Tag Archives: Maharaja

ગુજરાતનાં ઇતિહાસમાં જેમનું નામ આદરપાત્ર રીતે લેવામાં આવે છે તેવા ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.

Standard

ગુજરાતનાં ઇતિહાસમાં જેમનું નામ આદરપાત્ર રીતે લેવામાં આવે છે તેવા ભાવનગર રાજ્યના પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલનો આજે જન્મદિવસ છે.


તેમનો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું, ત્યારબાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા.


કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી. બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજરાજસિંહના પુત્રી અને મહારાજા ભગવતસિંહજીના પૌત્રી વિજયાબાકુંવરબા સાથે થયા. આ લગ્નથી એમને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો થયા.

ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની “ધારાસભા” ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા “ભારતની સ્વતંત્રતા” માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા. મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા. તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃસ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે.

ભાવનગરના ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે. ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભુ કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે.

આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્દ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો. એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્દ કમાન્ડર પણ બનાવાયા. ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકે અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ-પેટ્રન તરીકે પણ કાર્ય કર્યુ. . બાળપણમાં જ માતાપિતા ગુમાવી ચૂકેલા મહારાજા એકાંતપ્રિય અને વિચારશીલ બન્યા હતા. કુશળ રાજનીતિજ્ઞ, અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું હતું. વિશાળ વાચન, સરળ જીવન, કુદરતપ્રેમ અને સ્વતંત્ર દષ્ટિના કારણે ભારતના બદલાઈ રહેલા ઇતિહાસનાં પગરણ તેઓ પિછાની શક્યા. આવી દૂરંદેશી અને વાસ્તવની સમજ બહુ ઓછા રાજવીઓમાં હતી. આથી સૌરાષ્ટ્રના રાજવીઓમાં તો તેમનું વ્યક્તિત્વ અનેક રીતે જુદું પડતું હતું.

૨ એપ્રિલ ૧૯૬૫ના દિવસે ૫૨ વર્ષની ઊંમરે અને ૪૬ વર્ષના શાસનકાળ પછી એમનું ભાવનગરમાં જ અવસાન થયું. ભાવવંદન

જીથરી(અમરગઢ) TB હોસ્પિટલ માટે 450 વિઘા જમીન દાન કરી હતી
-મહારાજા કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર)

આજે તા:19/05/2૦20 ના રોજ ભાવનગર રાજ્યનાં નેક. નામદાર શ્રી કૃષ્ણકુમારસિંહજી ની જન્મ જયંતિ નિમિતે અને મહામારી કોરોના વાયરસ ના કપરા સમય હોય ત્યારે મહારાજા ને પ્રજાનાં આરોગ્ય માટે થયેલ ચિંતા ની નાનકડી ઘટના.

1945 ની સાલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વાતવાતમાં ઈચ્છા દર્શાવેલી કે ઘણા લોકોને મારી નાખનાર ક્ષયરોગનો (T.B) કોઈક ઉપાય થવો જોઈએ અને આ કામ જો ભાવનગર રાજ્ય દ્વારા કરવામાં આવે તો અતિઉત્તમ.

આ વાત અમરેલીના શેઠ ખુશાલદાસ જે. મહેતા (K. J. Mehta) ને જાણવામાં આવી.તેમણે મહારાજા સાથે ચર્ચા કરીને 1 લાખ 61 હજાર રૂપિયાનો ફાળો એકત્ર કર્યો.આ સાથેજ મહારાજા એ સંકલ્પ કર્યો કે રાજ્ય તરફથી તેઓ પણ 1 લાખ રૂપિયા ની સાથે સૂકા હવામાન ખુલી જમીન માટે વખણાતા સોંગઢથી 2 કી. મી દૂર જીથરી(અમરગઢ) ગામે 450 વિઘા જમીન દાન આપી.

વાત હજુ અહીં અટકતી નથી , આયોજન આગળ વધ્યું એટલે મહારાજાને પૂછવામાં આવ્યું કે હોસ્પિટલ નું નિર્માણ પૂર્ણ થયેથી તખ્તી પર રાજયકુટુંબ કે પુર્વજોમાંથી કોનું નામ આપ જોડવા ઈચ્છો છો ? મહારાજા એ સરળતાથી જણાવ્યું કે હોસ્પિટલ બનાવવી એ રાજ્યની ફરજ છે એમાં અમારે જસ ન લેવાનો હોય.આથી મારે કોઈ નામ સુચવવું નથી. નામ તો જેમણે આ સમગ્ર કામગીરીમાં વિશેષ યોગદાન આપ્યું છે અને તમામ પ્રયત્નો કર્યા છે તે ખુશાલદાસ મહેતા નું આપવું જોઈએ.
આ રિતે પ્રજાહિત માટે ઉદારતા અને અન્યને મોટા કરવાની ભાવના મહારાજા ની લાક્ષણિકતા હતી.

જોકે આજે આ ડેન્ટલ હોસ્પિટલમાં અને કોલેજ તરીકે ફેરફાર થયેલ છે પરંતુ એક સમયે સમગ્ર ગુજરાતમાં એક માત્ર સૌથી મોટી ટ્રસ્ટની T.B હોસ્પિટલ તરીકે વિખ્યાત હતી.

‘ક્યાંથી આવો છો મા’રાજ?’

Standard

‘ક્યાંથી આવો છો મા’રાજ?’
કપાળમાં ત્રિપુંડ, માથા પર લાંબી શિખા, ખભા પર લાલ રંગનો ખેસ અને ધોતિયા-કફનીમાં સજ્જ એવા એક બ્રાહ્નણને ગવર્નરના બંગલા પાસે ધસી આવેલો જોઈ પોતે કોઇ સાધારણ પોલીસ નથી પણ મદ્રાસના ગવર્નરનો રક્ષક છે એવા ઈગો સાથે એ બોલ્યો કે, ‘આ કોઇ વાણિયા વેપારીનો બંગલો નથી મહારાજ, કે તમે ‘દયા પ્રભુની’ માટે આંહીં આવી શકો. માટે તમે જ્યાંથી આવો છો ત્યાં પાછા પધારો…’
આવતલ બ્રાહ્નણ જરા પણ વિચલિત ન થયો…. ઊલટાનો એ એવી રીતે તાકી રહ્યો કે બંગલામાં જાણે પોતાનું કોઇ સ્વજન એની રાહ ન જોતું હોય?
‘ક્યાંથી આવો છો?’ ગવર્નરનો પહેરેગીર ગજર્યો.
‘ભાવનગરથી…’ વિપ્રે શાંતિથી જવાબ દીધો.
રક્ષકના હોલબૂટમાં સળવળાટ થઇ ગયો. ચહેરા પર ઊભરેલાં રોફ અને રુઆબ પાંચ-દસ પગથિયાં એકસાથે નીચે ઊતરી ગયાં…!

‘ક્યાંથી?’ આંખો ઝીણી કરીને એણે ચકાસણી કરી.
‘ભાવનગરથી આવું છું. મારું નામ ગૌરીશંકર…’ ગૌરીશંકર શિખર જેવો આદમી હોય તોય આ પહેરેગીર કહી દેત કે ગૌરીશંકર હો તો તારા ઘરનો, સમજ્યો? આ બંગલો નામદાર ગવર્નરનો છે. તારા જેવા ગૌરીશંકરો માટે નથી, અહીં તો મદ્રાસનો મુખ્યપ્રધાન પણ ઠઠડીને ઊભો રહે. લોટણવેડા કરે. તયેં પ્રવેશ મળે સમજયોને. ગૌરીશંકર! પણ કાંઇ નૈ ભલા માણસ! લાચાર છું. ભાવનગર તો અમારા ગવર્નર સાહેબનું વતન, જન્મભૂમિ અને જૂની એની રાજધાની અને એનો આ રહેવાસી… જા ભઇ જા!
‘તમે મા’રાજ! ગવર્નર સાહેબને ઓળખો છો!’ ગમ ખાઇને પહેરેદારે પૂછ્યું.
‘સારી રીતે ઓળખું…’ ગૌરીશંકરે નિરાંતથી કહ્યું.
‘હશે. એમને તો સૌ ઓળખે. આખો દેશ ઓળખે છે. પણ તમને સાહેબ ઓળખે છે?’
‘હા, ભાઇ! મને કેમ ન ઓળખે? હું એનો રસોઇયો હતો…’
‘ભલે જાઓ અંદર, પણ મા’રાજ! કંપાઉન્ડમાં ઊભા રહેજો, સાદ દેજ્યો શું સમજયા? ડખડખ કરતા પરબારા જતા નૈ. હું અહીં ઊભો રહીને જોઇશ.’ અને વિપ્ર ગૌરીશંકર, ગવર્નરના બંગલામાં પ્રવેશ્યા. પ્રાંગણમાં ઊભા રહીને એણે સાદ દીધો:
‘બાપુ! હું ભાવનગરનો ગૌરીશંકર…’
ઉંદરડીને ટાંપીને કાગડો જોઇ રહે એમ પેલો પહેરેગીર જોઇ રહ્યો હતા, પણ પળ પછી એ આભો બની ગયો. એને ભ્રમ થયો કે મદ્રાસનો દરિયોકાંઠો બહાર નીકળ્યો કે આસમાન નીચે ઊતર્યું કે પછી આ ધરતી પાતાળે જઇ રહી છે?ભાવનગર અને ગૌરીશંકર… એવા બે શબ્દો સાંભળતાની સાથે, મદ્રાસના ગવર્નર કૃષ્ણકુમારસિંહજી ભાવસિંહજી ગોહિલ, દ્વારકાના મહેલેથી સુદામા માટે વછુટેલ રાજા રણછોડની જેમ વછુટયા! અને જોતજોતામાં મુઢ્ઢી હાડકાનો ભાવનગરી આ વિપ્ર, ગવર્નરના દિલમાં છલોછલ ભરાઇ ગયો! મદ્રાસના મુખ્યપ્રધાનને ન મળે એવો ઉમળકો એને સાંપડ્યો.
‘ગૌરીશંકરભાઇ! શું કરે છે આપણું ભાવનગર?’ તામિલનાડુના દરિયાનાં જળતરંગો પર બેસીને નામદાર ગવર્નરનો આતમો ભાવનગરના બંદર સુધી ખળભળી ગયો…
પછી તો સંસ્મરણોની વણઝારો ચાલી… ભાવનગરના વેપારીઓ, ભાવનગરના કેળવણીકારો, વિદ્વાનો, ઉદ્યોગપતિઓ, કવિઓ, લેખકો અને સાવ સાધારણ માણસો પણ કૃષ્ણકુમારસિંહજીના હોઠેથી સરતા રહ્યા… સૌના ધંધા વિશે, સુખાકારી વિશે, બાળબચ્ચાંઓ વિશે વીણી વીણીને ખબર પૂછ્યા…
ભાવનગરના રાજદરબારમાં રૂપિયાના થાળ ભરીને, રેશમી શાલો વડે ઉમદા હસ્તીઓને જે રીતે એમણે ભૂતકાળમાં સન્માની હતી એ જ રસમથી વિપ્ર ગૌરીશંકરને એણે સન્માન્યા! અને જ્યારે જ્યારે મદ્રાસમાં ગૌરીશંકર એમની પુત્રીને ઘેર આવે, ત્યારે અચૂક રીતે ગવર્નરને બંગલે મહેમાન બને એવો પ્રેમાગ્રહ કરીને વચન લીધું…
અને નિવૃત્તિને આરે ઊભેલ, અકિંચન એવો ભાવનગરનો આ ભૂદેવ, રૂપિયે-વસ્ત્રે લથબથ થઇને ગવર્નરના બંગલેથી વિદાય થયો ત્યારે મદ્રાસના ગવર્નર વિદાયના મીઠા સ્મિત સાથે હાથ ફરકાવી રહ્યા હતા…અને કલાક પહેલાં, આ વિપ્રને માણસ સમજીને તોછડાઇથી વર્તેલો પેલો દરવાન આને જોઇને ‘એટેન્શન’ની પોઝિશનમાં આવીને બંદૂક નમાવીને ભૂદેવ ગૌરીશંકરને માનભરી નજરે નિહાળતો ઊભો રહ્યો. અને બહાર નીકળ્યા ત્યારે મા’રાજ ગૌરીશંકર રાજવીની આ આત્મીયતાથી ગદ્ગદ થઇ ગયા હતા! એની આંખોના ખૂણે લટકતાં હર્ષાશ્રુઓનાં ટીપાંઓમાં આખું ભાવનગર રાજ ઝૂલતું હતું!
(નોંધ : ભાવનગરના સ્વ. કૃષ્ણકુમારસિંહજી મદ્રાસના ગવર્નર પદે જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી વેતન પેટે માત્ર પ્રતિ માસ એક રૂપિયો સ્વીકારતા હતા!)
લેખક – નાનાભાઈ જેબલિયા

રાજા પોરસ ( રાજા પુરુ )

Standard

રાજા પોરસ ( રાજા પુરુ )

શાસનકાળ —— ઇસવીસન પૂર્વે ૩૪૦ થી ઇસવીસન પૂર્વે ૩૧૭
શાસનક્ષેત્ર —— આધુનિક પંજાબ એવં પાકિસ્તાનમાં જેલમ નદી અને ચિનાબ નદી સુધી
ઉત્તરાધિકારી —— મલયકેતુ (પોરસના ભાઈનો પોંત્ર)
વંશ —-શૂરસેની (યદુવંશી)

સિંધુ નરેશ પોરસનો શાસન કાળ ઇસવીસન પૂર્વે ૩૪૦ થી ઇસવીસન પૂર્વે ૩૧૭ સુધીનો માનવામાં આવે છે
તેમના શાસન વિસ્તાર આધુનિક પંજાબમાં જેલમ નદી અને ચિનાબ નદી (ગ્રીકમાં હ્રીયદસ્પસ અને એસિસ્રસ).
ઉપનિવેશ બિયાસ નદી (હ્રીપસિસ) સુધી ફેલાયેલું હતું
એમની રાજધાની આજના વર્તમાન શહેર લાહોર પાસે હતી
મહારાજા પોરસ સિંધ -પંજાબ સહિત બહુજ મોટાં ભૂ-ભાગના સ્વામી હતાં. એમનું કદ -કાઠી વિશાળ હતું !!!
એવું માનવામાં આવે છે કે એમની ઊંચાઈ લગભગ ૭.૫ ફૂટ હતી

જાણીતા ઇતિહાસકાર ઇશ્વરી પ્રસાદ અને અન્યો માને છે કે પોરસ શૂરસેની હતા. પ્રખ્યાત પ્રવાસી મેગેસ્થીનીસ પણ માન્યું હતું કે પોરસ મથુરાના શૂરસેન રાજવંશના હતા,
જે પોતે યદુવંશી શ્રી કૃષ્ણના વંશજ માનતાં હતાં

મેગેસ્થીનીસ મુજબ —–
એમનાં રાજના ધ્વજમાં શ્રી કૃષ્ણ બિરાજમાન રહેતા હતાં અને ત્યાના નિવાસી ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરતાં હતાં !!!! શ્રી કૃષ્ણના મૃત્યુ પછી શુરસેન વંશના કેટલાંક લોકો મથુરા અને દ્વારકાથી પશ્ચિમ દિશામાં વિસ્થાપિત,થઈને આધુનિક પંજાબ અને અફઘાનિસ્તાન નજીક એક નવા સામ્રાજ્યની સ્થાપના કરી. આ સામ્રાજ્યનો સૌથી શક્તિશાળી રાજા પોરસ થયો !!!!

આ વાત ઇસવીસન પૂર્વે ૩૨૬ની છે. જ્યારે મેસિડોનિયનો શાસક સિકંદર વિશ્વ વિજેતા બનવાં માટે નીકળી પડયો હતો
સેના સહિત એણે ભારતની સરહદ પર ડેરા -તંબુ નાખી દીધા હતાં. પરંતુ ભારત કબજે કરતાં પહેલાં, સિંધના મહારાજા પોરસ સાથે લડવાનું જરૂરી હતું. તેમણે પોરસની બહાદુરી વિષે પહેલેથી જ સાંભળ્યું હતું. પોરસની વિશાળ સેના અને મદમાતા હાથીઓની સામે, તેના લશ્કર માટે ટકરાવું મુશ્કેલ હતું તેથી, દુશ્મનાવટને બદલે મહારાજા પોરાસની મિત્રતા વધારવાનું જ ઉચિત સમજ્યું. એ મહારાજ સાથે સંધિ કરવાં માંગતો હતો. સિંધ પાર કર્યા વગર ભારતમાં પગ રાખવાનું મુશ્કેલ હતું. મહારાજા પોરસ સિંધ-પંજાબ સહિત ખૂબ મોટી જમીનના માલિક હતા.

હવે સંધિની દરખાસ્ત સાથે, મહારાજ પોરસ પાસે કોણ જશે? એલેક્ઝાન્ડર આ વિશે ખૂબ મૂંઝવણમાં હતો.
એક દિવસ તેમણે પોતે સંદેશવાહકોનો વેશ લીધો અને મહારાજા પોરસના દરબારમાં પહોંચ્યો.
મહારાજા પોરસમાં, દેશભક્તિ રજેરજમાં અને કણેકણમાં હતી. આ સાથે,તે મનુષ્યની પરીક્ષા કરવામાં અને તેણે પારખવામાં તે નિષ્ણાત હતો. તેમની તીક્ષ્ણ દૃષ્ટિ દુત વેશમાં આવેલાં સિકંદરને ઓળખી ગઈ.
પરંતુ તેઓ ચુપ રહ્યાં ………..
તેમણે દૂતને પરું સન્માન આપ્યું !!!
દૂત વેશધારી સિકંદરે પોતાનો આદેશ સમ્રાટ પોરસને સંભળાવ્યો
“સમ્રાટ સિકંદર વિશ્વ વિજય માટે નીકળ્યાં છે
અને રાજા – મહારાજાઓનનાં માથાં પર પગ મુકીને ચાલી શકવામાં સમર્થ છે પણ સિકંદર તમારી સાથે મિત્રતા કરવા માંગે છે !!!!”

આ સાંભળીને, પોરસે હસતાં હસતાં કહ્યું —-
“રાજદૂત અમે પહેલાં દેશના પહેરેદાર છીએ ત્યાર પછી જ કોઈના મિત્ર …..અને પછી દેશના દુશ્મનો સાથે મિત્રતા ..!
દુશ્મનો સાથે તો યુદ્ધભૂમિમાં તલવારો સાથે લડવાનું જ પસંદ કરીએ છીએ અમે તો !!! ‘
દરબારમાં વાતચીતનો આ સિલસિલો ચાલુ જ હતો.
ત્યારે જ રસોઈયાએ સૌને ભોજન માટે નિમંત્ર્યા.
દૂતને સાથે લઈને મહારાજ પોરસ ભોજનાલય પહોંચ્યા.
ભોજનકક્ષમાં મંત્રી, સેનાપતિ, સ્વજન આદિ બધાં જ મોજુદ હતાં !!!! દરેકની સામે ભોજન પીરસાયું કિન્તુ સિકંદરની થાળી ખાલી હતી.  પછી મહારાજ પોરસે આદેશ આપ્યો,
‘અમારા પ્રિય અતિથિઓને તેમના મનપસંદ ખોરાકની સેવા આપવી જોઈએ.’

આજ્ઞાનુસાર દૂતભેખધારી સિકંદરની થાળીમાં સોનાની રોટીઓ અને ચાંદીની વાડકીઓમાં હીરા-મોતીનું ચૂર્ણ પીરસાયું. બધાએ ભોજન શરૂ કર્યું, પરંતુ એલેક્ઝાન્ડરની આશ્ચર્યજનક આંખો મહારાજ પર હતી
દૂતને પરેશાન જોઇને મહારાજ પોરસ બોલ્યા ——-
“ખાઓને રાજદૂત આનાથી મોંઘુ ભોજન પ્રસ્તુત કરવાં અમે અસમર્થ છીએ !!!”

મહારાજ પોરાસનાં આવચન સાંભળીને, જેણે વિશ્વ વિજયનું સપનું જોયું હતું એ સિકંદર ગુસ્સાથી રાતો-પીળો થઇ ગયો
“‘આ શું મજાક છે પૌરવરાજ !!!”
“આ મજાક નથી, તમારું પ્રિય ભોજન છે !!!”
આ સોનાની રોટીઓ લઇ જઈને પોતાનાં સમ્રાટ સિકંદરને આપજો અને કહેજો કે સિંધુ નરેશે તમારું પ્રિય ભોજન મોકલાવ્યું છે !!!!” —— મહારાજ બોલ્યા !!!
આ સાંભળ્યા પછી સીજંદર ક્રોધિત થઇ ઉઠ્યો ……..
” આજ સુધી કોઈએ સોના ચાંદી ,હીરા-મોતીનું ભોજન કોઈએ કર્યું છે તે હું કરું !!!”
“મારાં પ્રિય મિત્ર સિકંદર …… જયારે તમે જાણો જ છો કે મનુષ્યનું પેટ અન્નથી ભરાય છે ……..સોના-ચાંદી, હીરા-મોતીથી નથી ભરાતું તો પછી તમે કેમ લાખોનાં ઘરો ઉજાડો છો !!!!”

મહારાજ પોરસ બહુજ શાંતચિત્તે બોલી રહ્યાં હતાં !!!!
” મિત્ર અમને તો પરસેવાનો ખોરાક અને શાંતિની હવા જોઈએ છે …….!!!”
જેને તમે ઉજાડવા માંગો છો.
નષ્ટ કરવાં માટે આખું વિશ્વ ઘૂમો છો.
તમને સોના-ચાંદીની ભૂખ વધારે હતી.
એટલાજ માટે મેં તમારાંમાટે ખાસ આ ભોજન બનાવડાવ્યું હતું. પોતાનાં ઓળખાઈ જવાથી સિકંદર ગભરાઈ ગયો !!!!
પરતું મહારાજ પોરસે વિના કોઈ વિરોધે કે ક્ષતિ પહોંચાડયા વગર સિકંદરને સન્માન સહિત એની પાછો પહોંચાડી દીધો !!!! હવે સિકંદરના માથાં પરથી વિશ્વવિજેતાનુ ભૂત ઉતાર્યું !!!!

આજ સાચું પાત્રાલેખન અને સાચી વાત છે મહારાજા પોરસની !!!!! રાજા પોરસના ચારિત્ર્યને ઉપસાવવા માટે આટલી વાત પુરતી છે !!!

થીડીક નજર પોરસ અને સિકંદરના ઈતિહાસ પર નાખીએ ——-

સિકંદરે ઈરાનના રાજા દારાને પરાજિત કરી દીધો અને એ વિશ્વ વિજેતા કહેવાવા લાગ્યો.  આ વિજય પછી એને બહુજ મોટું જુલુસ કાઢ્યું હતું આ વિજયનો આનંદ વ્યક્ત કરવા માટે !!! માત્ર ૩૨ વર્ષની વયે મોતના મુખમાં ધકેલાઈ જનાર સિકંદરને ઈરાની કૃતિ શહનામામાં એક વિદેશી રાજકુમાર માન્યો છે !!!!

ભારતીય સરહદ સુધી પહોંચીને સિકંદરે પહાડી સીમાઓ પર ભારતના અપેક્ષાકૃત નાનાં રાજ્યો, અશ્વાયન અને આશ્વકાયનની વીર સેનાઓએ કુનાત, સ્વાત, બુનેર, પેશાવર(આજનું)માં સિકંદરની સેનાઓને ભયંકર લડત આપી હતી. મરસાગા (મત્સ્યરાજ) રાજ્યમાં તો મહિલાઓ પણ એની સામે ઉભી થઇ ગઈ હતી. માનસા રાજ્યની મહિલાઓની સામે હતી, પરંતુ ધૂર્ત અને ધોખાથી વાર કરવાંવાળાં યવની (યુનાનીઓ)એ મત્સ્યરાજ સામે સંધિનું નાટક કરીને એમનાં પર રાત્રે હુમલો કર્યો હતો !!!
અને એ રાજ્યની રાજમાતા, બાળકો સહિત પૂરાં રાજ્યને એને તલવાર વડે કાપી નાંખ્યા હતાં. આ હાલત એણે અન્ય નાનાં રાજ્યોમાં પણ કરી હતી. મિત્રતાની સંધિની આડ લઈને અચાનક આક્રમણ કરીને એણે ઘણાં રાજાઓને બંધક બનાવ્યાં. ભલી-ભોળી ભારતીય જનતા અને રાજાઓ સિકંદરની ચાલમાં શિકાર થતાં હતાં. અંતમાં એને ગાંધાર ૦ તક્ષશિલા પર હુમલો કર્યો !!!!!

પોરાસનું સામ્રાજ્ય ———–

પુરુવંશી મહાન સમ્રાટ પોરસનું સામ્રાજ્ય વિશાળકાય હતું. મહારાજા પોરસ સિંધ -પંજાબ સહિત એક બહુજ મોટાં ભૂ -ભાગના સ્વામી હતા. પોરાસનું સામ્રાજ્ય જેલમ નદી અને ચિનાબ નદીની વચ્ચે હતું
અત્રે એ ઉલ્લેખનીય છે કે ——
આ આ જ ક્ષેત્રોમાં રહેવાંવાળાં ખોખરોએ રાજપૂત સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની હત્યાનો બદલો લેવાં માટે મહંમદ ધોરીને મોતને ઘાટ ઉતારી દીધો હતો !!!!

” પોરસ પોતાની બહાદુરી માટે વિખ્યાત હતો. તેમણે તેમના તમામ સમર્થન સાથે પોતાનાં સામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. જેમણે ખુખરાયનો પર એમનાં નેતૃત્વનો સ્વીકાર કરી લીધો હતો. જ્યારે સિકંદર ભારત આવ્યો ત્યારે જેલમ નજીક પોરસ સાથે એનો સંઘર્ષ થયો હતો. ત્યારે પોરસને ખુખરાયનોનુ પુરતું સમર્થન મળ્યું હતું. આ રીતે પોરસ જે સ્વયં સભરવાલ ઉપજાતિનો હતો અને ખુખરાયન જાતિ સમૂહનો એક હતો. તે એમનો શક્તિશાળી નેતા બની ગયો . “- આઇપી આનંદ થાપર (એ ક્રુસેડર્સ સેન્ચ્યુરી: આ પર્સ્યુટઓફ એથિકલ વેલ્યૂઝ / કેડબ્લ્યુ પબ્લિકેશન્સમાં પ્રકાશિત)

સિંધુ અને જેલમ: ———-

સિંધુ અને જેલમ પાર કર્યા વગર, પોરસના રાજ્યમાં પગ મુકવું અશક્ય હતું. રાજા પોરસ તેમના વિસ્તારની પ્રાકૃતિક સ્થિતિ ભૂગોળ અને ઝેલમ નદીની પ્રકૃતિથી સારી રીતે વાકેફ હતાં. મહારાજા પોરસ સિંધ-પંજાબ સહિત ખૂબ મોટી જમીનના માલિક હતા.. પુરુએ એ વાતનો પતો લગાવવાની કોશિશ ના કરી કે યવન સેનાની રહસ્ય શું છે ? યવન સેનાનું મુખ્ય બળ એમનાં તેજ ઘોડેસવારો અને એ ઘોડાપર સવાર સ્કુર્તીલા તીરંદાજો હતાં !!!!

ઇતિહાસકારોનું માનવું છે કે પુરુને પોતાની વીરતા અને હસ્તિસેના પર વિશ્વાસ હતો. પરંતુ પોરસે સિકંદરને જેલમ નદીને પાર કરતાં રોજ્યો નહીં એ એની ભૂલ હતી. પરંતુ સાથોસાથ ઈતિહાસકારો એ પણ મને છે કે —–
જેલમ નદીની આ પાર આવવાથી સિકંદર બુરી તરહ ફસાઈ ચુક્યો હતો. કારણકે નદી પાર કર્યાં પછી નદીમાં પૂર આવ્યું હતું !!!

જ્યારે સિંકંદરે આક્રમણ કર્યું, તો એનું ગાંધાર તક્ષશિલાનાં રાજા આમ્ભીએ એનું સ્વાગત કર્યું અને આમ્ભીએ સિકંદરને ગુપ્ત રીતે સહાયત કરી હતી. આમ્ભી રાજા પોતે પોરસને તેના દુશ્મન સમજતા હતાં. સિકંદરે પોરસને સંદેશો મોકલ્યો જેમાં તેમણે પોરસને સિકંદર સમક્ષ સમર્પણ કરવાની વાત લખી હતી. પણ પોરસે ત્યારે સિકંદરની આધીન્તાનો અસ્વીકાર કર્યો.

જાસૂસો અને ધુર્તોના બળ પર સિકંદરના સરદારો યુદ્ધ જીતવાં પર પૂર્ણ વિશ્વાસ ધરાવતાં હતાં. રાજા પુરુના શત્રુ લાલચી અમ્ભીની સેના લઈને સિકંદરે જેલમ પાર કરી. રાજા પુરુ જેમની ખુદની ઉચાંઈ સાત ફૂટ ઉપર બતાવવામાં આવી છે. તેઓ પોતાની શક્તિશાળી ગજ્સેના સાથે યવની સેના પર તૂટી પડ્યાં. પોરસની હસ્તિ સેનાએ યુનાનિઓનો જે ભયંકર રૂપે સંહાર કર્યો હતો એનાથી સિકંદર અને એનાં સૈનિકો આતંકીત થઈ ઉઠયા હતાં !!!

ભારતીયો પાસે વિદેશીઓને મારીને ભગાડવા માટે પ્રત્યેક નાગરિકની હઠ, શક્તિશાળી ગજસેના ઉપરાંત કેટલાક અદ્રશ્ય શસ્ત્રો પણ હતા. જેવાં કે સાતફૂટીયા ભાલાજેનાથી એક જ સૈનિક કઈ કેટલાંયે સહય્રું સૈનિકો અને ઘોડા સહિત ઘોડે સવાર સૈનિકોને પણ મારી નાંખી શકતાં હતાં. આ યુદ્ધના પ્રથમ દિવસે સિકંદરની સેનાને બહુજ જોરદાર ટક્કર મળી
સિકંદરના ઘણા સૈનિકો હતાનહતા થઇ ગયાં. યવની સરદારોના ભયાક્રાંત થવાં છતાં પણ સિકંદર પોતાની હઠપર કાયમ રહ્યો !!!! અને તે પોતાની વિશિષ્ટ અંગરક્ષક એવં પ્રતિરક્ષા ટુકડીઓને લઈને યુદ્ધ ક્ષેત્રની વચ્ચે ઘુસી ગયો !!!
કોઈ પણ ભારતીય સેનાપાસે હાથીઓ જોવાના કારણે એમનાં સુધી કોઈ ખતરો નહોતો પહોંચી શક્યો રાજાનીતો વાત તો બહુ દૂરની છે !!! રાજા પૂરુના ભાઈ અમરે, સિકંદરના ઘોડા બ્યુસેફેલોસ (સંસ્કૃત-ભવક્પાલી) ને તેમના ભાલાથી મારી નાંખ્યો અને સિકંદરને જમીન પર પાડી દીધો. આવું તો યુનાની સેના સાથે સમગ્ર યુદ્ધકાળમાં કયારેય નહોતું બન્યું !!!!

સિકંદર જમીન પર પડયો તો સામે રાજા પુરુ હાથમાં તલવાર લઈને સામે જ ઉભો હતો. સિકંદર માત્ર પળભરનો મહેમાન હતો. ત્યાં જ રાજા પૂરુ અચકાઈ ગયો !!! આ ડર નહોતો કદાચ આ જ આર્ય રાજાનો ક્ષાત્ર ધર્મ હતો
બહરહાલ તે જ વખતે સિકંદરના અંગરક્ષકો એને ઝડપથી ત્યાંથી ભગાવી ગયાં !!!

આ યુદ્ધ પછી સિકંદરના સૈન્યનો જુસ્સો પણ આયુદ્ધ પછી તૂટી ગયો હતો અને તેમણે નવાં અભિયાન માટે આગળ વધવાનો ઇનકાર કર્યો. સિકંદરે પાછા જવાનું નક્કી કર્યું કારણ કે લશ્કર બળવાની પરિસ્થિતિમાં હતું. સિકંદર અને તેની સેના સિંધ નદીના કાંઠે પહોંચ્યા અને પશ્ચિમ દિશા તરફ વળી સિકંદરે પ્રતિરોધને ટાળવા માટે નવાં રસ્તેથી પાછુ મોકલ્યું અને પોતે સિંધુ નદીને રસ્તે ગયો જે યનાનો પણ સુરક્ષિત હતો !!!!

ભારતમાં શત્રુઓ માટે ઉત્તર-પશ્ચિમથી ઘુસવા માટે જે રસ્તા રહ્યાં છે. તેમાં સિન્ધુનો રસ્તો ઓછો ખતરનાક માનવામાં આવતો હતો !!!!

સિકંદર પોતાની હોંશિયારીમાંને હોંશિયારીમાં મુસ્તાક થઈને આગળ સુધી ઘુસી ગયો. જ્યાં એની પૂરી પલટનને ભારી ક્ષતિ ઉઠાવવી પડી ……..
આ પહેલાં જ ભારેથી અતિભારે ક્ષતિ ઉઠાવીને યુનાની સેનાપતિ હવે સમજી ચુક્યી હતો. હવે જો યુદ્ધ આગળ ચાલ્યું તો બધાં યવનીઓ અહી જ નષ્ટ થઇ જશે. આ નિર્ણય લઈને સિકંદર પાછો ભાગ્યો પણ એ રસ્તેથી ના ભાગી શક્યો। જ્યાંથી એ આવ્યો હતો અને એણે બીજા ખતરનાક રસ્તેથી ભાગવું પડ્યું !!!!
જે ક્ષેત્રમાં પ્રાચીન ક્ષાત્ર અથવા જાટ નિવાસ કરતાં હતાં !!!

આ વિસ્તાર જેનો પૂર્વીય ભાગ આજે હરિયાણામાં આવેલો છે અને જેને જાટ પ્રદેશ કહેવામાં આવે છે. આ પ્રદેશમાં પહોંચ્યા પછી, સિંકંદરને જાટ વીરો (અને પંજાબી નાયકો સાંગલ ક્ષેત્રમાં ) સાથે સામનો કરવો પડયો હતો અને એની મોટાભાગની પલટનનો સફાયો જાટોએ કરી નાંખ્યો હતો. ભાગતાં સિકંદર પર એક એક જાટ સૈનિકે બરછી(ભાલો) ફેંક્યો જે ની છાતીના કવચને વીંધતો છાતીની આરપાર નીકળી ગયો !!!
આ બનાવ આજના સોનેપત નગરની આસપાસ જ બન્યો હતો !!!

આ હુમલામાં સિકંદર તરત તો ના મર્યો। પણ આગળ જતાં જાટપ્રદેશની પશ્ચિમી સીમા ગાંધારમાં જઈને એના પ્રાણપંખેરૂ ઉડી ગયાં !!!
આ હકીકત છે !!!!
જયારે યવની ઈતિહાસકારો એવું લખ્યું છે કે —–
” સિકંદર બેબીલોન (આધુનિક ઈરાક) માં બીમારીના કારણે મર્યો ઈસ્વીસન પૂર્વે -૩૨૬માં !!!!

એક વાતો નિશ્ચિત જ છ કે જયારે સિકંદર મગધના ધનનંદની વિશાલ સેના જોઇને પાછો ફરતો હતો
ત્યારે આ ઘટના કે યુદ્ધ પંજાબ પ્રાંતમાં બનેલી છે અને એમાં પોરસ હાર્યો નહોતો ઉલટાનો એ વિજયી થયો હતો. સિકંદર હારી ગયો હતો રાજા પોરસ સામે !!!! એટલાં જ માટે મહાન સિકંદર નહોતો પણ રાજા પોરસ હતો !!!!
કારણકે તક્ષશિલામાં તો એ વખતે ચાણક્ય હાજર જ હતાં
અને
અને
અને
સિકંદરના સેનાપતિઓ અને વિશાળ સૈન્યનો ખાત્મો બોલાવનાર
તથા એનાં બધાં જીતેલાં પ્રદેશો પર વિજયનો ડંકો વગાડનાર
મહાન હિંદુ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય તો એ વખતે બાળક હતો
એનું કાર્ય તો હજી હવે શરુ થવાનું હતું
અને આમ ચંદ્રગુપ્ત મૌર્યથી જ “ભારતીય ઇતિહાસ”ની શરૂઆત થાય છે !!!
અખંડ ,અતૂટ અને અખિલ ભારત બનાવનાર તો હતો —— સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય !!!!

હવે આ બધુ તો થવાનું તો હજી બાકી હતું
ભારત તો સિકંદર ના જીતી શક્યો
જે કામ બિંબીસાર અને ધન્નાન્દની સેનાએ કરવાનું હતું જેનાથી સિકંદર ગભરાયો હતો
આ કામ રાજા પોરસે કરી દીધું
સિકંદરની યશ કલગીમાં પીંછું ઉમેરવાની જગ્યાએ રાજા પોરસે એના પર કલંક લગાડી દીધું હતું
એ સર્વસ્વીકૃત વાત છે !!!!
સિકંદરની આ હારની વાતપર ઈતિહાસકારો પડદો પાડવા માંગે છે અને લેપડાચોપડા કરવાં માંગે છે
એમાં પણ ખાસ કરીને પાશ્ચાત્ય ઈતિહાસકારો !!!!

ઈતિહાસકારોએ કેવાં લેપડા ચોપડા કર્યાં હતાં એના કેટલાંક નમૂનાઓ પણ જોવાં આવશ્યક છે

મહાન સમ્રાટ પોરસને હરાવીને બંધક બનાવીને જયારે સિકંદરની સામે લાવવામાં આવ્યો
તો સિકંદરે પૂછ્યું —–
” તમારી સાથે શું કરવામાં આવે ?”
તો પોરસે કહ્યું ——-
” મારી સાથે એવો વ્યવહાર કરો જે એક રાજા બીજાં રાજાની સાથે કરે છે તેમ જ !!!”
સાચે જ આ વાક્ય તો સારું છે પણ આમાં સચ્ચાઈ કેટલી ?
આ વાત યુનાની ઈતિહાસકારોએ સિકંદરને મહાન બનાવવા માટે લખ્યું છે !!!!

પુરુનું નામ યુનાની ઈતિહાસકારોએ પોરસ લખ્યું છે
ઇતિહાસને નિષ્પક્ષ રીતે લખનાર પ્લુટાર્કે લખ્યું છે —–
” સિકંદર સમ્રાટ પુરુની ૨૦.૦૦૦ની સેના સામે ના ટકી શક્યો !!!
આગળ વિશ્વની મહાનતમ રાજધાની અને મગધના મહાન સમ્રાટ ધનનંદની સેના ૩,૫૦,૦૦૦ની સેના એનું સ્વાગાત કરવાં તૈયાર જ હતી. જેમાં ૮૦,૦૦૦ યોધ્ધાઓ, એથ એવં વિદ્વંસકહઠી સેના હતી !!!

સિકંદરના હમલાની કહાની ગૂંથવામાં પશ્ચિમી દેશોને ગ્રોક ભાષા અને એની સંસ્કૃતિની મદદ મળી
જે એમ કહે છે કે ——
સિકંદરનું અભિયાન એ પશ્ચિમી અભિયાનોમાં પહેલું હતું
જે પૂર્વના બર્બર સમાજને અભય અને સુસંસ્કૃત બનાવવા માટે કરવામાં આવ્યું હતું !!!!

અજબ લાગે છે મને તો !!!!!
જયાં ભારતમાં સિકંદરને મહાન કહેવામાં આવે છે
અને એના પર ગીતો પણ લખવામાં આવે છે
એના પર ફિલ્મો પણ ઘણી બની છે જેમાં એને મહાન બતાવવામાં આવ્યો છે
અને એક કહેવત પણ નિર્મિત થઇ છે —— ” જો જીતા વહી સિકંદર !!! …….”
જો સાચેસાચ આ અબુધ પ્રજાએ ભારતીય ઇતિહાસકારોને વાંચ્યા હોત ને તો જરૂર કહેત કે ——–
” જો જીતા વહી પોરસ !!!! ……..”
પરંતુ અંગ્રેજોની ગુલામીએ આપણને અંગ્રેજ ભકત બનાવી દીધા હતાં.

સિકંદર પોતાનાં પિતાના મૃત્યુ પશ્ચાત પોતાનાં સોતેલા અને ચચેરા ભાઈઓની કતલ કર્યાં પછી મેસેડોનિયાના સિંહાસન પર બેઠો હતો
પોતાની મહત્વાકાંક્ષાઓને કારણે એ વિશ્વ વિજય પ્રાપ્ત કરવાં નીકળ્યો હતો ……
યુનાનનો મકદુનિયાનો આ રાજા સિકંદર કયારેય પણ મહાન નહોતો !!!!
યુનાની યોદ્ધા સિકંદર એક ક્રૂર, અત્યાચારી અને શરાબી રાજા હતો !!!!

ઈતિહાસકારો અનુસાર સિકંદરે કયારેય પણ ઉદારતા નહોતી દાખવી.
એણેપોતાના અનેક સહયોગીને એમની નાનામાંનાની ભૂલને કારણે એમને તડપાવી તડપાવીને માર્યા હતાં
એમાં એનો એક યોદ્ધો બસૂસએમનો એક દૂરનો ભાઈ કલીટોસ અને પમીનિયન આદિના નામો ઉલ્લેખનીય છે. શું એક ક્રૂર અને હત્યારો વ્યક્તિ મહાન કહેડાવવાને લાયક છે ખરો ?????
ગાંધારના રાજા આમ્ભીએ સિકંદરનું સ્વાગત કર્યું હતું. આમ્ભીએ ભારત સાથે ગદ્દારી કરી હતી !!!!

ઇતિહાસમાં એમ લખવામાં આવ્યું છે કે ——
સિકંદરે પોરસને હરાવી દીધો હતો
જો એમ થયું હોત તો સિકંદર મગધ સુધી પહોંચી ગયો હોત અને ઈતિહાસ કૈક જુદો જ હોત
આવાં ઈતિહાસ લખવાંવાળાં યુનાનીઓએ સિકંદરની હારને પોરસની હારમાં બદલી નાંખી.

એલેક્ઝાંડરની મહાન પ્રતિષ્ઠાને જાળવી રાખવા અને તેની પ્રતિષ્ઠાનો મહિમા ગાવાં ગ્રીક લેખકોએ આ ખોટાં ઇતિહાસનો સહારો લીધો છે
સ્ટ્રેબો, શ્વાનબેક જેવા વિદેશી વિદ્વાનોએ ઘણી જગ્યાએ ઉલ્લેખ કર્યો છે
પ્રાચીન ગ્રીક લેખકો અને મેગેસ્થીનીસ વગેરેની વિગતો ખોટી છે.
એમનું વિવરણ તાળાન ખોટું છે !!!!
આવાં વિવરણોને કારણે જ સિકંદરને મહાન સમજવામાં આવ્યો અને પોરસને એક હારેલો યોદ્ધો !!!
જ્યારે સત્ય આ વાતની વિરુદ્ધનું હતું.
સિકંદરને પરાજિત કર્યા પછી, પોરસે તેમને છોડી દીધા હતા અને બાદમાં તેમણે ચાણક્ય સાથે મગધ પર હુમલો કર્યો.

યુનાની ઇતિહાસકારોના આ જૂઠને પકડવા માટે ઈરાની અને ચીની વિવરણ અને ભારતીય ઇતિહાસનાં વિવરણો પર ધ્યાનપૂર્વક વંચાવા જોઈએ !!!
યુનાની ઈતિહાસકારોએ સિકંદર વિષે જુઠ્ઠું જ લખ્યું હતું.
આવું કરીને એમણેપોતાનાં મહાન યોદ્ધા અને દેશના સન્માનને બચાવ્યું હતું.

જવાહરલાલ નેહરુએ પોતાના પુસ્તક ‘ગ્લિમપ્સેસ ઓફ વર્લ્ડ હિસ્ટરી’માં લખ્યું છે કે —–
” એલેક્ઝાન્ડર ઘમંડી, ઉદ્દંડ અત્યંત ક્રૂર અને હિંસક હતા.
તે સ્વયંને ઈશ્વરસમાન સમજતો હતો.
આવેશમાં આવી જઈને એણેપોતાનાં નિકટતમ મિત્રો અને સગાં સંબંધીઓની પણ હત્યા કરી નાંખી હતી !!! અને મહાન નગરોને એમનાં નિવાસીઓ સહિત પૂર્ણત:દ્વસ્ત કરી દીધાં હતાં !!!”

આવું તો ઘણા ઈતિહાસકારોએ લખ્યું છે !!!

મારી ટીપ્પણી ——–

પોરસે સિકંદર સાથે સમાધાન કરેલું એ વાત ઉપજાઉ અને સદંતર ખોટી છે. સિકંદર પશ્ચિમમાંથી પૂર્વ તરફ આવ્યો હતો એટલે પહેલાં ગાંધાર -તક્ષશિલા-પંજાબ અને સિંધ આવે એ ભૌગોલિક રીતે સાચું છે !!!
પોરસ જોડે એને યુદ્ધ તો થયું હતું. પણ તેમાં પોરસ પકડાયો અને જીવતો જવા દીધો અને પછી તે ચંદ્રગુપ્ત સાથે મળીને નંદવંશનો વિનાશ કરે છે એ વાત બંધ બેસતી નથી.
ચંદ્રગુપ્તે પોરસ જોડે કરાર કર્યો હતો એ વાત સોએ સો ટકા સાચી છે.
અને પોરસે સિકંદરને હરાવ્યો હતો એ વાત પણ એટલી જ સાચી છે !!!!
જો સિકંદરે પોરસને હરાવ્યો તે સમયે તક્ષશિલામાં શું ચાણક્ય ઊંઘતા હતાં !!!
ચંદ્રગુપ્ત શું ગાયો ચરાવતો હતો તે સમયે !!!!
આમ્ભીના સિકંદર માટેના સ્વાગત સમારંભમાં ચાણક્ય અને ચંદ્રગુપ્ત ઉપસ્થિત હતાં.
ચાણક્યે ખુલ્લેઆમ જાહેરમાં સિકંદરનો વિરોધ કરેલો.
આ વાત હું ચાણક્યના લેખમાં લખી જ ચુક્યો છું !!!!
પેસ હાર્યો હોય તો તક્ષશિલા શું કામ બાકી રહે
અને
ચાણક્ય અને ચંદર્ગુપ્ત ચુપ બેસી રહે એમાંના તો નહોતાં જ.
પોરસે સિકંદરને હરાવ્યા પછી તો સિકંદરની સેનામાં બળવો થયો હતો.
અને એ ભાગી છૂટ્યો હતો અને જાટોના હાથે મરાયો હતો.
અને મુદ્દાની વાત તો એ છેકે સિકંદર ઘાયલ હતો.
પોરસે એની જાન બક્ષેલી હતી.
પછી એ શું ટમેટા તોડવાં મગધ ભણી ગયો હતો !!!!
માત્ર ૨૦,૦૦૦ હસ્તિસેના દ્વારા પરાજિત થેલો સિકંદર ધનનંદની ૩,૫૦,૦૦૦ ની સેના જોઇને પાછો જ વળે એમાં કોઈ શંકાને સ્થાન નથી.

હવે હું એક વાત તરફ ધ્યાન દોરવા માંગુ છું
માનવું હોય તો માનજો ના માણવું હોય તો ના માનતાં !!!!
જયારે પોરસે સિકંદરને હરાવ્યો ત્યારે એ પાછો વળી ગયો હતો રસ્તામાં જાટોને હાથે એવો તે ઘાયલ થયો તે રસ્તામાં જ ૩૨ વર્ષની વયે મૃત્યુ પામ્યો હતો.
કયાં અને કેવી રીતે એમાં મોટાભાગના ઈતિહાસકારો ગોથાં જ ખાય છે
અને તદ્દન ખોટેખોટાં લેપડાચોપડા જ કરે છે !!!!
કહોકે એને છાવરે છે.
જો એ પાછો વળ્યો હોય તો એ મગધ ત્તરફ ગયો કઈ રીતે ?
છે આનો જવાબ કોઈ પાસે ?????

તાર્કિક રીતે જોઈએતો પોરસને બક્ષ્યા પછી મગધ જઈ શકાય છે અને ત્યાંથી પાછાં વળી શકાય છે
અને પાછાં વળતાં જાટોના હાથે ઘાયલ થઈને મૃત્યુ પામી શકાય છે
જે ઈતિહાસકારોએ આ જ રીત અખત્યાર કરી છે
જયારે હકીકત જુદી જ છે !!!!
પહેલાં તે વિના રોકટોક મગધ ગયો હયો અને ત્યાંથી પાછા વળતાં તે પોરસને હાથે પરાસ્ત થયો હતો
અને જાટોના હાથે ઘાયલ થઈને મૃત્યુ પામ્યો હતો !!!!
જેમને મનમાં શંકા લાગે એમને ઈતિહાસ ફરીથી વાંચી જવાં નમ્ર વિનતી છે

પણ
પણ
પણ

સિકંદર હાર્યો હતો
અને
પોરસ જીત્યો હતો
એ નિર્વિવાદ છે

આવાં પરાક્રમી અને ક્ષાત્રધર્મી રાજા પોરસને
સાષ્ટાંગ દંડવત પ્રણામ
“——- જો
જીતા વહી પોરસ ——”

કચ્છના પર્યાવરણના પ્રખર જ્ઞાતા હિંમતસિંહજી

Standard

image

કચ્છ મુલકજી ગાલ – કીર્તિ ખત્રી

કચ્છના રાજવી પરિવારના મોભી અને ભૂતપૂર્વ સંસદસભ્ય હિંમતસિંહજી જાડેજાની ૨૦મી ફેબ્રુઆરી એ પુણ્યતિથિ છે. ભૂકંપ પછીના કચ્છના કલ્પનાતીત ઉદ્યોગીકરણે પર્યાવરણને ભારે જફા પહોંચાડી હોવાનો પ્રશ્ર્ન અત્યારે ભારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે હિંમતસિંહજી બાવા સહેજે યાદ આવી જાય છે. તેઓ કચ્છના ઈતિહાસ, ભૂગોળ અને પર્યાવરણના પ્રખર જ્ઞાતા હતા. ખાસ કરીને રણ પ્રદેશની પક્ષીસૃષ્ટિ વિશેની તેમની ઊંડાણભરી જાણકારીની અધિકૃતતાએ તો આંતરાષ્ટ્રીય સંસ્થાઓની દાદ સુધ્ધાં મેળવી હતી. છતાં એમના વ્યક્તિત્વની ખૂબી એ હતી કે પોતાના વિશાળ જ્ઞાન અને મોભાનો ભાર કયારેય નાનામાં નાના માનવી સાથેના વ્યવહાર પર પણ પડવા દીધો નહોતો. તેઓ સાચા અર્થમાં ખાનદાની હતા.

કચ્છના અખબારીઆલમ સાથેનો તેમનો સંબંધ સાતત્યથી ભરપૂર હતો. ‘રૂપકડા પક્ષી સુરખાબ’ અગર તો વન્યજીવન અંગે હિંમતસિંહજી સતત કંઈને કંઇ લખતા રહ્યા હતા. અન્ય પક્ષીપ્રેમીઓ વરસાદ પછી સ્થળાંતરીય પક્ષીઓનું આગમન થાય કે તરત જ એના સમાચાર મોકલે અને એ પ્રસિદ્ધ થાય, તેમાં જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો હિંમતસિંહજી તેના પ્રત્યે ધ્યાન દોરતા એટલું જ નહીં, એ જ દિવસે પોતાના સચોટ અભિપ્રાય લખીને મોકલી દેતા. આ પ્રકારના લખાણમાં કયારેય ક્ષતિ કરનાર લેખકને ઉતારી પાડવાનું વલણ તેમનામાં નહોતું. વિનય, વિવેક અને સીધીસાદી ભાષામાં સામેવાળાને માઠું ન લાગે એ રીતે ક્ષતિ તરફ ધ્યાન દોરતા અને સાથે સાથે પૂરક માહિતીઓ પૂરી પાડતા.

સાચું પૂછો તો, એમનાં તમામ લખાણો, પછી એ રાજકારણ અંગેના હોય, પર્યાવરણ વિષયક હોય કે પછી ઈતિહાસ-ભૂગોળને સ્પર્શતા હોય, પરંતુ એમાં એક ગજબનું સમતોલપણું અને તટસ્થતા જોવા મળતા. ન કોઈ પૂર્વગ્રહ કે ન કોઈ પક્ષપાત અને છતાં સમતોલ અને સચોટ અભિપ્રાય તેમણે આપ્યા છે. એ જ રીતે પોતાના વિચારો ઠોકી બેસાડવાનોય તેમણે કયારેય પ્રયાસ કર્યો નથી. ભાષા પરનો તેમનો કાબૂયે એવો કે લખાણમાં કયાંયે બિનજરૂરી શબ્દપ્રયોગ તમને ન દેખાય. બીજા અર્થમાં કહીએ તો લખાણમાં પણ તેમની સાચી ખાનદાનીનાં દર્શન થતાં.

રાજકારણમાં તેઓ મર્યાદિત સમય સુધી સક્રિય હતા. છતાં એ એક હકીકત છે કે છેક ૧૯૬૨માં જ્યારે એક શાસક પક્ષ તરીકે કૉંગ્રેસનો સૂર્ય મધ્યાહ્ને હતો તેવા સમયે હિંમતસિંહજીના નેતૃત્વ હેઠળ સ્વતંત્ર પક્ષે લોકસભા અને વિધાનસભામાં ચોગરદમ વિજયપતાકા ફરકાવીને કચ્છમાં ઇતિહાસ સર્જી દીધો હતો. વિધાનસભાની છએ છ અને સંસદની એક બેઠક મેળવીને પક્ષનો ડંકો વગાડી દીધો હતો. ૧૯૬૫ના યુદ્ધ સમયે અને ખાસ તો એ યુદ્ધ શરૂ થયું એ પહેલાં જ પાકિસ્તાને કચ્છના રણ પર આક્રમણ કર્યું હતું તેની વિગતે રજૂઆત તેમણે સંસદમાં કરી હતી તે ચિરસ્મરણીય છે. સરહદી સલામતી જેવા સંવેદનશીલ પ્રશ્ર્ને સરકારે કચ્છની અવગણના કરી હતી એવી તેમણે બેધડક રજૂઆત કરી હતી. કેન્દ્રની લાપરવાહીને લીધે જ કચ્છે છાડબેટ ગુમાવવું પડ્યું હોવાની ધારદાર છણાવટ સાથે તેમણે ૧૯૬૮ના કચ્છ સત્યાગ્રહમાંયે સક્રિય ભાગ લીધો હતો. તો ’૬૫ના યુદ્ધ પછી સીમા સુરક્ષાદળની રચના થઈ તે વખતે કેટલાક સૂચનો કર્યાં હોવાનું તેમણે જાતે એક વાર આ લખનાર સાથેની વાતચીતમાં કહ્યું હતું. તેમના મતે સીમા સુરક્ષાદળમાં ઉચ્ચ અધિકારીઓને પોલીસ દળમાંથી લેવામાં આવે છે. તેના બદલે લશ્કરમાંથી લેવા જોઈએ. આ સંદર્ભે તેઓ પાકિસ્તાન રેન્જર્સનો દાખલો આપતા. કચ્છને અલગ રાજ્ય બનાવવાની માગણી સાથે તેઓ સંમત હતા પણ તેઓ કચ્છ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર થાય એમ ઈચ્છતા. એ કહેતા કે ઈશાન ભારતના નાનાં-નાનાં રાજ્યો અસ્તિત્વમાં આવ્યા પછી ઊલટો ભ્રષ્ટાચાર વધ્યો છે. ત્યાંના પ્રધાનોએ અને બીજા નેતાઓએ કેન્દ્રના અબજો રૂપિયાની ગ્રાન્ટો બરબાદ કરી મૂકી છે. તેથી રાજકીય રાજ્ય નહીં, પરંતુ કેન્દ્રશાસિત કચ્છ પ્રદેશની તેઓ હિમાયત કરતા.

એક વાર, સંભવત: ૧૯૯૨માં, તેમની સાથે છારી ઢંઢની મુલાકાત લીધી હતી. મોટી હેટ અને ટ્રેકરના બૂટ પહેરીને આવેલા હિંમતસિંહજી બાવા સાથે નખત્રાણાની માહિતી ખાતાની કચેરી પર ગયા ત્યારે ત્યાંના સ્ટાફે નાસ્તો તૈયાર રાખ્યો હતો. બાવાને ઓફર કરવી કે નહીં એ વિશે દ્વિધા થતી હતી. પણ તેઓ જાતે જ નિખાલસતાથી અમારી સાથે એક જ ડિશમાં નાસ્તો કરવા બેસી ગયા. પછી અમે છારી ઢંઢ ગયા અને એ અમારી યાદગાર મુલાકાત બની રહી.

અહીં, અમને તેમના સમતોલ વલણનો પરિચય મળ્યો. એ સમયે પણ ત્યાં માછીમારી થતી હતી. આ પ્રવૃત્તિથી પક્ષીઓને ખલેલ પહોંચતી હતી અને ઘણીવાર એવું બનતું કે પક્ષીઓ જતા રહેતાં. અમે આ વાત છેડી તો તેમણે કહ્યું જુઓ આ માછીમારી તો આજુબાજુના ગામના લોકો પોતાના આહાર માટે કરે છે, નહીં કે ધંધાદારી કમાણી કરવા. ટૂંકમાં તેમનો વિરોધ વ્યાવસાયિક ધોરણે બેફામ માછીમારી કરીને બહાર મોકલાય તેની સામે હતો.

છારી ઢંઢ એક રક્ષિત અભયારણ્ય જાહેર થાય એની તેમણે સતત ચિંતા સેવી હતી. તેમના મતે જો ગુજરાત સરકાર ઘટિત પગલાં લે તો છારી ઢંઢ રાજસ્થાનના ભરતપુર અભયારણ્ય કરતાંયે ચડિયાતું સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. મૃત્યુથી એક દિવસ પૂર્વે પણ તેમણે મિત્રો સમક્ષ છારી ઢંઢ અંગેની ચિંતા વ્યક્ત કરી હતી.

ગાંડા બાવળના ફેલાવાનો પ્રશ્ર્ન હોય કે ચેરિયાં છેદનનો, પણ હિંમતસિંહજી બાવા પર્યાવરણને ધ્યાનમાં રાખીને જ વિચાર રજૂ કરતા. ગાંડા બાવળના ગેરફાયદા અનેક હોવા છતાં એને આડેધડ નિર્મૂળ કરવાથી પર્યાવરણને નુકસાન થવાનો ભય છે એમ તેઓ કહેતા. ઔદ્યોગિકરણ અને પર્યાવરણ વચ્ચે સમતુલાની હિમાયત તેમણે કરી હતી પણ જો ઉદ્યોગો બેફામ ભૂગર્ભ જળ ઊલેચે તો તે તેમને મંજૂર નહોતું.

પર્યાવરણ ઉપરાંત કચ્છના નર્મદા સંબંધી પ્રશ્ર્ન હોય કે અન્ય સમસ્યા હિંમતસિંહજી બાવા પોતાના વિચાર સ્પષ્ટ રીતે રજૂ કરતાં અચકાતા નહીં. સિરક્રીક મામલે પણ તેમણે પ્રસંગોપાત લેખ લખ્યા છે. સિંધ પ્રાંત અને કચ્છ-રાજ વચ્ચે ચોખ્ખા કરાર હોવા છતાં ભારત સરકાર સિરક્રીકને વિવાદાગ્રસ્ત વિસ્તાર ગણે છે એની સામે તેમને ભારે રોષ હતો. તેઓ એમ માનતા કે સિરક્રીક પ્રકરણ વિવાદાસ્પદ છે એનો સ્વીકાર જ ભારતે કરવાની જરૂર નહોતી.

કચ્છમાં સીમા સુરક્ષા દળ, લશ્કર કે વાયુસેના મથકના ઉચ્ચ અધિકારીઓ સાથે તેમનો સતત સંપર્ક રહેતો. કચ્છની સરહદોની સુરક્ષા અંગે પણ સૂચનો કરતા રહેતા. આજે ભારત-પાકિસ્તાન વચ્ચે ઇકો ડિપ્લોમસીની આજમાયશ ખાસ કરીને સરદાર ચોકી નજીકના શકુર લેક અને સુરખાબનગર સંદર્ભે કરવાની હિમાયત થઇ રહી છે ત્યારે તેમની હાજરીની ખોટ સાલે છે.

देपालदेवजी गोहिल, Depalde Gohil

Standard

image

परम शिवभक्त
महाराजा देपालदेवजी गोहिल
१२८४ – १३१० ईसा. पालीयाद..

(महाराजा सेजकजी के छोटे भाई महाराजा देपालदेवजी गोहिल
१२८४ – १३१० ईसा. पालीयाद.की गद्दी पर आये थे..
वो परम शिवभक्त, उदार, दयालु राजा थे.
उसे शिव का अंश मान जाता है…..

(उसका प्रख्यात गुजराती दोह्हा)

” જાણ્યો હત જડધાર, નવળંગ મોતી નીપજે;
(તો) વવારત વડ વાર, દી બાધો, દેપાળદે ! ”

[હે દેપાળદે રાજા ! જો મેં પહેલેથી જ એમ જાણ્યું હોત કે તું શંકરનો અવતાર છે, જો મને પહેલેથી જ ખબર પડી હોત કે તારે પગલે પગલે તો નવલખાં મોતી નીપજે છે, તો તો હું તને તે દિવસ હળમાંથી છોડત શા માટે ? આખો દિવસ તારી પાસે જ હળ ખેંચાવત ને! – આખો દિવસ વાવ્યા કરત તો મારું આખું ખેતર મોતી મોતી થઈ પડત ! ]

जय एकलिंगजी
जय मोरलीधर दादा
जय माताजी

Divyrajsinh Sarvaiya (Dedarda)

भावनगर के महाराजा वखतसिंहजी Maharaja Vakhatsinhji

Standard

image

એક દિવસ વજેસિંહજી શિકારે નીકળેલા. ઓળખાય નહિ તેવો શિકારી લેબાસ પહેરેલો. સમઢિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવ્યો. ખેતરમાં કણબીની ડોસી ઊભેલી. પોતાના મોલ ચગદાતા જોઈને ડોસીએ ઘોડેસવારને બેચાર ગાળો દીધી : “મારા રોયા, ભાળતો નથી ? પીટ્યા, ઊભા ખેતરમાં ઘોડો હાંકછ તે લાજતો નથી ?”
મહારાજાએ ખોટો ગુસ્સો કરીને કહ્યું : “ડોસી, ગાળો કેમ કાઢછ ? ઓળખછ ? અમે રાજના નોકર છીએ. જેલમાં ખોસી દેશું, જેલમાં !”
“હવે જા જા, રોયા ! તારા જેવા સપારડા તો કૈંક આવે ને જાય ! બાપુ વજેસંગના રાજમાં કોનું દેન છે કે કેદમાં પૂરે ?”
ઠાકોર ચાલ્યા ગયા. મનમાં વિચાર કર્યો કે ‘વાહ ! મારી પ્રજા કેવી નીડર ! મારા પર એને કેવો વિશ્વાસ ! એને વધુ નીડર બનતાં શીખવું તો જ મારું જીવ્યું પ્રમાણ.’
એણે એ ડોશીના કુટુંબને કાયમની પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી.
જય માતાજી
જય મોરલીધર
જય ગોહિલવાડ

Divyrajsinh Sarvaiya (Dedarda)