Tag Archives: Shri

ભગવાન શ્રી રામચંદ્રજી

Standard

…ભાગ ૨…

સનાતન હિન્દૂ વૈદિક પરંપરા વિશ્વની સૌથી પ્રાચીન પરંપરા છે. યુનેસ્કો ના અનુસાર વિશ્વમાં 45 જૂની સિવિલાઈઝએશન/ સંસ્કૃતિ ઓ નું અલગ અલગ સમયે અલગ અલગ સ્થળો પર અસ્તિત્વ હતું પરંતુ એમાંથી એક જ અખંડ સંસ્કૃતિ આજે પણ વિશ્વના માનચિત્ર પર ટકી રહી છે. (હું કહીશ કે આ સંસ્કૃતિ ના પુણ્યબળ ના જ કારણે વિશ્વ આખુ ટકી રહ્યું છે.)

પ્રાચીન કાળમાં ભારતીય સંસ્કૃતિના અંશો વિદેશમાં ક્યાંય ને ક્યાંય તો હતા જ. અને આજે પણ સત્ય છાપરે ચઢીને કહે છે કે એક સમયે આખું વિશ્વ હિન્દુ હતું. એ જ સત્ય ની ખોજ ને આગળ ધપાવશુ…

યુરોપમાં શ્રી રામ:-

યુરોપની પ્રાચીન નગરીઓ માંથી એક નગરી છે તેનું નામ છે રોમ (Rome). જે બીજું કંઈ નહીં પરંતુ રામ નું અપભ્રંશ શબ્દ જ છે. સંસ્કૃત શબ્દ Nasa (નાસ-નાક) નું અંગ્રેજી મા Nose (નાક) થયું . એવી જ રીતે અહીં રામ નું રોમ થયું. અહીં એ યાદ રાખવું કે સંસ્કૃત એ ભારતીય અને યુરોપિયન ભાષાઓની જનની છે. ઉદાહરણાર્થ:- માતૃ-Mother, पितृ-Father, दुहित्र-Doughter, भ्राता-Brother, गौ-Cow, चम्पी- Shampoo (હા, ઠીક જ વાંચ્યું શેમ્પુ ની શોધ ભારતમાં જ થઈ હતી. એને સંસ્કૃત માં ચમ્પી કહેવાય આજે માથામાં તેલમાલિશ માટે આ શબ્દ વધારે પ્રચલિત છે) એવા અન્ય ઘણાય શબ્દો…

મૂળ વાત પર આવીએ, રોમ એટલે શ્રી રામ ની નગરી. જેની સ્થાપના 21 એપ્રિલ 753 BC મા થઈ હતી. એ દિવસે રામનવમી હતી. (ચૈત્ર સુદ નવમી) પરંતુ ઇટલીનું સ્થાપક કોણ હતું? પ્રાચીન Etruscans લોકો હતા જેમને રોમ ની સ્થાપના કરી હતી. Etruscans લોકો નું સામ્રાજ્ય હાલના ઇટલી, વેટિકન અને ક્રોએશિયા મા વિસ્તરેલ હતું. જ્યારે ઇટલીમાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે આ સભ્યતા ના અવશેષો મળી આવ્યા. આ અવશેષો મા ઘરોની ભીંતો પર અને ફ્લાવર વાસમ અમુક પ્રકારના ચિત્રો દોરેલા હતા. આ ચિત્રોની વિશેષતા હતી કે તેઓ રામાયણ ના પ્રસંગો સાથે મળતા આવતા હતા. (ચિત્ર ૧) એક પુરુષ ધનુષ્ય અને ભાલો ધારણ કર્યા છે. એની પાછળ એમની પત્નીએ વૃક્ષ ની ડાળીઓ પકડી છે, આ બંને ની પાછળ બીજો ઉંમરમાં નાનો દેખાતો પુરુષ જેને ભાલો હાથમાં રાખ્યો છે. શુ આ રામાયણમાં વનવાસ નો પ્રસંગ નથી લાગતો તમને?? આ ચિત્ર ઇટલીના બોલોગ્ના સંગ્રહાલય મા રાખેલ છે. ધર્મથી વિમુખ થવાના કારણે શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણ કોણ હતા એ જાણ્યા વગર પોતાના લોકલ રીતે ચિત્રો બનાવવા લાગ્યા. આથી ભારતમાં રામસીતા ના કલાત્મક ચિત્રો જોવા મળે છે એટલી કલાત્મકતા એવી નથી.

હમણાં જ ડિડી નેશનલ પર રામાયણ સિરિયલ બતાવવામાં આવી હતી. જેમાં ઉત્તર રામાયણ નું પણ સવિશેષ મંચન કરવામાં આવ્યું હતું. એમાં લવ કુશ શ્રી રામચંદ્રજીનો અશ્વમેઘ યજ્ઞ નો ઘોડો પકડે છે. એનું ચિત્ર ઇટલીમાંથી મળી આવેલ છે. જેના પગમાં સાંકળ બાંધેલ છે. બન્ને બાળકો રાજકુમાર લાગી રહયા છે. (આ કથા પદ્મ પુરાણ મા વર્ણવેલ છે) ( ચિત્ર ૨)

બીજી રસપ્રદ માહિતી આપું કે, ઇટલીમાં એક બીજું મોટું શહેર છે જેનું નામ છે “ravenna”. મજાની વાત એ છે કે રોમ અને ravenna બન્ને એકબીજા થી વિરુદ્ધ દિશામાં આવેલા છે. એક તરફ Ravenna પૂર્વ કિનારે છે તો બીજી તરફ રોમ પશ્ચિમ તટે છે.
https://en.m.wikipedia.org/wiki/Ravenna

બીજું એ કે, આ ગાયો ચરાવનાર અને વાંસળી વગાડનાર નું ચિત્ર પણ ઇટલીમાં થી જ મળ્યું છે. આ ગાય ચરાવનાર ગોવાળ ત્રિભંગમુદ્રા મા ઉભો છે. જે મુદ્રા કૃષ્ણ ને અત્યંત પ્રિય છે. બાજુમાં મટકી મૂકેલી છે. સ્પષ્ટ છે કે ગાયો ના ઇન્દ્ર (ગોપાલ) શ્રી કૃષ્ણ સિવાય આ બીજું કોણ હોઈ શકે?? (ચિત્ર ૩)

ઇરાક અને મધ્યપૂર્વમાં શ્રી રામચંદ્રજી:-

અહીં ઇરાકના સૌથી પ્રાચીન અવશેષો મળેલ છે. (ચિત્ર ૪- ૫) આ શિલ્પ ઇરાક ના કુર્દીસ્તાન પ્રોવીન્સ (Silemani ડિસ્ટ્રીકટ) માથી પ્રાપ્ત થયું છે. જેમાં એક પુરુષ હાથમાં ધનુષ્ય અને કમર પર તલવાર બાંધી છે. અને એમની સામે એક વાનર બે હાથ જોડી નમસ્કાર કરે છે. બાજુમાં જ ગદા છે. જે શ્રી રામ અને હનુમાનજી ની મૂર્તિ હોય તેવું લાગી રહ્યું છે. Silemani ડિસ્ટ્રીકટમ અન્ય જગ્યાઓ પર પણ ખોદકામ કરવામાં આવ્યું.આ ખોદકામ 1957 થી 1959 સુધી ડેનિશ આરકિયોલોજીકલ ટિમ અને ઈરાકી અરકિયોલોજીકલ ટિમ ની સહાયતા સાથે કરવામાં આવ્યું. ત્યાં પ્રાપ્ત થયેલા 247 પ્રાચીન અવશેષો માંથી આ રામ અને હનુમાનજી ની મૂર્તિ સૌથી વધુ પ્રાચીન હોવાનું જાણવા મળ્યું. આ ઉપરાંત ત્યાંના બીજા જિલ્લાઓમાં પણ ખોદકામ કરવામા આવ્યું.

હવે તમને Azerbaidzan ની યાત્રા પર લઈ જઈએ. દેવી મંદિર ના દર્શન કરાવીએ…

(ચિત્ર ૬) બાકુ અતિશગાહ અથવા જ્વાલા દેવી મંદિર અજરબેજાન ની રાજધાની બાકુ ની નજીક સુરખાની શહેરનું મધ્યકાલીન હિન્દૂ મંદિર છે. આ મંદિર નું નિર્માણ ૧૭મી અને અઢારમી સદીઓમાં થયું હતું. અને ૧૮૮૩ મા આનો ઉપયોગ બંધ થઈ જવાથી આને એક સંગ્રહાલય બનાવી દેવામાં આવ્યું. ૨૦૦૭મા ત્યાંના રાષ્ટ્રપતિ ના આદેશ થી આતિશગાહ ને એક ઐતિહાસિક વસ્તુશિલ્પીય આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરી દીધું. આ મંદિર ની વિશેષતા કહું તો આ મંદિરમાં સાત છિદ્રો માંથી જ્વાલા અખંડ પ્રજ્વલિત છે. આથી જ આને જ્વાલા મંદિર પણ કહેવાય છે.

મધ્યકાળ ના અંત સુધી ભારતીયો ખાસ કરીને પંજાબી અને મુલતાની (હાલ પાકિસ્તાન તક્ષશિલા) ના કારીગરો હાવી હતા અજરબેજાન મા. કાસપીયન સમુદ્રમાં લાકડીથી ચાલનાર જહાજો ના કારીગરો પણ ભારતીયો હતા. ભારતીયો આ ક્ષેત્રો મા વ્યાપાર ક્ષેત્રે આ વિસ્તરમાં આર્મેનિયનો પર ભારે હતા. એવા સમયે આ મંદિર કારીગરો એ બનાવ્યું હશે અથવા જુના મંદિર નો જીર્ણોદ્ધાર કરી ને એને બનાવ્યું હશે. લોકો આને પારસી મંદિર પણ કહે છે કારણ કે પારસી સમુદાય અગ્નિ ને પવિત્ર ઘણી એની પૂજા કરે. આ વિસ્તારોમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ગેસ અને ખનીજ તેલ નીકળતું રહે છે જેથી અગ્નિ ઝડપથી જમીનમા પ્રજ્વલિત થઈ જાય છે. આથી પારસીઓ માટે આ તેમની ધર્મભૂમિ તીર્થ રહી છે. આ હિન્દૂ અને પારસીઓ વચ્ચે વિવાદ નો મુદ્દો રહ્યો છે પણ બન્ને સંસ્કૃતિ મા અગ્નિ નું વિશેષ મહાત્મય છે. ઋગ્વેદ નો પ્રથમ મંત્ર

ॐ अग्निमीळे पुरोहितं यज्ञस्य देवमृत्विजम्। होतारं रत्नधातमम् ॥1॥
(ऋग्वेद १:१:१)

જ અગ્નિ દેવના સ્મરણ થી આરંભ થાય છે. આથી બંને ધર્મો માટે આ મહત્વ નું સ્થાન રહ્યું છે.

(ચિત્ર ૭) બાકુ જ્વાલા દેવી મંદિરની દીવાલો પર જડેલો એક શિલાલેખ જેમાં પ્રથમ પંક્તિમાં દેવનાગરી લિપિ- સંસ્કૃત ભાષામાં “શ્રી ગણેશાય નમઃ” લખેલ છે. અને બીજા જ્વાલા દેવી ની સ્મરણ કરતી પંક્તિઓ છે. (દેવી જ્વાલા નું મૂળ શક્તિ પીઠ હિમાચલ પ્રદેશમાં આવેલ છે, જેની જ્યોત અખંડ પ્રજ્વલિત છે. આ શક્તિપીઠ ની જ્યોત બુજવવા માટે અકબરે ઘણા પ્રયત્નો કર્યા પણ અસફળ રહ્યો. એના પ્રમાણ આજેય મળે છે.) વધુમાં આ શિલાલેખ પર વિક્રમ સંવત ૧૮૦૨ ની તિથિ નો ઉલ્લેખ છે. જે ઇસવીસન ૧૭૪૫-૪૬ બરાબર છે. અને ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે આ 1158 ( ١١٥٨‎) હિજરી ની તિથિ પણ ૧૭૪૫ ઇસવીસન થી મેલ ખાય છે. એમાં ફારસીમાં ઘણી ભૂલો છે પરંતુ એમાં આતીશ (آتش‎) અર્થાત અગ્નિ નો ઉલ્લેખ છે.

ઓક્ટોબર, ૨૦૧૯ મા ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ એ આ મંદિરની જ્યોત ના દર્શન કર્યા હતા. તેમની સાથે વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકર પણ ઉપસ્થિત રહયા હતા. ચિત્ર-૮)

વધુ આવતા ભાગમાં…દક્ષિણ પૂર્વ એશિયા અને પૂર્વી એશિયા પર ભારતીય સંસ્કૃતિ નું Influence

જય શ્રી કૃષ્ણ…શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ….

ભગવાન શ્રી રામચંદ્રજી

Standard

By: Harikrishna Kotak – ભાગ 1

ભગવાન શ્રી રામચંદ્રજી ના ભવ્ય ગગનચુંબી મંદિર માટે કરોડો હિંદુઓ ની શ્રધ્ધા સમી ઈંટો જ્યેષ્ઠ સુદ ત્રીજ ના પવિત્ર દિવસે મુકાઈ ગઈ છે. આ મંગલ પ્રસંગે ભગવાન શ્રી રામ ની પ્રેરણા થી કૈક લખવાનો પ્રયત્ન કરી રહ્યો છું.

ભગવાન શ્રી રામ જી ના અસ્તિત્વ પર પ્રશ્ન કરવા વાળાઓ ને સનાતન સંસ્કૃતિ પર પ્રશ્ન કરવાવાળા ની સંખ્યા બહુ ઓછી છે. પોતાને ધર્મનિરપેક્ષ બતાવવા માટે વાઘની ખાલમાં ગધેડાઓ ફરે છે. ખેર, હું બધો કલિયુગ નો પ્રભાવ જ ગણું છું. વૈદિક સંસ્કૃતિ મા વિશ્વના ખૂણે ખૂણે રામ નો વાસ હતો પરંતુ કળિયુગના જે લક્ષણ છે, જે પ્રભાવ છે એના કારણે તેઓ પોતાની સંસ્કૃતિ ને રાષ્ટ્રપુરુષો પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. પણ ભગવાન તો દરેક ખૂણે છે એમને માનનારા ઓ ની પણ કોઈ કમી નથી.

શ્રી રામની પૂજા જુના સમયમા વિશ્વના દરેક રાજા અને સમ્રાટો દ્વારા થતી હતી. આ માટે ઘણા આર્કિયોલોજીકલ અને Linguistic પુરાવાઓ પણ પ્રાપ્ત છે. અલગ અલગ પ્રાચીન સંસ્કૃતિ ને દેશો ની સંસ્કૃતિ મા સીતા-રામ નું નામ કોઈક રીતે જોડાયેલું છે. આપણી સંસ્કૃતિ વિશ્વમાં પ્રાચીન કાળમાં કયા અને કેટલે સુધી ફેલાયેલી હતી અને આપણા “રાષ્ટ્રપુરુષ” શ્રીરામ જી ની કેટલા દેશો મા પૂજા થતી એ વિશે નાનકડો પ્રયાસ કરું છું. આશા રાખીશ આપને આ જાણીને સાનંદાશ્ચર્ય (આશ્ચર્ય સાથે આનંદ ની અનુભૂતિ થશે).

ઇજિપ્તમા શ્રીરામ:-

ઇજિપ્ત શબ્દ મૂળ અજપતિ શબ્દ પરથી આવ્યો હોવાનું મનાય છે. રાજા અજ શ્રી રામચંદ્રજી ના દાદા ને રાજા દશરથ ના પિતા હતા. એ વખતે ઇજિપ્તમા Ramesis વંશ નું શાસન હતું. તે સમયે ઇજિપ્ત ના ફેરો (Pharaoh) ના નામ Ramsis 1, Ramsis 2 હતા. પ્રાચીન ઇજિપ્ત ના લોકો ની માન્યતા હતી કે તેમના રાજા ઈશ્વરીય અવતાર હતા. ચિત્ર:૧)

રશિયામાં શ્રી રામ:-

રાજેશ્વરી માતા સીતાજી ના નામ થી રશિયામાં સીતા નામની નદી પણ છે. અને ત્યાં રામ નામનું તળાવ પણ છે.

http://khabarovsk.shamora.info/Река-Сита/

સીતા નદી રશિયાના Khabarovsk ક્ષેત્રમાં આવેલ છે.

આ ઉપરાંત ત્યાં કામ અને મોક્ષ નામની બે નદીઓ પણ છે. પરંપરા અનુસાર રશિયા એ ઋષિઓ ની ભૂમિ છે. કદાચ ઘણા ને ખબર નહિ હોય છેક આઠમી શતાબ્દી સુધી હિન્દૂ ત્યાં રહેતા હતા. પણ ત્યાંના રાજા વ્લાદીમીરે ત્યાંનો રાજધર્મ બદલી નાખ્યો ને આજે કેથોલિક ક્રિસચન લોકો રહે છે. આજે જ્યા કાસપીયન સમુદ્ર છે તે કશ્યપ ઋષિના નામ પરથી તેનું નામકરણ થયું છે.

https://en.wikipedia.org/wiki/Kama_River
https://en.wikipedia.org/wiki/Moksha_River

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ સનાતન પરંપરા નો અભિન્ન ભાગ છે. એના પરથી આ નદીઓ નામ એ જ સાબિત કરે છે કે આ દેશોમાં પણ પવિત્ર વેદમંત્રો ની ગુંજ સંભળાતી હશે.

બે માથા વાળું ગરુડ એ રશિયા નું રાષ્ટ્રીય ચિન્હ છે. (ચિત્ર ૨) આ ઉપરાંત બે માથાવાળું ગરુડ એ સાઈબીરિયા, ક્રોએશિયા, યુગોસ્લાવીયા, ઓસ્ટ્રીયા, ઇટલી સ્પેન અને ગ્રીસ જેવા દેશો નું પ્રતીક છે. પણ પશ્ચિમી ઇતિહાસકારો કોઈ દિવસ એનું મૂળ નહીં બતાવે.

આ બે ચહેરા વાળા ગરુડ ને કર્ણાટકમા ગંડબેરૂણ્ડ, બેરૂણ્ડ, ભેરૂણ્ડ કહેવાય છે. (કન્નડ ભાષા નો શબ્દ) જેનું Carving શિલ્પ કર્ણાટકના કેલડી ના રામેશ્વર મંદિરમાં બનાવેલ છે. (ચિત્ર ૩) આ બે ચહેરાવાળું ગરુડ ભગવાન વિષ્ણુ નો અવતાર માનવામાં આવે છે. જે કર્ણાટક રાજ્યનું રાજ ચિન્હ પણ છે. જેની આસપાસ બે શરભ અથવા અકાશભૈરવ છે. (આ શરભેશ્વર એ ભગવાન શિવ નો અવતાર છે.) (ચિત્ર ૪).

પ્રાચીન Hittie અને Mittani સામ્રાજયો:-

આ બંને સામ્રાજયો તુર્કી, સિરિયા અને ઇરાક મા આજ થી 3300 વર્ષ પૂર્વે શાસન કરતા હતા. આ રાજ્યોમાં હિન્દૂ દેવી દેવતાઓ ની પૂજા થતી. (ચિત્ર ૫) સોર્સ વિકિપીડિયા.

તેઓ વેદ મા વર્ણવેલ મિત્ર (સૂર્ય), વરુણ, ઇન્દ્ર અને નાસત્ય, અશ્વિનીકુમાર વગેરે ની પૂજા કરતા હતા. એમાંથી Mittani ના રાજાઓ ના નામ આ પ્રકારે છે:-
Sutrana (સુતર્ણ- સૂર્ય), Paratarna (પરતર્ણ-સૂર્ય),
Parashukshatra (પરશુક્ષત્ર- તેવો રાજા જે પરશુ ધારણ કરે છે), Saukshatra સૌક્ષત્ર- જે સારો રાજા છે., Paratarna 2, Artatama અથવા Ritadharma ઋતુધર્મ, સુતર્ણ 2, Tusharatta અથવા દશરથ, Matiwazza અથવા Mativaja મતિવાજ જેની બુદ્ધિ સમૃદ્ધ છે. તો આ બધું એ તરફ જ ઈશારો કરે છે કે આ દેશમાં પણ હિન્દૂ રાજાઓ રાજ કરતા હતા. ત્યાં પણ હિન્દૂ સંસ્કૃતિ ફેલાયેલી હતી.

આ બંને સિંહ દ્વારો (ચિત્ર ૬) ભારત અને તુર્કી ના hittie સામ્રાજ્ય ને જોડે છે. સિરિયા પણ એવી જ સાંસ્કૃતિક રીતે ભારત સાથે જોડાયેલ છે. સિરિયા નો અર્થ થાય છે “સૂર્ય ની ધરતી”. ને ભગવાન સૂર્ય ના વંશમાં શ્રી રામચંદ્રજી નું અવતરણ થયું હતું.

વધુ આવતા અંકે… ક્રમશઃ
શ્રી Param Joshi સાહેબની દિવાલેથી..

સોર્સ:- ગૂગલ

જય શ્રી કૃષ્ણ…શ્રીસીતારામચંદ્રાર્પણમસ્તુ

।। જય શ્રિરામ।।

Standard

।।છંદ।।

ઊઠિયો કમર પીત કસ કસીય ,
લખમણ નિશિચર સામે ધસીય .
બોલિયો મુખથી જય જય રામ ,
આજ તો આમ નહીં કાં આમ .

હાલ્યો જ્યાં દંત દબાવી હોઠ ,
ખળભળ્યા લંક કાંગરા કોટ .
લીંધુ જ્યાં ધનુષ બાણ લખણેશ ,
રિપુમુખ ઢળી ગઈ ત્યાં મેશ .

થરથરી હ્રદે સુલોચના નાર ,
કરગરી કરીને હાહાકાર .
શ્યામ આ નહીં કંઈ કામ સહેલ ,
પિયુ છે ખરાખરીનો ખેલ .

મૂકી હઠ સ્વામી ઘર ભણી વળો ,
નકામું પુલશ્ય કુળ કાં દળો ?
દ્વાદશ વરસ આકરા જોગ ,
કિયો નહીં નારી નીંદરા ભોગ .

ઇન્દ્ર સમ નહીં, આ રામ અનુજ,
મોરસમ માનો કહિયું મુજ.
શરીર પર વેશ તપસ્વી જાણ ,
કરો મા નાહક તાણાવાણ .

ભ્રકુટી તનક પ્રથ્વી ભયભીત ,
ચળી જાય ત્રણે લોકનાં ચીત .
ડગમગે નાથ દશે દિકપાળ ,
સમંદર સહિત જાય પાતાળ .

લખણ બળ કરી બાત લખ બાર ,
નાઈ શિર પડી પદાંબુજ નાર .
સુણી નહીં નફટ કાન ઘનનાદ ,
કિયો ઈણે લખણ સામવો વાદ .

પેરીને કડી બગતરાં પોશ ,
અંગ પર ધરી આકરો રોશ .
કાળમુખ કરી ગયો હઠ કંથ ,
પરવર્યો પ્રલેકાળને પંથ .

કરીને લખણ સાથ પડકાર ,
શૂળ કર લઈ ધસ્યો તતકાળ .
લખણ જબ કિયો ધનુષટંકાર ,
ધ્રુવ ચળ ગ્યો નભ ધુંવાં ધાર .

કરી હઠ ઊઠ્યો અરી રો કાળ ,
ભુવન ચૌદહ કરી દઈ ભાળ .
દશે દિગ્ગજ દબાવ્યા દાંત ,
પૃથ્વીના તોય બંધ છૂટ જાત .

રવિના અસ્વ હાથ નવ રિયા ,
ગતાબોળ થઈ આથમી ગયા .
ખડેડી મેરુ મૂળથી ખસ્યો ,
ધડો ના રહ્યો સમંદર ધસ્યો .

ભૂલી ગ્યો શેષ રાખવું ભાન .
અબળાનાં સ્રવી ગયાં ઓધાન .
તપસ્વી ગયા આજ તપ છોડ ,
જુવે લખણેશ રાર કર જોડ .

નાહરો આજ હાથ ના રિયો ,
ભવાં સંગ મૂકી ભાગી ગિયો .
સરિતા વહેણનાં સવળાંય ,
આડાં અવળાં ગ્યાં ફંટાય .

વાનરા ચડ્યા ડાળની ટોચ ,
સુકાયાં ગળાં ને પડિયા શોષ .
હનુ સુગ્રીવ હિય હરખાય ,
ભડેવા લગ્યો રામ રો ભાય .

મેનકા ઉવર્શી મલકાય ,
ઝાંઝર છૂટી પગનાં જાય .
કહેતી સંવારીને કેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

ગણા મુખ કરત આવે ગેલ ,
હરિગુણ ગાન પડતાં મેલ .
કહે ઈમ શારદા ને શેષ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

કરે ગાંધર્વ કિન્નર ગાન ,
તંતુરી મૂકી દઈને તાન.
બોલ્યા માનવા મુખ બેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

ચાંરણા સિદ્ધ મુખથી ચવે ,
કરી લલકાર ને યું લવે :
બાહદુરા ધન્ય થારો બેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

નારદ વીણાનો કરી નાદ ,
સહુને કરતા આવે સાદ .
ખસી ગ્યો કમ્મરેથી ખેશ ,
જિયો લખણેશ ! જય લખણેશ !

ભીલડી સંગ ભોળે નાથ ,
રમંતા ભૂતડાંની સાથ .
મૂકી તાંડવ કહત માહેશ ,
જિયો લખણેશ ! જીયો લખણેશ !

લંક ગઢ તણા પાય હસમસ્યા ,
ખળભળ્યા કોટ કાંગરા ખસ્યા .
દશાનન સુણી લખણરી હાક ,
પડી ગઈ વીસે કાનમાં ધાક .

દબાવ્યો આજ છાંતીયે હાથ ,
નકી છે મેઘનાદની ઘાત .
કાળબળ રહે ન ઝાલ્યા કોય ,
હવે તો હોણી હોય સો હોય .

યહાં લછમન પર કૂદ્યો ધાય ,
રણ મધે મેઘનાદ નીશીરાય .
લછમને કિયો બાન સંધાન ,
કઠેઠી પણછ ખેંચિયો કાંન .

કીયો ! જય જયતી રામ રઘુવીર ,
તાકીને તુરત મારિયો તીર .
છુપ્પો જયમ શિવ પિનાક ત્રિશુલ્લ ,
ધરણી પર કિયો ચાટતો ધૂલ .

રણ મધે કિયો મરત મુખ રામ ,
ઈમ ઘનનાદ ગયો સુર ધામ .
દુંદુભિ બજાયો સુરરાજ ,
જય જય લખમણજી મહારાજ .

*।।છપ્પય।।*

જયતી જયતી લખણેશ ,
રઘુવર કાર્ય સુધારણ ,
જયતી જયતી લખણેશ ,
ભૂમિ સર ભાર ઉતારણ .
જયતી જયતી લખણેશ ,
સુર મુનિવર કે સહાયક .
જયતી જયતી લખણેશ ,
તું રઘુકુળ ભુવ નાયક .
સુખધામ શેષ દશરથ સતણ
મટી પીર મુનિ વૃંદકી ,
કર જોડ ´દાદ` કીરતિ કહત ,
જય હો સુમિત્રાનંદકી .

કવિશ્રી-: દાદ બાપુ

મોકલનાર :->

નારણભા રતન (ઝરીફ)
મઢાદ-મુળી

અભિમન્યુ – વિશે વાંચવા અને જાણવા જેવું..!!

Standard

અભિમન્યુ

અભિમન્યુએ મહાભારતના યુદ્ધમાં ભાગ લીધો અને મહત્વપૂર્ણ લડવૈયા જેમ કે કુમાર લક્ષમણ-દુર્યોધનનો પુત્ર અને બૃહદબળ-ઇક્ષ્વાકુ કુળનો કોશલનો રાજા.

યુદ્ધના ૧૩મા દિવસે, કૌરવોએ પાંડવોને ચક્રવ્યુહ(જુઓ. હિન્દુ પૌરાણિક યુદ્ધ કળા) ભેદવા માટે આહ્વાન આપ્યું. પાંડવોએ તે આહ્વાન સ્વીકાર્યું કેમકે તેઓમાં આ ચક્ર તોડવાની કળા અર્જુન અને શ્રીકૃષ્ણ બન્નેને આવડતી હતી.

પરતું તે દિવસે અર્જુન અને શ્રીકૃષ્ણને બીજે મોરચે સમસપ્તક સાથે લડવા વિવષ હતા. પાંડવોએ તે આહ્વાન પહેલેથી સ્વીકાર્યું હતું અને અભિમન્યુ સિવાય ચક્રવ્યુહ વિષે સૌ અજ્ઞાન હોવાથી,કમ સે કમ તે ચક્રવ્યુહ ભેદવાનું જાણતો હતો, આથી યુવાન અભિમન્યુને મોકલવા સિવાય અન્ય કોઇ રસ્તો પાંડવો પાસે ન હતો, અભિમન્યુ ચક્રવ્યુહ માં ન ફસાય તેની સુરક્ષા માટે બહાર નીકળતી વખતે પાંડવ ભાઈઓએ તેની સાથે રહેવાનો નિર્ણય કર્યો. એ વાતનું ધ્યાન રહે કે આ યોજના અર્જુન અને શ્રીકૃષ્ણના સુશર્માની સમસપ્તક સામે ના પ્રસ્થાન પછી ઘડાઈ હતી.

તે નિર્ણાયક દિવસે, અભિમન્યુ તેની કળાનો ઉપયોગ કરી સફળતાથી ચક્રવ્યુહના કોઠા તોડી પાડે છે. પાંડવ ભાઈઓ તેની પાછળ ચક્રવ્યુહમાં પ્રવેશ કરવા મથે છે, પણ સિંધુ નરેશ, જયદ્રથ, શિવના વરદાનનો ઉપયોગ કરે છે, જેના દ્વારા તે અર્જુન સિવાય અન્ય સૌ પાંડવ ભાઈઓને એક દિવસ માટે રોકી રાખવા સમર્થ છે. આમ, અભિમન્યુ સમગ્ર કૌરવ સેના સામે એકલો પડી જાય છે.

જ્યારે અભિમન્યુએ તેના સારથિને રથ દ્રોણ તરફ હંકારવા આદેશ આપ્યો ત્યારે ૧૬ વર્ષના તરુણને સારથિએ યુદ્ધ શરુ કરવા પહેલાં ફરી વિચાર કરવા જણાવ્યું. તેણે જણાવ્યું કે લાડકોડ અને ઐશોઆરામ વચ્ચે ઉછરેલ અભિમન્યુ યુદ્ધ કળામાં દ્રોણ જેટલો નિપુણ નથી. તે જણાવે છે કે અભિમન્યુ ખૂબ જ પ્રેમ, લાડ-કોડ અને આરામ વચ્ચે ઉછર્યો છે અને તે યુદ્ધ કળામાં દ્રોણ જેટલો નિપુણ નથી. જોરથી અટ્ટહાસ્ય કરી અભિમન્યુ તેના સારથિને કહે છે, “મારી સામે દ્રોણ કે આખી કૌરવ સેના શી વિસાતમાં છે, જ્યારે હું અન્ય દેવો સહિત ઐરાવત પર આરુઢ સાક્ષાત ઈંદ્ર સામે લડી શકું છું. અરે, વિશ્વ જેની વંદન, અર્ચના કરે છે તેવા સાક્ષાત રુદ્ર સામે પણ હું તો યુદ્ધ કરી શકું છું.”

મનમાં જરા પણ ખુશી વગર સારથિ તેને આગળ લઈ જાય છે. અભિમન્યુ ચક્રવ્યુહને તોડી પાડે છે. તેની પાછળ કલાકો સુધી ચાલેલા ભયંકર યુદ્ધમાં તે સામાન્ય લડવૈયા કે વીર યોદ્ધા સૌને એક સમાન રીતે હણતો જાય છે જેમકે હવાના વમળના માર્ગમાં આવતાં નાના છોડ કે મોટા વૃક્ષ સમાન રીતે ઉખડી પાડે છે. અભિમન્યુ દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સહિત અન્ય યોદ્ધાઓને એક્લાં લડતા હણતો જાય છે. તે સિવાય અશ્મકનો પુત્ર, શલ્યનો નાનો ભાઈ, શલ્યનો પુત્ર રુક્મરથ, દીર્ઘલોચન, કુંડવેધી, સુશેના, વસતિય, કૃથ અને ઘણાં વીર યુદ્ધાઓને તેણે મારી નાખ્યાં. તેણે કર્ણને એવી રીતે ઘાયલ કર્યો કે તેણે યુદ્ધ ભૂમિ છોડીને ભાગવું પડ્યું. અને દુશાસનને મૂર્છિત કરી દીધો અને અન્ય માણસોએ તેણે યુદ્ધભૂમિમાંથી બહાર લઈ જવો પડ્યો. પોતાના પુત્રના મૃત્યુની વાત સાંભળી દુર્યોધન ક્રોધાવેશમાં પાગલ થઈ ગયો અને ચક્રવ્યૂહુના તમામ યોદ્ધાને અભિમન્યુ પર આક્રમણ કરવા આદેશ આપ્યો. અભિમન્યુને નિશસ્ત્ર કરવાના તમામ ઉપાયોમાં નિષ્ફળ થતાં દ્રોણની સલાહ પર અભિમન્યુના ધનુષ્યને પાછળથી હુમલો કરી તોડી પાડ્યો. ટૂંક સમયમાં જ શસ્ત્ર વિહીન અભિમન્યુના રથ સારથિ અને ઘોડાનો નાશ કરવામાં આવ્યો. અને તેના લીધેલા શસ્ત્રો કામ ન આવ્યાં. અંતે તેણે બાણ વરસાવતાં દુશ્મનોનો ઘોડા હાથી પર બેસીને રથના પૈડાંને પોતાને ઢાલ બનાવીને તલવાર લઈ યુદ્ધ કરતો રહ્યો. દુશાસનનો પુત્ર તેની સાથે મલ્લયુદ્ધમાં ઉતરી પડ્યો. યુદ્ધના તમામ નિયમોને ભૂલી સૌ કૌરવો તેના એકલાની સામે લડવા માંડે છે. જ્યાં સુધી તેની તલવાર અને રથનું પૈડું તૂટી નથી જતું ત્યાં સુધી તે લડત ચાલુ રાખે છે. છેવટે એક્પણ શસ્ત્ર ન રહેતાં દુશાસનનો પુત્ર ગદા વડે તેનું મસ્તક કચડી નાખે છે. એમ કહેવામાં આવે છે અભિમન્યુના મૃત્યુ પછી યુદ્ધમાં નિયમોને વળગી રહેવાનો અંત આવ્યો. જે ક્રૂર અને નિયમભંગ વડે અભિમન્યુને મારવામાં આવ્યો તે વર્ણવી અર્જુનને કર્ણ વધ માટે પ્રેરિત કરે છે. દ્રોણાચાર્યની હત્યા કરવા માટે પણ આજ કારણ બતાવાય છે. કોઈ કહે છે આ માત્ર આ યુદ્ધના જ નિયમભંગ નહી પણ પછીના નિયમોવાળા યુદ્ધોનો જ અંત થયો.

અભિમન્યુ ચંદ્રદેવના પુત્ર વર્ચસનો અવતાર હતો. જ્યારે અન્ય દેવોએ તેના પુત્ર વર્ચસને પૃથ્વી પર અવતરવાની વાત કરી ત્યારે ચંદ્રદેવએ માત્ર ૧૬ વર્ષ પૃથ્વી પર રહેવાની પરવાનગી આપી કેમકે તેથી વધુ સમય તેઓ તેનાથી અલગ ન રહી શકે. અભિમન્યુ યુદ્ધમાં મૃત્યુ પામ્યો ત્યારે ૧૬ વર્ષનો હતો.

મહાભારત યુદ્ધના પછી તેનો પુત્ર પરીક્ષીત એક માત્ર કુરુ વંશજ જીવંત રહ્યો અને પાંડવ કુળ આગળ ચલાવ્યું. અભિમન્યુને હમેંશા પાંડવ પક્ષના મહાન લડવૈયા તરીકે જોવામાં આવતો જેને સ્વેચ્છાએ પોતાના પ્રાણોની આહુતી આપી.

અભિમન્યુ પર થયેલ છળ અને ક્રૂરતાના સમાચાર અર્જુનને સાંજે મળ્યાં અને ત્યાંજ તેણે પ્રતિજ્ઞા કરી કે તે બીજે દિવસે સૂર્યાસ્ત પહેલા જયદ્રથની હત્યા કરશે તેમ ન થાય તો તે તુરંત અગ્નિ સ્નાન કરશે. બીજે દિવસે કૌરવો જયદ્રથને અર્જુનથી સૌથી દૂર રાખે છે અને સંસપ્તક(જેને યુદ્ધભૂમિ માં યાતો વિજયી અથવા મૃત જ નીકળવાનું વરદાન છે) સહિત સર્વ લડવૈયાઓને અર્જુનને રોકવામાં લગાવી દેવામાં આવે છે. અર્જુન બીજે દિવસે કૌરવ સેનાને ચીરતો હજારો લાખો લડવૈયાને એકજ દિવસમાં મારી નાખે છે. સૂર્યાસ્ત નજીક હોવાં છતાં અર્જુનનો રથ ક્યાંય જયદ્રથની નજીક નથી પહોંચતો. અર્જુન પોતાની નિષ્ફળતા જોતો દુ:ખી થઈ જાય છે અને માનસિક રીતે પોતાને અગ્નિસ્નાન માટે તૈયાર કરે છે. કૃષ્ણ સર્વ શક્તિમાન હોવાથી તાત્પુરતુ સૂર્ય ગ્રહણ રચે છે. કૌરવો અને પાંડવો સૌ માને છે કે સૂર્યાસ્ત થઈ ગયો અને યુદ્ધના નિયમ અનુસાર યુદ્ધ બંધ થાય છે. બંનેં તરફના લોકો અર્જુનનો અગ્નિદાહ જોવા ભેગા થયાં. અર્જુનનો અગ્નિદાહ જોવા જયદ્રથ પણ ઉતાવળે આગળ આવી ગયો. કૃષ્ણએ પોતે રચેલી સ્થિતીનો ફાયદો જોઈ સૂર્યને ગ્રહણમાંથી બહાર આવે છે. કૌરવો સ્થિતીને સંભાળે તે પહેલાં જ કૃષ્ણ અર્જુનને પોતાનું ગાંડીવ સંભાળી ને જયદ્રથનો વધ કરવા જણાવે છે. અર્જુનના અચૂક બાણ જયદ્રથને નિહત્થો કરી દે છે અને તેના જયદ્રથને સૂર્યાસ્ત પહેલાં મારી અભિમન્યુની હત્યાનો બદલો લેવાનું કાર્ય પૂર્ણ થાય છે. સૂર્યગ્રહણ રચવાનું કારણ ઘણી જગ્યાએ અર્જુનને બચાવવા માટેની યોજના બતાવવામાં આવે છે કેમકે જયદ્રથને તેના પિતા દ્વારા વરદાન મળ્યું હતું કે જેના દ્વારા જયદ્રથનું માથું જમીન ઉપર પડશે તેનું તત્કાળ મૃત્યુ થશે. આથી જણે કરીને કૃષ્ણએ અર્જુન દ્વારા જયદ્રથનું નિશાન આસાનીથી સધાય અને તેનો જીવ ન જોખમાય એ ઉદ્દેશ્યથી આ સ્થિતિ નિર્માણ કરી. અર્જુનએ જયદ્રથનું માથું એવી કળાથી ઉડાવ્યું કે જેથી તે ઉડીને સીધું તેના પિતાના ખોળામાં જઈ પડે જેઓ વૃક્ષ નીચે બેઠા હતાં. ખોળામાં કંઈક પડેલું જોઈ તેના પિતા ચોંકી ઉઠ્યા અને ઊભા થઈ ગયાં.આમ કરતાં જયદ્રથનું માથું જમીન પર પડી ગયું અને તત્કાળ તેમનું મૃત્યુ થયું.

શશિરેખા બલરામની પુત્રી હતી. બલરામને દુર્યોધન પ્રત્યે કુણી લાગણી હતી. તેઓ પોતાની બહેન સુભદ્રાને અર્જુનને બદલે દુર્યોધનને પરણાવવા માંગતા હતાં. આ વાતને જાણતા કૃષ્ણએ સુભદ્રાનું હરણ કરાવી પરણાવી દીધાં. આ જ સંજોગ ફરી પુનરાવર્તન પામ્યાં. લક્ષ્મણ દુર્યોધનનો પુત્ર હતો. હવે બલરામ તેની પુત્રી શશિરેખાના વિવાહ અભિમન્યુને બદલે લક્ષમણ સાથે કરવા માંગતા હતાં. માટે કૃષ્ણએ અભિમન્યુ અને સશિરેખાને ઘટોત્કચ્છની સહાયતા લેવા સૂચવ્યું. ઘટોત્કચ્છે સશિરેખાનું અપહરણ કર્યું અને અભિમન્યુ સાથે તેને પરણાવી દીધી.

ઉત્તર તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશની દ્રૌપદી જાતિ પરથી અભિમન્યુના દાનવીય ગુણોની માહિતી મળે છે. તેમની વાયકા અનુસાર કૃષ્ણ અભિમન્યુના અગુણોને જાણતા હતાં માટે જ પોતાની બહેનનો પુત્ર હોવા છતાં તેમણે તેને ચક્રવ્યૂહમાં એકલો પડાવી દ્રોણના હાથે મરાવ્યો. દુર્વાસા ઋષિના શ્રાપને કારણે આ જન્મે તે રાક્ષસ બન્યો. પૂર્વ ભવમાં તે રામના મહેલનો દ્વારપાળ હતો અને તેણે દુર્વાસા ઋષિને અંદર જવા અનુમતિ ન આપી આથી ક્રોધે ભરાયેલ દુર્વાસાએ તેને આગલા જન્મમાં રાક્ષસ તરીકે જ્ન્મવાનો શ્રાપ આપ્યો. કૃષ્ણની અભિમન્યુના મૃત્યુ થવા દેવાની ઈચ્છાનું કારણ એ ન હતું કે તે રાક્ષસ હતો પણ તે એકલો સમગ્ર કૌરવ સેનાનો નાશ કરવા સક્ષમ હતો, જો તે તેમ કરે તો પાંડવ ભાઈઓની પ્રતિજ્ઞા પૂરી ન થાય તેમ હતું.

એક અન્ય આવૃત્તિ અનુસાર માયકલ મધુસુદન દત્તના કાવ્ય મેઘનાદવધના પરિશિષ્ટ અનુસાર અભિમન્યુનો જન્મ એક અન્ય શ્રાપને કારણે થયો. આ વાર્તા અનુસાર ચંદ્રદેવ ગર્ગ ઋષિને પૂરતું સંરક્ષણ ન પાડી શક્યા આથી તેમણે ચંદ્રને અભિમન્યુ રૂપે પૃથ્વી પર જન્મવાનો શ્રાપ આપ્યો. આમ અભિમન્યુ એ શ્રાપિત ચંદ્રદેવ જ છે. ચંદ્ર દેવના માફી માંગવાથી ગર્ગ ઋષિએ શ્રાપની અવધિ ૧૬ વર્ષ કરી ને યુદ્ધમાં તેનુ મૃત્યુ થશે તે પછી તે સ્વર્ગમાં પાછો જઈ શકશે.

લેખક : અજ્ઞાત

આવા ટેકિલા ભાયાતોથી જ હું ઉજળો છું..!!

Standard

આવા #_ટેકિલા_ભાયાતોથી_જ_હું_ઉજળો_છુ

‘ઘડીક થંભો. હું મારા જીભનું ટેરવું કાપી લઉ. પછી ગળામાં કાણું પાડી દઉં. પછી મોજથી તમારા હાથની રત્નજડિત પ્યાલી હું મોઢામાં મૂકીશ.’

તેદી જામનગર માથે જામ વિભાજીનાં બેસણાં હતા. જોરાવર ભુજવબળે વિભો જામ હાલરા હાકેમ તરીકે પંકાયેલો હતો. દિલના ઓલદોલ આદમીની સુવાસ સૌરાષ્ટ્રના ચારેય છેડા ઉપર ફરી વળી હતી.

આવો વિભોજામ દરબાર ભરીને બેઠો છે. દરબારમાં વિજયાદશમીનો ઉત્સવ ઉજવાઇ રહ્યો છે. સુભટ્ટો, સામંતો, પશવતો અને નગરજનોથી ડાયરો હડકેઠઠ થઇ ગયો છે. સૌ આનંદના હિલોળામાં છે. કસૂંબો ઘૂંટાય છે અને સામ સામા ધ્રોબા દેવાયછે.

બરાબર આવા મોકે જામનગરના ભાયાત અને લોધીકાના ઠાકોર અભયસિંહજીએ દરબારમાં પગ દીધો.
‘આવો આવો ઠાકોર’ બોલીને ખુદ વિભા જામે આદર દીધો. ડાયરો વીધીને અભયસિંહે હાલારના હાકેમને ખભે હાથ મૂકી અદકેરાં માન દીધાં, પછી એકબીજાના ખબર અંતર પૂછ્યાં. અભયસિંહે ડાયરામાં બેઠક લીધી.
ડાયરામાંથી રાઘવ વજીરે ઉભા થઇને પિયાલી ઠાકોર અભયિસંહ સામે ધરી.

એ જોઇને ઠાકોર ખડખડ હસી પડયાં, પછી બોલ્યાં : ‘વજીરજી, હું કસંબો નથી પીતો.’ એ સાંભળીને આખો ડાયરો ઘડી પહેલાં ઠાકોર હસી પડયા હતા એમ ખડખડ હસી પડયો, એની વચ્ચે રાઘવ (વજીરે) પોતાનો આગ્રહ જારી રાખતાં કહ્યું :

‘અરે ઠાકોર, આજ વિજયાદશમી… તમે જામના દરબારમાં જામેલો ડાયરો હું જામનગરનો વજીર ઊઠીને આગ્રહ કરૃં છું.’ ‘ વજીરજી, હું બધી વાતું જાણું છું પણ…’ કહીને અભયસિંહજી અટકી ગયા. ‘અરે પણ ને પણ આજ તો ભલે થઇ જાય.’ ‘ઇ નઇ બને. લાખ વાતેય નઇ બને.’

અભયસિંહનો ચોખ્ખો નનૈયો સાંભળી રાઘવ વજીરને પગથી માથા સુધી લાગી ગઇ ભર્યા ડાયરામાં મારૃં અપમાન. પણ મુત્સદી વાતને ગળી ગયો. પિયાલી સહિત ખુદ વિભાજામ પાસે પહોંચ્યો અને કહ્યું.
‘બાપુ’ ‘બોલો વજીરજી’ ‘ઠાકોરની મેમાનગતી તમે ખુદ કરો’ ‘કાં’ ‘હું નાનો પડયો’ વિભાજામ સમજી ગયા કે રાઘવ ભલે વજીરપદે હોય પણ કદાચ ઠાકોર અભયસિંહને એના હાથે કસંબો પીવામાં નાનમ લાગતી હશે. હું જ પાઉ. ગમે એવડી ઠકરાત. પણ જામનગરના ભાયાત-એક પંડયનાં બે બાવડાં.

જામ વિભાજીએ પોતાની પાસે ખાલી પડેલી રત્નજડિત પ્યાલી ભરી હાથમાં લીધી. આખા ડાયરાની મીટ રત્નજડિત પિયાલીના ઝળહળતાં રત્નો ઉપર મંડાઇ ગઇ. છલોછલ ભરેલી પ્યાલી હાથમાં લઇને વિભો જામે ભાયાતની મહેમાનગતી કરવા ખુદ સિંહાસન ઉપરથી ઉભા થઇ હાકલ દીધી.

‘ઠાકોર..પધારો..’ ઠાકોર અભયસિંહ ઊઠીને જામ વિભાજી સામે આવીને ઊભા. ‘લ્યો ઠાકોર ! જામનગર તમારૃં સ્વાગત કરે છે’ ‘મારા માથા ઉપર.’ ‘એમ નઇ. લ્યો પીઓ.’ ‘ઇ નઇ બને.’ ‘કાંઇ વાંધો ?’ ‘ભાથું માટે માથું દેવા સાબદો છું, પણ કસંબો નઇ.’ ‘ઠાકોર કોણ છે જાણો છો.’ વચ્ચે રાઘવ વજીર બોલ્યા એટલે ઠાકોરે કહ્યું.

‘જાણું છું, વજીર મારા માથાના મુકટમણિ છે.’ ‘ઇ બધી વાતું તમે ”પછમ્ના પાદશાહ”નો હાથ પાછો ઠેલો છો.’
ઠાકોર અભયસિંહ રાઘવ વજીરની મકસદ સમજી ગયા કે પોતાને હાથે કસુંબો ન પીવાના અપમાનનો બરાબર બદલો લઇ રહ્યાં છે..! મુત્સદ્દી માણસની ગણતરીનો પાર અભયસિંહ પામી ગયો કે જો જામ વિભાજીનું માન રાખવા કસંબો કડવો કરીને પી જાઉ તો મારી પ્રતિજ્ઞાા તૂટે અને ન પીઉં તો જામનગર અને લોધીકા વચ્ચે અણ બનાવની આડ ઉભી થાય.

શું કરવું કુટુંબમાં કલેશનાં બી વાશે. ટેક તો છોડવી નથી. પળવારમાં વિચારી ઠાકોર અભયસિંહે ભેદમાં સુવર્ણ મૂઠે શોભતી અને મખમલના મિયાને મઢેલી કટારી કાઢી વિભા જામને કહ્યું :

‘બાપુ ! આ જીભે કસંબો ન અડાડવાનો મેં કોલ કીધો છે અને આપનો હાથ પાછો ઠેલવા માગતો નથી. હું રજપૂત છું. દીધેલું વચન મારાથી ઉથાપાય એમ નથી. તમે મારા મુકટમણિ છો. તમારૃં અપમાન ડાયરામાં થાય જ નહિં.’

‘ઘડીક થંભો. હું મારા જીભનું ટેરવું કાપી લઉ. પછી ગળામાં કાણું પાડી દઉં. પછી મોજથી તમારા હાથની રત્નજડિત પ્યાલી હું મોઢામાં મૂકીશ.’ બોલી ઠાકોરે મિયાનમાંથી કટારી કાઢી કે વિભા જામ ઠાકોરનો હાથ પકડી ભેટી પડયા. પિયાલીનો ઘા કરી દીધો.

‘રંજ રાજપૂત તારી ટેક, આવા ટેકીલા ભાયાતોથી જ હું ઊજળો છું.’
પોસ્ટ બાઇ – જયુભા ઝાલા
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

“ગુજરાત નો રક્ષક” (ભાગ – ૧)

Standard

“ગુજરાત નો રક્ષક” (ભાગ – ૧)
‘સર્વેશ્વર’

*મહામંડલેશ્વર 1008 લવણપ્રસાદ દેવ*
(ઇ.સ. 1152 થી ઇ.સ. 1242)
———————————————–
“આથમતા સૂકાળનો, (તે) ભાલે ભરાવ્યો ભાણ;
ધવલગઢ કેરા રાણ, (તુને) લખવંદુ લવણપ્રસાદજી.”
— અજાન.
ભાવાર્થ: ગુજરાતના સુવર્ણકાળ રૂપી સૂર્ય અથમવા જઈ રહ્યો હતો ત્યારે હે ધોળકા (ધવલગઢ) રાણા તમે પોતાના બહુબલ અને પરાક્રમ રૂપી પ્રિય શસ્ત્ર ભાલાથી જાણે એ સૂર્યને આથમતો રોકવા ત્યાંને ત્યાંજ જડી દીધો એવા પૂર્વજ લવણપ્રસાદજીને અજાનના લાખો વંદન છે…

ધોળકાના મહામંડલેશ્વર અર્ણોરાજ અને મહારાણીની કુખે લલુણીનદીના કિનારે વિહાર દરમિયાન લવણપ્રસાદજીનો જન્મ અંદાજીત ઇ.સ.1152માં થયો હોવાનું અનુમાન છે. લુણીનદી ના કિનારે જન્મ થયો હોવાથી લુણીનો પ્રસાદ માની લવણપ્રસાદદેવ નામ રખાયું.
વિદેશી આક્રાતાઓ એ આ મહાન વ્યક્તિત્વોની કીર્તિ નષ્ટ કરવાના પૂરતા પ્રયત્ન રૂપે એમના શિલાલેખો, અભિલેખો, સ્થાપત્યો નષ્ટ કરવામાં કોઈ કસર બાકી રાખી નહીં પણ અફસોસ તો એવતનો છે કે અમુક આપડા જ ઇતિહાસકારોએ આવા મહાન પાત્રો સાથે ખૂબ અન્યાય કર્યો છે, અમુક લેખકોએ આ મહાન રાજા કરતા એમના મંત્રીઓને મહાન બતાવ્યા, ધર્મ,જાતિવાદ પણ આવા મહાન પાત્રોની ઉપેક્ષા પાછળ કારણ ભૂત હોઈ શકે, અને એ પછીનો ઇતિહાસ એ જે લખી ગયા એ ઇતિહાસકારોનું જાણે થુકેલું ચાટનારો નો કોપીપેસ્ટ ઇતિહાસ દા. ત. ઝવેરચંદ મેઘાણીનું ‘ગુજરાતનો જય’, પણ આવા વિરોની કીર્તિ એવી હતી કે અભિલેખો, તામ્રપત્રો, દાનપત્રોના ઉલ્લેખોનો આધાર લેવા આ વિરોનો કીર્તિવંત ઇતિહાસ ઉલેખિત કરવો પડ્યો હશે. આ મહાન યોદ્ધાવિષે ઇ.સ.1896માં જેમ્સ મેકનોબ કેમ્પબેઇલ દ્વારા સંપાદિત ગુજરાત ગેઝેટીયરનું ‘હિસ્ટ્રી ઓફ ગુજરાત’ના પાર્ટ-3 માં “the Vaghelas”, ક.માં. મુન્શીનું ‘ધ ગ્લોરી ઓફ ગુજરાતદેશા’, અઢળક જૈન પ્રબંધો, સહિત અસંખ્ય સાહિત્ય સાથે ગુણવંતરાય આચાર્યની ઐતિહાસિક નવલ ‘સર્વેશ્વર’ તો છે જ પણ સોમેશ્વર કૃત ‘કીર્તિ કૌંમૂદી’ અને વિશેષ કોઈ અજ્ઞાત કવિ દ્વારા રચિત ‘હમ્મીર મર્દન’ મહાકાવ્ય આ ગુજરાતના રખેવાળ પિતા -પુત્ર લવણપ્રસાદદેવ અને વીરધવલ વિશે લખાયું છે, સિવાય ઘણા બધા આધારો છતાં અફસોસ આ ગુજરાતના રક્ષક મહાન યોદ્ધાઓના ઇતિહાસ પર પ્રકાશ ન પડયો. ઉપર જણાવ્યા મુજબના આધારોના અભ્યાસ બાદ આ શૌર્યવાન મારા પૂર્વજ છે એટલે જ નઈ પણ એક મહાન ઐતિહાસિક પાત્રને થોડો ન્યાય અપાવવા હકીકતનો નિચોડ રજું કરું છું .
વ્યઘ્રદેવના ચોથા નંબરના પુત્ર સુરતદેવ ગુજરાત આવ્યા ત્યારે મહારાજ દુર્લભરાજ દ્વારા ફટાય ભાગે ભીમપલ્લી સહિત 10 ગામ જીવાયમાં આપ્યાં વ્યઘ્રદેવના પુત્રના અધિકારમાં હોઈ ભીમપલ્લી વ્યઘ્રપલ્લી તરીકે ઓળખવા લાગયું સમયાંતરે વાઘેલ ગામ તરીકે હાલમાં પણ હર્યુંભર્યું ગામ છે, આમ મહારાજ દુર્લભરાજ થી સમ્રાટ સિદ્ધરાજ સુધી વાઘેલાઓ પાટણના વ્યઘ્રવલ્લી સ્થિત મંડલિક એટલે કે મંડલેશ્વર હતા પણ મંડળેશ્વર અનકદેવના પુત્ર અર્ણોરાજ અને સમ્રાટ મહારાજ કુમારપાળ માસિયા ભાયું હોઈ કુમારપાળે ધોળકાનું મહા મંડળ આપી અર્ણોરાજને મહામંડલેશ્વર સ્થાપ્યા જેના પુત્ર તરીકે લવણપ્રસાદ નામના મહાપરાક્રમી યોદ્ધાનું અવતરણ થયું. આ લવરમુછીયા યુવાન નું શૌર્યતો જગતે ત્યારે જોયું જ્યારે મોહમ્મદ ઘોરીએ વિશાલ સૈન્ય સાથે ગુજરાત પર આક્રમણ કર્યું, રાજમાતા નાયિકાદેવીના પુત્ર બાળ મૂળરાજના શાશનમાં ઇ.સ.1178 માં આબુનો મહાભયંકર સંગ્રામ ખેલાયો જેની નોંધ માત્ર ગુજરાતનાં ઇતિહાસે જ નઈ પણ ભારતના ઇતિહાસે લીઘી(પણ શું કારણ હશે કે જે મહમ્મદ ઘોરી એ મુસ્લિમ શાશનનો પાયો ગુજરાતમાં નાખ્યો એવા અત્યન્ત બળશાલી અને ક્રૂર શત્રુને હરાવી રાષ્ટ્રની રક્ષા કરનાર આ વિરોના આ ભવ્ય ઇતિહાસને જોઈ એવો ઉજાગર કરવામાં ન આવ્યો??) આ યુદ્ધના ખરા નાયક હતા લવણપ્રસાદ મહામંડલેશ્વર કે જેમણે તરકડાને જોતા અખોમાં ક્રોધના અંગાર ભરી બે હાથમાં આયુધ ધરી ક્ષત્રિય કુળ દિપાવતા રણસંગ્રામમાં તરકડાનો એવો તે સહાર કર્યો કે લાખોનું સૈન્ય એક દિવસમાં પહાડોની કોતરોમાં આમતેમ ભાગવા લાગ્યું મુહોમ્મદ ઘોરીને પકડી જ્યારે રાજમાતા નાયિકદેવીના ચારણોમાં જુકાવવામાં આવ્યો ત્યારે ઘોરીની ગરદન પર જે સમશેર હતી એ (“હમ્મીર મર્દન” મહાકાવ્ય મુજબ અને સવંત. 1311ની ડભોઇ પ્રશસ્તિ/શિલાલેખ મુજબ) મહામંડલેશ્વર લાવણપ્રસાદજીની જ હતી. પણ એ ઘોરીને બંદી બનાવી લઈ દીપાવલીના ઉત્સવ દરમિયાન અન્ય કેદીઓ સાથે છોડી મુકાયો જે ભારતના ઇતિહાસની ભયંકર ભૂલ સાબિત થઈ, આવા મહાન યોદ્ધાનું અદ્વિતીય પરાક્રમ જોઈ મહારાજાધિરાજ ભીમદેવ દ્વિતીય જ્યારે ગાદીપર બેઠા ત્યારે લવણપ્રસાદજી મહામંડલેશ્વરને રાણા અને ગુજરાતના રક્ષક તરીકે ‘સર્વેશ્વર’ કહી નીમ્યા. અને એમના નવજાત રાજકુમાર વિરધવલને ગુજરાતના યુવરાજ ઘોષિત કર્યા. પણ ઇર્ષાળુઓ અને રાજના કાવાદાવાથી બચાવવા વીરધવલ અને રાણી મદરાગણીને ગુપ્ત રીતે પોતાના બહેન અને બનેવી દેવરાજ ચૌહાણ(પટ્ટકીલ)ને ત્યાં મોકલી દીધાં, (પોતે પ્રખર શિવ ઉપાસક હોઈ અન્ય ધર્મના લેખકો એ એમના ઇતિહાસને ખૂબ જ વિચિત્ર ચિતર્યો હોવાનું સ્પષ્ટ જણાય છે એમ મુન્શીજી નોંધે છે.) અને આ મહામાનવે પોતાને આજીવન ગુજરાતનો સેવક કહી પોતાનો પુત્ર આજીવન ગુજરાતની ગાદી પર નહીં બેસે અને ગુજરાતના સિંહાસનની રક્ષા કરશે એવું વ્રત લીધું અને પાળ્યું જીવ્યા ત્યાંસુધી, ગુજરાતની ગાદીપર વિરધવલ ને બદલે ત્રિભુવનપાળને બેસાડી ભીષ્મની જેમ ગુજરાતના સેવક રક્ષક બની રહ્યા, ધારે તો પોતે ગુજરાતના સિંહાસન પર બેસી શક્યાં હોત પણ ક્ષાત્રગુણે સિંહાસનને વફાદાર રહ્યા, પોતાના 90 વર્ષના જીવન કાળ દરમિયાન અસંખ્ય યુધ્ધો લડ્યા એમ નું એક યુદ્ધ ગુજરાત-અજમેરનું હતું આ યુદ્ધમાં અનુભવી વીર લાવણપ્રસાદે કાળો કેર વર્તાવ્યો અને સમરંગણમાં સોમેશ્વરચૌહાણનું શીશ ધડથી અલગ કરી ગુજરાતનો દિગ્વિજય કર્યો (ચંદ બરદાઈ દ્વારા એવું લખવામાં આવ્યું છે કે બાદમાં પિતાનો બદલો લેવા પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર આક્રમણ કરી ભીમદેવ અને લવણપ્રસાદ નો વધ કર્યો, પણ તરાઈ ના દ્વિતીય યુદ્ધ ઇ.સ. 1192 બાદ પણ ભીમદેવ અને લવણપ્રસાદ બંને જીવતા હોવાના પ્રખર પુરાવા સાથેનો ઇતિહાસ મોજુદ છે), એમના જીવનનું ચોથું મહા ભયંકર યુદ્ધ એમણે પોતાના પુત્ર વીરધવલ સાથે મળી ત્યારે ખેલ્યું જ્યારે પોતાનું ‘રાજલક્ષ્મી સ્વપ્ન’ પૂર્ણ કરવા મહાવીર વીરધવલ ઉપરવટ પર પલાણ માંડી સૌરાષ્ટ્રના સ્વતંત્ર થવાના સપના સેવતા મંડલિકોને દંડવા દિગ્વિજયે નીકળ્યા હતા. એ સમયનો લાભલઈ દક્ષિણ સ્થિત દેવગીરીના યાદવ સિંઘણે વિશાલ સેના સાથે ગુજરાત પર આક્રમણ કર્યું, સામે લવણપ્રસાદજી અને વીરધવલ વિશાલ સેના લઈ ને ગયા, એમની સાથે યુદ્ધમાં રોકાયા હતા એ પરિસ્થિતિનો લાભલઈ પાંચ મારવાડી રાજાઓ કે જે ગુજરાતના મંડલિક હતા એમણે સ્વતંત્ર થવાની લાલચે વિદ્રોહ કરી દીધો, એમા 1. જાલોરના ઉદયસિંહ ચૌહાણ, 2. આબુના સામંતસિંહ, 3. ગોડવાડના ધાંધલદેવ, 4. મેવાડના રાણક જેત્રસિંહ, અને 5. લાટનો મંડલિક શંખ હતા. પણ આ પિતા-પુત્ર એ સાત દિશાએથી થયેલ આક્રમણ સામે એવું તે યુદ્ધ કર્યું કે સિંધણ પોતાના સૈન્યની ખુવારી જોઈ સંધિ કરવા મજબૂર થયો અને તેને વીરધવલે સિંધણને ગુજરાતનો મંડલિક નિમ્યો, એથી ઓલ્યા પાંચ મારવાડી રાજાઓ યુદ્ધ છોડી ભાગ્યા અને પાછા આવ્યા નહીં એના વિશે સોમેશ્વર નોંધે છે કે “સિંહ ન હોય તો પણ જે સિંહ નો રસ્તો હોય ત્યાં હરણો પાછા ફરકવાની હિમ્મત કરતા નથી.”
આમ આવા બળિયા શત્રુઓ પર વિજય મેળવી ગુજરાતના સીમાડા વધારનાર અને આજીવન એની રક્ષા કરનાર આ મહાવીર લવણપ્રસાદ દેવ (મોટી ઉંમરે વીરધવલના કૈલાશવાસ બાદ) અંદાજીત 100 વર્ષની ઉંમરે સન્યાસ લઈ શિવભક્તિમાં લિન પોતાના દેહનો ત્યાગ કર્યો.
લિખિતન : વાઘેલા ધર્મરાજસિંહ જે. (છબાસર).