Tag Archives: Vaghela

વિસનગર નામ વીસલદેવ રાજાના નામ પરથી પડયું છે.

Standard

.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ll વીસનગર મહેસાણા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વીસનગર આ તાલુકાનું મુખ્ય મથક છે. વિસનગર નામ વીસલદેવ રાજાના નામ પરથી પડયું છે. ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની શરુઆત એમ.એન. કૉલેજથી થઈ. તેથી તેને “રણની રાણી” કહેવામાં આવે છે. જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત કવિશ્રી વી. કે. ગોકાક આ કોલેજના પ્રાચાર્ય રહી ચૂકયા છે. રંગભૂમિના નટ સમ્રાટ જયશંકર “સુંદરી” આ સંસ્કાર નગરીનું સંતાન. સહકારી કાર્યકર સાંકળચંદ પટેલની આ કર્મભૂમિ છે. શિક્ષણ ઊપરાંત વિસનગર ધંધાનું મોટું ધામ છે. તાંબા-પીત્તળનાં ઘાટનાં વાસણો માટે તે ખ્યાત છે. આનર્તપુર, આનર્તનગર, વૃન્દનગર કે કેવળ નગર તરીકે ઓળખાયું. વડનગરની બિલકુલ પાસે વીસનગર હોવાથી વડનગરની ઐતિહાસિકતા વીસનગરને ગળી ગઈ. આને કારણે વીસનગર પ્રાચીન હોવા છતાં તેની સ્થાપના છેક વાઘેલા કાળમાં થઈ એવી માન્યતાને પ્રબળ સમર્થન મળ્યું એટલું જ નહિ ફાર્બસ જેવા વિધ્વાનો તો સત્ય તરીકે તેનો સ્વીકાર કર્યો. આનું કારણ વીસનગરની પ્રાચીનતા સિધ્ધ કરવા માટે મળતા આધારોનું દારિદ્રય છે.

વીસનગર સંબંધિત સાહિત્‍િયક આધારો તો પાછળના કાળમાં ઉપલબ્ધ થયા પરંતુ વીસનગરની આસપાસના વિસ્તારોમાં પેઢામલી, આગલોડ, હડાદ, રામપુર જેવાં ગામોમાંથી પુરાવિદ રોબર્ટ બ્રુશફૂટે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં આદ્યપાષાણ યુગના અવશેષો શોધી કાઢતાં પ્રસ્થાપિત માન્યતામાં પરિવર્તન કરવું જરૂરી બન્યું. ત્યારબાદ આઝાદી પછી ભારતીય તજજ્ઞોએ પણ વાલમ, તરભ, ખંડોસણ અને વલાસણામાંથી આવી વસાહતો શોધી કાઢી. અત્યારના વીસનગરનું ઉપનગર કાંસા પણ કાંસ્ય યુગની આવી વસાહતનું સૂચન કરે છે. વીસનગરનું પ્રાચીન કાળમાં અસ્‍િતત્વ હતું એવા અવશેષીય આધારો વીસનગરમાંથી જ ઉપલબ્ધ થાય છે. જેમાં મહાકાળેશ્વર મંદિરના પ્રસ્તરો, મૂળમંદિરનાં કીર્તિમુખ અને કીચકો, મંદિરના પરિસરમાંનું અર્ધપર્યુકાસન શિલ્પ, દેળિયા તળાવની પાળનો છેદ, પિંડારિયા તળાવનાં ગળનાળાંના કેટલાક થરો અને તેની આસપાસ વેરાયેલાં ઠીકરાં નોંધપાત્ર ગણાય.

અંગ્રેજોની છત્રછાયા નીચે યાગકવાડનો શાંતિપૂર્ણ રાજય અમલ શરૂ થયો અને વિસનગરની સર્વાંગી પ્રગતિનાં મંડાણ થયાં. ઈ.સ. ૧૮૭૪ માં ગુજરાતી શાળા, ૧૮૮રમાં એ.વી. સ્કૂલ, ૧૮૮૬માં ઉદ્ર શાળા અને ૧૮૮૭માં કન્યા શાળા તેમજ અંત્યંજ શાળા સ્થપાઈ. આ બધી શૈક્ષાણિક સંસ્થાઓનો મૂળભૂત ઉદેશ અંગ્રેજ વહીવટી તંત્રને કારકુનો પૂરા પાડવાનો હતો તેથી આ યુગમાં વિસનગરાઓ મુખ્યત્વે રેલવે અને પોસ્ટખાતામાં દેખાય છે. એ જ રીતે ૧૮૮૭માં વિસનગર વિસ્તારના સ્વાતંત્રપ્રિય ઠાકોરોના અંતરિયાળ પ્રદેશમાં તારંગા સુધી જતી રેલવે સ્થાપવાનો મુખ્ય ઉદેશ તો ૧૮પ૭ વખતે ત્યાં થયેલ સભાઓ ઉગ્ર બને તો થોડીક્ષણોમાં લશ્કરને ઠાલવવાનો હતો. આમ છતાં કેટલીક સ્તુત્ય પ્રવૃતિઓ થઈ. ઈ.સ.૧૮૭પમાં સુધરાઈ, ૧૮૮૩માં દવાખાનું અને ૧૮૮૪માં જનરલ લાયબ્રેરીની સ્થાપનાએ પ્રજામાં ઘણાં ક્ષેત્રોમાં ઉપકાર કર્યો હતો.

ઈ.સ. ૧૯૦૬માં ગાયકવાડે કરેલ ફરજિયાત કેળવણીની જોગવાઈએ વિસનગરની પ્રજાને સાક્ષાર તો કરી પરંતુ તેમનામાં રાષ્ટ્રીય સભાનતા જાગ્રત કરી. સને ૧૯૧પમાં હાઈસ્કૂલની તથા આઝાદીની પૂર્વ સંધ્યાએ વિનયન અને વિજ્ઞાન કોલેજ સ્થપાઈ. આ શૈક્ષાણિક સંસ્થાઓએ વૈચારિક ક્રાંતિની ભૂમિકા બાંધી પરિણામે ઈ.સ. ૧૯ર૩માં વિસનગર તાલુકા પ્રજામંડળની સ્થાપના થઈ. વડોદરા રાજયના પ્રજામંડળનું ૧૪મું અધિવેશન ૧૯૩૭માં વિસનગરમાં યોજાયું જેને લોખંડી પુરુષ સરદાર પટેલનો સંપૂર્ણ સહયોગ સાંપડયો. ૧૯૪રની ”હિન્દ છોડો” ચળવળમાં વિસનગરે પોતાના પનોતા પુત્ર ગોવિંદરાવ ઉત્રાણકરને શહીદ બનાવી અખિલ ભારતીય સ્વાતંત્ર સંગ્રામના ઈતિહાસમાં ગૌરવ પૂર્ણ સ્થાન મેળવ્યું. પ્રજામંડળના વિસનગરીય પ્રયાસોને કારણે ગાયકવાડના શાસનમાં સ્વાયત્તતા મેળવી શકાઈ અને આજ પ્રજામંડળે ૧૯૪૯માં ભારતીય સંઘમાં વડોદરા રાજયને જોડવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. ll
*વાચેલી નોંધ.

-વોટ્સએપ

“ગુજરાત નો રક્ષક” (ભાગ – ૧)

Standard

“ગુજરાત નો રક્ષક” (ભાગ – ૧)
‘સર્વેશ્વર’

*મહામંડલેશ્વર 1008 લવણપ્રસાદ દેવ*
(ઇ.સ. 1152 થી ઇ.સ. 1242)
———————————————–
“આથમતા સૂકાળનો, (તે) ભાલે ભરાવ્યો ભાણ;
ધવલગઢ કેરા રાણ, (તુને) લખવંદુ લવણપ્રસાદજી.”
— અજાન.
ભાવાર્થ: ગુજરાતના સુવર્ણકાળ રૂપી સૂર્ય અથમવા જઈ રહ્યો હતો ત્યારે હે ધોળકા (ધવલગઢ) રાણા તમે પોતાના બહુબલ અને પરાક્રમ રૂપી પ્રિય શસ્ત્ર ભાલાથી જાણે એ સૂર્યને આથમતો રોકવા ત્યાંને ત્યાંજ જડી દીધો એવા પૂર્વજ લવણપ્રસાદજીને અજાનના લાખો વંદન છે…

ધોળકાના મહામંડલેશ્વર અર્ણોરાજ અને મહારાણીની કુખે લલુણીનદીના કિનારે વિહાર દરમિયાન લવણપ્રસાદજીનો જન્મ અંદાજીત ઇ.સ.1152માં થયો હોવાનું અનુમાન છે. લુણીનદી ના કિનારે જન્મ થયો હોવાથી લુણીનો પ્રસાદ માની લવણપ્રસાદદેવ નામ રખાયું.
વિદેશી આક્રાતાઓ એ આ મહાન વ્યક્તિત્વોની કીર્તિ નષ્ટ કરવાના પૂરતા પ્રયત્ન રૂપે એમના શિલાલેખો, અભિલેખો, સ્થાપત્યો નષ્ટ કરવામાં કોઈ કસર બાકી રાખી નહીં પણ અફસોસ તો એવતનો છે કે અમુક આપડા જ ઇતિહાસકારોએ આવા મહાન પાત્રો સાથે ખૂબ અન્યાય કર્યો છે, અમુક લેખકોએ આ મહાન રાજા કરતા એમના મંત્રીઓને મહાન બતાવ્યા, ધર્મ,જાતિવાદ પણ આવા મહાન પાત્રોની ઉપેક્ષા પાછળ કારણ ભૂત હોઈ શકે, અને એ પછીનો ઇતિહાસ એ જે લખી ગયા એ ઇતિહાસકારોનું જાણે થુકેલું ચાટનારો નો કોપીપેસ્ટ ઇતિહાસ દા. ત. ઝવેરચંદ મેઘાણીનું ‘ગુજરાતનો જય’, પણ આવા વિરોની કીર્તિ એવી હતી કે અભિલેખો, તામ્રપત્રો, દાનપત્રોના ઉલ્લેખોનો આધાર લેવા આ વિરોનો કીર્તિવંત ઇતિહાસ ઉલેખિત કરવો પડ્યો હશે. આ મહાન યોદ્ધાવિષે ઇ.સ.1896માં જેમ્સ મેકનોબ કેમ્પબેઇલ દ્વારા સંપાદિત ગુજરાત ગેઝેટીયરનું ‘હિસ્ટ્રી ઓફ ગુજરાત’ના પાર્ટ-3 માં “the Vaghelas”, ક.માં. મુન્શીનું ‘ધ ગ્લોરી ઓફ ગુજરાતદેશા’, અઢળક જૈન પ્રબંધો, સહિત અસંખ્ય સાહિત્ય સાથે ગુણવંતરાય આચાર્યની ઐતિહાસિક નવલ ‘સર્વેશ્વર’ તો છે જ પણ સોમેશ્વર કૃત ‘કીર્તિ કૌંમૂદી’ અને વિશેષ કોઈ અજ્ઞાત કવિ દ્વારા રચિત ‘હમ્મીર મર્દન’ મહાકાવ્ય આ ગુજરાતના રખેવાળ પિતા -પુત્ર લવણપ્રસાદદેવ અને વીરધવલ વિશે લખાયું છે, સિવાય ઘણા બધા આધારો છતાં અફસોસ આ ગુજરાતના રક્ષક મહાન યોદ્ધાઓના ઇતિહાસ પર પ્રકાશ ન પડયો. ઉપર જણાવ્યા મુજબના આધારોના અભ્યાસ બાદ આ શૌર્યવાન મારા પૂર્વજ છે એટલે જ નઈ પણ એક મહાન ઐતિહાસિક પાત્રને થોડો ન્યાય અપાવવા હકીકતનો નિચોડ રજું કરું છું .
વ્યઘ્રદેવના ચોથા નંબરના પુત્ર સુરતદેવ ગુજરાત આવ્યા ત્યારે મહારાજ દુર્લભરાજ દ્વારા ફટાય ભાગે ભીમપલ્લી સહિત 10 ગામ જીવાયમાં આપ્યાં વ્યઘ્રદેવના પુત્રના અધિકારમાં હોઈ ભીમપલ્લી વ્યઘ્રપલ્લી તરીકે ઓળખવા લાગયું સમયાંતરે વાઘેલ ગામ તરીકે હાલમાં પણ હર્યુંભર્યું ગામ છે, આમ મહારાજ દુર્લભરાજ થી સમ્રાટ સિદ્ધરાજ સુધી વાઘેલાઓ પાટણના વ્યઘ્રવલ્લી સ્થિત મંડલિક એટલે કે મંડલેશ્વર હતા પણ મંડળેશ્વર અનકદેવના પુત્ર અર્ણોરાજ અને સમ્રાટ મહારાજ કુમારપાળ માસિયા ભાયું હોઈ કુમારપાળે ધોળકાનું મહા મંડળ આપી અર્ણોરાજને મહામંડલેશ્વર સ્થાપ્યા જેના પુત્ર તરીકે લવણપ્રસાદ નામના મહાપરાક્રમી યોદ્ધાનું અવતરણ થયું. આ લવરમુછીયા યુવાન નું શૌર્યતો જગતે ત્યારે જોયું જ્યારે મોહમ્મદ ઘોરીએ વિશાલ સૈન્ય સાથે ગુજરાત પર આક્રમણ કર્યું, રાજમાતા નાયિકાદેવીના પુત્ર બાળ મૂળરાજના શાશનમાં ઇ.સ.1178 માં આબુનો મહાભયંકર સંગ્રામ ખેલાયો જેની નોંધ માત્ર ગુજરાતનાં ઇતિહાસે જ નઈ પણ ભારતના ઇતિહાસે લીઘી(પણ શું કારણ હશે કે જે મહમ્મદ ઘોરી એ મુસ્લિમ શાશનનો પાયો ગુજરાતમાં નાખ્યો એવા અત્યન્ત બળશાલી અને ક્રૂર શત્રુને હરાવી રાષ્ટ્રની રક્ષા કરનાર આ વિરોના આ ભવ્ય ઇતિહાસને જોઈ એવો ઉજાગર કરવામાં ન આવ્યો??) આ યુદ્ધના ખરા નાયક હતા લવણપ્રસાદ મહામંડલેશ્વર કે જેમણે તરકડાને જોતા અખોમાં ક્રોધના અંગાર ભરી બે હાથમાં આયુધ ધરી ક્ષત્રિય કુળ દિપાવતા રણસંગ્રામમાં તરકડાનો એવો તે સહાર કર્યો કે લાખોનું સૈન્ય એક દિવસમાં પહાડોની કોતરોમાં આમતેમ ભાગવા લાગ્યું મુહોમ્મદ ઘોરીને પકડી જ્યારે રાજમાતા નાયિકદેવીના ચારણોમાં જુકાવવામાં આવ્યો ત્યારે ઘોરીની ગરદન પર જે સમશેર હતી એ (“હમ્મીર મર્દન” મહાકાવ્ય મુજબ અને સવંત. 1311ની ડભોઇ પ્રશસ્તિ/શિલાલેખ મુજબ) મહામંડલેશ્વર લાવણપ્રસાદજીની જ હતી. પણ એ ઘોરીને બંદી બનાવી લઈ દીપાવલીના ઉત્સવ દરમિયાન અન્ય કેદીઓ સાથે છોડી મુકાયો જે ભારતના ઇતિહાસની ભયંકર ભૂલ સાબિત થઈ, આવા મહાન યોદ્ધાનું અદ્વિતીય પરાક્રમ જોઈ મહારાજાધિરાજ ભીમદેવ દ્વિતીય જ્યારે ગાદીપર બેઠા ત્યારે લવણપ્રસાદજી મહામંડલેશ્વરને રાણા અને ગુજરાતના રક્ષક તરીકે ‘સર્વેશ્વર’ કહી નીમ્યા. અને એમના નવજાત રાજકુમાર વિરધવલને ગુજરાતના યુવરાજ ઘોષિત કર્યા. પણ ઇર્ષાળુઓ અને રાજના કાવાદાવાથી બચાવવા વીરધવલ અને રાણી મદરાગણીને ગુપ્ત રીતે પોતાના બહેન અને બનેવી દેવરાજ ચૌહાણ(પટ્ટકીલ)ને ત્યાં મોકલી દીધાં, (પોતે પ્રખર શિવ ઉપાસક હોઈ અન્ય ધર્મના લેખકો એ એમના ઇતિહાસને ખૂબ જ વિચિત્ર ચિતર્યો હોવાનું સ્પષ્ટ જણાય છે એમ મુન્શીજી નોંધે છે.) અને આ મહામાનવે પોતાને આજીવન ગુજરાતનો સેવક કહી પોતાનો પુત્ર આજીવન ગુજરાતની ગાદી પર નહીં બેસે અને ગુજરાતના સિંહાસનની રક્ષા કરશે એવું વ્રત લીધું અને પાળ્યું જીવ્યા ત્યાંસુધી, ગુજરાતની ગાદીપર વિરધવલ ને બદલે ત્રિભુવનપાળને બેસાડી ભીષ્મની જેમ ગુજરાતના સેવક રક્ષક બની રહ્યા, ધારે તો પોતે ગુજરાતના સિંહાસન પર બેસી શક્યાં હોત પણ ક્ષાત્રગુણે સિંહાસનને વફાદાર રહ્યા, પોતાના 90 વર્ષના જીવન કાળ દરમિયાન અસંખ્ય યુધ્ધો લડ્યા એમ નું એક યુદ્ધ ગુજરાત-અજમેરનું હતું આ યુદ્ધમાં અનુભવી વીર લાવણપ્રસાદે કાળો કેર વર્તાવ્યો અને સમરંગણમાં સોમેશ્વરચૌહાણનું શીશ ધડથી અલગ કરી ગુજરાતનો દિગ્વિજય કર્યો (ચંદ બરદાઈ દ્વારા એવું લખવામાં આવ્યું છે કે બાદમાં પિતાનો બદલો લેવા પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર આક્રમણ કરી ભીમદેવ અને લવણપ્રસાદ નો વધ કર્યો, પણ તરાઈ ના દ્વિતીય યુદ્ધ ઇ.સ. 1192 બાદ પણ ભીમદેવ અને લવણપ્રસાદ બંને જીવતા હોવાના પ્રખર પુરાવા સાથેનો ઇતિહાસ મોજુદ છે), એમના જીવનનું ચોથું મહા ભયંકર યુદ્ધ એમણે પોતાના પુત્ર વીરધવલ સાથે મળી ત્યારે ખેલ્યું જ્યારે પોતાનું ‘રાજલક્ષ્મી સ્વપ્ન’ પૂર્ણ કરવા મહાવીર વીરધવલ ઉપરવટ પર પલાણ માંડી સૌરાષ્ટ્રના સ્વતંત્ર થવાના સપના સેવતા મંડલિકોને દંડવા દિગ્વિજયે નીકળ્યા હતા. એ સમયનો લાભલઈ દક્ષિણ સ્થિત દેવગીરીના યાદવ સિંઘણે વિશાલ સેના સાથે ગુજરાત પર આક્રમણ કર્યું, સામે લવણપ્રસાદજી અને વીરધવલ વિશાલ સેના લઈ ને ગયા, એમની સાથે યુદ્ધમાં રોકાયા હતા એ પરિસ્થિતિનો લાભલઈ પાંચ મારવાડી રાજાઓ કે જે ગુજરાતના મંડલિક હતા એમણે સ્વતંત્ર થવાની લાલચે વિદ્રોહ કરી દીધો, એમા 1. જાલોરના ઉદયસિંહ ચૌહાણ, 2. આબુના સામંતસિંહ, 3. ગોડવાડના ધાંધલદેવ, 4. મેવાડના રાણક જેત્રસિંહ, અને 5. લાટનો મંડલિક શંખ હતા. પણ આ પિતા-પુત્ર એ સાત દિશાએથી થયેલ આક્રમણ સામે એવું તે યુદ્ધ કર્યું કે સિંધણ પોતાના સૈન્યની ખુવારી જોઈ સંધિ કરવા મજબૂર થયો અને તેને વીરધવલે સિંધણને ગુજરાતનો મંડલિક નિમ્યો, એથી ઓલ્યા પાંચ મારવાડી રાજાઓ યુદ્ધ છોડી ભાગ્યા અને પાછા આવ્યા નહીં એના વિશે સોમેશ્વર નોંધે છે કે “સિંહ ન હોય તો પણ જે સિંહ નો રસ્તો હોય ત્યાં હરણો પાછા ફરકવાની હિમ્મત કરતા નથી.”
આમ આવા બળિયા શત્રુઓ પર વિજય મેળવી ગુજરાતના સીમાડા વધારનાર અને આજીવન એની રક્ષા કરનાર આ મહાવીર લવણપ્રસાદ દેવ (મોટી ઉંમરે વીરધવલના કૈલાશવાસ બાદ) અંદાજીત 100 વર્ષની ઉંમરે સન્યાસ લઈ શિવભક્તિમાં લિન પોતાના દેહનો ત્યાગ કર્યો.
લિખિતન : વાઘેલા ધર્મરાજસિંહ જે. (છબાસર).

“વેણ અને વચન માટે માથાં આપવાની વિરલ ઘટના”

Standard

વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે.
એવા જ એક વચન માટે દેવ ચરાડી ગામને ગોંદરે સાત સાત ખાંભીઓ સિંદૂર ચમકાવતી ઊભી છે. ગામ ગિરાસ મેળવવા, પાલવવા અને સાચવવા અને વચને રહેવું એ વાત એક જમાનામાં માથા સાટેની ગણાતી. માથાં વધેરાય તો કબૂલ. બાકી વચન ન વધેરાય. વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે.
એવા જ એક વચન માટે દેવ ચરાડી ગામને ગોંદરે સાત સાત ખાંભીઓ સિંદૂર ચમકાવતી ઊભી છે. વાતની શરૂઆત જરા જુદી રીતે જુદી ઢબે રજૂ થઇ છે.
‘આ ખાંભીઓ જ છે ને ?’
‘હા ખાંભીઓ, માત્ર ખાંભીઓ છે.’
‘આ ગામનું નામ.’
‘દેવ ચરાડી’
‘આ ખાંભીઓ વિશે કંઇક વધારે જાણવું છે…
જણાવશો ?’
‘પૂછો’
‘આ બધું તાજું તાજું છે.’
‘બધું એટલે શું ?’
‘આ સિંદૂર, આ શ્રીફળનાં છાલાં, દીવાનાં કોડિયાંની બળેલી દિવેટ્યો.’
‘હોય જ ને ? હમણાં જ કાળી ચૌદસ ગઇ. કાળી ચૌદસ આ ખાંભીને નિવેદ જુવારવાનો, કસુંબો પાવાનો દિવસ છે.’
‘હેં કસુંબો ?’
‘હા કસુંબો. ગામ માટે, ગરીબ માટે, બહેન-બેટી માટે ધીંગાણે ચડીને ખપી ગયેલા શૂરવીરોનો કસુંબો.’
‘કોણ પાય ?’
‘શહીદોના વારસદારો’
‘કોણ છે વારસદારો આ ખાંભીઓના ?’
‘ગુજરાતના ગઢ ગાજણાના વાઘેલા રાજપૂતો એમના આ પૂર્વજને કાળી ચૌદસે કસુંબો પાવા આવે છે. આહીં છ દીકરાઓ અને એક બાપ એમ સાત જણા શહીદ થઇ ગયા.’
‘શું કારણ’
‘ગામનું રક્ષણ કરવાનું વચન આપેલું એટલે પ્રાણના ભોગે રક્ષણ કરી દેખાડ્યું. હવે વિગતે વાત સાંભળો.
ગુજરાતના ગઢ ગાજણાના ઠાકોર અખેરાજજીનાં દીકરી હળવદ સાસરે હતાં એટલે અખેરાજજી સુવાણે દીકરીને મળવા આવેલા. જમાઇ રાજસિંહે સસરાની માનપાનથી સરભરા કરી. વાતમાંથી વાત નીકળી એટલે જમાઇએ સસરાને પેટછુટી વાત કરી.
‘મારે કુટુંબ સાથે દ્વારકાની યાત્રા કરવાની માનતા છે, પણ જવાતું નથી.’
‘કાં ! શું કામે જતા નથી.’
‘તમે જાણો છો કે આ જમાનો મારે એની તલવાર અને જીતે એનું રાજનો છે. જો હું દ્વારકાની યાત્રાએ જાઉં અને હળવદ રેઢું પડે તો લૂંટારા હળવદને ખેદાનમેદાન કરી નાખે…’
‘કારભારી અને રાજના સપિાઇઓ શા કામના ? એની જવાબદારી નહીં ?’ સસરા હસતાં હસતાં ઊંડે ઊતર્યા.
‘જવાબદારી શાંતિના સમયમાં, બાકી પ્રાણના ભોગે લડે નહીં. બચવા ખાતર લડે એટલે હારી જાય કાં ભાગી જાય. પગારદારો કોને કહે.’
‘તો હળવદના રક્ષણની જવાબદારી હું સંભાળીશ. તમે ખુશીથી દ્વારકા જાઓ.’
‘પણ તમારે ગઢ ગાજણા પણ સંભાળવાનું ને ? સત્યાવીશ ગામની તાલુકાદારી તમારી.’
‘સંભાળી લેશ.’ સસરાએ ગર્વભેર કહ્યું. ‘મારે પ્રભુના પ્રતાપે પાંચ રાણીઓના બાર દીકરા છે. છ દીકરાને અહીં તેડાવી લઇશ અને બાકીના છ અમારાં સત્યાવીસ ગામને સંભાળશે. અને હળવદના ઠાકોર રાજસિંહ પરિવાર સાથે દ્વારકાની યાત્રાએ ઊપડી ગયા.
સસરા અખેરાજજીએ છ દીકરાને હળવદ તેડાવીને રાજ સંભાળ્યું. લૂંટારુઓને ખબર પડી કે ઠાકોર હાજર નથી અને હળવદ રેઢું છે… મોટી સંખ્યા લઇને હળવદ ઉપર ત્રાટક્યા. રાજસિંહને આપેલા વચન મુજબ અખેરાજજી અને છ દીકરા એમ સાત જણે મોરચો આપ્યો. પણ લૂંટારુ દુશ્મનોની સંખ્યા આગળ ટકી શક્યા નહીં. સાતેય લડતાં લડતાં ખપી ગયા.’
જમાઇ દ્વારકાની યાત્રાએથી આવ્યા ત્યારે ઊથલપાથલ થઇ ગઇ હતી. છ સાળા અને સસરાજીએ વચન ખાતર શહીદ થઇ હળવદનું રક્ષણ કર્યું. રાજસિંહે ગઢ ગાજણાથી છ સાળાઓને બોલાવીને દેવ ચરાડી નામનું ગામ બક્ષિસમાં આપ્યું. મોટા ભીમજી વાઘેલાએ દેવ ચરાડી સંભાળ્યું અને બાકીના પાંચ ભાઇઓ ગઢ ગાજણા ગયા.
દેવ ચરાડીના પાદરમાં સાતેય વીર શહીદોની ખાંભીઓ માંડી. દર વરસની કાળી ચૌદસે પૂર્વજોની ખાંભી આગળ ચોખા જુવારીને કસુંબો પાય છે એના વારસદારો. ખાંભીઓના ઈતિહાસથી અજાણ્યા પૃચ્છક ભાઇએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
‘પણ ખાંભીઓ કસુંબો પીએ ?’
‘હા જરૂર પીએ. શ્રદ્ધા અને પરંપરાની વાત છે…’
‘વાહ !’
‘અને સાંભળો… વારસદારોના વહુવારુઓ લાજના ઘૂંઘટા તાણીને ખાંભીઓને પગે લાગે છે.’
‘એટલી બધી વાત ?’
‘વાત નહીં વિશ્વાસ. એનો વિશ્વાસ છે કે ખાંભીના પથ્થરમાં એમના શ્ચસુરો સાક્ષાત્ છે. વહુવારુઓ આવી પરંપરા જાળવવા માટે પોતાના કુળનું ગૌરવ લે છે. કુળવાન રાજપૂતાણીઓ આવી હોય છે. હોં.’
‘શ્રદ્ધા અને પરંપરાને વંદન.’
પ્રજાના રક્ષણ માટે બહેન-બેટીઓના શિયળના રક્ષણ માટે ઘણા રાજપૂતો ખપી ગયા છે. ગામની બહેન-દીકરીઓ અને વહુવારુ આ ખાંભીઓના ભરોસે અંધારી રાતોએ પણ નિર્ભય થઇને આવ-જા કરે છે. એને અંતરે પૂરી શ્રદ્ધા છે કે અમારા રક્ષણહારો અહીં હાજરાહજૂર છે એટલે એકલાં હોઇએ કે રાત હોય કોઇ પણ હરામ હલાવી અમારી સામે આંખ ન માંડી શકે. દેવ ચરાડીના પાદરની આ ખાંભીઓ હળવદથી લાવીને એના વારસદારોએ અહીં માંડી છે. એમના આ વારસદારોનાં પચ્ચીસેક ઘર આજે પણ દેવ ચરાડીમાં વસે છે… અને ચારસો વરસની ઘટનાને દર કાળી ચૌદસે તાજી કરે છે.’
લેખક:- નાનાભાઈ જેબલિયા

ધર્મરાજસિંહ વાઘેલા..!!!

Standard

​હું ને હર્ષદભાઈ ગ્વાલિયરથી ટ્રેન દ્વારા પાછા ફરી રહ્યા હતા, આમ તો ટ્રેનમાં પેટિયું રળવા ઘણા વાજિંત્રો વગાડતા, ગાતા કે નિત નવા કરતબ બતાવી પેસેંજરનું મનોરંજન કરતા જોવા મળતા હોય છે, પરંતુ તે દિવસે ટ્રેનમાં એક યુવાન પોતાની સાથે નવીન પ્રકારનું વાજિંત્ર એક પ્રકારે તંતુવાદ્ય વગાડતા સુંદર સૂરો વહાવતો એક હિન્દી ફિલ્મનું ગીત ગાતો આવ્યો અમે જોયું કે એની પાસે જે વાદ્ય હતું એમાંથી સુંદર સૂરો નીકળતા હતા પણ એ કોઈ પ્રોફેશનલ ઇંટ્રુમેન્ટ ન હતું બલ્કે એક એલ્યુમિનિયમના શીશાને કાપી એમાં ચામડું ફિટ કરી તાર બાંધી એને વાયોલિનની જેમ વગાડતો હતો અને વાયોલિન માં પણ ન નીકળે એવા મધુર સૂરો એમાં નીકળતા હતા એને પૂછતાં ખબર પડી કે એ ઇંટ્રુમેન્ટ એણે જાતે બનાવ્યું છે. આપ ફોટોગ્રાફ જોઈ શકો છો અને વીડિયો માં સૂરો પણ સાંભળી શકો છો.

ખરેખર ભારત એ રતનની ખાણ છે પણ અફસોસ કે આવા રાતનો કાદવમાં રોળાંયેલા છે જે જડ્યા એ આજે દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે ને બીજા હાજી આમ જ રજળી રહ્યા છે. કોઈને શાયદ એની કદર નથી ! જાણે કળાની જ કદર નથી કે શાયદ ભારતની જ ખબર નથી!

 આમ એટલે બોલવું પડ્યું કે આપણે આપણા વિષે જાણતા નથી, આપણી કળા-કારીગરી વિષે જાણતા નથી, અરે આપડા ઇતિહાસને જાણી એને પીછાંવાનો પ્રયત્ન કરતા સુધ્ધા નથી. કારણ ઉપજાવી કાઢેલ ઇતિહાસ માં એવું કહેવામાં આવે છે કે આપડું સંગીત એટલું સમૃદ્ધ ન્હોતું એતો વિદેશી આક્રાંતાની સાથે આવેલ મહાન વિદ્વાનો એ એને સમૃદ્ધ બનાવ્યું! એવું કહેવામાં આવે છે કે “આમિર ખુશરો એ આનદ્ધ વાદ્ય માં આપણા પરંપરાગત વાદ્ય પખવાજના બે ભાગ કરી તાબલની શોધ કરી અને તંતુવાદ્ય માં સિતારની” હકીકતે એકેય વિદ્વાનો ન્હોતા અહીંથી શીખીને કદાચ થયા હોય પણ આ નર્યું જુઠાણું જ છે તબલા પ્રાચીન કાલથી આપડા વાદ્યોમાના એક છે એની સાબિતી ગ્વાલિયરના કિલ્લામાં રહેલ અર્કયોલોજીકલ મ્યુઝિયમ માં ગુપ્તકલીન શિલ્પ છે (જેના ફોટા આપ આ પોસ્ટ માં જોઈ શકો છો) આમ જો એ શિલ્પમાં તબલા અને સિતાર બંને દર્શાવેલ છે જેનો મતલબ કે ગુપ્તકાળમાં એ વાદ્યો નું અસ્તિત્વ હોય તો એના સદીઓ પછી આવેલ ખુશરો એ એની શોધ કરી એમ કેમ કેહવાય છે?? હકીકતે આપડી જ નિર્માલ્યતા… 

આપણા માંથી કેટલાને શાસ્ત્રીય સંગીત, શાત્રીય વાદન, લોક સંગીત, લોકવાદ્યોની ખબર છે લોકકલાઓ, હસ્ત ને લલિત, શિલ્પ, સ્થાપત્યકલાઓ માં કોને ખબર પડે કે રસ છે, મફત જેવું ને શ્રેષ્ઠ મનોરંજનનો આદેશ પણ અફસોસ ‘ઘરની ગંગાનું માતમ ના હોય’ કહેવત છે છતાં થોડો જાણકારી આપડા મનોરંજનના વારસા વિષે એક લેખ ધ્યાન માં આવ્યો એ જણાવવાનો પ્રયન્ત કરું છું.
સૌરાષ્ટ્ર/ગુજરાતનું લોકસાહિત્ય અને લોકસંગીત: 
સમગ્ર ભારતવર્ષમાં સંસ્કૃતિની દ્રષ્ટિએ અને સાહિત્યની દ્રષ્ટિ એ અનેક વિશિષ્ટતાઓથી સભર એવા સૌરાષ્ટ્ર પ્રદેશનું એક આગવું સ્થાન અને માન છે. પ્રાચીનકાળથી જ સૌરાષ્ટ્ર પ્રદેશ‚ ધર્મ‚ અધ્યાત્મ અને સાહિત્યના ક્ષેત્ર તરીકે પૂરાણગ્રંથોમાં વર્ણવાતો આવ્યો છે. સોરઠ‚ હાલાર‚ ઝાલાવાડ‚ પાંચાળ‚ ગોહિલવાડ‚ ઘેડ‚ ગીર‚ નાઘેર‚ ઓખો‚ બાબરિયાવાડ‚ બરડો‚ ભાલ‚ વળાંક અને ઠાંગો… એમ જુદા જુદા નામથી ઓળખાતા પ્રદેશોમાં સ્પષ્ટ રીતે ભિન્ન ભિન્ન સમુદાયો‚ બોલી‚ ભાષા‚ રીતરિવાજો‚ વિધિવિધાનો‚ પહેરવેશ‚ અલંકારો‚ રહેણીકહેણી વગેરેમાં પોતપોતાના પોતીકા આગવાં લક્ષણો સચવાતાં આવ્યા છે. ને છતાં એ દરેકમાં સૌરાષ્ટ્રની પ્રાદેશિકતા તો અખંડ-અવિચ્છિન્ન પણે જળવાતી આવી છે.

ભારતના અન્ય પ્રદેશોના સાહિત્યની માફક સૌરાષ્ટ્રના પ્રાચીન મધ્યકાલીન જૈનસાહિત્ય‚ જૈનેતર સાહિત્ય‚ સંતસાહિત્ય‚ ચારણી સાહિત્યનો પણ આગવો મિજાજ છે. પ્રકાર કે વિષય વૈવિધ્યની દ્રષ્ટિએ  ઢાળ‚ ઢંગ‚ તાલની  અને સંખ્યાની દ્રષ્ટિએ  અન્ય કોઈ પ્રદેશનું સાહિત્ય એની તોલે ન આવી શકે એટલી વિપુલતા સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં જોવા મળે છે. ઘણા લાંબા સમયકાળથી રચાતું-ગવાતું આવેલું આ સાહિત્ય સમસ્ત જનસમુદાયનું સાહિત્ય છે. એમાં કોઈ એક કવિ કે કર્તાની છાપ જોવા નહિં મળે પણ સૌરાષ્ટ્ર પ્રદેશનાં લોકસમાજના ધાર્મિક‚ સામાજિક‚ નૈતિક‚ ઐતિહાસીક આધ્યાત્મિક વલણો લક્ષણો‚ લોકમાન્યતાઓ  અને સમસ્ત જીવન વ્યવહારનું પ્રતિબિંબ એમાં પડેલું જોઈ શકાય છે. પ્રકૃતિ પરાયણ લોકજીવનમાં કંઠોપકંઠ ઉતરી આવેલું લોકસાહિત્ય એટલે તો આપણા આંતરમર્મ સુધી પહોંચે છે ને અંતરના તાર ઝણઝણાવે છે.

સૌરાષ્ટ્ર પ્રદેશના લોકસાહિત્યને સમજવા માટે સગવડતા ખાતર આપણે છ વર્ગમાં વહેંચી શકીએ. (૧)લોકગીતો‚ (ર)ગીતકથાઓ‚ (૩)લોકવાર્તાઓ લોકકથાઓ‚ (૪)લોકનાટય‚ (૫)કહેવતો‚ (૬)પ્રકીર્ણ લોકસાહિત્ય. જેમાં વરત ઉખાણા‚ લોકોક્તિઓ‚ જોડકણા‚ રમતગીતો ઈત્યાદિનો સમાવેશ થઈ શકે.

કંઠોપકંઠ લોકહૈયામાં સચવાતું આવેલું સૌરાષ્ટ્ર પ્રદેશનું આ લોકવાંઙમય કે લોકસાહિત્ય સમૂહનું સર્જન છે. ભલે કોઈ એક સર્જનશીલ વ્યક્તિ દ્વારા એનું બીજારોપણ થયું હોય કે ઘાટ બંધાયો હોય પણ પછી એમાં સમસ્ત લોકસમૂહનું કર્તૃત્વ કામ લાગે છે અને આખા લોકસમૂહ દ્વારા એની રચના થતી આવે છે. એમાં લાઘવ‚ સરળતા‚ ગેયતા‚ સ્વાભાવિકતા અને પ્રકૃતિ સાથેનું તાદાત્મ્ય વગેરે તત્વોની સાથે જીવાતા જીવન સાથેનો સુમેળ સધાયો હોય છે. તમામ માનવ સંવેદનોની સાથે જ પ્રકૃતિના તમામ તત્વો-અગ્નિ‚ આકાશ‚ તેજ‚ વાયુ‚ ધરતી‚ વૃક્ષો‚ સૂર્ય ‚ ચન્દ્ર‚ તારા‚ પશુ પક્ષીઓ‚ ડુંગરો‚ નદીઓ‚ મંદિર-મહોલાતો‚ વાવ‚ કૂવા‚ તળાવ‚ ને પાણીયારા‚ ઝાડી ને જંગલ‚ દરિયો ને નાવડી‚ ઘોડાં ને ઘમસાણ… એમાં વર્ણવાતા આવે છે. સંસાર જીવનનાં સુખઃદુખ આ લોકસમુદાયે પોતાના સાહિત્યમાં ગાયા-કથ્યા છે. પોતાની અંગત ઊર્મિઓ સાર્વજનીન રીતે પ્રવાહિત થઈ જનસમસ્તની ઊર્મિ તરીકે વિશિષ્ટ ભાવ સંવેદનો દર્શાવે છે.

‘ઓરલ ટ્રેડીશનલ લિટરેચર’ (Oral Traditional Literature ) ‚ ‘ફલોટીંગ લિટરેચર’Floting Literature ‚ ‘કંઠસ્થ પરંપરાનું સાહિત્ય’ Oral Literature ‚ ‘દેશજ સાહિત્ય’ Folk Literature ‚ ‘લોકવાંઙમય’‚.. જેવા જુદી જુદી ભાષાઓમાં અને આપણે ત્યાં પણ જાણીતું એવું આ લોકસાહિત્ય સમસ્ત લોકસમુદાયનું પ્રતિબિંબ ઝીલે છે.

એક સંસ્કાર સમૃદ્ધ વારસા તરીકે સૌરાષ્ટ્રના લોકસાહિત્યનું અવગાહન કે અવલોકન કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે સાવ સીધા‚ સાદા‚ સરળ શબ્દોમાં વ્યક્ત થયેલા સમસ્ત લોકસમુદાયના મનોભાવોમાં તળપદા સમાજ અને મૂળ‚ આદિમ‚ પ્રાકૃત‚ જીવન સંસ્કારોની ઝાંખી થાય છે. પ્રકારની દ્રષ્ટિએ લોકગીત હોય કે લોકવાર્તા‚ ગીતકથા હોય કે ભવાઈ વેશ‚ કહેવત હોય કે પરંપરિત લોકભજનો… એમાં નરી વાસ્તવિક્તા નિરુપિત થતી આવી છે.

સંઘ જીવનનો પરિપાક

વહેલી સવારના પરોઢિયાથી માંડીને ગળતી માઝમ રાત સુધીનું હાલરડાથી માંડીને મરશિયાં સુધીનું‚ તમામ પ્રકારોમાં વિભાજીત થયેલું સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય પ્રાચીન સમયથી કાઠી‚ કણબી‚ બ્રાહ્મણ‚ કોળી‚ વાણિયા‚ લોહાણા‚ સુથાર‚ લુહાર‚ કુંભાર‚ માળી‚ મોચી‚ વાળંદ‚ ગરાશિયા‚ રાજપૂત‚ રબારી‚ ભરવાડ‚ આહિર‚ સતવારા‚ માલધારી‚ ચારણ‚ બારોટ‚ હરિજન‚ વણકર‚ ચમાર‚ ભંગી‚ મેર‚ ખાંટ‚ દરજી‚ ભાટ‚ ભાટીઆ‚ ખત્રી‚ ભણશાળી‚ વાઘરી‚ ડફેર‚ સોની‚ કંસારા‚ સલાટ‚ ભાવસાર‚ છીપા‚ વાંજા‚ ખલાસી‚ ખારવા‚ પઢાર‚ ઘાંચી‚ મિયાણા‚ ઠાકરડા‚ માછી‚ અતિત‚ રામાનંદી‚ વેરાગી‚ મારગી‚ વણઝારા‚ ઓડ‚ રાવળિયા‚ બજાણીયા‚ સરાણીયા‚ વાદી‚ જોગી‚ ભાંડ‚ સુમરા‚ ખવાસ‚ રાવળ‚ વહીવંચા‚ તૂરી‚ મીર‚ લંઘા‚ સૈયદ‚ મેમણ‚ ખોજા‚ સીદી‚ વોરા‚ પિંજારા‚ સિપાઈ‚ જત‚ મુમના… એમ જુદી જુદી કોમ-જાતિના લોક સમુદાયો દ્વારા સર્જાતું આવ્યું છે.

અને આ લોકસાહિત્યના વિભિન્ન અંગો દ્વારા જ લોકજીવનમાં કૌટુંબિક‚ વ્યવહારિક‚ સામાજિક ને ધાર્મિક ઉત્સવો કે તહેવારોનું મહાત્મ્ય પરંપરિત રીતે સચવાતું આવ્યું છે. એમાં સમસ્ત માનવજાતના દુઃખ-દર્દો‚ હર્ષ-ઉલ્લાસ‚ ગમા અણગમા‚ પ્રસન્ન દામ્પત્ય‚ વિરહ ને મિલન‚ કજોડાનાં કલહ ને શોકયના સાલ‚ વડાછડ ને મીઠો ઝઘડો‚ વેરણ ચાકરી‚ અબોલા‚ રૂસણાં-મનામણાં‚ સાસુ નણંદના ત્રાસ‚ કવળાં સાસરિયા‚ મેણાના માર‚ તપ‚ ત્યાગ‚ શૌય  બલીદાન‚ ટેક માતૃત્વની ઝંખના‚ વરત-વરતુલા ને ભક્તિ… એમ અપાર ભાવ સંક્રમણોનું વૈવિધ્ય ઘૂંટાતું આવે છે.

કહેવતો‚ વરત (ઉખાણા)‚ લોકઆખ્યાનો‚ લોકગીતો‚ રાસ‚ રાસડા‚ ગરબા‚ ગરબી‚ ધોળ‚ મંગળ‚ લોકપૂરાણકથાઓ‚ લગ્નગીતો‚ બાળગીતો‚ હાલરડાં‚ જોડકણાં‚ વ્રતગીતો‚ કથાગીતો‚ ગીતકથાઓ‚ લોકદૂહા-લોકવાર્તાઓ‚ લોકછંદો‚ લોકકિર્તનો‚ ઝીલણીયાં‚ છકડિયાં‚ મરશિયા‚ રાજિયા‚ વાર‚ તિથિ‚ મહિના‚ ભવાઈવેશોમાં તત્કાળ પ્રયોજાતા પદો (જે પાછળથી જે તે ગામમાં લોકવાંઙમય તરીકે પ્રચલિત પ્રવાહિત થઈ જાય)‚ ઋતુગીતો‚ લોકભજનો એમ પ્રકારભેદે સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય જીવનનાં તમામ ક્ષેત્રોમાં એક સરખું વિહરતું રહ્યું છે.

જીવતરમાં વિષ અને અમૃત ઘોળીઘોળીને સંસારસાગરનું મંથન કરતો લોકસમુદાય જ્યારે પોતાના વિભિન્ન મનોભાવોને વાચા આપે છે ત્યારે સર્જાય છે લોકસાહિત્ય. એમાં શૃંગાર‚ વીર‚ કરુણ‚ હાસ્ય‚ અદભૂત‚ શાંત‚ વાત્સલ્ય અને ભક્તિરસની ધારાઓ એકમેકમાં ભળી જઈને જીવનરસ નિપજાવે છે. એક સામૂહિક ચેતનાની ભાવાભિવ્યક્તિ શબ્દ‚ સૂર‚ લય‚ ભાવ‚ તાલ‚ નૃત્ય ને વાદન એમ જુદા જુદા અંગોને સાંકળીને કલાસ્વરૂપ ધારણ કરે છે ત્યારે એની માલિકી સમસ્ત જનસમુદાયની બની જાય છે. એમાં દરેક માનવીને પોતાના જ જીવનધબકાર સંભળાતા લાગે છે.

કોઈપણ પ્રકારના વિશિષ્ટ માનવસમૂહો દ્વારા ભાષાનું જે ઉચ્ચરિત રૂપ પ્રગટ થાય છે. તે છે Folk Speech અથવા ‘લોકવાણી’. એનો સંબંધ શાસ્ત્રીય ગ્રંથો સાથે નહિંવત છે. એને સંબંધ છે જીવાતા જીવન સાથે અને માનવ વ્યવહારો સાથે. એનું વર્ગીકરણ કરવા માટે કોઈ એક જ દ્રષ્ટિકોણ કામ નહિં આવે. વિવિધ માપદંડોથી‚ વિવિધ દ્રષ્ટિકોણથી એનું વિભાગીકરણ-વર્ગીકરણ કરી શકીએ છતાં ય પર્યાપ્ત વર્ગીકરણ ન થઈ શકે એટલું વૈવિધ્ય આ કંઠસ્થ પરંપરાથી લોકમુખે જળવાયેલું લોકસાહિત્ય જાળવે છે. છતાં અભ્યાસની સગવડતા ખાતર આપણા સંશોધકો જાતિભેદની દ્રષ્ટિએ (સ્ત્રી પુરુષનું સાહિત્ય)‚ અવસ્થાભેદની દ્રષ્ટિએ (બાલ્યાવસ્થા‚ કિશોરાવસ્થા‚ યુવાવસ્થા‚ પ્રૌઢાવસ્થા‚ વૃદ્ધાવસ્થાનું લોકસાહિત્ય)‚ જ્ઞાતિભેદની દ્રષ્ટિએ‚ પ્રદેશભેદની દ્રષ્ટિએ‚ વસ્તુ કે વિષયભેદની દ્રષ્ટિએ‚ પ્રકારભેદની દ્રષ્ટિએ‚ સંબોધન કે નામકરણની દ્રષ્ટિએ‚ સમયભેદની દ્રષ્ટિએ‚ સ્વરૂપભેદની દ્રષ્ટિએ‚ રસભેદની દ્રષ્ટિએ કે પ્રકૃતિભેદની દ્રષ્ટિએ… એમ જુદા જુદા પ્રકારે એના ભેદો પ્રભેદો પાડે છે. અને વર્ગીકૃત કરે છે. એ જ રીતે દ્રષ્ય‚ શ્રાવ્ય અને ગદ્ય-પદ્ય-પદ્યમય… એમ પણ વિભાગો પડે છે.
લોકગીતો

Folk Songs Of Saurashtra
સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં ભાવવૈવિધ્યની દ્રષ્ટિએ‚ પ્રકારોની દ્રષ્ટિએ‚ સંખ્યાની દ્રષ્ટિએ અને લોકપ્રિયતાની દ્રષ્ટિએ સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે લોકગીતો. માનવસ્વભાવની નાનીમોટી તમામ ખાસિયતો લોકગીતોમાં પ્રતિબિંબ થઈ છે. સૌરાષ્ટ્ર પ્રદેશની પ્રાકૃતિક‚ સામાજિક‚ ધાર્મિક અને ઐતિહાસિક વિશિષ્ટતાઓ આ લોકગીતોમાં ઊતરી આવી છે. એક લાંબા સુવિશાળ ક્ષેત્રને આવરી લેતી સંસ્કાર પરંપરાએ લોકગીતોમાં કલાદેહ ધારણ ર્ક્યો છે. જેનું અનેક દ્રષ્ટિકોણથી વર્ગીકરણ વિભાગીકરણ થઈ શકે.

સમગ્ર લોક જીવન જેને આશરે ટકી રહ્યું છે એવું તત્વ છે લોકધર્મ‚ સૌરાષ્ટ્રનો લોકસમાજ કયારેય ધર્મથી વેગળો નથી પડ્યો. જન્મથી માંડીને મૃત્યુ સુધીના જીવનમાં આવતા તમામ પ્રસંગોએ ધર્મના તત્વો અને ધાર્મિક વિષયો ધરાવતા લોકગીતો અચૂક ગવાય છે. જેમાં ધાર્મિક વિધિઓ સમયે ગવાતાં ગીતો‚ ધાર્મિક વિષયવસ્તુ ધરાવતા કથાગીતો તથા રાસડા અને પ્રાસંગીક સંસ્કારગીતોનો સમાવેશ થાય છે.

ગણપતિ સ્થાપનાનાં ગીતો‚ રાંદલમાંનાં ગીતો‚ ગોર્યમાંનાં ગીતો‚ તુલસીવિવાહનાં ગીતો‚ નવરાત્રીના ગરબા‚ લોકદેવોની ઉપાસના સમયે ગવાતાં ગીતો‚ રામાયણ મહાભારત‚ શ્રીમદ ભાગવતના પ્રસંગો‚ કૃષ્ણચરિત્ર‚ દાણલીલા‚ રાસલીલા‚ શિવચરિત્ર‚ વગેરે પૌરાણિક પાત્રો‚ પ્રસંગો વર્ણવતા રાસડા અને ખોળો ભરતી વેળા‚ ગર્ભવતીને રાખડી બાંધતાં‚ બાળકના જન્મ પછી છઠા દિવસે છઠ્ઠી કર્મ વખતે‚ નામકરણ વિધિ સમયે‚ યજ્ઞોપવિત સમયે‚ સગાઈ‚ ચૂંદડી‚ માળારોપણ‚ મંડપારોપણ‚ કંકોત્રી અને લગ્ન પ્રસંગના દરેક ક્રિયાકાંડ સમયે ગવાતાં લગ્નગીતો‚ યજ્ઞયાગ સમયે કે અન્ય શુભ કાર્યો વખતે ગવાતાં ધાર્મિક ગીતો તથા છાજિયા‚ રાજિયા કે મરશિયાંમાં પણ ધર્મનો અનુબંધ જોવા મળે છે.

સંસારી જીવનની વિવિધઅવસ્થાઓ વર્ણવતાં સામાજિક વિષયવસ્તુ ધરાવતાં લોકગીતો પણ સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં અગત્યનો હિસ્સો ધરાવે છે. દામ્પત્ય જીવનની મધુરતા વર્ણવતાં‚ રાધાકૃષ્ણ‚ શિવપાર્વતી કે રામસીતાને નામે પત્નીના વ્હાલ ભર્યા રસિક જીવનનું ચિત્રણ કરતાં સ્નેહગીતો‚ રૂસણા‚ અબોલા‚ વેરણ‚ ચાકરી‚ ક્રુરતા‚ તકરાર‚ કજોડા કે દારૂ-જુગારની બદીઓએ જન્માવેલી સાંસારિક મુશ્કેલીઓનું આલેખન ધરાવતાં કરુણ ગીતો‚ કોડભરી વહુવારૂ અને કવળાં સાસરિયાની કહાણી‚ સાસુના સીતમ‚ સંયુકત કુટુંબની કૂરુઢિઓ‚ મેણાના માર‚ દિયર ભોજાઈ કે નણંદ ભોજાઈના વેરનું આલેખન કરતાં ગીતો‚ શોકયનું સાલ‚ બંધુપ્રેમ‚ ભગિનિપ્રેમ‚ માતૃપ્રેમ  કે પિતૃપ્રેમના આદર્શ રજૂ કરતાં પ્રસંગગીતો કે કથાગીતો‚ સમાજને ખાતર બલિદાન આપનારાઓની અમર કહાણી રજૂ કરતી કારુણ્ય અને વીરત્વસભર ગીત કથાઓ‚ પતિપ્રેમથી વંચિત રહેલી ખારવણોની મનોવેદના વર્ણવતા વિરહગીતો અને પરકિય પ્રેમસંબંધો વ્યક્ત કરતા ગીતોની સાથોસાથ જશમા ઓડણ‚ સધરો જેસંગ‚ રાજાગોપીચંદ‚ રાજા ભરથરી‚ નરસિંહ‚ મીરાબાઈ જેવા ઐતિહાસીક પ્રાચીન પાત્રો કે સંત ભક્તોના ચરિત્રો આલેખતા ધોળ કિર્તન‚ ભજન ને લોકઆખ્યાનો‚ કેટલીકવાર બહારવટીયાઓના શૌર્યના વર્ણનો કરતાં રાસડાઓ કે લોકદૂહાઓ‚ છપનિયોકાળ‚ મચ્છુ કે ભોગાવાની રેલ કે કોઈ વિનાશકારી આપત્તિ માનવી ઉપર પડી હોય તે સમયના વર્ણનો ધરાવતા પ્રાસંગિક ગીતો ઉપરાંત ધોળ‚ મંગળ‚ આરતી‚ થાળ‚ આંબો‚ હમચી‚ ટીટોડો‚ શણગાર‚ ધૂન‚ કિર્તન‚ લોકપદો‚ ઝીલણીયા‚ લોકબારમાસી‚ મહિના‚ તિથિ‚ વાર‚ પહોર‚ કક્કા‚ છકડિયા‚ ડીંગ વગેરે નામ ધરાવતા વિશિષ્ટ પ્રકારના લોકગીતો-પદ્યોએ સૌરાષ્ટ્રના લોકસાહિત્યને વિશિષ્ટ પરિમાણ બક્ષ્યું છે.

પરંપરિત‚ દેશી‚ રાગ‚ ઢાળ‚ તાલમાં ઊર્મિની મુકત અભિવ્યક્તિ થઈ શકે એવા નર્તન સાથે આ લોકગીતો સાહજીક રીતે જ લોકકંઠે સચવાતા રહ્યા છે. દરેકે દરેક થરના નોખા નિરાળા પ્રસંગોને કે બાળકથી માંડીને ડોસા ડગરાને‚ સાધુ સંતથી માંડી બહારવટીયા સુધીના પાત્રોને ગીત‚ વાર્તા‚ કહેવતો‚ નૃત્ય‚ નાટય કે સંગીત સાથે લોકોએ આજ સુધી જીવતા રાખ્યા છે. નાવણ‚ ભોજન‚ મુખવાસ અને પોઢણ સુધીની દરેક પ્રક્રિયાનું નિરુપણ લોકસંગીતના સથવારે‚ લોકનૃત્યના અંગમરોડે‚ લોકવિદ્યાના તાલે થતું રહ્યું છે.
લોકવાર્તાઓ

Folk Tale Of Saurashtra
સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં લોકગીતો પછી અત્યંત લોકપ્રિય પ્રકાર તરીકે લોકવાર્તાઓને મૂકી શકાય. લોકવાર્તાઓનો ઉદભવ અત્યંત પ્રાચીન સમયમાં થયો હશે એવું માનવામાં આવે છે. એમાં નામકરણ અથવા સંબોધનની દ્રષ્ટિએ-બાળકથા‚ પ્રેમકથા‚ વ્રતકથા‚ હાસ્યકથા‚ કહેવતો કે દ્રષ્ટાંતકથા‚ શૌર્યકથા‚ ચમત્કારલક્ષી અદભૂતકથા‚ દંતકથા‚ શિકારકથા‚ સાહસકથા‚ દંતકથા‚ સંતકથા જેવા પ્રકારો મળી આવે છે. વસ્તુની દ્રષ્ટિએ ધાર્મિક‚ પૌરાણિક‚ એતિહાસિક‚ અધએતિહાસિક‚ કલ્પિત કે કાલ્પનિક‚ ચમત્કારિક‚ રાજનૈતિક‚ અને આધુનિક વિષયવસ્તુ ધરાવતી વાર્તાઓ. ઉદ્દેશની દ્રષ્ટિએ ઉપદેશ માટે‚ મનોરંજન માટે‚ ધર્મસંપ્રદાયબોધ માટે અને બુદ્ધિના વિકાસ માટે રચાયેલી વાર્તાઓ. વિષયની દ્રષ્ટિએ શૌર્ય પ્રધાન‚ પ્રેમપ્રધાન‚ હાસ્યપ્રધાન‚ નીતિપ્રધાન‚ કૂતુહલપ્રેરક તથા નિર્વેદપ્રધાન‚ ભક્તિપ્રધાન વાર્તાઓ‚ દેવી દેવતા સંબંધી‚ રાજા-રાણી સંબંધી‚ પ્રિયતમ-પ્રિયતમા સંબંધી‚ પશુ-પક્ષી-પ્રાણી સંબંધી‚ રાક્ષસ-ભૂતપ્રેત‚ ચૂડેલસંબંધી‚ જાદુમંત્ર-તંત્ર સંબંધી‚ સાધુ ફકીર સંત સંબંધી‚ શિકાર‚ બલીદાન કે વીરતાભર્યા પ્રસંગો સંબંધી વાર્તાઓ. હિન્દુધર્મ‚ ખ્રિસ્તિધર્મ‚ જૈનધર્મ‚ બૌદ્ધધર્મ‚ મુસ્લીમધર્મ સંબંધી વાર્તાઓ. કદની દ્રષ્ટિએ – લાંબી‚ ટૂંકી‚ સરળ‚ જટિલ‚ દુહાબદ્ધ કે ટૂચકા પ્રકારની વાર્તાઓ. રસની દ્રષ્ટિએ – શૃંગાર‚ વીર‚ અદભૂત‚ શાંત ‚હાસ્ય‚ કરુણ કે ભક્તિ રસની વાર્તાઓ. કાળની દ્રષ્ટિએ – પ્રાચીન‚ મધ્યકાલીન કે અર્વાચીન સમયની વાર્તાઓ‚ પ્રકૃતિની દ્રષ્ટિએ – સર્વદેશીય અને સ્થાનીય વાર્તાઓ જેમાં ઘટનાપ્રધાન‚ પાત્ર  કે ચરિત્રપ્રધાન‚ ભાવનાપ્રધાન‚ પ્રભાવપ્રધાન કે વિવિધ વિધાનપ્રધાન વાર્તાઓને ગણાવી શકાય.

કથનશૈલીની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ તપાસીએ તો તેમાં (૧)પરંપરાગત સામાજિક કથનરીતિની વાર્તાઓ-જેમાં દાદીમાની-દાદાજીની વાર્તાઓ‚ વ્રતકથાઓ‚ બાળવાર્તાઓ‚ ટૂચકાઓ‚ કહેવતકથાઓ વગેરે ગદ્યમાં કે પદ્યમાં રજુ થતી વાર્તાઓ આવે.

(ર)વ્યવસાયી વાર્તાઓ Story Taler (જે લોકસાહિત્ય-લોકવાંઙમયના વાહકોની કથન શૈલી મુજબની પદ્યમય લોકવાર્તાઓ) જેમાં ચારણી શૈલીની‚ જેને રાજદરબારી વાર્તાઓ તરીકે ઓળખવામાં આવે તેવી ડાયરામાં કહેવાતી લોકવાર્તાઓ. જે વાદ્ય સાથે કે વાદ્ય વિના માત્ર ગદ્યમાં કે વચ્ચે વચ્ચે બીજી અનેક નાની મોટી વાર્તાઓ- ટૂચકાઓ આવતા જાય‚ વિવિધરસ ઉત્પન્ન કરવા અને રસ જમાવવા દષ્ટાંત રુપે આડકથાઓ પણ‚ આવતી જાય એવી સભારંજની શૈલીની કંઠ કહેણી અને કાવ્ય‚ શબ્દ‚ સૂર અને સંગીત એ ત્રણે તત્વોનો સમન્વય સાધીને શ્રોતોઓનો સમન્વય સાધીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કરતી વાર્તાઓ.

(૩)બારોટ શૈલીની (જેમાં સિતાર જેવા તંતુવાદ્ય  સાથે રજુ થતી બારોટ રાવળ‚ ઢાઢી‚ મીર‚ લંઘા જેવી યાચક જાતિઓ દ્વારા વાર્તાની રજુઆત થતી હોય.) રાવણહથ્થા‚ સુંદરી કે રવાજ જેવા તંતુવાદ્યો સાથે રજુ થતી હરિજન‚ બારોટ‚ તૂરી વગેરે જાતિઓની શૈલીની લોકવાર્તાઓ.

(૪) ભાંડ વહીવંચા‚ ભરથરી‚ નાયક‚ બહુરુપી‚ મદારી વગેરે વિશિષ્ટ જાતિઓની પોતપોતાની વિશિષ્ટ કથનશૈલી ધરાવતી લોકવાર્તાઓ.

(૫) ભવાઈ રજૂ કરતાં પહેલા‚ ‘બેસણા’ સમયે‚ તરગાળા ભવાયા જાતિના કલાકારો દ્વારા રજુ થતી ભવાઈ શૈલીની વાર્તાઓ.

(૬) માણભટૃ કે કથાકાર બ્રાહ્મણો દ્વારા રજૂ થતી આખ્યાનશૈલી વાર્તાઓ.  આમ છ જેટલા વિભાગોમાં સૌરાષ્ટ્રની લોકવાર્તાઓને વહેંચી શકાય.

સામાન્ય બોલચાલની-લોકબોલીમાં રજૂ થતી સામાજિક કથનશૈલીની વાર્તાઓ અને વિશિષ્ટ લોકવાર્તાઓના કથકો દ્વારા રજૂ થતી લોકવાર્તાઓમાં રજુઆતની દ્રષ્ટિએ ઘણો ફરક જોવા મળે છે. ધંધાદારી લોકવાર્તા કથકો દ્વારા રજુ થતી ડાયરાઓની વાર્તાઓમાં પરંપરિત લોકમુખે સચવાયેલી ઘટના કે કથા હોવા છતા મૌલિક સર્જકતાનો ઉન્મેષ જોવા મળે છે. કથાવસ્તુની પસંદગી અને એની ખીલાવટ‚ કહેણી‚ નાદવૈભવ‚ કંઠની તાકાત‚ ધારદાર મર્મીલી વેધકતા કવિત્વભરી કલ્પનાઓ‚ વર્ણનોમાં આલંકારિકતા અને લોકભાષાની બળુકાઈ જેવા તત્વો સાથે વાર્તાકારના હાવભાવ‚ સ્વરના આરોહ-અવરોહ અને અંગભંગી પણ અદભુત મોહિની પ્રસરાવી દ્યે.

પ્રેમ‚ શૌર્ય‚ ભક્તિ‚ શક્તિ‚ સૌંદર્ય‚ આદર-આતિથ્ય અને ખાનદાની જેવા તત્વો ધરાવતી લોકવાર્તાઓ સૌરાષ્ટ્ર પ્રદેશની આગવી મૂડી છે.
લોકનાટ્ય – ભવાઈ

Folk Drama -BHAVAI
માનવજાત જ્યારથી સમજણી થઈ સમૂહમાં વસવા લાગી ત્યારથી સંગીત‚ ચિત્ર‚ નૃત્ય‚ નાટ્ય‚ શિલ્પ‚ સ્થાપત્ય વગેરે કલાઓનો જન્મ થયો. ભારતના જુદા જુદા પ્રદેશોમાં એ કલાઓ પ્રાદેશિક લક્ષણો અને સ્વરુપ પ્રકારો મુજબ વિકસતી આવી છે. લોકસંસ્કૃતિઓમાં ગીત‚ વાર્તાઓની સાથોસાથ લોકનાટ્યનું સ્વરૂપ પણ એ રીતે પ્રદેશભેદે-રામલીલા‚ જાત્રા‚ નૌટંકી‚ તમાશા‚ રાસલીલા‚ ભવાઈ‚ કે રામામંડળના નામે જુદા જુદા સ્વરૂપે પ્રાપ્ત થાય છે.

ગુજરાતનું પ્રાદેશિક લોકનાટ્ય તે ભવાઈ. ભવાઈની રજુઆત એક ચોકકસ જાતિ દ્વારા (ભવાયા‚ તરગાળા‚ વ્યાસ કે નાયક જાતિના કલાકારો દ્વારા) કરવામાં આવે છે. ગુજરાતની લોકનાટ્યની પરંપરા ભવાઈથી બંધાઈ હશે અને ભવાઈવેશોના આદ્યપુરુષ અસાઈત ઠાકર એમ મનાય છે. પરંતુ અસાઈતના સમય પહેલા પણ ગુજરાત સૌરાષ્ટ્રમાં લોકનાટ્યની જુની પરંપરા સચવાઈ હશે એવા નિર્દેશો પ્રાચીન મંદિરોના શિલ્પ સ્થાપત્યોમાં મળતા ભવાઈ કલાકારોના શિલ્પો પરથી મળી આવે છે. એમાં ભુંગળ વગાડનાર‚ ઝાંઝ‚ પખવાજ‚ વગાડનાર અને અરિસામાં મોઢું રાખીને વિવિધ અભિનય કરનારા લોકોનાં શિલ્પો જોઈ શકાય છે. આમ‚ મંદિરો સાથેનો લોકનાટ્યોનો સંબંધ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. આપણી ભવાઈનો ઉદભવ પણ શક્તિ ઉપાસનાના માધ્યમ માટે થયો હશે એમ માનવામાં આવે છે. ગાયન‚ વાદન‚ નર્તન અને સાથોસાથ પ્રસંગકથનની આ કળાની ઉત્પત્તિ પણ અત્યંત પ્રાચીન સમયમાં‚ તમામ સંગીત‚ નૃત્ય‚ નાટ્ય‚ સ્વરૂપોની જેમ જ ધાર્મિક વિધિ વિધાનોના ભાગ રૂપે થઈ છે પણ ધીરે ધીરે એમાં ખુબ જ પરિવર્તન આવી ગયું છે. જેટલું મહત્વ શૃંગાર અને હાસ્યને અપાયું છે તેટલું મહત્વ ભક્તિ રસને નથી જ અપાયું પણ જીવાતા જીવનના સુખ દુખ‚ હર્ષ-શોક અને વિસંવાદિતાનું બયાન એમાંથી પ્રાપ્ત થાય છે.

ભવાઈના વેશો જે સ્થળે ભજવવાના હોય એ મેદાનને ‘ચાચર ચોક’ કહેવામાં આવે છે. અસાઈત ઠાકોર રચિત ભવાઈના વેશોમાંથી ગણપતિ‚ જૂઠણ‚ અડવો‚ ઝંડાઝૂલણ‚ છેલબટાઉ‚ મિંયાબીબી‚ જસમા‚ ઓડણ‚ સધરો જેસંગ‚ દેપાળ પદમણી‚ કાન-ગોપી-રામ-રાવણ‚ લાલવાદી-ફુલવાદી‚ કજોડાનો વેશ… વગેરે વેશોમાં જુના અંશો સચવાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની ગ્રામજનતાનું સ્થાનિક મનોરંજન આવા ભવાઈ કાર્યક્રમો છે. એમાં ધાર્મિક‚ સામાજિક અને ઐતિહાસિક વસ્તુ ધરાવતા લોકનાટ્યના વેશો ભજવવામાં આવે છે. ભવાઈનું સંગીત વિશિષ્ટ પ્રકારનું હોય છે. ભૂંગળ‚ પખવાજ‚ ઝાંઝ ને પતરાના ડબ્બા જેવા સંગીત સાધનો- સાજ દ્વારા લોકઢાળ અને જુદા જુદા રાગોની દેશીઓનું ગાન નૃત્ય સાથે કરવામાં આવે છે. સંવાદ‚ અભિનય‚ નૃત્ય અને સંગીત એ ચારે અંગોનો સમન્વય ભવાઈમાં થતો હોય છે. તદન મયાર્દિત વેશભૂષા‚ પ્રકાશ આયોજન કે વેશભૂષાનો ઉપયોગ કરીને ખૂબ જ અસરકારક રીતે લોકોનું મનોરંજન પૂરું પાડનાર આ લોકનાટય પ્રકારનો સમાજ સુધારણાના કાર્યો માટે પણ અવાર્ચીન સમયના રેડિયો ટી.વી. જેવા માધ્યમો ઉપયોગ કરે છે.
વરત(ઉખાણા)‚ કહેવતો અને લોકોક્તિઓ

Folk Speak & Illustration
સૌરાષ્ટ્રના લોકસાહિત્યના પ્રકીર્ણ પદ્ય સ્વરુપોમાં વરત‚ પદ્યમય કહેવતો‚ લોકોક્તિઓ‚ જોડકણાં‚ ભડલીવાક્યો‚ વરતારા‚ રેડી‚ શલોકા વગેરેને ગણાવી શકાય. તત્કાલીન લોક જીવનની આછી રેખાઓ એમાં સ્પષ્ટ રીતે ઉઠેલી જોવા મળે છે. એમાં લોકોના ગૌરવ‚ ખુમારી‚ વાત્સલ્ય‚ પ્રેમ‚ વિરહ‚ બલીદાન‚ દર્દ‚ આંસુ‚ પ્રકૃતિ સાથેના સંબંધ સહજીવનની સુવાસ‚ જુદી જુદી કોમ-જાતિઓની લાક્ષણિકતા પ્રાદેશિક વિશિષ્ટતાઓ વગેરે તત્વો સરળ‚ સીધા અને યાદ રહી જાય એટલા ટૂંકા શબ્દોમાં લોકકંઠે રમતા રહ્યા છે. સૂત્રાત્મકતા‚ સંક્ષિપ્તતા‚ તીક્ષ્ણતા‚ તીવ્રતા અને લોકપ્રિયતા જેવાં લક્ષણો આ પ્રકીર્ણ લોકસાહિત્ય સ્વરૂપોમાં જળવાતાં આવે છે. એક એક કહેવત પાછળ લોક જીવનનો મર્મ છૂપાયો હોય એવી કથાઓ છૂપાયેલી હોય છે.

લોકવાણીની તાકાત પૂરી ત્રેવડથી કહેવતો વરત ઉખાણા કે લોકોક્તિઓમાં શબ્દબદ્ધ થયેલી જોવા મળે છે. માનવીના જીવનનો‚ જીવન અનુભવોનો નીચોડ એમાં સંગ્રહાયેલો દેખાય. ઘણું કરીને એક બે જ પંક્તિમાં શકય એટલા લાઘવથી લયાત્મક શબ્દોમાં રોજબરોજના જીવનમાં અનુભવાતા કડવા-મીઠા તમામ અનુભવોનું ભાથું એમાં સચવાયું હોવાને કારણે લોક જીવનના અભ્યાસીઓ માટે લોકસાહિત્યના અન્ય અંગોની માફક આ પ્રકીર્ણ લોકસાહિત્ય પ્રકારો પણ એટલા જ મહત્વપૂર્ણ બની રહે છે.

આમ‚ સૌરાષ્ટ્રનું લોકસાહિત્ય તેની તમામ પ્રાદેશિક લાક્ષણિકતાઓ વડે સભર રસભર્યું સાહિત્ય છે. સૌરાષ્ટ્રમાં વસતાં તમામ જાતિ-કોમ-વર્ણના માનવીઓ આ ‘લોકસમુદાય’માં સમાવિષ્ટ છે. સૌરાષ્ટ્રના ગામડાંઓમાં લોકસંસ્કૃતિ અને શિષ્ટસંસ્કૃતિ એવા ભેદ ઓછા જોવા મળે છે. તમામ જાતિ‚ ધર્મ‚ સંપ્રદાયના સ્ત્રી-પુરૂષો દ્વારા સંઘગાન-સમૂહગાન રૂપે અવતરેલું આ લોકવાંઙમય ટૂંકાં છતાં ઊર્મિસભર લોકગીતો-લોકવાદ્યો- લોકોક્તિઓ અને લોકદુહાઓમાં વિશેષ ખીલ્યું છે.

જેનું સર્જન લોકબોલીમાં જ થયું હોય છે ; જેનો સર્જક અગ્નાત છે  ; જેનો તત્કાલ આરંભ થાય‚ ધસમસતો વેગ હોય ; પ્રદેશે-પ્રદેશે‚ જાતિએ-જાતિએ‚ સમયે-સમયે પાઠાંતરો થતાં રહે ; જેમાં શબ્દ‚ સ્વર‚ ગતિ અને તાલનો સમન્વય છે ; સમૂહને કંઠે ચડીને ટકી શકે એવી સરળ શબ્દાવલી છે ; જેમાં પુષ્કળ પુનરાવર્તનો થયાં કરે છે ; જે મૌખિક રૂપે જ જળવાતું આવ્યું છે ; જેમાં પરંપરાનું અનુસરણ થતું રહે છે ; જેમાં કથા કે સંગીતનું તત્વ સર્વજન પરિચિત હોય છે ; જેનો હેતુ મનોરંજન‚ ઉપદેશ‚ જ્ઞાન‚ ઈતિહાસની જાળવણી કે કામનો બોજો હળવો થાય એ માટેનો હોય છે‚ અને જે સર્વભોગ્ય સાહિત્યપ્રકાર છે એવું આ લોકવાંઙમય લોકસંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે.
લોકસંગીત

Folk Music Of Saurashtra
લોકસાહિત્યમાં જેટલું મહત્વ શબ્દને અપાયું છે તેટલું જ‚ કયારેક તો શબ્દથી પણ વધારે મહત્વ સંગીતને અપાયું છે‚ સ્વર સાથેનો શબ્દ તે જ લોકવાંઙમય. ઉચ્ચારાતો-લયબદ્ધ શબ્દ એ જ લોકસાહિત્ય. જેમાં શબ્દ‚ સૂર અને તાલ મળે એટલે ભાવ ઉત્પન્ન થાય.

લોકજીવનના દરેક ક્ષેત્રમાં માનવીએ સંગીતનો સહારો લીધો છે‚ લોકસંસ્કૃતિને લોક જીવનને સુમધુર કરનારૂં તત્વ હોય તો તે છે લોક સંગીત. એમાં તમામ માનવભાવો સ્વરબદ્ધ થયા હોય છે‚ લોકસંગીતનો ઉદભવ જ માનવ સંવેદનાઓના ઉદભવ સાથે થયો છે‚ જ્યારે આદિ માનવીએ પોતાના હદયના ભાવોને વ્યકત કરવા સૂરનો સહારો લીધો ત્યારે સ્વયંભૂ‚ સ્વર‚ લય‚ તાલ અને શબ્દાવલીનું સહજ રીતે જ અવતરણ થયું અને તેમાંથી પ્રગટ થયું લોકસંગીત.

મીઠી-મધુરી કર્ણપ્રિય લોકધૂનો જે યુગોથી લોકોના કંઠમાં-તન-મન-પ્રાણમાં વસી રહી છે‚ અને તેના મોહક માદક સ્વભાવને કારણે કયારેય ભૂલી શકાય નથી એનો પ્રારંભ કયારે થયો હશે‚ એનો ઉદભવ કોણે કર્યો હશે તેનો કોઈ જ ઈતિહાસ આપણને મળતો નથી. પણ‚ ઝરણાંના કલકલ મધુર ધ્વનિ‚ પક્ષીઓના કલબલાટ‚ પશુઓની ત્રાડો‚ પવનના સૂસવાટા‚ મેઘગર્જના‚ દરિયાના હિલ્લોળનો સંબંધ જેમ નાદ સાથે છે તેમ લોકસંગીત પણ આ પ્રકારના જુદા જુદા ધ્વનિ સંકેતો દ્વારા જન્મ પામ્યું છે.

સંગીતના ઈતિહાસમાં લોકસંગીત આદિ સ્થાન ધરાવે છે. ભારતીય સંગીતનો ઈતિહાસ સામવેદ જેટલો જૂનો છે પણ એ સામવેદની રચના થઈ હશે એ પહેલાં પણ લોક જીવનમાં લોકસંગીતના સ્વરો વહેતા હશે એવું માનવામાં આવે છે. લોકસંગીતમાંથી જ શિષ્ટ-શાસ્ત્રીયસંગીતનો જન્મ થયો છે.
લોકસંગીતના લક્ષણો

Definition & Property Of Folk Music
લોકસંગીતના મુખ્ય લક્ષણોમાં કૃત્રિમતાનો અભાવ‚ સહજ‚ સરળ તદન ઓછા સ્વરો દ્વારા પ્રગટ થતું માધુર્યૅ‚ નૈસર્ગિક‚ પ્રાકૃતિક સ્વર અને તાલનો સમન્વય પરંપરાગત રીતે ઉતરી આવેલો સંસ્કારવારસો‚ પ્રદેશે-પ્રદેશે વૈવિધ્ય‚ યુગોથી સચવાતા આવેલા સ્વરોનું સંયોજન અને પ્રસંગ કે ભાવને અનુકૂળ તાલ‚ રાગ‚ ઢાળ‚ જેવા તત્વો ગણાવી શકાય. સાધારણતયા ત્રણથી માંડીને ચાર‚ પાંચ કે છ કે સાત સ્વરોમાં (લોકગીતોમાં તો બહુધા પાંચ કે તેથી ઓછા સ્વરોમાં) લોકસંગીત સીમિત હોય છે. એની સાથે જોડાઈ હોય છે સંઘગાન રુપે લોકનૃત્ય અને લોકવાંઙમયની રચનાઓ.

કોમળ‚ સરળ‚ ઢાળ‚ સહજ તાલ અને લયનું રહસ્ય હોય એવા લોકસંગીતની અભિવ્યક્તિ આકર્ષક હોય છે. લોકસંગીતએ અભ્યાસ કે રિયાઝનો વિષય નથી‚ લોકોને જન્મથી જ મળ્યું હોય છે. એ સ્વરો ઉત્તેજક નહિં પણ ઉત્સાહપ્રેરક હોય છે. અને એમાં કોઈ ચોકકસ શાસ્ત્રીયબંધારણ હોતું નથી. એકનું એક ગીત પ્રદેશે-પ્રદેશે કે સમયે સમયે જુદા જુદા રાગ‚ તાલ‚ ઢાળમાં ગાઈ શકાય અને છતા એ તમામ રાગ પરંપરિત હોય. સર્વભોગ્ય એવું આ સ્વરસંયોજન વારસાગત રીતે જ ઊતરી આવ્યું હોય છે તેથી તેને શીખવા કોઈ જ પ્રકારનો આયાસ કરવો પડતો નથી.

ખાસ કરીને સૌરાષ્ટ્રના લોકસંગીતમાં અઘરા આરોહ-અવરોહ નથી જોવા મળતા. લોકસંગીતનું સંગીત આરોહનું નહીં અવરોહનું સંગીત છે. શાસ્ત્રીય રાગોમાં આરોહી સંગીત હોય છે જ્યારે સૌરાષ્ટ્રના લોકગીતોમા બહુધા અવરોહી સંગીત મળે છે. એમાં પણ પ્રધાનતા સ્વરની નહીં પણ ઊર્મિ કે ભાવની હોય છે. લોકવાંઙમયનો પૂરેપૂરો અર્થ અને ભાવ લોકસંગીતના સથવારે જ સ્ફૂટ થાય છે.

સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિના અભ્યાસી અને મરમી સંશોધક શ્રી જયમલ્લભાઈ પરમારે લખ્યું છે ‘લોકસંગીતમાંથી ગાયન‚ વાદન અને નર્તનની ત્રણે ય પાંખો વિકસી છે‚ એટલે કે લોકસંગીતમાં રાગ છે પણ નિયમબદ્ધ થયેલા શાસ્ત્રીય રાગના પૂર્ણ સ્વરો નથી‚ વાદ્યો છે પણ એના સ્વર કે તાલ શાસ્ત્રીય ચોક્કસ બંધારણ નથી…’

આપણા લોકસંગીતમાંનું સંગીત શાસ્ત્રીય સંગીત કરતાં જૂદાં પ્રકારનું છે. કુદરતી રીતે ખૂબ જ આકર્ષક લાગતું આ ધ્વનિ માધુર્ય સમૂહગાનને કારણે જળવાયું છે. એક જ ધૂનમાં અનેક ગીતો ગાઈ શકાય કે એક ગીતને અનેક ધૂનમાં ગાઈ શકાય એવી સરળતા એમાં કોઈ બંધન-ચોકકસ સ્વરલિપિ-નિશ્વિત બંધારણ નથી એ કારણે છે. શબ્દ અને સ્વરોનું આવર્તન એ લોકસંગીતનો પ્રાણ છે. સંગીતનો લય સાચવવા‚ તાલ સાચવવા ‘એ…’‚ ‘એ…જી…રે’‚ ‘હે…જી…રે’‚ ‘રે…’‚ ‘લોલ…’‚ ‘માણાં રાજ…’‚ ‘હાં…હાં…હાં…’ જેવા સ્વરો લોકગીતોમાં ઉમેરવામાં આવે છે. સામવેદમાં જેને વર્ણસ્તોભ‚ પદસ્તોભ અને વાકયસ્તોભ તથા કયાંક કયાંક માત્રાસ્તોભને નામે ઓળખવવામાં આવ્યા છે તેવા પ્રયોગો લોકસંગીતમાં અનેક જગ્યાએ જોવા મળે.

સૌરાષ્ટ્રના લોકસંગીતમાં અનેક જાતની વિશિષ્ટતાઓનો તથા અનેક પરંપરાઓનો સમન્વય થયેલો જોવા મળે છે. શૈવ‚ શાક્ત‚ વૈષ્ણવ‚ બૌદ્ધ‚ જૈન‚ ઈસ્લામ એમ અનેક ધર્મ-પંથ- સંપ્રદાયોના આગવા સંગીત સંસ્કારાનો લોકસંગીત ઉપર પ્રભાવ પાડયો છે.

સામાન્ય રીતે ગુજરાત-સૌરાષ્ટ્રના લોકસંગીતમાં સારંગ‚ માઢ‚ પીલુ‚ કાફી‚ ધનાશ્રી‚ કેદાર‚ ભીમપલાસી‚ બિહાગ વગેરે શાસ્ત્રીયરાગોની છાયા દેખાય પરંતુ એ શાસ્ત્રીયરાગોના શુદ્ધ બંધારણ મુજબના તમામ સ્વરો લોકગીતોમાં પ્રયોજાતાં નથી.

કેરવા‚ ધમાર‚ ત્રિતાલ‚ હીંચ‚ દાદરા‚ દીપચંદી‚ લાવણી‚ ખેમટો‚ તેવરા‚ મણિયારો‚ દોઢિયો જેવા તાલ લોકસંગીતમાં પ્રયોજાય છે. લોકસંગીતના આ તાલ પણ નિયમબદ્ધ હોતા નથી. એની ચોકકસ આટલી જ માત્રાઓ એમ જે શાસ્ત્રીય સંગીતમાં નિશ્વિત હોય છે તેમાં લોકસંગીતના તાલોની માત્રામાં વધઘટ જોવા મળે. લોકગીતના શબ્દો અને ભાવ મુજબ એમાં માત્રાની વધઘટ થાય‚ ગાયકની પ્રકૃતિ અનુસાર પણ લોકસંગીતનો વાદક તાલમાં વધઘટ કરી શકે. છતાં પરંપરા અનુસાર એ સ્વૈચ્છિક બંધનમાં પણ હોય. જે ગાયકને અને નર્તકોને એક ચોકકસ લયમાં જાળવી રાખે.
લોકવાદ્યો

Folk Instruments Of Saurashtra
સૌરાષ્ટ્રમાં લોકસંગીત માટે ચાર પ્રકારનાં લોકવાદ્યોનો ઉપયોગ થાય છે.

(૧)આનદ્ધ વાદ્યો – ઢોલ‚ ઢોલક‚ ડાક‚ ડમરૂં‚ નગારું‚ ત્રાંસા અને નોબત વગેરે… ચામડાંથી મઢેલાં તાલવાદ્યો.

(ર) સુષિર વાદ્યો – પાવો‚ જોડિયા પાવા‚ બંસી‚ શરણાઈ‚ શંખ‚ શીંગી‚ ભુંગળ અને મદારીની મોરલી વગેરે

(૩) તંતુવાદ્યો – એકતારો રામસાગર‚ તંબૂર‚ રાવણહથ્થો‚ જંતર‚ દેશી સિતાર વગેરે…

(૪) ઘન વાદ્યો – મંજીરાં‚ ઝાંઝ‚ કરતાલ‚ દાંડિયા‚ ઝાલર‚ ઘંટ વગેરે…

લોકસંગીતની વર્તમાન પરિસ્થિતિ

સૌરાષ્ટ્રમાં આજે લોકસંગીત ઉપર શાસ્ત્રીયસંગીત‚ સુગમસંગીત‚ ફિલ્મીસંગીત‚ પશ્ચિમના મનોરંજક સંગીતે રીતસરનું આક્રમણ કર્યું છે. ધીરે ધીરે સમૂહગાન ઘસાતું ગયું લોકનૃત્ય વિસરાયા‚ લોકગીતોનાં ધંધાદારી ગાયકોએ આધુનિક પશ્ચિમી સંગીતના સાધનોનો ઉપયોગ શરૂ ર્ક્યો અને પરંપરાગત લોકસ્વરને સ્થાને નવા સ્વરો‚ કંઠની હરકતો ને કરામતોની કસરત શરૂ કરી છે. એકાદ જાણીતા ગાયકની નબળી નકલખોરી હજારો કલાકારો કરવા લાગ્યા છે પરિણામે મૂળ‚ પરંપરિત રાગ‚ તાલ‚ ઢાળ‚ ઢંગ‚ વિસરતા ચાલ્યા છે. શહેરીકરણ‚ ઓદ્યોગિકરણ‚ પશ્ચિમીકરણ અને આધુનિકરણ તરફ સમગ્ર લોકસમુદાય આગળ વધી રહ્યો છે.

આજે ગુજરાત સૌરાષ્ટ્રની આગવી લોકસંસ્કૃતિ કે લોકસંગીતનું પ્રતિનિધિત્વ કરતા કલાકારો કે કલાકારોની મંડળીઓ જે કલા રજૂ કરે છે તેમાં નૈસર્ગિક સ્વરૂપ જળવાયું નથી‚ પણ દર્શકો અને શ્રોતાઓને મનોરંજન કરવાના હેતુથી એમાં અનેકવિધ ફેરફારો કરવામાં આવે છે. સ્વર‚ તાલ‚ ઢાળ કે લોકનૃત્યોમાં અનેક જાતનાં પરિર્વતનો આવ્યાં છે. મિશ્ર ગાયકીની પદ્ધતિ અસ્તિત્વમાં આવી છે‚ જેમાં રચના લોકપરંપરાની લોકસંગીતની હોય પણ સુગમસંગીત‚ ફિલ્મી સંગીત અને રાગદારી સંગીતનું મિશ્રણ કરવામાં આવે છે‚ જેથી શુદ્ધ રાગ પણ બંધાય નહીં અને લોકસંગીત મરી જાય. ત્યારે જરૂરત છે ‘લોકવિદ્યા સંશોધન ભવન’ની ‘ઈન્સ્ટિટયૂટ ઑફ ઍથનિક આર્ટસ’ની. જેમાં ગુજરાતના તમામ પ્રકારના ગ્રામીણ પરંપરિત કલાકારોની ક્ષેત્રકાર્ય દ્વારા ભાળ મેળવી તેની પાસે સચવાયેલી સામગ્રી અને પરંપરિત સૂર-તાલ-ઢંગ ઢાળ-નૃત્યનું દ્રશ્ય-શ્રાવ્ય ધ્વનિઅંકન થતું હોય‚ અને તેની કલાનો સર્વાંગી અભ્યાસ કરી જગત સામે એના મૂળ પરંપરિત પ્રસ્તુત કરવામાં આવે. ભૌગૌલિક પરિમાણ મુજબ દરિયાકાંઠાની જાતિઓમાં‚ વનવાસી આદિવાસી જાતિઓમાં‚ રણવિસ્તારની જાતિઓમાં મોટા શહેરોની આજુબાજુના ગામડાંઓમાં અને દૂરના ગામડાંઓમાં સચવાયેલી સામગ્રી તથા વ્યવસાય મુજબ માલધારી‚ ખેડુત‚ માછીમાર‚ ખલાસી દરિયાખેડુ‚ મજુર‚ વ્યાપારી એમ વિવિધ વ્યવસાયો કરતી લોકજાતિઓમાં સચવાયેલી લોકવિદ્યાઓ લોકસંસ્કૃતિ લોકવાંઙમય અને લોકસંગીતની સામગ્રીનું સંકલન-સંશોધન-સંમાર્જન-સંપાદન-સંરક્ષણ થતું હોય અને પછી એનું આંતરવિધાકીય મૂલ્યાંકનપદ્ધતિથી પૂર્ણ વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન પણ થતું હોય.પણ‚ આવાં સપનાં ક્યારે સાચાં પડે ?

અત્યારે તો ચાલો‚ મારી પાસે ક્ષેત્રકાર્ય દ્વારા ધ્વનિમુદ્રિત સ્વરૂપે મળેલી સામગ્રીમાંથી‚ મારા કંઠમાં જે મૂળ પરંપરિત સ્વર ઢાળ‚ દેશી મૂળ ઢંગ અને તાલ ઉતારી શક્યો છું એનું આચમન કરીએ. તમામ જનસમુદાય ઝીલી શકે એવા સર્વભોગ્ય સરળ સીધાસાદા બહુ ઓછા સ્વરોની બાંધણી હોવા છતાં એ અલ્પ સ્વરોના આરોહ-અવરોહનાં આવર્તનોથી એક જાતનું જે સંગીત માધુર્ય ખડું થાય એનો રસ માણીએ.

(૧) સિમંત ગીત –

લીપ્યું ને ગુંપ્યું મારું આંગણું‚ પગલીનો પાડનાર દ્યો ને   રન્નાદે  વાંઝિયા મેણાં માડી દોહ્યલાં…

રોટલા ઘડીને ઊભી રહી ચાનકડીનો માગતલ દ્યો ને રન્નાદે  વાંઝિયા મેણાં માડી દોહ્યલાં…

(ર) હાલરડાં –

ઓળી ઝોળી પિપર પાન‚ ફઈએ પાડયું રામજી નામ..

ભાઈલો મારો ડાહ્યો…‚ પાટલે બેસી નાયો…પાટલો ગયો ખસી‚ ભાઈલો આવ્યો હસી… હાં… હાં… હાં…

(૩) લગ્નગીતો

Marriage Songs

માંડવડે કાંઈ ઢાળો ને બાજોઠ કે ફરતી મેલો ને કંકાવટી

તેડાવો રે કાંઈ પાટણ શેરના જોશી‚ કે આજ મારે લખવી છે કંકોતરી…

મોર જાજે ઊગમણે દેશ ; મોર જાજે આથમણે દેશ‚ વર તું જાજે રે વેવાયું ને માંડવે હો રાજ…

એસા ને અલબેલા.મનોજભાઈ ઊભા રયો એકવાર…વિદ્યાનગર શેરના ચોકમાં વીરા ! શેણે લાગી વાર….ઢોલીડા રીઝવતાં બેની ! અમને એણે લાગી વાર…

તારા નખના પરવાળા જેવી ચૂંદડી રે  તારી ચૂંદડીનો રંગ રાતો હો લાડડી ઓઢો ને સાયબજાદી ચૂંદડી રે…

પેલું પેલું મંગળિયું વરતાય‚    કે પેલે મંગળ ગાયુંના દાન દેવાય…

કોયલ બેઠી આંબલિયાની ડાળ‚   મારો મોરલીયો બેઠો રે ગઢને કાંગરે… માણાં રાજ… હોંશીલા વીરા – તમે કોયલને ઉડાડો આપણ દેશ…

(૪) કન્યાવિદાય –

એક આવ્યો તો પરદેશી પોપટો  બેની રમતા’તાં માંડવ હેઠ ધૂતારો ધૂતી ગિયો…

બેની – મેલ્યાં ઢીંગલ મેલ્યાં પોતીયાં  બેની મેલ્યો છે સૈયરૂંનો સાથ‚ મેલીને હાલ્યાં સાસરે…

(પ) રાસ અને રાસડા

Circular dance accompanied with singing

રાધાજીના ઊંચા મંદિર નીચાં મોલ‚ ઝરૂખડે દીવા બળે રે લોલ…

રાધા ગોરી ગરબે રમવા આવો‚ સાહેલીયું ટોળે વળે રે લોલ…

આવી રૂડી અંજવાળી રાત‚  રાતે તે રમવા નીસર્યારે માણાંરાજ…

રમ્યાં રમ્યાં કાંઈ પોર બે પોર‚ સાયબોજી તેડાં મોકલે રે માણાંરાજ…

શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો‚ માતાજી રમવા મેલો રે રંગ ડોલરિયો…

જોડ જોતાં તે જોડલું જડી ગિયું રે લોલ… કરમ આડેથી પાદડું ખસી ગિયું રે લોલ…

હવે થોડી રહી પ્રીત ઝાઝું બોલ્ય મા રે લોલ… ફળ પાક્યા વિનાનું કાચું તોડય મા રે લોલ…

ઝીણાં મોર બોલે છે લીલી નાઘેરમાં લીલી નાઘેરમાં ને હરિ વનરાઈમાં…

મોરલો બોલ્યો બોલ્યો રે મારા મૈયરનો‚ મારા મૈયરનો રે મારા રે પિયરનો..

મારા હિરાગર મોરલા ઊડી જાજે…

ઢોલીડા ઢોલ રે વગાડય મારે હિંચ લેવી છે…

કે મું ને ઝાંપે રમવા મેલ્ય ભરવાડિયા ઝાલાવાડી ઢોલ તારો જાંજડ વાગે…

ચાંદો ઊગ્યો ચોકમાં ઘાયલ… ચાંદો ઊગ્યો ચોકમાં…

મારા લેરિયામાં લાગી લૂંટાલૂંટ રે નણદલ માગે લેરિયું રે બાઈ…

વા વાયા ને વાદળ ઊમટયાં‚ ગોકુળમાં ટહુક્યા મોર મળવા આવો સુંદર વર શામળિયા…

હું તો ઢોલે રમું હરિ સાંભરે રે…

ચંદન તલાવડી રોકી કાનુડે‚ જળ ભરવા નો દિયે કાનુડો મારી ખેધે પડયો છે…

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં વાલમિયા…

મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. મીઠુડી મોરલી વગાડતા રે લોલ…
(૬) કથાગીતો

Folk Ballads of Saurashtra
માડી ! હું તો બાર બાર વરસે આવીયો માડી ! નો દીઠી મારી પરમાર રે જાડેજી મા..મોલ્યુંમાં દીવડો શગે રે બળે…

આભમાં ઝીણી ઝબુકે વીજળી રે ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી !  નૈં રે જાવા દઉં વેરણ ચાકરી રે…

વેલ્યું છૂટિયું વાડીના વડ હેઠય એવા ધોરીડા બાંધ્યા રે વડને વાંકિયે….

સોનલા વાટકડી ને રૂપલા કાંગસડી  બાલુડો જોગી નાવા બેઠો રે ભરથરી…

બાર બાર વરસે નવાણ ગળાવ્યા નવાણે નીર નો આવ્યાં જી રે…

સોનલ રમતી ગઢડાને ગોખ જો રમતાં ઝલાણી સોનલ ગરાસણી.

(૭) ભવાઈગીતો –

કે મું ને ઝીણી ઝીણી વાય છે ટાઢ લાલ સનેડો…

(૮) દુહા –

એક આવ્યે દુઃખ ઉપજે‚ એક આવ્યે દુઃખ જાય ;  એક પરદેશે ગિયો સાંભરે‚ એક પાસે બેઠો ન પોસાય.

(૯) મણિયારો –

આજ રે જોધાણા ગઢને મારગે રે ઘોળી જાઉં‚ ઝીણી રે ઊડે છે રે ગુલાલ ;

મણિયારડો રે જિયો ગોરલજો સાયબો મોરો‚ વાંકલડી મૂંછારો રે મણિયાર…

ઊંચી રે ચડું ને નીચે ઊતરું રે ઘોળી જાઉં‚ જોઉં રે મણિયારા તારી વાટ ;

મણિયારો રે જિયો ગોરલ જો સાયબા રે‚ ભૂંભળિયા નેણાં રો રે મણિયાર…

તારા રે દેશમાં આંબા આંબલી રે ઘોળી જાઉં‚ મારા રે દેશમાં રે દાડમ ધ્રાખ ;

કોઈ રે મૂલવે હીરા મોતીડાં રે ઘોળી જાઉં‚ મેં તો રે મૂલવિયો રે મણિયાર…

મણિયારડો રે જિયો ગોરલજો સાયબો રે કેસરિયા દુપટારો રે મણિયાર…
સંદર્ભગ્રંથ સૂચિ

Reference Books For Gujarati Folklore

૧.    લોકસાહિત્યનું સમાલોચન               ઝવેરચંદ મેઘાણી

ર.       લોકસાહિત્ય (ધરતીનું ધાવણ ૧ – ૨)   ઝવેરચંદ મેઘાણી

૩.    રઢિયાળી રાત (ભાગ ૧ થી ૪)          ઝવેરચંદ મેઘાણી

૪.      આપણી લોકસંસ્કૃતિ                   જયમલ્લ પરમાર

પ.   લોકસાહિત્ય તત્વદર્શન અને મૂલ્યાંકન   જયમલ્લ પરમાર સં.બળવંત જાની

૬.    લોકસાહિત્ય વિમર્શ     જયમલ્લ પરમાર

૭.    લોકસાહિત્ય અને સંસ્કૃતિ                 જયમલ્લ પરમાર

૮.      ગુજરાતમાં સંગીતનું પુનરુજ્જિવન       નારાયણ મોરેશ્વર ખરે

૯.    ગુજરાતી લોકસાહિત્ય                    ડો.હસુ યાજ્ઞિક

૧૦.   લોક વાંઙંમય                            કનુભાઈ જાની

૧૧. ગુજરાતનાં લોકવાદ્યો                     ઇન્દ્રશંકર રાવળ

૧ર.      લોકવાર્તા                                પુષ્કર ચંદરવાકર

૧૩.  લોકામૃત                                 પુષ્કર ચંદરવાકર

૧૪.  લોક દ્વારેથી                                    પુષ્કર ચંદરવાકર

૧પ.  ‘લોક ગુર્જરી’ના અંકો               પ્રકા.લોકસાહિત્ય સમિતિ

૧૬.  ‘ઊર્મિ નવરચના’ના અંકો                 સં.જયમલ્લ પરમાર

૧૭.  ‘વીરડો’ના અંકો                          સં.હરેન્દ્ર ભટૃ

૧૮.      ગુજરાતના સાંસ્કૃતિક પ્રવાહો                   હરકાન્ત શુકલ

૧૯. લોકસાહિત્ય – વિભાવના અને પ્રકાર    ડો.હસુ યાજ્ઞિક

૨૦. ગુજરાતની લોકવિદ્યા           ડો.હસુ યાજ્ઞિક

૨૧. લોકવિદ્યા વિજ્ઞાન          ડો.હસુ યાજ્ઞિક

અને શ્રી નિરંજન રાજ્યગુરુ નો ખુબ ખુબ આભાર 

લી. ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર).

પાંચ વીઘા જમીન બોલે છે, દરબાર!’

Standard

બારોટજીનો અવાજ આખાય ઓરડામાં પડઘાઈ રહ્યો. ખાટલા પર રૂવેલ ગોદડું છે ને ગોદડા પર પથરાઈ છે ફૂલવેલની ડિઝાઈનવાળી ચાદર. ને એના પર બેઠા છે મોટી ફાંદવાળા, મોટી મોટી વાંકડી મૂછોવાળા ને માથે છોગાળા સાફાવાળા બારોટજી! બબલજી બારોટ! નીચે બેઠા છે જીવણજી દરબાર! દરબારી ગામ છે. મોટાભાગની વસ્તી દરબારોની છે! હશે ગામમાં સો-સવાસો ઘર. પણ એ બધામાં એંશી ટકા ઘર વાઘેલા દરબારોનાં.
જીવણજી વાઘેલા કહો કે જીવણજી દરબાર કહો, પણ એમની પાસે જમીન છે માત્ર પાંચ વીઘાં. પાંચ દીકરા છે. પાંચ વીઘાંમાં તો બધાનું શેં પુરું થાય? એટલે એક દીકરો ખેતી કરે છે, એક દીકરો રીક્ષા ચલાવે છે, એક દીકરો નજીકના શહેરમાં પટાવાળો છે, એક દીકરો શહેરમાં શાકભાજી વેચે છે તો એક દીકરો નજીકના ગામના શેઠને ત્યાં ઉઘરાણીનું કામ કરે છે.

જીવણજી વાઘેલા એકલા જ રહે છે. હા, એમનાં ઘરવાળાં છે, પણ બાપડાં ભારેખમ કાયાને કારણે ખાટલાવશ છે. તોય જીવણજીને તેજલબાનો સથવારો છે! આન-બાન અને શાન માટે પ્રાણનેય ન્યોછાવર કરી દેનારા ક્ષત્રિયવીરોના વંશજોથી ગામ ઉભરાય છે. ગામ માથે આફત આવે તો હાક દેતાં વાર ન લગાડે! જાણે સાવજની ડણક! તલવાર કરતાંય વધારે જોરાંતી છે એમની ગર્જના. પાદરમાં પાળિયા છે. ગામ ઇતિહાસના ઓશીકે સૂતું છે. કુરબાનીની કથાઓ પોકારી પોકારીને કહેનારા પાળિયા આખે આખો ઇતિહાસ દબાવીને બેઠા છે!

જીવણજી વાઘેલા પાસે માત્ર પાંચ વીઘાં જ જમીન છે. પાંચમી પેઢી પાસે પાંચસો વીઘાં હતી. પછી પેઢી દર પેઢી જમીન વહેંચાતી ગઈ… ને આજે તો રહી ગઈ છે એમની પાસે માત્ર પાંચ વીઘાં જમીન! આખાય ગામમાં તરતાં ઘર પણ છે. સંધાય પાંચ પાંચ પેઢીના વંશજો છે. આમ તો બધા કુટુંબીઓ જ કહેવાય! પચાસ વીઘાવાળા ય છે ને ચાલીસ વીઘાંવાળા ય છે, તો સો વીઘાંવાળાય ચાર જણ છે.

ઠીક છે, છે એની પાસે ઘણું છે.

પણ જીવણજી વાઘેલા પાસે તો ગણીને પાંચ વીઘાં જમીન છે… એનું દુઃખ નથી એમને. ઉપરવાળાએ જે આપ્યું તે બરાબર.. વાઘેલી માનો વસ્તાર આ ગામમાં પહોળા પને પથરાયો છે, વાંધો નહિ. પાંચેય દિકરા અલગ અલગ કામધંધે વળગ્યાં છે, છતાં એક છે. સાંજ પડ્યે પાંચેય જણ ભેળા થઈ જાય છે…

ચાલે છે સંસાર.

ચાલે છે ધંધા-પાણી.

ચાલે છે ગામનો વ્યવહાર.

ટેકીલા ક્ષત્રિયો છે.

જાન જાય તો જૂતે મારી, શાન ન જવી જોઈએ! ઈજ્જત માટે માથું આપી દેતાં વાર ન કરે આ વાઘેલા દરબારો. ટેક એટલે ટેક. ને એ દિવસે અચાનક જ આવી ચઢ્‌યા બારોટજી… બબલજી બારોટ. જીભે આ શારદાનાં બેસણાં. ગીત-કવિ-છંદને દુહા બઘું જ જીભના ટેરવે! દરબારોના બારોટજી! એમનો અવાજ પણ સંિહની ડણક જેવો! પાંચ-સાત પેઢીનો ઈતિહાસ એમના દિમાગમાં. એમના ચોપડામાં વાઘેલા દરબારોની સાત પેઢીની ક્ષણ ક્ષણની વાતો ચિતરાયેલી હોય! સંિહની ડણક, સતીનું શીલ અને વાઘેલાઓની ટેક – આ ત્રણેયની બરાબરી કોઈ ન કરી શકે!

‘આવો, આવો, બારોટજી.’

– જીવણજી વાઘેલાએ અમરતિયો આવકાર આપ્યો. તો અંદર આવતાં બબલજી બારોટે ઓચર્યું ઃ ‘મા ભવાનીનો હુકમ થયો કે જા, જીવણજીના ઘેર જઈ આવ! દરબાર, તમારે ત્યાં તો જોગમાયાનાં બેસણાં છે! વાહ, વાહ, તમારું કુળ તો ટેક માટે જીવ ન્યોછાવર કરનારું છે…’ ને બારોટજી અંદર આવ્યા. ખાટલે રૂવેલ ગોદડાં પથરાયાં. ઉપર રંગીન ચાદર નંખાણી. ઓશીકે હાથ ટેકવીને બારોટજી બેઠા. પાણીનો કળશ્યો આપ્યો. પાણી પીતાં પીતાં બારોટજી બોલ્યા ઃ ‘વાહ રે વાહ! ધન્ય થઈ ગયા! આજ તો તમારા ઘરનું અમૃત પીવા મળ્યું! જોગમાયાનાં બેસણાં છે, દરબાર!’

ભોજન બન્યું.

દાળને ભાત. ત્રણ જાતનાં મધમધતાં શાક… ખીરનો કટોરો. પૂરી ને પાતરાં… વાહ! વાહ! ખીરનો વાડકો મોઢે મૂકતાં જ બારોટજીની મૂછોની સફેદ લકીર ખેંચાઈ! જમી રહ્યા બારોટજી… ખાટલે બેઠા. પાનનાં બીડાં આવ્યાં. પાન ખાતાં ખાતાં બારોટજી બોલ્યા ઃ ‘દરબાર, મારે તમને એક વાત કહેવાની છે.’

‘કહોને, કવિરાજ!’

‘લખેલું વંચાશે.’

‘ભલે.’

‘ટેક પાળવી પડશે.’

‘પાળીશ. નોં પાળું તો તમારું ખાસડું ને મારા ગાલ!’ બારોટજીએ ચોપડો કાઢ્‌યો. પાનાં ફેરવ્યાં. એક પાના પર એમની નજર અટકી. શ્વાસ ખાઈને એ બોલ્યા ઃ ‘દરબાર, તમારી ચોથી પેઢીના દરબાર શત્રુધ્નસંિહજી. એમણે જે વચન આપ્યું હતું મારી ચોથી પેઢીના દાદાને એ વાંચું છું.’

‘વાંચો.’

‘હું શત્રુધ્નસંિહ વાઘેલા, આથી પાંચ વીઘાં જમીન કેવડાજી બારોટને આપું છું.’

‘બરાબર!’

‘પણ બીજા જ દિવસે શત્રુધ્નસંિહ વાઘેલાનું હૃદયરોગના હુમલાને કારણ અણચંિતવ્યું મરણ થયું. કાળી કાગારોળ અને રોકકળ વચ્ચે કેવડાજી બારોટ ત્યાંથી જતા રહ્યા! બસ, ચાર પેઢીથી મારા ચોપડામાં તમારી પાંચ વીઘા જમીન બાકી બોલે છે, બોલો શું કહેવું છે તમારું?’

‘છોકરાઓને પૂછવું પડે!’

‘પૂછો.’

એજ સાંજે એમણે મોટા દીકરા માનવેન્દ્રને બોલાવ્યો. બધી જ વાત કરી. તો કહે ઃ ‘બાપુજી, હું તો તમારો દીકરો છું. તમારે મને પૂછવાનું હોય? જમીન આપવાની બાકી છે તો આપી દો! દેવું રાખવાની શી જરૂર છે?’

‘વાહ! વાહ!’ બારોટજીના મુખમાંથી ધન્યવાદના શબ્દો નીકળી પડ્યા. એમણે કહ્યું ઃ ‘જીવણજી, હું આવતીકાલે પણ રોકાઈશ. કાલે બોલાવીને પૂછી લો તમારા બીજા દીકરાને.’

બીજે દિવસે બીજા પુત્ર પ્રદ્યુમ્નસંિહને બોલાવ્યો. બધી વાત કરી, તો તે બોલી ઊઠ્યો ઃ ‘બાપુ, દેવું છે, તો ભરી દો દેવું. આપી દો આપણી પાંચ વીઘાં જમીન… બારોટજીને રાજી કરો. બારોટજીનો ચોપડો કદી ખોટું ન બોલ! દેવું ભરપાઈ કરી દો.’

બારોટજી રાજી થઈ ગયા.

બબડ્યા ઃ ‘ધન્ય છે જીવણજી તમારા કુળને!’

પછી મોટેથી બોલ્યા ઃ ‘જીવણજી વાઘેલા, હું આવતીકાલે પણ રોકાઈશ. બોલાવીને પૂછી લો તમારા ત્રીજા દીકરાને!’ બીજે દિવસે ત્રીજો પુત્ર રણમલસંિહ આવ્યો. વાત જાણી બોલ્યો ઃ ‘બાપુ, એમાં અમને પૂછવાનું હોય ખરું? બારોટજીનું દેવું કદી ન રખાય. આપી દો તમ તમારે આપણી પાંચે પાંચ વીઘા જમીન! ઉપરથી ધાનના કોથળા પણ ભરી આપો.’

બારોટજી એટલા હર્ષાવેશમાં આવી ગયા કે ઊભા થઈને તેમણે જીવણજીની પીઠ દાબડી ઃ ‘ધન્ય છે તમને અને તમારા પુત્રોને! તમારા પુત્રો તો કુળ તારણહાર છે! હું આવતીકાલે પણ રોકાઈશ. બોલાવો તમારા સૌથી નાના દીકરાને!’

બીજે દિવસે ચોથો દીકરો બલભદ્રસંિહ આવ્યો. વાત જાણીને બોલ્યો ઃ ‘બાપુ, તમતમારે આપી દો પાંચ વીઘાં બારોટજીને! પણ ઊભા રહો-’

‘કેમ?’

‘પાંચ વીઘાં આપણી ચોથી પેઢીના દાદાએ આપ્યાં હતાં. ચાર ચાર પેઢીઓ જવા છતાં આપણે દેવું ભરપાઈ કરી શક્યા નથી. ધીરધાર કરનાર હોય તો વ્યાજનું ય વ્યાજ ગણે. પણ આપણે સીધી ગણતરી મૂકી. ચાર પેઢીએ દેવું ચારગણું થાય. બારોટજીને આપણે એ હિસાબે વીસ વીઘાં જમીન આપવી પડે. આપણી પાસે તો પાંચ જ વીઘાં છે.’

‘હા, બેટા!’

‘કંઈ વાંધો નહિ, બાપુ! હું ખુદ વેચાઈ જઈશ,પણ દેવું નહિ રહેવા દઉં! અરે, કોઈને ત્યાં આજીવન ખેડૂ તરીકે રહી જઈશ, જો એ પંદર વીઘાં જમીન આપે તો…’

‘કરો ગામ ભેગું.’

એ સાંજે ગામના પાદરમાં વડ હેઠળ આખું ગામ એકઠું થયું. આમ તો બધાય પાંચમી પેઢીના નાતે કુટુંબીઓ જ હતા. ભાઈઓ હતા. બધા આવી ગયા એટલે બલભદ્રસંિહ સૌને હાથ જોડીને બધી જ વાત કરી પછી બોલ્યો ઃ ‘પંદર વીઘાના બદલામાં હું જંિદગીના છેલ્લા શ્વાસ સુધી ખેડૂ રહેવા તૈયાર છું. બોલો, છે કોઈ મારો ખરીદદાર?’

સભામાં સોપો પડી ગયો. એકદમ શાંતિ પથરાઈ ગઈ… બલભદ્ર નિરાશ થઈ ગયો. ત્યાં જ સભામાં એક જણ ઊભો થયો. એ હતો વીરભદ્ર સંિહ. ચાલીસ વીઘાં ભોંનો માલિક. એ બોલ્યો ઃ ‘ભાઈઓ, ચોથી પેઢીના દાદા તો આપણા ય દાદા થયા. એમનું દેવું એકલો બલભદ્ર શા માટે ભરે? એમ થાય તો દરબારોની દિલાવરી લાજે. મારી પાસે ચાલીસ વીઘા જમીન છે. જીવણકાકા જો પાંચ વીઘાં બારોટજીને આપી દે તો એમની પાસે કશું જ ન રહે. એટલે હું એકલો જ મારી જમીનમાંથી વીસ વીઘાં જમીન બારોટજીને આપી દઉં છું! જય ભવાની મા! જય જોગમાયા! મારે ખેડૂ રાખવાની કોઈ જરૂર નથી! જય ભોલેનાથ!’

બારોટજી તો છક થઈ ગયા. દરબારોની દિલાવરી જોઈને!

બીજા દિવસે વીરભદ્રસંિહ દસ્તાવેજના કાગળો લઈને આવ્યા તો બારોટજી બોલ્યા ઃ ‘ના દરબાર! મારે કશું જ નથી જોઈતું. તમારા જેવા દરબારોની દિલાવરી સામે મારું લેણું ખતવાઈ ગયું! આમ તો મારે જવું હતું તીરથયાત્રાએ. પણ હવે નથી જવું!’

‘કેમ, બારોટજી?’

‘મારે તો અહીં જ તીરથયાત્રા થઈ ગઈ! તમને બધાને જોયા, ગામને જોયું, ને મને તીરથનું પુણ્ય મળી ગયું! દરબારોની દિલાવરીથી મોટી તીરથયાત્રા કઈ હોઈ શકે? લો, આવજો બધા, રામ રામ! જય ભોલે નાથ!’ ને બારોટજી ઘરની બહાર નીકળી ગયા – એમનાં પડતાં પગલાંમાં પુણ્યપ્રાપ્તિની વિરલ સંતૃપ્તિનો પ્રતિઘ્વનિ ઊઠતો હતો! ઘટના તો ઘણી પુરાણી છે, પણ એના પડછંદા બનાસકાંઠામાં આવેલા દરબારી દિલાવરીથી ભર્યા ભર્યા એ ગામમાં આજેય સંભળાય છે!

(કથાબીજ ઃ ડી.બી. પટેલ ‘નીરવ’, ગાંધીનગર)

“વડો વંશ વાઘેલ”

Standard

“વડો વંશ વાઘેલ”

image

નેક નામદાર મહારાજ કુમાર રૂપસિંહજી પૃથ્વીરાજજી વાઘેલા ઓફ ગાંગડ
(છબાસર, વેજી અને વૌઠા ના મૂળ પુરુષ જાગીરદાર)

ઐતિહાસિક પુસ્તક અને વાઘેલાવંશ ગીતા સમાન “વાઘેલાવૃત્તાંત” માંના ઉલ્લેખ અનુસાર અઢીસો પાદરના ધણી ગાંગડ અધિપતિ રાજેશ્વર મહારાણા પૃથ્વીરાજજી બીજા ને ત્રણ કુમારો હતા મોટા પાટવી શેશમાલજી બીજાનંબરના કુંવર રૂપસિંહજી અને ત્રીજા રતનસિંહજી (કુંડળ અને આંબેઠી ના જાગીરદાર), મહારાણા પૃથ્વીરાજજીના પટરાણી રાણીસાહેબ બાજીરાજબા ધ્રોલના જાડેજા ઠાકોર જુવાનસિંહજીના (જુણાજી) ના કુંવરી હતા એમની કુંખે રૂપસિંહજી અને રતનસિંહજી જન્મ્યા હતા.
રૂપસિંહજી નાનપણથી જ હોશિયાર અને શુરવીર હતા એમને એકલા હાથે અનેકવાર પ્રજાની રક્ષા કાજે ધિગાણા કરેલા એમની વીરતા, સાહસ અને કાર્યકુશળતા થી મહારાણાને  કાયમ પોરહના પલા છુટતા, શેશમાલજી મોટા હોવાથી તેમને યુવરાજ પદ મળેલું પરંતુ રૂપસિંહજી કુશળતા થી અંજાઈ ને મહારાણાએ ગાંગડ રાજ્યનો જીવંત પર્યંત કાર્યભાર સંભાળવા રૂપસિંહજી પાસે વચન લીધેલું આથી મહારાણા પૃથ્વીરાજજીબીજાનું આવસાન થતા રૂપસિંહજી ને છબાસર, વેજી અને વૌઠા આ ત્રણ ગામની સ્વતંત્ર જાગીર ફટાયા તરીકે મળેલી અને સૌથી નાના ભાઈ કુંવર રતનસીંહજી ને કુંડળ અને આંબેઠી આ બે ગામની જાગીર આપેલ, પરંતુ પિતાને આપેલ વચનના કારણે રૂપસિંહજી આજીવન ગાંગડ મા રહીને ગાંગડનો વહીવટ સુંદર રીતે ચલાવેલો, રૂપસિંહજી ને પાંચ કુમારો થયા મોટા કુંવર હમીરસિંહજી (હામોભા), બીજા કુંવર મોડ્ભા, ત્રીજા કુંવર તેજસિંહજી (તેજોજી), ચોથા કુંવરજગતસિંહજી, અને છેલ્લા કુંવર કેશરીસિંહજી એમાં કુંવર તેજોજી અને જગતસિંહજી નાની ઉમરે ચુડા ખાતે મામાના વતી ઘોર યુધ્ધમા મહાપરાક્રમ કરી વીરગતિને વરેલા ત્યાર બાદ રૂપસિંહજી એ બાકીના ત્રણેય કુંવારો ને એક એક ગામ સ્વતંત્ર જાગીર તરીકે વેહજી આપેલ જેમાં મોટા કુંવર હમીરજી ને વેજી ગામ વચ્ચેના કુંવર મોડભા ને છબાસર  અને નાના કુંવર કેશરીસિંહજી ને વૌઠા ની જાગીર આપી જેમાં હાલે કુંવર હામોભા અને કુંવર મોડ્ભા નો વંશ છબાસર  અને કુમાર કેશરીસિંહજી નો વંશ વૌઠામાં હયાત છે. મને ગર્વ છે કે આવા મહાન વિભૂતિ રૂપસિંહજી દાદાનું લોહી મારામાં વહે છે…
લીખીતન : ધર્મરાજસિંહ વાઘેલા છબાસર …

Shirstran / शिरस्त्राण

Standard

“શિરસ્ત્રાણ ભાગ :-૨”
(સાફો) :-

image

પીળો પોરહ તણો, ને કેશરિયો કુળની લાજ;
કાળો બહારવટાનો, ને સફેદ મરણ ને કાજ ,
ટીપકીયાળો ગઢપણનો, લહેરીએ જુદા સાજ;  
ઈણ બાંધણ સોહે ગરાસિયો, ઈ એનો તાજ ,

“નાચણ કાજ બાંધવો નઈ બાંધવો-સાચવો ઈ મર્જાદ ગણાય  
કહે ‘અજાન’ ઢીલો-પોચો બંધાય નઈ, ઈતો લોકનો ભણાય ”

                ભારતની આર્યસંસ્કૃતિમા શિરસ્ત્રાણનું આગવું સ્થાન અને મહત્વ જોવા મળે છે, શિરસ્ત્રાણ ભાગ ૧ માં  આપણે અગાઉ જોઈગયા એ પ્રમાણે એના ઘણા પ્રકારો છે જે અંતર્ગત પાઘ અને પાઘડી ભારતીય આર્યસંસ્કૃતિ માં મૂળભૂત રીતે સમાવિષ્ટ છે  આ સિવાય મુગટ દેવતાઓ ના શિલ્પો માં જોવા મળે છે, તેના પ્રતિરૂપ કે પ્રતિનિધિ ગણાતા રાજા કે એને સમાન રાજકીય હોદ્દેદારો (પટરાણી, યુવરાજ)  પ્રાચીન સમય માં  ધારણ કરતા બાકીના બધા પાઘ કે પાઘડી ધારણ કરતા, આસીવાય યુદ્ધ દરમિયાન  કવચ ધારણ કરતા અને મસ્તકની રક્ષા કાજે  લોહ કે તેને સમાન ધાતુ ના  મુગટ ધારણ કરતા જે આપણી મૂળભૂત સંસ્કૃતિનો ભાગ ગણાય.
પરંતુ સાફા નો ઈતિહાસ ખાસ કરીને  ભારતમાં બહુ જુનો ના ગણાય કારણ કે તે આયાતી સંસ્કૃતિ છે પેહલા ભારત માં સાફાનું ચલન હતુજ નઈ, ઈ.સ. ૭૨૬ માં ભારત પર પ્રથમ મુસ્લિમ આક્રમણ થયું જે તુર્કો હતા, ત્યારબાદ અફઘાની આક્રમણ સમયે તેમની સાથે પઠાણોનું ભારતમાં  આગમન થયું જે મૂળભૂત રીતે કુલ્હેદાર સાફો બાંધતા , આમ સાફા બાંધવાની સંસ્કૃતિનું આગમન પઠાણો દ્વારા ભારતમાં થયું, અને ધીમે ધીમે આ ચલણ સંપૂર્ણ ભારતમાં ફેલાયું, સૌપ્રથમ રાજપુતાના માં રાજપૂતો દ્વારા આ સાફાને અલગ રૂપ રંગ આપી અપનાવાયો અને ખાસ એ પરિવર્તન પામેલ સાફો સૈનિકો બાંધતા (જેનો ઉલ્લેખ પિંગળશીભાઈ ગઢવીના સાહિત્યમાં “સૈનિકો ને સાફો” એ સ્વરૂપે જોઈ શકાય છે) પછી રાજપૂતો અને ત્યારબાદ તેમનું અનુકરણ કરતી રૈયતમાં પણ સાફાનું ચલણ વધ્યું અને મૂળભૂત પાઘ પાઘડી વિસરાતી ગઈ.
                 ભારતમાં સાફો અલગ અલગ ભાતનો બંધાતો જોવા મળતો (હાલ માં ક્યાંક ક્યાંક જોવા પણ મળે છે ) જેમાં રાજસ્થાન માં જોધપુરી પાટલીયાળો, જયપુરી ઉચા ખુંપાવાળો, બીકાનેરનો રૂવાબી, ગુજરાતમાં ગિરાસદારી વટ ભરેલો, કાઠીયાવાડી, અને લોકવર્ણનો, મરાઠા (મહારાષ્ટ્ર) માં ઉચા છોગાં વાળો અને ઉત્તરમાં જાટનો (મરાઠા અને  જાટ તથા લોકવર્ણ ના સાફામાં પાછળ ગાંઠ આવતી નથી) આ પ્રકારે ભારત માં  સાફો બંધાતા ઘણા રાજપૂતો એ સાફો ક્યારેય અપનાવ્યો નથી અને  પોતાની પાઘ કે પાઘડી આજ સુધી અણનમ રાખી છે જેમાં ઉદયપુર ના મહારાણા જે ક્યારેય સાફો બાંધતા નઈ હાલમાં પણ સાફો બાંધતા નથી માત્ર પોતાની પાઘ જ બાંધે છે  એ જ રીતે જેસલમેર, પારકર ના સોઢાણ, ગુજરાત માં મોટા ભાગના ગરાસીયા આંટીયાળી જ બાંધતા હાલ જામ સતાજી-૩ (શત્રુશલ્યજી) પણ એજ વિચારધારા ધરાવે છે..
                    પરંતુ સાફો પણ એક ઉત્તમ શિરસ્ત્રાણ છે એમાં ઘણી કલાત્મકતા છે જો એ બરોબર બંધાય તો એમાં ખુમારી ને વટ નું નિરૂપણ સારીરીતે જોઈ શકાય છે. પણ અફસોસ હાલમાં આવા સાફા બાંધવા વાળા ખુબ ઓછા છે નહીવત એમ પણ કહી શકાય, ખરાબ રીતે સાફો બાંધે એતો ઠીક પણ એને બાંધી ને લગ્ન પ્રસંગે તવાયફની જેમ નાચી ને એને લજવે છે … 
                    સાફો રાજપૂતો એ  કેમ બાંધવો જોઈએ :- આંટીયુ ચાહે ડાબી બાજુ હોય કે જમણી બાજુ (એનો કોઈ ચોક્કસ માપદંડ કે નિયમ નથી કે એ ડાબી સાઈડ જ હોવી જોઈએ એ બાંધનાર જમોણી છે કે ડાબોડી એના પર નિર્ભર કરે છે) એ આંટીઓ અડધા ગાલસુધી અને આગળની સાઈડ વળાંક માં આંખના નેણ ને ભીસતી હોવી જોઈએ સીધો પટ્ટો નીચે થી ઉપર ત્રાસો જાડો એ રીતે લેવો કે અડધો નેણ ખેચાય એમ આને ભાર છોગાને શૃગાર છોગાં સાથે એવી ગાઠ મારવી કે એ એવું લાગે જાણે ઘોડી રેવાળ ચાલ માં પોતાનું પૂછડું અધર રાખે એવું લાગવું જોઈએ શૃંગાર છોગું વળ દઈ આટી માં નાખતા એ તકેદારી રાખવી કે આટીઓ ફુલાવી જોઈએ ત્યારે એમાંથી સહજ રુવાબ અને વટ જરે …. એને ગરાસિયાનો સાફો કેવાય બાકી બધા લોકના …..
લીખીતન : વાઘેલા ધર્મરાજસિંહ જે. (છબાસર) ના
જય માતાજી …….

Shirstran / शिरस्त्राण

Standard

“શિરસ્ત્રાણ – ભાગ :-૧”

image

ભારતીય સંસ્કૃતિ સંપૂર્ણ વિશ્વમાં પોતાની વૈવિધ્યતાને કારણે હંમેશા આકર્ષણ નું કેન્દ્ર રહી છે. આ વૈવિધ્યતા જ તેને સંપૂર્ણ વિશ્વમાં શ્રેષ્ટ સંસ્કૃતિ સાબિત કરે છે, ભારતીય સંસ્કૃતિ એ મૂળ આર્ય સંસ્કૃતિ પરથી ઉતરીઆવેલી છે અને ‘આર્ય’ શબ્દનો અર્થજ ‘શ્રેષ્ટ’ એવો થાય છે.
ભારતીય સંસ્કૃતિ ને બોલચાલ ની ભાષામાં ‘ભાતીગળ સંસ્કૃતિ’ એમપણ કહેવામાં આવે છે, ભારત ના વિવિધ પ્રાંતોમાં વૈવિધ્ય, એ પ્રાંતો માં વસતા લોકોમાં વૈવિધ્ય, એ લોકોની ભાષા-બોલી, રહેણ-સહેન, રીતિરીવાજો, પહેરવેશ, ધર્મ અને એમાંય સંપ્રદાયો માં પણ વૈવિધ્ય વગેરે. આ સિવાય કલાઓ, સંગીત, બાંધકામ ની શૈલી વગેરેમાં પણ વૈવિધ્ય જોવામળે આમાં અમુક વૈવિધ્યતા વિદેશી સંસ્કૃતિ સાથે ના સમન્વય થી પણ ઉદભવેલી જોવા મળે છે,
આમ ભારતીય સંસ્કૃતિ માં પહેરવેશ અને એમાંય ‘શિરસ્ત્રાણ’ નું પણ આગવું મહત્વ જોવા મળતું.
શિરસ્ત્રાણ માં મુગુટ, પાઘ, પાઘડી, સાફા અને ટોપીઓ નો સમાવેશ થાય છે, આમ મુગુટ(શોભા માટે અને યુદ્ધમાં મસ્તકના રક્ષણ માટે), પાઘ અને પાઘડી એ ભારત ની મૂળ સંસ્કૃતિ છે, જયારે સાફા અને ટોપીઓ આયાતી સંસ્કૃતિ છે. ભારતમાં ઈ.સ. પૂર્વે ૩૨૩ દરમિયાન થી વિદેશી આક્રમણો થતા આવ્યા છે સૌપ્રથમ યુરોપ થી સિકંદર નું આક્રમણ થયું પણ એની અસર સંસ્કૃતિ પર થઇ નહિ પછી ઈ.સ. ૭૧૫ પછી અફઘાન અને તુર્ક આક્રમણો થયા ત્યાર થી ભારતીય મૂળ સંસ્કૃતિ પર વિદેશી સંસ્કૃતિ ની અસરો થવાની શરુ થઇ ત્યારબાદ ઈ.સ.૧૦૯૨ માં પૃથ્વીરાજ ચૌહાણ અને ઈ.સ. ૧૩૦૪ માં કર્ણદેવ વાઘેલા ની વીરગતિ બાદ ભારત માં સંપૂર્ણ પાણે મુસ્લિમ સત્તા સ્થપાતિ ગઈ ઈ.સ.૧૫૦૦ આજુ બાજુ અફઘાની પઠાણો ના ભારત આગમન બાદ “સાફા” નું ભારત માં આગમન થયું અને એ આપડા રાજવીઓ એ અલગ અલગ સ્વરૂપ આપી અપનાવ્યો અને તે બંધાવા લાગ્યો જેથી ભારત માં તેનું ચલણ વ્યાપવા લાગ્યું અને આપણી મૂળ સંસ્કૃતિ પાઘ અને પાઘડી ને એની માઠી અસર થઇ જે પરિણામે આજે લુપ્તતા ને આરે પોહચી છે.
બાદમાં ઈ.સ.૧૬૦૦ માં પાછા યુરોપીયનો ભારત માં વ્યાપાર અર્થે આવ્યા હતા પરંતુ ભારત ની રાજનૈતિક પરિસ્થિતિ ની અરાજકતા જોઈ તેમણે એ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો અને ભારત ને પાયમાલ બનાવ્યું તેથી લોકો ગરીબ થતા ગયા અને એલોકો અમીર લેખાવા લાગ્યા હકીકતે સંસ્કૃતિક દ્રષ્ટીએ તો આપડે વિશ્વમાં સૌથી અમીર હતા પરંતુ દુર્ભાગ્યે આપડે એ તરફ વિચારવાને બદલે એલોકો ના રહેણ સહેન અને પહેરવેશ થી અંજાઈ એમનું અનુકરણ કરવા લાગ્યા અને પરિણામે ભારતીય સંસ્કૃતિ જે આપડા માટે સહજ હતી તે દુર્લભ બની અને પાઘ પાઘડી ભૂલી ટોપીઓ આપનાવવા લાગ્યા આમ અંગ્રેજો સાથે ભારતમાં ટોપીઓ આવી.
આ ટોપીઓ ના પણ વિવિધ પ્રકારો જોવા મળે છે. જે નીચે મુજબ છે
જેમાં મુખ્ય ૧૨ પ્રકારો છે અને બીજા પણ ગૌણ પ્રકારો જોવા મળે છે જે નીચે મુજબ છે.
૧. બોવ્લેર, ૨. ઈવી કેપ, ૩. ફેડોરા, ૪. બોએટર, ૫. ટ્રાયલબી, ૬. કાઉબોય,
૭. ટોપહેટ, ૮. પોરકીપ, ૯. હોમ્બર્ગ, ૧૦. એસ્કોટ કે બેરેટ, ૧૧. પનામા, ૧૨. ન્યુંસબોય અને ગૌણ માં ૧. પી કેપ, ૨. ઓફિસર કેપ, ૩. રાઉન્ડ કેપ. ૪. હેલ્મેટ.. આસિવાય પરિવર્તિત ટોપીઓ માં ૧. ગાંધી કેપ, ૨. ચાઇનીઝ કેપ, ૩. ઉત્તરાખંડ ની કેપ, ૪. મુલ્લા કેપ, ૫. વોરા ની કેપ વાગેરે જોવા મળે છે…

લીખીતન : ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર) હાલ રાજકોટ

Rajputi Rit Prashasti: Divyrajsinh Sarvaiya, राजपूती रीत प्रशस्ति काव्य

Standard

image

़            “राजपूती रीत प्रशस्ति”
                    छंद : सारसी
         रचना : दिव्यराजसिंह सरवैया

वट वचनने वीरता सभर वातो अमारा देश नी,
शगती उपासे शिव सुवासे वरण गासे वेश नी,
सत देख समरांगणे शूरता तजी मन ना मीत जी,
तन गहन घावे लड़े दिव्य राजपूती रीत जी,

गौरव कुळ गोहिल नु ज्यां मरद पाक्या मोभियो,
सेजक समां शूरवीर ने राणोजी रण में शोभियो,
महावीर महिपत मोखडोये मोत पर लइ जित जी,
विण मथ्थ धड़ लड़ धरण दिव्य राजपूती रीत जी.

वर्षा समें वावणी काजे हणी दख चारण तणी,
जुतियो बळद जोड़े हळे धन्य धन देपाळो धणी,
पच्चीस वरहे देह पाडु टेक मरणी प्रीत जी,
साचवी गोहिल सवो दिव्य राजपूती रीत जी.

वाळा तणा वलभी तळाजा वसुधे विख्यात छे,
नेहड़ी साईं काज सोंपण माथ एभल भ्रात छे,
भाणेजनी भीती ज भांगे उगो उगीने नीत जी,
खांभी खड़ी खोडाय दिव्य राजपूती रीत जी,

मन कूड़ा हेवा ढांक लेवा सुबा मनसुबा घड़े,
तातार खानो गढ़जुनानो दळ कटक लइने चड़े,
नागल्ल मानो वेण जानो सरतानो हीत जी,
कुळदेवी किरपा करे दिव्य राजपूती रीत जी,

समरे अकेला बनी घेला वंश वाघेला वडो,
वीरधवल हांके मुघल फाके धूळ डंमर नो धड़ो,
अणनम शहीदी राय करणे लीधी मोत सहित जी,
संघजी समोवड अडग दिव्य राजपूती रीत जी.

वाघण बनी अंबा उछेरे बाळ व्याघरदेव ने,
माळवा जेवा पाडीया विशळदेवे खेव ने,
खानो न मानो एक साथो बार जुधा जीत जी,
चांदा तणा चड़ शीश दिव्य राजपूती रीत जी,

परमार माता जोमबाई मुंज ने लखधीर जी,
तेतर काजे जंग बाजे चभाड़ा को चीर जी,
केसर काने पकड़ दाने दीये चांचो चीत थी,
परदुख्खभंजण राज दिव्य राजपूती रीत जी,

मूळी तणे पादर परमारो कुंवर रमत्यु रमे,
दइ आशरो जत कुटुंबने लइ वेर सिंधीनो खमे,
दळ कटक ना कटका करी भड़वीर लड़ परहित जी,
लखधीर राख आशरो दिव्य राजपूती रीत जी,

सुर समीरसूत ना पुत सपुतो जेठवा राणा जहां,
गढ़ घुमली छांया मोरबीने राणपुर गादी तहां,
ठाम अंते पोरबंदर थायी त्यां जइ थीत जी,
वर्षो पूराणों वंश दिव्य राजपूती रीत जी,

नागाजणो तो वीर न्यां हाकल हलामण गूंजती,
विकमत राणो वीर ज्यां धरणी धराहर धृजती,
शृंगार शहीदीनो सजी शणगार शोभे शीत जी,
राणी कलाबा जगवती दिव्य राजपूती रीत जी.

मदमत्त गज गांड़ो थयो ज्यां बाळ नाना खेलता,
गढ़ झरुखेथी शकत कर लंबावी कुंवरो झिलता,
झालीया थी झाला थया हरपाल बेटा चीत जी,
मखवान मरदो महा दिव्य राजपूती रीत जी.

अड़ीखम महाराणो उभो जे घाट हल्दी समर मां,
विण नोतरी विपती चड़ी ती कसी खांडा कमर मां,
सिंह मान झाला लइ भाला सिधावो रण शीत जी,
भेरू तणी ए भीत दिव्य राजपूती रीत जी,

जंगे जगेता भगे भे ता रणे रेता राजीयो,
आभे अड़ेजा कुळ कलेजा एव जाडेजा जियो,
आशा पुरा परचो पुरा मोमाई मोरा हीत जी,
खत्री खरा रखवट दिव्य राजपूती रीत जी,

अबडो उगारी शरण सुमरी लाज रण पोढ़ी गया,
कुंवर अजोजी वरण मांडव मरण जुधे जइ वया,
लाखा फुलाणी तेग ताणी जरा पण माँ जित नी,
अजराअमर इतिहास दिव्य राजपूती रीत जी,

पिता तणा ले पाट धरणी चावड़ा ऐ चापिया,
वन वने भटकी चाप चटकी राज पाटण थापिया,
अणहिल्ल भेरू खरो मेरु समोवडियो चीत जी,
वनराज राजा वडो दिव्य राजपूती रीत जी,

उपमा अटंकी वात वंकी वंश सोलंकी शूरा,
मुळराज गुर्जर राज राख्या धजा कुकुटी नी धुरा,
जयसिंह पाड़ी भींह अरिपर लींह कीर्ति शीत सी,
तलवार थी ये तीखी दिव्य राजपूती रीत जी,

पंथक पिछाणे गढ़ जुनाणे राह्’ कुळरा बेसणा,
दळबळ थकी लइ लेव जेवी कैक नृप नी एषणा,
यदुकुल रीती नही भीति सही निति चीत नी,
दानी जबानी दिसे दिव्य राजपूती रीत जी,

हारेल होडे शीश बीजल दियासे दीधा हता,
बेनी बचावण भूप नवघण सिंध जिव लीधा हता,
कवियों हुलासे एक श्वासे गाय तमणा गीत जी,
खेंगार खेंचे खडग दिव्य राजपूती रीत जी,
– दिव्यराजसिंह सरवैया कृत छंद सारसी माँ “राजपूती रीत प्रशस्ति”

धोळका नरेश राणा वीरधवल वाघेला Vaghela

Standard

image

.          यह उस समय की बात हे जब अणहिलवाड पाटण पर भीमदेव (2nd) सोलंकी का राज था। अंधाधुँधी और घोर युध्धो के उस समय मे पाटण का राज छिन्नभिन हो रहा था। पाटण के सामंत राजा ओर अमात्य स्वतंत्र होकर सत्ता हथिया रहे थे, लेकिन धोळका मंडल के वाघेला राणा पाटण के प्रति हमेशा वफादार रहते आए थे।
          पीढ़ी दर पीढ़ी वाघेला राणाओ ने पाटण कि रक्षा के लिये अपनी कुर्बानीया दि थी।
          जब भीमदेव (2nd)  के ही दुसरै सामंतो ने राज हडपना चाहा तब धोळका के राणा अर्णोराज वाघेला ने भीमदेव के पक्ष मे रहकर युध्ध किया था और सोलंकीयो के राज को बचाया था। वोह युध्ध मे ही वीरगति को प्राप्त हुए और गुजरात कि रक्षा की जिम्मेदारी अपने पुत्र लावण्यप्रसाद को देते गए थे।
          लावण्यप्रसाद वाघेला भी पाटण के सब से वफादार सामंत एवं सेनापति बन के रहै। पाटण के राज की रक्षा के लिये अपना पुरा जीवन समर्पित कर दिया। धोळका मे रहकर भी पुरे राज्य की बागडोर संभालते रहे इसलिए वह “सर्वेश्वर” के नाम से भी जानें गये। इन्ही के पुत्र थे विरधवल वाघेला!
          विरधवल बड़े पराक्रमी और शुरविर थे। पाटण के लिये उन्होंने जिंदगीभर लडाईया लड़ी। विरधवल ने सभी सामंत राजाओ को हराया। खंभात के सामंत शंख (संग्रामसिंह) को हराकर वफादार मंत्री वस्तुपाल को सोप दिया। गोधरा के कुख्यात लुटैरे और भील सरदार घुघुल का वध किया। इसतरह राणक विरधवल ने पाटण के सभी सामंतो को अपने वश मे करके पाटण को अंदर से मजबूत और सुरक्षित बनाया ।
          विरधवल और लावण्यप्रसाद ने एक सच्चे राजपूत की तरह वफादारी और कर्तव्य निभाकर पाटण को मजबुत बनाया और जीवनभर पाटणपति की सेवा की। अगर ऊन्होने चाहा होता तो आसानी से राज हडप् कर जाते कयोकी वो इतने पराक्रमी ओर बलवान थे। मगर उन्होंने पाटणपति को ही अपना स्वामी माना और जीवनभर पाटण की तरफ से युध्ध ही किये। उनकी राजभक्ति को मेरुदंड समान अचल माना गया है।
          गुजरात का सुगठित और सुरक्षित समयकाल राणा वीरधवल वाघेला का कहा जा सकता हे, राणा वीरधवल वाघेला प्रजाप्रेम और शौर्य का समन्वय थे, वीरधवल के समयकाल में उनकी प्रजा आपसी मन-मिटाव भूलकर हिलमिल कर रहती थी, जंगल के भीलो को भी उन्होंने अपने वश में किया था। राजा के डर से चोर भी चोरी जैसा निच काम भूल गए थे। राणा वीरधवल ने उनको खेतउपयोगी सामान देकर महेनत कर पेट भरने वाले बना दिए थे।
          पाल विस्तार में ऐसा कहा जाता था की वहा से अगर कोई व्यक्ति अपने पहने हुए कपडे भी सही सलामत लेकर आ जाये तो वो धन्य हे, ऐसे प्रदेश में भी राणा वीरधवल ने कांटो की जालों को सुवर्ण आभूषण मूल्यवान वस्त्रो आदि से सुशोभित कर बिना चोकी पहरे के खुले छोड़ रखे थे, पर फिर भी उसे वहा से चुराने की कोई हिम्मत नही कर शकता था।
इस बात से आप अंदाजा लगा शकते हो की राणा वीरधवल का राज्य कितना सुगठित और संस्कारी होगा।
वीरधवल के डर से उनके राज्य में व्यभिचार बिलकुल बंध हो गया था। गुणिकाए भी बहु-पति छोड़ एक पति के साथ अपना जीवन निर्वाह करने लगी थी। ऐसी मर्यादाए राणा वीरधवल ने अपनी प्रजा हेतु बंदोबस्त की थी और गुजरात को समृद्ध और संस्कारी बनाया था।
          राणा वीरधवल ने अपने सामंतो से कर वसूल कर गुजरात को धन-धान्य से समृद्ध किया था, देश विदेशो में गुजरात की कीर्ति फैलनी लगी थी। और गुजरात की ऐसी विख्याति सुन कर दक्षिण का सिंधण राजा अपनी विशाल सेना के साथ गुजरात पर अपने अधिपत्य जमाने के मनसूबे से आया।
          गुजरात की प्रजा के मन में डर व्याप्त होने लगा शत्रु ओ की सैन्य की विशालता देखकर, पर राणा वीरधवल वाघेला ने अपनी प्रजा के मन से डर दूर किया उनको दिलासा दिया। सिंधण की सेना गुजरात की सिमा में दाखल हुई, और गुजरात के गाँवों को जलाती, प्रजा को मारती, परेशान करती हुई आगे बढ़ती जा रही थी।
          सिंधण की सेनाओ ने जलाये हुए गाँवों से उठते धुंए से सूर्य भी नही दिख रहा था, इसी पर से सिंधण की सेना की विशालता का अंदाजा लगाया जा शकता हे।
          वाघेला राणा वीरधवल वाघेला और उनके पिताजी लवणप्रसादजी ने अपनी सेना को सज्ज किया। सिंधण के मुकाबले वाघेला की सेना संख्या में बहुत कम थी, पर पराक्रम, शौर्य और युद्धकला में सिंधण को मात दे शके एसी गुजरात की सेना थी। सिंधण की सेना तापी नदी के किनारे तक पहुच चुकी थी,
          दोनों सेनाए आमने-सामने आ गयी, और गुजरात के इतिहास में उस युद्ध का प्रारंभ हुआ जो शौर्य में अव्वल कहा जा शके पर बहुत कम लोगो को इस पराक्रमी युद्ध के इतिहास का पता होगा, इतिहास में कुछ एसी बाते दब कर रह गयी हे जो साहस शौर्य में अव्वल रहनी चाहिए, यह हमारा कमनसीब हे की ऐसी गाथाये, कहानिया, इतिहासिक बाते चर्चा का विषय न बनकर मात्र कुछ किताबो में बंध पड़ी रही है, खैर मूल बात पर वापस आते हे… लवणप्रसाद अपने दोनों हाथो में आयुध धारण कर, मुखमंडल पर क्रोध की रेखाए अंकित हो चुकी थी, सिंधण सेना को त्राहिमाम कराने लगे थे।
          पर गुजरात का भविष्य धुंधला सा होने लगा था, कहा जाता हे की कोई संकट आता हे तो अकेला नही आता… उस हिसाब से, मारवाड़ पंथक के 4 राजाओ ने गुजरात की सेना को सिंधण के युद्ध में व्यस्त देख गुजरात पर कब्जा जमाने हेतु अपनी सेनाओ के साथ आ गए, इस तरह राणा वीरधवल वाघेला की सेना को दुगना संकट खड़ा हो गया, एसी विकट स्थिति में भी वीरधवल ने स्वयं पर संयम बनाये रखा, और एक तरफ मारवाड़ की सेना के सामने भी युद्ध आरंभ हुआ।
          मारवाड़ी सेना और सिंधण के सेना से युद्ध चालु ही था, पर वाघेला वीरधवल के लिए समस्या और भी बढ़ने ही वाली थी।
          भरुच और गोधरा के राजा राणा वीरधवल वाघेला के सामंत थे। वे दोनों इस युद्ध में राणा वीरधवल वाघेला की और से लड़ने आये थे। पर शत्रु ओ की बढ़ती संख्या देख उन दोनों ने क्षत्रित्व को कलंक लगाने वाला अति हीन काम किया, गुप्त तरीके से वे दोनों मारवाड़ी राजो से मंत्रणा करने लगे। उन दोनों राजवी ओ को वाघेला ओ के सामन्त पद से स्वतंत्र होने का यह बहोत ही अच्छा मौका दिख रहा था। और वे दोनों ने अपनी सेना मारवाड़ी सेना के साथ मिला दी और गुजरात के विरुद्ध हो गए।
          वाघेला राणा वीरधवल की सेना और भी कम हो गयी। पर वीरधवल मजबूत मनोबलि व्यक्तित्वधारी थे। उनको पता था की ऐसे राजा और उनकी सेना अपने साथ होकर भी न होने के बराबर थी। क्योंकि जो अन्तःकरण से अपना न हो वह अपने लिए बहोत बड़ा खतरा बन शकता हे। संकट बहोत बड़ा हो गया था पर फिर भी वीरधवल ने हार नही मानी और युद्ध चालू रखा।
          इस समय 4 मारवाड़ी राजा, दक्षिण का सिंधण राजा और दो फूटे हुए सामंत- गोधरा और भरुच के राजा, मतलब एक साथ 7 राजा ओ का सामना करना पड रहा था। पर इस बात से लवणप्रसाद और वीरधवल की मुखमुद्रा पर कोई भय या दिलगीरी की रेखा नही दिखी। सम्पूर्ण क्षात्रत्व धारी थे वे दोनों पिता-पुत्र। सच्चा क्षत्रिय व्ही हे जो राजसभा और युद्ध दोनों ही स्थलो पर समान स्थिति में रहे, जरा भी विचलित न हो। और होना भी नही चाहिए, अन्यथा बहोत बड़ा नुकशान हो शकता हे।
          उन्होंने सिंधण की सेना के साथ बहोत ही वीरता और शौर्य के साथ युद्ध किया। वृद्ध लवणप्रसाद ने पूरी बहादुरी के साथ सिंधण की बहोत सी सेना को काट डाला और सिंधण का बल कम किया। उसके बाद वे मारवाड़ी सेना पर टूट पड़े।
          सिंधण की सेना वाघेला ओ से इतनी ज्यादा त्रस्त हो गयी थी की जिस समय लवणप्रसाद पुरे जोश के साथ मारवाड़ी सेना को मार रहे थे उस समय वे चाहते तो वाघेला ओ को परेशान कर शकते थे। पर शेर के मार्ग में, अगर शेर गुफा से दूर भी गया हो तो भी हिरण उस मार्ग से नही चल शकता। इसी तरह सिंधण की सेना वाघेला ओ के पीछे नही जा शकी, इतना डर उनके मन में बैठ गया वाघेलाओ के प्रति,
अगर वे वीरधवल से पुनः युद्ध करते तो वे जित शकते थे।
          लवणप्रसाद को 4 मारवाड़ी राजाओ और अपने 2 विश्वासघाती सामंतो पर अतिशय क्रोध आया, जो उनको हराने के पश्चात ही शांत होने वाला था।
          पर एक तरफ नयी मुसीबत खड़ी हो उठी थी।

सिंधु के बेटे शंख जो घोघा बन्दर के पास वडुआ बेट का राजा था, उसने दूत द्वारा वीरधवल के मंत्री वस्तुपाल को युद्ध के लिए तैयार होने का संदेश भिजवाया।

          प्रसंग कुछ यु हुआ था की – एक बार जब धोळका से वस्तुपाल, राजा की आज्ञा से खंभात(खंभात वीरधवल वाघेला का राज्य का ही एक प्रदेश/बंदर) गया, वहा पुरे खंभात नगर ने उसकी आगता-स्वागता की, अमीर-उमराव उस से मिलने आये, दरबार में उसे बहुत मान मिला, पर एक सदीक नामक अमीर मिलने नही आया, वस्तुपालने सेवक भेज कर उसे मिलने बुलाया पर सदीक ने सेवक से कहा”में कोई अधिकारी से मिलने नही जाता, और ना ही किसी अधिकारी के सामने झुकता हु, पर अगर आप मुझसे मिलने आओ तो में आपकी हर इच्छा पूरी करूँगा, पर में आपसे मिलने नही आऊंगा॥”
          सदीक खंभात नगर का एक बहुत अमीर आदमी था, अहंकारी और घमंडी भी था, घोघा के पास वडुआ बेट का राजा शंख उसका मित्र था, साथ में हंमेशा हथियारधारी आदमी रखकर राजा-महाराजा जैसा दंभ भी करता था, जिस वजह से वस्तुपाल ने दबाव बनाया की अगर मिलने नही आओगे तो दंड होगा।
          सदीक ने अपने मित्र शंख से इस बारे में सहायता मांगी जिस पर शंख ने दूत भिजवाकर वस्तुपाल से कहा की “सदीक मेरा मित्र हे उसे परेशान ना करे अन्यथा परिणाम अच्छा नही होगा” वस्तुपाल ने उसी दूत से कहवाया की “आप वडुआ के राजा हे और यह हमारा आपसी मामला हे, खंभात हमारा प्रदेश जिस पर आप दखलअंदाजी नही कर शकते, और आप को लड़ने की इच्छा हो तो आप ख़ुशी से आ शकते हे…”

          अब जहा एक साथ 7 राजाओ से युद्ध चल रहा था उस समय शंख ने अपना दूत भेजा यह सोचकर की यह अच्छा समय हे खंभात पर कब्जा ज़माने के लिए। वाघेलाओ की सेना वेसे ही 7 राजाओ से युद्ध में व्यस्त हे, वस्तुपाल के पास दूत भिजवाकर कुछ इस तरह संदेश भेजा “हे चतुर मंत्री, तू समजदार हे और बहादुर भी, तेरे राजा पर बहुत बड़ा संकट आ गया हे, तुजे भी पता ही होगा की खंभात हमारे पूर्वजो की नगरी हे, वोह अब हमें वापस चाहिए, अगर तुजे उस नगर का मंत्री बनना हे तो तू मुझे आकर सलाम कर, में तुजे उस नगरी का हमेश के लिए मंत्री नियुक्त करूँगा, तुजे इनाम और गिरास दूंगा, पर यदि तूने मेरी बात स्वीकार नही की तो में खंभात तुम लोगो से छीन लूंगा, तेरी जगह पर किसी और को नियुक्त करूँगा, तूभी जानता हे तेरा अकेला राजा एक साथ 8 बड़े राजाओ से जित नही पायेगा, या मेरी बात मान ले या युद्ध के लिए तैयार हो जा..”
          ये बात वस्तुपाल को वज्र के घाव बराबर लगी, पर वह चतुर वणिक मंत्री ने बिना अभिमान दूत को उत्तर दिया “भले ही तेरा राजा युद्ध के लिए आ जाये, हम युद्ध के लिए तैयार हे, यदि गंगा नदी पर अगर हवा के साथ कुछ धूल-मिटटी या कचरा आकर गिरे तो वह नदी को मलिन नहीं कर शकता, पर नदी उस धूल-कचरे को कादव बनाकर पानी के निचे दबा देती हे, और स्वयंम असल स्थिति के मुताबिक़ निर्मल ही रहती हे। इसी लिए तुम लोग आकर खंभात पर कब्जा कर शको यह होना असंभव हे। शूरा क्षत्री राजाओ का तो धर्म ही हे की उसे अपना कर्तव्य कर के यश प्राप्त करना, पर तेरे जेसे के डराने से डर जाए वह नामर्द ही हो शकता हे। तेरा स्वामी राजा होकर भी खंभात मांग रहा हे, जब की हमारे राजा ने शस्त्रो के जोर पर खंभात को प्राप्त किया हे। अगर तेरे राजाको खंभात वापस चाहिए तो आयुध के जोर पर ही लेने की आशा रखे, तेरा राजा कहता हे की वीरधवल अकेला कैसे एक साथ सब से मुकाबला कर पायेगा? तो उसे कहना की वे दृढ और निश्चल पुरुष है, उनकी सहायता से वे कितने भी कठिन युद्ध में विजयश्री को हासिल करते हे, इस लिए हमें परमेश्वर पर पूरा विश्वास हे, खंभात नगरी का पति राणा वीरधवल वाघेला हे, और हमें एक पति छोड़ कर दूसरा पति लाने की कोई इच्छा नही हे। इसी लिए अगर खंभात नगरी तेरा राजा अपनी करना चाहता हे तो वो मारा जायेगा”
          एसा संदेश दूत ने अपने राजा को सुनाते ही शंख क्रोधायमान हुआ, अपनी सेना को सज्ज कर तुरंत तीव्र गति से वह खंभात के सरोवर किनारे आकर अपनी सेना को तैयार किया, वस्तुपाल को युद्ध के लिए सूचित करने हेतु जोर जोर से ढोल बजवाये.
          वस्तुपाल जानता ही था की शंख जरूर आएगा इस लिए वह भी युद्ध की पूर्ण तैयारिया कर के तैयार ही था। और भीषण लड़ाई हुई, वस्तुपाल खुद जैनधर्मि था, और जैन धर्म में हिंसा बहुत बड़ा पाप हे, पर फिर भी वह अपने राजा वीरधवल के प्रति पूरी वफादारी और कर्मनिष्टता से बाण-वर्षा करने लगा।
          मैदानी युद्ध में वस्तुपाल के दो श्रेष्ट क्षत्री वीर भुवनादित्य और संग्रामसिंह को शंख ने मार दिया जिस से वस्तुपाल क्रोधित हो उठा, वाचिंगदेव, उदयसिंह, विक्रमसिंह, सोमसिंह, भुवनपाल और हिरप्रधान की राजपूत टुकड़ी अपने जाबांज की शहादत देख शंख पर टूट पड़ी, शंख घोड़े से निचे गिर गया और भुवनपाल या वस्तुपाल ने उसे मोत के घाट उतार दिया। चारोंओर जोर से विजयनाद हुआ।
          उस तरफ वाघेला से त्रस्त सिंधण ने बहुत बड़ी रकम का दंड भर कर संधि कर ली, मारवाड़ी और फूटे हुए सामंत को हार का मुह देखना पड़ा, चारोंओर वीरधवल की जयकार हो चली, गुजरात पुनः एक बार अपना सर आसमान से ऊँचा कर गौरवान्वित हो गया था।
          शत शत नमन वंदन ऐसे वीरो को जिन्होंने इतने बड़े संकट में भी अपने आप पर संयम बनाये रख कर बुलंद हौसले के साथ एक समेत 8 राजाओ को हरा दिया।
पुस्तक : वाघेला वृतांत
संयोजक : सत्यपालसिंह वाघेला(धनाळा)

Divyrajsinh Sarvaiya (Dedarda)