Tag Archives: Ramayana

“કોદંડધારી રામ”

Standard

     રામના ધનુષ્યનું નામ કોદંડ હતું. કોદંડ અર્થાત્ “વાંસમાંથી નિર્મિત”. આ કોદંડ વડે રામે રાવણ સહિત ઘણા અસુરોનો સંહાર કરેલો.
     કહેવાય છે કે,કોદંડને હાથમાં પકડવાની શક્તિ પણ રામ સિવાય બીજા કોઇમાં નહોતી….! કોદંડને ધારણ કરવાની એક માત્ર લાયકાત “રાઘવેન્દ્ર સરકાર” પાસે જ હતી.

     પ્રાચીન ભારતીય ઉપવેદ એવા “ધનુર્વેદ” માં ભારતના તમામ પ્રાચીન ધનુષ્યનું વિગતવાર વર્ણન કરેલ છે. જેની રચના વિશ્વામિત્રએ કરેલી છે.એમાં ધનુષ્ય વિશે એની બનાવટથી લઇને ઉપયોગ સુધીની બધી માહિતી અપાયેલી છે. પ્રાચીન ભારતીય ગ્રંથોમાં બાર પ્રકારના યુધ્ધ માટેના શસ્ત્રોનું વર્ણન છે. જેમાં ધનુષ્ય આગવો પ્રકાર ગણાય છે. બધાં શસ્ત્રો કરતા એની પ્રહારશક્તિ ઉત્તમ ગણાય છે.
     કહેવાય છે કે,ભગવાન રામનું કોદંડ કદી નિશાન ચુક કરતું નહિ….! એના નિશાન હંમેશાં સચોટ જ પડતાં. જ્યારે લંકા પર ચડાઇ કરવા સમુદ્રમાં સેતુ બાંધવો હતો અને સમુદ્ર રામે કરેલી આરાધના છતાં માર્ગ નહોતો આપતો ત્યારે અંતે રામે ગુસ્સે થઇને કોદંડ વડે સમુદ્ર પર સંધાન કરી એને હણી નાખવાનું વિચાર્યું અને શરસંધાન કર્યું એ પહેલાં જ સમુદ્રદેવ ગભરાઇને પ્રગટ થયેલા.
     એક બીજી કથા પણ રસપ્રદ છે કે – એક વખત ઇન્દ્રના પુત્ર જયંતને કુબુધ્ધિ સુઝી અને તે કાગડાનુ સ્વરૂપ ધારણ કરીને પંચવટીમાં સીતાજી બેઠા હતાં ત્યાં ગયો અને “કાઉ..કાઉ..” કરતાં તેણે સીતાજી પગમાં ચાંચોના પ્રહાર કર્યા. સીતાજીના પગમાંથી લોહી વહેવા લાગ્યું, અને કાગરૂપી જયંત ભાગી ગયો. બાદમાં રામને આ વાતની ખબર પડી, અને તેમને કોદંડ ઉપાડીને તીરનું સંધાન કર્યું. આ બાજુ જયંતને હવે ખબર પડી કે રામના કોદંડમાંથી વછૂટેલ તીર મને બ્રહ્માંડના કોઇપણ ખુણેથી વિંધી નાખશે….! તે બીકનો માર્યો પિતા ઇન્દ્ર પાસે ગયો પણ ઇન્દ્રએ પણ તેનું રક્ષણ કરવાની ના ભણી દિધી. રામના દ્રોહીનું રક્ષણ કોણ કરે….! જયંત દરબદર ભટકવા લાગ્યો, પણ કોઇ કરતાં કોઇ દેવતાએ તેનું રક્ષણ કરવાની જવાબદારી ન લીધી. આખરે નારદજીએ તેને કહ્યું કે, તે રામની દુશ્મની વહોરી છે માટે હવે તું રામનું જ શરણ લે…! બાકી કોઇ પાસે તારું રક્ષણ કરવાની તાકાત નથી….! આખરે જયંતે રામ પાસે જઇ પોતાની ભુલની ક્ષમા માંગી અને રામે તેને જીવતદાન આપ્યું.
     રામ કોદંડનો ઉપયોગ કરવાનું છેલ્લે સુધી ટાળતાં. જ્યારે પરિસ્થિતી અનિવાર્ય અને અત્યંત કઠોર બને ત્યારે જ તેનો ઉપયોગ કરતાં.તુલસીદાસજી રામચરિતમાનસમાં કહે છે કે –
દેખિ રામ રિપુ દલ ચલિ આવા |
બિહસી કઠિન કોદંડ ચઢાવા ||
[ અર્થાત્ – શત્રુઓની સેનાને નજીક આવેલી જોઇને ભગવાન રામે સ્મિત કરીને ભારેખમ,કઠણ કોદંડનું સંધાન કર્યું. ]

     રામે લંકાવિજય બાદ શસ્ત્ર હાથમાં ન લેવાનો નિર્ણય લીધેલો પણ એ પછી તેઓ રામેશ્વરમ્ ખાતે ભગવાન શિવની પૂજા કરવા બેઠા અને ભુરા ફુલોની હાર કરી. રામે આંખ બંધ કર્યા બાદ અચાનક ખોલીને જોયું તો એક ફુલ ગુમ હતું….! હવે રામનો નિયમ હતો કે, પૂજા પુરી થયા સુધી જગ્યા પરથી ઊભું ના થવું. આથી રામે કોદંડ લઇ પોતાની આંખ સામે ધર્યું. ત્યાં અચાનક એમની પરીક્ષા લેતાં શિવ પ્રગટ થયાં અને એમણે ચુપકીથી લીધેલું ભુરું ફુલ રામને સોંપી દીધું. બાકી રામ પોતાની એક આંખ કાઢીને ફુલની ખોટ પુરવા માંગતા હતાં કારણ કે રામની આંખો ભુરી હતી અને માટે જ એ “નિલકમલ” કહેવાતાં હતાં….!

     “કોદંડધારી” રાઘવેન્દ્ર સરકારને શત્ શત્ વંદન….!

​રામચંદ્રજી ની લંકા પર સવારી

Standard

   (અમુક પંક્તિઓ)

રચનાઃ જીવાભાઇ બારોટ

(સપાખરુ)

દળા હાલીયા ચોદળા દળા,વાદળાજી દેખ ઘટા

કાળા કાળા વકરાળા વાદળા કરાલ

હઠાળા ભજમાં હોય લટયાળા હોય અતિ

પટાળા રો આયો એડો રામચંદ્ર પાળ…
વેરી દળા ખળા કરી ભમે ટોળા બાંદરકા

હિલોળતા ગદા હાથ કરતા હુંકાર

ઢંઢોળે રામરા દળા રગતામાં ઋંઢ ઉડે

માંસ લોળા ભ્રખ એળા ગ્રીધણી અપાર…
પડ્યો ઇન્દ્રજીત  અને કુંભકર્ણ મહાકાય

ઢળે મોટા ઢીમ આતો લખણો સધીર

સુણી વાત કાને તાંતો દશાનને દોટ દિધી

દૈતારા દળા સાથ રણ આવિયો અધીર..
કોપી રઘુનાથજી કોદડા ઉઠાયા હાથ

અસુરકા દશ શિશ,ઉઠાયા અકેક

વેરીયા વિદારી દળા જાનકી બચાઇ લીના

વિભીષણ દિયારાજ રાખી વિવેક..
સામૈયા કરાયા સારા નગરારા લોક મળી

ધુધવે ત્રંબાળ ઘેરા નગારા નિશાણ

નેજાળા ધજાળા અને હેમ છડી વાળા હાલ્યા

જોતા બુઢા બાળા નારી હરખાણા જાણ
સેના સીતા સાથે લઇ દરબાર માહે આયા

પાયા સુખ પ્રજાજને ટાળીયા કલેશ

જીત પાઇ બન્ને ભાઇએ મોતીએ વધાર્યા જીવા

નોબતો ધણેણી આપો રામડો નરેશ..

રામ નવમી ની શુભકામનાઓ

Standard

રંગ રંગીલા ઠાકરા, કુંવર દશરથરા,
ભુજ રાવણરા ભંજિયા, આલી જા ભમરા !

હે રંગીલા ઠાકર, હે દશરથના કુંવર રામચંદ્રજી, પહેલા રંગ છે તમને કે તમે રાવણની ભુજાઓ ભાંગી.

વળી ઝાઝા રંગ તો તમને એટલા માટે છે, હે નાથ! કે તમે તો –

રામા, રજપૂતી તણો, આડો વાળ્યો આંક,
લીધા પે’લી લાંક, ( તમે ) દીધી દશરથરાઉત !

image

તમે તો રજપૂતાઈનો આડો અાંક વાળ્યો, કેમ કે હજુ તો લંકા તમે હાથ કરી નહોતી, તે પૂર્વેથી જ વિભીષણને તમે એનું દાન પણ કરી નાખેલું,

વળી, હે રઘુવીર !

અનેક ભગત ઓધારિયા, નકળંક લેતાં નામ,
તું તારે દશરથ તણા, (તું ને) રંગ હો સીતારામ !

હે નિષ્કલંક નરોત્તમ, તારાં તો નામ લેતાં તેં અનેક ભક્તોનો ઉદ્ધાર કર્યો. હે સીતારામ, રંગ હો બાપ ! રંગ હો તમને ! રંગ હો, ઝાઝા !

સીતા ત્યાગ

Standard

છંદ : મંદાક્રાન્તા

image

ભારે કીધી દશરથ તણા રામજી ભૂલ આપે,
કીધે ધોબી વચન વસમાં ધ્યાન શાને ધર્યા ‘તા,
ત્યાગી સીતા વિકટ વનમાં કોઈ સંગાથ ન્હોતા,
ને એકાંતે નભ પણ રડ્યું આંસુ ઓ જે ખર્યા ‘તા,

રાજી પેલી ગહન વનરાજી તણા ઝાડ કેવા,
સાથે રે’શે જગત જનની જાનકી માત જેવા,
હોંશે એવા ફુલ કુસુમ સૌ ખીલતા રંગ દેવા,
વેલી ડાળી લચક મચકી સ્પર્શ અનંત લે’વા,
– દિવ્યરાજસિંહ સરવૈયા કૃત

History & Literature

रामायण की चोपाई के माध्यम से कुछ जीवन के कुछ महत्वपूर्ण मंत्र दिए जा रहे है जिनके जाप से सत्-प्रतिशत सफलता मिलती है- Chopai of Ramayana

Standard

image

रामायण की चोपाई के माध्यम से कुछ जीवन के कुछ महत्वपूर्ण मंत्र दिए जा रहे है जिनके जाप से सत्-प्रतिशत सफलता मिलती है आप से अनुरोध है इन मंत्रो का जीवन मे प्रयोग अवश्य करे प्रभु श्री राम और श्री बालाजी सरकार आप के जीवन को सुख मय बना देगे !!

रक्षा के लिए
      मामभिरक्षक रघुकुल नायक !
      घृत वर चाप रुचिर कर सायक !!

विपत्ति दूर करने के लिए
     राजिव नयन धरे धनु सायक !
     भक्त विपत्ति भंजन सुखदायक !!

सहायता के लिए
      मोरे हित हरि सम नहि कोऊ !
      एहि अवसर सहाय सोई होऊ !!

सब काम बनाने के लिए
      वंदौ बाल रुप सोई रामू !!
     सब सिधि सुलभ जपत जोहि नामू !!

वश मे करने के लिए
     सुमिर पवन सुत पावन नामू !!
     अपने वश कर राखे राम !!

संकट से बचने के लिए
     दीन दयालु विरद संभारी !!
     हरहु नाथ मम संकट भारी !!

विघ्न विनाश के लिए
     सकल विघ्न व्यापहि नहि तेही !!
     राम सुकृपा बिलोकहि जेहि !

रोग विनाश के लिए
     राम कृपा नाशहि सव रोगा !
     जो यहि भाँति बनहि संयोगा !!

ज्वार ताप दूर करने के लिए
     दैहिक दैविक भोतिक तापा !
     राम राज्य नहि काहुहि व्यापा !!

दुःख नाश के लिए
      राम भक्ति मणि उस बस जाके !
      दुःख लवलेस न सपनेहु ताके !

खोई चीज पाने के लिए
      गई बहोरि गरीब नेवाजू !
      सरल सबल साहिब रघुराजू !!

अनुराग बढाने के लिए
     सीता राम चरण रत मोरे !
     अनुदिन बढे अनुग्रह तोरे !!

घर मे सुख लाने के लिए
     जै सकाम नर सुनहि जे गावहि !
     सुख सम्पत्ति नाना विधि पावहिं !!

सुधार करने के लिए
     मोहि सुधारहि सोई सब भाँती !
     जासु कृपा नहि कृपा अघाती !!

विद्या पाने के लिए
     गुरू गृह पढन गए रघुराई !
    अल्प काल विधा सब आई !!

सरस्वती निवास के लिए
     जेहि पर कृपा करहि जन जानी !
     कवि उर अजिर नचावहि बानी !

निर्मल बुध्दि के लिए
      ताके युग पदं कमल मनाऊँ !!
      जासु कृपा निर्मल मति पाऊँ !!

मोह नाश के लिए
      होय विवेक मोह भ्रम भागा !
      तब रघुनाथ चरण अनुरागा !!

प्रेम बढाने के लिए
      सब नर करहिं परस्पर प्रीती !
      चलत स्वधर्म कीरत श्रुति रीती !!

प्रीती बढाने के लिए
      बैर न कर काह सन कोई !
      जासन बैर प्रीति कर सोई !!

सुख प्रप्ति के लिए
      अनुजन संयुत भोजन करही !
      देखि सकल जननी सुख भरहीं !!

भाई का प्रेम पाने के लिए
      सेवाहि सानुकूल सब भाई !
      राम चरण रति अति अधिकाई !!

बैर दूर करने के लिए
      बैर न कर काहू सन कोई !
      राम प्रताप विषमता खोई !!

मेल कराने के लिए
      गरल सुधा रिपु करही मिलाई !
      गोपद सिंधु अनल सितलाई !!

शत्रु नाश के लिए
     जाके सुमिरन ते रिपु नासा !
     नाम शत्रुघ्न वेद प्रकाशा !!

रोजगार पाने के लिए
     विश्व भरण पोषण करि जोई !
     ताकर नाम भरत अस होई !!

इच्छा पूरी करने के लिए
     राम सदा सेवक रूचि राखी !
     वेद पुराण साधु सुर साखी !!

पाप विनाश के लिए
     पापी जाकर नाम सुमिरहीं !
     अति अपार भव भवसागर तरहीं !!

अल्प मृत्यु न होने के लिए
     अल्प मृत्यु नहि कबजिहूँ पीरा !
     सब सुन्दर सब निरूज शरीरा !!

दरिद्रता दूर के लिए
     नहि दरिद्र कोऊ दुःखी न दीना !
     नहि कोऊ अबुध न लक्षण हीना !!

प्रभु दर्शन पाने के लिए
     अतिशय प्रीति देख रघुवीरा !
     प्रकटे ह्रदय हरण भव पीरा !!

शोक दूर करने के लिए
     नयन बन्त रघुपतहिं बिलोकी !
     आए जन्म फल होहिं विशोकी !!

क्षमा माँगने के लिए
     अनुचित बहुत कहहूँ अज्ञाता !
     क्षमहुँ क्षमा मन्दिर दोऊ भ्राता !!

History & Literature