Tag Archives: Kachchh

આઈ દેવલબાઈ (રાયથરી)

Standard

પારકા માટે પોતાના પ્રાણો ની આહુતી આપવા માં કચ્છ ની ચારણદેવી ઓ અગ્રેસર રહી છે..અને એટલે જતો તે સદીઓ થી કચ્છ ના ઠેકઠેકાણે પુજાતી રહી છે…આવી દેવીઓ માં આઈ દેવલ ના સ્થાનકો ઘણી જગ્યા એ જોવા મળે છે..

દેવલબાઈ કાંઈયાજી ના કટારીયા થી ત્રણ ગાઉ દુર આવેલા રાયથરી ગામ ના ભાંચરીયા શાખા ના મ્યાજર ચારણ ને ત્યાં વિક્રમ ની ઓગણીસ મી સદી ના ચોથા દાયકા માં જન્મયા હતા બાલ્યકાળ થી જ તેની તેજસ્વીતા અન્ય બાળકો કરતાં કંઈક જુદા જ પ્રકાર ની અને અનોખી તરી આવે તેવી દેખાતી હતી…યોગ્ય ઉમરે દેવલબાઈ ને ખોડાસર ગામે પરણાવવાં માં આવ્યા હતા..તેમને એક દિકરો હતો..તેનુ નામ વાસો…આ વાસો જ્યારે પાંચ વર્ષ નો થયો ત્યારે કટારીયા માં એક મહત્વ નો બનાવ બન્યો…
કટારીયા માં ગોરાણી અટક નો જેરાજ નામનો એક વાણીયો રહેતો હતો..એ વખત માં વાણીયા પણ પોચી માટી ના ઘડેલા ન હતા..તેમા પણ વાગડ ના વાણીયા નુ તો પુછવુ શુ?? અકકલ માં તો સૌ ને એ ઉઠા ભણાવી જાય..પણ મર્દાઈ માં પણ એ પાછો પડે નહી…આ જેરાજ શાહ આગ્રહી હતો..અટીલો હતો..વેપાર તો વાણીયા નો ઘર નો ધંધો પણ..આ જેરાજ શાહ તો લાગ ફાવતો ત્યારે ધાડ મારી આવવાં નુ પણ ચુકતો નહી…વાગડ ના વાઘેલા અને મિયાણા પણ એની સાથે બાખડતા વિચાર કરતાં…રાયથરી ના ચારણો સાથે જેરાજ નો ધીરધાર નો જુના વખત નો વહેવાર હતો….એનુ વ્યાજ હતુ..મારવાડી..અને ઊઘરાણી હતી પઠાણી…આ વખતે વર્ષ નબળુ આવી પડવા થી રાયથરી ના ચારણો તેનુ દેવુ ચુકવી શકયા નહોતા..ચારણો ના આ લાસરીયાપણા થી જેરાજ ને એકવાર ગુસ્સો આવી ગયો..ઘોડી પર પલાણ નાખી ચારણો પાસે થી પોતાના લેણાં ની રકમો વસુલ કરવા તે રાયથરી આવી પહોંચયો…

ઘોડી ને બાંધી ગામ ના ઠાકર મંદીર માં તે ખાટલો ઢાળી બેઠો..ચારણો ને ભેળા કરી હમણાં ને હમણાં એના લેણાં ની રકમો વ્યાજ શીખે ભરી આપવા તે તાકીદ કરવા લાગ્યો..ધાક અને ધમકી થી હાકોટા કરવા લાગ્યો..જેરાજ શેઠ આજ છેડાઈ પડયો હતો..અને પડકાર કરતો હતો..નાણા ન હોય તો બાયડીયું વેચી ને પણ લેણાં ભરી દો..શેઠ ની આ રીતભાત થી ચારણો નારાજ થઈ ગયાં..પણ શું કરે? નાણા નો ધણી લાડકો કહેવાય..એટલે કંઈ બોલી શકતા નહોતા..આ બાજુ જેરાજ શેઠ વધુ ને વધુ ઉદ્યતાઈ વાપરતો હતો..છકતો જતો હતો..તેને આમ હદ બહાર જતો જોઈ એક વૃદ્ધ ગઢવી બોલી ઉઠયા…શેઠ ચારણો ની તો તમને શરમ નથી ..પણ મંદીર ના દેવો ની તો શરમ રાખો…શરમ??..શરમ તો તમને નથી ગઢવી શેઠ તાડુકી ઉઠયો..શેઠ હુ એમ કહેવા માંગુ છુ..કે આજ સુધી આ મંદીર માં કોઈ ખાટલો ઢાળી ને બેઠું નથી..તમે જ આજ માજા નો ભંગ કર્યો છે….તો હવે તમારા થી થાય તે કરી લ્યો..શેઠ..ચારણો તો બીજુ શું કરે..બહુ બહુ તો ત્રાંગુ કરે..ચારણી ત્રાંગુ કરે તો આ વાણીયો એના પર પેશાબ કરે…જેરાજ બોલ્યો..
બસ આ વાત ચારણો ને લાગી આવી પછી તો બોલાચાલી વધવા લાગી..બધા ચારણો ઉશકેરાઈ ગયાં..થોડી..મારામારી પણ થઈ..પરીણામે જેરાજ ને વગર પછેડી એ ભાગવું પડયુ…પણ જતાં જતાં જાસો આપતો ગયો..કે..હું..હમણાં તો જાઉ છુ..પણ તમા રાયથરી માં કેટલા દિવસ રહો છો..તે હુ..જોઈ..લઈશ..ચારણો સમજી ગયાં કે આતો સાપ ને બાંડો કરવા જેવો તાલ થયો…જેરાજ હવે રાયથરી ભાંગયા વિના નથી રહેવાનો..હવે કયો રસ્તો લેવો..બધા વિચાર માં પડી ગયાં…ઘણી ઘણી વાતો થઈ ઘણાં ઘણાં વિચારો રજુ થ્યાં..આખરે ચારણો એ એમના..અમોઘ શસ્ત્ર ની ઉપયોગ કરવાનું નકકી કરયું એ…શસ્ત્ર..હતું..ત્રાંગુ..રાયથરી ગામ માં પોણા સો વર્ષ ની એક વૃદ્ધ ડોશી રહેતી હતી.. આખુ ગામ એમને આઈ માં કહી બોલાવતું..બધા ચારણો મંદીર માંથી ઉઠી આઈ માં પાસે આવી..કહેવા લાગ્યા..આઈ આજે તો તમાણી ખપત પડી છે…મારી ખપત પડી??બાપલા મારી પાસે તો હવે માંરા હાડકા છે..જોઈએ તો લઈ જાઓ..હા..એની જ ખપત છે..આઈ…પેલો કટારીયા વાળો જેરાજ ઉઘરાણી એ આવેલો તે ચારણો નાં ત્રાંગા ની ઠેકડી ઉડાવી ને હાલતો થઈ ગયો છે..માં એને બતાવવું છે કે ચારણો ના ત્રાંગા જોયા નથી..એમ છે માડી..?ત્યારે તુ ભણ તો ખરો…શું આપુ??આઈ બોલ્યા..બિજુ કશુ નઈ આઈ..અમને તો તમારુ માંથુ ખપે છે..માંથુ જ ખપે છે..ને તો આ માંથુ હમણાં જ વાઢી દઉ.. વીરા..તમારુ ભલું થતુ હોય તો આ રહયુ માંરુ માથુ..ચારણો ને માથા નો મોહ કે દી હતો ?? ચારણો કહી ગયા હમણા નથી ખપતુ માડી..અમે આવતી કાલે વહેલી સવારે આવીએ છીએ તમે તૈયાર રહેજો…
નિશ્ચય થઈ ગયો……
વળતે દિવસે વહેલી સવારે રાયથરી ના ચારણો ના જુથના જુથ ગામ બહાર આવેલ દેવલબાઈ ના દાદી જશોદા આઈ ના મંદીરે એકત્ર થઇ ગયા..કણેર ના ફુલ ની માળા ગળા માં પહેરી..લાકડી ના ટેકે-ટેકે ડોશી માં પણ આવી પહોંચ્યા..મસ્તક સમર્પણ ની વિધી ચાલુ થઈ..આઈ એ હાથ માં પાણીદાર તલવાર લઈને તૈયાર થઈ ગય..મસ્તક પર જયાં ઘા કરવા જાય..છે..ત્યાં દુર થી જોગમાયા જેવી કોઈ ચારણદેવી દોડતી આવતી દેખાઈ આઈ ના હાથ થંભી ગય..થોડીવાર માં જ ખબર પડી કે..ખોડાસર થી દોટમદોટ કરતી આવતી આઈ દેવલ છે…
રાયથરી ના ત્રાગા ની વાત સાંભળી એનુ લોહી ઉકળી ઉઠયુ હતુ..એને વિચાર આવ્યો કે એનાં બેઠા છતાં એક વયોવૃદ્ધ આઈ નું ચીમળાયેલ અને કરચલીઓ વાળુ માથુ કપાય તે ઠીક નહી…ત્રાગા ની થાળી માં તો લીલા નારીયેળ જેવુ માથુ જોઈએ અને આઈ દેવલ એ પોતાના લીલાં માથા નુ દાન કરવા નો નિશ્ચય કરી લીધો…પાચ વર્ષ ના વાસા ને પતી ના હાથ માં સોંપી..તે વહેલી પરોઢે ખોડાસર થી રાયથરી પહોચી આવ્યા હતાં.. દેવલ તું આવી ?? ભલે આવી હો…!! ગામ ના ચારણો એ આઈ દેવલ નો સત્કાર કરતાં કહયું…પણ દાદા આઈ ના સુકાં કોચલા જેવા માથાને શું કરશો ???આઈ દેવલ એ પ્રશ્ન કરયો…એતો દિકરી પેલા કટારીયા વાળા દૈત જેરાજ ને પોગાડવું છે…ચલ હવે વાર કર માં…પણ આઈ ના આવા કરચલી વાળા કરતાં મારુ લીલુ માંથુ આપુ તો??આઈ દેવલ ની આંખો માં વિજળી ના કિરણો ફુટી નિકળ્યા..તું છો દેવલ રાયથરી ની દીકરી…..પણ કટારીયા વાળા એ કાળીયા ને બહારણે લોહી ના થાપા હું લગાવીશ..દાદા..આ ડોશી થી નહી..લાગે..ચાલો એકવાર કટારીયા ના પાધરે પોગીયે…બીજુ બધુ પછી..અને આઈ દેવલ નુ રુપ પલટી ગયું..આંખો માંથી જાણે આગ જરવા લાગી..સાક્ષાત ચંડી સામે ઉભી હોય એવી દેખાવા લાગી..આખુ ચારણ મંડળ એના વિકરાળ રુપ થી અંજાઈ ગયુ..બધા એની આશા ને વશ થઈ ગયા….
આગળ રણચંડી જેવી આઈ દેવલ અને પાછળ આખા ગામના ચારણો કટારીયા ના માર્ગે ચાલવા લાગ્યા..સતી ને જાણે સત ચડી ચુકયુ હોય..એવી આઈ દેવલ તીર ની ગતી થી સૌથી પહેલા સપાટાબંધ રસ્તો કાપ્યે જતી હતી..કટારીયા ના પાધર માં સતી માં થોભ્યા…આઈ દેવલ ના હાથ ખુલ્લી તલવાર હતી..એની ગળા ઉપર મચરક દિધી..મસ્તક ધડ થી જુદુ થઈ ગયુ..ચારણોએ એને હાથોહાથ ઝીલી લીધુ..આઈ દેવલ ના રકત નિતરતા મસ્તક ને થાળ માં મુકી ચારણ મંડળી આગડ વધવા માંડી..માથા ની પાછળ-પાછળ આઈ દેવલ નુ ધડ ચાલવાં લાગ્યુ..આ અદ્ભુત દ્રશ્ય જોઈ કટારીયા ના માણસો સ્તબ્ધ થઈ ગયા..કેટલાંક તો ખેતરે જતાં જતાં પોતાના સાંતીડા છોળી જેરાજ શેઠ ને સમાચાર આપવા દોડયા..કે..લોહી વહેતુ આઈ દેવલ નુ ધડ તમારે બહારણે થાપા દેવા આવે છે..માટે ચેતજો…આ સમાચાર સાંભળી જેરાજ શેઠ એકદમ હેબતાઈ ગયો…આઈ દેવલ ના ત્રાંગા નો તાપ એના થી ઝીરવાયો નઈ..એ એની મેડી ની બારીએ ઉભો હતો..ત્યાં થી લથડી પડયો…અને ખોપરી તુટી જતાં તેનુ કમોત થયુ…એનો ભાઈ હિરજી મોઢા માં તરણું લઈ ત્રાંગે ચડેલા ચારણો પાસે આવ્યો અને આઈ ના પગ માં પડી ને માફી માંગે છે…શરણે આવેલા હિરજી ને ક્ષમા આપતાં ચારણ મંડળે પોકાર કર્યો..””હિરજી ની જય જેરાજ ની ખે”””
આજ પણ ચારણો માથા ના દાન દેનારી આઈ દેવલ માટે લખે છે…

ભલા જેના ભાગ દેવલ જેવી દિકરી…સાસરીયે સોભાગ..પિયર પરચા પુરીયા

દેવલ દોયલા ટાળીયા રાખયા કાયમ રાજ…મન માન્યાં મ્યાજર તણા કવિ સુધારણ કામ

ટાઈપબાય ÷મુકેશદાન ગઢવી(વાગડ)

વાગડ ની ધરા માં આવા અનેક ચારણો ના ત્રાંગા થયાં છે…અધર્મ ની સામે જયારે જ્યારે જરુર પડી ત્યારે વાગડ ની ચારણ આઈઓ એ પોતાના લોહી વહાવી ધર્મ ની રક્ષા કરી છે…એ પછી રાયથરી ગામે આઈ દેવલ કાનમેર ના પાદર માં આઈ જીવણી વેકરા ના પાદર માં આઈ પુંજલ ભીમાસર ના પાદર માં આઈ ખીંમા….આવા તો ઘણાં ચારણોએ વાગડ ની ધરા માં પોતાવટ પાળવા માટે અધર્મ ની સામે ધર્મ ની લડાઈ માં પોતાના લીલુડા માથા ના બલિદાન આપ્યા છે…..

ભુજના મ્યુઝિયમમાં આજે પણ આ ચલણ જોઈ શકાય છે.

Standard


ભુજના મ્યુઝિયમમાં આજે પણ આ ચલણ જોઈ શકાય છે.

રાજાશાહી વખતે કોરી જ કચ્છનું કરન્સી હતું તેથી રાજ્યનું આખું વહીવટ કોરીમાં જ કરવામાં આવતો અને રાજાશાહીના સરકારી નોકર ગણાતા કર્મચારીઓનો પગાર પણ કોરીમાં જ નક્કી કરવામાં આવતો.

મહારાવશ્રી પ્રાગમલજી બીજાએ પોતાના સમય દરમિયાન સોનાની કોરીઓ પણ બહાર પાડી હતી. આ એક સોનાની કોરી એટલે ચાંદીની ૨૫ કોરી. ઉપરાંત સોનાની અર્ધમહોર પણ બહાર પાડી હતી અને આ અર્ધકોરી એટલે ચાંદીની ૫૦ કોરી ગણાતી, જ્યારે સોનાની એક મહોર બરાબર ચાંદીની ૧૦૦ કોરી.

મહારાવશ્રી ખેંગારજી ત્રીજાએ પોતાના શાસન સમય (સન ૧૮૭૬-૧૯૪૨)માં સિક્કાની શ્રેણીમાં કેટલાક ફેરફાર કર્યા અને તેમણે તાંબાના ઢબુ, દોકડો, ત્રણ દોકડા, અડધિયા, અર્ધકોરી એવી શ્રેણીઓ તૈયાર કરી. તેઓ એક માત્ર એવા રાજા હતા કે તેમણે પોતાના ફોટોબસ્ટવાળો ચાંદીનો સિક્કો બહાર પાડ્યો હતો.

અહીં એક વાત ઘણી જ રસપ્રદ છે અને તે એટલે કે આખરે કોરીનો ભાવ કઈ રીતે નક્કી કરવામાં આવતો? કચ્છની બજારમાં ચાંદીના ભાવમાં જે પણ વધ-ઘટ જોવા મળે તેના આધારે કોરીનો ભાવ નક્કી થતો, પરંતુ આ બધા વચ્ચે પણ સરકારના ભાવ તો બાંધેલા જ હતા. તે વખતે ચાંદીની ૩૭૦ કોરીનો ભાવ બોલાતો હતો ૧૦૦ રૂપિયા.

મહારાવશ્રી પ્રાગમલજી બીજાએ પોતાના સમય દરમિયાન સોનાની કોરીઓ પણ બહાર પાડી હતી. આ એક સોનાની કોરી એટલે ચાંદીની ૨૫ કોરી. ઉપરાંત સોનાની અર્ધમહોર પણ બહાર પાડી હતી અને આ અર્ધકોરી એટલે ચાંદીની ૫૦ કોરી ગણાતી, જ્યારે સોનાની એક મહોર બરાબર ચાંદીની ૧૦૦ કોરી. કચ્છના ચલણમાં તે સમયે કોરી સૌથી મોટું એકમ ગણાતી હતી અને કચ્છની બહાર પડેલી પહેલી વહેલી કોરીને ‘જહાંગીરી કોરી’ તરીકે ઓળખવામાં આવી હતી. કચ્છના વિવિધ રાજાઓના સમય દરમિયાન જે સિક્કા, નોટ અને ચલણ અમલમાં નહોતું મૂકી શકાયા તે ચલણ તમે આજની તારીખમાં ભૂજમાં આવેલા કચ્છ મ્યુઝિયમમાં જોઈ શકાય છે.

કચ્છની મુખ્ય ટંકશાળ તો ભૂજમાં આવેલા દરબારગઢને અડીને આવેલી હતી અને એવું કહેવાય છે કે ભારતમાં આવી અદ્યતન બે જ ટંકશાળ હતી, જેમાંથી એક કચ્છ અને બીજી હૈદરાબાદમાં આવેલી હતી. માંડવીમાં પણ થોડાક સમય સુધી બીજી એક ટંકશાળ શરૂ કરવામાં આવી હતી, જ્યાં તાંબાના સિક્કા છાપવામાં આવતા હતા, પરંતુ થોડાક સમયમાં જ આ ટંકશાળને બંધ કરી દેવી પડી હતી. ભૂજની ટંકશાળ ૨૬મી એપ્રિલ, ૧૯૪૯ સુધી કાર્યરત્ હતી અને ત્યાર બાદ ભારતીય ચલણ દાખલ કરવામાં આવ્યું હતું. જોકે એવું પણ કહેવાય છે કે ૧૯૪૯ બાદ પણ થોડાક સમય સુધી કચ્છમાં ભારતીય ચલણ અને કચ્છી ચલણ બંને ચાલતા હતા.

This currency can still be seen today in the Museum of Bhuj.
~~~~~~~~~~~
ll During the monarchy, Cory was the currency of Kutch, so the entire administration of the state was done in Corey and the salary of the employees who were the government servant of the monarch was also fixed in Kory. During his time, Mahavrashree Pragmalji II also made gold rings. This is a gold plating, meaning 2 cores of silver. Besides, the half-moor of gold was also released and this halfcourt is equal to 2 cores of silver, while one seal of gold is equal to 2 cores of silver. Maharawashri Khengarji III made some changes to the series of coins during his reign (Sun 1-3) and he created a series of copper dhabas, ropes, three-ropes, half-stones, half-cords. He was the only king to have issued his own silver coin with a photobust.

There is one thing that is very interesting here and that is, how was Corey’s price finally determined? The price of Kori was determined on the basis of any increase in the price of silver in the Kutch market, but among these the prices of the government were tied up. At that time, the price of silver was 5 rupees. During his time, Mahavrashree Pragmalji II also made gold rings. This is a gold plating, meaning 2 cores of silver. Besides, the half-moor of gold was also released and this halfcourt is equal to 2 cores of silver, while one seal of gold is equal to 2 cores of silver. At that time, Kori was considered to be the largest unit in the currency of Kutch and the first Kory outside Kutch was known as ‘Jahangiri Kori’.

The coins, notes and currency which could not be implemented during the time of various kings of Kutch can be seen in the Kutch Museum in Bhuj to date. The main mint of Kutch was adjacent to the Darbargadh in Bhuj, and it is said that there were only two such mints in India, one of which was located in Kutch and the other in Hyderabad. Another mint was also started for some time in Mandvi, where copper coins were printed, but the mint had to be closed shortly. The mint of Bhuj was in operation till April 7, and the Indian currency was subsequently introduced. However, it is also said that Indian currency and Kutch currency were operating in Kutch for some time even after that period. ll

યુરોપ અને ભારતનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો કે કાનજી માલમે ?

Standard

MID DAY 19 MAY 2020

યુરોપ અને ભારતનો જળમાર્ગ વાસ્કો દ ગામાએ શોધ્યો કે કાનજી માલમે ?

ઈતિહાસ યુરોપ અને ભારતનો જળમાર્ગ શોધવાનો યશ પોર્ટુગીઝ વાસ્કો દ ગામાને આપે છે. પરંતુ જ્યારે દુનિયાનો નકશો નહોતો બન્યો, ત્યારે કચ્છના દરિયો ખુંદનાર માલમો આફ્રિકા સુધી પોતાના વહાણો લઈને જતા. ભારત સુધી પહોંચવામાં વાસ્કો દ ગામાને માર્ગ બતાવનાર માંડવીના કાનજી માલમની હકીકતો વિશ્વ સામે બહુ મોડી બહાર આવી છે. કાનજી માલમે વાસ્કો દ ગામાને કાલીકટ બંદર સુધીનો માત્ર માર્ગ બતાવ્યો ન હતો, તેણે અરબ સાગરમાં વાસ્કો દ ગામાનું વહાણ પણ હંકાર્યું હતું. જેટલો જશ વાસ્કો દ ગામાને મળ્યો એટલો તે વખતે કાનજી માલમને મળત તો ઈતિહાસ કંઈક જુદો હોત.

એ હકીકત છે કે વિશ્વના વહાણવટામાં પોર્ટુગીઝ પ્રજાનું એક યોગદાન છે. તેમ કચ્છના માંડવીના ખારવા અને ભડાલાઓનું પણ યોગદાન છે. માંડવીના વહાણવટીઓ વિશ્વના દરિયામાં અટપટા ગણાતા અરબ સાગરમાં એવી રીતે ફરતા જાણે માના ખોળામાં રમતું બાળક. કચ્છના લોહાણા, ભાટિયા, ખોજા, મેમણ જેવી વેપારી જ્ઞાતિઓ આફ્રિકા અને ઓમાન જેવા દેશો સાથે વેપારથી જોડાયેલી હતી. પૂર્વ આફ્રિકામાં તો કચ્છીઓની વસાહતો પણ હતી. તે સમયે કચ્છનાં ભદ્રેશ્વર, કોટેશ્વર, માંડવી અને મુંદ્રા જેવા બંદરીય નગરોમાં રહેતા વેપારીઓ ઈરાન, અરબસ્તાન, મોમ્બાસા, પૂર્વી આફ્રિકા ઝાંઝીબાર, જાવા, સુમાત્રા, એડન, મલીન્દી, દમાસ્કસ, મસ્કત જેવા વિદેશી બંદરો સાથે વેપાર કરતા. મીઠુ, અફીણ, ઢાલ, તલવાર, ચપ્પુ, કિનખાબી કાપડ, ધાબળા, ઢાલ અને પગરખાં જેવી ચીજવસ્તુઓને લઈને જતા અને ત્યાંથી ખજુર, હાથીદાંત, ઘઉં, ચોખા, નારીયેળી, સુકો મેવો, રેશમ અને મરીમસાલા કચ્છમાં લઈ આવતા. એ વેપારીઓના વહાણ હંકારનાર વહાણવટીઓને સમુદ્રે જ શૌર્ય અને દિશા બતાવી હતી. જ્યારે વિશ્વના વહાણવટીઓ નકશા અને દિશા જાણવામાં ગોથા ખાતા હતા, ત્યારે કચ્છની વહાણવટાના ઈતિહાસનો સમુદ્ર પુરુષ કહેવાય તેવો કાનજી માલમ નામનો વહાણવટી પોતાની દરિયા વિશેની આગવી સુઝ દરિયાઈ પવનો અને એના આધારે ચલતા વહાણોની દિશા નક્કી કરી શકતો હતો. તે કાળી દીબાંગ રાતે પોતાના અકલ્પનીય જ્ઞાનથી વહાનને સાચી દિશા આપી શકતો. કચ્છના વહાણવટીઓને તારા અને નક્ષત્રોનું ઊંડુ જ્ઞાન હતું. આજે પણ કચ્છીને ભાવાત્મક એકતાથી બાંધી રાખનાર કોઈ ચીજ હોય તો એ છે કચ્છી ભાષા. કાનજી માલમ કચ્છી બોલતો. ભદ્રેશ્વર અને માંડવી બંદરો પરથી થઇને તે મસ્કત ઉપરાંત મોમ્બાસા, મલીન્દી, મોગાદીસુ, કીલ્વા, ઝાઝીવાર અને દારેસલામ જેવા બંદરોની સફરે જતો. પરંતુ વિશ્વનો વહાણવટાનો ઈતિહાસ પૂર્વની કલમથી લખાયેલો છે જેમા છૂટા છવાયા પશ્ચિમ ભારતના વહાણવટાના ઉલ્લેખ સિવાય મહત્વની શોધો અને માર્ગોની રચના કરવાનો શ્રેય યુરોપ તેમજ પશ્ચિમના દેશોને ભાગે ગયો છે.

વાસ્કો દ ગામા યુરોપમાં આવેલા પોર્ટુગલ દેશનો સાહસિક સાગરખેડૂ હતો. જેને પોર્ટુગિઝ સરકારે દુનિયાના પૂર્વ ભાગનો જળમાર્ગ શોધવાના અભિયાનનો કેપ્ટન તરીકે નિયુકત કર્યો હતો. કાનજી માલમ અને પોર્ટુગીઝ વાસ્કો દ ગામાનો મેળાપ એક વિચિત્ર સંજોગોમાં થયેલો હતો. ૧૪૪૭ની આઠમી જુલાઈએ વાસ્કો દ ગામા પોર્ટુગલથી ભારત આવવા નીકળ્યો હતો. હતો. તેના કાફલામાં એકસો સીતેર માણસો હતા. પોર્ટુગલનાં લિસ્વન બંદરથી રવાના થઇને વાસ્કો જ્યારે ૧૪ મી એપ્રિલ ૧૪૯૮માં મલીંદી બંદર પહોંચ્યો ત્યારે તેને લાગ્યું કે કોઈ નિષ્ણાત હિંદુસ્તાની વગર ભારત પહોંચવું શક્ય નથી. તેને ભારત પહોંચાડે તેવા વિશ્વાસુ અને દરિયાના જાણકાર માણસની જરુર ઊભી થઈ. જોકે પોર્ટુગલના વહાણવટીઓની છાપ એટલી સારી ન હતી. તેને એવો માણસ મળવો મુશ્કેલ હતો. મુંજાયેલા વાસ્કો દ ગામાએ આરબ રાજા શેખ અહમદને વિનંતી કરી. યોગાનુયોગે કાનજી માલમ આરબ શેખનો અતિ વિશ્વાસુ માણસહતો. ભારત પહોંચાડવા માટે કાનજીથી વધુ જાણકાર મળે એમ નહોતો. એટલે શેખના કહેવાથી કાનજી માલમ વાસ્કો દ ગામાના કાફલા સાથે ૧૪મી એપ્રિલ ૧૪૯૮ના રોજ મલિંદી બંદરથી ભારત આવવા નીકળ્યો. કાનજી માટે આફ્રિકા અને ભારત વચ્ચે આવેલો અરબ સાગર તો પોતાના ઘરના આંગણા સમાન હતું. વાસ્કો દ ગામા પણ કોઈ સામાન્ય માણસ ન હતો. તે દરિયાના છોરુ કાનજીના અગાધ જ્ઞાન અને કુશળતા ઉપર વારી ગયો. રસ્તામાં કાનજીએ વાસ્કોનું વહાણ પણ હંકાર્યું. એ મુસાફરી કોઈ સામાન્ય મુસાફરી નહોતી. ઈતિહાસના પાના ઉપર એ ખેપ ભારતના જળમાર્ગની શોધ તરીકે અંકિત થવાની હતી. જેનાથી કાનજી બિલકુલ બેફિકર હતો. આ કચ્છી માણસની અસલિયત છે. આરબ શેખના કહેવાથી, જેની ભાષા પણ જાણતો ન હતો એવા વાસ્કો દ ગામાને તેણે ૨૦મી મે ૧૪૯૮ના રોજ દક્ષિણ ભારતાના કાલીકટ જે હવે કોમીકોડ તરીકે ઓળખાય છે તે બંદરે પહોંચાડ્યો. કાલીકટ બંદરમાં તે વખતે ઝામોરીન નામે રાજા હતો. તે કાનજીના પહેરવેશ પરથી ઓળખી ગયો કે આ ભારતીય છે. એ કાનજી સાથે આવેલા પોર્ટુગીઝ વાસ્કો દ ગામાના કાફલાને આવકાર્યો. વાસ્કો દ ગામાએ રાજાને કિંમતી ભેટ સોગાદોથી રાજી કર્યો અને કાલીકટમાં રહેવાની અનુમતી માગી. પરંતુ ભારતીય ચોમાસું સક્રિય થાય તે પહેલા પોતાના દેશ પોર્ટુગલ જવા રવાનો થયો. એકાદ વર્ષ બાદ તે પોર્ટુગલ પહોંચ્યો ત્યારે તેના કાફલામાં માત્ર પંચાવન માણસો જ બચ્યા હતા. પરંતુ તે દરમિયાન પોર્ટુગીઝોએ ભારત સાથે વ્યાપારમાં રસ લીધો. ૧૫૦૨ની સાલમાં તે ફરી ભારત આવ્યો અને પછી ભારતમાં જ રહી ગયો. ૨૪ ડીસેમ્બર ૧૫૨૪ના દિવસે કોઈ રહસ્યમય બિમારીને ને લીધે વાસ્કો દ ગામાનું મૃત્યુ થઈ ગયું. પણ અધકચરા ઈતિહાસ લેખનને કારણે ભારત અને યુરોપનો જળમાર્ગ શોધવામાં વાસ્કો દ ગામાને જે યશ મળ્યો તેવો યશ તેને માર્ગ બતાવનાર કાનજી માલમને ન મળ્યો. કેટલાક ઈતિહાસકારો અને સંશોધકોએ જો નોંધ્યું ન હોત તો કોઈને ખબર પણ ન હોત કે માંડવીના એક ખારવાએ યુરોપ અને ભારતના જળમાર્ગમાં ભોમિયાની મુખ્ય ભૂમિકા ભજવી હતી.
એલેકઝાન્ડર બર્ન્સ નામનો એક અંગ્રેજ તે વખતે કચ્છી વણવટીઓના પરિચયમાં આવ્યો હતો. તેણે કચ્છના વહાણવટાથી પ્રભાવિત થઈને ૧૮૩૪ની સાલમાં આવું લખ્યું છે – યુરોપિયનોને એ જાણીને નવાઈ લાગશે કે કાનજી માલમ અને રામસિંહ માલમ જેવા વહાણવટીઓ દરિયાપારનાં દેશોમાં ઘૂમતા હતા. કચ્છ અને સૌરાષ્ટ્રનાં વહાણવટીઓ ચતુષ્કોણીય યંત્રોનો, આલેખનો (ચાર્ટસ) અને નકશાઓનો ઉપયોગ કરીને તેમનાં વહાણો આજે (૧૮૩૪) પણ હંકારે છે. તેના નમૂનાઓ ઉપલબ્ધ છે. તો જર્મનીના જસ્ટુસ સ્ટ્રેન્ડ લખે છે કે – વાસ્કો-દ-ગામાનાં વહાણો લિમ્બન બંદરથી મલિન્દી આવ્યાનાં નવ દિવસ બાદ મલિન્દીમાં રહેતા ‘માલમ ‘કાનાકવા’ (કાનજી માલમ) નામના ભારતીય સુકાનીએ તેનું વહાણ હિંદી મહાસાગરમાં હંકાર્યું હતું. તે સહી સલામત રીતે પોર્ટુગીઝ કાફલાને મલિન્દીથી કાલિકટ લઈ આવ્યો હતો. વાસ્કો દ ગામાની ભારત આવ્યાની ઘટનાના સવા ચારસો વર્ષ બાદ ૧૯૨૦માં અંગ્રેજી લેખક પીયર્સે લખ્યું છે કે, હું ખાતરીપૂર્વક કહું છું, કે કચ્છનાં રહેવાસી કાનજી માલમે મલિન્દી બંદરથી વહાણ હંકાર્યું હતું અને તે હિંદી મહાસાગર તથા કેપ ઓફ ગુડ હોપ ઓળંગતો ઓળંગતો મલબાર કિનારાનાં કાલિકટ બંદરે પહોંચ્યો હતો. વાસ્કો-દ-ગામાને એણે દરિયાઈ માર્ગ બતાવ્યો હતો. ઈટાલિયન ઇતિહાસકાર સિંથિયા સલ્વાડોરી પોતાના સંશોધન માટે ૧૯૮૯માં પૂર્વ આફ્રિકામાં ગયા હતા. ત્યાં તેમણે કચ્છી વણાહણવટીઓની વંશાવળી અને અન્ય દસ્તાવેજો દર્શાવ્યા ત્યારે મોમ્બાસાના કેટલાક કચ્છી વહાણવટીઓએ કહ્યું કે અમે કાનજી માલમના વંશજો છીએ જેણે વાસ્કો દ ગામાને ભારતનો માર્ગ બતાવ્યો હતો. અમે આજે પણ દરિયાદેવની પૂજા કરીએ છીએ. દરિયો અમારો દેવ છે અને શીકોતર અમારી માતા છે. એટલું જ નહીં કચ્છની દેશદેવી આશાપુરાની પણ પૂજા કરીએ છીએ.

વિદ્યાર્થીનો પ્રેમ

Standard

ડૉ.ભાલચન્દ્ર હ.હાથી

( સત્ય ઘટના)
જોયેલું ને જાણેલું(અખંડ આનંદ, સપ્ટેમ્બર,2017 માંથી સાભાર)


શિક્ષક અને વિદ્યાર્થીઓના સંબંધો વિષે ઘણીવાર વાતો થાય છે. શિક્ષક પ્રત્યે વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીને શિક્ષક પ્રત્યે લાગણીની હરીફાઈ થતી હોય છે. શિક્ષક હંમેશા માતૃ-પિતૃવત્ લાગણી રાખતા હોય છે, તેમ વિદ્યાર્થીને પણ શિક્ષક પ્રત્યે તેવું જ માન હોય છે. આવી એક વાત ડુંગરસિંહ સાહેબે કરી હતી.

વાત સાવ સામાન્ય હતી પણ તેની પાછળ ભાવના અને લાગણીનું ઘોડાપૂર હતું. ડુંગરસિંહભાઈ અંજારની શેઠ ડી.વી.હાઈસ્કૂલમાં શિક્ષક અને તેમનાં પત્ની સૌ.પુષ્પાબહેન અંજારની જ શેઠ કંકુબાઈ ખટાઉ માવજી શેઠિયા ગર્લ્સ સ્કૂલમાં શિક્ષિકા. સમય જતાં ડુંગરસિંહભાઈની અંજારથી 40 કિમી દૂર ભચાઉમાં બદલી થઈ એટલે બંનેમાંથી એકને તો રોજિંદી આવ-જા કરવી જ પડે. પુત્રી નાની તેથી પુષ્પાબહેનથી આવ-જા શક્ય નહોતી. ડુંગરસિંહભાઈએ બદલી અને રોજ નિશ્ચિત બસમાં આવ-જા સ્વીકારી લીધી. આમ આ વ્યવસ્થા ચાલી.


એકવાર ભચાઉની બસ ડુંગરસિંહભાઈ જરા વારમાં ચૂકી ગયા. બસ પાછળ દોડવા છતાં પણ તેમને તે બસ મળી જ નહીં એટલે નિરાશ થઈને ઊભા રહી ગયા. ત્યાં તુરત પછી કોઈ બસ નહીં એટલે નિરાશ થયા. પણ તુરત એક ટેક્ષી આવી અને સાહેબ પાસે ઊભી. ડ્રાઈવરે પાછળની સીટ પાસેનું બારણું ખોલ્યું અને સાહેબને જલદીથી બેસી જવા કહ્યું અને તેઓ અન્ય કોઈ વિચાર કર્યા સિવાય બેસી ગયા. ડ્રાઈવરે જલદીથી ટેક્ષી ચલાવી, જેથી બસ પાસે પહોંચી જવાય પણ તેમ ન બન્યું. ડ્રાઈવરે ટેક્ષી ભચાઉ સ્કૂલ પાસે ઊભી રાખી. બારણું ખોલી સાહેબ ઊતર્યા અને ટેક્ષીનું ભાડું ચૂકવવા વોલેટ ખોલ્યું, પણ ડ્રાઈવર તો નીચે ઊતરી સાહેબને પગે પડ્યો અને કહ્યું: “સાહેબ, આપનો વિદ્યાર્થી છું. આપની પાસે ભાડું લેવાય જ નહીં. આપનું નાનકડું કામ કર્યું, તેનો મને રાજીપો છે. આપના આશીર્વાદ જ ભાડાં કરતાં ક્યાંય વધુ છે. મારા જેવું કાંઈ પણ કામ હોય તો નિ:સંકોચ કહેજો. હું બસ સ્ટેશને જ ઊભો રહું છું.” અતિ આગ્રહ છતાં તેણે ભાડું ન જ લીધું અને ટેક્ષી ચલાવી ગયો. સાહેબને ટેક્ષી ધૂંધળી જ દેખાઈ, ભીની આંખે.
સંજોગવશાત્ અભ્યાસ પૂરો ન કરી શકનાર વિદ્યાર્થીની ભાવના કેટલી ઉચ્ચ ?!

ભીંયા કક્કલ

Standard

ભીંયા કક્કલ

– કચ્છ ના અમર બલિદાની જેના બલિદાન નો જોટો જગત માં શોધવો મુશ્કેલ છે જેને લખિયાર વિયરો ના જામ હમીર ના વંશ ને બચાવવા પોતાના છ દિકરાઓ નું બલિદાન આપ્યું, ખેંગાર અને સાહેબ શાખા ના જાડેજાઓ ભીંયા કકકલ નું ઋણ ચૂકવે તેટલું ઓછું.
એ હુતાત્મા,દેશપ્રેમી,વફાદાર મહા બલિદાની વિશે લખી તેટલું ઓછું પડે છતાં મારા હ્ર્દય ના ભાવ પ્રમાણે શાબ્દિક સ્મરણાંજલી આપવાનો પ્રયત્ન છે.

જામ વંશ ને બચાવવા સોંપ્યા પુત્ર સાત
ભીંયા તે ભારે કરી જગમાં નોખી પાડી ભાત.

વફાદારી ને દેશભક્તિ માં ભીંયા સમો નહિ કોઈ
હમીર વંશ ને બચાવીયો તે વંશ તારો ખોઈ.

કચ્છ ધરા નો કેશરી ને ધરતી નું ખમીર
પંડય ના છોકરા વેતર્યા હાથ જાલી સમસીર.

છ-છ દિકરા માર્યા પછી રાવળ પડ્યો ખોટો
ભીંયા તારા સમર્પણ નો જગમાં નહિ મળે જોટો.

સાપર ગામે ભીંયો હુવો ખુબ ભરી દેશદાઝ
બલિદાન તેનું અદકેરું દિધા પુત્ર સાત.

હમીરવંશ ને અપાવવા પાછું કચ્છ નું રાજ
ભીંયો કકકલ અમર રહેશે બલિદાન ને કાજ.

સંસાર ના ઇતિહાસ માં ભીંયો ભડવીર પાક્યો
છ-છ દિકરા માર્યા પછી રાવળ જામ પણ થાક્યો.

સાહેબ ખેંગાર જાડેજાઓ તારા ઋણી રહેશે અપાર
ભીંયા કકકલ નું નામ રહે શાશ્વત જય જયકાર.

– જામોતર ધ્રુવરાજજી જાડેજા જાખોત્રા(શાશ્વત)

।। જય કચ્છ ।। ।। જય ભીંયા કક્કલ ।।

*કાળ ની થપાટ ભાગ-3

Standard

કાળ ની થપાટ ભાગ-3

જુનો વખત યાદ આવે ખાલી ગઢ જોઈને જ જાય ધરાઈ,
સમૃદ્ધિ ભલે ઝાંખી પડી પણ તોય સત ગૌ એ સાંભરાઈ.

– કચ્છ ના જાગીરદારો નો વૈભવ અને સમૃદ્ધિ એ સૌરાષ્ટ્ર ના સારા રજવાડા ને પણ ઝાંખા પાડે એવા હતા. કચ્છ ના માંડવી તાલુકા નું ગામ સાંભરાઈ માંડવી થી 35 કિલોમોટર આગળ જતા આવે.કચ્છ ના મહારાઓશ્રી રાયધણજી પહેલા ના મોટા કુંવર નોંઘણજી ના મોટા કુંવર હાલાજી એ કંઠી થી અબડાસા એમ મુન્દ્રા થી માંડી અબડાસા ના 52 ગામ કાંડાબળે કબ્જે કરી સ્વતંત્ર સતા સ્થાપી અને સાંભરાઈ માં ગઢ ચણાવી ત્યાં રહી શાશન કરતા પછી તેમને સાંભરાઈ થી ગાદી કોઠારા ફેરવી અને ત્યાં ખુબ ભવ્ય ગઢ બંધાવ્યો.હાલાજી ના કુંવર હરભમજી કોઠારા થી 6 ગામ ગરાસ માં લઈને સવંત 1770 માં ઉતર્યા અને સાંભરાઈ ગઢ માં નિવાસ કરી શાશન ચલાવ્યું.હરભમજી ના રાણી સુરજકુંવરબા વઢવાણ રાજ્ય ના કુમારી હતા તેઓ દ્વારકા યાત્રા એ જતા હશે રસ્તા માં સમાચાર મળ્યા કે હરભમજી સ્વર્ગવાસી થયા,સુરજકુંવરબા ત્યાં જ સતી થયા.જામ ખંભાળિયા પાસે હરિપર ગામે આજે પણ ત્યાં તે પુજાય છે.ઠા.તેજમાલજી પાછળ તેમના રાણી વદનકુંવરબા સતી થયા તેઓ દેવગઢ બારીયા ભાયાત ના ખીચી ચૌહાણ હતા તેમના એક બેન વાડાપાધર અને એક બેન સાંયરા આપ્યા હતા આ ત્રણે બહેનો સતી થયા અને ત્રણે પુજાય છે.શૌર્ય,સેવા અને સમર્પણ ના આનુવાંશિક ગુણો નું જતન કરતા સાંભરાઈ ના જાગીરદારો એ પૂર્વજો ની કીર્તિ ને અખંડ રાખી કુળ ગૌરવ વધાર્યું.
કચ્છ માં જ્યારે મહારાઓશ્રી ખેંગારજી ત્રીજા નું રાજ ત્યારે સાંભરાઈ ના જાગીરદાર સાહેબજી.એ સમયે કચ્છ માં વન વિસ્તાર પણ ઘણો માટે ચિતાઓ નો વસવાટ પણ હતો,કચ્છ રાજ્ય નો વટ હુકમ કે ચિતા નો શિકાર કરવાની પરવાનગી કોઈ ને નહતી,એ અરસા માં સાંભરાઈ વિસ્તાર માં ચિતા નો ત્રાસ વધ્યો હતો ઘણા પશુઓ ને ફાળી ખાધા પછી એક સોની અને એક રબારી ને પણ ચિતાએ તેનો ભોગ બનાવ્યા,પ્રજા ફરિયાદ લઈને ઠાકોર સાહેબ સાહેબજી પાસે ગઈ તેમને ચિતા ના ત્રાસ થી પ્રજા ને મુક્તિ અપાવવા રાજ ના નિયમ નો ભંગ કર્યો અને લાગ ગોઠવી ને પોતાની બંદુક વડે સાંભરાઈ ના ગઢ ના કોઠા ઉપર થી નિશાન લગાવી ચિંતા ને માર્યો,ભુજ બાવા ને જાણ થતા તેમને સાંભરાઈ ઠાકોર ઉપર આકરા પગલાં લીધા ત્યારબાદ સાંભરાઈ ઠાકોર સાહેબે પણ સામો કેશ કર્યો અને ભુજ મહારાઓ તેમજ સાંભરાઈ ઠાકોર સાહેબ નો કેશ કોર્ટ માં ઘણો સમય ચાલ્યો,એ બનાવ પછી કચ્છ માં ચિતા સત્યાગ્રહ થયો હતો.એ જ સાહેબ જી બાવા એક વખત કચ્છ ના ભાયાતો નો કોઈ સમારોહ મળ્યો હશે એમાં સૌથી સુંદર કચ્છી પાઘ કોણ બાંધી શકે એવી કોઈ હરીફાઈ થઈ હશે એમાં અવ્વલ આવેલ(આ પ્રસંગ વિશે વિગતવાર માહિતી મળતી નથી).ગઢ ની અંદર ત્રણ માળ ની મેડીઓ હતી જેની છત ઉપર થી સાત ગામ નો સીમાળો દેખાતો માટે સત ગૌ એ સાંભરાઈ કહેવત પડી હશે.ગઢ ની અંદર જ કૂવો છે કહેવાય છે કે કચ્છ માં 1956 માં જ્યારે સતત ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યા ત્યારે આખા સાંભરાઈ ગામ ને પાણી આ કુવા માંથી મળતું છતાં ક્યારેય તેનું તળિયું ન દેખાણુ.2001 ના ધરતીકંપ માં સાંભરાઈ જાગીર ની ખુબ ખૂંવારી થઈ ગઢ ની અંદર હતું એ બધું નામશેષ થઈ ગયું ત્યારબાદ સાંભરાઈ ઠાકોર સાહેબ પરિવાર ગાંધીધામ ના ગળપાધર રહેવા આવતો રહ્યો.મારા દાદીમા સાહેબ નું મોસાળ પણ સાંભરાઈ ઠાકોર સાહેબ ને ત્યાં માટે મારું ઋણાનુબંધન.હાલે સાંભરાઈ ગઢ ની અંદર કંઈ બચ્યું નથી,ગઢ હજી સાબુત છે અને જાગીર ના અન્ય કુટુંબો રહે છે.સમયે ઉથલો માર્યો અને કલચક્ર એ પલટો લીધો એમાં એક સમય ની ભવ્ય જાગીર વેરાન થઈ ગઈ.પરિસ્થિતિઓ ની વિપરિતતા અને સમય નો ખુબ ઘસારો ખાવા પછી પણ સાંભરાઈ જાગીર પરિવારે આજે પણ પોતાનું કુળગૌરવ અને અસ્મિતા જાળવી રાખ્યા છે.હાલે સાંભરાઈ જાગીર ના ઠાકોર સાહેબ ચંદ્ર સિંહ ફતેહસિંહ છે જે ગળપાધર રહે છે.

– લેખન :- ધ્રુવરાજજી જાખોત્રા(શાશ્વત)
– આભાર :- લકીરાજસિંહ ઝાલા(ભાલારા)
કું. પ્રહલાડસિંહ જાડેજા(સાંભરાઈ)

।। જય કચ્છ ।। ।। જય માતાજી ।।

કાળ ની થપાટ ભાગ-2

Standard

કાળ ની થપાટ ભાગ-2

ઉજ્જડ બન્યુ મહાનગર જ્યાં સમૃદ્ધિ છલકાતી હતી,
ખંડેરો જોઈને ય આંખો અંજાય અરે શુ ભવ્યતા રોહા ની હતી.

– રોહા એક એવું નામ જેનાથી મોટાભાગે કોઈ અજાણ નહિ હોય ઘણીવખત એની ડોક્યુમેન્ટરી પણ આવતી હોય છે સાથે ખ્યાતનામ છપાઓ માં પણ લેખ આવેલ હશે, અલગ-અલગ સ્થળોએ થી પ્રવાસીઓ પણ મુલાકાત લેવા અને ફોટોગ્રાફી માટે આવતા હોય છે.કલાત્મક મેડીઓ અને ઝરૂખાઓ એ આજે પણ ખંડેર હોવા છતાં સહેલાણીઓ ને પોતાની તરફ આકર્ષે છે,જ્યારે આ નગર એની સમૃદ્ધિ ની પરાકાષ્ઠા એ હશે ત્યારે કેવું લાગતુ હશે હેં…? ખરેખર કલ્પનાતીત છે.
કચ્છ ના નખત્રાણા તાલુકા માં આવેલ રોહા એ કચ્છ ની ખુબ સમૃદ્ધ જાગીર હતી,કચ્છ ની ખુબ ઉપજાવ અને ફળદ્રુપ જમીન ના 52 ગામ રોહા જાગીર ને ગરાસ માં મળેલા.ભુજ ની સ્થાપના કરનાર મહાન શાશક રાઓશ્રી ખેંગારજી પ્રથમ ના નાના ભાઈ મહારાજ કુમાર સાહેબજી ને આ પ્રદેશ ખુબ પસંદ હતો માટે તેમને ખેંગારજી પાસે ગરાસ માં માંગેલ.સાહેબજી ના જ્યેષ્ટ પુત્ર પચાણજી તેમની લાખાડી ગાદી હતી તે પરંપરા માં અનુગામી ઠા. દેવાજી એ સંવત ૧૬૩૨ આસપાસ રોહા નો કીલો બંધાવી ગાદિ લાખાડી થી રોહા ફેરવી,એક સમયે રોહા જાગીર નો વૈભવ અને સમૃદ્ધિ એવા ચરમસીમા એ હતા કે કચ્છરાજ ને પણ ઈર્ષ્યા થતી અને પછી ભુજ અને રોહા ના સબંધો માં ખટાશ પણ આવી ગઈ.ઠાકોરશ્રી જીઆજી એ વરસાદ નું પાણી સચવાઈ રહે અને આખા નગર ને શુદ્ધ પાણી મળે તે હેતુ થી વિશાળ પાણી ની ટાંકીઓ બનાવેલ આ ટાંકીઓ હાલે જીર્ણ થઈ છે પણ આજે ય જોતા એ કુશળ શાશક અને દિર્ઘદ્રષ્ટા ઠાકોર જીઆજી ની યાદ અપાવે.રોહા માંથી દેવપર(યક્ષ) અને વિરાણી જાગીર છુટી પડી.
ગુજરાતી સાહિત્ય ના ઉત્કૃત કવિ અને સર્જક એવા કવિ કલાપી એ રોહા ના જમાઈ હતા,રોહા ની પ્રકૃતિ અને ટેકરીઓ માં એમના કાવ્યો ખીલ્યા અને વિકાસ પામ્યા જેમાં તેમને મંજલ ના કવિ દેવાજી ની પણ પ્રેરણા મળી.
અત્યારે રોહા માં પથ્થરો સિવાય કંઈ બચ્યુ નથી,મહેલો,મેડીઓ,મકાનો અરે આખું નગર પડી ને પાધર થયું,રોહા ની અસ્મિતા સમાન ઝરૂખાઓ અને અમુક મેડીઓ ખંડેર અવસ્થા માં પડી કે પડશે જેવી સ્થિતિ માં છે.પરિસ્થિતિઓ જ્યારે વિપરીત બને અને કાળ જેને થપાટ મારે એની સ્થિતિ શુ થાય એ રોહા નું વર્તમાન જોતા આંકી શકાય.ધન-ધાન્ય,ઐશ્વર્ય,વૈભવ,સમૃદ્ધિ,પ્રકૃતિ,શક્તિ અને સામર્થ્ય થી છલકાતું રોહા આજે ઉજ્જડ બની ત્યાં આવતા પ્રવાસીઓ ને જાણે મુક સંદેશ આપતું હોય કે હે કાળા માથા ના માનવીઓ જ્યારે જાય છે ત્યારે સઘળું જાય છે.
બધુ જ નાશવંત છે,બધુ જ નાશવંત છે.

મહેલ,મેડી,ઝરૂખાઓ અરે આખુ નગર સુમસામ ભાસે છે,
કચ્છ નું ખમીર રોહા જાગીર આજે અંધકાર માં પણ પ્રકાશે છે.

– લેખન :- જામોત્તર ધ્રુવરાજજી જાખોત્રા(શાશ્વત)
– માહિતી :- લકીરાજસિંહ ઝાલા(ભાલારા)

।। જય માતાજી ।। ।। જય કચ્છ ।।

કાળ ની થપાટ

Standard

કાળ ની થપાટ

ઉજળો ઇતિહાસ કંથકોટ નો,થયો જામ સાડ અને લાખો ફુલાણી,
કચ્છધરા ની એ મહાગાથાઓ,લોકહૈયે થી કેમ વિસરાણી…??

✍️ શાશ્વત

– એક સમયે બૃહદ કચ્છ ના વિશાળ સામ્રાજ્ય ના કેન્દ્રબિંદુ સમાન,અતિ ભવ્ય,સમૃદ્ધ અને વૈભવશાળી રાજધાની કંથકોટ આજે વેરાન અને ખંડેર બની છે,જ્યાં એક સમયે ભવ્ય કિલ્લો,હજાર વર્ષ જુના વિશિષ્ટ શૈલી ના મંદિરો અને સુંદર નગર હતું ત્યાં આજે માત્ર કોતરણી વાળા પત્થરો પથરાયેલા પડ્યા છે.
નગરસમૈ(હાલ પાકિસ્તાન) ના જામ લાખા ઘુરારા ના જ્યેષ્ટ કુમાર મોડે કચ્છ માં સામ્રાજ્ય ની સ્થિરતા બાદ અહીં કિલ્લો બાંધવા નું શરૂ કર્યુ પરંતુ સિદ્ધ અવધુત કંથળનાથ ના કોપ ના કારણે તે પૂર્ણ ન કરી શક્યા એ એમના અનુગામી જામ સાડજી એ કંથળનાથ દાદા ની કૃપાદ્રષ્ટિ અને આશીર્વાદ થી પૂર્ણ કર્યો તે વંશ માં ફુલ જામ અને લાખા ફુલાણી(કચ્છ નો દેવાંશી પુરુષ) જેવા મહા નાયકો થયા અને એ જ સમય માં કચ્છ ના બૃહદ સામ્રાજ્ય ની સીમાઓ મારવાડ,સિંધ અને સૌરાષ્ટ્ર ના આટકોટ સુધી ફેલાયેલી હતી.
જતા સમયે લાખિયાર વિયરો ના જામ રતા રાયધણ ના જ્યેષ્ટ પુત્ર દેદાજી ને કંથકોટ ગરાસ માં મળ્યું અને આજ સુધી દેદાણી જાડેજાઓ અહીં સતા ભોગવતા.
આમ કંથકોટ કચ્છ ની ક્ષિતિજો,સીમાઓ અને ઇતિહાસ માં સમયાંતરે આવેલ પરિવર્તન નો જીવંત સાક્ષી રહ્યો છે એ જ કંથકોટ નો કિલ્લો આજે પડી ને પાધર થયો છે એક સમયે જ્યાં લાખા ફુલાણી ના ઘોડા ના ડાબલા ગાજતા હતા ત્યાં આજે સુનકાર અને નિર્જનતા ભાસે છે.
સમય બદલાઈ રહ્યો છે પરિસ્થિતિઓ બદલાઈ રહી છે સમાજ વ્યવસ્થા અને માનવ વિચારધારા નવો આકાર લઈ રહી છે,જુનુ ભૂંસાઈ રહ્યું છે નવુ ફેલાઈ રહ્યુ છે અને તમામ ની વચ્ચે સંસ્કૃતિ નું મુળ વિસરાઈ રહ્યુ છે.
પરંપરા થી મળેલા સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસા અને ધરોહર નું જતન અને સંવર્ધન કરવું એ દરેક નું નૈતિક કર્તવ્ય અને ફરજ છે…..
આપણું ધાર્મિક,સામાજીક,સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય અસ્તિત્વ જોખમાઈ રહ્યુ છે તેના પ્રત્યે સભાન બનીએ.

– જામોત્તર ધ્રુવરાજજી જાખોત્રા(શાશ્વત)

।। જીએ રા ।। ।। જય કચ્છ ।।

જખ્ખબૌંતેરા

Standard

🚩જખ્ખબૌંતેરા🚩

ધરા કચ્છને જખદેવની ધોડલે શોભે છે અસવારી,

ઘોડલે ધોડલે ધજા ફરકે,નમન કરે છે નરનારી.

કચ્છની શુરવીર ધરતીપર નખત્રાણા તાલુકાનું અણગોરગઢ નામક એક શહેર હતું. એ શહેરની ગાદીપર મોડ વંશનો જામ લાખા ફુલાણી નામનો રાજા રાજ કરતો હતો.લાખાને ધાંઆ નામનો એક સહોદર ભાઇ પણ હતો.તેને સંતાનમાં એક માત્ર પુત્ર હતો તેનુ નામ પુઅંરો હતું.

જે તું મછીંન મારીએ,મેલો રખી ન મન,

પેં થીને તું પુતરજો, આંગણ ઝીઝો અન્ન.

જામ લાખા કુલાણીના ભત્રીજો જામ પુઆંર ના વખત માં તેની રાજધાની પધ્ધર ગઢના પશ્ચીમે અને વોઘડી નદીના કિનારાની બાજૂમાં આવેલ ભેખડોમાં ચમત્કારી સાત ૠષીયો તપસ્યા કરતાં હતા અને લોકોના દુ:ખ-દર્દ દુર કરતા.આ ઋષીઓએ સંઘારકોમના લોકોને પોતાના ભક્ત અને તેમના ઇષ્ટદેવ શીવ અને બૌંતેર યક્ષદેવોના અનુયાયી બનાવ્યા. એ ઋષીયોના રહેઠાણ પાસેની વાધોડી નદીમાં એક માછી દરરોજ માછલા પક્ડવા આવતો.આ માછીને ત્યાં કોઇ સંતાન ન હોવાથી એક દિવસે આ માછી દંપતી સંતાન પ્રાપ્તીની મનોકામના સાથે તપ કરતા સપ્તઋષીની શરણમાં ગયા અને તેમના પગ પક્ડી સંતાન માટે પ્રાથના કરી. તેને ઋષીએ જણાવ્યુ કે “જો તું માછલા મારી જીવ હત્યાનો વ્યવસાય નહી કરે તો તને પુત્ર પ્રાપ્તી થશે અને અન્ન-વસ્ત્ર પણ પુષ્ક્ળ મળશે.” માછીએ તે દિવસથી માછલા ન મારવાની પ્રતિજ્ઞા લીધી. સમય જતા તેને ત્યાં એક પુત્રનો જન્મ થયો. ઋષીઓના આ ચમ્તકારની વાત વાયુ વેગે પ્રસરી. આ વાત વેહતી વેહતી પુંઅરાના કાને પોંહચી.

રાણી રથકે જોડેઓં,આવઇ રખીએં વટ્ટ,

વીયા વધાઇયું મું ડેઓ,ત માણક ડીયા ભટ્ટ.

અસીના એડા ઓલીયા,જે ડીયું બે કે બાર,

ઇ નીયા ઉતે થીએ, સાહેબ જે દરબાર.

રાજૈ પુઅરે જામકે, ચઇયું ગાલયું ચાર,

મોઆણી તે મેર કઇ,અસાં કઇ નાકાર

પધ્ધર ગઢમાં જામ પુંઅરાને ત્યાં પુત્રની ખોટ હતી. પુઅરાની રાણીએ જ્યારે ૠષીદેવોના ચમત્કારની જાણ થઇ ત્યારે તેને પણ આ દેવોનું શરણું લેવાની ઇચ્છા થઇ. રાણી રથ જોડાવીને ઋષીઓ પાસે પોંહચી ગઇ અને ઋષીમુની પાસે સંતાનની માગણી કરી અને કહયુ કે, “મને પુત્ર પ્રાપ્તી થાય તો તમોને અમુલ્ય હીરા-માણેકની ભેટ ધરીશ.” ઋષી બોલ્યા “બેટા તું શાંત થા અમે કોઇ મુંડા કે ઠગો નથી, જો અમારી પાસે બાળકો ના વગ હોય તો હમણા જ તને ઝીલીકક્ડ કાની ઉખતી, કાની કેઓ ઠકા,\nપુંઅરો વેંધે પાટતેં, છીપર થઇ મથા.\n»»{ક્ક્ડ જખે મારેલુ બાણ છીંપર પર વાગતા તે છીંપર પુંઅરો નાહવા બેઠોતો તેના માથે પડી}«ને તેમાંથી આપી દઇએ.પુત્ર પ્રાપ્તી પુર્વ જ્ન્મના પુણ્યના ફ્ળ સ્વરુપે થાય. માણસ કર્મબંધનમાં બંધાયેલ છે.” ટુકમાં કે રાણીના નસીબમાં સંતાન પ્રાપ્તીનું સુખ હતું નહી.ઋષીની વાત સાંભળી રાણી નીરાશ હ્રદયે રાજ મહેલ પાછી આવી. ઋષીઓના પક્ષપાતની રાજાને ખુબ જ ક્રોધ આવ્યો એને રાજા પુંઅરે સાતે ૠષીઓને પક્ડી લવી કારગ્રુહમાં ઘકેલી દીધા.ઋષીઓ રાજાની ધાક્ધમકીથી તે ડર્યા વગર પોતાની વાત પર અડગ રહયા. આથી ક્રોધે ભરાયેલા રાજાપુંઅરે ઋષીઓને સજા આપવા માટે તેને કાંસાની ઘાણી બનાવવીને કાંટાળા ગોખરુ પર તેમને બળદની જેમ ફેરવવા માડયા.આવી રીતે પોતાના પુજ્ય ઋષી પર અત્યાચાર થતા જોઇ સંધારો રાજા પાસે જઇ ઋષીઓને બંધન મુક્ત કરવા વિંનતી કરી. સંધારો પણ રાજાના સેવક હોવાથી તેને પણ પુંઅરાએ પોતાના ક્બજામાં લઇને કારાગારમાં ધકેલી દીધા અને ધણા સંઘારોનો સંહાર કર્યો તો કેટલાક ઉપર અત્યાચારની અતિવૃષ્ટી કરવા લાગ્યો.તદઉપરાંત તાંબાના પતરા તપાવી સંધારો ને ચલાવ્યા અને ઉક્ળતા તેલમાં સાંવરણીઓ બોળી સંઘારોના વાંસે છંટાવી, અત્યાચારો અને શારીરીક તક્લીફોથી મૃતઃપાય જેવા થઇ ગયેલા સંઘારોએ ચીત્કાર કરતા બોલ્યા “હે પુંઅરા અમારા જેવા રંકોની હાયને તું સાંભળતો નથી પણ અમારા ઈષ્ટદેવ ભગવાન ભોળાનાથ અને જખ્ખદેવો તારો વિનાશ કરી નાખશે તું રાજસતા ભોગવી નહી શકે.” કેટલા દિવસો સુધી પુંઅરાએ આમાનુસી અત્યાચાર ચાલુ જ રાખ્યા.

અસીં મલક રૂમસામજા, વડા અસાંજા વીર,

છોડે કો હલડી મિંજા,ત અચેં અસાંજા પીર.

»»{ભાવાર્થઃ અમે રૂમશામના છીએ.અમારી સંભાળ લેનાર મહાન વિરો છે.પણ જો આ હક્ડી માંથી અમે છુટીએ તો જ અમારા દેવો ને અમે બોલાવીએ.}

ક્નેં પાએ કુંકરા, ધરસ બુરાયમ ધાં,

રેઆ રાજ અઘાં,અસાં કો ન આવેઓ.

ક્નેં પાએ કુંકરા, લખાડી ચડીઓ;

બૌંતેર જખ ભેંરા થીઆ, પિંઢમે ધાટ ઘડયો.

આવો જુલમ અને ક્રુર સજા જોઇને રાજાના જાંભીયા નામના એક હજામને તેઓ પર દયા આવી.તેણે ‘ભીખધરસ’ નામના એક ઋષિને પોતાનો પોષાક પહેરાવી તેની જગ્યાએ ઘાણીમાં જોડાઇ મુક્તા કર્યા. મુકત ઋષિએ લાખાડી નામની ટેકરી પર ચડીને બંને કાનોમા આંગળા ભરાવી પોતાના ઉધારક એવા ભોલેનાથ શંકરનો આરાધ કર્યો. ભોળાનાથ શીવે પોતાના ભક્ત એવા ઋષી નો આંક્રદ સાંભળી લીધો અને પોતાના તેજ સ્વરુપ એવા બૌંતેર યક્ષદેવો ને છોડયા. આ બૌંતેર યક્ષો અને તેમની બહેન સાંયરી કચ્છની પવિત્રધરાના જખૌ બંદર નજીક સૌપ્રથમ પ્રગટ થયાં. જે પરથી આ બંદરનું નામ જખૌ પડયું. બૌતેર યક્ષ દેવોને કચ્છી લોકો જખદેવ કહે છે. આ બૌતેર યક્ષ દેવો વીર,ઘીર, શિસ્તબદ્ધ,અતુલ્ય બળશાલી તેમજ દિવ્ય તેજસ્વી હતા.

સચી સાંયે જખજી, અચી વરતાણી આણ,

રૂમ સામ સુરતાણ, બૌંતેર બેલીડે ધણી.

»»{બૌંતેર જખના સરદાર,રૂમશામના સુલતાન સાંઆ જખની આણ સઘડે ફરી વળી}«

બૌંતેર બેલીડેં ધણી, રૂમસાંમ જોં રા,

સેવક સંગારા,સાઉં ગરીબેં સાય થીએ.

»»{બૌંતેર જખના સરદાર,રૂમશામના રાજા સાંઓ જખ,જેના સેવકો સંઘાર લોકો છે જે સદાય ગરીબો ની સહાય થાય છે}«

ઝંઢીએ મથે ઝંઢા, પેરણ પટોરા,

તાંસરીએં ખીર પીંએ,જેંજા રખી પુજાર.

»»{ઝંડીઆ જખ ઉપર વાળના ગુચ્છ છે અને તે પટોળા ધારણ કરે છે,તેના જાજા પુજારી તાસળી ભરીને ખીર પીવરાવે છે}«

જખૌ બંદરથી આ જખ્ખબૌંતેરા નનામી ડુંગર પર આવ્યા પરંતુ નનામો ડુંગર તેમનો ક્રોધ સહન ન થતા નમી પડયો.ત્યાંથી તેઓ ધ્રબવા ડુંગર પર આવ્યા પણ ધ્રબવો પણ તેનો ક્રોધ ઝીલી ન શક્તા ધ્રુજવા લાગ્યો.પછી તેઓ ભાંગભાંગ નામની ટેકરી પર આવ્યા. તે ટેકરી પણ તેમનો ભાર સહન ન કરી શક્વાથી ભાંગી પડી,પછી તેઓ લાખડીયા ટેકરી પર અને પછી અધો છીણી પર આવ્યા, પણ એમાનુ એક પણ સ્થળ તેમને બરાબર યોગ્ય ન જણાતા આખરે તેઓ પધ્ધરગઢની પશ્ચિમે એકાદ માઇલને અંતરે આવ્યા.એ સ્થાન તેમને સર્વ રીતે યોગ્ય જણાવાથી તેમણે ત્યાં જ પોતાનું સ્થાન બનાવ્યું.બહેન સાંયરી ખુબજ ચપળ,ચાલાક અને અત્યંત કાર્યકુશળ હતા. તેને પધ્ધરગઢની તેમજ રાજા રાણીની માહીતી મેળવવા મોક્લ્યા,થડીજ વારમાં સાંયરી જીણવટપુર્વક બધી જ માહીતી એક્ઠી કરી લાવ્યા.

કક્ડ કાની ઉખતી, કાની કેઓ ઠકા,

પુંઅરો વેંધે પાટતેં, છીપર થઇ મથા.

»»{ક્ક્ડ જખે મારેલુ બાણ છીંપર પર વાગતા તે છીંપર પુંઅરો નાહવા બેઠોતો તેના માથે પડી}«

આમ જખ્ખબૌંતેરાએ યોદ્ધાઓની જેમ સેના સ્વરૂપે પઘ્ઘરગઢની સામે જ આવેલી કકડભટ્ટ નામની ટેકરી ઉપર મુકામ કર્યા.આ ટેકરીનું નામ કકડભટ્ટ એટલા માટે પડયું કે બૌતેર યક્ષ દેવોમાં ‘કકડ’ નામે એક બાણધારી યક્ષ યોદ્ધા હતા. બીજે દિવસે પુંઅરો નાહવા બેઠો ત્યારે આ કક્ડ નામના યક્ષ દેવે બાણ દ્ધારા જામ પુંઅરાના મહેલના સ્નાનાગારની શિલાનો ધ્વંશ કર્યો. આ સમયે જામ પૂંઅરો સ્નાન કરવા કુંડમા પડયો હતો, ઉપરથી શિલા પડતાં તેના નીચે દબાયેલા ક્રુર રાજવીનુ રીબાઇને મૃત્યુ થયું અને સંઘારો તથા ઋષીઓને પુંઅરાના ત્રાસ માંથી મુક્ત કરી જખ્ખબૌંતેરા અદ્રશ્ય થઇ ગયા.પછી લોકો કક્ડભટ્ટ નામની ટેકરી પર તેમના પ્રતીક સ્વરૂપ બૌંતેર મૂર્તીની પ્રતીષ્ઠા કરીને તેમની પૂજા કરવા લાગ્યાં.

ત્યાર બાદ સન્ ૧૫૦૩ માં ભુજ શહેરની સ્થાપનાં ના વખતમાં ભુજના રાજા બિમલજી, રાવો શ્રી બીજા બેશલજી બિરાજમાન હતા. તેમની પાસે બારોટ હરીશંગ મંત્રી હતા. બારોટનો નિયમ હતો કે નિત્ય ભુજમા બિરાજમાન ૭૨ યક્ષદેવના સ્થાનમાં જઇ સેવાપુજા કરી ને બે ઘડી ઘ્યાન ઘરી દાદાના આર્શીવાદ લીધા પછી જ તેનો રોજીંદો કારભાર સંભાળતા.રાજા રોજ નિહાળતા-વિચારતા કે એવું તે શું વિશેષ હશે કે બારોટ ત્યાં ગયા વગર કામે ચડતા નથી.જેની ખાત્રી કરવા રાજાને શંકા પડતા જખદાદાએ બારોટની પ્રાથના સાંભળી ગેબી અવાજ કરી આદેશ કર્યો કે તું નિશ્ચિત સુઇ જા સવારે બૌંતેર નામ તારી પથારી નીચે મલશે. આમ છતા બારોટજી એ આપેલ નામ માન્ય ન રાખતા છેવટે રાજાને દાદા એ પરચો (ચમત્કાર) બતાડયો. બીજે દિવસે પરોઢ ના રાજા ઉઠીને ઝરોખામાં આળસ મરોડતા હતા ત્યારે અચાનક આકાશ તરફ નજર જતાં રાજા અવાક બની ગયા સામેથી ૭૨ ઘોડે સવારો લાઇનસર જતાં દષ્ટિ ગોચર થયાં આશ્ચર્ય તો એ વાતનુ હતું દરેક ઘોડેસવાર પર નામ પણ અંકિત કરેલા હતા. તે નત મસ્તકે નમન કરી રહયા. તેણે બારોટની પીઠ થાબડી કહે તમે ખરા ભગત, અને તારા યક્ષદાદા ખરેખર પુજનીય હવે હું પણ એમનો ભગત બસ!. આ ઘોડેસવારોને રાજાએ જયાં ઉતરતાં અને પડાવ નાખતા જોયા ત્યાં (હાલનુ માધાપરનુ સ્થળ) ટેકરી પર રાજાએ મંદિર બંધાવ્યુ. અને ૭૨ યક્ષદેવોની સ્થાપના કરી અને ભાદરવાના બીજા સોમવારે ત્યાં મેળાનું આયોજન કર્યુ. એ પરંપરા એમણે ચાલુ રાખી જે આજે પણ ચાલુ છે. રાજા સહ પરિવાર પ્રજા સાથે હાજર રહેતા આમ શ્રી માધાપર જખદાદાની સ્થાપના ની શરૂવાત થઇ.

શ્રી બૌતેર યક્ષની નામાવલી

૧ સાંઉ.૨ બેરીઓ.૩ ઝંડીયા.૪ સીણાગરી.૫ સાઊપુરી.૬ દેવપુરી.૭ સાંયરી.૮ દાતાર.૯ કંઠેરો.૧૦ વેકડશેન.૧૧ મેખાયલ.૧૨ મહુંપાડ.૧૩ જખદેવ.૧૪ ઊભદેવ.૧૫ ઊભેવાન.૧૬ આદજખ.૧૭ શત્રરણ.૧૮ શેષનાગ.૧૯ આંલીયા.૨૦ રતન.૨૧ સીધ્દાંત.૨૨ પદમનાગ.૨૩ શેષનાગ.૨૪ મહેશ્વરી.૨૫ મકડ.૨૬ કકડ.૨૭ સીધ્દ.૨૮ શહાડ.૨૯ મહાડ.૩૦ મેદો.૩૧ અમર.૩૨ પીંગલ.૩૩ શાહ.૩૪ જમુટ.૩૫ બલુગ.૩૬ વીશોત.૩૭ વ્યાસગુરુ.૩૮ યશગુરુ.૩૯ વછેરાજ.૪૦ એલાખ.૪૧ બેલાખજખ.૪૨ હાજત.૪૩ મહુત.૪૪ સીધારથ.૪૫ સમંરચ.૪૬ ભરત.૪૭ ઊત્તમસેન.૪૮ પ્રતાપી.૪૯ ગોપાલ.૫૦ ભુપાલ.૫૧ ઉથાપ.૫૨ ગંગેશર.૫૩ હ્થારણ.૫૪ ઘરમ.૫૫ ગોતમરાજ.૫૬ બુધ્દવંત.૫૭ તેજવંત.૫૮ મકર.૫૯ પદારથ.૬૦ ધજાબંધ.૬૧ રમખાણ.૬૨ નકલંકી.૬૩ ભગવાન.૬૪ સુરચંદ.૬૫ વીરચંદ.૬૬ આણંદ.૬૭ સઘીરચંદ.૬૮ અકલ.૬૯ અગોચર.૭૦ આદનાથ.૭૧ અવીચલ.૭૨ સચોજખ્ખ
૭૩.બહેન સાંયરી

કચ્છે ઘણું બધું ગુમાવવાનો વારો આવ્યો…પણ લખપતે તો લગભગ બધું જ ગુમાવવું પડ્યું..

Standard

કચ્છે ઘણું બધું ગુમાવવાનો વારો આવ્યો…પણ લખપતે તો લગભગ બધું જ ગુમાવવું પડ્યું.

૧૧ કિલ્લાની નગરી લખપત કચ્છના પાટનગર ભૂજથી ૧૫૦ કિ.મી. દૂર સ્થિત કચ્છના ઐતિહાસિક કિલ્લાનું કચ્છ રાજ્યના સમયમાં ખૂબ જ મહત્વ હતું. કચ્છનો આ અદ્યતન કિલ્લો એ સત્તરમી સદીના અંત અને અઢારમી સદીના પૂર્વાર્ધની કચ્છની અસ્મિતાનો સાક્ષી છે. કચ્છના તીર્થધામ નારાયણ સરોવર અને કોટેશ્વરથી ૧૬-૧૭ કિ.મી.ના અંતરે આવેલું લખપત એક સમયે બસ્તા બંદર તરીકે ઓળખાતું. કચ્છના સિંધ સાથેના વેપારમાં લખપતનું નામ સૌથી મોખરે લેવાય છે. એક સમયે લખપત કચ્છનું મહત્વનું બંદર હતું. સપાટ અને છીછરો દરિયો ધરાવતા આ બંદરમાં માલના પરિવહન માટે સઢવાળા નાના વહાણો ચાલતાં. દેશ-વિદેશ સાથે તેનો દરિયાઈ વેપાર રહેતો. કચ્છના મહારાવ લખપતજીએ આ બંદરનો પાયો નાખ્યો હતો. આ બંદરની સમૃદ્ધિ આંખ ઠરે એવી હતી, પરંતુ માનસર્જિત અવળચંડાઈ અને કુદરતી અવકૃપાએ આ બંદરની જાહોજલાલી છીનવી લીધી. કચ્છની એક સમયની જીવાદોરી સમાન સિન્ધુ નદીના વહેણને સિન્ધના અમીર ગુલામશાહ કલોરાએ નદી પર બંધ બાંધી પાણી રોક્યું તો
ઇ.સ. 1819ના વિનાશક ધરતીકંપના કારણે લખપત વિસ્તારમાં સિંધોડીનો દુર્ગ તોડી પાડતા ચાલીસેક કિ.મી.માં દરિયો ધસી આવ્યો. કુદરતી અલ્લાહ બંધનું નિર્માન થયું. પરિણામે લખપત બંદરના વળતા પાણી થયા.

લખપત ખાતે આવેલ એક પુરાતન કિલ્લો છે, જે જમાદાર ફતેહ મહંમદે ઇ.સ. ૧૮૦૧માં બંધાવ્યો હતો. લખપત ખાતે તે સમયે બંદર ધમધમતું હતું. ઇતિહાસમાંની વિગત મુજબ ઈ.સ. ૧૮૧૯ના સમયમાં તે લખપત રજવાડાના સેનાપતિ હતા. તે કચ્છ ક્રોમબેલ તરીકે જાણીતા હતા. આ કિલ્લો આજે પણ ભુતકાળની તથા ઇતિહાસની સાક્ષી પૂરતો અડીખમ ઉભો છે. આજે લખપતમાં મોટા ફેરફારો થયા છે, પણ આ કિલ્લો આજે પણ જેમનો તેમ ઉભો છે. કચ્છમાં ૧૮૧૯ના વર્ષમાં અને ૨૦૦૧ના વર્ષમાં મોટા અને વિનાશક ભૂકંપ આવ્યા હતા, છતાં આ કિલ્લો અડીખમ રહ્યો છે. આ કિલ્લાના નિર્માણકર્તા જમાદાર ફતેહ મહંમદની ફતેહમંદી વિશે કવિ કેશવરામે “ફતેહ સાગર” નામે ગ્રંથ રચ્યો હતો. લખપત વિસ્તારમાં એક જૂની મસ્જિદ છે, જેમાં વરસાદી પાણીના સંગ્રહની પદ્ધતિ હતી, ૧૯૪૭માં ભારતનાં ભાગલા પછી, સિંધ અને કરાંચીનું બંદર પાકિસ્તાન હેઠળ ગયું.

મોટા ભાગનું ગામ આજની તારીખે પણ કિલ્લાની અંદર જ વસેલું છે. મેઈન રોડ પર કિલ્લાનો એક જંગી દરવાજો નજરે ચડે અને સાથે જ બસ સ્ટેન્ડ તથા લખપતનું સાઈન બોર્ડ પણ દેખાય. કિલ્લામાં એટલે કે લખપત ગામડામાં તમે જેવી એન્ટ્રી કરો કે જાણે ખરેખર ૨૦૦ વર્ષ અગાઉના સમયમાં પહોંચી ગયા હોઈએ એવું લાગે. ના, ગામ બે સદી જેટલું પછાત ન લાગે, પરંતુ ૨૦૦ વર્ષ પહેલાંના એના અસબાબના અવશેષો પરથી જ એના ભવ્ય ભૂતકાળની ઝાંખી થઈ જાય. આ ગામનો ભૂતકાળ વૈભવશાળી હોય એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. આ નાનકડું શહેર લગભગ ૫૦૦ વર્ષ જૂનું હશે. એ જમાનામાં લખપત એ સિંધ પ્રાંતનો પ્રદેશ હતો. (અત્યારે તે પાકિસ્તાનની હદમાં છે.) કોરી ક્રીકના મુખપ્રદેશ પાસે વસેલું હતું આ શહેર. જૂના દસ્તાવેજોમાં થતા ઉલ્લેખ પ્રમાણે ૧૬મી સદીમાં આ શહેરને ‘બસતા બંદર’ તરીકે ઓળખવામાં આવતું હતું. એક જમાનામાં ‘બસતા બંદર’ તરીકે ઓળખાતો આ પ્રદેશ ‘લખપત’ તરીકે કેવી રીતે ઓળખાયો? એની સ્ટોરી પણ મજેદાર છે. કહેવાય છે કે ૨૦૦-૨૫૦ વર્ષ પહેલાં સિંધુ નદી આ વિસ્તારમાંથી વહેતી અને છેક દેશલપરમાં ભળતી હતી. સિંધુ નદીનાં નીર આ પ્રદેશ માટે આશિષ બનીને આવતાં. સિંધુ નદીનાં પાણી અને ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે આ પ્રદેશ ચોખાના ઉત્પાદન માટે નંબર વન ગણાતો. અહીં ચોખાનો મબલક પાક ઉતારવામાં આવતો હતો.

દેશ-દેશાવરમાં લખપતના ચોખા ખૂબ પ્રસિદ્ધ હતા. ઈતિહાસકારોના મતે ચોખાના પાકને કારણે થતી આવકમાંથી વર્ષે અધધધ! ૮,૦૦,૦૦૦ કોરી (એ સમયનું કચ્છનું ચલણ અને રિમાઈન્ડર કે આ વાત લગભગ ૨૫૦ વર્ષ જૂની છે) નું મહેસૂલ કચ્છ રાજ્યને ચૂકવવામાં આવતું હતું. એટલું જ નહીં, લખપતમાં સાગરી માર્ગે જે વેપાર થતો એમાંથી પણ દરરોજની એક લાખ કોરી જેટલી આવક તિજોરીમાં જમા થતી હતી. બધું જ બરાબર હતું. લખપતવાસીઓ ખુશ હતા. એવું કહેવાય છે કે એ સમયે આ પ્રદેશમાં વસતો પ્રત્યેક માનવી લખપતિ હતો. કચ્છના સાવ છેવાડે આવેલા પ્રદેશ પર કુદરતની એવી રહેમ થઈ હતી કે એકેએક ઘરમાં મિલિયોનેર્સ રહેતા હતા. તેથી જ બસતા બંદર પરથી ધીરે-ધીરે આ ગામનું નામ ‘લખપત’ પડ્યું હશે એવું કહેવાય છે. જોકે કુદરતના ઘરનો નિયમ છે કે બધું સુંવાળું તો ક્યારેય ન ચાલે. કચ્છના આ મુખ્ય વેપારી કેન્દ્રને પણ કાળની એવી થપાટ વાગી કે બધું જ તહેસનહેસ થઈ ગયું. એમ કહોને કે જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ થઈ ગયું. ક્યારે થયું આ બધું? લગભગ બે સદી પહેલાં. વર્ષ ૧૮૧૯નો જે ભૂકંપ આવ્યો એણે આખા કચ્છને હચમચાવી દીધું હતું. કચ્છે ઘણું બધું ગુમાવવાનો વારો આવ્યો, પણ લખપતે તો લગભગ બધું જ ગુમાવવું પડ્યું…!!