Tag Archives: Hathi

હસ્તી (હાથી)

Standard

☆હસ્ત (હાથી) ☆
——————————

image

પ્રાચીન સમય થી હાથી નો ઉપયોગ થતો આવે છે દુનિયા માં સહું થી પહેલાં હાથી નો ઉપયોગ પ્રાચીન ભારત માં યુદ્ધ માટે થતો,  હાથી ને એક માંગલિક પ્રાણી ગણવામાં આવતો શુભ કાર્ય માં હાથી સારો કહેવાતો ..!!

પુરાણ અને શાસ્ત્ર માં હાથી હાથી નું વર્ણન થયું છે અગ્નિ પુરાણ, ગરૂડ પુરાણ, વિષ્ણુ ધર્મોતર પુરાણ , માં હાથી ના લક્ષણ, ચીકિત્સા વગેરે નું વર્ણન આવે છે ,  પુરાણ પ્રમાણે હાથી ની ઉત્પતિ ઐરાવત માંથી થઇ છે ..!!

અને ઐરાવત ની ઉત્પતિ સમુદ્ર મંથન માંથી થઇ છે,  પ્રાચીન સમય માં પાલકાપીયા નામના મૂની એ હાથી ઉપર ગજશાસ્ત્ર ,  હસ્તી આયુર્વેદ જેવાં ગ્રંથો ની રચના કરી હતી, અગ્નિ પુરાણ અને ગરૂડ પુરાણ માં પણ ગજ વિદ્યા નો ઉલ્લેખ મળે છે તેમાથી અમુક લેખ આ પ્રમાણે છે..!!

અગ્નિ પુરાણ ના 287 ના અધ્યાય નિ અમૂક વિગત….!!

” લાંબી સુંઢ વાળા લાંબો શ્ર્વાસ લેવા વાળા વીશ અથવા અઢાર નખ વાળા હાથી ઉતમ કહેવાય છે ..!!

જેનો જમણો દાંત ઉચ્ચો હોય, જેની મેઘ સમાન ગર્જના હોય તે હાથી ઉતમ કહેવાય…!!

હાથી ની પરીક્ષા સાત ગુણ થી થાય છે …!!
1- વર્ણ 2 – સત્વ 3- બળ 4- રૂપ 5- કાન્તિ  6- શારીરીક બાંધો  અને 7- વેગ …!!

પ્રાચીન ભારત માં મગધ ખૂબ શકિતશાળી સામ્રાજ્ય તરીકે ઉભર્યુ એનું કારણ ત્યાંનું હસ્તીદલ હતું જે અન્ય રાજાઓ પાસે ન હતું એવું ભારતીય ઇતિહાસ માં છે ….!!

•☆• સીંકદર ભારત માં આવ્યો ત્યારે તે એ જોઇ ને ગભરાઇ ગયો કે આટલું મોટું હાથીદળ આ સૈનિકો એ જોયું પણ નહોતું  અને તેના પુરાવા સંશોધીત ઇતિહાસ માં મળે છે

સાભાર – અનિરૂધ્ધ ભાઇ ધાધલ
ધર્મરાજ સિંહ વાઘેલા (છબાસર)

History & Literature

હાથી નું વયોજ્ઞાન…

Standard

વાંકાનેર ના રહીશ મીઠુમીંયા ઇલ્હાયી બક્સ કે જેવો વાંકાનેર રાજ માં હાથી ની ફોજદારી ની જગ્યા પર હતાં અને જેવો વંશ પરંપરા થી હાથી ના દાક્તર તરીકે ઘણુંજ ઉમદા કામ કરેલું તેવોની પાસે એક “સુખ દર્શન ” નામનું પ્રાચીન પુસ્તક છે તે પુસ્તક ની અંદર હાથી સંબંધી પુષ્કળ માહિતી છે કે જે કોઇ પણ સ્થળે આજદિન સુધી પ્રસિધ્ધ થયેલ નથી આ ફોજદાર વાંકાનેર રાજવી શ્રી ની માંગણી ઉપર થી તે ગ્રંથ ની કેટલીક જાણવાજોગ માહિતી શ્રી ઝાલા વંશ વારીધી માં આપેલી છે ..!!

હાથી નું  વયોજ્ઞાન
———————————-

image

જયારે હાથળી અઢાર વર્ષ ની અવસ્થા એ પહોંચે છે ત્યારે તેને વિવિધ પ્રકાર ના જંગલી મેવા ખાવાથી ગરમી વધે છે અને રુતું પ્રાપ્ત થાય છે,  હાથણી ને ગર્ભ રહ્યાં બાદ નવ કે દશ મહિને પ્રસવ થાય છે ..!!

જન્મ વખતે હાથી ના દાંત બીલકુલ બહાર દેખાતા નથી,  પરંતુ જયારે તે અઢી અથવા ત્રણ વર્ષનો થાય છે ત્યારે તેની દંતલી બાહર નિકળે છે,  એ દંતલી જયારે જરા ઝાડી થાય ત્યારે તેની અવસ્થા સાત અથવા આઠ વર્ષ ની,  નખો ની ખોળ ઉતરે તથાં પૂંછ ના વાળ ખરી ફરી ઝાડા વાળ ઉગે ત્યારે તેર વર્ષની, શરીર ઉપર સળ પડે અને ચહેરા ઉપર સફાઇ તથાં ગફરી આવે ત્યારે અઢાર વર્ષ ની ગણવી..!!

દાંત વધારે ઝાડા તથાં કાપવા લાયક થાય અને કર્ણની લોળ વળી જાય તેમજ જરા-જરા મદ નિકળવા લાગે અને ગંડ-સ્થલ માં ખાડા પડી જાય ત્યારે ત્રીશ વર્ષ ની અવસ્થા જાણવી,  હાથી ત્રીશ વર્ષ નો થયાં છતાં જો મદ ન ઝરે તો તે કપટી છે એમ સમજવું  જયારે હાથી ચાલીશ વર્ષ નો થાય છે ત્યારે તેનાં દાંત અત્યંત ઝાડા થઇ જાય છે અને ગલોફા બેસી જાય છે અને શરીર ભારે તથાં સખ્ત બને છે ..!!

પચાસ વર્ષ ની અવસ્થા એ પહોંચેલો હાથી મદ વિના નો હોય ત્યારે ધીરે ચાલે છે અને મદ ઝરતી વખતે ઉતાવળો કદમ ઉઠાવે છે તથાં તે નિરોગી છતાં તેનાં આગલા પગનાં સાંધા બે વર્ષ ની અંદર ઉપરા ઉપરી બંધાઈ જાય છે ..!!

જયારે આંખો નું તેજ ઓછું થાય અને કાનની લોળ કઠિન છતાં વળી જાય તથાં નખ ઉપર પીળાં ચાઠાં પડે ત્યારે તેની અવસ્થા સાઠ વર્ષ ની ,   જયારે સમગ્ર શરીર ઢીલું પડી જાય અર્થાત્ ખલખળી જાય નશાખોર ની માફક નયનો નિચાં ઢળી જાય અને પૂંછ ના વાળ વધતાં બંધ થાય ત્યારે સીતેર વર્ષ ગણવા.,  ચાલ બિલકુલ મંદ થઇ જાય અને વારંવાર રોગ નો ઉપદ્રવ થવા લાગે ત્યારે એંશી વર્ષની ગણવી ..!!

ચાલતાં અતી શ્ર્વાસ ચડે ચારો બરાબર ચરી ન શકે તેમજ તમામ દાંઢો પડી જાય ત્યારે નેવું વર્ષ ની અને જયારે મદ તદ્દન નષ્ટ થાય નેત્ર અને શરીર બીલકુલ ક્ષીળ બની જાય તથાં પાચનશક્તિ જરા પણ ન રહેં ત્યારે તેની અવસ્થા શત (સો) વર્ષ ની થઇ એમ સમજવું…!!

શતવર્ષ ઉપર ની અવસ્થા એ પહોંચેલા હાથી નું શરીર તમામ જર્જર બની જાય છે, તે દાણા કે ચારા ને ચાવી શક્તો નથી, તેના માં તોફાન નું નામ પણ રહેતું નથી તે અંનત પ્રકાર ના વ્યાધીથી ઘેરાય છે,  વધારે વ્યાકુળતા થી તથાં કાંઈ ચેન ન પડવા થી અંતે પ્રાણને તજે છે…!!

•☆• હાથી નું પરમ આયુષ્ય શત વર્ષ નું અંકાઇ છે..!!
જન્મ પામ્યા પછી દાંતવાળો હાથી છ વર્ષ પર્યંત ધાવે છે અર્થાત્. .માતા ના પય નું પાન કરે છે ..!!

મકનો હાથી દાંતવાળા હાથી કરતાં ચાર વર્ષ વધારે અર્થાત્. ..જન્મ્યાં પછી દશ વર્ષ માતા ના પય નું પાન કરે છે …!!

સંદર્ભ – શ્રી ઝાલાવંશ વારીધી
સાભાર – રાજભા ઝાલા

History & Literature