Tag Archives: police

પોલીસ પોલીસ

Standard

​જય માતાજી સર્વે મિત્રો

ક્ષત્રિય સમાજનુ ગૌરવ એવા ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ પ્રદિપસિંહ જાડેજા વિશે એક ગૌરવ લેવા જેવી વાત..

મેરાન્યૂઝ  (અમદાવાદ):

તા. 29મી સોમવારની રાતના અઢી વાગી ગયા હતા, ચારે તરફ ગાઢ અંધકાર હતો, હું રસ્તા પસાર થઈ રહેલી કાર અને ટ્રકોને રોકવા માટે હાથ બતાડી વિનંતી કરતો હતો, પણ કોઈ વાહન રોકાતુ ન્હોતુ, હું મારી પત્ની તરફ જોઈ રહ્યો હતો, તેના ખોળામાં મારો બે વર્ષનો દિકરો હતો, સાથે મારા વૃધ્ધ સાસુ-સસરા પણ હતા.

બધાના ચહેરા ઉપર ચિંતા સાથે ડર પણ હતો, કારણ હાઈવે ઉપર કોઈ પણ અઘટીત બનાવ બનવાનો ડર હતો.

આ શબ્દો ગાંધીનગર-માણસા હાઈવે ઉપર રાંધેજાના કથાકાર દિલીપગીરી ગોસ્વામીના છે.
meranews.com સાથે વિગતસર વાત મુકતા દિલીપગીરીએ જણાવ્યુ હતું કે અમે દ્વારકા દર્શન કરવા ગયા હતા, ત્યાંથી ગાંધીનગર પરત ફરી રહ્યા હતા.

હજી લીમડી વટાવી દસ-બાર કિલોમીટર થયા હશે ત્યાં ખ્યાલ આવ્યો કે કારમાં પંચર પડ્યુ છે. તેની સાથે મનમાં ફાળ પણ પડી કારણ રાતના અઢી વાગી રહ્યા હતા.

અને હાઈવે નિર્જન હતો, પણ કાર રોકવા સિવાય કોઈ રસ્તો ન્હોતો, કાર ડાબી તરફ રોડથી નીચી ઉતારી ઉભી રાખી, આગળના વ્હીલમાં પંચર હતું, વ્હીલ બદલવાની શરૂઆત કરી પણ ત્યાં અચાનક જે જેકના ટેકે કાર ઉભી હતી, તે જેક તુટી જતા કાર એક તરફ નમી ગઈ.

હુ નિરાશ થઈ ગયો, મારા સસરાની ઉમંરને કારણે તેઓ કંઈ મદદ કરી શકે તેમ ન્હોતા, અને મારા એકલાથી કાર ઉંચી થઈ શકે તેમ ન્હોતી.
આ સંજોગોમાં કોઈની મદદ મળે તેવી અપેક્ષા હતી, તેથી મેં કાર અને ટ્રકવાળાઓને ઈશારો કરી મદદ માંગવાની શરૂઆત કરી, પણ સમય ખરાબ છે, કોઈ અમને મદદ કરવા પણ તૈયાર ન્હોતુ. વાહનવાળા અમને જોઈ એક્સિલેટર દબાવી નિકળી જતા હતા, રાતના ત્રણ વાગતા અંદરથી અમે ખુબ ડરી ગયા હતા, કારણ હાઈવે ઉપર બનતા બનાવોની જાણકારી હતી.

ત્યારે દુરથી એક પોલીસનું વાહન અમારી તરફ આવતુ દેખાયુ, પોલીસની વાહન ઉપર લાઈટો ઝબકી રહી હતી.

અંદરથી ડર પણ લાગ્યો કે કયાંક પોલીસ અમને જ ધમકાવે નહીં. સામાન્ય રીતે આપણે પોલીસથી દુર ભાગવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ સ્થિતિ એવી હતી કે પોલીસને રોકવી પડે જ તેમ હતી.
પોલીસનું વાહન નજીક આવ્યું, મેં ઈશારો કર્યો, પોલીસના વાહનમાં એક અધિકારી ઉતર્યા, તેમણે મને હાઈવે ઉપર ઉભા રહેવાનું કારણ પુછયુ, મેં મારી કાર તરફ ઈશારો કરી આ સ્થિતિ વર્ણવી તેમણે પોતાનો પરિચય આપતા કહ્યુ *હું ડેપ્યુટી પોલીસ સુપ્રીટેન્ડન્ટ પ્રદિપસિંહ જાડેજા છુ, તમે ચિંતા કરશો નહીં.*

અને તેમણે તરત પોતાના સ્ટાફને સુચના આપી, પોલીસના માણસો નીચે ઉતર્યા, પોલીસના વાહનમાંથી જેક કાઢી કાર ઉંચી કરી મારી કારનું વ્હીલ બદલી આપ્યુ હતું, એટલુ જ નહીં પછી તેઓ અમને નજીકની એક હોટલ સુધી લઈ ગયા જ્યા અમને બધાને ચ્હા-પાણી અને નાસ્તો કરાવ્યો અને વ્હીલ પંચરવાળાને બોલાવી સ્પેયર વ્હીલ પણ પંચર કરાવી આપ્યુ હતું ત્યાર પછી અમને રવાના કર્યા હતા.

મેં પોલીસના ખરાબ અનુભવો અંગે ઘણી વખત સાંભળ્યુ છે પણ પોલીસમાં આવા પોલીસ અધિકારીઓ પણ હોય તેવો અનુભવ પહેલી વખત થયો.
મેરાન્યૂઝ દ્વારા ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કરવામાં આવતા તેમણે કહ્યુ કે સુરેન્દ્રનગરના એસપી દિપક મેઘાણીએ અમને હાઈવે પેટ્રોલીંગ કરવાની સુચના હતી, અમે પેટ્રોલીંગમાં હતા ત્યારે આ ઘટના ઘટી હતી, અને ગુનો બનતો અટકાવવાની સાથે પ્રજાને મદદ કરવી તે પણ પોલીસનું જ કામ છે, જે અમે કર્યુ હતું.

Advertisements