્યાં પાણી પીને પોતાની તરસ બુઝાવે છે અને પોતાના સ્વજનો માટે એ કુવામાંથી પાણી ભરીને પોતાના ઘેર પણ લેતા જાય છે.
જોકે અમે એ પાણીમાં અસંખ્ય નાનામોટા સાપ તરતા જોયા

અહીં ઝાડના થડની બખોલમાં એક મંદિર છે
જે શિવમંદિર તરીકે પ્રસ્થાપિત થયેલ પણ તેમાં ક્યારેય શિવલિંગનું સ્થાપન થયું નથી.

અહીં લગભગ ૭૦૦ ફૂટ દૂર એ ખુબ જ મોટી પથ્થરની ઘંટી આજેય જોવા મળે છે.
એનું કદ અને વજન એટલુ બધુ હોવાનું મનાય છે કે કદાચ એકસાથે ૪૦ – ૫૦ શક્તિશાળી લોકોએ એના પડને ફેરવવા પ્રયત્ન કરે તો પણ એ હાલી શકે તેમ નથી.

આ બધી લોકોક્તિઓ પાંડવોની જે તે સમયે અહીં હાજરી હોવાની શાક્ષી આપે છે.

જાંબુઘોડાથી આ મંદિર સુધી પહોંચવાના રસ્તે બંને તરફ છવાયેલી વનરાજી પણ તમારૂ ધ્યાન ખેંચે છે.
જાંબુઘોડાના જંગલોમાં અને અભ્યારણ વચ્ચે આવેલ આ મંદિર ખરેખર જોવા લાયક છે

ક્યારેક માર્ગમાં મોટામસ સાપ કે નાગ અને દીપડાઓ જોવા મળી આવે છે.

આપણે ચારધામ , વૈષ્ણોદેવી કે એવા જ ખ્યાતિ પ્રાપ્ત મંદિરોમાં દર્શન કરવા જવા ટેવાયેલા છીએ અને એ મંદિરોએ જવામાં ગૌરવ અનુભવીએ છીએ પણ ક્યારેય આપણી આજુબાજુ કે નજીકમાં આવેલા ઝંડ હનુમાનજીના મંદિરના દર્શને પણ જતા નથી કે એની કથાવાર્તા કે જે તે ધાર્મિકસ્થળના ઐતિહાસિક મહત્વને જાણવાની કોશિશ પણ નથી કરતા.

આ મંદિરે શનિજયંતીના દિવસે, હનુમાનજયંતીના દિવસે, દરેક શનિવારે , દરેક અમાસના દિવસે , દરેક શનિવારી અમાસે સેંકડો શ્રદ્ધાળુઓ દર્શને ઉમટે છે.

કહેવાય છે કે અહીંના પૂજારી સાથે અહીં બિરાજેલા હનુમાનદાદા વાર્તાલાપ કરે છે.

ચોમાસામાં આજુબાજુના ડુંગરાઓ પરથી આવતા ઝરણાઓ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.

હવે તમે પાવાગઢ જાવ ત્યારે પાવાગઢની ડુંગરમાળામાં ભાગમાં વસેલ ઝંડ હનુમાનજીના દર્શન કરવા જરૂર જજો.

માધાવાવ….વઢવાણ

Standard

卐માધાવાવ….વઢવાણ卐

આ વાવમાં બે શિલાલેખ મળી આવેલ છે. સંસ્કૃત ભાષામાં લખેલ શિલાલેખ અનુસાર તેનું બાંધકામ વાઘેલા વંશના રાજા કરણદેવદ્વિતીયના નાગર બ્રાહ્મણ મંત્રી દ્વારા ઈ.સ. ૧૨૯૪માં (વિક્રમ સંવત ૧૩૫૦) તેમના માતા-પિતાની સ્મૃતિમાં કરવામાં આવ્યું છે. તેમાં તેનું વર્ણન બે માળ ધરાવતી પથ્થરથી બનેલી વાવ તરીકે થયું છે.

બીજો શિલાલેખ ઘણો જ ઘસાઈ ગયેલો છે. તે નાગર મંત્રી સોઢલના પુત્રી લશમી દેવી (લક્ષ્મીદેવી) અને સોમના પુત્ર સિંધુની વાત કરે છે; જેઓ કદાચ માધવના માતા-પિતા હશે. આ વાવ રાજ્ય સંરક્ષિત સ્મારક છે પણ તેની યોગ્ય સારસંભાળ થતી નથી.

દંતકથા:

‘બાર બાર વરસે નવાણ ગળાવ્યાં, નવાણે નીર નો આવ્યાં જી રે..’ ગુજરાતનું અત્યંત પ્રચલિત અને કરૃણાથી છલોછલ આ ગીત માધાવાવની કથા રજૂ કરે છે. માન્યતા પ્રમાણે દુષ્કાળના સમયમાં વાવ ખાલી રહેતાં રાજજ્યોતિષે તેમાં બલિદાન આપવું પડશે એવી રાજવીને સલાહ આપી હતી. કોઈ નવોઢા તેના પતિ સાથે કૂવામાં ઝંપલાવે તો એમાં પાણી ઉપર આવશે.. રાજનો હુકમ થાય એટલે પછી તો કોણ ના પાડી શકે? પરંતુ અહીં જરૃર હતી બત્રીસલક્ષણા પુરુષની. તપાસ કરી તો ખબર પડી કે રાજાનો નવપરણિત કુંવર જ બત્રીસ લક્ષણો છે!

પ્રજાના હિત માટે નવાં-સવાં પરણેલા એ પ્રેમી-યુગલનું બલિદાન લેવાશે? રાજકુંવરે જ નક્કી કરી લીધું કે અમારો સંસાર ભલે હજુ મંડાયો ન હોય, પણ પોતાના રાજના સંસારને સજીવન રાખવા માટે પગથિયા ઉતરવા જ પડશે.

નિર્ધારિત સમયે વાવના કાઠે લોકો ભેગા થયા. ઢોલ-નગારા વગડયા, મંત્રોચ્ચાર શરૃ થયા, પ્રજાની આંખમાંથી આંસુની ધાર શરૃ થઈ અને એ વચ્ચે કુંવર દંપતિએ મક્કમતાપૂર્વક વાવના તળિયા તરફ ડગલા માંડયા. દંપત્તિ વાવમાં દેખાતું બંધ થયું અને થોડી વારમાં જ પાણી ઉપર આવ્યું. બહુ જાણીતી ગુજરાતી ફિલ્મ ‘વણઝારી વાવ’માં આ વાવકથા જ રજૂ થઈ છે.

અલબત્ત, આ તો માન્યતા-દંતકથા છે. હકીકતમાં આવુ કશું બન્યું ન હોવુ જોઈએ. કેમ જે વાવના પાણીમાં બે વ્યક્તિ ડૂબીને મરી ગયા હોય તેનું પાણી ગામલોકો કઈ રીતે પી શકે? એક ઈતિહાસ પ્રમાણે ૧૩મી સદીમાં આ વાવ રાજા કરણ વાઘેલાના કારભારી માધવે બંધાવી હતી.

દંતકથા અનુસાર, આ વાવ તેના બાંધકામના બાર વર્ષ બાદ પણ સૂકી હતી. રાજ પુરોહિતે આ વાવમાં પાણી લાવવા માટે બત્રીસ લક્ષણા દંપત્તિના બલિદાનની જરૂર જણાવી. તે માટે નવજાત શિશુ હોવા છતાં જન કલ્યાણ અર્થે રાજકુમાર અભેસંગ અને તેની પત્નીએ તે બલિદાન માટે તૈયારી બતાવી. તેઓ લગ્નના વસ્ત્રો પહેરી વાવમાં ઉતર્યા. જેવા તેઓ સાતમે પગથિયે પહોંચ્યા કે વાવમાં પાણી ભરાયું અને તેઓ તેમાં ડૂબી મૃત્યુ પામ્યા. તેઓના બલિદાન થકી આ વાવમાં પાણી આવ્યું.

આ એક જાણીતી દંતકથા છે અને તેના પર લોકગીતો બન્યા છે.સ્થાનિક લોકોમાં એવી પણ લોકવાયકા છે અહીં ભૂતનો વાસ છે અને દર ત્રણ વર્ષે અહીં એક વ્યક્તિનો ડુબાડી ભોગ લે છે.

સ્થાપત્ય:-

આ વાવ પૂર્વ-પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે; પ્રવેશ પશ્ચિમ દિશામાં છે, જ્યારે વાવનો કુવો પૂર્વ દિશામાં છે. તે ૫૫ મીટર લાંબી છે અને પગથિયા ૪૯.૮૦ મીટર લંબાઈમાં સમાયેલા છે. વાવમાં લાંબા સાંકડા પગથિયા દ્વારા દાખલ થવાય છે. વાવને છ કૂટ (ઉપરથી બંધ અને ઉપર ખુલ્લા એમ પડતા વિભાગો) અને પગથિયાના છ જૂથ છે. દરેક કૂટ બાદ વાવની પહોળાઈ ઘટે છે. પગથિયાએ પહોળાઈ છ મીટર છે જે ઉપર છત્રી તરફ જતા ઘટીને ૩.૬ મીટર થાય છે. દરેક કૂટ પર છત્રી છે જે ચાર સ્તંભો પર ઊભી છે. છત્રી નીચેનાની બેસાય એવા પરસાળની લંબાઈ ૨.૭ મીટર છે. બે કૂટ વચ્ચે ૪.૮ મીટરની ઊંચાઇ હોવાને કારણે જાડી દિવાલો આવશ્યક છે. દરેક છત્રી એક ઉપર એક એવા નવ સ્તરો વડે બનેલી છે અને તેમની ઉપર મંદિરના શિખરોની માફક આમલક અને કળશ છે.

કૂવાનો વ્યાસ ૫.૩ મીટર છે. છેલ્લા માળે બેવડા વળેલા છ માળખાં છે, જે ઉપરના દબાણ સામે રક્ષણ આપે છે. જેમાંના ચાર પાછલી દીવાલમાં જડેલા છે અને પથ્થરની બારશાખ વડે અચ્છાદિત છે.

પહેલ કૂટ ની બન્ને બાજુએ કોતરણી કરેલી પથ્થરની જાળી છે જે દીવાલનું પણ કાર્ય કરે છે. તે જાળી ચાર x ચાર એમ ૧૬ નાની જાળીઓ ધરાવે છે. તેની રચના દેલવાડાના વિમલ વસહી જૈન મંદિર અને અમદાવાદના સારંગપુરની રાણી મસ્જીદને મળતી આવે છે. વાવના મુખ્ય દરવાજાની દ્વારશાખની ઉભી કમાનમાં બેઠેલા દેવોની અને આડી કમાન પર રોજીંદા જીવનની ક્રિયાઓની આકૃતિઓ કોતરેલી છે.

દરેક કુટમાં ગોખલાઓ છે જેમાં મૂર્તિઓ છે. તેમાં ભૈરવ, સપ્તમૈત્રિકા, નવગ્રહ, દશાવતાર અને અન્ય દેવ દેવીઓની મૂર્તિઓ છે જેમને તેમની જર્જરિત સ્થિતિને કારણે ઓળખવી મુશ્કેલ છે. એક ગોખલામાં એક યુગલની મૂર્તિ છે તે માધવ તથા તેની પત્નીની છે. તેની નીચે ટૂંકો લેખ છે. અહીં અમુક મૈથુન મૂર્તિઓ પણ છે.

વાવની દંતકથા ગુજરાતી ચલચિત્ર વણઝારી વાવ (૧૯૭૭)માં દર્શાવવામાં આવી છે. આ વાવ પર દેહુના દાન અર્થાત્ માધવાવ નામનું નાટક પણ લખાયું છે. ઝવેરચંદ મેઘાણીના પુસ્તક રઢિયાળી રાતના રાસમાં માધાવાવ અંગેનું લોકગીત સમાવી લેવાયું છે. આ દંતકથા આધારિત લલિત ત્રિવેદીએ એક કાવ્ય લખ્યું છે જે તેમના અંદર બહાર એકાકાર કાવ્યસંગ્રહમાં સમાવેલ છે

સંપાદકઃ-પ્રજાપતિ તુષાર “ઝાકળ”

વિવિધ જ્ઞાતિઓની ખાસિયતોની રસપ્રદ વાતો લોક સાહિત્ય

Standard

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક વિશિષ્ટતાઓ અને વૈવિધ્ય ધરાવતા અસંખ્ય પંથકો આવેલા છે. સૌરાષ્ટ્રના આ પંથકોમાં અનેક ભ્રમણશીલ જાતિઓએ જળ અને સ્થળ માર્ગેથી આવીને વસવાટ કર્યો છે. આ બધી પ્રજાની જ્ઞાતિઓ, અટકો, ખાનપાન, રીતરિવાજ, દેવી-દેવતાઓ, ધાર્મિક માન્યતાઓ, ઉત્સવો, સંગીત, વાદ્યો અને નૃત્યોમાં કેટકેટલું વૈવિધ્ય સાંપડે છે?

‘સૌરાષ્ટ્ર : સત્યમ્ શિવમ્ સુંદરમ્’ પુસ્તકમાં આપણા લબ્ધપ્રતિષ્ઠ વિદ્વાન ચારણ કવિ પીંગળશીભાઈ મેઘાણંદ ગઢવીએ તો ગીતમાં આહિર, ઓડ, આરબ, કાઠી, કાયસ્થ, કોળી, કણબી, કઠિયારા, કુંભાર, કલાલ, ખત્રી, ખાંટ, ખારવા, ખોજા, ખસિયા, ઘાંચી, ઘંટિયા, નાગર, ચારણ, સોની, સતવારા, સુતાર, સલાટ, સીદી, તરગાળા, તંબૂરિયા, મેર, મુમના, મોચી, મારગી, મદારી, ખરક, ખલાસ વગેરે એકસો ને સીત્તેર કોમોની નામાવલી ૨૮ પંક્તિના એક ગીતમાં આપી છે. સાથે સાથે એમણે આ બધી જ્ઞાતિઓ-કોમોની ખાસિયતો અને એમનું શું વખણાય છે તેની માહિતી બીજા એક ગીતમાં આપી છે. આજે વાચકોને વિવિધ જ્ઞાતિઓ, નગરો અને ગામોની કઈ કઈ ચીજો લોકજીવનમાં વખણાય છે તેની રસપ્રદ માહિતી આપવાનો ઉપક્રમ છે. સૌ પ્રથમ સ્વ. શ્રી પીંગળશીભાઈ ગઢવીએ ગીતમાં આપેલ જ્ઞાતિઓની વિશિષ્ટતાઓ પર ઊડતી નજર કરીએ :

બ્રાહ્મણની રસોઈ, રાજપૂતની રીત

વાણિયાનો વેપાર, પારસીની પ્રીત

નાગરની મુત્સદી વ્યાસની ભવાઈ

લોહાણાની હુંસાતુંસી,ભાટિયાની ભલાઈ.

આયરની રખાવટ ચારણની ચતુરાઈ

મેમણની ખેરાતી સૈયદની સચ્ચાઈ

કણબીની ખેતી, સંધીની ઉઘરાણી

પઠાણનું વ્યાજ ઘાંચીની ઘાણી.

મેરનો રોટલો પૂજારીનો થાળ

કોળીની કરકસર ભક્તોની માળ

વહીવંચાની બિરદાવળી ઢાઢીનાં વખાણ

ભાટની કવિતા માણભટ્ટની માણ.

મણિયારાની ચૂડલી વાંઝાનો વણોટ

ખવાસની ચાકરી ખત્રીનો રંગાટ

સીદીનો મસીરો કાગદીની શાઈ

ખોજાના ડાળિયા કંદોઈની મિઠાઈ

ચુંવાળિયાનું પગેરું વાઘેરની કરડાઈ

આડોડિયાની ઝડઝપટ તરકની તોછડાઈ

અબોટીનાં કીર્તન બજાણિયાની ઠેક

સોમપુરાના મંદિરો ઘંટિયાની ખેપ

સરૈયાનો સુરમો સુતારનું ઘડતર

મોચીનાં પગરખાં કડિયાનું ચણતર

વોરાની નમ્રતા વાળંદનો જવાબ

પસાધતાનો ખુંખારો દરવાણીનો રૂવાબ

ખારવાનું વહાણવટું લોધીની જાળ

દરજીનો ટાંકો-ટેભો પ્રજાપતિનો ચોફાળ

નાડીઆનું ગાડાનારણ કાયસ્થની કલમ

વૈદ્યનું પડીકું ગંજેરીની ચલમ

રામાનંદીની આરતી મુલ્લાની બાંગ

ભોઈનું રાંધણું ભરવાડોની ડાંગ

સિપાઈનો સાફો ને નટડાનો દોર

કાશીના પંડિતો તીરથનો ગોર

વાળંદની હજામત ચામઠાની શાન

લુહારિયાની અટપટી ડફેરનું નિશાન

કબાડીની કુહાડી ભઈલનું તીર

શીખની ઉતાવળ ધૂળધોયાની ધીર

માધવિયાની કે’ણી ભોવાયાનો ભાગ

ઢાઢીની રામલીલા ધૂતારાનો લાગ

મતવાનું મૈયારું રાંકાની રાબ

ભીખારીની ઝોળી, ને માળીની છાબ

નાથનો રાવણહથ્થો ભાંડના ગાલ

ચોરટાની શિયાળી તસ્કરનો ખ્યાલ

મલ્લની કુસ્તિ ને બહુરૂપીનો વેશ

જાદૂગરની ચાલાકી માલધારીનો નેસ

ભોપાનો ભભકો રબારીની પુંજ

ભરથરીનું ખપ્પર શેતાનની સૂઝ

પ્રશ્નોરાનું વૈદું નાઘોરીનો નાતો

સાધુનું સદાવ્રત કસાઈનો કાતો

લંઘાના ત્રાસાં તૂરીનું રવાજ

કામળિયાના કાંસિયા ડબગરનું પખાજ

રખેહરનો ઢોલ મીરની શરણાઈ

મારગીનો તંબૂરો ધોબીની ધોલાઈ

જંગમનો ટોકરો રાવળનું ડાક

વાદીની મોરલી બહારવટિયાની ધાક

લંઘીના રાજિયા યોગીની મોજ

જત્તીનો ત્યાગ ફિરંગીની ફોજ

વાંસફોડાના વાંસ હીજડાની તાળી

ગોકળીનો ગોફણિયો રાજૈયાની થાળી

સલાટની ઘંટી પીંજારાની તળાઈ

સંઘાડિયાનો ઢોલિયો મજૂરની કમાઈ

સંન્યાસીનું મુંડન જોગીની ધૂણી

ફકીરની કહુવા શરાફીની મૂડી.

લુહારની ધમણ ગાંધર્વનું ગાણું

જૈનોના અપવાસ સુરતીનું ખાણું

મેઘવાળની મજૂરી ઘાંચીની ધાર

દાડીઆ દાતરડી ખાણીયાનો ડાર

માજોઠીનું ગધેડું ચુનારનો ભઠ્ઠો

જતની સાંઢડી વણઝારાની પોઠયો

ઘેડિયાની ટીપણી પઢોરાના રાસ

કલાલનો દારૂ કઠિયારાનો કાંસ

થોરોની ઈંઢોણી ચમારનો કુંડ

સ્વામિનારાયણનો ચાંદલો અતિતનું ત્રિપુંડ

મુંડાનો વાંદર્યો દેવીપૂજકની વઢવેડ

વેરીઆની કરબત હીજરતની હેલ્ય.

🕉 વિવિધ વ્યક્તિઓનું શું વખણાય?

લોકોક્તિઓમાં સત રાજા હરિશ્ચંદ્રનું, ટેક મહારાણા પ્રતાપની. અભિમાન રાજા રાવણનું. ભાઈબંધી કૃષ્ણ સુદામાની, વરદાન રાજા દશરથનું. સેવા શ્રવણની, બળ ભીમનું. બાણ વિદ્યા અર્જુનની, પરાક્રમ હનુમાનનું. દાન કર્ણનું. રાજ રાજા રામનું. વેપાર વાણિયાનો.

🕉 નગરોનું શું શું વખણાય?

બરફી, ચૂનો ને પાપડી સુરતના,

સુતરફેણી, હલવાસણ અને ખીચડી ખંભાતના.

ભજિયા આણંદના. ઘી ઘોઘા, બન્ની (કચ્છ) અને જામખંભાળિયાનું.

કંકુ કુંભાર ને સૂડી પાટણના.

દોરી. દહીં ને પેંડા મથુરાના.

ઘી કાંટા ને ગુંદરપાક સોજિત્રાના.

સૂંઠ જામફળ, ગોટા ને ધોતલી ધોળકાના.

છીંદરી છાલ ને છીપા ખેડાની.

છીંકણી, છાસ ને કહાલાં વિરમગામના.

ગાય, ગોવાળ ને માંકડાં ગોકુળના.

બહેડાં, બૈરાં ને બળદ વિસનગરના.

કપાસ કચેરી ને કામદાર ભરુચના.

હાથી સાથી ને લાકડાં મલબારના.

મેવો સેવો ને મિઠાઈ કાબુલના.

બરફ બાબુ ને કાળીમાતા કલકત્તાના.

મરણ મુરતી ને મોક્ષ કાશીના.

જમણ સૂરતનાં, મરણ કાશીના.

કાચ કારીગર ને કેળવણી ચીનના.

કણબી, કાઠી ને લાઠી કાઢિયાવાડના.

મૂળા મગદળ ને બ્રાહ્મણ સિદ્ધપુરના.

જૂઠ જોડા ને રંગ જયપુરના.

અમીન વસોના. કંજુસ મારવાડના.

કણબી કડીના. કુંભાર પાટણના.

ખારવા ખંભાતના. ગરો સિધ્ધપુરના.

ગુરખા નેપાળના. ગોલા ખંભાતના.

ઘાંચી ગોધરાના. ઘાટી ડુંગરપુરના.

ચોબા મથુરાના. છીપા અમદાવાદના.

ઠગ દિલ્હીના. તરગાળા વિસનગર અને કડીના.

નવાબ લખનૌના. પંડિત કાશીના.

બહારવટિયા કાઠિયાવાડના. માલધારી કચ્છના.

લહેરીલાલા સુરતના. લુહારિયા ચિત્તોડના.

પંડિતો કાશ્મીરના. શીખ પંજાબના,

શૂરવીર રાજપૂતો મેવાડ-રાજસ્થાનના. સાક્ષરો નડિયાદના.

પાવૈયા પેટલાદના ભંવડા અંબાજીના. કવિઓ બંગાળના.

પટોળા પાટણના. સોનુ લંકાનું.

ઠુંમરા ( કેસરી રંગના પારા) હીગળાજના. કાવડય કાશીની.

કડલાં કાઠિયાવાડના. ડાબલા ડભોઈના.

પટારા ને સાંગામાંચી સૌરાષ્ટ્રના. ખરાદીકામના કસબી સંખેડાના.

જરી અને હીરાકામ સુરતના.

બાંધણી સૂડી કંકુ અને કાતર જામનગરના.

મરચું શેરથાનું. બાંધણી કચ્છ અને જેતપુરની.

અશ્વો કાઠિયાવાડના અને મારવાડના.

રમકડાં ખરાદી અને લાખકામ ઈડરના.

ઘઉં ભાલના. તુવેરદાળ વાસદની.

ગાંઠિયા ભાવનગરના. દેવડા (મિઠાઈ) પાટણના.

તુવેર અને તમાકુ ચરોતરના.

ભેંસ મહેસાણા, જાફરાબાદ અને બન્ની (કચ્છ)ની. ગાય ગિરની અને

માણાવદરની મોજડી,
જામનગરનો જોડો,
બગસરાનું મોળિયું
અને ભાવનગરનો તોડો.

આ બધાના ગુણગાન કહેવતો ઉક્તિઓ અને જોડકણામાં આજેય જોવા મળે છે. આ બધી આપણી સંસ્કૃતિની વિરાસત છે. મોંઘેરી મિરાત છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

ગુજરાતનો વારસો

Standard

1. જાંબુવતીનું ભોંયરું ક્યાં આવેલ છે – પોરબંદર
2. ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર – પ્રો. મૌલાબક્ષ
3. ગુજરાતી ભવાઇના ભિષ્મ પિતામહ કોણ – અસાઇત
4. કાળકા શિખર કયા પર્વત પર આવેલ છે – ગિરનાર
5. ગુજરાતમાં કઇ પરિક્ર્માઓનું વિશેષ મહત્વ છે – નર્મદા, શેત્રુંજય અને ગિરનાર
6. કાર મ્યુઝિયમ ક્યાં આવેલ છે – ગોંડલ
7. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું – વીરચંદ રાઘવજી ગાંધી
8. ગુજરાતની કઇ નદીઓ કુંવારિકાઓ કહેવાય છે – બનાસ, સરસ્વતી અને રૂપેણ
9. ગુજરાતમાં કાષ્ઠકલાનાં કેન્દ્રો કયા – ભૂજ, ભરૂચ, ઇડર, સંખેડા, નડિયાદ
10. જમયલશા પીરની દરગાહ ક્યાં આવેલ છે – જૂનાગઢા
11. ગઢ્ડા કયા સંપ્રદાયનું તીર્થધામ છે – શ્રી સ્વામિનારાયણ
12. ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલ છે – માંડલ
13. બાર્ટન સંગ્રહાલય ક્યાં આવેલ છે – ભાવનગર
14. ‘મુદ્વા સ્કૂલ ઑફ ક્લાસિક્લ ડાન્સિંગ’ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી – ભાસ્કર અને રાધા મેનન
15. ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલ છે – કચ્છ
16. ઉનડબાપુની જન્મભૂમિ કઇ – પાળિયાદ
17. વડનગરનો કિલ્લો કોણે બંધાયો હતો – કુમારપાળે
18. વેદમંદિરની સ્થાપના કોણે કરી હતી – સ્વામી યોગેશ્વરનંદજી
19. રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો – મહંત નૃસિંહદાસજી
20. રાણી રૂપમતી મસ્જિદ કોણે બંધાવે હતી – મહંમદ બેગડો
21. ગુજરાતી સાહિત્ય અકાદમીનું સંચાલન કોણ કરે – ગુજરાત સરકાર
22. એક્વાસિટી વૉટરપાર્ક ક્યાં આવેલ છે – કામરેજ
23. “એ તો કેવો ગુજરાતી જે હો કોવળ ગુજરાતી” પંક્તિ કોની – ઉમાશંકર જોશી
24. સોમનાથમાં કઇ ત્રણ નદીઓને સમૂહ થાય છે – સરસ્વતી, હિરણ અને કપિલા
25. હોળી ક્યારે ઉજવાય – ફાગણ પૂનમ
26. કઇ જાતિના લોકોની ઘોડાદોડ જોવાલાયાક હોય છે – મેર
27. અમદાવાદની સ્કૂલ ઑફ આર્કિટેકચરના સ્થાપક કોણ – બાલકૃષ્ણ દોશી
28. કચ્છનું બન્ની ગામ કયા કારણે જાણીતું છે – ભરતગૂંથણ
29. કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા – કોરી
30. સૌરાષ્ટ્રની કઇ જાતિના લોકો મોતીકામ માટે જાણીતા છે – કાઠી
31. પઢારની વસતિ કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે – નળકાંઠા
32. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઊજવાય છે – મોઢેરા
33. માટેલમાં કયા માતાજીનું મંદિર આવેલ છે – ખોડિયાર માતા
34. શૂરપાણેશ્વર મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે – વડોદરા
35. મોતી ભરત કયા લોકોનું જાણીતું – અમરેલી જિલ્લાના કાઠી લોકોનું
36. ગોપાળદાસની હવેલી ક્યાં આવેલ છે – વસો (હવેલીની કાષ્ટકલા જોવ જેવી છે)
37. સંત અમર દેવીદાસની જગ્યા ક્યાં આવેલ છે – પરબવાવડી
38. સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીનો જન્મ ક્યાં થયો હતો – માંડવી
39. ગુજરાતમાં કયું યાત્રાધામ સુખડીના પ્રસાદ માટે જાણીતુ છે – મહુડી
40. નિપા ઠક્કર ક્યા ક્ષેત્રે જાણીતા – કાથ્થક
41. વડોદરમાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કોણે કરી હતી – અંબુભાઇ પુરાણી
42. સરોજ ગુંદાણીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું – સુગમ સંગીત
43. પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નામ કયા ક્ષેત્રે જાણીતું – ફિલ્મ સંગીત
44. ગુજરાતમાં કયા પ્રદેશની ભાષાની લિપી નથી – કચ્છ
45. ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ સંગીતકાર કોણ – પ્રો. મૌલાબક્ષ
46. શાયલા શાના માટે જાણીતું છે – લાલજી મહારાજના સ્થાન માટે
47. પટારા માટે કયું શહેર જાણીતું – ભાવનગર
48. કયા મેળામાં નાગા બાવાઓના સંઘયાત્રા કરે છે – ભવનાથના મેળામાં
49. પન્નાલાલ પટેલની કઇ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ – માનવીની ભવાઇ
50. તણછાંઇ કાપડ સાથે ક્યું નામ જોડાયેલું છે – સુરત
51. ક્ષેમુભાઇ દિવેટીયા અને રાસ બિહારીનું નામ કયા ક્ષેત્રે જાણીતું – સુગમ સંગીત
52. કૌમુદી મુનશીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું – સુગમ સંગીત
53. ઇસ્ટર સન્ડે કયા ધર્મના લોકો ઉજવે છે – ખ્રિસ્તી
54. નંદીની શાહનુ નામ ક્યા ક્ષેત્રે જાણીતા – સિતાર
55. શ્યામક્ષ ચાવડાનું નામ કયા ક્ષેત્રે જાણીતું – સંસ્કૃતના વેદપાઠી વિદ્ધાન
56. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે – ભાલણ
57. બંસીલાલ વર્મા (ચકોર) નું નામ કયા ક્ષેત્રે જાણીતું – કાર્ટૂનિંગ
58. સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું -ચિત્રકળા
59. પ્રાગજી ડોસાનુ નામ કય ક્ષેત્રે જાણીતું – ગુજરાતી નાટ્ય (નાટ્યકલા)
60. કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે – અષાઢ સુદ બીજ
61. દમયંતી બરડાઇનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું – લોકસંગીત
62. કુંભારિયાના જૈન દેરાસરો ક્યાં આવેલ છે – અંબાજી
63. પ્રખ્યાત સંગીતકાર બૈજુબાવરાનું વતન કયું – ચાંપાનેર
64. અમિત અંબાલાલનું કયા ક્ષેત્રે જાણીતું – ચિત્રકળા
65. કાર્ટૂનિસ્ટ બંસીલાલ વર્માનું ઉપનામ – ચકોર
66. જુગતરામ દવે આશ્રમ ક્યાં આવેલો છે – વેડછી
67. વિઠ્ઠલદાસ બાપોદરાનું નામ કયા ક્ષેત્રે જાણીતું – હવેલી સંગીત

खुशबु गुजरात की…

Standard

​“गुजरात की हवा में भी व्यापार है साब जी” या संवाद तो आपने सुना ही होगा फिल्म  रईस में | जी हाँ दोस्तों आज में आपको गुजरात के बारे में ऐसी जानकारी बताऊंगा जो की हर भारतीय और हर गुजराती  को जाननी चाहिए | 

गुजरात एक ऐसा राज्य है जहाँ पर आज भी सांस्कृतिक परंपरा को आज भी बहुत माना जाता है । गुजरात, भारत का बहुत ही महत्वपूर्ण राज्य है। कच्छ, सौराष्ट्र, काठियावाड गुजरात के प्रादेशिक सांस्कृतिक अंग हैं। इनकी लोक संस्कृति का संबंध  राजस्थान, सिंध और पंजाब, महाराष्ट्र और मध्य प्रदेश के साथ है |
 
Information About Gujarat 
गुजरात की राजधानी गांधीनगर शहर समग्र एशिया में सबसे हरियाला पाटनगर है |

फोर्ब्स मैगज़ीन की यादी के अनुसार भारत की सबसे धनिक 5 व्यक्तिओं में से 3 मुकेश अंबानी , अज़ीज़ प्रेमजी और दिलीप संघवी गुजरात के ही है |

अलंग विश्व का सबसे बड़ा शीप ब्रेकिंग यार्ड है जो की भावनगर से मात्र 50 km के अंतर पर है | अलंग के दरिया किनारे पे करीबन 170 जितने प्लॉट्स है , जो की पुरे ४०,००० कामदार को रोजीरोटी पूरी करते है | यहाँ पे विश्व के 50% जहाजों का समारकाम होता है |
सूरत एक प्रख्यात शहर है हीरो के लिए | गुजरात के सूरत में समग्र विश्व के 10 में से 8 हीरे पोलिश होते है | हीरे के व्यापर के लिए सूरत मुख्य केंद्र है |

२००० फिट की ऊंचाई पे आया हुआ गुजरात का  पालिताणा शहर  विश्व का एकमात्र स्थान है जहाँ पे 900 से भी ज्यादा जैन मंदिर है |

गुजरात का समुद्रतट 1600 km की लम्बाई का है जो की सभी भारत के राज्यों से ज्यादा है |

सोलर केनाल पॉवर प्रोजेक्ट सबसे पहले गुजरात में अमल में आया | जिसमे सोलर पेनल सुयोजित करके विद्युत उत्पन्न करने के हेतु से राज्यव्यापी 19000 km लम्बी नर्मदा नहर का इस्तेमाल किया गया है |
विश्व की सबसे बड़ी तेल की रिफाइनरी गुजरात के जामनगर शहर में स्थित है | यह रिफाइनरी रिलायंस कंपनी की है | यहाँ पर हर दीन 12 लाख बेरल तेल शुद्ध होता है |

गुजरात भारत का एकमात्र राज्य है जहाँ पर राज्यव्यापी २२०० km. लम्बी गेस पाइप line है |

गुजरात के वड़ोदरा शहर में स्थित M .S univercity ( महाराजा सयाजीराव गायकवाड विश्वविद्यालय ) गुजरात का सबसे बड़ा विश्वविद्यालय है ,M .S .univercity को भारत की  श्रेष्ट univercity की यादी में हिंदुस्तान टाइम्स ने छठा और इंडिया टुडे ने दसवां स्थान दिया है |

बालाशिनोर का जुरासिक पार्क विश्व का दूसरा नंबर का शहर है जहाँ पर डायनासोर के अवशेष और अंडे देखने को मिलते है | यहाँ से डायनासोर के 13 प्रजाति के अवशेष मिले है |

अमदावाद स्थित इंडियन इंस्टीट्यूट of मैनेजमेंट ( I.I .M .) विश्व की 24 वे नंबर की और एशिया की फर्स्ट नंबर की मैनेजमेंट कॉलेज है |

समग्र भारत की कृषि विकास की बात करे तो गुजरात 13 % कृषि विकास के साथ प्रथम नंबर पर है जिसका मुख्य कारण खेत करने की विविध policy , सिंचाई पद्धति और कृषि विकास कार्यक्रम है |

कपास समग्र भारत में वस्त्र बनाने का मुख्य स्तोत्र है | भारत की तीसरे भाग की खेती गुजरात में होती है |

कच्छ में आया हुआ मुन्द्रा बन्दर भारत का सबसे बड़ा खानगी बन्दर है | जिसका संचालन अदानी पोर्ट और सेज लिमिटेड जैसी कंपनी करती है | फरवरी २०१५ के अहेवाल के अनुसार उनकी वार्षिक कार्गो संचालन क्षमता ३३८ m .m.t . की है |

सरदार सरोवर बंध नवागाम स्थित नर्मदा नदी के तट पर आया हुआ गुजरात का सबसे लम्बा बंध है | नर्मदा वेली प्रोजेक्ट एक बड़ा hydrolic enginirring project है जिसका उपयोग  नर्मदा नदी पर सिंचाई और विद्युत उत्पन्न करने हेतु होता है |

गुजरात स्थित कच्छ का रण  चन्द्र के प्रकाश में सफ़ेद रण बन जाता है | जो समग्र विश्व में अद्भुत कुदरती रचना के लिए विश्वविख्यात है |

सोमनाथ मंदिर बहुत ही प्रख्यात हिन्दू यात्राधाम है | 12 ज्योतिर्लिंग में से 1 यहाँ पर है , और यह मंदिर अद्भुत स्थापत्य का मॉडल है |

चिंकारा एक नाश होती जाने वाली प्राणी की जाती है , मात्र ७००० चिंकारा हाल में अस्तित्व में है | ८० % चिंकारा कच्छ के नारायण सरोवर अभ्यारण में रहते है |

गांधीनगर का अक्षरधाम मंदिर इस सदी की स्थापत्य की अजायबी है | जिसकी भव्य स्मारक का बांधकाम ६००० टन गुलाबी पत्थर से 900 कुशल कारीगर के द्वारा किया गया है |

कबीरवड नर्मदा नदी के मध्य में एक टापू पर स्थित प्रख्यात स्थल है | जो की करीबन 3 km. जितने विस्तार में फैला हुआ है | कबीर वड का नाम प्रख्यात सन्त कबीर के नाम से रखा हुआ है |

सरस्वती नदी के किनारे पे पाटन स्थित राणी की वाव को यूनेस्को की वर्ल्ड हेरिटेज साईट में स्थान मिला हुआ है | यह वाव बड़े प्रमाण में जल स्त्रोत का संग्रह करने की पद्धति की अद्भुत रचना है |
बनासकांठा जिले  में आया हुआ अम्बाजी माता का मंदिर भारत के महत्वपूर्ण शक्तिपीठ में से एक है | आरासुर पर्वत के तट पर और घने जंगलों से घिरा यह मंदिर सांस्कृतिक वारसा और पौराणिक महत्व का प्रतिक है |

काठियावाड की भूमि पे स्थित पवित्र गिरनार पर्वत की ऊंचाई 3666 फिट है | यह पर्वत हिन्दू और जैन धर्म के भक्तो का यात्राधाम है | यहाँ पर ज्यादातर लोग गिरनार परिक्रमा त्यौहार के दौरान आते है , ये  परिक्रमा प्रवेशद्वार से शुरू हो के गिरनार तलेटी , भवनाथ पर पूरी होती 36 km.लम्बी परिक्रमा है |

भावनगर के महुवा गाँव में  प्याज के 55  dyhydression प्लांट है | यह भारत का दुसरे नंबर का प्याज उत्पादन केंद्र है , यहाँ से प्याज की अन्य राज्यों में निकास होती है |

अहेमदशाह के शाशनकाल के दौरान सन 1424 में बनी जामा मस्जिद अहमदावाद की भव्य जामा मस्जिद है | इसको हम जुम्मा मस्जिद के नाम से भी पहेचानते है | पीले पत्थर से बना मंदिर का संकुल 75 मीटर लम्बा और 66 मीटर चौडे आंगन के केंद्र में आया हुआ है |

वड़ोदरा शहर में स्थित लक्ष्मी विलास पैलेस गुजरात का गौरव है | विश्व के रजवाडी महलों में से एक लक्ष्मी विलास महल वड़ोदरा के महाराजा और उनके परिवार के सभ्य का निवासस्थान है |

मोढेरा भारत के नोंधपात्र सूर्यमंदिर में से एक है | भगवान सूर्य को समर्पित यह मंदिर सोलंकी राजवंश के शासक द्वारा 11 वि सदी में बना है | इस मंदिर की खास बात यह है की सूर्योदय के  प्रकाश की  पहेली किरण मंदिर के ग्रभग्रुह में पड़ती है |

अहमदाबाद स्थित सीदी सैयद की जाली पीले पत्थर पे की गयी जाली काम के लिए प्रख्यात है | इस जाली में वृक्ष की डाल और पन्नों की बहुत ही सफाई पूर्वक कामगिरी की गयी है |

अहमदाबद में स्थित साबरमती आश्रम गाँधी आश्रम के नाम से भी पहेचाना जाता है | इस आश्रम से गांधीजी ने स्वतंत्रता संग्राम की अंतिम योजना बनाई थी | यहाँ पर अभी भी गांधीजी के चश्मे , जूते , और किताब देखने को मिलेगी |

गुजरात के सानंद स्थित आया हुआ  नल सरोवर  मध्य एशिया , यूरोप और सिबिरियन से आते स्थलांतर पक्षिओं का प्रिय स्थल है | इस सरोवर में 250 से भी  ज्यादा पक्षिओं की प्रजाति देखने को मिलती है |

कच्छ स्थित हाजीपीर की दरगाह एक पवित्र स्थल है जहाँ पर हर धर्म के लोग जातिवाद भूल के आते है |

1000 मीटर की ऊंचाई पे डांग जिल्ले में आया हुआ सापूतारा गुजरात का एक मात्र गिरिमथक है | भेजवाला वातावरण , कुदरती धोध और हरियाली यहाँ की विशेषता है |

अहमदाबाद स्थित इसरो 1969 में डॉक्टर विक्रम साराभाई द्वारा स्थापित संस्था है , यह संस्था पहले प्रयास में ही मंगल ग्रह में पंहुचने वाली पहेली संस्था है | इसरो के पिछले 40 सालों का खर्च नासा के एक साल के बजट के बराबर है |

बारडोली स्थित सुगर फैक्ट्री एशिया की सबसे बड़ी सुगर फैक्ट्री है | इसकी प्रतिदिन पिलाई क्षमता 10 अबज टन है | यह फैक्ट्री हजारो कर्मचारी और किसानों की रोजीरोटी का जरिया है |

गुजरात के आनंद में आयी हुई अमूल डेरी सन 1946 में बनी थी | जिसका संचालन सरकारी संस्था करती है | अमूल डेरी ने श्वेतक्रांति का सर्जन करके भारत को विश्व में सबसे बड़े प्रमाण में दूध और उनकी बनावट के  उत्पादन के लिए बहुत खास स्थान दिलाया है |

जामनगर का बाला हनुमान मंदिर सबसे लम्बी राम धुन के लिए प्रख्यात है जो की गिनीज book के रिकॉर्ड में है | 1st अगस्त 1964 में शुरू हुई रामधुन अभी भी 24 घंटा चलती है |

वलसाड शहर से 5 km.की दुरी पर तिथल का समुद्र काली मिटटी के लिए प्रख्यात है | साईं बाबा और स्वामीनारायण का मंदिर यहाँ की खासियत है |
आपको यह post पसंद आई हो तो follow और share करना मत भूलिए | 

– HINDINX

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ની ગૌરવગાથા

Standard

દોસ્ત, હું ગુજરાત છું.

જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત. જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત. ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત. શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠલું ગુજરાત. ફળફળતાં ઢોકળાં જેવું નરમ અને માફાળા ગાડાની ધુંસરી જેવું નક્કર ગુજરાત.

હું સિકસર મારતી વખતે યુસુફ પઠાણના કાંડાની ફૂલી ગયેલી નસમાં રક્ત બનીને ધસમસું છું, અને પરેશ રાવલના ચહેરા પર અંકાતા રમતિયાળ સ્મિતમાં ઝગમગું છું. હું હેમુ ગઢવીના કસુંબલ કંઠનો અષાઢીલો ટહુકો છું અને ઘાયલ થયેલા અમૃતના શબ્દોનું મોતી છું, કલ્યાણજીભાઇએ કલેવાયોલીન પર છેડેલી બીનની સર્પિલી તાન છું. કેડિયાની ફાટફાટ થતી કસોને તોડતો માલધારીનો ટપ્પો છું, અને દામોદર કુંડની પાળીએ ગિરનારી પરોઢના સોનેરી ઉજાસમાં કેસર
ઘોળતું હું નરસિંહનું પ્રભાતિયું છું. ભારતની વાંકી રે પાઘલડીનું ફુમતું છું હું, ગુજરાત!

સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધી અને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ! મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે, અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે.

મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે, અને નકશાઓનો એકઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે. ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી, અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો. મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી. મહેબુબખાનથી મનમોહન દેસાઇ, આયેશા ટાકિયાથી હિમેશ રેશમિયા સુધી ગુજરાતની અહાલેક વાગે છે.

ભારતની છાતી પર પેદા થનારાઓને મારા ખોળામાં માથું મૂકીને દેહત્યાગ કરવો ગમે છે. કાલિંદીની પાણીદાર લટો સાથે અઠખેલિયા કરતાં ભારતવર્ષના યુગપુરૂષ ગોમતીના કિનારે છબછબિયાં કરવા અહીં આવીને વસ્યા. હા, કુરૂક્ષેત્રની વચ્ચે ગીતા સંભળાવનાર યોગેશ્વર અને શરદપૂનમની રાતલડીએ ગોપીઓને નચાવનાર મુરલીધરનું હું ઘર છું. હું હસ્તિનાપુરના સિંહાસનને ઘુ્રજાવનાર સુદર્શનચક્ર છું, અને દ્વારકાધીશના સુવર્ણકળશ પર ફરફરતી બાવન ગજની ધજાનો ઠસ્સો છું. ભારતની સૌથી લાંબી પદયાત્રા કરીને હિમાલયના ઉત્તુંગ ગિરિશિખરોમાં ટટ્ટાર ઉભા રહી, રામેશ્વરમના દરિયા કિનારે ચરણ પખાળી, નીલકંઠવર્ણી સ્વામી સહજાનંદ પણ મારા હૈયે આવીને વસ્યા, મારા થઇને વિકસ્યા.

હું આખા એશિયામાં સંભળાતી ગીરના સિંહની ખુમારીભરી ડણક છું અને એવા ડાલામથ્થા સાવજની કેશવાળીમાં આંગળીઓ ફેરવનાર આપા દાના જેવા સંતોના ભજનોની ચાનક છું. હું પરબવાવડીના ફડહ રોટલાની બાજરી છું અને જલારામ વીરપુરની બુંદીનું બેસન છું. મારી વીજળીના ચમકારે ગંગાસતીએ મોતીડાં પરોવ્યા છે અને મારી બળબળતી રેતી પર શ્વાનસંગાથે પાણી લઇ દાદા મેકરણ ધુમ્યા છે. મધરાતે એકતારા પર ગુંજતા દાસી જીવણના ભજનમાં હું છું અને ભવસાગર હાલકડોલક થતી જેસલ જાડેજાની નાવડી તારવી જનાર સતી તોરલના કીર્તનમાં હું છું. મોરારિબાપુના કંઠે ગવાતી ચોપાઇ છું, અને રમેશભાઇ ઓઝાના કંઠે ગવાતા શ્રીનાથજી પણ! જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું.

વ્હાલા, હું ગુજરાત છું
મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે. પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે. મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે. મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે. મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઊંમર ૫૦ની હશે, પણ મારી ઊંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.

મેં અણહિલવાડના વનરાજ ચાવડાને સિંહોની વચ્ચે ઉછરતો જોયો છે, મેં મૂળરાજ સોલંકીની તલવાર અને આશા ભીલના તીરકમાન જોયા છે. મને સિદ્ધરાજ જયસિંહે કાઢેલી મારી ભાષાના વ્યાકરણગ્રંથ ‘સિદ્ધહૈમશબ્દાનુ શાસન’ની શોભાયાત્રા માટેની હાથીની એ ભવ્ય અંબાડી અને જસમા ઓડણની ચીસ પણ ફાંસ બનીને ભોંકાઇ છે, મારા દિલમાં. અહમદશાહના ઘોડાની ટાપ પણ મેં જીરવી છે અને મોહમ્મદ બેગડાની મૂછના વાંકડા વળ પણ
મેં નીરખ્યા છે.

હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધીટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાં ય હું લપાતું હતું. માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે. કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ધુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે અને હા, મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે- અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે, અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.

અરે વાહ, હું ગુજરાત છું!
મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે, અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે. અમેરિકન મેગેઝીનોમાં ચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું… અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણા હીંચોળ્યા છે. સુરતના હીરાની હું પાસાદાર ચમક છું અને પાટણના પટોળાંની આભલા મઢેલી ઝમક છું. રવિશંકર રાવળ અને કનુ દેસાઈની હું રેખાઓ છું. સપ્તકના તબલાની થાપ અને કુમુદિની-મૃણાલિનીના નૃત્યના ઠેકાઓ હું છું.

હું છું સર ભગવતસિંહજીના ભગવદગોમંડલના ફરફરતા પાનાઓમાં, હું છું સયાજીરાવ ગાયકવાડના પેલેસની દીવાલો પર મલપતાં રાજા રવિવર્માના ચિત્રોમાં! હું પગથિયા ઉતરૂં છું અડાલજની વાવમાં અને પગથિયા ચડું છું અમદાવાદની ગુફાના! લખતરની છત્રી મારા તડકાને ટાઢો કરે છે અને સીદી સૈયદની જાળી એ જ તડકાથી મારી હથેળીમાં જાણે મહેંદીની ભાત મૂકે છે. હઠીસિંગની હવેલીના ટોટલે ખરતું હેરિટેજનું પીછું હું છું અને ધોરડોના સફેદ રણમાં ચૂરચૂર થઈ જતું નમકનું સ્ફટિકમય ચોસલું હું છું.

ઇડરના કોતરો સૂસવાટા મારતો પવન પણ હું છું, અને નલીયામાં ઠરીને પડતું હિમ પણ! નવસારીના દાદાભાઈ નવરોજીની પારસી અગિયારીનો આતશ પણ મારો છે, અને ગોઘૂલિટાણે સોમનાથના શિવાલયમાં ઘંટારવ સાથે થતી આરતીની અગ્નિશિખા પણ મારી છે. મહાલના જંગલોમાં પાણીમાં ઠેકડાં મારતા આદિવાસી બાળકો મારા ધાવણથી ઉછરે છે, અને લાલ લાલ સનેડો ગાઈને ચ્યોં ચ્યોં જતા છોરા-છોરીઓ ય મારા ગાલે બચ્ચી ભરે છે.

ગોંડલના ફાફડા-ભજીયાના ટેસડા મારી જીભમાંથી ઝરે છે અને સુરતની રતાળુની પુરી ખાવાથી પડતો શોષ પણ મારા ગળે પાંગરે છે. હળવદના ચૂરમામાં રેડાતી ઘીની લચપચતી ધાર છું હું, વડોદરાની ભાખરવડી ખાધા પછીનો સીસકાર છું હું. ભાવનગરી ગાંઠિયામાં મરીનો દાણો હું છું, અને રાજકોટના સંચાના આઈસ્ક્રીમ પર મુકાયેલો ચેરીનો બોલ પણ હું જ છું. મેં જેટલા રસથી એકલવીર જોધા માણેક, દાના દુશ્મન જોગીદાસ ખુમાણની બહારવટાની શૌર્યકથાઓના ધૂંટડા ભર્યા છે, એટલા જ રસથી વલસાડની હાફૂસ અને જૂનાગઢની કેસરના અમૃતરસના પણ ધૂંટડા ગટગટાવ્યા છે. મારી થાળીમાં ષટરસ છે, મારા હોઠ પર પાનથી લાલ થયેલ તંબોળરસની લાલિમા છે, અને મારા ગલોફામાં ઝેરી ગૂટકાના ચાંદાની કાલિમા પણ છે.

મારે ત્યાં સ્વયમ નટરાજના અર્ધાંગિની પાર્વતીએ પૌરૂષના રૌદ્રરસ સામે પ્રકૃતિના લાસ્યરસ સમું શીખેલું નૃત્ય, અનિરૂઘ્ધના પ્રેમમાં પડી કૃષ્ણના ઘેર સાસરે આવનાર કૈલાસશિષ્યા ઉષાએ રાસના સ્વરૂપમાં રોપ્યું છે. મોઢેરાના સૂર્યમંદિરના મૈથુનશિલ્પોમાં ઉપસતા ઉન્નત ઉરોજની પુષ્ટ ગોળાઈ પર લપસતી નજર છું હું! અને રાણકી વાવની શિલ્પાંગના તણા નિતંબે સરકતો કંદોરો છું હું! મારા હોંઠો પર વલસાડ પાસે જન્મેલા કામસૂત્રના ઋષિ વાત્સ્યાયને વર્ણવેલા ચુંબનની ભીનાશ હજુય તરવરે છે.

હું બ્રહ્મચારી યોગાચાર્યોની સનકમાં પણ છું, અને વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવ નવરાત્રિમાં હિલ્લોળ લેતી નવયૌવનાઓના સુંવાળી ત્વચા પર ઠુમકતી ઝાંઝરની ખનકમાં પણ છું! હું ભેંકાર રડીને લોહીના આંસુએ અગનવર્ષા કરતા માંગડાવાળાની અઘુરી પ્રીત છું. હું શેણી માટે એક હજાર નવચંદરી ભેંસો એકઠી કરવા ગયેલા વીજાણંદના રાવણહથ્થા પર પીગળતું ગીત છું. ઓઢા અને હોથલનું આલિંગન છું હું, અનેખેમરો લોડણનું આકર્ષણ છું હું! મેં તાંબાવરણી છાતી કાઢીને બરડા જેવા ડુંગર ધમરોળતા મેર-આહીર જુવાનોની રૂંવાડે રૂંવાડે છલકતી મર્દાનગી જોઈ છે અને મારા ડેનિમ થકી જ ભારતભરની યુવતીઓની લચકતી ચાલ પર વીંટળાતી બ્લ્યુ જીન્સની સિડક્ટિવ કાંચળી જોઈ છે. ભૂ્રણ હત્યાથી માત્ર દીકરી હોવાને લીધે ઘોંટાઈ જતા જીવનની ધૂટનનો મૌન ચિત્કાર પણ હું છું.

ડાર્લિંગ , હું ગુજરાત છું!
સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલમાંથી અંગારા લઈને અમેરિકા અજવાળનાર અને બિગ બેન ટાવરના ડંકા તળે ડંકો વગાડનાર એન.આર.જી. છું હું. વાયબ્રન્ટ મકરસંક્રાંતિના પતંગ ચગાવવા કરતા કાપવાનો વઘુ શોક રાખનાર કાચપાયેલો માંજો છું હું. હું હજાર નંગ પુસ્તક નથી જીરવી શકતું પણ રોજ અડધો કરોડ અખબારી નકલો પચાવી જાવ છું! કણબીનું હળ છું, કસબીની હથોડી છું. હું હોળીની પીળી ઝાળ છું અને દીવાળીની સતરંગી રંગોળી છું. હું નર્મદના ડાંડિયે પીટાયેલા મારા આકારનો પોકાર છું. હું કાકાસાહેબ કાલેલકર અને ફાધર વાલેસનું સાસરિયું છું. હું મુનશીની અસ્મિતા છું અને મેઘાણીની રસધાર છું.

હું જુમા ભિસ્તીના દેહ પર વળેલો પરસેવો છું. દીકરીના કાગળની વાટ જોતા કોચમેન અલી ડોસાની આંખે નેજવું કરતી કરચલિયાળી હથેળી છું.

જો તમે ગુજરાતી હોવ તો જરૂર બીજાને શેર કરજો

જય જય ગરવી ગુજરાત

गुजरात के वीर राजपुत – पार्ट 2 Rajputs Of Gujarat

Standard

🔸 गुजरात के वीर राजपुत – पार्ट 2 🔸

image

1 ➡ ठाकोर रणमलजी जाडेजा (खीरसरा) – जुनागढ के नवाब ने खीरसरा पर दो बार हमला किया लेकिन रणमलजी ने उसे हरा दिया, युद्ध की जीत की याद मे जुनागढ की दो तोपे खीरसरा के गुढ मे मोजुद है ||

2 ➡ राणा वाघोजी झाला (कुवा) – मुस्लिम सुल्तान के खिलाफ बगावत करी, सुल्तान ने खलिल खाँ को भेजा लेकिन वाघोजी ने उसे मार भगाया, तब सुल्तान खुद बडी सेना लेकर आया, वाघोजी रण मे वीरगति को प्राप्त हुए और उनकी रानीयां सती हुई ||

3 ➡ राणा श्री विकमातजी || जेठवा (छाया) – खीमोजी के पुत्र विकमातजी द्वितीय ने पोरबंदर को मुगलो से जीत लिया. वहां पर गढ का निर्माण कराया. तब से आज तक पोरबंदर जेठवाओ की गद्दी रही है ||

4 ➡ राव रणमल राठोर (ईडर) – जफर खाँ ने ईडर को जीतने के लिये हमला किया लेकिन राव रणमल ने उसे हरा दिया. श्रीधर व्यासने राव रणमल के युद्ध का वर्णन ‘रणमल छंद’ मे किया है ||

5 ➡ तेजमलजी, सारंगजी, वेजरोजी सोलंकी (कालरी) – सुल्तान अहमदशाह ने कालरी पर आक्रमण किया, काफी दिनो तक घेराबंधी चली, खाद्यसामग्री खत्म होने पर सोलंकीओने शाका किया, सुल्तान की सेना के मोघल अली खान समेत 42 बडे सरदार, 1300 सैनिक और 17 हाथी मारे गये, तेजमलजी, सारंगजी और वेजरोजी वीरगति को प्राप्त हुए ||

6 ➡ ठाकुर सरतानजी वाला (ढांक) – तातरखां घोरी ने ढांक पर हमला किया, सरतानजी ने सामना किया पर संख्या कम होने की वजह से समाधान कर ढांक तातर खां को सोंप ढांक के पीछे पर्वतो मे चले गये, बाद मे चारण आई नागबाई के आशिर्वाद से अपने 500 साथियो के साथ ढांक पर हमला किया और तातर खां और उसकी सेना को भगा दिया, मुस्लिमो की सेना के नगाडे आज भी उस युद्ध याद दिलाते ढांक दरबारगढ मे मोजुद है ||

7 ➡ ठाकोर वखतसिंहजी गोहिल (भावनगर) – भावनगर के पास ही तलाजा पर नुरुदीन का अधिकार था, ठाकोर वखतसिंहजी ने तलाजा पर आक्रमण किया, नुरुदीन की सेना के पास बंदुके थी लेकिन राजपुतो की तलवार के सामने टीक ना सकी, वखतसिंहजी ने खुद अपने हाथो नुरुदीन को मार तलाजा पर कब्जा किया ||

8 ➡ रणमलजी जाडेजा (राजकोट) – राजकोट ठाकोर महेरामनजी को मार कर मासुमखानने राजकोट को ‘मासुमाबाद’ बनाया. महेरामनजी के बडे पुत्र रणमलजी और उनके 6 भाईओने 12 वर्षो बाद मासुमखान को मार राजकोट और सरधार जीत लिया, अपने 6 भाईओ को 6-6 गांव की जागीर सोंप खुद राजकोट गद्दी पर बैठे ||

9 ➡ जेसाजी & वेजाजी सरवैया (अमरेली) – जुनागढ के बादशाह ने जब इनकी जागीरे हडप ली तब बागी बनकर ये बादशाह के गांव और खजाने को लुंटते रहे लेकिन कभी गरीब प्रजा को हेरान नही किया | बगावत से थककर बादशाह ने इनसे समाधान कर लिया और जागीर वापिस दे दी ||

10 ➡ रा’ मांडलिक (जुनागढ) – महंमद बेगडा ने जुनागढ पर आक्रमण कर जीतना चाहा पर कई महिनो तक उपरकोट को जीत नही शका तो वो जुनागढ के गांवो को लुंटने लगा  और प्रजा का कत्लेआम करने लगा, तब रा’ मांडलिक और उनकी राजपुती सेना ने शाका कर बेगडा की सेना पर हमला कर दीया तादाद कम होने की वजह से रा’ मांडलिक ईडर की ओर सहायता प्राप्त करने नीकल गये, बेगडा ने वहा उनका पीछा किया, रा’ मांडलिक और उनके साथी बहादुरी से लडते हुए वीरगति को प्राप्त हुए ||

11 ➡ कनकदास चौहान (चांपानेर) – गुजरात के सुल्तान मुजफ्फर शाह ने चांपानेर पर हमला कर उस पर मुस्लिम सल्तनत स्थापित करने की सोची लेकिन चौहानो की तलवारो ने उसको ऐसा स्वाद चखाया की हार कर लौटते समय ही मुजफ्फर शाह की मृत्यु हो गई ||

12 ➡ विजयदास वाजा (सोमनाथ) – सुल्तान मुजफ्फरशाह ने सोमनाथ को लुंटने के लिये आक्रमण किया लेकिन विजयदास वाजा ने उसका सामना करते हुए उसे वापिस लौटने को मजबुर कर दिया, दो साल बाद सुल्तान बडी सेना लेकर आया, विजयदास ने बडी वीरता से उसका सामना कर वीरगति प्राप्त की ||

👆👆👆👆 ये तो सिर्फ गिने चुने नाम है, ऐसे वीरो के निशान आपको यहां हर कदम, हर गांव मिल जायेगे..

👉 डुप्लीकेटो से निवेदन है की यह सिर्फ और सिर्फ राजपुतो की पोस्ट है, ईसमे दुसरो के नाम एड करके पोस्ट से छेडखानी ना करे…आभार 🙏

History & Literature

गुजरात के वीर राजपूत पार्ट 1 Rajputs Of Gujarat

Standard

image

rajput

          गुजरात के वीर योद्धा राजपूत
गुजरात के कुछ वीर राजपुत यौद्धाओं के बारे मे लिखा है। जिन्होने ना ही कभी किसी के सामने सर झुकाया है, ना ही कभी हार मानी है। अपनी प्रजा के रक्षार्थ अपनी और अपने परिवारो की गरदने कटवाई है, लेकिन कभी विदेशी आक्रमणकर्ताओ के आगे झुके नही…!!

जाम नरपतजी (जाडेजा) – जाम नरपतजी ने गजनी के पिरोजशाह बादशाह का सर उसी के दरबार मे काट डाला था | अदभुत शौर्य का प्रदर्शन करते हुए वे गजनी के सम्राट बने..

जाम अबडाजी “अडभंग” (जाडेजा) – 140 मुस्लिम लडकियो को बचाने के लिये दिल्ली के बादशाह अलाउदिन की विशाल सेना से युद्ध किया और वीरगति को प्राप्त हुए..

जाम साहेबजी, पबाजी और रवाजी (जाडेजा) – सिंध के मिर्जा ईशा और मिर्जा सले को झारा के युद्ध (प्रथम) मे शर्मनाक हार दी..

जाम सताजी, कुंवर अजाजी और मेरामणजी हाला (जाडेजा) – कर्णावती(अहमदाबाद) के सुल्तान मुझफ्फर शाह को दिल्ली के बादशाह अकबर से बचाने के लिये ‘भूचरमोरी’ मे युद्ध किया और वीरगति प्राप्त की। जुनागढ के नवाब और लोमा काठी की दगाबाजी की वजह से जीता हुआ युद्ध हारे..

राव देशलजी जाडेजा – ईरानी आक्रमणकर्ता शेर बुलंदखान की सेना के आगे अपने बहुत कम योद्धाओ को लेकर देशलजी ने विधर्मीयो को अपने पैरो तले कुचल डाला… ईरानी सेना पागल कुत्तो की तरह भागने को मजबूर हो गयी..

लाखाजी जाडेजा (विंझाण) – सिंध के गुलामशाह कल्होरा से झारा के दुसरे युद्ध मे लडे… अदभुत शौर्य प्रदर्शित कर वीरोचित मृत्यु को प्राप्त हुए..

रायसंगजी झाला (हलवद) – अकबर के दरबार के पंजहथ्था पहलवान के साथ लडे. रायसंगजी की मुठ्ठी के एक ही प्रहार से पहलवान का सिर उसके धड मे घुस गया… अतुलनीय पराक्रम का उदाहरण..

रानजी गोहिल – कर्णावती(अहमदाबाद) के सुल्तान को युद्ध मे हराकर वापस लौट रहे थे, लेकिन उनकी रानीयो ने गलतफहमी की वजह से जौहर कर लिया…ये देख रानजी गोहिल वापिस सुलतान की सेना पर टूट पडे और वीरगति को प्राप्त हुए..

मोखडाजी गोहिल – दिल्ली के सुल्तान की सेना के साथ युद्ध। सिर कट जाने पर भी धड लडता रहा…अदभुत शौर्य का प्रदर्शन..
१०
लाठी के वीर हमीरजी गोहिल – 16 साल की उम्र मे सोमनाथ मंदिर की रक्षा हेतु अपने कुछ मित्रो के साथ मिलकर मुजफ्फरशाह की सेना से भिड गये…उन्होंने कहा-‘भले कोई आवे ना आवे मारी साथे, पण हुन जैस सोमनाथ नी सखाते'(कोई मेरे साथ आए ना आए, लेकिन में सोमनाथ की रक्षा के लिये जाऊँगा) सोमनाथ महादेव को सिर अर्पण कर युद्ध किया…विधर्मीयो को काटते-काटते रणशैया पर सो गये..
११
लखधीरजी परमार (मुली) – हेजतखाँ की पुत्री को बचाने के लिये सिंध के पादशाह की सेना से लडे, लखधीरजी और उनके परिवार ने सिंध की सेना का बहादुरी से सामना किया और वीरगति को प्राप्त हुए..
१२
रा’नवघण (जुनागढ) – अपनी मुंहबोली बहन जाहल को बचाने के लिये सिंध पर आक्रमण किया। पादशाह को मारकर बहन जाहल को छुडाकर लाये..
१३
सोलंकी वंश में जन्मे वचरा दादा गुजरात के सबसे बड़े लोकदेवता हैँ। इन्होंने गायो की रक्षा के लिये विवाह के फेरो से उठकर आकर युद्ध किया और सर कटने के बाद भी धड़ लड़ता रहा। आज गुजरात के घर घर में इनकी पूजा होती है।
१४
पाटन के सोलंकी वंश की रानी नैकिदेवी के सेनापति वीरधवल वाघेला और भीमदेव सोलंकी 2nd (पाटन) – भीमदेव और सेनापति वीरधवलजी ने मुहम्मद गौरी की सेना को आबु के पर्वतो मे कुचल डाला और कुतुबूदिन ऐबक की सेना को भी गुजरात के बाहर खदेड दिया..
१५
करनदेव वाघेला (पाटन) – अलाउदिन खिलजी की विशाल सेना के साथ लडे, हार गये लेकिन झुके नही, जंगलो मे जाके अपनी अंतिम सांस तक लडते रहे और वीरगति को प्राप्त हुए..
१६
वीरसिंह वाघेला (कलोल) – कलोल के वाघेला सरदार ने गुजरात के सुलतान मोहम्मद बेगडा का सामना किया, सुलतान वीरसिंह की रानी से शादी करना चाहता था, वीरसिंह बहादुरी से लडते हुए वीरगति को प्राप्त हुए….रानी ने भी कुएं मे कुदकर अपनी जान देकर स्वाभीमान की रक्षा की..
१७
चंपानेर-पावागढ़ के खींची शाखा के चौहान– कर्णावती(अहमदाबाद) की सल्तनत की नाक के नीचे उससे संघर्ष करते हुए चंपानेर के खींची चौहानो ने 200 साल तक स्वतंत्र राज किया। अंत में रावल पतई जय सिंह जी ने महमूद बेगड़ा के साथ 20 महीनेे चले युद्ध के बाद पकड़े जाने पर उनकी वीरता से प्रभावित हो बेगड़ा द्वारा उन्हें इस्लाम स्वीकार और राज्य वापिस करने का प्रस्ताव देने पर उन्होंने मौत स्वीकार करी और उन्हें तड़पाकर मार डाला गया..
१८
इडर में राठौड़ो ने सैकड़ो साल तक अपने बगल में स्थित कही ज्यादा ताकतवर मुस्लिम सुल्तानों से लड़ते होने के बावजूद अपना अस्तित्व बनाए रखा और मस्जिदो को तोड़कर वापिस मन्दिर बनाते रहे। राव रणमल ने अपने से कई गुना ताकतवर सुल्तान मुजफ्फर शाह को बुरी तरह हराकर उसका घमण्ड तोडा।

History & Literature

गुजरात का सबसे बड़ा युद्ध “भूचर मोरी”

Standard

image

भारत वर्ष एक ऐसा देश हे जिसमे मान मर्यादा शरणागति संस्कार और सभी लक्षण एक साथ दीखते हे।
राजपूतो ने इस भूमि को अपने रक्त से सींचा हे। अपने धर्म और प्रजा के हित के लिए बलिदान दिए हे।
आज सौराष्ट्र प्रांत के एक ऐसे ही वीर की बात हे जिसने शरण में आये हुए अहमदावाद के सुबा को बचाने के लिए अपने प्राण की आहुति दी।
नवानगर जो आज जामनगर कहलाता हे वहा की यह बात हे।
अहमदावाद मुस्लमान रजा ओ के हाथ में चला गया था। वहां पर दिल्ली की और से सुबा राज चला रहा था। अकबर का दुधभाई अज़ीज़ कोकाह अहमदाबाद की सत्ता पर आरूढ़ होने आया था। सूबे को मारकर वह गद्दी पर बेठना चाहता था। पर अहमदाबाद का सूबा भाग निकला, नवानगर के जाम के पास शरण माँगा।
नवानगर के राजवी जाम छत्रसालजी लोकबोलि में वे जाम सताजी के नामसे प्रख्यात थे।
जाम सताजी ने उसे शरण में लिया। अज़िज़ कोकाह ने जाम से उसे सपने को कहा पर शरणागत को सौपना राजपूती धर्म और संस्कार से खिलाफ हे। अतः उन्होंने सूबे को न सपने का निर्णय कर युद्ध की पूर्ण तैयारी की। दिल्ली की फौज अज़ीज़ कोकाह के नेतृत्व में सौराष्ट्र पर कब्ज़ा करने हेतु आ खड़ी हुई। इतनी बड़ी सेना से अपने राज्य को बचने के लिए जाम सताजी ने ध्रोल के पास “भूचर मोरी” के मैदान में युद्ध करने का निर्णय लिया।
जाम सताजी ने मित्रो को युद्ध में आने का न्योता दिया।
जूनागढ़ से बाबी की सेना आई, खरेडी-वीरपुर से लोमो खुमाण अपनी सेना समेत आया, भुज राव गोडजी ने अपनी सेना भेजी, मेहरामनजी आये।
दिल्ली की फौज की बरोबरि में जाम संताजी ने अपनी फौज इकट्ठी की। अज़ीज़ कोकाह ने एक बार फिर युद्ध के बदले सूबे को सोपने का कहा पर जाम सताजी अडग राजपूती पर बने रहे।
युद्ध शुरू हुआ, चारोंओर मारकाट होने लगी, राजपूतो के शिर गिरे और धड़ रणमेदान में हाहाकार मचाने लगे, मुसलमान सेना में भंग पड़ा, राजपूत योद्धा गाजरमुली की तरह दुश्मनो को काटने लगे। हर हर महादेव की गूंज रणमेदान में तीव्र होने लगी, आभामंडल में गिद्ध वगेरह पंछी चक्कर काटने लगे, शूरवीरो के रक्त से रणजोगणी अपने खप्पर भरने लगी, महादेव अपनी रुण्डमाला के लिए मस्तक लेने लगे।
पर राजपूतो का समय बुरा चल रहा था। अज़ीज़ कोकाह जाम सताजी से समजोता करने ही वाला था यह बात लोमा खुमाण और बाबी को पता चली तब उन्होंने सोचा की अगर जाम जित गए तो अपने राज्य संकट में पड जायेंगे, इस लिए उन दोनों ने अज़ीज़ को सन्देशा भिजवाया की हम तुम्हारे साथ हे।
युद्ध का अंत निश्चित था। जाम सताजी जितने ही वाले थे की लोमो खुमान और जूनागढ़ बाबी ने अपनी सेना अज़ीज़ के साथ मिला दी, और इस तरफ जाम की सेना कम हो गयी, जाम की विजय पराजय में बदलने लगी।
मंत्री ने जाम को अपने राजपरिवार की रक्षा करने हेतु नवानगर वापस भेजा, यह बात जाम सताजी के पुत्र कुँवर अजाजी को पता चली तब उनका विवाह हो रहा था। लग्न के फेरे हो रहे थे। फेरे को बिच में ही छोड़ कुँवर अजाजी और लग्न में सम्मिलित 500 मेहमानो के साथ रणमैदान में आये।
और रनमेदान में घमासान मचा दिया। अपने राजकुँवर को वीरता से लड़ते देख राजपूतो में हर्ष और वीरता का संचार हुआ,
सामान्य से सामान्य सैनिक भी ज्यादा से ज्यादा दुश्मनो को काटने लगे।
कुँवर अजाजी ने हाथी पर आरूढ़ अज़ीज़ को देखा, देखते ही अपने अश्व को कूदाकर हाथी के दन्त पर अश्व ने अपने पैर टिकाये और अजाजी ने अपने भाले से प्रहार किया अज़ीज़ कोठी में छिप गया और बाख गया, लेकिन उसके अंगरक्षकों ने अजाजी पर वार किया, अजाजी के देह में एक साथ कई भाले के वार से वे गिरे और वीरगति को प्राप्त हुए।
गोपाल बारोट ने अजाजी से अभी विवाह पूर्ण नही हुआ था उस राजपूतानी सुरजकुवरबा को अजाजी के वीरगति का समाचार दिया। सुरजकुवरबा को सत चड़ा, जय अम्बे जय आशापुरा का घोष किया, रथ में सवार होकर रणमैदान में आये। मुस्लिमो ने उनका रथ रोकने का प्रयास किया। पर ध्रोल के जाडेजा भायात ने आकर मुस्लिमो को समजाया की यह रिवाज हे। कुटुम्बी अनबन की वजह से ध्रोल भायातो ने युद्ध में हिस्सा नही लिया था। पर जब सुना की रानी का रथ रोका तब वे आपसी भेद भुलाकर मुस्लिमो को समजाने आये। और रानी सुरजकुवरबा अजाजी का मस्तक अपनी गोद में रखकर सती हुये।
इस तरह भूचर मोरी का युद्ध सौराष्ट्र का पानीपत कहलाया, गुजरात के इतिहास बड़े बड़े युद्ध बहोत हुए हे लेकिन यह युद्ध सबसे अंतिम बड़ा युद्ध प्रख्यात हुआ।

जाम सताजी ने एक शरणागत को आश्रय देकर राजपूती धर्म को बचाया और दिल्ली जितने बड़े राज्य से दुश्मनी की, कुँवर अजाजी ने छोटी उम्र में ही बड़े बड़े राजपूतो जितना नाम प्राप्त कर वीरगति स्वीकारी, सुरजकुवरबा ने अजाजी की चिता में सती होकर राजपूतानी यो की फर्ज बजाई, ध्रोल के जाडेजाओ ने आपसी फुट भुलाकर सुरजकुवरबा की मुस्लिमो से रक्षा की।
इतने लक्षण सिर्फ राजपूतो में ही देखने मिलते हे।

Divyrajsinh Sarvaiya (Dedarda)