આવો બાપુની ડેલીએ.. – દેવાયત ભમ્મર || Aavo Bapuni Deliye – Devayat Bhammar ||

જે ને પેટમાં કોઈનું બળતું હોય, આવો બાપુની ડેલીએ.
જે ને વટમાં લોહીસુ ખૂટતું હોય, આવો બાપુની ડેલીએ.

ભરાયા છે અહીં હેત, પ્રીતના ડાયરા.
આવો આવો જે દિલથી હોઈ ભાયડા.
જે ને વેંતવા કંઈક ખૂટતું હોય, આવો બાપુની ડેલીએ.

છાલકો લાગશે શામળિયાની મીઠડી.
જે ઉઘાડાં ચોગ છે ને કરવી છે ગોઠડી.
ને કોઈ મધમ મધમ લૂંટતું હોય, આવો બાપુની ડેલીએ.

લઈ આવજો કોઈ વણ ઉકાયેલ કોયડા.
તાણા વાણા તાગ મેળવી બની જશે દોરડા.
આંસુ ઘરડી માનુંય લૂછવું હોય, આવો બાપુની ડેલીએ.

ભડ ને ભોમાં ભંડારી દેય ઇ બધાં ચાલશે.
મરદ હશે, મર્મમાળા હશે ઇ બધાં મહાલશે.
માં ભોમને મસ્તક ઝુકતું હોય, આવો બાપુની ડેલીએ.

ને ઓય! છગન તારી છોકરીનો વાંક શું?
જુવાન થઈ છે તો આવો આડો આંક શું?
જે પ્રશ્નો યુવાનીના પૂછતું હોય,આવો બાપુની ડેલીએ.

આચકલા અહીં એકપણ આવતાં નય.
કાળા મોઢાં પણ કોઈ અહીં લાવતા નય.
રગમાં મરજાદનું રક્ત ઉછળતું હોય, આવો બાપુની ડેલીએ.

‘દેવ’ ના દિલબાગમાં આ ભરાયો છે ડાયરો.
વાત ડાહયો હાલશે પણ નહીં હાલે વાયડો.
જો આભ જમીન પર અડતું હોય,આવો બાપુની ડેલીએ.
જે ને પેટમાં કોઈનું બળતું હોય, આવો બાપુની ડેલીએ.

દેવાયત ભમ્મર 

Photo by David Bartus on Pexels.com

The text emphasizes the importance of honesty and integrity in various situations. It highlights the significance of maintaining a pure heart and being truthful in all circumstances. The verses also touch upon the consequences of deceit and the value of humility. Additionally, it underscores the idea that all actions have repercussions, whether positive or negative. The text concludes with a reflection on the concept of divine justice and the idea that one’s actions will ultimately determine their fate.

Leave a comment