“મીઠો મલમ”

​વાવા ધણી મેઘા હજી મોજું ઘણી લાવો વરી,

આ શુષ્ક ને વેરાન આંખો તૃપ્ત નાં થઇ છે અરી,

શું સાંભળો કો સાદ જાણે અંતરે ગરજી રહ્યો,

ના વેગડો મૂકી જશો હા રેગડો તાણી વહો..


કોઈ દિશે ઉઠતો જુઓ કલ્પાંત ઓ ગંભીર શો,

છે ગહન જાણે પડ પલટશે સૃષ્ટિ ને કો તીર સો,

ચીસો ઘણેરી ચોંટતી ચિત્તે કરંતી ઘાવ જો,

જ્યાં બુંદ સા મીઠા મલમની આશ કેરો ભાવ હો…

– દિવ્યરાજસિંહ સરવૈયા

Leave a comment