Tag Archives: Zala

“ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવ ના મંદિરના જીર્ણોદ્ધારક નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ”

Standard

“ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવ ના મંદિરના જીર્ણોદ્ધારક
નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ”

મિત્રો હાલ માં તરણેતર ના મેળા નો શુભારંભ થઇ ગયો છે આ મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ભાતીગર સંસ્કૃતિ ની જાખી કરાવતો વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે.
આ મેળો ભારતના મોટા મેળાઓ માનો એક છે અને તે જે ધરતી પર ભરાય છે તે ધરતી એટલે પાંચાળ એના વીશે અનેક દુહાઓ લોક સાહિત્ય માં પ્રસિદ્ધ છે….

“નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ ;
ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.
ખડ પાણીને ખાખરા, ધરતી લાંપડીયાળ;
વગર દીવે વાળુ કરે, પડ જોવો પાંચાળ.”

આમ આ પાંચાળ નો મોટો ભાગ જેના રાજ્યની હદ માં હતો એવા ઝાલાકુળ ભૂષણ લખતર ના ધણી દેવાયાતી અને પવિત્રપુરુષ નામદાર ઠાકોર કરણસિંહજી કે જેમનું ગૌરવ સમસ્ત ક્ષાત્ર સમાજ લઇશકે, ઠાકોર શ્રી કરણસિંહજી પાંચ મહિનાની બાળવયે લખતરની ગાદી પર તખ્તનશીન થયા હતા ત્યારે તા. ૧૫-૬-૧૮૪૬નો દિવસ હતો.
તેમણે સંવત ૧૯૪૦ના ફાગણ વદી ૧ના રોજ લખતર કિલ્લો બંધાવવો શરૃ કરેલો. જે સંવત ૧૯૫૦ના આસો સુદી ૧૦ના દિવસે પૂરો થયો હતો, જેમાં રૃ. ૧ લાખનો ખર્ચ થયો હતો. આ સિવાય તેમણે અનેક લોક ઉપયોગી કર્યો કર્યાં હતા..

તરણેતરનો ટુંકો ઈતિહાસ :-

ભારતભર માં ત્રિનેત્રેશ્વર મહાદેવ ના માત્ર બે મંદિરો છે. (૧) તરણેતર નું ત્રિનેત્રેશ્વર મહાદેવ, અને (૨) હિમાલય માં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.
તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારતકાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણકે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે પ્રાચીન મંદિરનો જીણોદ્ધાર લખતર ના રાજવી ‘કરણસિંહજી’ એ ઇ.સ.૧૯૦૨ની સાલમાં ઓગષ્ટ મહિનામાં કરાવ્યો હતો.તરણેતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હકુમત નીચે હતા.પુત્રી કરણબાના સ્મરણાર્થે રૂ.૫૦ હજારના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું.નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય.મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે જે લખતર રાજ્ય દ્વારા આપેલ હતી.

તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે.જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે.તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજી એ જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે.છતમાં એક અદભુત શિલ્પ છે.તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર માં ગોઠવાયેલાં છે.કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય.શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે.
મંદીરની ત્રણ બાજુ કુંડ છે.તેને વિષ્ણુકુંડ,શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવો ના નામ જોડ્યા છે.મંદિરની ચોતરફ ઉંચો ગઢ છે.એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં ચાની લેવામાં આવ્યા છે.એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું છે,પણ તેની કોતરણી અનુપમ છે.ચારેબાજુ ઉંચો ગઢ અને વચ્ચે મંદિર જમીન નીચે ઉતાર્યું છે,તેથી સુકી હવા અને પવનની થપાડો સામે સુરક્ષિત રહી શકે તથા મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે.શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પમાં જાણે કે શિલ્પીઓએ જીવરેડી દીધો હોય તેવું અદભુત છે.
આપ રાજપૂતો ની કીર્તિ અને ધર્મરક્ષક ના દાઈત્વ ને ચરિતાર્થ કરતુ આ મંદિર ખરેખર નિહાળવા જેવું છે અને ત્યાનો મેળો પણ અદ્ભુત છે,

લીખીતન : ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર) ના જય શંકરના…

“ધ્રાંગધ્રા રાજ્યાભિષેક”

Standard

તા.૧૨/૧૨/૨૦૧૭ ની માગશર વદ -૧૦ ના રોજ ધાંગ્રધા મા રાજસી અને વૈદિક રીત રસમ થી નામદાર શ્રી જયસિંહજી ઝાલા રાજ્યભિષેક સમારોહ યોજાયો.રાજ્યભીષેક સમારોહ દરમિયાન જાતવંત કાઠી અશ્વ ‘રવિકેતુ‘ (સૂર્ય કિરણ)  નુ પુજન કરવા મા આવ્યુ, જે  દ.શ્રી. ભગરીથસિંહજી ધાધલ દ્વારા  ‘કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન‘ વતી અનુગામી મહારાજ ના અશ્વપુજન ના શુભ સંક્લ્પ અને વિધી માટે સંમેલિત કરવા માં આવેલ.જેમા નામદાર જયસિંહજી ને શુભકામના આપવા ઝાલા વંશ ની શાખા માં પરમ પ્રતાપી માલસીંહજી ના વંશજ ખવડ કાઠી રાજવંશ ના માનદ મુરબ્બીઓ પણ ઉપસ્થીત હતા.

    રાજ્યભિષેક ખુબ જ મહત્વ અને મર્યાદાપુર્ણ  સંસ્કાર છે જેનુ પુરાતન વિવરણ બ્ર્હામણ ગ્રંથો,વેદો રામાયણ,મહાભારત જેવા મહાકાવ્ય,પુરાણો નિતીશાસ્ત્રો વિગેર મા મળે છે.અશ્વ વાહન ના રુપ મા સૂર્ય પુત્ર રેવન્તદેવ નુ પુજન તથા આવાહન શાસ્ત્રોક્ત મંત્રાદિ અને આરતી દ્વારા થાય છે.પશુધન મા ગાય અને અશ્વ પ્રમુખ છે.વેદો ના સુક્તો મા અશ્વ ની સ્તુતીઓ છે.અશ્વો ના વિવિધ અંગો મા પુજન દરમિયાન વિવિધ દેવો નો ન્યાસ કરવા મા આવે છે.નર અશ્વ એ પુર્ણ પુરુષ નુ પ્રતિક છે.એક માત્ર અશ્વ જ એવુ પ્રાણી છે જેને દેવાંશી કહેવાય છે,રાજ્યાભિષેક,દશેરા કે અશ્વારુઢ થવાના સમયે અશ્વ નુ પુજન થતુ એ આપણી આર્ય સંસ્કાર ની પ્રણાલિકા હતી.”હે તુરંગમ અર્થાત અશ્વ જે આપ અગ્ની ના તેજ અને ગરુડ ના વેગ વાળા અમારા મિત્ર રહેજો અને અમને વિજય ના આશીષ આપજો.પશુઓ મા અશ્વ ને ક્ષત્રિય ગણાય છે. અશ્વ પુજન એ પરાક્રમ પ્રકટ કરે છે.
नमस्ते सूर्य-पुत्राय, तुरंगानां हिताय च,

शान्तिं कुरु तुरंगानां, रेवन्ताय नमो नमः।

ॐ गन्धर्व-कुल-जातः त्वं, भू-पालाय च केशव,

ब्रह्मणस्तत्त्व-बाह्येन, सोमस्य वरुणस्य च।

ॐ तेजसा चैव सूर्यस्य, स्व-लीला ते पदा तथा,

रुद्रस्य ब्रह्मचर्यस्य, पवनस्य बलेन च।આ રાજ્યભીષેક નુ અનેરુ મહત્વ ભારતીય પ્રાચિન કાલ મા હતુ તેમા પ્રદેશ અને રાજવંશ ને અનુરુપ પધ્ધતીઓ સમવિષ્ટ થતી, ખુદ રાજા, રાજપરીવાર અને રાજ ના નોકરો દ્વારા અતીથી સત્કાર આગવી અમાન્યા થી થતો.પ્રાચિન કાળ થી રાજા ની તુલના ઇન્દ્ર થી અને પુરોહિત ની દેવગુરુ બ્ર્હસ્પતી થી થઇ છે.તો ક્યાંક એને વિષ્ણુ ના અંશ પણ કહ્યા છે.મનુસ્મુર્તિ મા કહેવાયુ છે કે ‘બ્ર્હ્મા એ રાજા ની સૃષ્ટી ઇન્દ્ર,વાયુ,યમ,સૂર્ય,અગ્નિ,વરુણ,ચંદ્રમા તથા કુબેર આ આઠ દેવો ના નિત્ય અંશ થી સંપન કરી છે.’

   રાજ્યાભિષેક ની વિવિધ પ્રકાર ની વિધીઓ મુજબ ધરિત્રી પુજન ,સૂર્યપુજન, નવગ્રહ પુજન, પૂર્વદિશા મા ઇન્દ્રાદિક કળશ ની સ્થાપના,બ્ર્હમા,વિષ્ણુ ની સ્થાપના પુજા યજ્ઞ-હવન,વિનાયક ની સ્થાપના,કુશોદક પૂર્ણ કળશ,સપ્તછિદ્ર કળશ આદિ ની સ્થાપના તથા વિભ્ભીન પ્રકાર ના વિવિધ સ્થળો ના જળ કળશ મા ભરી એની પુજા થતી,મંગલ ઘોષ,જય જય કાર અને મંત્રોચ્ચાર થી ધ્વનીત વાતાવરણ માં પુર્ણાહુતી અપાતી,એ પશ્ચાત વિભ્ભીન સ્થળો થી એકત્ર કરેલી માટીઓ અનુગામી રાજવી ના ભિન્ન ભિન્ન ભાગો પર મલવા મા આવતી ,તદ્પશ્ચાત પૂર્વ દિશા મા રાખેલ ઘડા ના જળ દ્વારા ઘણી સામગ્રી,ઔષધીઓ,માંગલિક દ્રવ્યો ના ઉપયોગ કરી સ્નાન અને અભિસિંચન અને અભિષેક કરવા માં આવતુ અને રત્ન-આભુષણો, સુંદર વસ્ત્રો ધારણ કરી રાજવી તૈયાર થતા, પુરોહિત રાજ્યસિંહાસન ની પુજા કરતા, એ સમયે ઢોલ- નગારા, ગાયન,ગીત,મંત્રોચ્ચાર થી વાતાવર અલોકિત થઇ જતુ,સામંત,ભાયાત,મહેમાન અને પ્રજા વર્ગ દર્શાનાર્થે આવી ભેટ ધરતા, નવ નિયુક્ત રાજા સિંહાસન આરુઢ થતા પહેલા સોના ના એક પાત્ર પર પગ રાખતા જેમા ૧૦૦ કે ૯ છિદ્રો હોઇ ,એ પાત્ર ના છિદ્રો પર પુરોહિત જલાભિષેક કરી મંત્રોચ્ચાર કરતા,

 પૌરાણીક રાજનીતી ના કથન અનુસાર પુરોહિત ઇન્દ્ર શાંતી નુ આયોજન કરતા રાજા ઉપવાસ કરી વેદી ની અગ્ની માં વૈષ્ણવ મંત્ર,એન્દ્ર મંત્ર,સવિત્ર મંત્ર,વૈશ્વદેવ મંત્ર,સૌમ્ય મંત્ર તથા કલ્યાણ,આયુ અને અભય દેવા વાળા મંત્રો થી હવન કરે છે.

    “સોમ ના વૈભવ થી હુ આપને અભિસિંચિત કરુ છુ, અગ્ની ના તેજ થી, સૂર્ય ના પ્રતાપ થી, ઇન્દ્ર ના બળ થી હુ આપને અભીસિંચિત કરુ છુ.તમે ક્ષત્રપતિયો ના ક્ષત્રરક્ષક થજો” (શુક્લ યજુર્વેદ- વાજસનેયી સંહિતા)

    રાજપદ અધિગ્રહણ ની ઘોષણા પશ્ચાત રાજવી ત્રણ પગથીયા ચઢતા ત્યારે પુનઃહ પુરોહિત મંત્રોચ્ચાર કરતાઃ

  “તમને આ રાષ્ટ્ર સોંપાય છે, તમે સંચાલક અને નિયામક છો, તમે ધ્રુવ(દ્રઢ) અને ધારણ કરવા વાળા(ઉત્તરદાયીત્વ) છો.તમને આ રાજ્ય સોંપાઇ છે, કૃષી,ક્ષેમ,સંપન્નતા અને પોષણ વર્ધન માટે”(શતપથ બ્ર્હામણ)

  તૈતરીય સંહિતા ની પ્રણાલી મુજબ રાજા પૂર્વ થોડે દુર રથ સહિત જતા અને સૂર્ય ના દર્શન કરતા પછી પ્રજા ને નિહાળી પાછા આવતા.

તદ પશ્ચાત આચાર્ય રાજા ની સન્મુખ ઉભા રહિ જય ના ઉદઘોષ કરી રાજતીલક અને શપથ વિધી કરતા પુરોહિત કહેતા કે અભીષેક ભગવાન સવિતા ના આદેશ થી થયો છે, તથા રાજા ને સલાહ અપાતી કે,

   “શાષક ના રુપ માં સબળ અને નિર્બળ લોકો ને ઉચીત ન્યાય આપવો પડશે અને દેશ ને વિપ્પતીયો થી બચાવવો પડશે.”(યજુર્વેદ)

પ્રજા પાલન ની પ્રતિજ્ઞા કરી ચુકનાર રાજા ની પીઠ પર ત્રણ વાર રાજદંડ અડાવાતો જેથી એ ક્યારેય ના ભુલે કે એ ખુદ પણ દંડ ને આધીન છે.

પછી છત્ર ,હથીયારો,કવચ,ઘોડા,ગાય,રથ ની પુજા થતી.અને પૃથ્વી ની આધિનતા સ્વીકૃત થતી.

આ રાજ્યારોહણ વિધી પુરાણો અથવા વેદો મા દર્શાવેલા ઢંગ મુજબ તથા રાજ્યશાસન ની પ્રણાલી મુજબ કરવા મા આવતી.ઘણીવાર રાજા અભીષેક પ્રસંગે નવુ નામ પણ ધારણ કરતા. 

 આવા, આ અતી મહત્વ ના વિશેષ સમારોહ ને અનુરુપ તથા ધાગ્રંધા ઝાલા પરંપરા ની પોતીકી શૈલી મુજબ શ્રી જયસિંહજી ઝાલા નુ રાજતીલક સ્મરણીય નજરાણુ ઝાલાવંશીઓ માટે બનેલ છે.

આ રાજ્યભિષેક સાથે આધુનીક ઇતિહાસ નો પ્રારંભ થયો છે,રાજ્યભિષિક્ત(રાજ્યારુઢ) ઝાલાધીપતી શ્રી જયસિંહજી ઝાલા તથા સ્નેહાળુ,પ્રિયદર્શી ઝાલા બંધુઓ ને ખુબ ખુબ અભીનંદન.

પ્રેષિતઃ કાઠી સંસ્કૃતીદીપ સંસ્થાન

“વેણ અને વચન માટે માથાં આપવાની વિરલ ઘટના”

Standard

વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે.
એવા જ એક વચન માટે દેવ ચરાડી ગામને ગોંદરે સાત સાત ખાંભીઓ સિંદૂર ચમકાવતી ઊભી છે. ગામ ગિરાસ મેળવવા, પાલવવા અને સાચવવા અને વચને રહેવું એ વાત એક જમાનામાં માથા સાટેની ગણાતી. માથાં વધેરાય તો કબૂલ. બાકી વચન ન વધેરાય. વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે.
એવા જ એક વચન માટે દેવ ચરાડી ગામને ગોંદરે સાત સાત ખાંભીઓ સિંદૂર ચમકાવતી ઊભી છે. વાતની શરૂઆત જરા જુદી રીતે જુદી ઢબે રજૂ થઇ છે.
‘આ ખાંભીઓ જ છે ને ?’
‘હા ખાંભીઓ, માત્ર ખાંભીઓ છે.’
‘આ ગામનું નામ.’
‘દેવ ચરાડી’
‘આ ખાંભીઓ વિશે કંઇક વધારે જાણવું છે…
જણાવશો ?’
‘પૂછો’
‘આ બધું તાજું તાજું છે.’
‘બધું એટલે શું ?’
‘આ સિંદૂર, આ શ્રીફળનાં છાલાં, દીવાનાં કોડિયાંની બળેલી દિવેટ્યો.’
‘હોય જ ને ? હમણાં જ કાળી ચૌદસ ગઇ. કાળી ચૌદસ આ ખાંભીને નિવેદ જુવારવાનો, કસુંબો પાવાનો દિવસ છે.’
‘હેં કસુંબો ?’
‘હા કસુંબો. ગામ માટે, ગરીબ માટે, બહેન-બેટી માટે ધીંગાણે ચડીને ખપી ગયેલા શૂરવીરોનો કસુંબો.’
‘કોણ પાય ?’
‘શહીદોના વારસદારો’
‘કોણ છે વારસદારો આ ખાંભીઓના ?’
‘ગુજરાતના ગઢ ગાજણાના વાઘેલા રાજપૂતો એમના આ પૂર્વજને કાળી ચૌદસે કસુંબો પાવા આવે છે. આહીં છ દીકરાઓ અને એક બાપ એમ સાત જણા શહીદ થઇ ગયા.’
‘શું કારણ’
‘ગામનું રક્ષણ કરવાનું વચન આપેલું એટલે પ્રાણના ભોગે રક્ષણ કરી દેખાડ્યું. હવે વિગતે વાત સાંભળો.
ગુજરાતના ગઢ ગાજણાના ઠાકોર અખેરાજજીનાં દીકરી હળવદ સાસરે હતાં એટલે અખેરાજજી સુવાણે દીકરીને મળવા આવેલા. જમાઇ રાજસિંહે સસરાની માનપાનથી સરભરા કરી. વાતમાંથી વાત નીકળી એટલે જમાઇએ સસરાને પેટછુટી વાત કરી.
‘મારે કુટુંબ સાથે દ્વારકાની યાત્રા કરવાની માનતા છે, પણ જવાતું નથી.’
‘કાં ! શું કામે જતા નથી.’
‘તમે જાણો છો કે આ જમાનો મારે એની તલવાર અને જીતે એનું રાજનો છે. જો હું દ્વારકાની યાત્રાએ જાઉં અને હળવદ રેઢું પડે તો લૂંટારા હળવદને ખેદાનમેદાન કરી નાખે…’
‘કારભારી અને રાજના સપિાઇઓ શા કામના ? એની જવાબદારી નહીં ?’ સસરા હસતાં હસતાં ઊંડે ઊતર્યા.
‘જવાબદારી શાંતિના સમયમાં, બાકી પ્રાણના ભોગે લડે નહીં. બચવા ખાતર લડે એટલે હારી જાય કાં ભાગી જાય. પગારદારો કોને કહે.’
‘તો હળવદના રક્ષણની જવાબદારી હું સંભાળીશ. તમે ખુશીથી દ્વારકા જાઓ.’
‘પણ તમારે ગઢ ગાજણા પણ સંભાળવાનું ને ? સત્યાવીશ ગામની તાલુકાદારી તમારી.’
‘સંભાળી લેશ.’ સસરાએ ગર્વભેર કહ્યું. ‘મારે પ્રભુના પ્રતાપે પાંચ રાણીઓના બાર દીકરા છે. છ દીકરાને અહીં તેડાવી લઇશ અને બાકીના છ અમારાં સત્યાવીસ ગામને સંભાળશે. અને હળવદના ઠાકોર રાજસિંહ પરિવાર સાથે દ્વારકાની યાત્રાએ ઊપડી ગયા.
સસરા અખેરાજજીએ છ દીકરાને હળવદ તેડાવીને રાજ સંભાળ્યું. લૂંટારુઓને ખબર પડી કે ઠાકોર હાજર નથી અને હળવદ રેઢું છે… મોટી સંખ્યા લઇને હળવદ ઉપર ત્રાટક્યા. રાજસિંહને આપેલા વચન મુજબ અખેરાજજી અને છ દીકરા એમ સાત જણે મોરચો આપ્યો. પણ લૂંટારુ દુશ્મનોની સંખ્યા આગળ ટકી શક્યા નહીં. સાતેય લડતાં લડતાં ખપી ગયા.’
જમાઇ દ્વારકાની યાત્રાએથી આવ્યા ત્યારે ઊથલપાથલ થઇ ગઇ હતી. છ સાળા અને સસરાજીએ વચન ખાતર શહીદ થઇ હળવદનું રક્ષણ કર્યું. રાજસિંહે ગઢ ગાજણાથી છ સાળાઓને બોલાવીને દેવ ચરાડી નામનું ગામ બક્ષિસમાં આપ્યું. મોટા ભીમજી વાઘેલાએ દેવ ચરાડી સંભાળ્યું અને બાકીના પાંચ ભાઇઓ ગઢ ગાજણા ગયા.
દેવ ચરાડીના પાદરમાં સાતેય વીર શહીદોની ખાંભીઓ માંડી. દર વરસની કાળી ચૌદસે પૂર્વજોની ખાંભી આગળ ચોખા જુવારીને કસુંબો પાય છે એના વારસદારો. ખાંભીઓના ઈતિહાસથી અજાણ્યા પૃચ્છક ભાઇએ આશ્ચર્ય વ્યક્ત કર્યું.
‘પણ ખાંભીઓ કસુંબો પીએ ?’
‘હા જરૂર પીએ. શ્રદ્ધા અને પરંપરાની વાત છે…’
‘વાહ !’
‘અને સાંભળો… વારસદારોના વહુવારુઓ લાજના ઘૂંઘટા તાણીને ખાંભીઓને પગે લાગે છે.’
‘એટલી બધી વાત ?’
‘વાત નહીં વિશ્વાસ. એનો વિશ્વાસ છે કે ખાંભીના પથ્થરમાં એમના શ્ચસુરો સાક્ષાત્ છે. વહુવારુઓ આવી પરંપરા જાળવવા માટે પોતાના કુળનું ગૌરવ લે છે. કુળવાન રાજપૂતાણીઓ આવી હોય છે. હોં.’
‘શ્રદ્ધા અને પરંપરાને વંદન.’
પ્રજાના રક્ષણ માટે બહેન-બેટીઓના શિયળના રક્ષણ માટે ઘણા રાજપૂતો ખપી ગયા છે. ગામની બહેન-દીકરીઓ અને વહુવારુ આ ખાંભીઓના ભરોસે અંધારી રાતોએ પણ નિર્ભય થઇને આવ-જા કરે છે. એને અંતરે પૂરી શ્રદ્ધા છે કે અમારા રક્ષણહારો અહીં હાજરાહજૂર છે એટલે એકલાં હોઇએ કે રાત હોય કોઇ પણ હરામ હલાવી અમારી સામે આંખ ન માંડી શકે. દેવ ચરાડીના પાદરની આ ખાંભીઓ હળવદથી લાવીને એના વારસદારોએ અહીં માંડી છે. એમના આ વારસદારોનાં પચ્ચીસેક ઘર આજે પણ દેવ ચરાડીમાં વસે છે… અને ચારસો વરસની ઘટનાને દર કાળી ચૌદસે તાજી કરે છે.’
લેખક:- નાનાભાઈ જેબલિયા

નવદુર્ગાના નવ ક્ષત્રાણી રૂપે પહેલા રાજપુતાણી

Standard

અડગ મન અને દ્રઢ સંકલ્પથી બને પગે વિકલાંગ હોવા છતા પોતાની એક અલગ ઓળખ બનાવતા મનિષાબા ઝાલા.

નવદુર્ગા ના નવ ક્ષત્રાણી રૂપે આજના પહેલા રાજપુતાણી

મનીષાબા છત્રસિંહ ઝાલા (મૂળગામ – કમાલપુર હાલે અમદાવાદ)

   છત્રસિંહ ઝાલાને ત્યા 2 દીકરા બાદ એક દિકરીબા એટલે મનિષાબા નો જન્મ થયો. નાની ઉંમરે જ તાવ આવતા ઇન્જેક્શન (દવાઓ) ની આડઅસર થી બને પગ અને એક હાથ લકવા મારી ગયો. આ પછી અનેક વર્ષો સુધી દવાઓ લીધી તેમ છતા કઈ ખાસ ફરક પડ્યો નહિ. તેમ છતા અનેક વર્ષો સુધી દવાઓ ચાલુ રાખી પરંતુ બને પગથી વિકલાંગ રહયા પણ એક હાથમા થોડો ફાયદો થયો.

    નીડર અને દ્રઢ સંકલ્પ મન વાળા મનિષાબા જરા પણ હિંમત હાર્યા વગર ધોરણ 10 ના અભ્યાસ પછી એમને ઘરે બેઠા જ એમ.એ સુધી નો અને ત્યારબાદ ડી.ટી.પી નો કોર્સ કરી ને ડીગ્રી પ્રાપ્ત કરી. પરંતુ એમની ઈચ્છા તો ઉચ્ચા આસમાન ને આંબવાની હતી અને એ માટે જ એ કઈક અલગ જ કરવા માંગતા હતા એટલે એ વિકલાંગ હોવા છતા એક સિવણ કલાસ મા શીખવા માટે ગયા પરંતુ વિકલાંગ હોવાથી એ ન શીખી શકે એમ કહીને એ કલાસીસ માથી એમને નાસીપાસ કરવામા આવ્યા પરંતુ મનમા શીખવાની દ્રઢ ઈચ્છા હોવાથી એમને ઘરે પોતાનુ શિવણ મશીન વસાવ્યુ અને ધીરે ધીરે અનેક વર્ષોની મહેનત થી  કપડાઓ (ડ્રેસ, ચણીયા ચોરી) સીવતા અને બનાવતા શીખ્યા.

   સમયાંતરે ડિઝાઇનિંગ અને બનાવટ મા એમને એવી સરસ કુશળતા આવી ગઈ કે આજે પોતે જાતે ડિઝાઇન તૈયાર કરીને વિવિધ પ્રકાર ના સ્ત્રી પરિધાનો તૈયાર કરે છે. એમના બનાવેલી ડિઝાઈનો ના કપડાઓ સ્ત્રીઓમા ખુબજ લોકપ્રિય છે. અને એમના દ્રારા તૈયાર કરાયેલા આ ડિઝાઈનર કપડાઓ ની આજ એક અલગ જ ગ્રાહકવર્ગ ઉભો કર્યો છે.

  મનીષાબા ને આજે એમના વિસ્તાર મા બહેનો દીદી કહીને બોલાવે છે. જીવનમા પડકારો ઝીલવાની મહત્વાકાંક્ષા લઈને જન્મેલા મનિષાબા બને પગે વિકલાંગ હોવા છતા પોતાના ક્ષેત્ર મા એક વિશિષ્ઠ મુકામ (મંજિલ) પ્રાપ્ત કરેલ છે. નાનપણ થી બને પગ અને હાથ લકવો મારી જવા છતા હિંમત ન હારી અને કંઈક મેળવાની ધગશ થી સંઘર્ષ કરતા રહયા અને આજે રાજપૂત (ક્ષત્રિય) સમાજ ની દિકરીબાઓ માટે એક ઉદાહરણ સાબિત થયા છે.
  ક્ષત્રાણી નારીરત્ન પુરષ્કાર થી પણ તેઓ સન્માનિત થઈ ચૂક્યા છે.

વ્યાપારિક પૂછપરછ માટે આપ એમનો સંપર્ક કરી શકો છો.
મનિષાબા ઝાલા (અમદાવાદ) મો. 97243 83861

આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ થી પોતાની ઈચ્છા ને એક સફળ કાર્યમા પરિપૂર્ણ કરનાર ક્ષત્રાણી મનિષાબા ઝાલા ને રાજપૂત યુવા વેબસાઈટ તરફ થી ખૂબ ખૂબ અભિનંદન..જીવનમા ઉતરોતર પ્રગતિ કરે એજ શુભેચ્છા સાથે જય માતાજી.

પાદપૂર્તિ

Standard

કોંઢ રાજ્યની કચેરીમાં આજે એક અમીરનું આસન ખાલી પડ્યું છે. એ આસન ઉપર બેસનારા સામંત વિના તે રાજાજીને પોતાનો ભર્યો દરબાર પણ સ્મશાન જેવો સૂનો લાગે; કસૂંબાના ઘૂંટડા બીજી કોઈ ભુજાની અંજળિમાંથી એને ભાવે નહિ. “આજ એ જોગાજીભાઈ કેમ નથી આવ્યા ?”

“બાપુ !” બારોટે કહ્યું : “જોગાજીએ અન્નજળ મેલ્યાં છે : દેહ પાડી નાખવાની એણે પ્રતિજ્ઞા કરી છે : ગામમાં હાહાકાર બોલી ગયો છે.”

“કાં ?”

“કાલ રાતે જોગાજી રાઠોડને સોણું આવ્યું : જાણે પોતે દરબારમાં આવવા નીકળ્યા છે : સામેથી એક ગાંડો હાથી હાલ્યો આવે છે; રાઠોડને હાથી મારવા દોડે છે; પોતે ભે ખાઈને ભાગે છે; ઉતાવળમાં ઘરની અંદર દાખલ થવા જાય છે; ફડકાને લીધે બારીમાં નીચે નમવાનું ભૂલી જાય છે, અને કપાળમાં ધડ દઈને બારસાખ ભટકાય છે, ખોપરી ફાટી જાય છે; અને પોતાનો પ્રાણ નીકળી જાય છે : આટલું સોણું આવીને ઊડી ગયું. રાઠોડની આંખ ઊઘડી. શરીર પર જુએ તો રેબઝેબ પરસેવો નીતરી રહ્યો છે. મનમાં થયું કે હાય ! હાય ! હું ભાગ્યો ! હું રજપૂત ભાગ્યો ! મોતથી ડરીને ભાગ્યો ! નક્કી મારા જીવતરને માથે કૈંક મોટું કલંક આવવાની આ અગમવાણી થઈ, તે પહેલાં તો મરવું ભલું – એમ વિચારીને, બાપુ, જોગાજી રાઠોડે લાંઘણો આદરી છે; માળા લઈને બેસી ગયા છે.”

રાજાજી ઊભા થયા. અડડડ ! આખી કચેરી ઊભી થઈ. જોગાજીના ઓરડાનાં બંધ બારણાં પર ટકોરા દઈને રાજાજી બોલ્યા : “જોગાજી, આવાં તે વેન હોય ? ગાંડા થાઓ મા ! એ સ્વપ્નાની વાત !”

અંદરથી જવાબ આવ્યો :

“બાપુ ! રજપૂતનો દીકરો શું સ્વપ્નામાંયે મોતથી ભડકીને ભાગે ? એને વળી સ્વપ્નનું શું અને સંસાર શું ? નક્કી મારાં માવતરમાં કાંઈક ફેર પડ્યો હશે ! હાય ! હાય ! હું ભાગ્યો !”

આખો ડાયરો હસી પડ્યો. રાજાજીએ જાહેર કર્યું : “જોગાજી ન ખાય ત્યાં સુધી મારેય અન્નજળ હરામ છે.”

જોગાજી મૂંઝાયા : લાખોને પાળનાર મરે તો જોગાને કેટલી હત્યા લાગે ! નિસાસો નાખીને એણે સંભળાવ્યું : “એક રીતે પ્રાણ રાખું : દરબારનો એ જ હાથીને ગાંડો કરીને બજારમાં છૂટો મૂકો. પછી હું એકલો એની સામે લડું. એમાંથી જીવું તો દેહ રાખું.”

બીજો જ દિવસ નક્કી થયેા. નગરનાં નરનારીએા ઊભી બજારે અટારીએા ઉપર ચડી ગયાં. હાથી મસ્ત બનીને છૂટ્યો. એની આંખમાંથી જાણે કે અંગારા ઝરે છે. એક ગરીબ માણસનું ખોરડું ધરતી ઉપર ઢાળી સૂંઢની અંદર એનું તોતિંગ આડસર હિલોળતો હિલોળતો ગજરાજ ચાલ્યો આવે છે. સામેથી આવે છે જોગીદાસ રાઠોડ. ત્રણ ત્રણ દિવસના ઉપવાસ; શ્વેત વસ્ત્રો, હાથમાં માત્ર એક ઉઘાડી કટારી.

એ નિર્જન સૂમસામ બજારમાં સિંહલદ્વીપના સ્વામીએ કાળા માથાનો માનવી જોયો, જાણે કે એના ચક્રવર્તી રાજ્યમાં ભાગ પડાવવા આવતો શત્રુ જોયો. સૂંઢમાંથી આડસર ફગાવી દઈને કારમી ચીસ દેતો હાથી સીધો ધસ્યો, પણ રાઠોડને તો જાણે કંઈયે ઉતાવળ નથી; મલપતે પગલે, શાંત ચહેરે, રાઠોડ જાણે કે કોઈ મહેમાનને બથમાં ઘાલીને મળવા આવતા હોય તેવી રીતે ચાલ્યા આવે છે.

બરાબર ચોકમાં ભેટો થયો. ગજરાજે રાઠોડને પોતાની સૂંઢમાં ઉપાડ્યા. લોકોની મેદનીમાંથી “અરરર” શબ્દ ઊઠ્યો. પછી જાણે કે કોઈના ખોળિયામાં જીવ ન રહ્યો. આરસનાં જાણે પૂતળાં ઊભાં.

લોકોએ શું જોયું ? – જોયું કે હાથીએ સૂંઢમાં લઈને રાઠોડને ગગનમાં ઉડાડ્યો ! નીચે પડે તો ભુક્કા થાય ! જરાક વાર હતી. કસાયેલો જોગો પડ્યો! પણ ક્યાં પડ્યો ? હાથીની પીઠ ઉપર ! કેવી રીતે ? ઊભો હોય તેવો ! પડતાં પડતાં જ હાથીના કુંભસ્થળમાં લાંબી કટારી હુલાવી. એ કટારી તો કુંભસ્થળમાં પેસી ગઈ, સાથે જોગાની ભુજા પણ કાંડા સુધી ગજરાજના દેહમાં પેસી ગઈ. કટારીએ સોંસરવી જઈને બીજી બાજુ મોઢું કાઢ્યું. હાથી થંભી ગયો. લોકો અવાક ! હાથી અવાક ! જોગો પણ હાથીની ગરદન પર ઊભો ઊભો અવાક ! શું બોલે ? લૂખી વાણી કાઢવાનો તો એ વખત નહોતો. કોઈ અમર વાણી : કોઈ ચિરંજીવી કાવ્ય : કોઈ અક્ષય તસવીર: ચુપાચુપ. ત્યાં તો ક્યાંકથી નાદ ગાજ્યો:

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદઢ્ઢ,

જમની દાઢ જેવી જોગાજીની કટારી હાથીનું કુંભસ્થળ ભેદી નીકળી, કેવી રીતે નીકળી ?

ઝરૂખા ઉપરથી લલકાર કરતો એ જયઘોષ ખુદ રાજાજીના ખુલ્લા કંઠમાંથી વછૂટયો. હવાના અદૃશ્ય દરિયામાં હિલોળા ઉછાળતો એ સ્વર જાણે આઘે આઘે; છેક સામે કિનારે ગાજી ઊઠ્યો; પણ ચરણ એક જ; બીજું ચરણ ક્યાં ? દુહો પૂરો કોણ કરે ? રાજાજીની છાતી ફાટ ફાટ થાય છે. ફરી વાર એ બોલે છે :

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદઢ્ઢ,

આકાશમાં નાદનો જાણે ગબારો ચડ્યો. જાણે ગગન પોતે જ શબ્દ ઉચ્ચારીને અનાદિ કાળનું સૂનું જીવન સાર્થક કરે છે ! પણ બીજું ચરણ ક્યાં ? દુહો અધૂરો ! અધૂરો ! બીજા ચરણની ઝંખના કરતાં રાજાજી ત્રીજી વાર બેાલે છે :

કુંભાથળ વાઈ કસી, જોગારી જમદઢ્ઢ,

એ ઉચ્ચાર શમી ગયા, સાગરને સામે કિનારે અથડાઈને જાણે પાછા વળ્યા, આકાશના ઘુમ્મટમાંથી જાણે ઘા પડ્યો. આખી મેદની ચીરીને સ્વર નીકળ્યા કે :

::જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ !

અષાઢની વીજળી જાણે કાળા વાદળને વીંધીને નીકળી.

“શાબાશ !” રાજાજીએ ચરણ ઝીલ્યું : “ફરી વાર, ફરી એક વાર.” અવાજ જાણે ધરતીનાં પડ ભેદીને ફરી આવ્યો:

::જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ !

“ફરી એક વાર, ફરી એક વાર,” આદેશ છૂટ્યા. ત્રીજી વાર એ ગુપ્ત સ્વર ગાજ્યો :

::જાણ અષાઢી બીજળી, કાળે વાદળ કઢ્ઢ !

“શાબાશ ! શાબાશ !” એમ ભલકારા દેતા દેતા રાજાજી નીચે ઊતર્યા. એ બોલનારનું કાંડું ઝાલ્યું : “બોલ, બચ્ચા, તું કોણ?” બાપુ, જોગાજીનો નોકર છું.”

“નહિ, તું રજપૂત નહિ, તું સાચું બોલ. હું તને માફ કરીશ, સરપાવ આપીશ.”

“બાપુ, ચારણ છું.”

“તું ચારણ ! મારા સીમાડામાં ચારણજાત જીવી શકે નહિ! તું ક્યાંથી ?”

“ઠાકોર !” જોગાજી બેાલ્યા : “ દેવીના દીકરાએાને બ્રાહ્મણોની શિખવણીથી તમે દેશવટો દીધો છે. પણ મારે તો જીવ સાટેનું નીમ છે કે દેવીપુત્રને રોજ મારા ભાણામાં જમાડવા. તમારી ધાકે આ છોકરાને મેં મારો રજપૂત બનાવીને રાખેલો, પણ આજ મારું કપટ ન ચાલ્યું : સરસ્વતીએ પોતાના પુત્રને પ્રગટ કરી નાખ્યો; જોગમાયા એ અભાગિયાની જીભ ઉપર ચડી બેઠી. એના માથે કાળનું ચકકર – ”

“બાપુ !” ચારણ એના અન્નદાતાના વેણને વચ્ચેથી તોડીને તાડૂકી ઊઠયો : “બાપુ ! સગી આંખે જોયેલા આવા પરાક્રમને એક જ લીટીમાં વર્ણવવાનું મૂલ જો આ માથું હોય તો એ માથું ક્ષત્રીવટના નામ ઉપરથી હું ઓળઘોળ કરું છું. કવિતાને હૈયામાં દાબી શકાય એટલી દબાવી રાખી; પણ આજ તો તારા એક ચરણને સામે પડઘા ન પડે, તો જોગમાયા લાજે. મારું જીવતર તો સાર્થક થઈ ગયું. હવે સુખેથી મારી નાખો.”

કોંઢના ઠાકોરે બાહુ પસારીને ચારણને બાથમાં લીધો

સૌજન્ય:-સૌરાષ્ટ્ર ની રસધાર
લેખક:-ઝવેરચંદ મેઘાણી

હળવદમાં છેડાછેડી પણ સ્મશાનમાં છૂટે છે…!

Standard

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ll હળવદ ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા મોરબી જિલ્લાના હળવદ તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. પાંચસો વર્ષ સુધી ઝાલાવાડનું પાટનગર રહી ચૂકેલું હળવદ ફરતો કિલ્લો અને ગઢ આવેલા છે અને આ ગઢને છ દરવાજાઓ પણ આવેલા છે. જેવા કે ધ્રાંગધ્રા દરવાજો, મોરબી દરવાજો, કુંભાર દરવાજો, દંતેશ્વર દરવાજો, ગોરી દરવાજો, તળાવ દરવાજો આજે પણ અહીં મોજૂદ છે. હળવદ શહેર મધ્યે આવેલું સાતસો એકરનો ફેલાવો ધરાવતું સામંતસર તળાવ આવેલું છે. છોટા કાશી તરીકે ઓળખાતા હળવદ શહેર ભૂદેવોની નગરી તરીકે પણ જાણીતું છે. હળવદના ભૂદેવો લાડવા ખાવામાં સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. માત્ર એક જ ટંકે સાઠ લાડવા ખાનાર હળવદના દુર્ગાશંકર બાપા જગ પ્રખ્યાત ગણાતા હતા. આજે પણ હળવદિયા બ્રાહ્મણો પૈકી અમુક જુવાનિયાઓ વીસ જેટલા લાડવા સામાન્ય આરોગી જાય છે. જે તે સમયે ચુરમાના લાડુ બ્રાહ્મણો માટે ઔષધી સમાન પુરવાર થયાનું જાણવા મળે છે. સ્મશાનમાં લોકો શા માટે જતા હોય છે? કોઈકને અંતિમ વિદાય આપવા માટે! હળવદ સિવાયનાં સ્મશાનો માટે આ જવાબ સાચો છે. હળવદમાં કોઈને અગ્નિદાહ આપવા ઉપરાંત છેડાછેડી પણ સ્મશાનમાં છૂટે છે! એ ઉપરાંત હળવદ તેના બળુકા બ્રાહ્મણો માટે પણ ખ્યાતનામ છે.
રાતા લુઘડા હાળા મો, રખને ભાઈ હળવદિયા હો…
આ કહેવત હળવદિયાઓ માટે વર્ષો જૂની બની ગઈ છે. હળવદની આ પવિત્ર ધરા ઉપર ઝાલાવાડમાં સૌથી વધુ યુદ્ધો ખેલાયા હોવાના પુરાવાઓ પણ અત્રે જોવા મળે છે. ૧૯મીના ઉત્તરાર્ધમાં થયેલી ગણતરી મુજબ હળવદમાં ત્રણસો નેવું જેટલા પાળિયાઓ પૈકી બસો જેટલા પાળિયા તેમ જ એકસો જેટલી સતી-શુરાની દેરીઓ હળવદમાં આજે પણ મોજૂદ છે. ઉપરાંત તાલુકા અને શહેરી વિસ્તારના વિવિધ ભાગોમાં તેમ જ વિવિધ સીમાડાઓમાં જ્યાં જ્યાં નજર દોડાવો ત્યાં ત્યાં શૂરવીરોની મર્દાનગીની ગવાહી આપતા પાળિયાઓ આજે પણ અડીખમ ઊભા છે. એક સમયે હળવદ બહાદુરોનું ગામ હતું. ત્યાંની શૂરવીરતાની સાક્ષી પૂરતા પાળિયાઓ ગામની ભાગોળે ઇતિહાસના મૌન સાક્ષી બનીને ઊભા છે. અહીં સૌથી વધુ વસ્તી ભૂદેવોની. આજે પણ ૪૫ હજારની વસતી ધરાવતા હળવદમાં ૨૦ હજાર જેટલા બ્રાહ્મણોે રહે છે. એક ગણતરી પ્રમાણે ૧૯મી સદીના ઉતરાર્ધમાં હળવદના પાદરમાં પોણા ચારસો જેટલા પાળિયા હતા. તેમાંથી ૧૪ પાળિયાઓનાં નામ ઉકેલી શકાયાં ન હતાં. મરદ પાછળ સતી થયેલી સ્ત્રીઓની ૩૦૦ દેરીઓ છે. એ સતી સ્ત્રીઓને તેના કુુટૂંબીજનો દેવી ગણી તેની પૂજા કરે છે.
આખા દેશમાં ૩ સ્મશાનો પ્રખ્યાત છેઃ ઉજ્જૈનનું મહાકાલેશ્વર સ્મશાન, પાટણનું હિંગળાજ સ્મશાન અને હળવદનું રાજેશ્વર સ્મશાન. સામાન્ય રીતે સ્મશાનનો સંબંધ મોત સાથે હોય છે, પણ હળવદનું સ્મશાન ત્યાં થતી હલચલને કારણે ‘જાગતું સ્મશાન’ પણ કહેવાય છે. વર્ષોથી હળવદમાં ભૂદેવો વચ્ચે લાડુ ખાવાની સ્પર્ધા યોજાય છે. એ સ્પર્ધામાં પહેલાં તો કમિટી લાડુનું કદ નક્કી કરે. લગભગ સો ગ્રામ વજન ધરાવતા લાડુ સાથે ભોજનમાં માત્ર દાળ જ પિરસાય. છેલ્લે ૨૦૦૬માં હરીફાઈ યોજાયેલી ત્યારે વિજેતા બનેલા સ્પર્ધેકે પોતાના પેટમાં ૩૦ લાડૂ સમાવી દીધા હતા…! હળવદમાં જન્મેલા અને દેશ-પરદેશમાં ખ્યાતિ પામેલા ખગોળવિજ્ઞા|ની ડો.જે.જે. રાવલ કહે છે, ‘અમે નાના હતા ત્યારે ચાર-પાંચ લાડુ માંડ ખાઈ શકતા. આજે પણ ચારથી વધુ ખાવા મુશ્કેલ છે. પણ ખાનારાઓ ૫૦-૫૦ લાડવા આરોગી જતા.’ આ સ્પર્ધા સાથે એક રસપ્રદ પ્રસંગ જોડાયેલો છે. લગભગ ત્રણેક દાયકા પહેલાં અહીં દુર્ગાશંકર સવાલી નામના બ્રાહ્મણ રહેતા હતા. તેઓ સામાન્ય રીતે ૬૦ લાડુ જમી જતા. એક વખત કંઈક ૬૫ લાડુ ખવાઈ ગયા અને તેમની તબિયત બગડી. વૈદને બોલાવ્યા, નાડી તપાસાઈ, બીજી નાની મોટી તપાસ પૂરી થઈ અને વૈદે કહ્યું કે હું ચાર ગોળી આપું છું તે ખવડાવી દો એટલે બધું બરાબર થઈ જશે. એ વખતે દુર્ગાશંકર બોલ્યા, કે ના ના, ચાર ગોળી જ ખાવાની હોય તો હું ચાર લાડુ ખાવાનું પસંદ કરીશ! શું તેમનો લાડુપ્રેમ.. જોકે અહીંના બ્રાહ્મણો ખાલી લાડૂ ખાવામાં પાવરધા ન હતા, જરૃર પડયે થાળી બાજુ પર મૂકી તલવારો પણ હાથમાં લઈ લેતા. ll

ખાખીની ખુમારી

Standard

​ગુજરાત પોલીસમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ગજેન્દ્રસિંહ ઝાલાએ લખેલુ પોલીસ પરનું આ કાવ્ય આપની સાથે શેર કરુ છું. એક પોલીસ પણ કેવો લાગણીશીલ અને શબ્દોનો સમ્રાટ હોય એની આપને અનુભૂતિ થશે. 
હો વિકટ કોઈ ઘડી,ના ડગ પીછે લેનાર છું,

આવકાર છે પડકારને,હું ખાખીનો ધરનાર છું.
સિંઘમનું શૌર્ય ‘ને દબંગની ડાંડાઇ એતો પડદાના ખેલ છે!

તમામ હકીકતથી વાકેફ, હું વાસ્તવિક ભૂમિનો નાયક છું.

ના ડર બતાવો મને આફતો નો હું ખાખીનો ધરનાર છું
આ કડક વ્યક્તિત્વની આડમાં હું લાગણીની બોછાર છું.

જુલ્મો તળે રિબાતા પીડિતનો હું અવાજ છું.

આમ કરડાયેલી નજરે ન જુઓ આ ખાખી સામે સાહેબ

આખરે હું પણ એક ઇન્સાન છું!
આંક તમામ જૂઠ્ઠા છે આ ખાખીના કદને માપવાના!

ચાલશે તો નહી જ આ ખાખી વિના,

છતાંય જુઓને , કેવો નાહકનો બદનામ છું!
અન્યાય સામે આંધી ‘ને હું કાયદાની કટાર છું,

સફેદ ઝભ્ભો ‘ને ઊંચી ખુરશી મને ના ડરાવો!

શાંતિની જાજમ છોડી આવેલો હું અગ્નિપથનો અંગાર છું.
મારો લાલ કયારે આવશે !

એવી ચિંતા કરનાર મારે પણ એક માઁ છે;

મમ્મી, આજે પણ પપ્પાને રજા નથી?

એવું પૂછતા-વલખતા મારે પણ સંતાન છે!

પરિવારની હૂંફ અને તહેવારોની મોજ

એમ કંઈ કેટલુય ત્યાગનાર છું.
નવી સવાર ‘ને ઘણા પડકાર;

હું નિત નવા યુદ્ધે ચડનાર છું !

ના ડર બતાવો મને આફતો નો

હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
માતાની કુખ, બહેનની રાખડી ને કેટલીય જાયાના સિંદૂરને રક્ષનાર છું.

વિખરાતા કુટુંબ ‘ને રેલાતા સંબંધો

આ ખાખી ધાગાથી સીવનાર છું..

ના આંગળી ઉઠાવો મારી નિષ્ઠા પર

હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
સ્પાઈસી હેર સ્ટાઇલ, ફ્રેન્ચ કટ દાઢી ને કલરફુલ કપડા સાહેબ તમને મુબારક..!

શોર્ટ હેર મારી શાન, ક્લીન શેવ મારી પહેચાન ને આ ખાખી મારો ખુમાર છે…!

ના મોહ બતાવો મને દુન્યવી લાલચોનો,

હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
થાક અને કંટાળો એવા પ્રોગ્રામ્સ તો જાણે અમે ઇન્સ્ટોલ જ નથી કર્યાં!

સાતેય વાર ‘ને ચોવીસે કલાક હું ડ્યુટી માં જડબેસલાક છુ!

પડકારો ને છે ખુલ્લો આવકાર હું ખાખીનો ધરનાર છું.
અડધી રાત્રે બેફિકર ફરતી અબળાઓનો હું વિશ્વાસ છું.

હોય ગુજરાત જો શાંતિનો પર્યાય તો હું તેનો મૂલાધાર છું.

ના આંગળી ઉઠાવો મારી નિષ્ઠા પર

હું ખંતીલી ખાખીનો ધરનાર છું.
નિષ્ઠા અને ઈમાન ના નામે હું જ શાને બદનામ છું?

સીમિત પગાર, અસીમિત કામ ‘ને પેલું કાયમી સરનામાનું કોલમ કાયમી ખાલી રાખનાર છું.

સત્કાર છે પડકારનો હું ખાખીનો ધરનાર છું.!
પોલીસની લાઠીના ઘા તો સૌને દેખાય છે, તો શું ઘાયલ જવાનની ખાખી પરથી ટપકતું લાલ રક્ત તમને પાણી દેખાય છે?

આવા તો છે પહાડ મુશ્કેલીના,

છતાય ‘ગજબ’ હું હામ કયાં હારનાર છું!

ખુલ્લો આવકાર છે પડકાર ને હું ખાખીનો ધરનાર છું!

☆●वांकानेर नागाबावा नो इतीहास●☆

Standard

☆●वांकानेर नागाबावा नो इतीहास●☆

image

राज वखतसिंहजी ना वखत मां कोइ ऐक नागाबावा नाम ना योगी वांकानेर मां आव्यां हतां ; तेवो ना अपूर्व चमत्कार जोइ राज वखतसिंहजी ऐ तेमने गुरू मान्या अने आग्रह पूवँक वांकानेर मां राख्यां , ऐ महात्मा त्रिकाल दशीँ,  वचन सिद्ध वाणा तेमज घणा वखाणवा लायक त्यागी हतां ।।

तेमना उपर राज साहेब नो ऐटलो बधो प्रेम हतो के तेवो नामदार तेमने केटलांक उतम वस्त्रों तेमज शाल दुशालाओ आपतां,  परंतु नागाबावा ऐ तमाम पोतानी पासे जे कोइ साधु संत आवता तेमने आपी देता , अने पोते तो निरंतर दिगंबर दशा मां ज दिवसो वितावता,  मात्र ज्यारे दरबार मां आवता त्यारे ज पग सुधी लांबो भगवो झब्बो पहेरता ।।

महाराजा राज साहेबे तेवो ने चडवा माटे ऐक उतम घोडी आपी,  ऐ नागाबावा ऐ पगपाणा आवता ऐक साधु ने आपी दिधी,  आ रीते अनेक वस्तु ओ महाराजा राज साहेब तेमने आपतां,  छतां ते तो हमेशां त्यागी ने त्यागी ज रहेतां  ।।

आथी नामदार राज साहेब ना कामदार वोरा हंसराज नागाबावा ऊपर धणो ज द्वेष राखतां अने ऐथी ज ऐमणे उक्त महात्मा नां खोटा छिद्रो जोवा पोताना अमुक माणसो ने रोक्या हतां,  नागाबावा ऐक दादा खवास नामना माणस नी स्त्री पूरजाइ ने धमँ नी माता मानी तेने त्यां दररोज जतां , अने माता नी पेठे प्रेम करी तेमने धावता हतां,  पूरजाइ पण तेने पोताना पुत्र पेठे मानी धवरावता , जो के ऐ पूरजाइ पुख्त उमर ना होवाथी ऐमनुं धावण सूकाइ गयेलुं हतुं,  तो पण जाणे तुरंत मां ज बाणक जन्म्युं होय तेम धावण नी शेडो छुटती हती,  आ बनाव ने वोरा हंसराजे जुदा रूपमां गोठवी नामदार राज साहेब हजुर जाहेर कर्युं के तमारा गुरू ने पूरजाइ नाम नी स्त्री साथे आडा संबंध छे ।।

जो के ते वात राज साहेब ना मानवामां न आवी,  तो पण विशेष खात्री अर्थे तेवो नामदारे पोतानां प्रतिष्ठित अने विश्र्वासुं माणसो ने ऐ बनाव नजरें जोवा सुचना करी ,  फरी ऐक दिवसे ज्यारे नागाबावा धावता हतां,  त्यारे नामदार राज साहेब नां माणसो ऐ छुपी ने जोयुं तो नागाबावा मात्र छ महिना ना बाणक जेवडा ज हतां,  अने पूरजाइ ना खोडा मां पडयां पडयां धावता हतां,  आ अपूर्व चमत्कार नी वात श्रीमान राजसाहेब ने मणतां तेवोनी भक्ति नागाबावा साथे द्वढ थइ ।।

वि,स, 1901 ना अरशा मां महाराजा राज वखतसिंहजी ज्यारे द्वारीका नी यात्रा ऐ पधायाँ त्यारे नागाबावा पण साथे हतां,  वणतां सहुं जामनगर ना महाराजा जाम विभाजी ना मिजबान बन्यां,  महाराजा जामसाहेब ने धमँनिष्ठ जोइ प्रसन्न थयेलां नागाबावा ऐ तेवोने कह्युं के

” हुं तारे त्यां जन्म लइश ”

महाराजा जामसाहेबे धणी ज नम्रता थी प्रणाम करी कह्युं के
” मारां एवां भाग्य क्यांथी के आप मारे त्यां जन्म लीओ ”

कचेरी मां बेठेलां तमाम माणसो ऐ : ऐ वखते प्रत्यक्ष नहीं बोलतां नागाबावा नी वात ने हसी काढी ;  परंतु महाराजा जामसाहेब ने ऐ महात्मा ना वचन उपर द्वढ विश्र्वास बेसी गयो , महाराजा राज वखतसिंहजी तथा नागाबावा वगेरे वांकानेर आव्यां,  त्यार बाद थोड़ा वषँ पछी नागाबावा ऐ पोताना तप नी पूणाँहुती करी धणा ब्राह्मणो ने तेमज साधु संतो ने जमाडयां अने पोतानी पाषाण मूर्ति पोतानी हाजरी मां ज कडीया ओ पासे तैयार करावी,  ऐक मकान चणाववा मांडयुं ऐ पछी ज्यारे तेवो अग्नि प्रवेश करवा तैयार थयां त्यांरे महाराजा राज साहेबे तेवो ने तेम करतां अटकाव्यां परंतु पाछण थी कोइ न जाणे तेम चुनानी भठ्ठी करवाने बहाने ऐक मोटी खाइ खोदावी अने तेमां छाणां लाकडां पूरावी थोडा धणा सुखड नां काष्ठो पण नखाव्यां ऐनी अंदर ब्राह्मण जमाडवा ने समये अगाउ थी मंगावी राखेला धृत ना कुडला ओ रेडी अग्नि ने प्रजवलीत कर्यो अने तेमां रात्रि नां बार वागता नी साथे ऐक मोटा छरा थी पोतानुं मस्तक पोताना हाथे छेदी होम्युं,  पछी थी ऐ महात्मा नुं धड पण जाज्लय मय अग्नि मां जइ ने पडयुं,  ऐ वात नी महाराजा राज साहेब ने जाण थतां तेवो ने महान खेद थयो ।।

नागाबावा जीवित हुताशन मां प्रवेश कर्यो ऐ पहेला ऐक चीठ्ठी लखी गया हतां के ,

” हवे हुं महाराजा जामसाहेब ने त्यां जन्म लइश,  मारू नाम धन राशि उपर रहेशे ”

“मारो विचार पूणँ राज्य करवानो हतो ”

परंतु आपे मने अग्नि प्रवेश करता अटकाव्यो अने मारा मनोरथ मां ऐक वषँ नुं विग्घ नांख्युं, ऐथी हवे हुं पूणँ राज्य नहीं करी शकुं  ; मारी अन्तिम अवस्था योगी जेवा आचरण मांज व्यतीत थशे ”

ऐ चीठ्ठी वांची महाराजा राज साहेब ने वधारे अफसोस थयो , जे दिवसे नागाबावा ऐ जीवित हुताशन मां प्रवेश कर्यो तेज दिवसे जाम विभाजी नां मोटां राणी धनबाइ ने गभँ रह्यो अने पूणँ मास थतां वि,स, 1913 ना कारतक वदि 6 ने दहाडे पुत्र अवतर्यो अने तेमनुं नाम भीमसिंहजी  (काणुभा ) राखवामां आव्युं ।।

☆▪आ वात नी पृष्टि आपनार  भुटान्त नाम ना भविष्य प्रकाशक पुरातन ग्रंथ मां लखेलुं छे के वि,स, 1901 मां कोइ धैर्य वान राजा भेख लेशे अने ते निवाँण पद ने पामी सदाकाण दिगंबर रहेशे, वचन मां रिध्धी-सिद्दी वाणा अने त्रिकाल दशीँ ऐ महात्मा जाम विभाजी पासे आवी केटलीक आगम वाताँ कहिं अंत मां कहेशे के तारा जेवा धमीँष्ट राजा ने घेर पुत्र बनी आववा नी मारी इच्छा छे ।।

वणी ऐज ग्रंथ मां अमुक पेरेग्राफ ने अंतरे लखेलुं छे के वि,स,1913 मां उपर कहेल नागाबावा वांकानेर मां जीवित हुताशन प्रवेश करशे अने ऐज साल मां जामसाहेब विभाजी ने घेर पुत्र जन्म लेशे अने तेमनुं नाम धनराशि ऐ धारण करावाशे ।।

संदभँ,,,झाला वंश वारीधी

ઝાલાકુળ ના મૂળ પૂરૂષ રાજર્ષી કુંડમાલજી

Standard

image

.☆ઝાલાકુળ ના મૂળ પૂરૂષ રાજર્ષી કુંડમાલજી ☆
———————————————————–

રૂષી મંડલ રાક્ષસો ત્રાસ થી ચિંતીત મહાત્મા માર્કંડેય પાસે આવી ને સવિનય દંડવત પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે -મહાત્મન !

આપ બહ્મદેવ ની કૃપાથી અજર અમર થયાં છો, આપને કોઇ નો ભય નથી પણ અમો જે યજ્ઞનેજ અમારૂં ધન સમજીએ છીએ તે યજ્ઞમાં હર વખત અસુરો આવી ને વિધ્ન કરે છે, તો કૃપા કરી આપ એવો વીર પુરૂષ અમને સોપો કે જેથી અમો નિશ્ર્ચીત પણે અમારૂં કર્મ કરવા સમર્થ થઈએ, રૂષિ મંડલ ના વચન સાંભળી ધર્માત્મા માર્કંડેયે “તથાસ્તું ” કહી તેજ વખતે પોતાના મહાન યોગબળે અગ્નિકુંડ માંથી સૂર્ય સમાન ક્રાંન્તી વાળા, પ્રચંડ ભૂજદંડ વાળા, રક્ત નેત્રવાળા, સિંહ સરખી વિશાળ છાતી વાળા, અને ભવ્ય ભાલવાળા એક ક્ષત્રિ વીર ઉત્પન્ન કર્યા…!!

એ વીર વર ને “કુંડમાલ ” નામ આપ્યું અને આજ્ઞા આપી કે રૂષિ મંડલ ની સાથે તેમના સંકટ હરજો આશીર્વાદ લઈ ને રૂષિ મંડલ કુંડમાલજી ને લઇ ને ત્યાંથી વિદાય થયાં…!!

મહાત્મા કુંડમાલ રૂષિમાલ ને સાક્ષાત દંડવત પ્રણામ કરી કહેવા લાગ્યા કે – હવે મને આપ શું આજ્ઞા આપો છો..!

રૂષિ મંડલ બોલ્યું કે અન્ય રાક્ષસો થી તો આપ સરલતા થી જીતી શકશો પણ ચંડાક્ષ અને ચંડાસ્ય નામના બે અસુરો ને જીતવા મુશ્કેલ છે, કારણ કે એ દુષ્ટો એ ઉગ્ર તપથી ભગવાન શંકર ને પ્રસન્ન કરી એવું વરદાન પામ્યાં છે કે તેનું કોઇ ના હાથ થી મૃત્યુ થાય જ નહીં અને જો થાય તો તે અન્યોન્ય બંધુઓના હાથ થી જ થાય આવા કારણ થી આપ તપ કરી તેવો ના મૃત્યુ નો ઉપાય પ્રાપ્ત કરો…!!

રૂષિ ઓના વચન સાંભળીને પવિત્ર સ્થાન ઉપર સ્થીત થઈ ઉગ્ર તપ આચરવા લાગ્યા ઘળે કાળે તપ પ્રભાવ થી ઇન્દ્ર આદિ દેવતા ઓ કુંડમાલજી પાસે આવી વરદાન આપવા તત્પર થયાં ..!!

અન્ય પ્રકારના લોભ રહિત કુંડમાલજી એ બીજું કાંઈ નહીં માંગતા ચંડાક્ષ અને ચંડાસ્ય આદિ અસુરો નો વિનાશ કરવાનાં સાધનો માટે યાચના કરી..!

પ્રસન્ન મનથી ઇન્દ્ર, બ્રહ્મા, વરૂણ,અગ્નિ, અને મારૂત વિગેરે દેવતા ઓએ પોત પોતાના અસ્ત્રો આપી કહ્યું કે અન્ય અસુરો નો આ શસ્ત્રો વડે તમો તરત નાશ કરી શકશો પણ ચંડાક્ષ અને ચંડાસ્ય નો નાશ કરવા માટે નો ઉપાય તો અજન્મા રૂદ્ર પાસે જ છે ..!!

માટે અમે તેમાં અસમર્થ છીએ, મહાત્મા કુંડમાલે દેવતા ઓના વચન માથે ચડાવી નમન કરી બોલ્યા કે આપનાં આશીર્વાદ થી સર્વ કાંઈ થશે હું કાંઇ કરવા શકિતમાન નથી..!!

રાજર્ષિ કુંડમાલે શંકર ને પ્રસન્ન કરવા કોઇથી ન બની શકે તેવું ફરી ઉગ્ર તપ કરવા માંડ્યું. .!!

ચંડાક્ષ અને ચંડાસ્ય ને આ ખબર પડવાથી ભય પામી પોતાની આસુરી માયા બળે એક વિસ્મય પમાડનારો માયા પ્રદેશ રચી તેમાં સુંદર અને અવર્ણનિય શહેર બાંધ્યું અને આસપાસ ના અસુરો ને પોત પોતાની સેના સહિત ચંડાક્ષ અને ચંડાસ્ય નિર્મીત કરેલાં માયાકૃત પ્રદેશ તરફ રવાના કર્યા..!!

ચંડાક્ષ અને ચંડાસ્વ મહેલ ના ઉન્નત આશન પર બેઠા હતાં તેવામાં અકસ્માતમ્ અંધી ચડવા લાગી આકાશ વાદળો થી છવાય ગયું અને પાષાળોની વૃષ્ટિ થવા લાગી આ જોઇને ચંડાક્ષ અને ચંડાસ્યે જાણ્યું કે કોઈ મહાન પુરુષ આવે છે..!!

તેને ઉત્થાન સન્માન આપવા માટે તે બન્ને અસુરો મુખ્ય શુરવીરો ને લઇને કિલ્લા ઉપર ચઢી જોવા લાગ્યા ત્યાં દશે દિશાઓ થી ધેરાયેલા આકાશ માર્ગ માં સૂર્ય ના પ્રકાશ ને મંદ કરતાં અષાઢ માષ ના અભ્રોની પેઠે સેના સહિત અસુરો ને આવતા જોયાં તેના મુખ્ય પુરૂષો અજગર આદિ ભયંકર પ્રાળી ઓ ઉપર અને અન્ય અસુરો માયા રચીત મયુર ગીધ આદિ પક્ષી ઓ ઉપર સવાર થઈ હાથ માં ત્રિશુળ અને મૂશળ આદિ શસ્ત્રો ધારણ કરી પોત પોતાની આસુરી માયા બતાવતા ચાલ્યા આવતા હતાં…!! —

જયારે સર્વે નિકટ આવ્યા ત્યારે સર્વે ને સન્માન પૂર્વક કિલ્લાની અંદર દાખલ કરીયા, સર્વે ને યથોચિત આશને બેસાડી ને સર્વે ને મધુર વાણીથી પ્રસન્ન કરી સૂરાપાન ની શરૂઆત કરવા આજ્ઞા આપી…!!

અહીં મહાત્મા કુંડમાલજી રાજર્ષિ ની મનોવૃતી પણ શ્રી શંકર ના ચરણાવિન્દ માં એકાગ્ર થઇ તપોબળ થી કૈલાસ શિખર ને નૃત્ય કરવા લાગી, શ્રી અજન્મા શંકર નું ધ્યાન છૂટયું નંદિ તૈયાર કરી શકિત સહિત કુંડમાલજી પાસે પધાર્યા તપ માં આરૂઢ થયેલા રાજર્ષિ કુંડમાલજી ના મસ્તક ઉપર હાથ મૂકી ને “વરં બ્રૃહિ ” એ પ્રમાણે ઉચ્ચાર કર્યો..!!

રાજર્ષિ કુંડમાલજી ધ્યાન થી જાગૃત થઇ શિવશક્તિ ના ચરણકમલ નો સપ્રેમ સ્પર્શ કરી અતી દિનતા થી સ્તુતિ કરવા લાગ્યાં સર્વ નું શુભ કરનાર શ્રી શંકર બોલ્યા કે..

“હું તારા ઉગ્ર તપથી પ્રસન્ન થયો છું માટે વરદાન માંગ”

રાજર્ષિ કુંડમાલજી એ બીજો કાંઇ પણ ઉચ્ચાર નહીં કરતાં ચંડાક્ષ અને ચંડાસ્ય ના નાશ કરવા વિષે વર માંગ્યો…

ભગવાન શંકરે પ્રસન્ન વચને કહ્યું કે

” તારી ઇચ્છા પ્રમાણે થશે તારા હાથથી એ અસુરો નો નાશ થવો વિકટ છે પણ હું તને શકિત આપું છું એનો અંત વખતે ઉપયોગ કરજે તારી દ્ઢતા અને ધૈર્ય જોઇ હું બહું પ્રસન્ન થયો છું માટે બીજો વર માંગ….

મહાત્મા કુંડમાલજી એ ઉભય હસ્ત જોડી બોલ્યા..

કે – પ્રભુ ! જો આપ મારા ઉપર અતી પ્રસન્ન થયાં હો તો મારા કુળનો ઉત્કર્ષ કરવા માટે એક વખત આપ મારા કુળ માં જ અવતાર લેશો.. શ્રી શંકર સપ્રેમ ” અસ્તુ ” કહી અદ્રશ્ય થયાં …!!

વરદાન પામેલા કુંડમાલજી અંત- કર્ણ થી રૂષી ઓ ના આશ્રમ તરફ ચાલ્યા, રાક્ષસો ને ખબર પડતાં મોટાં દમામ થી બદ્રીકાશ્રમ ઉપર ચડી આવ્યા, રૂષી ઓ અતી વ્યાકુળ અંત-કર્ણ થી કુંડમાલજી ને બતાવવા લાગ્યાં કે જૂઓ ! આ અસુરો આવ્યા તેનો જલ્દી નાશ કરો…!!

કુંડમાલજી એ પોતાનાં શસ્ત્રો અસ્ત્રો સજ્જ કરી મોટાં શૈલરાજ ની પેઠે દ્ઢ થઈ એક પછી એક અસુરો નો નાશ કરવા લાગ્યાં. ધણાં અસુરો નો નાશ થવાથી બાકી રહેલા અસુરો ભયભીત થઇ ભાગી ચંડાક્ષ અને ચંડાસ્ય ને શરણે ગયાં. .!!

शिवशकित नी सहाय थी

कुंडमाल राजर्षी ऐ कर्यु असुर वृन्द थी युद्ध

विजय मेण्वयो विश्र्वमां सुणो अमरनृप शुद्ध ।।

ચંડાક્ષ એક મનુષ્ય નું અતુલ પરાક્રમ સાંભળી ક્ષોમ પામ્યો અને હવે શું કરવું..? એમ વિચાર કરે છે તેટલાં માં અકસ્માતમ્ જળ, અને અગ્નિ ની વૃષ્ટિ થવા લાગી ..!!

ચંડાક્ષે સભાસદો ને કહ્યું કે કોઇ મહાન પુરૂષ આવે છે, માટે તમે તેને સામા જઇ સન્માન પૂર્વક બોલાવી લાવો., સભાસદો સામા ચાલ્યા થોડે દૂર જતાં ભેરી વગેરે રણવાધો ના અવાજ સંભડાવા લાગ્યાં અને એક સિંહ પર સવાર થયેલ ભયંકર સ્વરૂપ વાળો માયાવી અસુર પોતાની મોટી સેના સાથે માયાકૃત દેશમાં ઉતર્યો સેના ને બાહર રાખી સામા લેવા ગયેલ સભાસદો ની સાથે પોતે રાજમહેલ માં પ્રવેશ કર્યો ..!!

ચંડાક્ષ અને ચંડાસ્ય ને પ્રણામ કરી ને ઉભો રહ્યો તેવો એ માયાવી અસુર ને સન્માન સાથે આશન ઉપર બેસવાની આજ્ઞા આપી, અને કુશલ ખબર પૂછયાં બાદ આવવાનું પ્રયોજન સાંભળવા આતુરતા બતાવી..!!

જેથી તે બોલ્યો કે આપણાં દાનવ કુળ નો નાશ કરવા કટીબદ્ધ થયેલ માર્કંડેય ના પુત્ર ના સમાચાર મારા જાણવામાં આવ્યાં જેથી આપે નહીં બોલાવ્યાં છતાં એનો નાશ કરવા હું અહીં હાજર થયો છું, માટે આજ્ઞા આપો ચંડાક્ષે સમય ને ધન્યવાદ આપી વિના બોલાવ્યે આવેલ સિંહાનન નામના અસુર ને કુંડમાલજી ને હરાવવાં માટે આજ્ઞા આપી અને તેની સાથે જવા પોતાના કનિષ્ઠ બંધુ ચંડાસ્ય ને પણ તૈયાર કર્યો…!!

મહાત્મા કુંડમાલજી રૂષિ મંડલ સહિત બેઠા હતાં ત્યાં અચાનક પ્રચંડ પવન ચાલવા લાગ્યો તેમજ અકાળે કાળા પીળા વાદળો આકાશ માર્ગ ને ઢાંકવા લાગ્યાં જેથી રૂષિ ઓ જાણી ગયાં કે ફરી કોઇ મહાન સંકટ આવી રહ્યું છે ત્યાં તો પાષાણો ની વૃષ્ટિ કરતી અસુર સેના નજીક આવી..!!

મહાત્મા કુંડમાલજી એ રૂષિ ઓને ધૈર્ય આપતાં પોતાના શસ્ત્રો અસ્ત્રો અસુર સેના પર ચલાવવા લાગ્યાં, પ્રથમ સિંહાનન પોતાની આસુરી માયાને પ્રસારતો આકાશમાં મેધમંડલ ની ઉપમા ને ધારતો મહાત્મા કુંડમાલજી ઉપર ચડી આવ્યો અને પ્રચંડ અગ્નિ ગોલક નો પ્રયોગ કરી ને કુંડમાલજી અને રૂષિ મંડલ ને દુ:ખ દેવા લાગ્યો , રાજર્ષિ કુંડમાલજી એ તુરંત વરૂણાસ્ત્રનો ઉપયોગ કરી અગ્નિ ને શાંત કર્યો…!!

રૂષિ મંડલ ને ધૈર્ય આપી સિંહાનન પર બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ કર્યો જેથી સિંહાનન સત્વરે પંચત્વ ને પ્રાપ્ત થયો..!!

અસુર સેના માં હાહાકાર થયો અંનત ઉત્પાતો થવા લાગ્યાં, આ ખબર ચંડાસ્વ ને પડવાથી તુરંત પોતાનું માયાકૃત મયુર ઉપર ચડી કુંડમાલજી સામે ઘસી આવ્યો, રૂષિમહાત્મા ઓએ તુરંત યાદી અપાવી કે ભગવાન શંકરે આપેલ શકિત નો પ્રયોગ કરો..!!

આ સાંભળી રાજર્ષિ કુંડમાલજી એ ભોળાનાથ નું ધ્યાન ધરી ને શકિત નું આહવાન કર્યું અને અસુર સેના તરફ ફેકી, સુસવાટ કરતી પ્રલયકાળ ની વિધૃત ની પેઠે શકિત આકાશ માર્ગમાં ચાલી નિકળ્યા..!!

અપ્સરા કરતાં પણ અધિક રૂપવાન તે શકિત ચંડાસ્ય ની સન્મુખ પ્રકટ થયાં તે સુંદરી શકિત એ યુદ્ધ કરતાં ચંડાસ્ય ને પોતાની સમીપ આવેલો જોઇને કહેવા લાગ્યાં કે “અરે ચડાસ્ય” ! તારૂં યુદ્ધ માં અતુલ પરાક્રમ જોઇને હું દેવાંગના છતાં તારા પર પ્રસન્ન થઇ ને વરવા આવી છું ..!!

છતાં તું મારા સામે જોતો નથી માટે હું જાવ છું, આ સાંભળી ચંડાસ્યે એ સુંદરી તરફ દ્રષ્ટી કરી. જોતાં વેત જ તેનાં કટાક્ષ રૂપિ બાણ થી એ ધાયલ થઇ ગયો..!!

અને તે સુંદરી ની સમીપ ચાલ્યો આવ્યો અને બોલ્યો તારા પર મોહિત થયો છું તારો ભક્ત તારો દાસ છું, પોતાનું મસ્તક તેના ચરણો માં મૂકી એટલો બધો આસક્ત થયો કે તે યુદ્ધ કરવાનું ભૂલી ગયો..!!

મોહિની સ્વરૂપ શકિત બોલી કે હું રાજર્ષિ કુંડમાલ નું શુભ ઇચ્છનારી છું તું મારા ભક્ત ની સાથે યુદ્ધ કરીશ તો હું તને વરીશ નહીં જો તારે મારી સાથે વરવું હોય તો સર્વ સેના ને નિવૃત્ત થવા આજ્ઞા આપ અને તારી તમામ માયા દૂર કર આ સાંભળી ચંડાસ્યે કાંઇક મંત્ર ભણી માયા ને દૂર કરી અને સેના ને યુદ્ધ બંધ કરવા આજ્ઞા આપી દિધી..!!

માયા દૂર થતાં કુંડમાલજી અને રૂષિ ઓ પર જૂકેલા પર્વતો કંકર બની પૃથ્વી પર પડયા, અને મોહિની સ્વરૂપ સુંદરી એ ચંડાસ્ય ની વિશેષ કસોટી ચાલુ રાખીને પોતાનું મસ્તક મારા ચરણો માં મૂક તેવી આજ્ઞા આપી, ચંડાસ્યે પોતાની ગરદન ઉપર ખડક રાખી બોલ્યો કે મારા ચીત ની ચોર સામે ઉભી છે અને હું મૃત્યુવશ થાઉં છું આટલું કહિ જેવું પોતાનું મસ્તક કાપવા જાય છે તેટલાં માં મોહિની રૂપ શકિત એ તેનો હાથ પકડીને કહ્યું જો તું મરી જઈશ તો આ સુંદર સ્વરૂપ નો ભોક્તા કોણ થશે.? હવે હું તારા સાથે વરવા તૈયાર છું પણ તારા જયેષ્ઠ બંધુ ચંડાક્ષ નું મસ્તક છેદી ને મારી પાસે જલ્દી લઇ આવ અને તે મારા પરમ ભક્ત કુંડમાલ ને ભેટ આપ..!!

મોહિની રૂપા શકિત ના વચનો સાંભળતાં વેંત જ ચંડાસ્ય તથા તમામ અસુર સેના “દોડો દોડો” ના પુકાર કરતી પોતાનો તમામ સરંજામ ત્યાંજ છોડી ને માયાકૃત દેશ તરફ ચાલી નિકળ્યા અને પવનવેગે માયાકૃત દેશની સીમા આગળ પહોંચ્યા જયાં ચંડાક્ષ ના હજારો ભૃત્યો ચોકી પર હતાં તેવોએ સર્વે ને રોકયાં જેથી અંદરો અંદર મહા યુદ્ધ મચ્યું અંનત અસુરો કપાઇ ગયાં મોટો કોલાહલ થયો, અગ્નિ અને પથ્થરો ની વર્ષા થવા લાગી પ્રચંડ પવન ફૂંકાવા લાગ્યો, આ બનાવ થી ચંડાક્ષે મહેલ ઉપર ચડી જોયું તો ત્યાં પોતાનો કનિષ્ઠ બંધુ પોતાની જ સેના ને કાપતો પોતા તરફ આગળ વધતો દેખાયો ..!!

કપાળ ઉપર હાથ મૂકી નિશ્ર્વાસ નાંખી પોતાની આસુરી માયા તેમજ અસ્ત્ર શસ્ત્ર સજ્જ કરી તેના સામે ઘસ્યો અને પરસ્પર દારૂળ યુદ્ધ શરૂ થયું ચંડાક્ષે પોતાની તથા સામે ની સેના નો નાશ થતો જોઇ ને પોતાનાં પ્રાણ બચાવવા ચંડાસ્ય ઉપર પ્રચંડ સાંગ ફેંકી જે ચંડાસ્ય ના મર્મ સ્થાન ને ભેદતી પાતાળ માં પહોંચી ચંડાસ્યે અતી ક્રોધ વશ ચંડાક્ષ પર પ્રચંડ ત્રિશુલ ફેંક્યું જે ચંડાક્ષ ને હદય ધરને ભેદિ ને આકાશ માર્ગે ચાલી નિકળ્યું બન્ને અસુરો પૃથ્વી પર પડી ગયાં આસુરી માયા નાશ પામી આકાશ સ્વચ્છ થયું દેવતા ઓ બધા આકાશ માર્ગે વિમાન પર બેસીને યુદ્ધ જોતાં હતાં તેવોએ જયજયકાર ના પુકાર થી ગગન મંડળ ને ગજાવી કુંડમાલજી તેમજ રૂષિ ગણ ઉપરાંત પુષ્પવૃષ્ટિ કરી..!!

મોહિની રૂપા શકિત અષ્ટભૂજા સ્વરૂપ ધારણ કરી ચમકતાં શસ્ત્રો અને કિરીટથી ભૂષીત થયેલી કુંડમાલજી પાસે આવી બોલ્યા કે
“કહે ! હવે હું તારૂં શું પ્રિય કરૂં..?
કુંડમાલજી એ નમન કરી બોલ્યા કે મારા કૂળનો ઉદ્ધાર કરવાને અર્થે કોઇ કાળે આપ મારા વંશજો ની જનેતા થજો..!
શકિત બોલ્યાં ” અસ્તુ”
કહીને અદ્રશ્ય થયાં…!!

સર્વે રૂષિમંડલે વેદ મંત્રો થી રાજર્ષિ કુંડમાલજી ને આશીર્વાદ આપ્યો. કે આપે અમારા સંકટો દુર કર્યાં છે અને હજુ ભવિષ્ય માં પણ આવનારા સંકટો ને દૂર કરવા આપ શકિતમાન છો એટલા માટે આજ થી આપને ચમત્કાર પુર નું મોટું રાજ્ય આપને અર્પળ કરીયે છીએ.!!

જેથી તમે પોતાનાં બાહુબળ થી ગૌ બ્રાહ્મણ નું રક્ષણ સારી રીતે કરી શકશો..!!

આ સાંભળી મહાત્મા કુંડમાલજી બોલ્યા કે “મને રાજ વૈભવ ની ઇચ્છા નથી માત્ર તપવ્રત આદિ કરી ઇશ્વર ને ભજવા નીજ ઇચ્છા છે, આ રીતે કુંડમાલજી ના વચન સાંભળી રૂષિ ઓએ કહ્યું કે જેમ મદ વિના હાથી ના શોભતો નથી તેમ રાજ વિના ક્ષત્રિ શોભતો નથી માટે તમારે અમારી આજ્ઞા થી રાજ પદવી સ્વીકારવી પડશે આ રીતે રૂષિ મંડલ ના આગ્રહ થી સવિનય મસ્તક નમાવી રાજર્ષિ કુંડમાલજી એ “અસ્તુ” કહીને ચમત્કાર પુર ની રાજગાદી સ્વીકારી…!!
અસ્તું. ….
#jhalawad

History & Literature

વઢવાણ રજવાડું વઢવાણ સ્ટેટ

Standard

વઢવાણ રજવાડું
બ્રિટિશ ભારતનું રજવાડું
૧૬૩૦–૧૯૪૮

image

                            ધ્વજ

image

                        Coat of arms

સૌરાષ્ટ્રમાં વઢવાણ રજવાડાનું સ્થાન
ઇતિહાસ
• સ્થાપના ૧૬૩૦
• ભારતીય સંઘમાં વિલિનીકરણ ૧૯૪૮
વિસ્તાર
• ૧૯૩૧ ૬૨૭ km2 (૨૪૨ sq mi)
વસતિ
• ૧૯૩૧ ૪૨,૬૦૨
ગીચતા ૬૭.૯ /km2  (૧૭૬ /sq mi)
આ લેખ ની કેટલીક માહિતી પબ્લિક ડોમેઇન જ્ઞાનકોશ 1911 Encyclopædia Britannica માંથી લેવાયેલી છે.
વઢવાણ રજવાડું બ્રિટિશ શાસન દરમિયાન ગુજરાતમાં આવેલું એક રજવાડું હતું. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું વઢવાણ શહેર તેનું પાટનગર હતું. તેના છેલ્લાં શાસકે ભારતીય સંઘ સાથે ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના રોજ ભારતમાં ભળી જવા માટે સંધિ કરી હતી.

ઇતિહાસ

વઢવાણની સ્થાપના આશરે ૧૬૩૦માં થઇ હતી. તે ૧૮૦૭માં બ્રિટિશ શાસનની હેઠળ આવ્યું. વઢવાણ પર ઝાલા વંશના રાજપૂતો રાજ્ય કરતા હતા. રાજ્યના રાજવીઓને ‘ઠાકુર સાહેબ’ કહેવાતા હતા.

રાજવીઓ
ઠાકુર સાહેબ
૧૬૮૧ – ૧૭૦૭ ભગતસિંહજી ઉદયસિંહજી
૧૭૦૭ – ૧૭૩૯ અર્જણસિંહજી માધવસિંહજી (મૃ. ૧૭૩૯)
૧૭૩૯ – ૧૭૬૫ સબલસિંહજી અર્જણસિંહજી બીજા (મૃ. ૧૭૬૫)
૧૭૬૫ – ૧૭૭૮ ચંદ્રસિંહજી સબલસિંહજી (મૃ. ૧૭૭૮)
૧૭૭૮ – ૧૮૦૭ પૃિથિરાજજી ચંદ્રસિહંજી (મૃ. ૧૮૦૭)
૧૮૦૭ – ૧૮૨૭ જાલમસિંહજી પૃિથિરાજજી (મૃ. ૧૮૨૭)
૧૮૨૭ – ૧૮૭૫ રાયસિંહજી જાલમસિંહજી (મૃ. ૧૮૭૫)
૧૮૭૫ – 5 મે ૧૮૫૫ દાજીરાજજી ચંદ્રસિંહજી (જ. ૧૮૬૧ – મૃ. ૧૮૫૫)
૨૦ મે ૧૮૫૫ – ૨૫ મે ૧૯૧૦ બાલસિંહજી ચંદ્રસિંહજી (જ. ૧૮૬૩ – મૃ. ૧૯૧૦)
૨૫ મે ૧૯૧૦ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૧૮ જશવંતસિંહજી બેચરસિંહજી (મૃ. ૧૯૧૮)
૨૨ ફેબ્રુઆરી ૧૯૧૮ – ૧૯૩૪ જોરાવરસિંહજી જશવંતસિંહજી (જ. ૧૮૯૯ – મૃ. ૧૯૩૪)
૧૯૩૪ – ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ સુરેન્દ્રસિંહજી જોરાવરસિંહજી (જ. ૧૯૨૨ – મૃ. ૧૯૮૩)

History & Literature